________________
આશ્રવ અને અનુબંધ
૧૫૭
છે. તેની પરિણતિ નિર્મળ છે. તમે પણ groundwork(પાયો) તૈયાર કરો. દષ્ટાંતો આવે છે ને કે, રાજતિલક કરતાં સિંહાસન પર કેવલજ્ઞાન થઇ ગયું, ચોરીના ચોથા ફેરે કેવળજ્ઞાન (પૃથ્વીચંદ્ર-ગુણસાગર ચરિત્રમાં શંખ-કલાવતીના ૨૧ ભવોની વાત છે, તેમાં છેલ્લા ભવે ગુણસાગરને) થયું. એમ ને એમ થાય છે ? ૨૧ ભવોનું background (પૂર્વસાધના) તૈયાર થયું છે તે કામ કરે છે. તે તો યોગની છઠ્ઠી દૃષ્ટિમાં બેઠેલા છે. groundwork બધું તૈયાર છે, તેને ચઢતાં કેટલી વાર લાગે ! આપણે ત્યાં top to bottom(સર્વોચ્ચથી માંડીને નીચામાં નીચી કક્ષાનાં) દૃષ્ટાંતો મળે. રાજતિલક કરતાં પહેલાં જ ‘“હું બધા રાજાને નમાવીશ, ચારે તરફની પૃથ્વી જીતીશ,” ઇત્યાદિ ધ્યાન કરતા હોય ને મરે, તો સીધા નરકમાં જ ઊપડે ને ? પણ અહીં કેવળજ્ઞાન કેમ ? આમ, એક જીવ ધર્મ કરી કરીને મરી જાય તો પણ ઠેકાણું ન પડે, ત્યારે બીજો સડસડાટ ઉપર ચઢી જાય. પૂ. ઉપાધ્યાયજી મ.સા. જણાવે છે કે જૈનશાસ્ત્રોનાં તમામ દૃષ્ટાંતો નયસાપેક્ષપણે વિચારવાં પડે, પ્રધાન અને ગૌણ સંદર્ભો વિચારવા પડે. તમામ નયો સંદર્ભોથી જોડે તો મોક્ષનું કારણ બને, અન્યથા બેસે જ નહીં. સમકિતી આત્મા ૧૧ રૂા.નું દાન આપે જ્યારે બીજો કરોડોનું દાન આપે, તો પણ સમકિતીના દાનના ફળ આગળ તેના દાનની વિસાત નથી. કારણ સમકિતી પાસે Groundwork છે, તેને કાર્યકારણભાવ સાથે સંબંધ છે. કર્મો સત્તામાં પડેલાં છે, તેને ટકવા માટે અને તગડાં થવા માટે અંદરથી તમારી ઊંધી રુચિથી બળ મળી રહ્યું છે. માટે જેવી રુચિ ફરે એટલે તેનું બળ તૂટવા માંડે, તેનું dissolution(વિઘટન, ઉચ્છેદ) ચાલુ થાય. માટે નિશ્ચયનય તો ધર્મ માટે સમકિતીને જ લાયક ગણે છે. કારણ તે દેખતો છે, તે પરિણામોને ઓળખે છે, જાણે છે; જ્યારે મિથ્યાત્વી આંધળો છે. અત્યાર સુધી કર્મે સમકિતીને ઠગ્યો છે, હવે સમકિતી કર્મને ઠગશે. તેને અંદર નિર્વેદ અને સંવેગ પડ્યા છે. જેટલું જ્ઞાન વધે એટલે પરિણામોને ઓળખી ઓળખીને વૃદ્ધિ કર્યા જ કરે. એક ભવમાં કર્મોને રમાડી રમાડી, અસંખ્યાત ભવોનાં કર્મો બાળી નાંખે. જેમ કંપનીનો Advisor(સલાહકાર) હોય તે આખી કંપનીને ઉપર પણ લાવી શકે અને તોડી પણ શકે ને ? તે કરે શું ? માત્ર સલાહ આપે.
અસમંજસવૃત્તિથી આખું જિનમંદિર બંધાવે તો પણ આટલીય દર્શનશુદ્ધિ ન થાય, ખાલી સામાન્ય પાપાનુબંધીપુણ્ય બાંધે. બાકી તો જોવું પડે કે ભક્તિનો પરિણામ છે કે ખાલી સંજ્ઞાથી કરે છે ? એકલી સંજ્ઞાથી ધર્મ કરે તો કોરૂં પાપ બાંધે, અને સંજ્ઞાની સાથે ગુણ જોડાય તો પાપાનુબંધીપુણ્ય બાંધે; સિવાય કે તે સંજ્ઞાSideřા(આનુષંગિક) Role(પાત્ર)માં હોય, અને ક્રિયા સંજ્ઞામાંથી ફલિત થયેલી ન હોય. હા, એક વખત link(અનુસંધાન) ગોઠવાઇ જાય, પછી તો જીવ આગળ વધતો જ જાય; જેથી તમારું બળ જેમ વધશે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org