________________
૧૪
આશ્રવ અને અનુબંધ તો એમ થાય કે, હું જે સુખદુ:ખની પ્રતીતિ કરું છું, તેવું જ મારા ભગવાને કહ્યું છે, જાણે પ્રભુ મારા આત્મામાં પ્રવેશીને જાણી ગયા છે. માટે ચોક્કસ પ્રભુ તો સર્વજ્ઞ જ છે.
નિશ્ચયનય ભાવને પ્રધાનતા આપે છે, વ્યવહારનય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારેને પ્રધાનતા આપે છે. નયનું કામ શું? તો કહે છે કે તે પોતાની કોટીને (પક્ષને) ઉત્કટ કરે અને બીજાની કોટીને ગૌણ કરે. નય જો પોતાની કોટીને ઉત્કટ કરવાની સાથે પણ જો બીજાની કોટીને ઉખેડી નાખે, તો તે નય દુર્નય બની જાય. જે નય પ્રમાણનું અંગ છે, તે નય સય છે અને જે પ્રમાણથી નિરપેક્ષ છે, તે દુર્નય છે.
સભા- બીજા ધર્મનાં પુસ્તકો વંચાય?
સાહેબજી:- જે સ્વમાં Immature(અપરિપક્વો છે તેના માટે ના, અને જે સ્વમાં mature(પરિપક્વ) છે તેના માટે હા. જે શક્તિસંપન્ન છે અને ગુણદોષનો યથાર્થ વિવેક કરી જાણે છે, તેને તો બધું જ ભણવાનું વિધાન છે. તેવી વ્યક્તિ જો અન્યદર્શનનો અભ્યાસ ન કરે તો તેને જ્ઞાનાવરણીયકર્મ બંધાય; પણ વિવેક જોઇએ. તમારા સંસારમાં જેમ ભૌતિક પરખ માટે વિવેકની માંગ છે, તેમ અહીં ગુણદોષના પરખની શક્તિ/વિવેક જોઇએ. તમે કાંઈ મૂખને બજારમાં માલ લેવા મોકલો ખરા? અને મોકલો તો શું થાય? તેમ In the absence of due capacity, if you dare you will be lost. (22104 el Fral અભાવમાં જો તમે જોખમ ખેડશો તો (જે હશે તે પણ) ગુમાવી બેસશો).
ચૌદ પૂર્વમાં એક પૂર્વ કર્મસાહિત્ય માટે આપ્યું છે. તેમાં કર્મસાહિત્યનું તમામ જ્ઞાન, નય-ભંગ ને પ્રમાણથી સમજાવ્યું છે.
* નિશ્ચયનયથી ચારિત્રથી મોક્ષ છે, વ્યવહારનયથી તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે. તત્ત્વજ્ઞાન પણ ચારિત્રરૂપે અમલ કરવાનું આવે. ચારિત્ર આવ્યા વિના તત્ત્વજ્ઞાન પણ મોક્ષ
ન અપાવી શકે. ક વ્યવહારનયથી બાહ્યક્રિયા ચારિત્રરૂપ છે, નિશ્ચયનયથી અંતરંગ પરિણામ
ચારિત્રરૂપ છે. વ્યવહારનયથી દર્શન, જ્ઞાન, ચારિત્રથી મોક્ષ છે, નિશ્ચયનયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર મોક્ષમાર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org