________________
આશ્રવ અને અનુબંધ સમર્પિત હોય તો, ગુરુ તેને ઓધથી સમજણ આપી આપી, માર્ગ પર મૂકી, સાચી બુદ્ધિ આપી તેના અશુભ અનુબંધ શિથિલ કરાવી શકે, તેથી વિશેપ નહીં.
સભા - દોરા-ધાગા અનુબંધ શિથિલ ના કરાવી શકે ?
સાહેબજી:-ઊલટા તેનાથી તો અશુભ અનુબંધ ગાઢ થાય. સંસારમાં સ્વાર્થની અપેક્ષા રાખો છો તેમ અહીંયાં પણ તેવી જ અપેક્ષા રાખો છો. તમારે અમારી પાસેથી આધ્યાત્મિક સ્વાર્થની અપેક્ષા રાખવાની, તમારા ભૌતિક સ્વાર્થની નહીં. છતાં જે આવાં કામ કરે છે, તેના માટે ભગવાને કહ્યું કે “તે મારો શ્રમણ પાપી શ્રમણ છે.” અમારે ત્યાં પૂ. આ. શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે કોઈ માણસ દરિયામાં પડ્યો હોય અને પછી કહે કે અહીં તો પાણી જ પાણી છે, તો શું? દરિયામાં શું હોય? પાણી જ હોય ને? તેમ તમે કહો સંસારમાં દુઃખ છે, તો અમે કહીએ, ભાઈ ! સંસારમાં કષ્ટો જ હોય. સંસાર દુઃખફલક, દુઃખસ્વરૂપ અને દુઃખાનુબંધી છે. દુઃખ શાંતિથી વેઠવાનું. “વાયખું મહાનમ્' (કાયાને કષ્ટ મહાફળવાળું છે.) એ વ્યવહારનયનું સૂત્ર છે. શાંતિથી દુઃખો વેઠવાની ભગવાનની સલાહ છે. ભગવાને પણ ઘણાં કષ્ટો વેઠ્યાં છે. તેમાં જ ધર્મ છે. પણ દુઃખ જયારે એટલું તીવ્ર હોય કે જે તમારી મન-વચન-કાયાનreal bearing capacity (ખરેખરી સહનશક્તિ) કરતાં વધારે હોય અને તે આર્તધ્યાનનું કારણ બનતું હોય, ત્યારે અપવાદસૂત્ર સેવવાનું આવે અને ગુરુ સલાહ આપે. પણ અત્યારે તો દુકાન ખોલીને બેઠા છે, તેમ ન ચાલે. અત્યારે તો શરીરને જરા કંઈક વેદના થાય એટલે હો-હા થઈ જાય છે. પણ ત્યારે સમજવાનું કે આપણે પાપો કરીને આ ઊભું કરેલું છે. વેદના-અશાતા શાંતિથી ભોગવે છે, તેને વેદના મુદ્દાત લાગી, તેનાથી કેટલાંય કર્મો ખપી જાય છે અને નવાં કર્યો ત્યારે બંધાતાં નથી. હાયવોય કરો તો બીજાં કર્મો ઊભાં થાય. પણ અત્યારે તમારો ધર્મ શું? ખાલી પૂજા-દર્શન વગેરે. તે સિવાય બીજો ધર્મ ખરો? સાત સમુદ્યાતની વાત આવે છે.
સભા- વેદનાસમુદ્ધાતમાં શું આવે?
સાહેબજી:-જે કર્મોના કારણે તમને દુઃખ આવ્યું હોય તેને તમારા પરિણામ જાળવીને ભોગવી લો, તો તે કર્મો ઉપરાંત બીજી અશાતાવેદનીય કર્મપ્રકૃતિઓ તોડી નાખે. ભોગવતાં પણ બરાબર આવડવું જોઇએ. You have to architect it from time to time. (વખતોવખત તમારે તેને કુશળતાપૂર્વક ગોઠવતા રહેવું પડે.) આ બળવાન માણસનું કામ છે. વેઠવાનું પણ શક્તિ પ્રમાણે જ છે. ધર્મમાં તમે જે બતાવો છો, તે તમારી real bearing (૧) સાત સમુદ્ધાતઃ સમુદ્ધાત એટલે કર્મને એક સાથે ઉદયમાં લાવી ખપવાવાં તે. તે સાત પ્રકારે વેદના, કપાય, મરણાંતિક(મરણ), વૈક્રિય, તેજસ, આહારક અને કેવલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org