SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ (૧૩) દશત્રિક : ૨.પ્રદક્ષિણાત્રિક, ૧.નિસીહિગિક, ૩.પ્રણામત્રિક, ૪.પૂજાગિક, ૫.અવસ્થાભાવનત્રિક, ૬. દિશાનિરીક્ષણ-ત્યાગત્રિક, ૭.પાદભૂમિપ્રમાર્જનત્રિક, ૮.વર્ણત્રિક, ૯. મુદ્રાત્રિક અને ૧૦.પ્રણિધાનત્રિક, ૧૮૩ (૧૪) માર્ગાનુસારીના ૩૫ ગુણો : (૧)ન્યાયસંપન્ન વૈભવ (૨) શિષ્ટાચાર પ્રશંસા (૩) સમકુલશીલ સાથે વિવાહ (૪) પાપભીરુ (૫) પ્રસિદ્ધ દેશાચાર પાલન (૬) રાજાદિનો અવર્ણવાદ ન કરે (૭) અનેક નિર્ગમહારવિવર્જિત ગૃહ (૮) સદાચારી સાથે સંગી (૯) માતાપિતાનો પૂજક (૧૦) ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ (૧૧) ગર્હિતમાં અપ્રવૃત્ત (૧૨)આવક અનુસાર ખર્ચનાર (૧૩) સંપત્તિ અનુસાર વેશ રાખનાર (૧૪) બુદ્ધિના આઠ ગુણયુક્ત (૧૫) પ્રતિદિન ધર્મશ્રવણ કરનારો (૧૬) અજીર્ણે ભોજનત્યાગી (૧૭) નિયમિત કાલે પથ્યભોજી (૧૮) અબાધિતપણે ત્રિવર્ગસાધક (૧૯) અતિથિ આદિનો પૂજક (૨૦) અભિનિવેશ રહિત (૨૧) ગુણપક્ષપાતી (૨૨) પ્રતિષેધ દેશકાળચર્યા ત્યાગી (૨૩) બલાબલ જાણનાર (૨૪) વ્રતધારી અને જ્ઞાનીનો પૂજક (૨૫) પોષ્યપોષક (૨૬) દીર્ઘદર્શી (૨૭) વિશેષજ્ઞ (૨૮) કૃતજ્ઞ (૨૯) લોકવલ્લભ (૩૦) લજ્જાશીલ (૩૧) દયાળુ (૩૨) સૌમ્ય (૩૩) પરોપકારકર્મઠ (૩૪) અંતરંગ પુિવર્ગ પરિહાર પરાયણ (૩૫) ઇન્દ્રિયસમૂહને વશ કરનાર. (૧૫) દ્રવ્યાનુયોગ : દ્રવ્યાનુયોગમાં મૂળ દ્રવ્યો અને તેનાં વિવિધ સ્વરૂપોનું (પર્યાયોનું) વર્ણન કરેલું છે. આ વિશ્વની વ્યવસ્થામાં મૂળ કેટલાં દ્રવ્યો છે ? તે દ્રવ્યોનું સ્વરૂપ કેવું છે ? તે શાશ્વત છે કે અશાશ્વત ? તે સર્જિત (બીજાનું બનાવેલું) છે કે અસર્જિત ? આત્મા શું છે ? કેવો છે ? કર્મનું રહસ્ય શું છે ? પુદ્ગલનું રહસ્ય શું છે ? આકાશ શું છે ? કાળ શું છે ? પ્રત્યેક પદાર્થની ગતિ અને સ્થિતિ કેમ થાય છે ? વગેરે સૂક્ષ્મ પદાર્થોની વિચારણા દ્રવ્યાનુયોગશાસ્ત્રોમાં કરેલી છે. (૧૬) ચરણણાનુયોગ : ચરણકરણાનુયોગમાં, ચરણ એટલે ચારિત્ર અને કરણ એટલે ક્રિયા, ક્રિયાના વિવિધ પ્રકા૨ોનું વર્ણન કરેલું છે. તેમાં સંવર અને નિર્જરાતત્ત્વમા સમાવેશ પામતી અધ્યાત્મ અને યોગની ભિન્ન ભિન્ન અવસ્થાઓ અને પ્રક્રિયાઓનું વર્ણન કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy