SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ સમજીએ તો કર્મની ચાવી પણ આપણા જ હાથમાં છે. મોક્ષ છે, જીવનો મોક્ષ થઈ શકે છે, પણ જીવ અજ્ઞાન હોવાથી તેનો મોક્ષ થતો નથી. જીવ દર્શનમોહનીય વગેરે કર્મના ઉદયના કારણે મોક્ષનો સાચો ઉપાય જાણતો નથી, ને ઉપચાર કરતો નથી, માટે રખડ્યા કરે છે. માટે જ કહ્યું છે કે હે જીવ! તું ભણ, બોધ પામ, નહીંતર રિબાઈ રિબાઈને મરીશ. આપણે તો જીવીએ છીએ તે પણ રિબાઈ રિબાઈને. જીવનો જ્યાં સુધી મોક્ષ થતો નથી ત્યાં સુધી તેને સંસારમાં મોટે ભાગે દુર્ગતિમાં જ રહેવું પડે છે. ત્રસમાં બે હજાર સાગરોપમથી વધારે સમય સળંગ રહી ન શકાય અને તેમાંય પંચેન્દ્રિયમાં તો એક હજાર સાગરોપમથી વધુ સમય રહી શકાતું નથી, અને સળંગ મનુષ્યભવ તો પાછો સાત વખતથી વધારે વખત મળતો નથી. આટલા સમયમાં આ જીવે કાં તો મોક્ષે જવું પડે, યા એકેન્દ્રિયાદિમાં ધકેલાવું પડે. તમારે ભૌતિક દુ:ખોથી પણ છૂટવું હોય તો આના સિવાય બીજો વિકલ્પ જ નથી. હું સાભળો છો ! તમને કહું છું તમને..તમને.. ગામને નહીં. તમને અહીં થોડી અનુકૂળતાઓ મળી છે એટલે કાંઈ સૂઝતું નથી. જાગો-સમજો નહીંતર મરી જશો. મુખ્ય આશ્રવ તત્ત્વ છે, તેના કારણે જ બીજાં તત્ત્વો ઊભાં થાય છે. આશ્રવ છે માટે જ નિર્જરાની વાત છે, સંવરની વાત છે અને મોક્ષની વાત છે, અન્યથા તે બધાં તત્ત્વોનો કંઇ અર્થ રહેતો નથી; તેથી જ આશ્રવતત્ત્વનું જ્ઞાન એ સૌથી અગત્યનું છે. આશ્રવ એકાંતે જીવનો પર્યાય નથી, એકાંતે અજીવનો પર્યાય નથી, પણ ઉભયાત્મક છે. જીવની જડ ઉપર અસર છે અને જડની જીવ ઉપર અસર છે. કાશ્મણવર્ગણામાં જે શક્તિ આવે છે તે જીવ પોતાના પરિણામથી જ ઊભી કરે છે. આપણે નિમિત્તોની વચ્ચે જીવવાનું છે. સંસારમાંથી મોક્ષે જવું હોય તેણે બધાં નિમિત્તોનેFace(સામનો) કરતાં કરતાં જીવવાનું, પણ Face કેવી રીતે કરવાનું? રાગ-દ્વેષ વગર. માટે સ્થિતપ્રજ્ઞ થવાનું છે. આપણને ભૂતકાળનાં કર્મો પ્રમાણે સંયોગો ઊભા થાય છે. માટે સંયોગોનું બીજું કોઇ મુખ્ય કારણ નથી પરંતુ કર્મ જ કારણ છે અને નવું કર્મ પણ તેનાથી જ ઊભું થાય છે, પણ જો કર્મના ઉદય વખતે જીવ તે શાંતિથી ભોગવે તો નવા કર્મનો આશ્રવ થશે નહીં. (૧) બસ જીવો જેઓ સ્વેચ્છાએ હાલી-ચાલી શકે તેવા જીવો તે ત્રસ જીવો અને સ્થાવર જીવો એટલે કે જે સ્વેચ્છાએ હલનચલન કરી શકતા નથી, જેથી સ્થિર રહેનારા છે તે, (૨) એકાંતે નિરપેક્ષપણે (એક પકડ પકડી રાખવી તે), તેનો પ્રતિસ્પર્ધીઅનેકાંતે (અનેક રીતે સ્વીકાર કરવો તે) યાને કે સાપેક્ષપણે.(૩) સ્થિતપ્રજ્ઞ : આખા જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતાથી જેનું મન પર છે, અર્થાત્ સુખ કે દુઃખમાં જેને સમાન ભાવ છે, તેવો નિર્લેપ ગૃહસ્થ કે સાધુ. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે, "दुःखेष्वनुद्विग्नमनः सुखेषु विगतस्पृहः। वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते।।" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy