SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ આશ્રવ અને અનુબંધ ધર્મક્રિયાદિમાં પ્રણિધાનાદિના પરિણામો રાખી ક્રિયા ચાલુ કરો તો, અત્યારે ભલેને તમારી ક્રિયા તહેતુ ન હોય, તોય ધીરે ધીરે ક્ષયોપશમ થઈ તહેતુ થશે. 'પ્રણિધાનાદિ પાંચ આશય તે વિધાનભાવમાં જશે, જયારે આલોક-પરલોકના આશયથી ધર્મ ન કરવો તે નિષેધભાવમાં જશે. દ્રવ્યશુદ્ધિ, ભાવશુદ્ધિ, આશયશુદ્ધિ અને નિદાનશુદ્ધિ એ ચાર શુદ્ધિ જાળવવાની આવશે. આ રીતે ધર્મ કરો તો કર્મો ખસવાનું ચાલુ થઈ જાય અને સમકિત સહજ બની જાય. તમે જેટલા Extra inputs(વધારાની બાબતો) મૂકતા જાઓ તેટલો Progress fast (વિકાસ ઝડપી) થાય. અસમંજસવૃત્તિથી ધર્મ કરો તો દર્શન-જ્ઞાનચારિત્રની શુદ્ધિ થતી નથી, જયારે સમંજસવૃત્તિથી ધર્મ કરો તો દર્શન-જ્ઞાન-ચારિત્રની શુદ્ધિ થાય; જે દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને. તેના માટે જે જે છોડવાનું લખ્યું છે તે છોડવું પડે. વિષ-ગરલ-સંમૂછિમ આ ત્રણ પ્રકારની ક્રિયા નિષેધમાં જશે અને તે અસમંજસવૃત્તિમાં આવે, અને તહેતુ અને અમૃતક્રિયા સમંજસવૃત્તિમાં આવે. શાસ્ત્રમાં લખ્યું છે કે મિથ્યાદષ્ટિ જીવ કર્મને Build-up(ક્રમશઃ સશક્ત કે વિસ્તૃત કરવું તે) કર્યા કરે, પણ જીવ જયારે સમકિતી બને એટલે જાગ્રત થતાં તેનાં કર્મોનું Dissolution (વિઘટન કે વિસર્જન) ચાલુ થાય. તે સ્વરસથી ઉચિત પ્રવૃત્તિ જ કરશે. હા, કર્મ બળવાન આવી જાય તો તે જીવ કુટાય. નહીંતર થોડા જ સમયમાં તેનું ચારિત્રમોહનીય ક્ષય થવાથી તે જીવ દેશવિરતીને પામે. સતત તેનું ચારિત્રમોહનીય તૂટતું હોય છે. સામાન્યતયા પણ સમકિતીનું ચારિત્રમોહનીયતૂટી રહ્યું છે, તે જો Extra inputs(વધારાની બાબતો-વસ્તુઓ) મૂકે તો વધારે જલદી તોડી શકે. સમકિતીને તત્ત્વરુચિ છે. તેને એક બાજુ ધર્મરુચિ છે અને બીજી બાજુ પાપની અરુચિ છે. તે અઢાર પાપસ્થાનકોની અરુચિવાળો છે, માટે પાપનો બંધ તેને શિથિલ પડવાનો અને ધર્મની રુચિ છે, માટે અનુબંધ પુણ્યનો પડવાનો. અઢારમું જે મિથ્યાત્વશલ્ય પાપસ્થાનક છે તે સત્તર વાપસ્થાનકોને પાપસ્થાનકોરૂપે સ્વીકારવા દેતું નથી. સભા- એટલે દર્શનમોહનીય? સાહેબજી:- હા, તે તમને પાપમાં પાપબુદ્ધિ થવા દેતું નથી, સત્તરે પાપસ્થાનકોમાં હેયબુદ્ધિ અને ચારિત્રમાં ઉપાદેયબુદ્ધિ થવા દેતું નથી. અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે તમારો સંસાર છોડી મુનિ થઈ જાઓ? પરંતુ કહીએ, ભાઈ, તમે પાપનો પાપ તરીકે (૧) પ્રણિધાન આદિ પાંચ આશય : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy