SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ આશ્રવ અને અનુબંધ અધ્યવસાયવાળો છે, માટે બચી જશે. પૂજા, સામાયિક વગેરે તમામ ધર્મક્રિયામાં અધ્યવસાય Clean(ચોખા) છે કે મલિન છે તે જોવું પડે. તમામ ક્રિયાનો મદાર અધ્યવસાય પર છે. હવે તો શેયની બાબતમાં ભૂલ થાય તો સાધુઓ બહુમાયું નથી મારતા, પણ હેય-ઉપાદેયની બાબત તો સુધારવી જ પડે. કારણ કે તે સમગ્ર સાધનાનું મૂળ છે. તેમાં બાંધછોડ થઈ શકે જ નહિ. શેયની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ શેયમાં ઊંધો પક્ષપાત હશે તો હાડકાં ભાંગશે, દા.ત. જેમ જમાલીના કિસ્સામાં બનેલું તેમ. શેયનો નિયમ જુદો હોય છે અને હેય-ઉપાદેયનો નિયમ જુદો હોય છે. હેય-ઉપાદેયની બાબતમાં બાંધછોડ થાય નહિ. જોયની બાબતમાં પણ બાંધછોડની અમને સત્તા નથી, તો પછી આમાં તો કેમ હોય? હેય-ઉપાદેયની બાબતો બધી સાધનાનો આધારસ્તંભ છે, નહીંતર જીવ રવાડે ચઢી જશે. જીવને અનુબંધ સંસારનો પડતો હોય, તે જો સાધુ જાણતા હોય અને મૌન સેવતા હોય, તો તે ગુનેગાર છે. માટે કડવું સત્ય અપ્રિય થઈને પણ કહેવું પડે, નહિતર મિથ્યાત્વમોહનીય બંધાય. હું ધર્મનું સ્થાપન કરું તેટલું જ નહિ, પણ મારે અધર્મનું ઉન્મેલન પણ કરવું પડે. હા, ત્યારે, આમ કહેતાં મારી લઘુતા થશે, નિંદા થશે, લોકમાં ખરાબ થવાનું આવશે, તેમ વિચારાય નહિ. માટે સન્માર્ગનું સ્થાપન અને ઉન્માર્ગનું ઉમૂલન કરવું, આ બે અમારા માટે પ્રધાન અને પ્રાથમિક કર્તવ્ય છે. તેમાં જરાય ઢીલાશ ન ચાલે. માટે ઉપદેશક થવું એટલે નિંદા સહન કરવાની તૈયારી જોઇએ. તેણે ગમે તેની સાથે બાથ ભીડવાની આવે. અમારે તમારું મોઢું જોઇને બોલવાનું નથી, અમારે ભગવાનના શાસ્ત્રપાઠો સામે રાખીને બોલવાનું છે. સભા:- ક્યાં સુધી બાથ ભીડવાની ? સાહેબજી:-એને જ્યાં સુધી સામે ફળ છે તેમ દેખાય ત્યાં સુધી તેણે મહેનત કરવાની. આમ તો તમે ખોટી વાતનો વિરોધ કરો તો સામે પડઘો તો પડે જ છે અને ત્યારે જ સન્માર્ગ સન્માર્ગ તરીકે ઊભો રહે છે. કદાચ સામે વધારે બળવાન હોય તો તેને અટકાવી ન શકીએ, પણ વિરોધના કારણે સન્માર્ગને ઊભો તો રાખી જ શકીએ છીએ. લોકો વિચાર કરે, ભલે આ સફળ થયો પણ સામે બીજો મત પણ છે. જે મુનિ સન્માર્ગને ધક્કો મારીને ઉન્માર્ગનું સ્થાપન કરે છે, તેમાં તેને બેઉ રીતે માયા હોવાને કારણે, તેના ફળરૂપે તે એકેન્દ્રિયની દીર્ઘ કાયસ્થિતિ બાંધે છે. પ્રભાવક ચરિત્રમાં, બીજાના ધર્મના ધ્વંસમાં પણ ધર્મ માનનારા રાજાઓ Medival period(મધ્યકાલીન સમય)માં થયા તેવું દૃષ્ટાંત આવે છે. એક સમયે શ્રાવકો તીર્થની રક્ષા ન કરી શકે તેવા સંયોગો ઊભા થયા, ત્યારે આચાર્ય ભગવાન તીર્થરક્ષા માટે સામે પડ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy