________________
આશ્રવ અને અનુબંધ
૧૪૯
ચારિત્રાચારનો સમાવેશ થાય. તે તમે જેવા જન્મો એટલે તમને લાગુ પડી જાય. દા.ત. દેવ-ગુરુની વૈયાવચ્ચ, ચોવિહાર વગેરે આવે તે ચારિત્રાચારમાં જાય, પણ તે દર્શનાચાર સાથે સંબંધિત છે. આ તો નીચલા સ્તરની વાત છે. પછી આગળ વધો તેમ દેશિવરતિ અને સર્વવિરતિ આવે. આમ બધા વિધિ-પ્રતિષેધ મૂક્યા છે, જે પાળવાના આવે. તમને સંઘ બહાર ક્યારે મુકાય ? કે જ્યારે તમે દર્શનાચારથી પણ સર્વથા ભ્રષ્ટ થાઓ ત્યારે. ચારિત્રાચારથી ભ્રષ્ટ હોય તેને સંઘ બહાર ન કાઢી શકાય. જેના પદાર્થવિજ્ઞાનમાં, કર્મવાદમાં ત્રુટિ, તેના આચારમાં ત્રુટિ. તે ત્રુટિ બધે જReflect(પ્રતિબિંબિત) થવાની. બોધથી ધર્મ, તર્કથી ધર્મ, સમજથી ધર્મ પછી જ અનુભવજ્ઞાન. અનુભવજ્ઞાન જ નિશ્ચયનયથી મોક્ષનું કારણ છે. જ્યાં સર્વનય છે ત્યાં જ સ્યાદ્વાદ છે. જ્યાં સ્યાદ્વાદ છે ત્યાં સર્વજ્ઞતા છે. જે જિન છે તે સર્વજ્ઞ છે.
LLLL
* ગૃહસ્થના ધર્મમાં શુભક્રિયા પ્રધાન છે, માટે પુણ્યબંધ ઇષ્ટ છે, પણ મુનિ માટે પુણ્ય ઇષ્ટ નથી. મુનિ છઢે ગુણસ્થાનકે હોય, ત્યારે કુદરતી રીતે-સહજ રીતે તેને પુણ્ય બંધાય; તે પુણ્ય માટે પ્રયત્ન ન કરે. પુણ્યાનુબંધીપુણ્ય વ્યવહારનયથી ઉપાદેય છે કારણ કે તે પરંપરાએ મોક્ષનું કારણ છે. જેને વિરતિનો પરિણામ નથી તેને પુણ્યાનુબંધીપુણ્ય ન બંધાય. મુનિનું જીવન નિર્જરાપ્રધાન છે. સંસારમાંથી મોક્ષે જવા માટે ચારિત્ર સિવાય કોઇ વિકલ્પ નથી. કર્મબંધથી અટકવા માટે ચારિત્ર છે, આશ્રવના બધા કારણોને દૂર કરવાના અને સંવર– નિર્જરા સાધવાના છે.
* પચ્ચક્ખાણ અનુપયોગથી તૂટે તો અતિચાર લાગે, તેને પચ્ચક્ખાણ ભંગ નથી ગણ્યું. અતિચારનો દોષ પચ્ચક્ખાણ જ ન લેવાના દોષ કરતાં ઘણો નાનો દોષ છે. પાપથી અટકવા અને સારા કામમાં જોડાવા પચ્ચક્ખાણ છે.
* વ્યવહારનય અશુભથી નિવૃત્તિ પામો અને શુભમાં પ્રવૃત્ત થાઓ તેને ધર્મ કહે, જ્યારે નિશ્ચયનયની વ્યાખ્યા સૂક્ષ્મ છે, તે અધ્યવસાય પર કેન્દ્રિત થશે. દા.ત. ભોજનનો ત્યાગ–તપ તે વ્યવહારનયથી ધર્મ છે જ્યારે ભોજનના રસની ક્રમસર ક્ષીણતા કરવી તે નિશ્ચયનયથી ધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org