SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ આશ્રવ અને અનુબંધ ત્યાં પાપાનુબંધી પુણ્ય છે. economy sound(અર્થતંત્ર સદ્ધર) હોય, તે પણ કારણ બાહ્ય રીતે ભાગ ભજવે, માટે બધી રીતે વિચારવાનું આવે. આમ host of factors (ઘણાં બધાં પરિબળો) કામ કરે છે. નવાઇની વાત તો એ છે કે આટલું અહીનું શોષણ હોવા છતાં પણ હજુ ભારત ટક્યું છે, તેમાં કંઇક ધર્મ અને સંસ્કૃતિનું બળ કામ કરે છે, જેનું આ ફળ છે. પાપાનુબંધી પુણ્ય ઉદયમાં હોય તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ પણ અનુકૂળ હોય જેથી પૈસો, સત્તા, સંપત્તિ, વૈભવ બધું જ મળે. હા, પાછું સમજો કે ધર્મ કરે તે ભૌતિક દૃષ્ટિએ તત્કાળ સુખી અને પાપ કરે તે ભૌતિક દષ્ટિએ તત્કાળ દુઃખી, તેવું નથી. આત્મા પર પાપ અને પુણ્ય બંને લાંબા ગાળે અસર કરનારાં છે. અહીંયાં લોકોને જલદી કામ ન મળે અને ત્યાં ઢગલાબંધ કામ મળે, આવા હજારો Factors (પરિબળો) છે. શાસ્ત્રકારોએ એવું નથી કહ્યું કે પાપી દુઃખી અને ધર્મ સુખી. પાપી સુખી પણ હોઈ શકે અને ધર્મી દુઃખી પણ હોઈ શકે. પાપાનુબંધી પુણ્ય લઈને આવેલો હોય તે ભૌતિક ક્ષેત્રમાં સુખી હોઇ શકે છે. જો તમારી માન્યતા પ્રમાણે ધર્મના યોગવાળા ખાડામાં જતા હોય તો પછી તો શું બને કે જીવો ધર્મ કરવાનું જ છોડી દેશે. ભૌતિક ક્ષેત્રે તેઓને જે સુખ મળે છે તે બધું તેમના ભૂતકાળની પુણ્યપ્રકૃતિના વિપાકનું ફળ છે. માટે એવું નહિ માનતા કે વર્તમાનના વર્તનના કારણે માંસાહારી સુખી અને અમે આદુ પણ નહિ ખાનારા દુઃખી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની avourability and Adversity (અનુકૂળતા અને પ્રતિકૂળતા) ઉપર પણ પુણ્ય-પાપના ઉદયનો ઘણો આધાર છે. વિપરીતતામાં ઘણી પાપ અને પુણ્યપ્રકૃતિઓ પણ નિષ્ફળ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જો વિપરીત હોય તો કર્મ ઘણું ઓછું ફળ બતાવી શકે, તેને પ્રદેશોદયથી ખરી જવું પડે. માટે એકેન્દ્રિયાદિ જીવોની ઘણી પુણ્યપ્રકૃતિઓ Fail (નિષ્ફળી જાય છે. એમ સદ્ગતિમાં ઘણી પાપપ્રકૃતિઓ પણ નિષ્ફળ જાય છે. ગતિના કારણે આમ બને છે, તેમ પુરુષાર્થથી પણ ફેરફાર કરી શકાય છે. તમે દ્રવ્યચારિત્ર લો તો, ચારિત્રમોહનીયને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ વિપરીત મળવાને કારણે પોતાનો વિપાક બતાવવામાં વ્યચારિત્ર Disturbance (અડચણ) રૂપ બનશે. કારણ કે કર્મ જ છે. જીવ જ એકલા કર્મને જ કારણ માને તો તે મિથ્યાદષ્ટિ છે, Lible learning is a dangerous thing, (અધકચરું જ્ઞાન એ જોખમી વસ્તુ છે) 'પાંચ કારણભેગાં થાય ત્યારે જ કોઇપણ કાર્ય થાય છે. (૧) પાંચ કારણ : પુરુષાર્થ, કર્મ, સ્વભાવ, કાળ અને ભવિતવ્યતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy