________________
૨૮
આશ્રવ અને અનુબંધ
(૧) પોતે પરિણામ કરે અને (૨) યોગનું પ્રવર્તન કરે. માટે અહીં સંસારમાં આશ્રવ અને બંધ છે, જ્યારે તે બંનેનો સિદ્ધશિલામાં અભાવ છે. ત્યાં જડ પોતાના સ્વભાવમાં પડ્યું રહે છે અને ચેતન પોતના સ્વભાવમાં પડ્યો રહે છે. યોગ ન હોવાના કારણે ભેગા થવાનો અવકાશ જ નથી. સંબંધ નથી ને બંધ પણ નથી.
સભાઃ- પરિણામ અને લેશ્યા એ બંને સરખા શબ્દો છે ?
સાહેબજી:- જુદા પણ આવે અને એક પણ આવે, જે અર્થ જયાં લેવાનો હોય ત્યાં તેને એ રીતે પકડવો પડે. ‘નમ્’ ધાતુને ‘પરિ’ ઉપસર્ગ લાગે ત્યારે પરિણામ શબ્દ બને છે. સર્વે લેશ્યા આદિનો સરવાળો પણ પરિણામ કહ્યો, તેમ લેશ્યાના ખૂણામાં પણ પરિણામને મૂક્યો. તે લેશ્યા, પરિણામ, અધ્યવસાય બધું Cover (સમાવિષ્ટ) કરે છે. તેના પેટમાં બધું ગોઠવી દીધું છે. આ શબ્દની તાકાત ઘણી છે. જે તે વખતે તમારો આત્મા જે રીતે પરિણત થયેલો છે તે પરિણામ. તમારા અધ્યવસાયનું Analysis (પૃથક્કરણ) કરો તો લેશ્યા કઇ ? અધ્યવસાય કયો ? પરિણામ કયો ? ભાવ શું ? વિચાર શું ? મનના પરિણામ શું ? લબ્ધિમનની સ્થિતિ શું ? આ રીતે પેટમાં ઊતરતા જાઓ એટલે પરિણામની ખબર પડે. આ રીતે પરિણામને Over-all(સમગ્રતયા) બતાવ્યો છે, વ્યાપક અર્થમાં લીધો છે. બધા પદાર્થ ખોલશો એટલે બધું આવશે. આમ, પરિણામમાં, જીવના જે તે વખતના પરિણમનમાં જેટલાં પણ પાસાં કામ કરતાં હોય, તે બધાનો સમાવેશ થઇ જાય છે. અધ્યવસાયને “વિચિત્રગર્ભા’' (જેના પેટમાં ઘણા પરિણામો સમાય છે તે) તરીકે બતાવ્યો છે. ‘‘પ્રરળવશાત્” (સંદર્ભથી) શબ્દનું અર્થઘટન કરવું પડે, યાને કે કયા સંદર્ભમાં કેવી રીતે શબ્દ વપરાયો છે તદનુસાર તેને બોલાય.
સભા:- અહીંયાં દેવ-ગુરુ-ધર્મનો યોગ હોવા છતાં પણ જીવો ખાડામાં જતા જાય છે, જ્યારે ત્યાં (સમૃદ્ધ દેશોમાં જેવા કે અમેરિકા વગેરેમાં) આ બધા સંજોગો ન હોવા છતાં પણ લોકો જલસા કરે છે, આમ કેમ ?
સાહેબજી:- હા, વ્યવહારમાં જેનીeconomy sound(અર્થતંત્ર સદ્ધર) હોય તે factor (પાસું) પણ કામ કરે. તે લોકો કેટલાં વર્ષોથી શોષણ કરતા આવ્યા છે ? ૫૦૦ વર્ષોથી exploitation policy (શોષણનીતિ)થી ગોઠવણો જ એવી કરી છે તથા અત્યારે કાળ પણ એવો છે. પાંચમો આરો હુંડા અવસર્પિણી છે, જેથી અસદ્ (ખરાબ) તત્ત્વોને બળ મળે છે, સારાં તત્ત્વોને બળ ન મળે. અનુકૂળ સામગ્રી ન મળે તેવાં Backgroundમાં (પૂર્વભૂમિકામાં) કર્મો કરેલાં છે. કાળને પણ કારણ ગણ્યું છે, જેથી કરીને એ લોકોને જ ટેકો મળે, ને સુકૃત કરનાર વ્યક્તિને દબાવાનું આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org