SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૫ તા. ૧૯-૭-૯૮, રવિવાર, અષાઢ વદ-૧૧ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા, જગતના જીવમાત્ર આદુઃખમય સંસારમાંથી મુક્ત બની અનંત સુખમય એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે એટલા માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. આશ્રવમાં જીવને પુણ્ય અને પાપ બંને સંબંધિત છે. આપણી મન-વચન-કાયાની ચેષ્ટા યાને પ્રવૃત્તિથી આશ્રવ થાય છે. જીવ જો સર્વથા જડમાં પ્રવૃત્તિ ન કરે તો આશ્રવ જ ન થાય. શુભ પ્રવૃત્તિથી શુભાશ્રવ અને તેનાથી પુણ્યપ્રકૃતિ બંધાય છે, અશુભપ્રવૃત્તિથી અશુભાશ્રવ અને તેનાથી પાપપ્રકૃતિ બંધાય છે; જયારે માધ્યસ્થભાવ એ આત્માનો શુદ્ધભાવ હોઈ સકામનિર્જરા કરાવે છે. જીવ જો વિવેકસંપન્ન હોય તો શુભભાવથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે. તમે બેઠા હો તો પણ મનોયોગ ચાલુ જ હોય છે. Even(અરે !) તંદ્રામાં (અર્ધજાગ્રત અવસ્થામાં) પણ તમારા વિચારો ચાલુ હોય છે; જો કે ગાઢ નિદ્રામાં વિચારો ચાલુ હોતા નથી. છતાંય નિદ્રામાં પણ પરિણામ કાંઈ અટકતા નથી અને તેથી આશ્રવ ચાલુ જ છે. નિદ્રામાં પણ મન, વચન અને કાયા ત્રણેય યોગ ભાગ ભજવે છે. જીવે મન-વચનકાયાના યોગ ઉપર કંટ્રોલ મેળવવો જરૂરી છે, કારણ કે કાશ્મણવર્ગણામાં સ્વતંત્ર કોઈ શક્તિ નથી. આકાશપ્રદેશોમાં રહેલી કામણવર્ગણાઓનો જીવ સાથે ચાર પ્રકારે બંધ થાય છે. તે બંધ જીવ પોતે જ કરે છે. કાશ્મણવર્ગણામાં આત્મા શક્તિ સંક્રાંત કરે છે, જેથી જીવના પરિણામ દ્વારા કર્મ ચાર પ્રકારે વિપાક બતાવે છે. અહીંયાં તમે જો સાવધ બની બરાબર Handling (સંચાલન) કરો તો આત્માને લાભ થઇ શકે છે, અને જો તમે મન-વચનકાયા ઉપર કાબૂ ન રાખો તો તમારો દાટ પણ વળી જાય. કેન્દ્રસ્થાનમાં જીવ છે. જીવ ભૂલ ન કરે તો જડ કશું જ ન કરી શકે. ભૂલનો પ્રારંભ જીવથી જ થાય છે. મન-વચન-કાયાના યોગનું પ્રવર્તન તમે કરો છો, માટે આત્મપ્રદેશો સાથે કર્મનો સંબંધ થાય છે. તે વખતે જેવો પરિણામ હોય તેવો બંધ થાય છે. (૧) કર્મનો ચાર પ્રકારે બંધ - જુઓ પરિશિષ્ટ - XX Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy