SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૭૩ ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યને છએ લેક્ષાઓ હોય. જેમાં શુક્લલશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ કોડ પૂર્વમાં માત્ર નવ વર્ષ ઓછાની હોય છે અને તે સિવાયની પાંચ લેશ્યાઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની હોય છે. છ લેગ્યામાં પહેલી ત્રણ અધર્મલેશ્યાઓ છે અને દુર્ગતિનું કારણ છે, જયારે છેલ્લી ત્રણ ધર્મલેશ્યાઓ છે અને સદ્ગતિનું કારણ છે. જીવ જેવી લેશ્યાથી મરે છે, તેવી જ લેશ્યા સાથે ઉત્પન્ન થાય છે. જીવને પહેલા છ ગુણસ્થાનકમાં છએ વેશ્યાઓ હોય છે. સાતમા ગુણસ્થાનકે તેજસુ, પદ્મ અને શુક્લ તથા આઠમાથી તેમાં ગુણસ્થાનકે ફક્ત શુક્લલેશ્યા હોય છે, અને ચૌદમા ગુણસ્થાનકે કોઇ લેક્ષા હોતી નથી. વેશ્યાનો આટલી સૂક્ષ્મતાથી જેવો વિચાર જૈનદર્શનમાં કર્યો છે, તેવો વિચાર અન્ય દર્શનોમાં જોવામાં આવતો નથી. (“ધાર્મિક પ્રશ્નોત્તરી વિભાગ-૩”માંથી સાભાર) પરિશિષ્ટ - 3 બુદ્ધિના ૮ ગુણ અને ૪ પ્રકાર (૧) શુશ્રુષાગુણ :- સાંભળવાની ઇચ્છા તત્ત્વ જાણવાની જિજ્ઞાસા. શુશ્રુષા વગર જ્ઞાનપ્રવાહની સેર ન ફૂટે. (૨) શ્રવણગુણ :- ધ્યાનપૂર્વક રસથી સાંભળવું તે. (૩) ગ્રહણગુણ - સાંભળતા જવું અને સમજતા જવું એનું નામ ગ્રહણ, સાંભળેલું જો સમજાયું નહીં તો સમજવું કે ગ્રહણ ન થયું. (૪) ધારણગુણ - જે સાંભળ્યું અને સમજાયું તે ભૂલી ન જવાય તે રીતે યાદ રાખવું. (૫) ઊહ-તર્ક:- જે સાંભળ્યું, ગ્રહણ કર્યું અને યાદ રાખ્યું તેને તર્કથી જયાં જે રીતે ઘટતું હોય ત્યાં તે રીતે ઘટાવવું. વિષયને અનુરૂપ પ્રશ્ન કરવો. (૬) અપોહ-વિતર્ક:-સાંભળેલી વાતની ઊલટી દલીલથી ચકાસણી કરવી. તેમાં કોઈ બાધક તત્ત્વ છે કે નહીં તે તપાસવું. (૭) અર્થવિજ્ઞાન - વસ્તુને સામાન્ય-વિશેષરૂપે, સંપૂર્ણપણે, ભ્રમ કે સંશય ન રહે તે રીતે સત્ય સ્વરૂપમાં સમજવી. (૮) તત્ત્વનિર્ણય :- આ વસ્તુ આમ જ છે, તેવો તત્ત્વનો યથાર્થ નિશ્ચય. બુદ્ધિના આઠ ગુણપૂર્વક કરેલું ધર્મશ્રવણ માતાના દૂધ કરતાં પણ અધિક ગુણકારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy