Page #1
--------------------------------------------------------------------------
________________
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
ડૉ. રશ્મિ ભેદા
પ્રકાશક
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
મુંબઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
Amrut Yognu, Prapti Mokshani
By Dr. Rashmi Bheda
© Dr. Rashmi Bheda
પ્રથમ આવૃત્તિ : જાન્યુઆરી, ૨૦૧૨ દ્વિતીય આવૃત્તિ: જૂન, ૨૦૧૨
પૃષ્ઠ સંખ્યા : ૩૨૦ કિંમત : રૂ. ૨૫૦/
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪ * ફોન : ૨૩૮૨ ૦૨૯૬
: અન્ય પ્રાપ્તિસ્થાન:
શ્રી જીતુભાઈ ભેદ C/o. ભેદા બ્રધર્સ, ૨૦૨, કાપડિયા એપાર્ટમેન્ટ, ૩૯ એસ.વી.રોડ, વિલે-પાર્લે (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૫ડ ફોન : ૨૬૧૯ ૨૩૨૬-૨૭ મોબાઈલ : ૦૯૮૬૭૧૮૬૪૪૦
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી બી-૧૦૧, સમય એપાર્ટમેન્ટ, આઝાદ સોસાયટી પાસે, આંબાવાડી,
અમદાવાદ-૩૮૦ ૦૧૫ ફોન : ૦૭૯-૨૬૭૬ ૨૦૮૨
મુદ્રક
રીપ્રો ઇન્ડિયા લિ. ૨૪, કૃતાર્થ હાઉસીંગ સોસાયટી, પૂના સતારા રોડ, સીટી પ્રાઇડ પાછળ, પૂના-૩૭
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્પણા
જેમના બાળપણથી મળેલા પવિત્ર ધર્મસંસ્કારોએ મારા જીવનમાં ઊર્ધ્વજીવનની અનુપમ સુવાસ પ્રસરાવી
એવા વંદનીય માતુશ્રી પૂજ્ય શ્રી ચંચળબહેન જાદવજી શાહ
- તથા જેમના આશીર્વાદને પરિણામે અપૂર્વ અધ્યાત્મરસનો આનંદ અનુભવ્યો
એવા વંદનીય સાસુશ્રી પૂજ્ય શ્રી લધીબહેન લાલજી ભેદાને
વિનમ્ર ભાવે
અર્પણ
Page #4
--------------------------------------------------------------------------
________________
योगः कल्पतरुः श्रेष्ठो, योगश्चिन्तामणिः परः ।। योगः प्रधानं धर्माणां, योगः सिद्धेः स्वयंग्रहः ।।३७ ।।
- ચોવિંદુ અર્થ : યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ છે, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે, કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ ઇચ્છેલું, ચિંતવેલું આ ભવ પૂરતું જ આપે છે,
જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઇચ્છેલું અને નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે, કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો વિનાશી વસ્તુ આપે છે, જ્યારે યોગ અવિનાશી વસ્તુ આપે છે, માટે યોગ આ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. યોગ મુક્તિનો સ્વયં ગ્રહ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ધ્યાનસ્થ મુદ્રા
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના જૈન યોગના ગહન વિષયને આલેખતો “અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની’ એ ગ્રંથ પ્રકાશિત થાય છે, ત્યારે દીર્ઘ સમયના સ્વાધ્યાય પછીની ફળપ્રાપ્તિનો આનંદ અનુભવી રહી છું. બાલ્યાવસ્થાથી માતા પાસેથી ધર્મના સંસ્કારો પ્રાપ્ત થયા. પછી ગૃહસ્થજીવનમાં પણ એવા અનુકૂળ સંજોગો સાંપડ્યાં કે જેને કારણે ધર્મસંસ્કારોમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી ગઈ. ત્યારબાદ પીએચ.ડી ની પદવી નિમિત્તે કોઈ વિષયનો ગહન ઊંડો અભ્યાસ કરવાની સુવર્ણ તક ઊભી થતાં મેં જૈન યોગના વિષયમાં મહાનિબંધ લખવાનું નક્કી કર્યું અને એ મહાનિબંધ આજે શુદ્ધિ-વૃદ્ધિ સહિત ગ્રંથરૂપે પ્રગટ થઈ રહ્યો છે.
માનવ જીવનનું અંતિમ સાધ્ય તે આત્મવિકાસની પૂર્ણતા અથવા તો નિર્વાણ કે મોક્ષ છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. મોક્ષને સર્વ દર્શનોએ અંતિમ સાધ્ય કે ધ્યેય તરીકે સ્વીકાર્યું છે, પછી ભલે એ જૈનદર્શન હોય કે વૈદિકદર્શન, પાતંજલ યોગદર્શન અથવા બૌદ્ધ દર્શન હોય. આ સાધ્યના સાધનરૂપ શમપરાયણ યા શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે.
શમ્ એટલે નિષ્કષાય આત્મપરિણતિ યા રાગદ્વેષરહિતપણું કે સમભાવ. સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી, એ જ શમ છે. પરભાવ-વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું, તે જ શમનિષ્ઠ માર્ગ - મોક્ષમાર્ગ – છે. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ યોગ છે, આથી જ “ોક્ષે યોગનાલ્યો:' એવી એની વ્યાખ્યા મળે છે.
જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ આ શુદ્ધ રત્નત્રયરૂપ અર્થાત્ સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને ભવભ્રમણમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે. જૈનદર્શન મુજબ પ્રત્યેક આત્મામાં પરમાત્મા બનવાની ક્ષમતા છે. તે પોતાના પુરુષાર્થથી અર્થાત્ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયની સાધના કરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે.
પ્રાચીન સમયથી માંડીને અર્વાચીન સમયના જૈન ધર્મના જુદા જુદા આચાર્યોનાં દૃષ્ટિકોણ તેમજ આત્માના આધ્યાત્મિક વિકાસ માટેની જુદી જુદી ભાવના-વિભાવના જેમકે ગુણસ્થાનક, ભાવના ઈત્યાદિનો આધાર લઈને આ વિષયવસ્તુનું નિરૂપણ કરવાનો આ ગ્રંથમાં પ્રયત્ન કર્યો છે.
મારી આ શોધનિબંધની અભ્યાસયાત્રા દરમ્યાન જેમણે મને માર્ગદર્શન અને સાથ-સહકાર આપ્યો તેમના પ્રત્યે હું કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરું છું.
Page #7
--------------------------------------------------------------------------
________________
ગુરૂ ભગવંત પૂ. પં. શ્રી અરૂણવિજયજી મ.સા.ની હું અત્યંત શી છું, જેમણે મને જૈનધર્મના પાયાના સિદ્ધાંતો ઊંડાણપૂર્વક સમજાવ્યા, તેવી જ રીતે પૂ. પં. શ્રી મુક્તિદર્શનવિજયજી અને પૂ. પં. શ્રી યશોવિજયજીની પણ હું અત્યંત કૃતજ્ઞ છું. પૂ. બાપાજી શ્રી રાકેશભાઈ ઝવેરીની હું હૃદયથી ઋણી છું, જેમના સત્સંગના શ્રવણથી મને અધ્યાત્મને પામવાની તેમજ “શ્રીમદ્ ભગવદ્ગીતા” સમજવાની તક મળી. શ્રી રમણિકભાઈ સાવલાનો હું આભાર માનું છું, જેમણે “સમયસાર” અને “નિયમસાર'માં વર્ણવેલા જ્ઞાયક એવા શુદ્ધાત્માનો પરિચય કરાવ્યો.
મારા સંશોધન કાર્યના માર્ગદર્શક ડૉ. કોકિલાબેન શાહના સાથ-સહકાર માટે હું આભારી છું. પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈની હું અત્યંત ઋણી છું, જે સદાય મને શોધનિબંધ સમયસર પૂરું કરવા પ્રોત્સાહિત કરતા રહ્યા. એમના જ પ્રોત્સાહન અને સહાયથી આ શોધનિબંધ ગ્રંથરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે. શ્રી સૂર્યવદનભાઈ ઝવેરીનો પણ આભાર માનું છું.
શોધનિબંધના અભ્યાસ માટે મને ગ્રંથો ઉપલબ્ધ કરાવનાર જૈન સાહિત્ય વિકાસ મંડળ (ઇલં), ઇર્ષા દહેરાસર પુસ્તકાલય તેમજ કોબાનું જ્ઞાનમંદિર આ સર્વે સંસ્થાઓ અને તેમના સંચાલકોનો હું આભાર માનું છું.
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ આ ગ્રંથના પ્રકાશનની જવાબદારી સ્વીકારી અને મુ. ધનવંતભાઈ શાહે જે સહયોગ આપ્યો, તે માટે તેઓનો ઋણ સ્વીકાર કરું છું.
અને મારા કુટુંબીજનો, મારા પતિશ્રી જીતુભાઈ તથા ચૈતાલી, સોહિલ અને કુન્તલ એમને હું કઈ રીતે ભૂલી શકું ? ઘરગૃહસ્થીની વ્યસ્તતામાં એમના સાથ અને સહકારથી જ હું આ મંઝિલ સુધી પહોંચી શકી અને મારે માટે આ અતિકઠિન કાર્ય શક્ય બન્યું.
અંતે આ પ્રસ્તુતિમાં જૈન ધર્મના સિધ્ધાંત વિરૂદ્ધ કાંઈ પણ લખાયું હોય અથવા કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અરિહંત પરમાત્માની સાક્ષીએ ક્ષમા યાચું છું.
આ ગહન વિષયનો અભ્યાસ કરતી વખતે મહાન વિભૂતિનાં ઊર્ધ્વજીવનના યોગમાર્ગની જે ઝાંખી મળી, તેથી હૃદયને અપાર આનંદ થયો. વિદ્યાની સાધના સાથે અધ્યાત્મરસનો અનુભવ થતો રહે, તે કેવો મણિકાંચનયોગ કહેવાય. આ ગ્રંથ આ વિષયના અભ્યાસીઓ, જિજ્ઞાસુઓ અને અધ્યાત્મસાધકોને કંઈક અંશે ઉપયોગી બનશે, તો મારો પ્રયત્ન સાર્થક માનીશ. જાન્યુઆરી, ૨૦૧૨
- રશ્મિ ભેદા
Page #8
--------------------------------------------------------------------------
________________
આશીર્વચના
યોગમાર્ગે મોક્ષપ્રાપ્તિ
“મોને સે મર્ય, યોને મોક્ષ સુદ્રમ્” ભોગો ભોગવવામાં રોગ થવાની સંભાવના ઘણી વધારે છે, જ્યારે સામે યોગ માર્ગે આગળ વધતા સાધકને મોક્ષસુખની પ્રાપ્તિની સંભાવના ઘણી વધારે છે. ભર્તુહરિને છેવટે થાકીને કહેવું જ પડ્યું કે ખરેખર ભોગો નથી ભોગવાયા, પણ હું જ ભોગવાઈ ગયો છું. ભોગમાર્ગ, રોગમાર્ગ અને યોગમાર્ગ એવા આ ૩ માર્ગો જગતમાં સદા કાળથી છે, તેથી ભોગી, રોગી અને યોગી એવી ત્રણેય અવસ્થાના લોકો જગતમાં ઘણા છે. યોગીઓની સંખ્યા તો બહુ જ થોડી છે, પરંતુ દ્વિધા ભોગી અને રોગીની સંખ્યામાં સરખામણીની છે. શું ખરેખર ભોગીઓની સંખ્યા સંસારમાં વધારે છે? કે પછી રોગીઓની ? પરંતુ રોગી ક્યાંથી વધ્યા ? ભોગશક્તિમાંથી જ રોગીઓની સંખ્યા વધતી ગઈ છે. ભોગાશક્તિ છોડીને સર્વથા જુદી જ દિશામાં જઈને યોગી જે જે બન્યા છે, તે રોગી પણ નથી બન્યા. નિરોગી - અરોગી થઈને સ્વસ્થ જીવન જીવ્યા છે.
મોવàળ ગોયા ગોરો' યોગવિંશિકા ગ્રંથના પ્રારંભમાં જ પૂ. હરિભદ્રસૂરિ મહારાજે મોક્ષની સાથે આત્માના જોડાણને જ યોગ માર્ગ કહ્યો છે, તેથી જ આવો યોગમાર્ગ જેને ગમી જાય, તેને ભોગમાર્ગ સર્વથા નથી રચતો. સર્વથા પૂર્વ-પશ્ચિમની જેમ બંને માર્ગો મૂળમાંથી જ જુદા છે. સંસારનું પરિભ્રમણ એ ભોગમાર્ગ છે, જ્યારે યોગમાર્ગ સર્વથા ભોગથી વિમુખ છે. વિપરીત છે. યોગમાર્ગની દિશા જ મોક્ષ પ્રાપ્તિની છે.
યોગ માર્ગે
ભોગમાર્ગ
યોગ માર્ગે આગળ વધનારો સાધક બનતો જાય છે. સાધકને સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે. એની સાધના કોઈ દેવ-દેવીની અથવા કોઈ વિદ્યાની સાધના નથી. એનું
VII
Page #9
--------------------------------------------------------------------------
________________
સાધ્ય જ મોક્ષ પ્રાપ્તિનું છે, માટે આત્મા જ એનું મુખ્ય સાધ્ય છે. આત્માની ચરમ સ્થિર પર્યાયનું નામ જ મોક્ષ છે. વિદ્યા કે દેવ-દેવીની સાધનાના માર્ગને તંત્ર માર્ગ તરીકે ઓળખાવ્યો છે. તાંત્રિકો તંત્રમાર્ગે વિદ્યાસાધના કરતા હોય છે. માંત્રિકો મંત્રો વડે મંત્રસાધના કરીને સિદ્ધિ મેળવવા મથતા હોય છે, જ્યારે વર્તમાનકાળે કળીયુગમાં યંત્ર માર્ગે આગળ વધનારા વધારે હોય છે.
યોગ માર્ગને અધ્યાત્મ માર્ગ કહ્યો છે. અધ્યાત્મ માર્ગમાં સૌથી વધારે કેન્દ્રમાં આત્મા છે. આત્મા મન-વચન-કાયાના યોગે શુભ-અશુભ પ્રવૃત્તિ કરતા પુણ્ય-પાપરૂપ શુભ-અશુભ કર્મથી લેવાય છે. ઉદય કાળે ફરી કર્મો ભોગવવા પડે છે, ત્યારે સુખ-દુઃખ ભોગવતાં પરિસ્થિતિ ઘણી દયનીય બની જતી હોય છે. ફરી ફરી પાપો કરવા, ફરી ફરી દુઃખી થવું, ફરી ફરી કર્મ બાંધવા, અને ફરી ફરી આ વિષચક્રમાં ફસાવવું. એના કરતાં એ બધા માર્ગો સદાના માટે છોડી દેવા જે સાધક તૈયાર થાય છે, તે અધ્યાત્મ યોગના માર્ગે પ્રાપ્તિની દિશામાં આગળ વધે છે.
મોક્ષ માર્ગે આગળ વધવા જે સજ્જ થાય, એને સર્વ પ્રથમ મનને સાધવું અનિવાર્ય હોય છે. મન ભોગમાર્ગથી ટેવાયેલું હોય છે, કારણ કે તેવાં જ ભારે અશુભ કર્મો બાંધેલાં હોય છે, તેથી અશુભ કર્મોના ઉદયે ફરી ફરી મન ભોગ માર્ગ તરફ જ વળતું હોય છે. તેની ભોગેચ્છાઓ તીવ્ર થતી જાય છે. ઇચ્છાઓ જાગ્યા પછી મન ઇચ્છાઓ પૂરી કરવા મથે છે. ત્યાં હજારો પાપોની પરંપરા - હારમાળા શરૂ થાય છે. ચિત્તની આવી વિક્ષિપ્તાવસ્થાઓને અવરોધવાનો ઉપાય તે યોગમાર્ગ છે.
રશ્મિબેન ભેદાએ “મોક્ષપ્રાપ્તિનો માર્ગ – યોગ' આ પ્રબંધમાં યોગમાર્ગને વધુ ને વધુ સ્પષ્ટ કરવા જે પુરુષાર્થ કર્યો છે, તે ચોક્કસ સ્તુત્ય છે. પાતંજલ અને જૈન યોગ માર્ગનો તુલનાત્મક અભ્યાસ કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ આ તો એક સ્વતંત્ર સંશોધનનો મોટો વિષય છે. પૂ. હરિભદ્રસૂરી મ. વિરચિત યોગના ૪-૫ મુખ્ય ગ્રંથોનો પરિચય જરૂર કરાવ્યો છે, પરંતુ આવશ્યકતા હતી તેમનું દોહન કરીને નવનીત રજૂ કરવાની.
અષ્ટાંગ યોગના યમ-નિયમાદિમાં પણ આગળ વધતા ધ્યાન-સમાધિના સ્વરૂપને રજૂ કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ આત્મિક - આધ્યાત્મિક ધ્યાનના સ્વરૂપને વધુ પ્રયોગાત્મક બનાવવાની જરૂરિયાત હતી. અંતે યોગ માર્ગે આગળ વધતા કર્મક્ષય કેવી રીતે થાય છે ? અને કર્મક્ષયકારક યોગનું સ્વરૂપ કેવું હોય છે ? તેમ યોગ માર્ગે કર્મક્ષય
VIII
Page #10
--------------------------------------------------------------------------
________________
જન્મસીડીઓ કેવી હોય છે, તે વર્ણવી હોત તો સાધકને આગળ-આગળનો ખ્યાલ પહેલાંથી આવી જાત. આત્મ શુદ્ધિ થતા... આત્મિક ગુણોનું પ્રગટીકરણ સાધકને આત્માનંદની અનુભૂતિ કરાવે છે. આત્મિક આનંદ જ પરમાનંદ છે. એની પ્રાપ્તિ માટે જ યોગમાર્ગ છે. આવો યોગમાર્ગ જેમ જેમ સમજાતો જાય અને પછી જેમ જેમ અનુભૂતિમાં આવતો જાય, તેમ તેમ સાધક મોક્ષની દિશામાં આગળ વધતો જાય છે. આ રીતે યોગમાર્ગને મોક્ષમાર્ગ કહી શકાય. એ રીતે યોગોપાસના એ મોક્ષપાસના છે.
યોગની અષ્ટ દૃષ્ટિઓનો પરિચય બેને આપ્યો છે, એ આઠ દૃષ્ટિઓ આત્મામાં થતા ઉઘાડને વધુ સ્પષ્ટ કરવા માટેની છે. અષ્ટાંગ યોગ અને અષ્ટદૃષ્ટિઓના યોગની બંને દિશાઓ જુદી જુદી જ વસ્તુઓ વડે મહર્ષિ પતંજલિએ કાય-યોગ, વચનયોગ અને મનોયોગના ત્રણે યોગોને અષ્ટાંગયોગથી વર્ણવીને દેહથી મનના ધરાતલ ઉપર પહોંચવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે પૂ. હરિભદ્રસૂરિ મહાપુરૂષે આત્મામાં થતા કર્મોના ક્ષય-ક્ષયોપશમથી પ્રગટતા બોધના પ્રમાણને અષ્ટ દૃષ્ટિઓની વ્યવસ્થા સમજાવી છે. આન્તરિક અને આત્મિક કક્ષાની બધી વાતો કરી છે.
ખૂબ જ અભિનંદન આપું છું રશ્મિબેન ભેદાને, જેમણે ઘરગૃહસ્થી સંભાળીને પણ આ દિશામાં પુરુષાર્થ કર્યો છે. યોગરસિક અનેક આત્માઓના આ ગ્રંથ યોગમાર્ગે આગળ વધવામાં અને અંતે મોક્ષપ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં ઉપયોગીસહયોગી બનશે.
ધર્મલાભના શુભ આશીર્વાદ...
IX
- પંન્યાસ શ્રી અરૂણવિજયજી મહારાજ
Page #11
--------------------------------------------------------------------------
________________
( આશીર્વચન )
યોગસામ્રાજ્યમાં પ્રવેશ
દૂધમાં ભેળવાતી ખાંડ જો દૂધને સ્વાદિષ્ટતા બક્ષીને જ રહે છે તો દૂધમાં પડતું લીંબુનું ટીપું દૂધને ફાડીને જ રહે છે.
- વાણીમાં ભળતાં મીઠાં શબ્દો જો સૌષ્ઠવ આપીને જ રહે છે, તો વાણીમાં ભળતી કડવાશ સંબંધવિચ્છેદ કરાવીને જ રહે છે.
જીવની હકીકત પણ કંઈક આવી જ છે –
મિથ્યાત્વ-અવિરતિ વગેરેની સાથે થતો જીવનો યોગ જીવના લમણે અનંત સંસાર ઝીંકીને જ રહે છે, જ્યારે સદાગમ, સદ્ગુરુ, સદ્ધોધ, સંબોધિ, સગુણ વગેરેની સાથે થતો જીવનો યોગ જીવને મોક્ષ બક્ષીને જ રહે છે.
યોગ કોની સાથે કરવો એ જીવનના હાથની વાત છે, પણ એક વાર મિથ્યાત્વની સાથે યોગ કરી દીધા પછી આખરે સંસાર અવયંભાવી છે અને સદ્યગાવંચક ભૂમિકાએ રહીને સદ્ગુરુની સાથે યોગ કર્યા પછી મોક્ષ પણ અવયંભાવી છે.
યાદ રહે,
મિથ્યાત્વની સાથે થતો યોગ યોગ છે જ નહીં, એ તો આત્માના અનંત સદ્ગણો સાથેનો, અરે ! મોક્ષ સાથેનો વિયોગ જ છે.
યોગ તો એ જ છે કે જે મોક્ષનો યોગ કરાવી આપે, પછી ચાહે તે ક્યિા જિનાલય દર્શનની હોય કે જિનવાણી શ્રવણની હોય, સાધર્મિક વાત્સલ્યની હોય કે સામયિકની હોય.
મોક્ષ સાથે યોગ કરાવનારી તે સર્વ ક્રિયાઓ યોગમાં પરિણમે છે. આ રહ્યા એ મહોપાધ્યાયજી મહારાજનાં ટંકશાળી વચનોઃ मोक्षेण - महानन्देण योजनात् सर्वोऽपि धर्मव्यापार....योग: विज्ञेय
અર્થાત્ અનંતાનન્દરૂપ મોક્ષ સાથે જોડી આપનારી (યોગવિંશિકા - ૧ વૃ) તમામ ધર્મક્રિયાઓ યોગ જાણવી.
સબૂર ! સામયિક જો પરંપરાએ પણ મોક્ષની સાથે જોડી આપે, તો જ યોગ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
અન્યથા એ યોગરૂપ નથી. મલિનાશયથી થતી ધર્મક્રિયા પણ જો સંસારમાં ભટકાવનારી હોય તો તે યોગ નથી જ.
હા ! માન-મતાગ્રહ-મહત્ત્વાકાંક્ષાથી ગ્રસ્ત થઈ કરાતી ધર્મક્રિયાઓને પરમાત્મા યોગ કહેવા હરગીઝ તૈયાર નથી.
‘ને રિસેવા તે ત્રાસવા' - આ આચારાંગ સૂત્રનું વચન પણ એ જ જણાવે છે.
મનવા ! સાવધાન રહેજે, લોકો ભલે તને તપસ્વી તરીકે ઓળખે કે દાનવીર તરીકે ઓળખે, ભલેને તારી સમગ્ર સમાજમાં વાહવાહ થાય - પણ જો ભૂલેચૂકેય માનમમતાના ચક્કરમાં ફસાયો, તો કર્મસત્તા તા૨ો ડૂચો કાઢી નાંખશે. કર્મમુક્તિનાં સાધનો કર્મપ્રાપ્તિનાં સાધનોમાં ફે૨વાઈ જશે.
મોક્ષપ્રાપ્તિમાં ઉપાયભૂત યોગ વિશેનું એક જબ્બરજસ્ત મૅટર આજે તમારા હાથમાં શોભી રહ્યું છે. જેની અંદર પ્રાચીન-અર્વાચીન તમામ યોગોની વિશદ વિવેચના છે. કુંદકુંદાચાર્ય હોય કે હરિભદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી હોય કે શુભચંદ્રાચાર્ય હોય, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ હોય કે રાજચંદ્રજી હોય - દરેક યોગાચાર્યના સંદર્ભોનું વિશ્લેષણાત્મક વિધેયાત્મક વિવેચન એટલે જ પ્રસ્તુત પ્રબંધ.
રશ્મિબહેન ભેદાની મહેનત, તેમની ધગશ તથા યોગ અંગેની ઊંડી સૂઝ પ્રગટ થયા વિના રહેતી નથી.
જોકે સમયાભાવે સંપૂર્ણ મૅટર સાદ્યંત તો હું વાચી નથી શક્યો, કિંતુ અનેક યોગાચાર્ય મહાપુરુષોના સંદર્ભો આ ગ્રંથમાં નિવિષ્ટ છે, ત્યારે તે તે સંદર્ભો પાછળના આશયને પામી, તે તે વાક્યોના ઐદમ્પર્યાર્થને પામી આત્માથી સાધક યોગમાર્ગે અવશ્ય પ્રગતિ સાધી શકશે. પ્રસ્તુત યોગનું નૉલેજ wisdomમાં ફેરવાય અને પરમ પદને પ્રાપ્ત કરાવી આપે એ જ શુભાશા અને શુભાશીષ.
શ્રી નેમિનાથ જન્મકલ્યાણક દિન
જામનગર
સં. ૨૦૬૭, શ્રાવણ સુદ ૫
XI
ન્યાયવિશારદ આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ
પ્રશિષ્ય પંન્યાસ યશોવિજય
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય નિવેદન ગૃહિણી શ્રાવિકા ડૉ. રશ્મિ ભેદાના પીએચ.ડી.ના મહાનિબંધ “મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ'નું ગ્રંથરૂપે પ્રકાશન કરતાં આ સંસ્થા ગર્વ અનુભવે છે.
આ વિષયના વિશાળ ફલકને આ ગ્રંથમાં અભ્યાસપૂર્ણ રીતે સમાવી લેવામાં આવ્યું છે.
વ્યવસાયી પ્રકાશન સંસ્થાઓ આવા જ્ઞાનસમૃદ્ધ ગ્રંથોનું પ્રકાશન ન કરે એ સ્વાભાવિક છે, કારણ કે એમના વેપાર માટે આ ખોટનું કામ છે, પરંતુ વર્ષોના પરિશીલન અને પુરુષાર્થથી તૈયાર કરેલા આવા જ્ઞાનગ્રંથો માત્ર યુનિવર્સિટીના ગ્રંથાલયમાં જ પડ્યા રહે અને જિજ્ઞાસુ જગતને એનું દર્શન અને અધ્યયન કરવાની તક ન મળે એ જ્ઞાનની આશાતના છે. ધાર્મિક અને સામાજિક સંસ્થાઓએ આવા અભ્યાસગ્રંથનું પ્રકાશન કરવું એ એમની ફરજ છે. આવાં શુભ કાર્યોથી આવી સંસ્થા પોતાની કર્તવ્યનિષ્ઠાનો આનંદ પ્રાપ્ત કરી શકે છે.
આ સંસ્થા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ કરૂણાનાં અનેક કાર્યોની સાથોસાથ બૌદ્ધિક અને વૈચારિક રચનાત્મક કાર્યોમાં પણ પ્રવૃત્ત છે. “પ્રબુદ્ધ જીવન”, “પર્યુષણ વ્યાખ્યાનમાળા’ અને પુસ્તક પ્રકાશન એનું પ્રમાણ છે. આ સંસ્થાની આવી અનેક પ્રવૃત્તિઓને જૈન તેમજ ઇતર સમાજે આવકારી અને વધાવી પણ છે.
આ સંસ્થાના દીપચંદ ત્રિભોવનદાસ શાહ પુસ્તક પ્રકાશન નિધિ દ્વારા આ ગ્રંથ સરસ્વતી જિજ્ઞાસુઓના હસ્તકમળમાં મૂકતાં અમે આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ.
આશા છે કે જ્ઞાનજિજ્ઞાસુ જગત અમારા આ શારદાકર્મને આવકારશે અને અનુમોદના કરી જ્ઞાનલાભની પ્રાપ્તિ કરશે.
ૐ અર્હમ્ નમઃ |
મા શારદા નમઃ |
તા. ૨૫-૧૨-૨૦૧૧ મુંબઈ
ધનવંત શાહ મંત્રી, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
XII
Page #14
--------------------------------------------------------------------------
________________
અમૂલ્ય સંપદાની ઓળખ
પ્રત્યેક અધ્યાત્મસાધક એના જીવનકાળ દરમિયાન અધ્યાત્મના ચરમ શિખરે પહોંચવા યત્ન કરતો હોય છે. એનાં ધર્મતત્ત્વોથી પ્રકાશિત હૃદયમાં ધાર્મિક કે આધ્યાત્મિક ઊર્ધ્વયાત્રાની અદમ્ય ઝંખના હોય છે અને એ માર્ગે ચાલીને એ સાધકજીવનના અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે. વૈદિક ધર્મપરંપરા હોય, બૌદ્ધ ધર્મપરંપરા હોય કે જૈન ધર્મપરંપરા હોય – આ બધી પરંપરાઓએ અધ્યાત્મજીવનનું પરમ લક્ષ્ય દર્શાવ્યું છે અને એને માટે ધર્મતત્ત્વો પર આધારિત જીવનશૈલી દ્વારા એની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે.
જૈનધર્મમાં યોગવિષયક વિપુલ અને સમૃદ્ધ સાહિત્ય મળે છે. માત્ર યોગપરંપરાની વિસ્મૃતિ અને અભ્યાસના અભાવે બહુ ઓછી વ્યક્તિઓ એનાથી પરિચિત છે. સૌથી પ્રાચીન આગમ “શ્રી આચારાંગ સૂત્રમાં જૈન ધર્મની સાધનાપદ્ધતિનું નિરૂપણ મળે છે અને એ પછીના આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગનિરૂપણ કર્યું. એમના જીવનમાંથી પણ આ યોગપ્રભાવ જોવા મળે છે. જૈનધર્મમાં તીર્થકરોનું યોગકુશળ', “યોગપારંગત' કે “યોગીન્દ્ર વગેરે વિશેષણોથી મહિમાગન કરવામાં આવ્યું છે. “શ્રી ભક્તામર સ્ત્રોત્ર'માં આચાર્ય શ્રી માનતુંગસૂરિજીએ પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવનો યોગના જ્ઞાતા એવા “યોગીશ્વર” તરીકે મહિમા કર્યો છે, તો ધ્યાનશતક'નું મંગલાચરણ કરતાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીની યોગીશ્વર' તરીકે વંદના કરી છે. ભગવાન મહાવીરના સાધના પ્રયોગો યોગદૃષ્ટિએ એક આગવો અભ્યાસવિષય છે. સાધુતાના પાયાના ગુણ તરીકે જૈનધર્મમાં યોગસાધનાને દર્શાવવામાં આવી છે. આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે, “નિવાસીજી નો નમ્ફ સાર્દાતિ સાદુળો' અર્થાત્ નિર્વાણસાધક યોગની જે સાધના કરે છે, તેઓ સાધુ કહેવાય છે. આનો એક સંકેત એ છે કે યોગની સાધનાનું પ્રયોજન એક જ હોવું જોઈએ અને તે માત્ર મોક્ષપ્રાપ્તિ.
હકીકતમાં જૈનધર્મ જેટલો અહિંસા પ્રધાન છે, એટલો યોગપ્રધાન પણ છે અને એની સમગ્ર યોગપ્રણાલી એના જીવનદર્શન, ધર્મક્રિયાઓ અને તત્ત્વવિચારથી વિભૂષિત છે. સમયે સમયે મહાન આચાર્ય અને ઉત્તમ સાધકોએ પોતાના વિચારવૈભવથી અને તપોમય જીવનથી યોગની ગરિમા પ્રગટ કરી છે, આથી તો આનંદઘનજી જેવાને આપણે મહાયોગી” કહીએ છીએ. પ્રત્યેક ધર્મનો યોગમાર્ગ, એની આચાર અને વિચારની પદ્ધતિ પર રચાયેલો હોય છે, આથી જૈનયોગ અને પાતંજલ યોગમાં ભિન્નતા હોય તે
XIII
Page #15
--------------------------------------------------------------------------
________________
સ્વાભાવિક છે. જો કે અંતે લક્ષ્યની લગભગ સમાનતા જોવા મળે છે. એવું પણ બન્યું છે કે પાતંજલ યોગના શબ્દોનો જૈનયોગમાં સ્વીકાર થયો છે. જૈનયોગમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ વર્ગીકરણનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ એનો અર્થ જૈનપરિભાષા પ્રમાણે જૈનગ્રંથોમાં મળે છે.
આવા ગહન અને કઠિન વિષયની વિસ્તૃત છણાવટ શ્રી રશ્મિબહેન ભેદાએ ‘અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની” ગ્રંથમાં કરી છે. છેક આગમ ગ્રંથોથી આરંભીને વર્તમાનકાળમાં પ્રેક્ષાધ્યાન સુધીની યોગપ્રણાલીને એમણે અભ્યાસવિષય બનાવી છે. એમાં પણ જૈન આચાર્યોનાં વિશિષ્ટ પ્રદાનની સાથોસાથ એમના યોગવિષયક ગ્રંથોમાં આલેખાયેલી સાધનાપદ્ધતિ સ્કૂટ કરી આપી છે. આચાર્ય કુંદકુંદસ્વામી, આચાર્ય હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય શુભચંદ્ર જેવા આચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ અને એનું મહત્ત્વ દર્શાવવા યત્ન કર્યો છે, તો એની સાથોસાથ મહાયોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી, શ્રીમદ્ રાજચંદ્ર અને આચાર્ય મહાપ્રજ્ઞએ દર્શાવેલા જૈન યોગની છણાવટ કરી છે.
યોગગ્રંથો એ જૈનધર્મની અમૂલ્ય સંપદા છે અને તેથી એ સંપદામાં રહેલી ધર્મસમૃદ્ધિનો એમણે પરિચય કરાવ્યો છે. વળી ગ્રંથના અંતે જૈન યોગ અને પાતંજલ યોગનો તુલનાત્મક અભ્યાસ આલેખ્યો છે. અષ્ટાંગ યોગ એ સાંખ્ય દર્શનની પદ્ધતિ છે,
જ્યારે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકુચારિત્રના ત્રિરત્ન દ્વારા જૈનયોગની સાધનાપદ્ધતિ દર્શાવવામાં આવી છે. યોગ શબ્દના અનેક અર્થો મળે છે. મનોયોગ, કાયયોગ, વચનયોગ જેવાં જુદાં જુદાં એના પેટા ભેદો અને ઉત્તર ભેદો પણ મળે છે. આ ભેદને અહીં તુલનાત્મક દૃષ્ટિથી પ્રગટ કર્યો છે. આ યોગ વિશે જૈનગ્રંથો કહે છે, “યોગ જન્મ રૂપી બીજને બાળનારો છે, જરા અવસ્થાની મહાજરા છે, દુ:ખોને માટે ક્ષય રોગ જેવો છે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારો છે, અર્થાત્ અમરતા પ્રાપ્ત કરાવનારો છે.”
આવા શાસ્ત્રીય વિષય પર ગ્રંથરચના કરવી તે કેટલી મુશ્કેલ છે તેનો વાચકને આમાંથી સાક્ષાત્ અનુભવ થશે. આ વિચારધારાને પામવા માટે વાચકમાં એક વિશેષ સજ્જતા અપેક્ષિત છે. વાચકો આની ધાર્મિક પરિભાષાનો મર્મ સમજીને આ વિષયમાં ગતિ કરશે તો એને જૈનધર્મના મોક્ષમાર્ગની જાણકારી પ્રાપ્ત થશે. આવા શાસ્ત્રીય, પ્રમાણભૂત અને અભ્યાસપૂર્ણ પ્રાગટ્ય બદલ લેખિકાને ધન્યવાદ. તા. ૨૧-૧૨-૨૦૧૧
- કુમારપાળ દેસાઈ
XIV
Page #16
--------------------------------------------------------------------------
________________
બીજી આવૃત્તિ સમયે અમૃત યોગનું, મોક્ષ પ્રાપ્તિની’ એ પુસ્તકની પ્રથમ આવૃત્તિનું વિમોચન મુંબઈના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હૉલ, જૂહુમાં પ૪મી ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ યોજાયું. આ સમારંભ અનેક રીતે અવિસ્મરણીય બની રહ્યો.
આ પ્રસંગે પ્રસિદ્ધ સાહિત્યકાર અને જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું હતું કે જૈન યોગના બહુ ઓછા ખેડાયેલા વિષય પર તૈયાર થયેલો આ એક અભ્યાસપૂર્ણ અને વ્યાપકષ્ટિ ધરાવતો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં આચાર્ય કુંદકુંદચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, અધ્યાત્મયોગી આનંદઘનજી, આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય અને જ્ઞાનીઓએ રચેલા યોગવિષયક ગ્રંથનો ઊંડો અભ્યાસ કરીને ડૉ. રશ્મિ ભેદાએ એની વિસ્તૃત માર્મિક ચર્ચા કરી છે. વધુ એમણે જણાવ્યું કે આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ એમાં મળતો યોગ અને પાતંજલ યોગનો તુલનાત્મક અભ્યાસ છે.
આ ગ્રંથનું પ્રકાશન કરનારી સંસ્થા મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી તેમજ “પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહે આ પુસ્તકનાં જુદાં જુદાં પાસાંઓની છણાવટ કરી હતી. આ પ્રસંગે રામનિરંજન ઝુનઝુનવાલા કૉલેજના ફિલોસોફી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કોકિલાબહેન શાહે આના લેખન માટે પાંચ વર્ષ સુધી કરેલા અભ્યાસની વાત કરી હતી.
આ પ્રસંગે ગ્રંથની વાત કરતા મેં સહુનો ઋણસ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ચૈતાલી ગાલાએ, આભારવિધિ કુંતલ ભેદાએ અને એનું સંચાલન ગુલાબ દેઢિયાએ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભાજનોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો, જેને પરિણામે થોડાક જ મહિનામાં પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રગટ થાય છે. હું આશા રાખું છું કે આ ગ્રંથ જૈન ધર્મના અભ્યાસીઓને અને યોગમાર્ગના પ્રવાસીઓને વધુને વધુ ઉપયોગી બનતો જશે. જૂન, ૨૦૧૨
- રશ્મિ ભેદા
Page #17
--------------------------------------------------------------------------
________________
(અનુક્રમ )
)
(o
જ
૪૦
૪૨.
૯૪
૭૬
૧૦૬
૧૪૮
૧ મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ ૨ જૈન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન ૩ આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈનયોગ
આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજીનું પ્રદાન n “યોગબિંદુ” 2 “યોગશતક' 2 “યોગવિંશિકા”
2 “યોગદૃષ્ટિસમુચ્ચય' ૫ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ હું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યરચિત “યોગશાસ્ત્ર'
આચાર્ય શુભચંદ્રરચિત “જ્ઞાનાર્ણવ ૭ જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
મહાયોગી આનંદઘનજી • ઉપાધ્યાય યશોવિજયજી • યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી • શ્રીમદ્ રાજચંદ્ર
• આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ - પ્રેક્ષાધ્યાન ૮ જૈન યોગ અને પતંજલિ યોગ : તુલનાત્મક અભ્યાસ ૯ ઉપસંહાર
* સંદર્ભસૂચિ
૧૮૯
૨૨૦
૨૨)
૨૩૩
૨૪૨
૨૪૭ ૨૫૮ ૨૭૫
૨૯૭
૩૧૪
XVI
Page #18
--------------------------------------------------------------------------
________________
મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી બે મુખ્ય ધર્મપરંપરાઓ ચાલી આવી છે – (૧) વૈદિક પરંપરા, (૨) શ્રમણ પરંપરા. વૈદિક પરંપરામાં હિંદુ ધર્મ અને શ્રમણ પરંપરામાં જૈન અને બૌદ્ધ ધર્મ જોવા મળે છે. આ ત્રણે ધર્મનું પોતાનું દર્શન અર્થાત્ તત્ત્વવિદ્યા છે. બધાં દર્શનોનું ધ્યેય તે તે ધર્મનું વાસ્તવિક જ્ઞાન મેળવી તે દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. મોક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ પોતાના પૂર્ણ આત્મસ્વરૂપની પ્રાપ્તિ. આધ્યાત્મિક પૂર્ણતા ક્રમવાર આધ્યાત્મિક ઉત્ક્રાંતિથી પ્રાપ્ત થાય છે. આ સંસારમાં દરેક જીવ સ્થાયી સુખ અને શાંતિ તેમજ પૂર્ણ જ્ઞાન મેળવવાની ઇચ્છા કરે છે, જે એને મોક્ષ પ્રાપ્ત થતાં અર્થાત્ એનો આધ્યાત્મિક વિકાસ પૂર્ણ થતાં પ્રાપ્ત થાય છે.
જૈન ધર્મ અનાદિકાળનો ધર્મ છે. જ્યારથી સંસાર છે ત્યારથી તે સંસારને તરવાના માર્ગસ્વરૂપ અર્થાત્ જીવના આધ્યાત્મિક વિકાસના માર્ગસ્વરૂપ જૈન ધર્મ પણ છે. જેના શબ્દ “જિન” શબ્દ ઉપરથી આવેલો છે. જેઓએ રાગદ્વેષને સંપૂર્ણપણે જીત્યા છે, જેણે પોતાની ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે અને મુક્તિ પ્રાપ્ત કરી છે તે જિન કહેવાય છે. જિન અર્થાત્ જિનેશ્વરોએ ઉપદેશેલો ધર્મ તે જૈન ધર્મ.
Page #19
--------------------------------------------------------------------------
________________
ભગવાન બુદ્ધના સમયથી બૌદ્ધ ધર્મ પ્રચલિત થયો એટલે તે અઢી હજા૨ વર્ષ જેટલો પ્રાચીન ગણાય. જૈન ધર્મ અને હિંદુ ધર્મની પરંપરા હજારો-લાખો વર્ષોથી ચાલી આવી છે. પ્રાઐતિહાસિક કાળમાં પણ આ બંને ધર્મના મૂળ જોવા મળે છે. જૈન માન્યતા અનુસાર આ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકરને ભગવાન ૠષભદેવના સમયથી જૈન ધર્મ પ્રચલિત છે. જૈનો ચોવીસ તીર્થંક૨ માને છે. અને અઢી હજા૨ વર્ષ પૂર્વે છેલ્લા ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ જે ધર્મોપદેશ આપ્યો એ સિદ્ધાંત જૈન દર્શનને માન્ય છે.
‘તીર્થંક૨’ શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે ‘તીર્થ’ અને જે ધર્મ તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. આ સંસારરૂપી સમુદ્રમાંથી પાર પામવા જીવાત્માઓને જે માર્ગ દેખાડે તે તીર્થંકર અથવા જિનેશ્વર ભગવાન કહેવાય છે. એક અવસર્પિણી અથવા એક ઉત્સર્પિણી કાળમાં ચોવીસ તીર્થંક૨ થાય છે. સંસાર અનાદિ અનંત છે. એટલે ભૂતકાળમાં આવા ચોવીસ તીર્થંકર અનંત વા૨ થઈ ગયા છે. અને ભવિષ્યમાં પણ અનંત વાર થશે. વર્તમાન સમયના ચોવીસ તીર્થંકરોમાં પહેલા ૠષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી છે.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ એમના ગણધરોએ ‘દ્વાદશાંગી’માં એટલે કે ૧૨ અંગમાં ગૂંથી લીધો છે. આ બાર અંગ નીચે પ્રમાણે છે. (૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩)ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતા ધર્મકથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતગઢ દશાંગ (૯) અનુત્તરોવવાઈ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ.
આ બાર અંગોમાંથી દૃષ્ટિવાદ નામનું બારમું અને છેલ્લું અંગ લુપ્ત થઈ ગયું છે. આ અગિયા૨ અંગ ઉપરાંત બાર ઉપાંગ, દસ પ્રકીર્ણક, છ છેદ સૂત્ર, ચાર મૂલસૂત્ર અને બે ચૂલિકાસૂત્ર એમ કુલ મળીને ૪૫ આગમગ્રંથો ઉપલબ્ધ છે. આ બધાની ભાષા અર્ધમાગધી છે.
જીવાત્મા આ સંસારમાં શુભાશુભ કર્મોનો ક્ષય કરી પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરે છે, મોક્ષપ્રાપ્તિ કેવી રીતે કરે છે, એ સંપૂર્ણ મોક્ષમાર્ગ જૈન દર્શનમાં વિસ્તારથી નવ તત્ત્વોના માધ્યમથી
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨.
Page #20
--------------------------------------------------------------------------
________________
સમજાવેલો છે. જૈન દર્શન પ્રમાણે આ સંસારમાંનો દરેક જીવાત્મા પરમાત્મા બની શકે છે. પરમાત્મા કે ઈશ્વર કોઈ એક વ્યક્તિ નથી. જે પણ જીવાત્મા પોતાનાં બધાં કર્મોનો ક્ષય કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે એ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષ છે. નવ તત્ત્વ નીચે પ્રમાણે છે –
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. (૧) જીવઃ જેનામાં ચૈતન્ય હોય અથવા જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. સુખ
કે દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતાની અનુભૂતિ જેનામાં હોય, તે સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે : જીવોના બે પ્રકાર છે. મુક્ત અને સંસારી. જે જીવો સર્વ કર્મનો ક્ષય કરી જન્મમરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય તે મુક્ત જીવો હોય છે. જે જીવો કર્મબંધનના કારણે જન્મમરણરૂપી સંસારમાં ચાર ગતિમાં ભ્રમણ કરતા રહે છે તે સંસારી અથવા બદ્ધ જીવો હોય છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવતા. જીવો જ્યાં સુધી કર્મબંધનથી સંપૂર્ણપણે મુક્ત થતા નથી ત્યાં સુધી તેમના
કર્મો પ્રમાણે આ ચાર ગતિમાં જન્મમરણ કરતા હોય છે. (૨) અજીવઃ જેમાં ચેતના નથી, સુખદુઃખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય
છે. તેના પાંચ ભેદ છે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) કાળ. આમાં પુગલ મૂર્ત અર્થાત્ રૂપી તત્ત્વ છે. બીજાં ચાર અમૂર્ત અથવા અરૂપી તત્ત્વ છે જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય, જે આંખ વડે જોઈ ન શકાય તે અરૂપી તત્ત્વ છે. ધર્માસ્તિકાય ? જીવ અને અજીવને ગતિ કરવામાં સહાય તત્ત્વ છે. અધર્માસ્તિકાય ? જીવ કે જડ વસ્તુને સ્થિર રાખવામાં સહાયક તત્ત્વ છે. આકાશાસ્તિકાય : જીવ, અજીવને જગ્યા આપનાર છે. આકાશ એટલે કે અવકાશ અર્થાત્ ખાલી જગ્યા. તે લોક અને અલોકમાં વ્યાપ્ત છે. જ્યાં જીવ તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલ છે ત્યાં સુધી લોક
(મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
Page #21
--------------------------------------------------------------------------
________________
છે. તેની બહારનો પ્રદેશ અલોક છે, તે અનંત છે.
પુદ્ગલાસ્તિકાય પુદ્ગલ = પુ + ગલ અર્થાત્ પુરણ+ગલન. અણુના સમૂહને પુદ્ગલ કહેવામાં આવે છે. આ સમસ્ત લોકમાં અનંત પુદ્ગલ છે. પુદ્ગલને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ હોય છે. તે એકમાત્ર રૂપી દ્રવ્ય છે.
કાળ જીવ અને પુગલમાં પરિવર્તન આણનાર નવી વસ્તુને જીર્ણ કરનાર તત્ત્વ તે કાળ છે.
આવી રીતે જૈન દર્શન પ્રમાણે જીવ અને આ પાંચ પ્રકારના અજીવ દ્રવ્ય એમ ૬ દ્રવ્યથી સમસ્ત સૃષ્ટિ બનેલી છે. (૩) પુણ્ય : જે તત્ત્વ આત્માને શુભ તરફ લઈ જાય તે પુણ્ય. મન, વચન અને
કાયાથી જે શુભ કર્મો બંધાય છે તે પુણ્ય. શુભ ભાવ, દાન, તપ ઇત્યાદિથી પુણ્ય બંધાય છે જે જીવને ઉત્તમ ગતિ, ઉત્તમ ગોત્ર, આયુષ્ય, આરોગ્ય,
રૂપ, સંપત્તિ, શુભ સંયોગો ઇત્યાદિ પ્રાપ્ત કરાવે છે. (૪) પાપ ઃ જે તત્ત્વ આત્માને અશુભ તરફ લઈ જાય તે પાપ. જેનાથી જીવને
દુ:ખ સહન કરવું પડે છે. મન, વચન, કાયાથી જે અશુભ કર્મો બંધાય છે તે પાપ છે. કષાય, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરેથી પાપ બંધાય છે જેનાથી જીવને વિવિધ પ્રકારનાં દુ:ખો ભોગવવા પડે છે. પુણ્યથી શુભ કર્મ બંધાય છે, પાપથી અશુભ કર્મ બંધાય છે. મોક્ષપ્રાપ્તિ માટે જીવે
શુભ અને અશુભ બંને પ્રકારનાં કર્મનો ક્ષય કરવાનો છે. (૫) આસ્રવ : આસવ એટલે પુણ્ય અથવા પાપરૂપ કર્મોનું આત્મામાં પ્રવેશવું.
મન, વચન અને કાયાથી શુભ અથવા અશુભ વ્યાપારકર્મના પુગલો જે
આત્મામાં પ્રવેશે છે તે આસવ કહેવાય છે. (૬) બંધ આ કર્મના પુગલોનો આત્મા સાથે સંબંધ થવો તે બંધ. આ સંબંધ
ક્ષીરનીરની જેમ ગાઢ હોય છે. (૭) સંવર : આત્મામાં પ્રવેશ કરતા કર્મ-પુદ્ગલ જેનાથી રોકાય તે સંવર. જે
નિમિત્તોથી કર્મ બંધાય છે તે નિમિત્તોને રોકવા તે સંવર કહેવાય છે. (૮) નિર્જરા પૂર્વે બંધાયેલ શુભાશુભ કર્મોનો ક્ષય કરવાની પ્રક્રિયા તે નિર્જરા.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #22
--------------------------------------------------------------------------
________________
નિર્જરા બે પ્રકારે થાય છે - (૧) બંધાયેલ કર્મો પરિપક્વ થતાં ઉદયમાં આવે છે અને કર્મક્ષય થાય છે. (૨) કર્મો ઉદયમાં આવે તે પહેલાં તપ વડે તેની નિર્જરા કરી શકાય છે.
(૯) મોક્ષ ઃ સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે તે મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી એ ફરી પાછો જન્મમરણના ચક્રમાં આવતો નથી. આ મોક્ષ કેવળ મનુષ્યગતિમાંથી જ પ્રાપ્ત કરી શકાય છે.
મોક્ષની વ્યાખ્યા :
[ર્મક્ષયો મોક્ષઃ ।।૨૦.રૂ ।। તત્ત્વાર્થસૂત્ર
અર્થ : સર્વ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે માર્ગ છે અર્થાત્ મોક્ષમાર્ગ - એનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ જૈન પારિભાષિક શબ્દ છે. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું.
જૈન દર્શન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ આત્માના મૂળ ગુણો છે. આ ગુણોનો સંપૂર્ણ વિકાસ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ રત્નત્રયની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. આ ત્રણ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ જ ‘યોગ’ છે.
સમ્યક્ દર્શન : એટલે દેવ,ગુરુ અને ધર્મમાં સાચી શ્રદ્ધા અને સાચી રુચિ. સમ્યક્ દર્શન એટલે જીવાદિ તત્ત્વોને તેના મૂળ સ્વરૂપમાં સમજવાં અને તેમાં શ્રદ્ધા રાખવી. સમ્યક્ દર્શન એટલે આત્મદર્શન.
સમ્યક્ જ્ઞાન : જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેને જાણવું એ સમ્યક્ જ્ઞાન છે. જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન સ્વપ૨પ્રકાશક છે. જ્ઞાન વડે જ આત્મા પદાર્થને જાણે છે અને જ્ઞાન વડે જ આત્મા પોતાને જાણી શકે છે. જ્ઞાન વડે આત્મા પાપકાર્યોમાંથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે. આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. સમ્યક્ દર્શન એટલે
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૫
Page #23
--------------------------------------------------------------------------
________________
જીવાદિ તત્ત્વોમાં શ્રદ્ધા રાખવી અને સમ્યક જ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનો (તત્ત્વનો) યથાર્થ બોધ થવો.
જૈન દર્શનમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે - મતિ-શ્રુત -ડવા -મન:પર્યાય -વેવાનિ જ્ઞાનમ્ ા.8ા તત્ત્વાર્થસૂત્ર
અર્થ : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન છે. (૧) મતિજ્ઞાન ઃ મન અને ઇંદ્રિયોની સહાયથી થતો બોધ. (૨) શ્રુતજ્ઞાન : શબ્દ દ્વારા અથવા સંકેત દ્વારા જે જ્ઞાન થાય છે એટલે
શાસ્ત્રાભ્યાસથી કે ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત થાય તે શ્રુતજ્ઞાન.
આ બંને જ્ઞાન ઇન્દ્રિયાધીન હોવાથી પરોક્ષ જ્ઞાન કહેવાય છે. (૩) અવધિજ્ઞાન : ઇંદ્રિય અને મનની અપેક્ષા વિના આત્મશક્તિથી અમુક
અવધિમાં રહેલાં રૂપી દ્રવ્યોનો બોધ. (૪) મન:પર્યવજ્ઞાન : અઢી દ્વિીપમાં રહેલા સંજ્ઞી પંચેંદ્રિય જીવોના મનના
પર્યાયોનો અર્થાત્ વિચારોનો બોધ. (૫) કેવળજ્ઞાન : લોકાલોકના રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોના ત્રણે કાળના સર્વ
પર્યાયોનું જ્ઞાન તે કેવળજ્ઞાન. કેવળજ્ઞાન એટલે શુદ્ધ, સર્વ આવરણ રહિત, સંપૂર્ણ જ્ઞાન.
આ ત્રણે જ્ઞાન ઇંદ્રિયાધીન નથી અને પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ જ્ઞાન છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થાય ત્યારે જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે.
સમ્યક્ ચારિત્ર : એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસત્ ક્રિયાથી નિવૃત્તિ અને સક્રિયામાં પ્રવૃત્તિ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક આત્મામાં રમણતા, સ્થિરતા કરવી તે સમ્યક્ ચારિત્ર છે. મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્ જ્ઞાનની સાથે સમ્યક્ ચારિત્રની આવશ્યકતા છે. આ બેઉના સુયોગ વિના મોક્ષપ્રાપ્તિ શક્ય નથી. જૈન ધર્મમાં સાધુઓએ સંપૂર્ણ ત્યાગરૂપી સર્વવિરતિ ચારિત્રનું અને ગૃહસ્થોએ આંશિક ત્યાગરૂપી દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું હોય છે. અર્થાત્ ચારિત્ર એટલે જ સંયમની આરાધના. સાધુઓએ આ પાંચ મહાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ પાંચ મહાવ્રત છે : (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #24
--------------------------------------------------------------------------
________________
પાંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીઓએ તેનું સંપૂર્ણ પાલન કરવાનું હોય છે જ્યારે ગૃહસ્થો માટે આ પાંચ વ્રત થોડી છૂટછાટ સાથે આચરવાનાં હોય છે. એટલા માટે તેને ‘અણુવ્રત’ કહેવામાં આવે છે.
સંપૂર્ણ કર્મક્ષય કરીને આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રક્રિયામાં આત્માનો વિકાસ કેવી રીતે થાય છે, તેની શરૂઆત ક્યારથી થાય છે અને એ આધ્યાત્મિક વિકાસ ક્યારે સંપૂર્ણ થાય છે એ દર્શાવવા જૈન દર્શનમાં જુદી જુદી ભૂમિકાઓનો ક્રમ બતાવેલો છે જે ગુણસ્થાનક તરીકે ઓળખાય છે. ગુણસ્થાનક એટલે ગુણોનું સ્થાન અર્થાત્ આત્માના ગુણો પ્રગટવાથી થયેલા આધ્યાત્મિક વિકાસની ભૂમિકા. કોઈ પણ જીવનો આધ્યાત્મિક વિકાસ ક્રમિક થાય છે. અને આ ક્રમિક ભૂમિકાઓનું ૧૪ વિભાગમાં વિભાજન કરેલું છે જે જૈન શાસ્ત્રમાં ૧૪ ગુણસ્થાન તરીકે પ્રસિદ્ધ છે. તે નીચે પ્રમાણે છે -
(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરત સમ્યક્દૃષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વક૨ણ (૯) અનિવૃત્તિબાદ૨ સં૫રાય (૧૦) સૂક્ષ્મ-સંપ૨ાય (૧૧) ઉપશાંત-મોહ (૧૨) ક્ષીણમોહ (૧૩) સંયોગીકેવલી (૧૪) અસંયોગી કેવલી
બારમાં ગુણસ્થાનકના અંતે અને ૧૩માં ગુણસ્થાનમાં ચારે ઘનઘાતી કર્મનો સર્વથા ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હ્રસ્વાક્ષ૨ પ્રમાણ બાકી રહે ત્યારે બાકી રહેલ ચાર અઘાતી કર્મો ખપાવી, દેહનો ત્યાગ કરી મોક્ષે જાય છે. આ આત્માનો અંતિમ વિકાસ છે.
જૈન દર્શનમાં કર્મોના આઠ પ્રકાર બતાવ્યા છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણીય, દર્શનાવ૨ણીય, મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મ કહેવાય છે કારણ કે એ કર્મો આત્માનો વિશેષપણે ઘાત કરે છે. વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચા૨ અઘાતી કર્મ છે. ઘાતી કર્મો અશુભ હોય છે. અઘાતી કર્મ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ : જે કર્મ જ્ઞાનનું આવરણ કરે તે.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
Page #25
--------------------------------------------------------------------------
________________
(૨) દર્શનાવરણીય કર્મ : વસ્તુનો ઇન્દ્રિયો અને મન દ્વારા સામાન્ય બોધ થવો તે દર્શન. જે કર્મ દર્શનનું આવરણ કરે તે.
(૩) વેદનીય કર્મ : જે કર્મ આત્માને સુખદુ:ખનો અનુભવ કરાવે તે. (૪) મોહનીય કર્મ : જે કર્મ જીવને મોહગ્રસ્ત બનાવી એની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરે તે.
(૫) આયુષ્ય કર્મ : જે કર્મના ઉદયથી જીવ મનુષ્ય, તિર્યંચ, નારકી અથવા દેવતાનો ભવ ધારણ કરે.
(૬) નામ કર્મ : જે કર્મથી આત્માને શ૨ી૨, રૂપ, રંગ, આકૃતિ આદિની પ્રાપ્તિ
થાય.
(૭) ગોત્ર કર્મ : જે કર્મને કારણે જીવને ઉચ્ચ અને નીચ કુળ કે ગોત્ર પ્રાપ્ત
થાય.
(૮) અંતરાય કર્મ : જે કર્મને લીધે ભોગ-ઉપભોગમાં વિઘ્ન આવે તે.
આ મુખ્ય આઠ કર્મ જૈન શાસ્ત્રોમાં બતાવેલાં છે. તપ, સંયમ, ધ્યાનથી આ કર્મોનો ક્ષય કરી મોક્ષમાર્ગ તરફ ગતિ કરાય છે. અને પોતાના સંપૂર્ણ, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકાય છે. એ જ મોક્ષ છે. અને મોક્ષપ્રાપ્તિનો જે માર્ગ જે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયરૂપ છે એ જ યોગ છે. યોગ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી ૫૨માત્મદશા પ્રાપ્ત કરી શકે છે.
८
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન દષ્ટિએ યોગ જૈન યોગ – શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત કરવાની સ્થિતિમાં જોડનાર માર્ગને યોગ કહેવામાં આવે છે. (અર્થાતુ) મોક્ષ એ સંપૂર્ણ શુદ્ધ આત્મસ્વરૂપ છે. એ મોક્ષપ્રાપ્તિ કરવાનો જે માર્ગ છે તે યોગ છે. આ મોક્ષપ્રાપ્તિનો માર્ગ જે સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ રત્નત્રયરૂપ છે એને જ જૈન યોગ કહી શકાય. આ યોગ દ્વારા જીવાત્મા એનો ક્રમશ: આધ્યાત્મિક વિકાસ સધાતા એના આત્મીય ગુણો પ્રગટતા જાય છે, ક્રમશ: એને આગળના ગુણસ્થાનક પ્રાપ્ત થતાં જાય છે, કર્મનો નાશ થતો જાય છે અને સર્વ કર્મથી રહિત એવી શુદ્ધ આત્મસ્વરૂપની સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ જૈન ધર્મની સાધનાપદ્ધતિ છે જે મોક્ષમાર્ગ તરીકે જાણીતી છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે જે જે ધર્મવ્યાપાર કરાય છે તે સર્વ જેન યોગમાં સમાવિષ્ટ થાય છે.
“યોગ'ની પરંપરાથી વંચિત વર્તમાનમાં કેટલાય લોકો એવી માન્યતા ધરાવે છે કે જૈન દર્શન અને એના સાહિત્યમાં અર્થાત્ આગમગ્રંથોમાં ‘યોગ' શબ્દ કેવળ મન, વચન અને કાયાના વ્યાપાર અર્થમાં જ પ્રયુક્ત થયેલો છે. ચિત્તનિરોધરૂપ ધ્યાન કે આત્મસમાધિરૂપ સાધનાના સંદર્ભમાં તે ક્યાંય પ્રયોજાયેલો નથી. હકીકતમાં આચાર્ય હરિભદ્રસૂરિએ યોગ શબ્દ વિકસાવ્યો છે. એમણે ઋષિ પતંજલિના અષ્ટાંગ યોગની પ્રક્રિયા સાથે જૈન મોક્ષમાર્ગની પ્રક્રિયાનો સમન્વય કરીને યોગ શબ્દ વિકસાવ્યો છે. તેના પૂર્વેથી જૈન દર્શનમાં ‘યોગ' શબ્દનો પ્રયોગ સાધનાના સંદર્ભમાં આગમગ્રંથોથી થયેલો છે.
આત્માના આધ્યાત્મિક વિકાસ માટે, મોક્ષપ્રાપ્તિ માટે દરેક ધર્મને પોતપોતાની સાધના-પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ સાંખ્યદર્શનની સાધનાપદ્ધતિ છે જે મહર્ષિ પતંજલિના યોગદર્શનમાં વર્ણવી છે. મહર્ષિ પતંજલિની યોગપદ્ધતિની તુલનામાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રને જૈન યોગ કહી શકાય. જૈન ધર્મની સાધનાપદ્ધતિમાં અષ્ટાંગ યોગનાં યમ, નિયમ, આસન, પ્રત્યાહાર અને ધ્યાન આ અંગ સ્વીકારવામાં આવ્યાં છે. પ્રાણાયામનો સ્વીકાર કર્યો છે પણ મોક્ષપ્રાપ્તિ માટે અનિવાર્ય માન્યો નથી. જૈન આગમોમાં જેમ કે
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
Page #27
--------------------------------------------------------------------------
________________
આચારાંગ ઉત્તરાધ્યયન તેમજ સૂત્રકૃતાંગ, ભગવતી અને સ્થાનાંગમાં આ સાધનાપદ્ધતિનું માર્મિક રીતે પ્રતિપાદન કરેલું છે. આગમ સાહિત્યમાં પણ એનો નિર્દેશ મળે છે. વિક્રમની પહેલી સદીમાં આચાર્ય કુંદકુંદે લખેલ ‘સમયસાર પ્રવચનસારમાં વિક્રમની બીજી-ત્રીજી સદીમાં ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં આ મુક્તિમાર્ગનું (અર્થાત્ જૈન યોગનું) પ્રતિપાદન કરેલું છે. આ સાધનાપદ્ધતિમાં, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગમાં ધ્યાનની અત્યંત મહત્ત્વની ભૂમિકા છે. જેનું વિવેચન જિનભદ્રગણિએ ધ્યાન શતકમાં, પૂજ્યપાદ દેવાનંદીએ સમાધિતંત્ર તેમજ ઇષ્ટોપદેશમાં કરેલું છે. વિક્રમની આઠમી સદીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈનયોગમાં નવા અધ્યાયની શરૂઆત કરી. તેઓએ પતંજિલની અષ્ટાંગ યોગની પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિ સાથે સમન્વય કરીને જૈન યોગને નવી દિશા પ્રદાન કરી, એમના યોગ વિષયક ચાર મહત્ત્વના ગ્રંથો છે. એમના પછી આચાર્ય શુભચંદ્ર, આચાર્ય જિનસેન, આચાર્ય હેમચંદ્ર – આ આચાર્યોએ યોગ સંબંધી ગ્રંથો લખ્યા છે. એમણે ધર્મધ્યાનને પિંડી, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર વર્ગોમાં વર્ગીકૃત કર્યું. એના પછીના સમયમાં અધ્યાત્મયોગીરાજ આનંદઘનજી થયા. એમનાં પદોમાં અને સ્તવનોમાં યોગની અભિવ્યક્તિ જોવા મળે છે. ઉપાધ્યાય યશોવિજયજીએ એમના ગ્રંથોમાં - અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ, યોગાવતાર ધાર્નિંશિકાયોગ વિશે પ્રકાશ પાડેલો છે. પાતંજલ યોગસૂત્ર પર તેમણે વિવેચન લખેલું છે તેમાં “જૈન યોગ’ સાથે તુલનાત્મક અભ્યાસ પ્રસ્તુત કરેલો છે. વર્તમાનકાળમાં આચાર્ય બુદ્ધિસાગરજી, ચિદાનંદજી, આચાર્ય તુલસીજી અને આચાર્ય મહાપ્રજ્ઞજીનો જૈન યોગસાહિત્યમાં મહત્ત્વનો ફાળો છે. બધા આચાર્યોએ પોતાના સાહિત્યમાં અલગ અલગ રીતે યોગની વ્યાખ્યા કરી છે. પણ એનું તાત્પર્ય તો એક જ છે કે જે માર્ગથી આત્મા પરમાત્મા બની શકે અર્થાત્ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે તે માર્ગ એ જયોગ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #28
--------------------------------------------------------------------------
________________
યોગ અને મોક્ષ જૈન દર્શનમાં આત્મકલ્યાણ કરવાના અનેક માર્ગો જ્ઞાની પુરુષોએ બતાવ્યા છે. તેમાંથી જ એક માર્ગ છે યોગ. આત્માના શુદ્ધ સ્વભાવમય મોક્ષનો યોગ પ્રાપ્ત કરાવે તેનું નામ જ યોગ છે. યોગ શબ્દ 'યુજ' ધાતુ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં 'યુજ' ધાતુના બે અર્થ થાય છે. એકનો અર્થ છે યોજવું; જોડવું બીજો અર્થ છે - સમાધિ – મનની સ્થિરતા. ભારતીય યોગસાહિત્યમાં ‘યોગ' શબ્દ બંને અર્થમાં પ્રયોજેલો છે. કોઈ ચિંતકોએ એનો “સમાધિ અર્થમાં પ્રયોગ કર્યો છે તો જ્ઞાનીઓએ જૈન યોગસાહિત્યમાં “સંયોજન કરવું એમ અર્થ લીધો છે. અર્થાત્ મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે એટલે તે યોગ કહેવાય છે. “મોક્ષે યોગનર્િ યો:” એમ તેની વ્યાખ્યા છે. આમ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અર્થાત્ નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આ મોક્ષરૂપ પરમતત્ત્વ અલગ અલગ નામથી ઓળખાય છે. જૈન દર્શનમાં એને સિદ્ધપદ અથવા મોક્ષપદ કહે છે. કોઈ બુદ્ધ-પદ અથવા શિવપદ કહે છે. આ શબ્દભેદ છતાં પરમાર્થથી તેના સહજાત્મસ્વરૂપમાં ભેદ પડતો નથી. આવા શુદ્ધ આત્મસ્વરૂપમાં જે રમણતા કરાવે, એની સાથે જોડાણ કરાવે તે યોગ એમ એની સર્વદર્શન સંમત, સર્વમાન્ય વ્યાખ્યા છે. આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપ છે. પરભાવ વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું એ જ મોક્ષમાર્ગ છે. જૈન દર્શનનિર્દિષ્ટ સમ્યગૂ દર્શન, સમ્યગૂ જ્ઞાન, સમ્યક ચારિત્ર આ રત્નત્રયી એ મહાયોગ છે - એની સાધના કરીને અનંત જીવાત્માઓએ મોક્ષપ્રાપ્તિ કરી છે.
જૈન દર્શનમાં “યોગ” શબ્દ વિવિધ રીતે પ્રયોજેલો છે. જેમ અહીં આત્મસમાધિરૂપ સાધનાના અર્થમાં છે તેવી જ રીતે મન, વચન અને કાયાના વ્યાપારના અર્થમાં પણ છે. તત્ત્વર્થસૂત્રમાં ઉમાસ્વાતિજીએ યોગનું સ્વરૂપ જણાવતાં કહ્યું છે કે
hય - વી - મન: યોT: T૬.શા.
અર્થ : કાયા, વચન અને મનની ક્રિયાએ યોગ છે. અર્થાત્યોગ એટલે મન-વચનકાયાની શુભાશુભ પ્રવૃત્તિ.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૧.
Page #29
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન પ્રમાણે જીવાત્મા આ સંસારમાં કર્મના બંધનના કારણે જન્મમરણના ચક્રમાં ફરતો હોય છે. આ કર્મનો જ્યારે સંપૂર્ણ ક્ષય થાય અર્થાત્ જીવનો જ્યારે કર્મથી સંપૂર્ણપણે વિયોગ થાય ત્યારે આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા બને છે. આમ જૈન દર્શન પ્રમાણે ‘અયોગ’ તેના યોગનું લક્ષ્ય છે. અયોગ એટલે મન, વચન અને કાયાના યોગથી રહિત એવી સિદ્ધાવસ્થા. અન્ય દર્શનમાં પરમાત્માનો યોગ કરવાની વાત છે ત્યારે જૈન ધર્મમાં દરેક જીવાત્મા પોતાના પુરુષાર્થથી ૫૨માત્મા બની શકે છે જે અયોગથી સિદ્ધ થઈ શકે છે. અર્થાત્ જીવનું અંતિમ લક્ષ્ય યોગથી અયોગ સાધી અર્થાત્ કર્મરહિત થઈ પરમાત્મા બનવાનું હોય છે. યોગ એટલે આત્મા સાથેના સંબંધની સ્થાપના. આત્માની સાથે સંબંધ નિષ્પન્ન થાય છે ત્યારે અયોગ નિષ્પન્ન થાય છે. અયોગ એટલે મન – વચન - કાયાની સ્થિરતા. અયોગની દિશામાં જવા માટે યોગ એ માધ્યમ છે. આધ્યાત્મિક સાધનામાં યોગસાધનાનું મહત્ત્વનું સ્થાન છે. આત્માના પોતાના સ્વરૂપમાં, સ્વસ્વરૂપમાં સ્થિર થવાની પ્રક્રિયાને અથવા સાધનાને યોગસાધના કહેવાય છે.
યોગની વ્યાખ્યા ઃ
જ્ઞાની પુરુષોએ યોગની અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. (૧) મુનિ પતંજલિએ ‘યોગદર્શન’માં યોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધઃ ।।.૨।।
અર્થ : ચિત્તવૃત્તિનો નિરોધ કરવો તે યોગ.
ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું થઈ જાય ત્યારે પરમાત્મસ્વરૂપનીઐ સમાપત્તિ થાય. સમાપત્તિ એટલે ધ્યાન દ્વારા સ્પર્શન. સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપતા. ધ્યાતા-ધ્યાનનો અધિકારી યોગ્ય સાધક અંતરાત્મા છે. ધ્યેય પ૨માત્મા છે, ધ્યાન જ્ઞાનની એકાગ્રતારૂપ છે. સમાપત્તિ એ ત્રણેની એકતારૂપ છે. સતત ૫૨માત્માના ધ્યાન વડે ચિત્તવૃત્તિઓનો વિલય થવાથી પરમાત્મા સાથે અભેદ-એકતાનો અનુભવ થાય તેને સમાપત્તિ કહે છે. ચિત્ત જ્યારે ક્ષીણ વૃત્તિવાળું સ્ફટિક જેવું પારદર્શક થઈ જાય ત્યારે અન્ય વૃત્તિ પ્રત્યે દોડતું નથી. અને સ્થિર થઈ એકાગ્રપણું પ્રાપ્ત કરે ત્યારે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૨
Page #30
--------------------------------------------------------------------------
________________
જ સમાપત્તિ થાય. બહિરાત્મભાવ ત્યજી દઈ, અંતરાત્મભાવ પામી સ્થિર
ભાવથી આત્મા તે જ પરમાત્મા એવું ચિંતન કરે. (૨) શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં યોગની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી છે -
“સર્વ યોગા ૩' અર્થ : સમત્વ એ જ યોગ કહેવાય. જે પણ કંઈ કર્મ કરાય છે એ પૂર્ણ થાય કે ન થાય અને એ કર્મના ફળ વખતે સમભાવમાં રહેવું એ જ સમત્વ છે. અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિ વચ્ચે મનની તટસ્થતા તે સમત્વ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું છે –
योगस्थः कुरु कर्माणि संङ्ग त्यक्त्वा धनंजय । सिध्दथसिध्दयोः समो भूत्वा समत्वं योग ऊच्यते ।।२.४८।।
અર્થ : “હે ધનંજય (અર્જુન), આસક્તિ (એટલે કે રાગ, કામના, ફળની ઇચ્છા) ત્યજીને સફળતા અને અસફળતામાં સમબુદ્ધિ થઈ યોગમાં સ્થિત થઈ તું કર્મ કર. કારણ કે સમત્વ એ જ યોગ છે.” આ જ અધ્યાયમાં આગળ શ્રીકૃષ્ણ યોગની વ્યાખ્યા કરતાં કહે છે -
बुध्दियुक्तो जहातीह ऊभे सुकृतदुष्कृते ।
तस्माद्योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् ।।५०।। અર્થ : સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે - તેમનાથી મુક્ત થાય છે. માટે તું સમસ્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમસ્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. (૩) જૈન દર્શનમાં ત્રિવિધ યોગ કહ્યો છે. શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાને ત્રિવિધ
યોગ કહે છે. કારણ શુદ્ધ શ્રદ્ધા (સમ્યગ્દર્શન), શુદ્ધ જ્ઞાન (સમ્યક જ્ઞાન) અને શુદ્ધ ચારિત્ર (સમ્યક ચારિત્ર)ની સાધના વડે જ આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ત્રિવિધ યોગ જ જૈન દર્શનમાં રત્નત્રયી તરીકે પ્રસિદ્ધ છે. આ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ જ યોગ છે. આચાર્ય ઉમાસ્વાતિ એ આ
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૩
Page #31
--------------------------------------------------------------------------
________________
જ વાત કરી છે – સીન જ્ઞાન ચારિત્રા િમોક્ષમi T.શા તત્ત્વાર્થસૂત્ર
અર્થ : સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર એ ત્રણેની અભેદ એકતા એ જ મોક્ષમાર્ગ છે.
આ જ વાત દિગંબરાચાર્ય કુંદકુંદદેવે ‘સમયસાર'માં કહી છે કે સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂ૫ અર્થાત્ શુદ્ધ રત્નત્રયરૂપ એક જ મોક્ષમાર્ગ છે જે જિનેશ્વર ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે.
जीवादीसदीसद्दहणं सम्मत्तं ते सिमधिगमो णाणं । રાતિપરિહરા વરઘાં પુણો ટુ મોભવપક્ષો પાઉ૫લા સમયસાર
અર્થ : “જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યકત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે. અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષનો માર્ગ છે.
આચાર્ય કુંદકુંદદેવ એમના બીજા ગ્રંથ નિયમસાર'માં કહે છે – આત્માને આત્મામાં જોડવો તે યોગ છે.
विवरीयाभिणिवेसं परिक्ता जोण्हकहियतच्चेसु । નો સુંગદ્ધિ અપાઈ નિમાવો તો દવે ગોગો રૂપા નિયમસાર
અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે તેનો નિજ ભાવ તે યોગ છે.
“જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદર છોડી સાચા દેવ, ગુરુ તથા જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વો પર શ્રદ્ધા કરી છે, નવ તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિ:શંકપણે શ્રદ્ધા કરી છે, તે નવ તત્ત્વોને યથાર્થપણે જાણી, નિર્વિકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ આત્મામાં આત્માને જોડે છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે, અર્થાત્ સમ્યક્ દર્શનજ્ઞાન-ચારિત્ર છે.” (૪) મુક્ષ ગોયUTIો, ગોળો સવ્યો વિ થવીવીપ / ૨ાા
યોગવિંશિકા
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #32
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્રસૂરિએ તેમના યોગવિશિકા' નામના ગ્રંથમાં મોક્ષ સાથે યોજન કરવાથી અર્થાત્ મોક્ષસાધનામાં કારણભૂત જે આત્માનો શુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ છે એમ યોગની વ્યાખ્યા કરી છે.
ધર્મ એટલે વસ્તુસ્વભાવ. આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આવા પરિશુદ્ધ, સર્વથા શુદ્ધ આત્મસ્વભાવરૂપ ધર્મનું આચરણ તે યોગ. આત્મા પોતાના શુદ્ધ દર્શન જ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જ વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને તે જ યોગ છે.
જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોઈ એ એનો ધર્મ છે તેમ કષાય-અભાવરૂપ નિર્મલતા એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ આત્માનો ધર્મ છે. અર્થાત્ નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે. પણ કર્મરૂપ બાહ્ય ઉપાધિના લીધે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ-પરિણામ ઉત્પન્ન થવાથી આત્માની નિર્મળતા અવરોધાય છે. આ રાગાદિ વિભાવ ઉપાધિ-દૂર થતા આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રકાશ છે. જેટલા અંશે આ વિભાવ-પરિણામરૂપ આવરણ દૂર થાય તેટલા અંશે આત્મધર્મની સિદ્ધિ થાય. આ આત્મધર્મની સિદ્ધિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષ-પ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર વધતી જઈ અંતે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટે છે. આમ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરનાર સર્વપરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ છે.
આચાર્ય હરિભદ્રસૂરિએ એમના બીજા ગ્રંથ “યોગબિંદુમાં પંચવિધ યોગ કહ્યો છે.
अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષેપ યોગાનાદાપૂ શ્રેષ્ઠો યથોત્તરમ્ ારૂા. યોગબિંદુ
અર્થ : જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)નાં પાંચ અંગો છે. તે સકલ ક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે. તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગ શ્રેષ્ઠ છે.
(૫) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ “યોગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા કરતાં કહ્યું છે –
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૫
Page #33
--------------------------------------------------------------------------
________________
चतुर्वर्गेऽग्रणिमोक्षो, योगस्तस्य च कारणम् જ્ઞાનશ્રદ્ધાને ચારિત્ર રુપે રત્નત્રયં ચ : ૨.૫Tી યોગશાસ્ત્ર
અર્થ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચાર વર્ગોમાં મોક્ષ તે જ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. તે યોગ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પ્રકારના પુરુષાર્થ આપ્ત પુરુષોએ કહ્યા છે. ચાર પુરુષાર્થમાં સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, પ્રધાન પુરુષાર્થ મોક્ષ છે. કારણ કે મોક્ષ પુરુષાર્થથી સંસારી આત્મા મુક્તિ પ્રાપ્ત કરે છે. અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. મોક્ષનું અનન્ય સાધન યોગ છે. આ યોગ રત્નત્રયી સ્વરૂપ છે. સમ્યમ્ દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્ર એ રત્નત્રય છે. તત્ત્વરુચિરૂપ સમ્યમ્ દર્શન, તત્ત્વાવબોધરૂપ સમ્યગૂ જ્ઞાન અને તત્ત્વપરિણતિરૂપ સમ્ય ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.
સંદર્ભસૂચિ 1. જૈન યોગ - યુવાચાર્ય મહાપ્રજ્ઞ 2. સંગ્રહણીરત્ન (બૃહત્ સંગ્રહણી)માં પૃષ્ઠ ૬૭૦ પર યોગનો અર્થ જુદા
જુદા ગ્રંથો પ્રમાણે આપ્યો છે. (૧) યોગ એટલે વ્યાપાર-કર્મ-ક્રિયા (૨) યોગ એટલે અપ્રાપ્ત ઇષ્ટ વસ્તુનો લાભ (ભ. ગીતા, અધ્યાય ૨ શ્લોક ૪૫ યોગક્ષેમ) (૩) યોગ એટલે કર્મની અંદર કૌશલ (ભ.ગીતા, અધ્યાય, ૨ શ્લોક ૫૦) (૪) યોગ એટલે મન, વચન, કાય યોગ્ય પ્રવર્તક દ્રવ્યો (૫) યોગ એટલે મન, વચન, કાયાનું પરિસ્પંદન કરાવનાર (૬) યોગ એટલે વીર્ય, ઉત્સાહ, સામર્થ્ય પરાક્રમાદિ (૭) યોગ એટલે આત્માનો અધ્યાયવિશેષ (૮) યોગ એટલે મોક્ષની સાથે સંબંધ બંધાવી આપનારા (૯) યોગ એટલે ચિત્તવૃત્તિનિરોધ (યોગસૂત્ર ) (૧૦) યોગ એટલે માનસિક સ્થિરતા (૧૧) યોગ એટલે મોક્ષપ્રાપ્યક વ્યાપાર
(યોગવિંશિકા ૧લો શ્લોક) 3 સમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપતા. ધ્યાતા - ધ્યાનનો
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #34
--------------------------------------------------------------------------
________________
અધિકારી યોગ્ય સાધક અંતરાત્મા છે. ધ્યેય - પરમાત્મા છે, ધ્યાન - જ્ઞાનની એકાગ્રતારૂપ છે. સમાપત્તિ એ ત્રણેની એકતારૂપ છે. સતત પરમાત્માના ધ્યાન વડે ચિત્તવૃત્તિઓનો વિલય થવાથી પરમાત્મા સાથે અભેદ-એકતાનો અનુભવ થાય તેને સમાપત્તિ કહે છે.
પૃ. ૭ યોગસાર વિવેચનકાર : આચાર્ય વિજયકલાપૂર્ણસૂરિ 4. પૃ. ૭, ‘સમયસાર'; - અનુવાદક શ્રી હિંમતલાલ શાહ 5. ઉપાધ્યાય યશોવિજયજી યોગનું આ જ લક્ષણ બતાવતાં કહે છે –
मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारताडस्य ।।१।।
દ્વાન્નિશદ્ – દ્રાવિંશિકા - ૧૦ બત્રીસી અર્થ : મોક્ષની સાથે યોગ અર્થાત્ સંબંધ કરાવવાના કારણે જ યોગનું નિરૂપણ થાય છે. એટલે યોગનું લક્ષણ થાય છે - મોક્ષની મુખ્ય હેતુભૂત એવી પ્રવૃત્તિ.
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૧૭
Page #35
--------------------------------------------------------------------------
________________
જેન યોગ એતિહાસિક વિહંગાવલોકન
ભારતમાં જે મુખ્ય ધર્મપરંપરાઓ - વેદિક, જૈન, બૌદ્ધ પરંપરા ચાલી આવે છે તે બધાનો સમાનરૂપથી એક નિશ્ચિત સિદ્ધાંત છે કે માનવજીવનનું અંતિમ સાધ્ય, મનુષ્યજીવનની અંતિમ સફલતા છે એના આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અને તેનાથી પ્રાપ્ત થતી મુક્તિ. બધાં ભારતીય દર્શનોનો અંતિમ ઉદ્દેશ મુક્તિની પ્રાપ્તિનો છે. આ મુક્તિ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ એ જ યોગ છે. જે સાધનાથી આત્મ-શક્તિનો વિકાસ થાય. આત્મા સંપૂર્ણપણે “સ્વ” સ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય આત્મા
સ્વ” સ્વરૂપ પ્રાપ્ત કરે અર્થાત્ “સ્વ” સ્વરૂપમાં સ્થિર થાય એ યોગસાધના છે. બધાં દર્શનોમાં કોઈને કોઈ રૂપમાં યોગનો ઉલ્લેખ મળી આવે છે. જૈન શાસ્ત્રોમાં યોગ શબ્દ પ્રાચીન કાળથી જ જોવા મળે છે. જીવનાં મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગની સાધના પણ યોગસાધના તરીકે ઓળખાય છે. જૈન દર્શન અને આગમ સાહિત્યમાં આત્માને અનંત શક્તિસંપન્ન કહ્યો છે. આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય (શક્તિ) છે. યોગસાધનાથી એ પ્રાપ્ત કરી શકે છે. આત્મા પોતે જ
Page #36
--------------------------------------------------------------------------
________________
પોતાનો વિકાસ કરીને પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરી શકે છે. જૈન આગમોમાં યોગના અર્થમાં અધિકતર ‘ધ્યાન’ શબ્દ પ્રયુક્ત થયેલો છે. જૈન દર્શનોમાં યોગ શબ્દ સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયેલો છે. આપણે એતિહાસિક દૃષ્ટિથી વિચારીએ તો જૈન પરંપરામાં યોગ અથવા યોગસાધનાને ચાર વિભાગમાં વિભક્ત કરી શકાય : ૧. આગમ અને આગમ સાહિત્યમાં યોગ ૨. આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી (વિક્રમની આઠમી શતાબ્દી
સુધી) ૩. આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી (વિક્રમની અઢારમી
શતાબ્દી સુધી) ૪. ઉપાધ્યાય યશોવિજયજીથી અત્યાર સુધી (અઢારમી શતાબ્દી પછી) (૧) આગમ અને આગમ સાહિત્યમાં યોગ :
આ અવસર્પિણી કાળમાં જૈન ધર્મના આદ્ય પ્રણેતા ભ. ઋષભદેવ છે જે સ્વયં મહાયોગી હતા. એટલે જેન યોગના પ્રણેતા તરીકે પણ એમને જ સ્થાપી શકાય. આચાર્ય માનતુંગના રચેલા ભક્તામર સ્તોત્ર'માં (ભ.ઋષભદેવની સ્તુતિ) ઋષભદેવ ભગવાનને “યોગીશ્વર તરીકે વર્ણવેલા છે. त्वामव्ययं विभुमचिन्त्य मसंख्य माद्यं । ब्रह्माण मीश्वरमनन्तमनंगकेतुम् । योगीश्वरं विदित योगमनेकमेकं । ज्ञान - स्वरुपममलं प्रवदन्ति सन्तः ।।२४।।
અર્થ : હે ભગવાન ! સંતપુરુષો તમને જુદા જુદા નામથી સંબોધે છે, જેવાં કે – અવ્યય, વિભુ, અચિંત્ય,અસંખ્ય, આદિપુરુષ, બ્રહ્મા, ઈશ્વર, અનંત, કામદેવવિજેતા, યોગીશ્વર, યોગવિશારદ, અનેક, એક, જ્ઞાનમય, નિર્મળ વગેરે.
૨૪મા અને અંતિમ તીર્થકર ભગવાન મહાવીરનો સંસારત્યાગ પછી કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીનો જે સાડા બાર વરસનો સાધનાકાળ હતો. એ
જૈન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
Page #37
--------------------------------------------------------------------------
________________
સાધનાકાળમાં અધિકાંશ સમય એ યોગસાધના અર્થાત્ ધ્યાનમાં જ હતા. એમના સેંકડો શિષ્યો કેવળજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની તેમજ પૂર્વધર મુનિ પણ હતા. ધ્યાનની વિશિષ્ટ સાધનાથી જ આ પ્રાપ્તિ થઈ હતી. ભ. મહાવીરના મુખેથી વર્ણવેલા અને ગણધરો દ્વારા રચાયેલા આગમોમાં યોગ અને ધ્યાન વિશે વર્ણન મળી આવે છે. આગમોમાં આચારાંગનું સ્થાન સૌથી પ્રથમ છે. એમાં ભ. મહાવીરની સાધનાપદ્ધતિનું વર્ણન છે.
एतेहिं मुणी सयणेहिं, समणे आसि पतेरस वासे ।
રારૂં વિનંપિ નયમાણે, અપ્પમત્તે સમાહિ‚ જ્ઞાફ ।।૬/૨/૪।। આચારાંગ અર્થ : ભગવાન મહાવીર રાતદિવસ એકાગ્ર અને અપ્રમત્ત ભાવથી સમાધિપૂર્વક ધ્યાન કરતા હતા.
તે મયં પવેસિયા જ્ઞાફ ।।o//।। આચારાંગ
અર્થ : તેઓ સ્વયં પોતાના આત્માને વૈરાગ્ય ભાવમાં પ્રવેશ કરાવીને ધર્મધ્યાન, શુક્લધ્યાન ધ્યાવતા હતા.
अइअच्च सव्वतो संग ण महं अस्थिति इति एगोमंसि ||६ / ३८।। આચારાંગ
અર્થ : બધા પ્રકારના સંગનો ત્યાગ કરી મારું કોઈ નથી, હું એકલો છું, એવી ભાવના કરે. આવી રીતે આચારાંગમાં આપણને ધ્યાનયોગ, ભાવનાયોગનું વિવરણ મળે છે. બીજા આગમ સુત્રકૃતાંગ, ભગવતી અને સ્થાનાંગમાં પણ પ્રકીર્ણ રૂપથી ભાવના, આસન, ધ્યાન આદિનો નિર્દેશ મળે છે. સૂત્રકૃતાંગમાં સમાધિયોગ, ધ્યાનયોગ, અધ્યાત્મયોગ, ભાવનાયોગ જેવા શબ્દો પ્રયુક્ત થયા છે.
भावणाजोग सुध्दप्पा, जले णावा व अहिया ।
ખાવા ય તીર સમ્પન્ના, મહુવા તિવૃત્તિ ।।//।। સૂત્રકૃતાંગ અર્થ : જેનો આત્મા ભાવનાયોગથી શુદ્ધ છે તે પાણીમાં નાવ સમાન કહેવાયો છે. તે કિનારે પહોંચેલી નૌકાની જેમ બધાં દુ :ખોથી મુક્ત થઈ જાય છે.
अण्णे હજુ જામમોના સોમસિ ।।૨/ર/રૂ૪।। સૂત્રકૃતાંગ અર્થ : કામભોગ મારાથી ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું. પદાર્થ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૦
Page #38
--------------------------------------------------------------------------
________________
મારાથી ભિન્ન છે અને હું એનાથી ભિન્ન છું.
ચાર આગમ ગ્રંથોમાં “આવશ્યક-સૂત્ર’નું મુખ્ય સ્થાન છે. આ આવશ્યક સૂત્રના રચયિતા ગણધર ભગવંત છે. આવશ્યક સૂત્રોમાંનું એક સૂત્ર - ‘શ્રમણ સૂત્ર છે. તે સૂત્રની એક પંક્તિ છે – “વત્તિનાપુ નો સંપાદિ. આ ૩૨. પ્રકારના યોગ-સંગ્રહોના નિર્દેશમાં “ફUિT -સંવરનો ઈ ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે.
ધ્યાન - સમાધિરૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. આ સૂત્ર પરની નિર્યુક્તિની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કરેલી છે. તેમાં ધ્યાન અને સમાધિના સંદર્ભમાં ‘યોગ શબ્દનો પ્રયોગ કરેલો છે -
निव्वाण साहए जोगे, जम्हा साहेति साहुणो । सम्मा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।१०१०।।
અર્થ : જેઓ નિર્વાણ-મોક્ષ, સાધક, સમ્યક્ દર્શન - જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવમાત્ર પ્રત્યે સમાનભાવ - આત્મતુલ્ય ભાવ ધારણ કરે છે, તે ભાવ સાધુ કહેવાય છે.
सुयनाणंमि वि जीवो, वर्सेतो सो न पाउणइ मोक्खं ।। जो तव संयममइए जोए न चएइ वोढं जे ।।९०।।
અર્થ : જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપસંયમરૂપ યોગસાધના કરે તો જ તે પોતાના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે.
અન્ય સૂત્રપાઠો - बाहिरजोगविरहिओ, आभिंतरझाण - जोगमलीणो । जह तम्मि देस-काले, अमूढसन्नो चयइ देहं ।।५५।।
અર્થ : બાહ્ય યોગ વ્યાપારથી રહિત અને અત્યંતર ધ્યાન -યોગમાં લીન બનેલો મુનિ તથા પ્રકારના દેશ અને કાળમાં આત્મ-જાગૃતિપૂર્વક પોતાના દેહનો ત્યાગ કરે છે.
જેન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
Page #39
--------------------------------------------------------------------------
________________
सज्झायसंजमतवे वेआवच्चे अ झाणजोगे अ। जो रमइ नो रमइ असंजमम्मि सो वच्चई सिद्धिं ।।३६६।।
દશવૈકાલિક સૂત્રનિર્યુક્તિ અર્થ : સ્વાધ્યાય, સંયમ, તપ, વૈયાવૃત્ય અને ધ્યાન-યોગમાં જે રમે છે અને અસંયમમાં જે રમતો નથી તે સિદ્ધિને વરે છે.
આવી રીતે જૈન આગમ અને આગમ-સાહિત્ય (ચૂર્ણિ, નિર્યુક્તિ)માંથી ‘યોગ” શબ્દ અલગ અલગ રૂપમાં જેમકે ધ્યાન યોગ, ભાવના યોગ, તપસંયમમય યોગ તરીકે વર્ણવેલો છે.
(૨) જેન યોગનો દ્વિતીય યુગ : આચાર્ય કુંદકુંદદેવથી આચાર્ય હરિભદ્રસૂરિ સુધી
વિક્રમની પ્રથમ શતાબ્દીથી આજ પર્યત જૈન યોગ સંબંધી ઘણું સાહિત્ય રચાયેલું છે. પ્રથમ શતાબ્દીમાં આચાર્ય કુંદકુંદદેવે સમયસાર, નિયમસાર, મોક્ષપાહુડ આદિ ગ્રંથોમાં યોગ સંબંધી વિવેચન કર્યું છે. ધ્યાન સાધનાની આવશ્યકતાને જરૂરી ગણી છે. ધ્યાન દ્વારા સાધક બહિરાત્મભાવનો ત્યાગ કરી અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પરમાત્મભાવ પ્રાપ્ત કરી સ્વયં પરમાત્મા બને છે. તેમણે યથાર્થ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના મુખ્યતાથી વર્ણવ્યો છે. યોગ અને યોગભક્તિ સંબંધી વ્યવસ્થિત પ્રતિપાદન કરેલું છે. એના પછી વિક્રમની ત્રીજી શતાબ્દિમાં ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રની રચના કરી. એમાં મોક્ષમાર્ગનું સવિસ્તરપ્રતિપાદન સાત/નવ તત્ત્વોના માધ્યમથી કર્યું છે. મોક્ષમાર્ગને પરિભાષિત કરતાં કહ્યું છે કે સીન જ્ઞાન ચારિત્રાUિT મોક્ષમા ા૨ા તત્ત્વાર્થસૂત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે.” એવી જ રીતે ધ્યાનની પરિભાષા આપી કે ૩ત્તમસંહનચૈજાગ્રચિન્તાનિરોધો થ્થાનમૂા.ર૭ના તત્ત્વાર્થસૂત્ર એકાગ્ર ચિંતાનિરોધ એ ધ્યાન છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન મોક્ષનાં કારણ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #40
--------------------------------------------------------------------------
________________
છે. વિક્રમની ચોથી-પાંચમી શતાબ્દીમાં પૂજ્યપાદ દેવાનંદિએ ધ્યાનને લગતા બે ગ્રંથો - સમાધિતંત્ર અને ઇષ્ટોપદેશ લખ્યા. આચાર્ય કુંદકુંદની જેમ પૂજ્યપાદે પણ આત્માની ત્રણ અવસ્થાઓ – બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનું નિરૂપણ કરેલું છે. આ ગ્રંથમાં કેવળ આત્મામાં લીન થવું અને આત્મામાં આત્મબુદ્ધિ રાખવી એને જ દુ:ખમુક્તિનો ઉપાય કહ્યો છે. પૂજ્યપાદના બીજા ગ્રંથ ઇષ્ટોપદેશમાં ઇષ્ટ અર્થાત્ મોક્ષનું પ્રતિપાદન કરેલું છે. મનની એકાગ્રતાથી ઇંદ્રિયોનું નિયમન કરી આત્મા દ્વારા આત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે. છઠ્ઠી શતાબ્દીમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે “ધ્યાનશતક' ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં યોગસાધના અને ધ્યાનસાધનાની મૌલિક પદ્ધતિઓ છે. ધ્યાનના મહત્ત્વનું નિરૂપણ કરેલું છે કે ધ્યાનથી કર્મોનો નાશ થાય છે. છદ્મસ્થ અને કેવળી બેઉને ધ્યાનમાં રાખી જિનભદ્રગણિએ ધ્યાનની સ્પષ્ટ પરિભાષા આપી છે. એક વસ્તુ પર ચિત્તને એકાગ્ર કરવું અને યોગનિરોધ એ ધ્યાન છે.
(૩) જૈન યોગનો તૃતીય યુગ : આચાર્ય હરિભદ્રસૂરિથી ઉપાધ્યાય યશોવિજયજી સુધી | વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય હરિભદ્રસૂરિએ જૈન યોગસાહિત્યમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. એમણે જૈન દર્શનમાં પ્રતિપાદિત આત્માના વિકાસક્રમનું વર્ણન યોગરૂપથી કર્યું. એમણે પાતંજલ યોગપદ્ધતિ અને પરિભાષાઓ સાથે જૈનપદ્ધતિઓનો સમન્વય કરી જૈન યોગને નવી દિશા આપી. આ સમન્વયમાં એમણે જૈન ધર્મમાં પ્રતિપાદિત ચોદ ગુણસ્થાનોને પાતંજલિ યોગપદ્ધતિઓ સાથે તુલનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત કર્યા. એમના યોગવિષયક ચાર ગ્રંથ છે – યોગબિંદુ, યોગદૃષ્ટિસમુચય, યોગશતક અને યોગવિશિકા. પાતંજલ યોગદર્શનમાં અષ્ટાંગ યોગ બતાવેલો છે. હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચયમાં આઠ દૃષ્ટિઓનું નિરૂપણ કર્યું છે અને અષ્ટાંગ યોગ સાથે એનો સમન્વય કર્યો છે. પાતંજલિના યોગદર્શનમાં સમાધિના બે પ્રકાર દર્શાવેલા છે - સમ્રજ્ઞાત સમાધિ અને અસમ્પ્રજ્ઞાત સમાધિ. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગના પાંચ પ્રકાર બતાવ્યા છે – અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય. પ્રથમ ચાર પ્રકારની તુલના સમ્પ્રજ્ઞાત સમાધિ સાથે અને અંતિમ પ્રકારની તુલના અસગ્મજ્ઞાત સમાધિ સાથે કરી છે. આવી રીતે
જેન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
૨૩
Page #41
--------------------------------------------------------------------------
________________
એમણે બેઉ યોગપરંપરામાં સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો.
એના પછી વિક્રમની અગિયારમી અને બારમી શતાબ્દીમાં આચાર્યોએ યોગસાહિત્યની રચના કરી; જેમ કે અગિયારમી શતાબ્દીમાં આચાર્ય રામસેને ‘તત્ત્વાનુશાસન” અને સોમદેવસૂરિએ યોગસાર’ ગ્રંથ લખ્યો. બેઉ ગ્રંથમાં યોગ વિશે વર્ણન છે. એ જ શતાબ્દીમાં આચાર્ય શુભચંદ્ર જ્ઞાનાર્ણવ અને બારમી શતાબ્દીમાં હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી. આ શતાબ્દીઓમાં જૈન યોગ અષ્ટાંગયોગ, હઠયોગ અને તંત્રશાસ્ત્રથી પ્રભાવિત થયેલો જોવા મળે છે. આગમિક યુગમાં ધર્મધ્યાન હતું. ‘જ્ઞાનાર્ણવ’ અને ‘યોગશાસ્ત્રમાં ધર્મધ્યાનનું પરંપરાગત સ્વરૂપ પ્રસ્તુત કરી એના પિંડસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત આ ચાર ભેદ અને એના સ્વરૂપનું વિસ્તારથી વિવેચન કરેલું છે. પિંડ ધ્યાનમાં પાર્થિવી, વારુણી, તેજસી, વાયવી અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓનું નિરૂપણ કરેલું છે. મોક્ષપ્રાપ્તિ માટે યોગસાધનાનું ક્રમવાર સંપૂર્ણપણે વર્ણન કરેલું છે.
તેરમી શતાબ્દીમાં પંડિત આશાધરજીએ ‘અધ્યાત્મરહસ્ય' ગ્રંથની રચના કરી. અને પંદરમી સદીમાં આચાર્ય સુન્દરસૂરિએ ‘અધ્યાત્મકલ્પદ્રુમ' ગ્રંથની રચના કરી. તેમાં અધ્યાત્મના ચાર નિક્ષેપ-નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ સમજાવ્યા છે. અધ્યાત્મ સાથે સંબંધ રાખવાવાળા ઘણા વિષયોની છણાવટ આ ગ્રંથમાં કરેલી છે.
અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય વિનયવિજયજીએ ‘શાંત સુધારસ” આ બાર અને ચાર અણુપ્રેક્ષાઓને વર્ણવતા ગ્રંથની રચના કરી. (અનુપ્રેક્ષા એ જ ભાવના) યોગમાં ભાવનાયોગનું મહત્ત્વનું સ્થાન છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં બાર અનુપ્રેક્ષાઓ બતાવી છે. આચાર્ય કુંદકુંદદેવે પણ ‘બારસ સUવેક્ષa' ગ્રંથ રચેલો છે. આ જ શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીએ પોતાની અનેક રચનાઓ દ્વારા જૈન યોગસાહિત્યને સમૃદ્ધ કર્યું. એમણે લખેલ - ‘અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મોપનિષદ’, ‘જ્ઞાનસાર’, ‘દ્વાન્નિશદ-દ્વાáિશિકા”, ‘હરિભદ્ર યોગવિંશિકા’ અને ‘ષોડશક ઉપરવૃત્તિ,’ ‘પાતંજલ યોગસૂત્ર પર વૃત્તિ તેમજ હરિભદ્રસૂરિના ‘યોગદષ્ટિસમુચ્ચ” પર ગુજરાતીમાં આઠ દૃષ્ટિની સઝાય આટલું વિશાળ યોગસાહિત્ય ઉપલબ્ધ છે. ‘પાતંજલ યોગસૂત્રવૃત્તિમાં યોગસૂત્રના અમુક સૂત્રોની જૈન દૃષ્ટિએ સમીક્ષા કરીને જૈન મંતવ્ય સાથે સમન્વય
ર૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #42
--------------------------------------------------------------------------
________________
સાધવાનો પ્રયાસ કર્યો છે. પાતંજલ યોગ અને જૈન યોગના તુલનાત્મક અધ્યયન માટે આ વૃત્તિ માર્ગદર્શક છે.
(૪) જૈન યોગનો ચતુર્થ યુગ : ઉપાધ્યાય યશોવિજયજીથી આજ સુધી (અઢારમી શતાબ્દી પછી)
અઢારમી શતાબ્દીમાં ઉપાધ્યાય યશોવિજયજીના સમકાલીન અધ્યાત્મયોગી કવિ આનંદઘનજી મહારાજે ૨૨/૨૪ તીર્થંકરનાં સ્તવનો અને ૧૦૮ પદોની રચના કરી. આ સ્તવનો અને પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં છે. અધ્યાત્મનો સાર તેમાં ભરેલો છે. આમાંથી ઘણાં પદોમાં જેવાં કે “મહારો બાલુડો સંન્યાસી, આતમ અનુભવ રીત વરીરી; સમકિત દોરી શીલ લંગોટી, અવધુ રામ રામ જગ ગાવે...' આદિ પદોમાં એમણે યોગસાધનાનો માર્ગ બતાવ્યો છે. વીસમી શતાબ્દીમાં યોગી મુનિરાજ કપૂરવિજયજી ઉર્ફે ચિદાનંદજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય બુદ્ધિસાગરસૂરિ થઈ ગયા. એમણે લખેલ સાહિત્યમાં આપણને યોગ જોવા મળે છે. ચિદાનંદજીએ લખેલ ‘ચિદાનંદ બહતરીનાં કેટલાક પદોમાં જ્ઞાન, ધ્યાન અને યોગના વિષયને વણી લીધો છે. ચિદાનંદજી અધ્યાત્મયોગી કવિ હતા. તેઓ અધ્યાત્મશાસ્ત્રના જ્ઞાતા અને યોગશાસ્ત્રમાં પારંગત અને ઉત્તમ સાધક હતા. બહોંતરીનાં અમુક પદોમાં યોગના અને ધ્યાનના વિષયનું નિરૂપણ કરીને આત્મસ્વરૂપની અનુભૂતિ વર્ણવી છે. આજ સદીમાં થયેલ શ્રીમદ્ રાજચંદ્રનું બધું જ સાહિત્ય આત્મલક્ષી છે. એમના “વચનામૃત'માં ‘યોગ” અને “ધ્યાન વિશે ઘણું વિવરણ મળી આવે છે. એમની બીજી કૃતિઓ જેવી કે “આત્મસિદ્ધિ', અપૂર્વ અવસર’ એમાં તેમણે યોગને ગૂંથી લીધો છે. ‘ભાવનાબોધ'માં બાર ભાવનાઓનું વર્ણન છે. જ્યારે એમના કાવ્ય “મૂળ મારગમાં સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી મોક્ષમાર્ગ વર્ણવેલો છે.
એના પછી આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ યોગસાધનાની ક્રિયા સામાન્ય જનમાં પ્રચલિત થાય એ માટે યોગનો મહિમા વર્ણવતી સંસ્કૃતમાં બે કૃતિઓ – ‘યોગદીપક’ અને ‘કર્મયોગ” લખી. અને આ બન્ને સંસ્કૃત ગ્રંથોનું વિવેચન સાદી ભાષામાં પોતાની આગવી શૈલીથી કર્યું જેથી સામાન્ય માણસ પણ યોગસાધના કરી આત્મકલ્યાણ સાધી શકે.
( જૈન યોગ : ઐતિહાસિક વિહંગાવલોકન
૨૫
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈન યોગનો વર્તમાન યુગ – વીસમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં આચાર્ય તુલસીએ મનોનુશાસનમ્ ગ્રંથ લખીને વિલુપ્ત થતી જૈન યોગપરંપરાને પુનર્જિવિત કરવાનો પ્રયાસ કર્યો. એમના ઉત્તરાધિકારી આચાર્ય મહાપ્રજ્ઞજી છે. એમણે ૧૩ વર્ષ સુધી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરી, જૈન સિદ્ધાંતોને સમજી, વૈજ્ઞાનિક તથ્યો સાથે તુલના કરી, પ્રયોગ અને અનુભવના આધારે પ્રેક્ષાધ્યાન પદ્ધતિનો વિકાસ કર્યો છે. પ્રેક્ષા ધ્યાન પદ્ધતિ જૈન સાધના પદ્ધતિના મૌલિક સ્વરૂપનો પુનરુદ્ધાર છે. પ્રેક્ષાધ્યાનનો મૂળ સ્કોત આચારાંગ છે જેમાં પ્રેક્ષા નામનો પ્રયોગ કરેલો છે. આચારાંગમાં ભગવાન મહાવીરની ધ્યાન-સાધનાનું વર્ણન છે. તેમણે ધ્યાનની ઉત્કૃષ્ટ સાધના કરી. પરંતુ કાલાંતરે ધ્યાનનો પ્રવાહ ક્ષીણ થતો ગયો. આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમના સંશોધન, અભ્યાસ કરીને જૈન સાધનાપદ્ધતિ વિકસિત કરી. પ્રેક્ષાધ્યાનની પૂરી પ્રક્રિયા જ જૈન યોગ છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ યોગ અને ધ્યાન સંબંધી ઘણાં પુસ્તકો લખ્યાં છે જેમાંથી મુખ્ય છે – ‘જેન યોગ’, ચેતના કા ઊધ્વરોહણ’, ‘અપ્રાણ શરણં ગચ્છામિ’, ‘મહાવીર કી સાધના કા રહસ્ય’, ‘અપના દર્પણ અપના બિમ્બ’, ‘તબ હોતા હે ધ્યાન કા જન્મ', ‘અધ્યાત્મ વિદ્યા” આદિ. આવી રીતે ભગવાન મહાવીર પછી જૈન યોગ - જૈન સાધનાપદ્ધતિમાં ભરતી -ઓટ જોવા મળે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #44
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી કુંદકુંદાચાર્ય દેવ
કાજલ
w/2 કપ થી
TUT
Page #45
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્રસૂરિ
Page #46
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
Page #47
--------------------------------------------------------------------------
________________
મહાયોગી શ્રી આનંદઘનજી
Page #48
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
Page #49
--------------------------------------------------------------------------
________________
યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
Page #51
--------------------------------------------------------------------------
________________
આચાર્ય મહાપ્રજ્ઞ
Page #52
--------------------------------------------------------------------------
________________
વાસ
મિત્રા
ht - *
15 - K
ય - નિયમ
mens
*
POK
SM
* *
બલા
Mete
4 - ક્ષેપ
4 - આસન
Icence -
- શુષ
જીવ
ઉત્થાન
પ્રતિપત્તિ
helh nak
-4 - ધ્યાન
૨ - શ્રવણ
બ્રિા
liek
Icle -
મીમાંસા
mael
- અન્ય
- ભ્રાંતિ
- સુર્મબોધ
- પ્રત્યાહારે
Ipols
ej
EK 10
K lale
HIRD
આઠ દૃષ્ટિ
[પૃષ્ઠ ૧૧૮]
Page #53
--------------------------------------------------------------------------
________________
પાર્થિવ ધારણા
આગ્નેયી ધારણા
(૧)
[ પૃષ્ઠ ૧૭૬ ]
Page #54
--------------------------------------------------------------------------
________________
મારૂતિ ધારણા
વારુણી ધારણા
[પૃષ્ઠ ૧૭૭]
Page #55
--------------------------------------------------------------------------
________________
તત્ત્વરૂપી ધારણા
પદસ્થ ધ્યાન
[પૃષ્ઠ ૧૭૭]
Page #56
--------------------------------------------------------------------------
________________
૩
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
પ્રસ્તાવના :
શ્રીમદ્ કુંદકુંદાચાર્ય વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે. દિગંબર જૈન પરંપરામાં શ્રી કુંદકુંદાચાર્ય અગ્રપદે છે.
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी । मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोऽस्तु मंगलं ।। આ શ્લોક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતા મંગળાચરણ રૂપે બોલે છે. સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ગૌતમસ્વામી પછી તરત જ શ્રી કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. તેઓ કળિકાળસર્વજ્ઞ પણ કહેવાય છે. તેઓશ્રી અધ્યાત્મલીન, વીતરાગદર્શનના ૫૨મ મર્મજ્ઞ અને શ્રુતજ્ઞાનના મહાસાર સમા હતા. તેમને ભગવાન શ્રી મહાવીરનું જ્ઞાન આચાર્યોની પરંપરાથી મળ્યું હતું. એવી માન્યતા છે કે મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંક૨ સીમંધરસ્વામી પાસેથી તેમને દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એમણે લખેલાં શાસ્ત્રો સાક્ષાત્ ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ ક૨વા માટે કુંદકુંદાચાર્યનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે.1આચાર્ય કુંદકુંદદેવની મહત્તા બતાવનારા અનેક ઉલ્લેખો જેન સાહિત્યમાં તેમજ શિલાલેખોમાં પણ મળી આવે છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંદકુંદાચાર્ય એમના પરમાગમોમાં તીર્થકરદેવોએ પ્રરૂપેલા સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે. ભગવાન મહાવીરથી ચાલ્યા આવતા મોક્ષમાર્ગના બીજભૂત જ્ઞાનને તેમણે અધ્યાત્મ અને તત્ત્વમરૂપક શાસ્ત્રોમાં સંગ્રહિત કરેલું છે જે પાંચ પરમાગમ તરીકે પ્રસિદ્ધ છે. એ પાંચ શાસ્ત્રો છે – સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય સંગ્રહ, નિયમસાર અને અષ્ટપાહુડ - જેમાં તેમણે મોક્ષમાર્ગ વર્ણવેલો છે. મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે. સમયસાર અને નિયમસારમાં નિશ્ચય-વ્યવહારનયના મુખ્યતાથી અધ્યાત્મ અને વસ્તુસ્વરૂપ બંનેને સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. મોક્ષમાર્ગના સ્વરૂપ માટે નિર્ણય કરવા કહે છે - નિશ્ચયથી વીતરાગભાવ જ મોક્ષ છે. વ્રત આદિકને મોક્ષમાર્ગ કહ્યો છે પણ તે માત્ર કહેવામાત્ર જ છે. પરમાર્થે બાહ્ય ક્રિયા મોક્ષ નથી. ‘ધર્મપરિણત જીવને વીતરાગભાવની સાથે જે શુભભાવરૂપ રત્નત્રય (વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર) હોય છે તેને વ્યવહારનય દ્વારા ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. પણ જ્યાં સુધી જીવને પોતાની શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી; પછી ભલે એ વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહારચારિત્ર પાળતો હોય, સર્વ આગમો પણ ભણેલો હોય. જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. સમસ્ત જિનશાસનનું પ્રતિપાદ્ય એક શુદ્ધાત્મા જ છે. એના જ આશ્રયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રકટ થાય છે. આ યથાર્થ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહારના મુખ્યતાની “સમયસાર’, ‘નિયમસાર”માં વર્ણવેલો છે.
સમયસારનો સાર સમયસાર અથવા સમયપ્રાભૂત એ આચાર્ય કુંદકુંદદેવની સર્વોત્કૃષ્ટ કૃતિ છે. યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદ્દેશ છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. સમય એટલે આત્મા અને સાર એટલે શુદ્ધ અવસ્થા. અર્થાત્ સમયસાર એટલે આત્માની શુદ્ધ અવસ્થા. તેને કહેનારું આ શાસ્ત્ર છે. આચાર્ય કુંદકુંદદેવ આ શાસ્ત્ર શરૂ કરતાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #58
--------------------------------------------------------------------------
________________
જ કહે છે - “કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે. તે એકત્વની - ૫૨થી ભિન્ન આત્માની વાત હું આ શાસ્ત્રમાં આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી કહીશ.” આ પ્રમાણે કુંદકુંદદેવ આ શાસ્ત્રમાં આત્માનું એકત્વ - ૫દ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા સમજાવે છે. એમણે શુદ્ધનયની, નિશ્ચયનયની દૃષ્ટિથી સાત તત્ત્વોનું વિવેચન કરેલું છે. શુદ્ધ પરમાત્મતત્ત્વના પ્રતિપાદનને મુખ્ય રાખી આ ગ્રંથની રચના ૪૧૫ ગાથાઓમાં – નવ અધિકારોમાં કરી છે. શુદ્ધ અવસ્થાયુક્ત આત્માનું વર્ણન જ ‘સમયપ્રાભૂત’ છે અથવા નવ પદાર્થોનું સર્વાંગ વિવેચન જ ‘સમયસાર’ છે. આની ૨ચના ક૨વાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. નિશ્ચય અને વ્યવહા૨ની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી. એ કહે છે ત્રણે લોકમાં, ત્રણ કાળમાં એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતાથી જ મોક્ષમાર્ગ બને છે. મોક્ષનું કારણ બતાવતાં કહે છે –
जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं । રચનાવિપરિત્તરાં ઘરનું સો ટુ મોપો ।।૯।। સમયસાર
અર્થ : જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમ્યક્ત્વ છે, તે જીવાદિ પદાર્થોનો અધિગમ જ્ઞાન છે અને રાગાદિનો ત્યાગ ચારિત્ર છે. આ જ મોક્ષમાર્ગ છે. સર્વ અરિહંત ભગવંતોએ સેવેલો શુદ્ધ રત્નત્રયરૂપ આ એક જ મોક્ષમાર્ગ છે. જે જિનેશ્વર
ભગવંતોએ ઉપદેશેલો છે અને જિનાગમોમાં આપેલો છે.
મોક્ષ તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ છે. માટે તેનું કારણ પણ આત્માનું પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્માનાં પરિણામ છે માટે નિશ્ચયથી તે જ મોક્ષના માર્ગ છે. તેથી જે મોક્ષના ઇચ્છુક જીવો આ દર્શનજ્ઞાન-ચારિત્રસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને જ સેવે છે તે સમયના સારને અર્થાત્ શુદ્ધ પ૨માત્મસ્વરૂપને થોડા કાળમાં જ અવશ્ય પ્રાપ્ત કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી જ મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે. કારણ કે યોગ એટલે આત્માને શુદ્ધ આત્મા સાથે અર્થાત્ ૫૨માત્મતત્ત્વ સાથે જોડાવું. પોતે જ શક્તિ રૂપે પરમાત્મા છે તેમાં વર્તમાન સભ્યજ્ઞાન પિરણિત દ્વારા જોડાવું તે યોગ છે. એટલે જ જે આત્મા આત્માને આત્મા સાથે (શુદ્ધાત્મા સાથે) નિરંતર જોડે છે તે નિશ્ચયથી
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૨૯
Page #59
--------------------------------------------------------------------------
________________
યોગભક્તિવાળો છે. અનંતા તીર્થકરોએ આવી શુદ્ધ રત્નત્રયની યોગભક્તિથી પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કર્યું છે.
નિયમસારનો સાર ‘નિયમસાર’ એ આચાર્ય કુંદકુંદદેવના પાંચ પરમાગમમાંથી એક છે. “શ્રી નિયમસાર’માં મોક્ષમાર્ગનું સત્યાર્થ નિરૂપણ છે. “નિયમ” એટલે જે અવશ્ય કરવા યોગ્ય હોય તે અર્થાત્ રત્નત્રય. ‘નિયમસાર એટલે શુદ્ધ રત્નત્રય. નિગોદથી માંડીને સિદ્ધ સુધીની સર્વ અવસ્થાઓમાં શાશ્વત એકરૂપ શુદ્ધ દ્રવ્ય સામાન્ય તે પરમાત્માતત્ત્વ છે. જે શુદ્ધાત્મા છે. એને જ કારણ પરમાત્મા, પરમ પારિણામિક ભાવ વગેરે નામોથી કહેવાય છે. આ પરમાગમનો એકમાત્ર ઉદ્દેશ જીવોને પરમાત્મતત્વની ઉપલબ્ધિ અર્થાત્ આશ્રય કરાવવાનો છે. હું ધ્રુવ શુદ્ધ આત્મદ્રવ્ય સામાન્ય છું એવી શ્રદ્ધા, અનુભવની પરિણતિ એ જ પરમાત્મતત્ત્વનો આશ્રય છે. અને એ જ સમ્યગ્દર્શન છે, તે જ સમ્યજ્ઞાન છે, તે જ સમ્યચ્ચારિત્ર છે. પરમાત્મતત્ત્વના આશ્રયથી અન્ય એવા ભાવોને અર્થાત્ વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. આ શુભ ભાવો તો જીવ અનંતીવાર કરી ચૂક્યો છે પણ તે ભાવો પરમાત્મતત્ત્વના આશ્રય વિનાના હોવાથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી. એટલે ‘નિયમસારમાં આચાર્ય કુંદકુંદદેવ કહે છે કે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર અર્થાત્ શુદ્ધ રત્નત્રય એની ભક્તિ કરવી અર્થાત્ આરાધના કરવી તે મોક્ષનો માર્ગ છે. અને તે જ યોગભક્તિ છે. કારણ કે યોગ એટલે આત્માને આત્માના શુદ્ધ સ્વરૂપ સાથે અર્થાત્ પરમાત્મતત્ત્વ સાથે જોડવું. પોતે જ શક્તિ રૂપે પરમાત્મા છે તેમાં વર્તમાન સમ્યકજ્ઞાન પરિણતિ દ્વારા જોડાવું તે યોગ છે. એટલે જ જે આત્મા, આત્માને આત્મા સાથે (શુદ્ધાત્મા સાથે) નિરંતર જોડે છે તે નિશ્ચયથી યોગભક્તિવાળો છે. અનંતા તીર્થકરોએ આવી શુદ્ધ રત્નત્રયની યોગભક્તિથી પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કર્યું છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #60
--------------------------------------------------------------------------
________________
‘સમયસાર’ અને ‘નિયમસાર માં વર્ણવેલો મોક્ષમાર્ગ
જૈન દર્શનમાં પ્રત્યેક આત્મા (જીવ) દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક છે. દરેક જીવ દ્રવ્ય સ્વભાવથી નિત્ય, ધ્રુવ અને શુદ્ધાત્મા છે, અનંતગુણાત્મક છે, શક્તિરૂપ છે. આચાર્ય કુંદકુંદદેવે લખેલા ‘સમયસારમાં આ શુદ્ધાત્માને જ્ઞાયક કહેલો છે, જ્યારે નિયમસારમાં કારણ પરમાત્મા કહ્યું છે, એકરૂપભાવ કહ્યું છે તો એ અનંતગુણોનો પિંડ છે. ગુણ અનંત છે. એમાંથી નીચેનાં પ્રયોજન મુખ્ય ગુણો છે -
૧. અનંત જ્ઞાન ૨. અનંત દર્શન (શ્રદ્ધા) ૩. અનંત વીર્ય (ચારિત્ર) ૪. અનંત સુખ પર્યાય સ્વભાવમાં જીવનું બે રીતે પરિણમન થાય છે - ૧. સ્વભાવરૂપ પરિણમન ૨. વિભાવરૂપ પરિણમન
સ્વભાવરૂપ પરિણમન એ સમ્યક્ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયીરૂપ છે. એનું ફળ અતીન્દ્રિય સુખ છે.
વિભાવરૂપ પરિણમન એટલે જીવની વર્તમાન અવસ્થા જે અશુદ્ધતા - અપૂર્ણતા છે; એને સંસારી જીવ કહેવાય છે. જ્યાં મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્ર છે અર્થાત્ જ્ઞાન અલ્પ છે, શ્રદ્ધા મિથ્યા છે અને ચારિત્રમાં શુભાશુભ ભાવ અર્થાત્ રાગદ્વેષનાં પરિણામ છે. આ વિભાવરૂપ પરિણમનના કારણે જીવ આ સંસારની ચાર ગતિમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ સંસાર અર્થાત (મિથ્યાત્વ) એટલે કે વિપરીત ખોટી શ્રદ્ધા એના દુ:ખનું કારણ છે. કર્મ દુ:ખનું કારણ નથી. કર્મ તો મિથ્યાભાવ અર્થાત્ વિભાવ અને તેથી થતા મિથ્યા અસદાચરણનું ફળ છે. કર્મ ત્રણ પ્રકારનાં છે –
૧. દ્રવ્ય કર્મ (આઠ કર્મ - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ....) ૨. ભાવ કર્મ (રાગ, દ્વેષ, મિથ્યાત્વનાં પરિણામ) ૩. નો કર્મ (દેહ અને પ્રાપ્ત સંયોગ) જીવના દુ:ખનું કારણ એના દ્રવ્યકર્મ કે નો કર્મ (મન, વચન, કાયા) નથી
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જેન યોગ
૩૧
Page #61
--------------------------------------------------------------------------
________________
પણ ભાવકર્મ છે. અર્થાત્ મિથ્યાત્વ અને રાગદ્વેષ છે જેના લીધે જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. મિથ્યાત્વ એટલે સ્વ – ની ઓળખ એટલે સ્વનું જ્ઞાન અને ભાન ન હોવું તથા પરમાં બુદ્ધિ થવી અર્થાત્ શરીરમાં હું પણું – પોતાપણું ભાસવું અને પોતાનું અર્થાત્ આત્માનું જ્ઞાન પણ ન હોવું અને ભાન પણ ન હોવું. સુખ કે દુઃખનું કારણ જીવના પોતાના પર્યાયમાં છે. આ મિથ્યાત્વ જાય ત્યારે જે શ્રદ્ધા થાય તે જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એટલે રાગરહિત પોતાના ધ્રુવ, ચૈતન્યમય અસ્તિત્વની પ્રતીતિ થવી. નિજ પરમાત્મતત્ત્વની સમ્યક શ્રદ્ધા તે જ સમ્યગ્દર્શન છે. અર્થાત્ સમ્યગ્દર્શન પામેલો જીવ પોતાના આત્માને ત્રિકાળી શુદ્ધ, ધ્રુવ, અખંડ અને ચૈતન્યસ્વરૂપ જાણે છે, માને છે એવી જ રીતે નિજ પરમાત્મતત્ત્વનું જ્ઞાન થવું તે સમ્યગુજ્ઞાન છે અને તેમાં લીનતા કરવી, રમણતા કરવી એ સમ્યગ્વારિત્ર છે. આ ત્રણ રત્નત્રયની જીવને પ્રાપ્તિ થાય. અહીંથી જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. આ જયોગ છે. કારણ કે યોગ એટલે જે આત્મા સાથે મોક્ષ સાથે જોડે અર્થાત્ આત્માને એના શુદ્ધ આત્મસ્વરૂપ સાથે સંધાન કરાવી આપે, પ્રાપ્તિ કરાવી આપે. આ શુદ્ધ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્વારિત્ર, આત્માને મોક્ષ સાથે જોડે છે, મોક્ષપ્રાપ્તિ કરાવી આપે છે અર્થાત્ મોક્ષનો માર્ગ છે. આચાર્ય કુંદકુંદ આ જ વાત નિયમસાર’માં કહે છે –
मग्गो मग्गफलं ति य दुविहं जिणसासणे समक्खादं । मग्गो मोक्खउवाओ तस्स फलं होइ णिव्वाणं ।।२।। णियमेण य जं कज्जं तं णियमं णाणदंसणचरित्तं ।। विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं ।।३।। णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं । एदेसिं तिण्हं पि य पेत्तयपरुवणा होइ ।।४।।
નિયમસાર અર્થ છે માર્ગનું ને માર્ગફળનું કથન જિનવરશાસને;
ત્યાં માર્ગ મોક્ષોપાય છે ને માર્ગફળ નિર્વાણ છે. ૨
૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #62
--------------------------------------------------------------------------
________________
જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે; વિપરીતના પરિવાર અર્થે સાર પદ યોજેલ છે. ૩ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે; વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪
અહીં માર્ગ એટલે મોક્ષનો પંથ, સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર આ રત્નત્રય તે મોક્ષનો માર્ગ છે. માર્ગ તે આત્માની નિર્મળ વીતરાગી સાધક દશા છે. તે પૂર્ણ નિર્મળ મોક્ષપદની પ્રાપ્તિ તે માર્ગનું ફળ છે.
નિયમ એટલે ચોક્કસપણે કરવા જેવું કાર્ય અને તે મોક્ષમાર્ગ છે. સાર એટલે શુદ્ધતા. શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તે નિયમસાર છે. શુદ્ધ આત્મા સિવાય બીજાને મારે શ્રદ્ધામાં માનવો નહિ તે જ સમ્યગ્દર્શન છે. આનંદઘન એવા શુદ્ધ પરમાત્મતત્ત્વની પ્રતીતિ, જ્ઞાન અને રમણતા તે મોક્ષનો ઉપાય છે. તેનું નામ નિયમ છે. અહીં આચાર્ય કુંદકુંદદેવ શુદ્ધ રત્નત્રય અર્થાત્ નિશ્ચય સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્વારિત્રને નિયમસાર’ કહે છે જ્યારે વ્યવહાર રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવાની ના પાડે છે. મોક્ષમાર્ગ તો નિશ્ચય જ્ઞાન-દર્શન-ચારિત્ર જ છે. દેહની ક્રિયામાં કે પંચમહાવ્રતના વિકલ્પમાં ચારિત્ર નથી. તેમાં જો ધર્મ માને તો તે સમ્યગ્દર્શન પણ નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન-પૂર્વક નિજ પરમાત્મતત્ત્વમાં રમણતા કરવી તે જ નિશ્ચયચારિત્ર છે, સમ્યગ્વારિત્ર છે અને તે જ નિયમ છે.
આવી રીતે “યોગ” અર્થાત્ મોક્ષમાર્ગ સમજાવી આચાર્ય કુંદકુંદ યોગભક્તિ કોને હોય છે એ બતાવતાં કહે છે
सव्व वियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। સોનોમિત્તિનુ રૂરલ્સયહિં હવે નો તારૂઢા નિયમસાર
અર્થ : જે સાધુ આત્મામાં આત્માને આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે, તે યોગભક્તિવાળો છે.
આત્માને આત્મામાં જોડવો તે યોગ છે. કામ, ક્રોધ, દયા, ભક્તિ વગેરે કોઈ પણ પ્રકારના મિથ્યાભાવોમાં પરિણતિને ન જોડતાં અતીન્દ્રિય નિર્મળ
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૩૩
Page #63
--------------------------------------------------------------------------
________________
નિત્યાનંદમાં પુરુષાર્થથી જોડાવું, એકાગ્ર થવું, પોતે જ પરમાત્મા છે તેમાં વર્તમાન સમ્યક્ જ્ઞાન પરિણતિ દ્વારા જોડાવું તે યોગ છે. સુખ-દુ:ખ, રાગ-દ્વેષ વગેરે મિથ્યાભાવોને સર્વથા છોડીને સાધક અંતર્મુખ થાય છે અને અંતમાં સ્થિરતારૂપ નિર્મળદશા પ્રગટ કરે છે, તે નિશ્ચય યોગભક્તિ છે.
આ જ વાત મુનિ શ્રી પદ્મપ્રભમલધારિ દેવ ‘નિયમસાર’ ગ્રંથની ટીકામાં યોગભક્તિધારી વ્યક્તિને દર્શાવતાં કહે છે –
आत्मानमात्मनात्मायं युनक्त्ये व निरन्तरम् ।
स योगभक्तियुक्तः स्यान्निश्चयेन मुनीश्वरः ।। २२८ ।। અર્થ : જે આ આત્માને આત્મા સાથે નિરંતર જોડે છે તે મુનીશ્વર નિશ્ચયથી યોગભક્તિવાળો છે.
‘યોગ’ને સમજાવતાં આગળ કહે છે
विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु । जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो ।। १३९ ।। નિયમસાર
અર્થ : વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે.
જેણે મિથ્યાત્વના પોષક એવા કુદેવ આદિનો આદ૨ છોડી સાચા દેવ ગુરુ તથા સર્વજ્ઞ ભગવંતે કહેલાં તત્ત્વો પર શ્રદ્ધા કરી છે, નવ/સાત તત્ત્વો જાણીને શુદ્ધ આત્મા જ આદરણીય છે એવી નિઃશંક- પણે શ્રદ્ધા કરી છે તેણે નવ તત્ત્વ અને છ યે દ્રવ્યમાં સારરૂપ શુદ્ધાત્મતત્ત્વમાં આત્માને જોડ્યો છે. મિથ્યાત્વ આદિ આસવોને જીતીને સંવ૨-નિર્જરારૂપ શુદ્ધ પર્યાયને પ્રગટ કર્યો છે. પુણ્ય, પાપ, આસવ, બંધથી જુદો પડીને સ્વમાં એકાગ્ર થયો છે, તેણે નવ તત્ત્વોને ખરેખર જાણ્યાં છે. આનું નામ સાચો યોગ છે. પુણ્ય-પાપ આસવ-બંધનું કારણ છે. તેનાથી રહિત એકલા ચૈતન્યના આશ્રયે થતા ભાવ તે સંવ૨-નિર્જરા છે. તે નવ તત્ત્વને યથાર્થપણે જાણી, નિર્વકલ્પ ઉપયોગનું કારણ એવા નિજ આત્મામાં આત્માને જોડે છે, એકાગ્ર થાય છે તેનો નિજ ભાવ તે યોગ છે અર્થાત્ સમ્યદર્શનજ્ઞાન-ચારિત્ર છે.
३४
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #64
--------------------------------------------------------------------------
________________
‘નિયમસાર ગ્રંથના આ અધિકારની છેલ્લી ગાથામાં કહે છે – અનંતા તીર્થંકરો થયા તે બધા આ રીતે યોગની અર્થાત્ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરીને મુક્તિ પામ્યા છે માટે તું પણ તેવી ભક્તિ કર.
उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं । णिव्वुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ।।१४०।।
અર્થ : વૃષભાદિ જિનેશ્વર ભગવંતો આ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃત્તિસુખને પામ્યા. તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર.
શ્રી કુંદકુંદાચાર્ય ‘સમયસાર ગ્રંથમાં પણ આ રત્નત્રયી – જે સમ્યમ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે એને જ મુક્તિમાર્ગ કહે છે. અહીં આચાર્યદેવ બહુ મહત્ત્વની વાત કરે છે કે દ્રવ્યલિંગ અર્થાત્ શરીરની ક્રિયા કે રાગની ક્રિયા એ શરીરાશ્રિત હોવાથી મોક્ષમાર્ગ નથી. પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. શ્વેતાંબર આચાર્ય હરિભદ્રસૂરિ કે ઉપાધ્યાય યશોવિજયજી યોગ અર્થાત્ મોક્ષમાર્ગને સમજાવતાં કહે છે કે – જે જે ધર્મવ્યાપાર આત્માને મોક્ષ સાથે જોડે છે એ સર્વ ક્રિયા - ધર્મક્રિયા યોગ છે. અર્થાત્ મોક્ષમાર્ગ છે. આચાર્ય હરિભદ્રસૂરિયોગવિંશિકાના પ્રથમ શ્લોકમાં જ કહે છે - મુQuT जोयणाओ, जोगो सव्वोवि धम्मवावारो ।।१।।
જે વ્યવહારનય છે. જ્યારે આચાર્ય કુંદકુંદદેવ કેવળ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રને મુક્તિમાર્ગ કહે છે -
पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि । घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति ।।४०८।। ण दु हो दि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति ।।४०९।। ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेति ।।४१०।। तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे । दंसणणाणचरित्ते अप्णाणं जुंज मोवखणहे ।।४११ ।।
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જેન યોગ
૩૫
Page #65
--------------------------------------------------------------------------
________________
ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्ख । णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि ।। ४१४ ।।
સમયસાર
અર્થ : બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને, ગ્રહીને કહે છે મૂઢજન ‘આ લિંગ મુક્તિમાર્ગ છે.’ ૪૦૮ પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અર્હત નિર્મમ દેહમાં, બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯ યુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦ તેથી તજી સાગા૨ કે અણગાર-ધારિત લિંગનો, ચારિત્ર - દર્શન - જ્ઞાનમાં તું જોડે રે! નિજ આત્માને. ૪૧૧ વ્યવહા૨નય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે,
નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪
આચાર્ય કુંદકુંદદેવ ‘સમયસાર'માં વાસ્તવિક મોક્ષમાર્ગને બતાવતાં કહે છે કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી કારણ કે લિંગ દેહમય છે. દેહ પુદ્ગલદ્રવ્યમય છે. એટલે આત્માને માટે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. શરીરની ક્રિયા અને શુભાગનું મમત્વ છોડીદર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી તે જ મોક્ષમાર્ગ છે. બધાય અરિહંત ૫૨માત્માઓએ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. આત્માની પૂર્ણ શુદ્ધ, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશા એટલે મોક્ષ. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે. તે આત્મપરિણામ છે. આ દેહ છે તે આત્માથી પૃથક્ છે, ૫૨ છે. તે આત્મા નથી. અને દેહાદિ પરના આશ્રયે થયેલાં શુભાશુભ રાગનાં પરિણામ તે વિભાવ છે, આત્મપરિણામ નથી. એટલે કુંદકુંદદેવ પ્રેરણા આપતાં કહે છે કે મુનિ કે ગૃહસ્થનું દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. અહીં ગૃહસ્થ માટે સાગારો શબ્દ વાપર્યો છે અને મુનિ માટે અણગારો એટલે સાગારો (ગૃહસ્થ) અને અણગારો
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૬
Page #66
--------------------------------------------------------------------------
________________
(મુનિઓ) દ્વારા ગ્રહાયેલા દ્રવ્યલિંગને છોડીને તું આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં લગાવી દે. આ જ મોક્ષમાર્ગ છે. શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે. અને તે અન્ય દ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી. આગળ કુંદકુંદ આચાર્ય વ્યવહારનય અને નિશ્ચયનયનો ભેદ બતાવતાં કહે છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્ ચારિત્ર આત્માના અવલંબનથી પ્રકટ થાય છે. વ્યવહારના રાગથી નહીં નિશ્ચયનય એ વ્યવહારથી ઉપર ઊઠીને સ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની વાત કરે છે. વ્યવહારનય જ મુનિલિંગ અને શ્રાવકલિંગ એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી.
મુનિદશા અને જે વ્રત-તપ આદિ વિકલ્પ છે તે વ્યવહાર છે પરમાર્થ નથી. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. ટોડરમલજી કહે છે, “મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચારનિરૂપણ તે વ્યવહાર માટે વ્રત-તપાદિ રાગનાં પરિણામ છે તે આત્મ-પરિણામ નથી, તે વિભાવ છે. આત્માનાં પૂર્ણ શુદ્ધ પરિણામ તે મોક્ષ છે અને તેનું કારણ સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રરૂપ આત્મપરિણામ છે. જેઓ પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે.
આ વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગ આચાર્ય કુંદકુંદદેવ એમના ‘પંચાસ્તિકાયસંગ્રહ' ગ્રંથમાં પણ કહે છે.
धम्मादीसद्दहणं सम्मतं णाणमंगपुव्वागदं । चेठ्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।।१६० ।।
પંચાસ્તિકાય णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ।।१६१।।
પંચાસ્તિકાય
(આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૩૭
Page #67
--------------------------------------------------------------------------
________________
અર્થાત્ ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન અને તપમાં પ્રવૃત્તિ તે ચારિત્ર - આ પ્રમાણે વ્યવહાર મોક્ષમાર્ગ છે. અને જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે એકાગ્ર થયો છે, અન્ય કાંઈ પણ કરતો નથી કે છોડતો નથી તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો છે. આગળ કહે
जो चरदिणादि पेच्छदि अप्पाणं अप्पणा अणण्णमयं । सो चारित्तं णाणं दंसणमिदि णिच्छिदो होदि ।।१६२।।
પંચાસ્તિકાય અર્થ : જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે.
અર્થાત્ જે આત્મા અનન્યમય આત્માને આત્માથી આચરે છે, જાણે છે, દેખે છે, તે જ ચારિત્ર છે, જ્ઞાન છે, દર્શન છે – એમ નિશ્ચિત છે. આ જ મોક્ષમાર્ગ હોવાથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ સેવવા યોગ્ય છે.
આવી રીતે આચાર્ય કુંદકુંદદેવ ‘સમયસાર’ અને ‘નિયમસાર’ બંનેમાં નિશ્ચયથી શુદ્ધ રત્નત્રયને અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને જ મોક્ષમાર્ગ કહ્યો છે.
૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #68
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ 1. वन्द्यो विभुर्भुवि न कैरहि कौण्डकुन्दः
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः । यश्चारु - चारण - कराम्बुजचश्चरीकश्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।। અર્થ : કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત થઈ છે; જેઓ ચારણોના-ચારણ ઋષિધારી મહામુનિઓનાં સુંદર હસ્તકમળોના ભ્રમર હતા, અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ કુંદકુંદ આ પૃથ્વી પરકોનાથી વંદ્ય નથી? (ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ) ........ઢોઇડન્ટો યતીન્દ્રઃ || २जोभिरस्पृष्टतमत्वमन्तर्बाह्येपि संव्यग्जयितुं यतीशः । रज:पदं भूमितलं विहाय चचार मन्ये चतुरंगुलं सः ।।
વિંધ્યગિરિ-શિલાલેખ અર્થ : યતીશ્વર (શ્રી કુંદકુંદદેવ) રજ:સ્થાન - ભૂમિતળને છોડીને ચાર આગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું સમજું છું કે તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતા હતા. (અંદરમાં તેઓ રાગાદિક મળથી તેમજ બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતા.) પૃ. ૧૭ “શ્રી સમયસાર, અનુવાદક પં. હિંમતલાલ શાહ
આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ
૩૯
Page #69
--------------------------------------------------------------------------
________________
૪
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
જૈન સાહિત્યના ઇતિહાસમાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન અતિ મહત્ત્વનું છે. તેઓ જૈન ધર્મના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન ઇતિહાસના મધ્યવર્તી સીમાસ્તંભ સમાન છે. જૈન યોગ ઉપર લખાયેલ સાહિત્યમાં આચાર્ય હરિભદ્રસૂરિએ નવો જ અધ્યાય શરૂ કર્યો છે. આઠમી સદીમાં અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. બાલ્યકાળથી જ એમની બુદ્ધિ અતિ કુશળ હતી. તેઓ છ અંગ, ચાર વેદ, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એમ ચૌદ વિદ્યાઓના પારંગત હતા. એમના તોલે આવે તેવો બીજો કોઈ વિદ્વાન ન હતો. એટલે અભિમાનથી એમણે એવો સંકલ્પ કર્યો કે જેનું કથન ન સમજાય તેનો હું શિષ્ય થાઉં.
એક વાર ચિતોડના રાજમાર્ગ ઉપરથી પસાર થતાં એક સાધ્વી દ્વારા બોલાતી ગાથાના શબ્દો એમના કાને પડ્યા.
चक्किदुगं हरिपणगं पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव, दुचक्की केसीय चक्कीय ||
હરિભદ્રને આ ગાથાનો અર્થ ન સમજાયો. તેઓએ સાધ્વીજીને અર્થ સમજાવવાની વિનંતી કરી. સાધ્વીજીનું નામ હતું યાકિની મહત્તરા. એ એમના ગુરુદેવ જિનદત્તસૂરિ પાસે લઈ ગયાં. એમણે હરિભદ્રને અર્થ
Page #70
--------------------------------------------------------------------------
________________
સમજાવ્યો અને હરિભદ્રએ પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એમની પાસે દીક્ષા ગ્રહણ કરી અને પોતાને યાકિની મહત્તા સુનુ તરીકે ઓળખાવ્યા અને જૈન દીક્ષા લઈને જૈન આગમોનો અભ્યાસ ચાલુ કરી થોડા જ સમયમાં આગમોના પારગામી બન્યા. ગીતાર્થ બન્યા. ગુરુદેવે તેમની સર્વતોમુખી પ્રતિભા અને યોગ્યતા જોઈ આચાર્યપદે સ્થાપિત કર્યા.
આચાર્ય હરિભદ્રસૂરિએ લખેલ ગ્રંથોની સંખ્યા ઘણી મોટી છે. તેઓ ૧૪૪૪ ગ્રંથોના પ્રણેતા મનાય છે. તેઓએ પ્રાકૃત અને સંસ્કૃત બને ભાષામાં તથા ગદ્ય અને પદ્ય બન્ને શૈલીમાં લખ્યું છે. જૈન યોગસાહિત્યમાં નવો યુગ સ્થાપિત કર્યો છે. તેઓએ પાતંજલ યોગની પદ્ધતિઓ અને પરિભાષાઓનો જૈન પદ્ધતિએ સમન્વય સ્થાપિત કરી જૈનયોગને નવી દિશા પ્રદાન કરી. ‘યોગબિંદુ', યોગદષ્ટિસમુચ્ચય’, ‘યોગશતક’ અને ‘યોગવિંશિકા’ એમના મુખ્ય ગ્રંથો છે. આ બધા ગ્રંથોમાં તેમની યોગભિરુચિ અને યોગવિષયક વ્યાપક બુદ્ધિનાં દર્શન થાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૧
Page #71
--------------------------------------------------------------------------
________________
યોગબિંદુ પ્રસ્તાવના :
યોગ : આત્માનું મહાનન્દમય મોક્ષ સાથે જે સંધાન -યોજન કરી આપે તે યોગ. જૈન દર્શન આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. આત્માદિ સિદ્ધ તત્ત્વો મોક્ષાગભૂત યોગના વિષયો છે એ આત્મા-પરિણામી નિત્ય છે. આત્મા દ્રવ્યતા રૂપે સ્વસ્વરૂપમાં અવસ્થિત એટલે આત્મતત્ત્વ અથવા ચૈતન્યાદિ રૂપે નિયત (નિત્ય) છે. છતા પણ ભિન્ન ભિન્ન પરિણામના યોગે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પ્રાપ્ત કરે છે એટલે પરિણામ રૂપે અનિત્ય પણ છે. એટલે આત્મા પરિણામી નિત્ય છે.
એનામાં અનાદિકાલીન સાહજિક યોગ્યતા છે. જેના યોગે એ કર્મબંધ કરે એ સંસારી કહેવાય. તે યોગ્યતા જીવના સ્વભાવભૂત છે. તે ઇતર નિમિત્તક નથી. સ્વયોગ્યતાથી જ એ કર્મસંયોગી છે. જેના લીધે સંસારી કહેવાય છે અને કર્મવિયોગી થાય તો મુક્તદશા પ્રાપ્ત કરે છે. આવી રીતે આત્માનો કર્મસંયોગ અથવા કર્મવિયોગ આ સંબંધ અનાદિકાલીન છે. એમાં ઈશ્વર હેતુભૂત નથી.
આત્માના ભવ્યત્વનો પરિપાક થાય ત્યારે ક્રમે ક્રમે કર્મની નિર્જરા કરતા કર્મસંયોગો ઓછા થાય, કર્મનો બંધ ઘટે અને જીવને મોક્ષમાર્ગયોગ્ય ઉચિત પ્રવૃત્તિ થાય છે. સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અપ્રમત્તભાવ, અનિવૃત્તિકરણ, ગુણસ્થાનક, સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનક, ઉપશાંત મોહ, ક્ષીણમોહ ગુણસ્થાનક વગેરે આત્મચરિત્રરૂપ સમ્ય યોગની ક્રમે ક્રમે સિદ્ધિ થાય છે. જીવ અપુનબંધક આદિનાં અનુષ્ઠાનોને આદરે છે અને પરિણામે યોગની સિદ્ધિ થાય છે. મોક્ષતત્ત્વરૂપ યોગની સિદ્ધિ આપ્ત એવા સર્વજ્ઞ કેવળી પરમાત્માએ ઉપદેશેલા અબાધ્ય વચન સમુહરૂપ આગમોથી થાય છે. કારણ આત્મા તથા કર્મ અને તેના વિપાકો, તે નાશ કરવાની જે ક્રિયા અને અનુભવ તથા જ્ઞાનચારિત્ર વગેરે યોગોની સિદ્ધતા અનુભવમાં આવે છે માટે સર્વજ્ઞ આપ્ત પરમાત્માનું કહેવું યથાર્થ છે. ‘યોગબિંદુ ગ્રંથમાં જીવ (આત્મા), કર્મ (જડ) વગેરેનું સ્વરૂપ જણાવતાં આત્મ પુરુષ (કેવલી પરમાત્મા) પ્રણીત અનેકાંત શાસ્ત્રોના વચનોના અનુસાર મોક્ષમાર્ગરૂપ યોગમાર્ગ કહેલો છે. જેથી જીવ બાહ્યાત્મપણાને ત્યાગી સમ્યમ્
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #72
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અંતરાત્મભાવને પ્રાપ્ત કરે અને અનુક્રમે ઉત્તમ પુરુષાર્થસહિત અપ્રમાદિભાવે ચારિત્રયોગ વડે પરમાત્મભાવને પ્રાપ્ત કરે. આવો યોગમાર્ગ આ ગ્રંથમાં નિરૂપણ કરેલો છે.
આ યોગમાર્ગ એટલે મોક્ષ તરફ ગમન કરવામાં ઉપયોગી સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ યોગ.
પ૨૭ શ્લોકોમાં સંસ્કૃતમાં લખાયેલો આ ગ્રંથ છે. આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગના ભેદને જણાવતાં યોગબિંદુ ગ્રંથમાં
કહે છે
अध्यात्म भावना ध्यानं समता वृत्तिसंक्षयः । મોક્ષે યોગનાથોના શ્રેષ્ઠો યથોત્તરમ્ પારૂશા યોગબિંદુ
જે મોક્ષ સાથે જોડી આપે તે યોગ કહેવાય છે. અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આ યોગમાર્ગ (મોક્ષમાર્ગ)ના પાંચ અંગો છે. આ સકલક્ષયરૂપ મોક્ષ સાથે આત્માનું યોજન કરે છે તેથી યોગરૂપ છે. એમાં ઉત્તરોત્તર યોગશ્રેષ્ઠ યોગ છે. (૧) અધ્યાત્મ : આત્માના ત્રણ પ્રકાર અવસ્થાભેદે કહ્યા છે – (અ) બાહ્યાત્મા
(બ) અંતરાત્મા (ક) પરમાત્મા (અ) બાહ્યાત્મા : બાહ્ય એટલે પાંચ ઇન્દ્રિયો તથા મનની સહાયતાથી થતો વિષયોનો બોધ. આ બોધથી જીવ શારીરિક ભોગ માટેના વિષયો જેવા કે ધન, સંપત્તિ, કુટુંબ-પરિવાર વગેરેમાં આસક્ત બને છે. આવો બાહ્યાત્મક ભાવ હોય ત્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ યોગમાં જીવ પ્રવૃત્તિ કરે છે. (બ) અંતરાત્મા જ્યારે યથાપ્રવૃત્તિરૂપ વૈરાગ્યમય પરિણામ થાય છે ત્યારે અપૂર્વકરણરૂપ પરિણામથી ગ્રંથભેદ કરી સમ્યકત્વરૂપ પરિણામ પામે છે. અને અપ્રમત્તભાવે સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતાં ગુણશ્રેણીમાં આગળ આગળ ચઢે છે. મોહનીય, દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય, અંતરાય આ ઘાતી કર્મોનો નાશ કરવા માટે પ્રવૃત્તિ કરાય છે. આત્માની આ અવસ્થાને અંતરાત્મા કહેવાય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૩
Page #73
--------------------------------------------------------------------------
________________
(ક) પરમાત્મા : ઘાતી કર્મનો નાશ થતાં કેવળજ્ઞાન – સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે. તેથી નિર્વાણ ભાવને પ્રાપ્ત થયેલા આત્માને પરમાત્મ-ભાવદશા પ્રાપ્ત થાય છે. ત્યારે આત્મસ્વરૂપનો જે ઉપયોગ છે એ અધ્યાત્મયોગ કહેવાય છે.
(૨) ભાવના : આત્માને ઉન્નત કોટિ પર ચડાવવા અનિત્યાદિ બાર ભાવના આગમોમાં કહેલી છે.
અનિત્યા - Sરારા - સંમાર - ત્વા - ઙચા -ઽચિત્તા-ડઽસ્ત્રવસંવર - નિર્નશ - હોજ - વોધિતુર્તમ - ધર્મસ્વાદ્યાત્ - તત્ત્વાનુચિત્તનમનુપ્રેક્ષા: ।।o-૭।।
ઉમાસ્વાતિજી વિરચિત ‘તત્ત્વાર્થસૂત્ર’માં એવી જ રીતે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ પણ આત્માને ઉત્તમ શ્રેણીએ ચઢાવે છે. આ બધી ભાવના આત્મસમાધિમાં ઉપયોગી હોવાથી એ યોગના અંગ છે.
૪૪
(૩) ધ્યાન : કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. ધ્યાનની અલગ અલગ પરિભાષાઓ મળે છે - શ્રી સમવાયાંગ સૂત્રમાં એક જ વસ્તુમાં અંતર્મુહૂર્ત કાળ સુધી ચિત્તની અવસ્થાને ધ્યાન કહ્યું છે.
શ્રી ઉમાસ્વાતિજી વિરચિત તત્ત્વાર્થસૂત્રમાં એકાગ્ર ચિંતાનિરોધ અર્થાત્ કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતાને ધ્યાન કહેલું છે. શ્રી પતંજલિ ૠષિએ યોગસૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધને ધ્યાન કહ્યું છે. ધ્યાનના બે પ્રકા૨ છે ઃ શુભ ધ્યાન અને અશુભ ધ્યાન. શુભ ધ્યાનના પાછા બે ભેદ છે.
ધર્મધ્યાન – પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્ર-સ્વાધ્યાય, તત્ત્વચિંતન, રત્નત્રયી અને સંયમ આદિમાં મનને પરોવવું એ ધર્મધ્યાન છે. ધર્મધ્યાનના ચાર ભેદ છે. આજ્ઞા-વિચય, અપાય-વિચય, વિપાક-વિચય અને સંસ્થાન
વિચય.
શુક્લધ્યાન - રાગાદિ વિકલ્પ નષ્ટ થયા પછી આત્મામાં જે નિર્વિકલ્પધ્યાનની પ્રાપ્તિ થાય છે એ શુક્લધ્યાન કહેવાય છે. એના ચાર ભેદ છે. પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વ વિતર્કઅવિચા૨, સૂક્ષ્મક્રિયા પ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ ધર્મધ્યાન અને શુક્લધ્યાન જે આત્માને ઉચ્ચ શ્રેણીએ લાવે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #74
--------------------------------------------------------------------------
________________
(૪) સમતા એટલે સમભાવ, કષાયનો જય, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, સર્વ
જીવાત્મા પ્રત્યે સમતાવંત થઈ સર્વેનું કલ્યાણ ઇચ્છવું આ સમતાભાવ એ
યોગનું ચોથું અંગ છે. (૫) વૃત્તિસંક્ષય : ચિત્તવૃત્તિ, મન, વચન, કાયાની પ્રવૃત્તિ. અનાદિકાલથી જીવ
પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ કરી ભવભ્રમણ કરી રહ્યો છે. તો આવી વૃત્તિઓનો ક્ષય કરી આત્મપ્રવૃત્તિમાં સ્થિર થવું.
આ પાંચ અનુષ્ઠાનો વડે સર્વ કર્મનો ક્ષય થતો હોવાથી આ યોગનાં પાંચ અંગો છે જે ઉત્તરોત્તર ઉત્તમ છે. આ પાંચ અંગયુક્ત યોગ આત્માના શુદ્ધ સ્વભાવરૂપ હોવાથી પરમ શુદ્ધ અને પરમ ઉત્તમ છે કારણ કે તે યોગ મોક્ષનું ઉપાદાનકારણ થાય છે.
યોગશાસ્ત્રકારોએ નામભેદથી તાત્ત્વિક અને અતાત્વિક, સાનુબંધ અને નિરનુબંધ, સાસવ અને નિરાશ્રવ એમ જુદા જુદા પ્રકારના યોગ કહ્યા છે.
તાત્ત્વિક યોગ એટલે પારમાર્થિક યોગ. જેમાં સમ્ય જ્ઞાનપૂર્વક સુદેવ, સુગુરુ, સુધર્મની શ્રદ્ધા હોય. જીવ-અજીવ વગેરે તત્ત્વસ્વરૂપનો સત્ય બોધ હોય અને મોક્ષસુખની એક માત્ર ઇચ્છા હોય તે તાત્ત્વિક યોગ છે.
અતાત્ત્વિક યોગ તાત્ત્વિક યોગથી વિપરીત. સુદેવ, સુગુરુ, સુધર્મની શ્રદ્ધા વિના કેવળ બાહ્ય ભાવે કરવામાં આવે એ અતાત્ત્વિક યોગ કહેવાય.
સાનુબંધ યોગ એ કર્મના અનુબંધરૂપ અતાત્ત્વિક યોગ છે તે દીર્ઘ સંસારનું કારણ છે.
નિરનુબંધ યોગ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધનાપૂર્વક ધ્યાનસમાધિમાં સ્થિરતા પ્રાપ્ત કરે જેથી લાંબા કાળનો સંસારનો બંધ ન રહે અને જીવન બે કે ત્રણ ભવમાં મોક્ષમાં ગમન કરે.
સાસ્ત્રવ યોગ : પુણ્ય પાપરૂપ આસવથી કર્મનો જીવાત્મા સાથે સંબંધ કરાવી આ સંસારમાં દીર્ઘકાળ સુધી ભ્રમણ કરાવે તે સાસવ યોગ.
નિરાલ્સવ યોગ : સમ્યગૂ જ્ઞાન સહિત પાંચ મહાવ્રત ધારણ કરી પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું પાલન કરી ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં પ્રવૃત્તિ કરનાર
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૫
Page #75
--------------------------------------------------------------------------
________________
યોગીને અનાસક્ત યોગ હોય છે. એ થોડા કાળમાં મોક્ષમાં ગમન કરનારો થાય છે.
યોગ એટલે જોડાવું, યોજવું. મોક્ષની પ્રાપ્તિ માટે કરાતી ક્રિયામાં જોડાવું એ ઉત્તમ યોગ છે; જ્યારે મન, વચન, કાયા ને ઇન્દ્રિયોના વિષયમાં જોડાવું એ અપ્રશસ્ત અથવા કુયોગ છે. આ કુયોગનો ત્યાગ કરી એટલે જ ઇન્દ્રિયોના વિષય માટે કરાતી મન, વચન, કાયાની પ્રવૃત્તિઓને રોકીને આત્મધ્યાનમાં જોડાવું તે પ્રશસ્ત ધ્યાનયોગ ઉત્તમ છે એવા યોગનું મહાભ્ય વર્ણવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે –
યો: ન્યત: શ્રેષ્ઠો, ચોrશ્ચન્તામUિT: પર: || યો: પ્રથાને થમાં , યો: સિદ્ધઃ સ્વયંગ્રહ શરૂ૭Tો.
યોગબિંદુ અર્થ : યોગ શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, યોગ ઉત્કૃષ્ટ ચિંતામણિ રત્ન છે. કારણ કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ ઇચ્છેલું, ચિંતવેલું તેમજ આ ભવ પૂરતું જ આપે છે
જ્યારે યોગરૂપ કલ્પવૃક્ષ તો નહીં ઇચ્છેલું અને નહીં ચિંતવેલું તેમજ ભવાંતરનું પણ આપે છે. કલ્પવૃક્ષ અને ચિંતામણિ તો વિનાશી વસ્તુ આપે છે જ્યારે યોગ અવિનાશી વસ્તુ આપે છે માટે યોગ આ બંનેથી ઉત્કૃષ્ટ છે. યોગથી આત્માનું પરમાત્મા સાથે એટલે મોક્ષ સાથે જોડાણ થાય છે એટલે તે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે. યોગ મુક્તિનો સ્વયંગ્રહ છે.
આવા ઉત્તમ યોગનું સ્વરૂપ જણાવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે યોગ જન્મના બીજને ભસ્મીભૂત કરવા આગ્નિતુલ્ય છે. કારણ કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે અશુભ યોગોથી જીવ સતત કર્મબંધન કરી આ સંસારમાં ભવભ્રમણ કરે છે એવા પુનઃ પુનઃ જન્મના કારણભૂત કર્મબીજને બાળવામાં આ યોગ અગ્નિનું કાર્ય કરે છે. યોગ જરાની પણ ઉત્કૃષ્ટ જરા છે. જરા એટલે કે વૃદ્ધત્વનો નાશ કરવા માટે આ યોગ ઉત્કૃષ્ટ જરા સમાન છે. યોગ શારીરિક-માનસિક દુઃખો માટે ક્ષયરોગ સમાન છે. જેમ ક્ષયરોગ શરીરને ક્ષીણ કરી નાખે છે તેમ યોગ માનસિક, શારીરિક દુઃખોને ક્ષીણ કરે છે. યોગ મૃત્યુનો અન્નકૃત્ મૃત્યુ છે.
૪૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #76
--------------------------------------------------------------------------
________________
જેમ મૃત્યુ શરીરનો નાશ કરે છે તમ યોગ મૃત્યુનો નાશ કરે છે. આવા યોગશાસ્ત્રના અભ્યાસથી જે યોગીઓ અપ્રમત્તભાવે ચારિત્રયોગનું પાલન કરે છે તેમના ઉપર કામદેવનાં શસ્ત્રો પણ અસર કરતાં નથી. તે યોગીઓ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વગેરે વિષયોથી જરા પણ લેવાતા નથી. પણ જેઓ માસક્ષમણાદિ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં આવા યોગનું પાલન કરતા નથી તેઓ માટે શબ્દાદિ વિષયરૂપ તીણ કામશાસ્ત્રો વિઘાતક થઈ શકે.
આવી રીતે યોગમહાભ્ય વર્ણવતાં આચાર્ય કહે છે કે યોગ એ પદનું સંકીર્તન અને શ્રવણ યથાયોગ્ય વિધિપૂર્વક એટલે શ્રદ્ધા, સંવેગાદિ શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક અને નમ્રતા અને વિનયપૂર્વક કરવાથી સંચિત પાપનો ક્ષય થાય છે. અશુભ કર્મનો મૂલમાંથી નાશ કરે છે. જેમ મલિન એવા સુવર્ણની શુદ્ધિ અગ્નિથી થાય છે તેમ શુદ્ધ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ યોગમય અગ્નિરૂપ ઉપાદાન-કારણથી દ્રવ્ય તથા ભાવકર્મરૂપ મેલ ખપાવી મલિન એવા આત્માની શુદ્ધિ થાય છે.
યોગથી સ્થિરતા તથા શ્રદ્ધા ઊપજે છે. જેમ કે સ્કંધકમુનિ, ગજસકુમારમુનિ, મેતાર્યમુનિ, ઢંઢણમુનિ વગેરેએ ચારિત્રયોગની સ્થિરતા પ્રાપ્ત કરી તેમને થયેલા પરિષહો, ઉપસર્ગો સમભાવે સહન કર્યા. તે પ્રત્યે રાગદ્વેષ નહીં કરતાં આત્માના ધ્યાનમાં જ સ્થિર રહી મોક્ષને પ્રાપ્ત કર્યું. તેમજ શ્રદ્ધા એટલે દેવ, ગુરુ, ધર્મ અને તત્ત્વ ઉપર રુચિ. એટલે જ મોક્ષમાર્ગ માટે કરનારી શ્રદ્ધામય સમ્યક પ્રવૃત્તિ જે ચારિત્રયોગથી પ્રાપ્ત થાય છે અને પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ પ્રગટ થાય છે.
યોગપ્રાપ્તિથી જીવ અનુચિત, અયોગ્ય વસ્તુનો ત્યાગ કરી, યોગ્ય ક્રિયાઅનુષ્ઠાન કરે છે, છતાં કોઈ એમાં અયોગ્યતા દેખાડે તો તેવી ક્રિયાના આગ્રહને છોડી સજ્જનમાન્ય એવી યોગક્રિયામાં પ્રવૃત્તિ કરે છે. એકબીજાથી વિરુદ્ધ પરિષહો સમભાવથી સહન કરવાની શક્તિ પણ યોગથી આવે છે. તેમજ તે પરિષદોનો અભાવ અને અનુકૂળ વસ્તુની પ્રાપ્તિ થાય છે. યોગથી ધૃતિ, ક્ષમા, સદાચાર, યોગવૃદ્ધિ, આદેયતા, ગુરુતા અને અનુત્તર શમસુખની પ્રાપ્તિ થાય છે.
ધૃતિ : એટલે ધીરજ. તે તે સમય પ્રમાણે જીવનનિર્વાહનાં સાધન એવાં વસ્ત્ર, ભોજન વગેરે જેવાં મળે તે અનુકૂળ કે પ્રતિકૂળ હોય તેમાં પણ સંતોષ માની ચારિત્રયોગમાં સ્થિરતા રાખવી.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #77
--------------------------------------------------------------------------
________________
ક્ષમા : સાચાં કે ખોટાં એવાં ક્રોધનાં કારણો આવે છતાં બાહ્ય કે અંદ૨ ક્રોધનો ઉદય થતાં તે ક્રોધને રોકવો, તેને સફળ ન થવા દેવો.
સદાચાર : સર્વ ઉપર ઉપકાર કરવો. પ્રિય વચન બોલવું. સકૃત્રિમ અને અકૃત્રિમ સ્નેહ રાખવો વગેરે સજ્જનયોગ્ય પ્રવૃત્તિ ક૨વી.
યોગવૃદ્ધિ : સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે મુક્તિના ઉપાદાનકારણરૂપ યોગની અપ્રમત્તભાવે સાધના કરાય.
આદેયતા : બીજાઓ પોતાનું વચન અને પ્રવૃત્તિ સાદર સ્વીકારે.
ગુરુતા : બધા સ્થળે ગોરવ મળે.
શમસુખ : કષાયરૂપ વિષદોષ અતિમંદ થવાથી અનુભવાતું શમસુખ જે વિષયસેવનથી થયેલા આનંદથી ચડિયાતું હોય છે.
યોગનું આ ફળ તો વિષમ એવા પંચમકાળમાં પણ આબાલગોપાળ અનુભવી શકે છે જે ઘણું અલ્પ છે તો ચતુર્થ આરામાં યોગનું વિશેષ સ્વરૂપ ‘આવશ્યક નિર્યુક્તિ’ જેવા આગમોમાં કહેલું છે. ‘આવશ્યક નિર્યુક્તિ’માં કહ્યું છે કે આમર્દોષધિ, સર્વોષધિ, ચારણ જેવી અનેક લબ્ધિઓ તેમજ બળદેવત્વ, વાસુદેવત્વ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન અને યાવત્ તીર્થંકરત્વની પ્રાપ્તિ યોગના પ્રભાવથી થાય છે. આ યોગનું સ્વરૂપ આત્મપુરુષોએ આગમમાં સારી રીતે સમજાવ્યું છે માટે મુમુક્ષુ આત્માઓ તે ૫૨ શ્રદ્ધા રાખી અધ્યાત્મયોગનો અભ્યાસ કરે એમ ‘યોગબિંદુ’ ગ્રંથમાં કહ્યું છે.
આત્માદિ અતીન્દ્રિય વસ્તુઓ યોગીઓ પ્રત્યક્ષ પ્રમાણથી ભાવપૂર્વક દેખે છે, જાણે છે એટલે અન્ય જે અયોગી છે એટલે આપણને તે ન દેખવાથી તે વસ્તુઓની સિદ્ધિ નથી એમ ન કહી શકાય કારણ કે અનુમાન પ્રમાણ, આગમથી આપણને એ વસ્તુ પરોક્ષ હોવા છતાં તેનું અસ્તિત્વ અવશ્ય ઘટે છે.
જૈન દર્શન પ્રમાણે વિશ્વના સમગ્ર દ્રવ્યનું બે વર્ગમાં વર્ગીકરણ કરેલ છે – જડ અને ચેતન. પૃથ્વી આદિ પાંચ ભૂત અચેતન છે, જડ છે જ્યારે ચેતના વિજ્ઞાનરૂપ છે, અર્થાત્ જ્ઞાનમય છે, પ્રકાશમય છે તેથી તે જડ ભૂતનો ધર્મ ન હોઈ શકે. જડતા અને ચૈતન્ય અન્યોન્ય વિરુદ્ધ છે તેથી તે એક અધિકરણમાં ન
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૪૮
Page #78
--------------------------------------------------------------------------
________________
રહી શકે. ચૈતન્ય જ્ઞાનરૂપ છે અને જડતા એ તભાવરૂપ છે. એટલે જ જાયાધિરણમાં ચૈતન્યનું ભાન ન થઈ શકે. આત્મા ચેતન છે. જેમ ચેતના એ જડ ભૂતનો ધર્મ નથી તેમ તેનું કાર્ય પણ નથી જ. ચેતનાનું અધિકરણ જડ ન હોઈ શકે. એટલે જ યોગી શરીરથી (એટલે જ જડથી) સ્વનું એટલે કે આત્માનું પૃથક્કરણ કરે છે. એટલે જ યોગી શરીરના સુખે સુખી હોતા નથી અને દુઃખે દુઃખી હોતા નથી. એ શરીરના સુખની ઇચ્છા અને દુઃખની અનીહા ધરાવતા નથી. પણ ઉભય સમયે ઔદાસીન્ય કેળવે છે. જેમ અંધકારના કારણે દોરડામાં સર્પનું ભાન થાય એ ભાનની દૃષ્ટિએ સત્ય હોવા છતાં વિષયની દૃષ્ટિએ સર્વથા અસત્ય જ છે તેમ અજ્ઞાનાદિ અથવા મિથ્યાત્વના કારણે શરીર અને આત્માનું અભેદ માનવું તે પણ બ્રાન્ત જ છે અને મહાત્મા તથા યોગી પુરષો શરીર અને આત્માનો ભેદ સ્પષ્ટપણે સમજવાથી તેમના પર ગમે તેવાં શારીરિક કષ્ટો આવે કે જીવલેણ હુમલાઓ થાય તો પણ તેમને દુઃખ થતું નથી. કે એનાથી વિપરીત ગમે તેવી સુખસામગ્રી પ્રાપ્ત થાય તો આનંદ થતો નથી. બેઉ પરિસ્થિતિમાં તેઓ માધ્યસ્થ જ હોય છે.
જૈન દર્શન આત્મવાદી છે. આત્માના અસ્તિત્વને સ્વીકારે છે. આત્મા નામક તત્ત્વ વિદ્યમાન છે. આત્મા કર્મનો કર્તા છે. કરેલાં ફળ-સુખ-દુઃખનો ભોક્તા છે. સ્વકૃતકર્માનુરૂપ ગતિગામી છે. જેના યોગે કર્મબંધ અને સંસાર થાય છે તેના પ્રબળ વિરોધી સાધનોના ઉત્કટ સેવનથી એ જ કર્મબંધનનો વિનાશ પણ શક્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના લખેલ આત્મસિદ્ધિમાં કહે છે -
આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ; છે ભોક્તા, વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ //૪૩ાા આત્મસિદ્ધિ
ચેતનાનો સ્વભાવ મોલિક પૂર્ણ જ્ઞાનમય છે. સૂર્યનો સ્વભાવ પ્રકાશ આપવાનો છે, એ પણ મેઘપટલાદિ આવરણમાં આચ્છાદિત થાય છે તેમ આત્મિક સ્વભાવ પણ રાગ, દ્વેષ, મોહ વગેરે આવરણોથી આચ્છાદિત થયેલો છે તે ધ્યાનાદિના પ્રભાવે આત્મારૂપ સૂર્યના જ્ઞાનરૂપ પ્રકાશ પર પડેલાં રાગાદિ આવરણો દૂર થઈ જાય છે. અજ્ઞાનરૂપ ગાઢ અંધકાર નષ્ટ થાય છે. અને આત્મા પૂર્ણ પ્રકાશિત થાય છે. આ પરિપૂર્ણ પ્રકાશી આત્મા સર્વજ્ઞ કહેવાય છે. આ પ્રકારે
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૪૯
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્માદિનું જ્ઞાન અને સર્વજ્ઞતા આદિની પ્રાપ્તિ એ યોગનું મહાભ્ય છે. એમ આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગબિંદુ આ ગ્રંથમાં જણાવે છે. આ રીતે યોગ મોક્ષનો માર્ગ બને છે.
આવી રીતે આત્મા-કર્મ આદિની પ્રતીતિનું યોગ જ કારણ છે. બીજું કોઈ કારણ નથી. કારણ કે યોગથી નિશ્ચિત જ તત્ત્વસિદ્ધિ થાય છે. તે અન્ય કોઈ વાદપ્રતિવાદથી થઈ શકતી નથી. વાદ-વિવાદથી પરમાર્થની સિદ્ધિ થઈ શકતી નથી. અપ્રમાદ આત્માઓને મોક્ષના સાચા માર્ગમાં ગમન કરવા માટે અધ્યાત્મયોગ જ એકમાત્ર ઉપાય છે. અધ્યાત્મ એટલે આત્મામાં રહેલા ગુણોનો વિકાસ કરવો. તેનાથી જ આત્માને તત્ત્વ એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ અને એનાં લક્ષણોનો અનુભવ થાય. આત્માને કર્મબંધથી છૂટવાનો ઉપાય વિચારાય. અધ્યાત્મભાવની વિચારણા કરવાથી કષાયની ઉપશાંતિ થાય છે, તેથી દેવ, ગુરુ, ધર્મ, જીવાજીવ વગેરે તત્ત્વની યથાર્થ પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે. તત્ત્વની યથાર્થ પ્રતીતિથી જાગતો અધ્યાત્મભાવ એ જ મોક્ષનો સઉપાય છે. એ સિવાયના સર્વ ઉપાયો અસત્ય છે.
સંસારમાં રહેલા જીવો માટે અધ્યાત્મ પણ અતિશય દુર્લભ છે. જે ભવ્ય જીવ ચરમ(છેલ્લા) પુદ્ગલ પરાવર્તમાં આવ્યો હોય, અને શુક્લપાક્ષિક તેમજ આત્મા ગ્રંથિભેદ કરનારો તેમજ ચારિત્ર પાળનારો હોય તેને જ અધ્યાત્મ પ્રાપ્ત થાય છે.
ચરમ એટલે છેલ્લા પુગલ પરાવર્તમાં વર્તતો જીવ શુક્લપાક્ષિક કહેવાય છે. ગ્રંથી ભેદ કરી, સમ્યકત્વને પામેલ હોય, શ્રાવકના બાર વ્રતને ધારણ કરતા હોય, સર્વ પાપમય સાવદ્ય વ્યાપારનો સર્વ પ્રકારથી ત્યાગ કરીને પાંચ મહાવ્રત ધરતા હોય તે શુક્લપાક્ષિક છે.
જૈન દર્શનમાં મોક્ષમાર્ગ માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની રત્નત્રયી બતાવી છે. સીન - જ્ઞાન - ચારિત્રાUિT મોક્ષમાર્યા.તત્ત્વાર્થસૂત્ર એમાં ચારિત્ર મહત્ત્વનું છે. “પ્રવચનસાર” તેમજ “આચારાંગમાં પણ કહ્યું છે – ‘સાયારો પ્રથમ ” આપણા આપ્ત પુરુષોએ મોક્ષની પ્રાપ્તિ માટે જે યોગમાર્ગ બતાવ્યો છે કે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #80
--------------------------------------------------------------------------
________________
=
:
ચરમાવર્તમાં આવેલો આત્મા શુદ્ધ નિર્મલ મનવાળો હોય તે જ યોગના સ્વરૂપને શ્રદ્ધાપૂર્વક સાધી શકે છે, એવી જ રીતે જેણે યોગમાર્ગમાં ઘણો શાસ્ત્રાભ્યાસ કર્યો છે તેવા અનેક મહાત્માઓ જેમકે ગોપેન્દ્ર યોગીરાજ કહે છે. તે ફક્ત વચન-ભાષાભેદથી આપણને જુદા રૂપે લાગે છે. જૈન દર્શન પ્રમાણે વિચારીએ તો કર્મની આત્મા પર તીવ્ર અસર હોય છે, ત્યાં સુધી આત્માને યોગમાર્ગની જિજ્ઞાસા થતી નથી. આત્મા પર કર્મની અસર ત્યારે જ ઓછી થાય જ્યારે કર્મસ્થિતિ ઘટે. મોહનીય વગેરે સાત કર્મની સ્થિતિ ઘટતાં ઘટતાં અંતે કોડાકોડી સાગરોપમ પ્રમાણ થાય ત્યારે આત્મા પર કર્મની અસર ઘટે અને યોગમાર્ગની જિજ્ઞાસા જાગે છે.
આવી રીતે યોગ્યતાવાળા પુણ્યોદયી જીવો જ અધ્યાત્મયોગની પ્રાપ્તિ કરી શકે છે. એના માટે પૂર્વસેવા એ જ પૂર્વભૂમિકારૂપ છે. પૂર્વસેવાના યોગે આત્મા યોગરૂપ મહાપ્રસાદ પર ચઢી શકે છે.
पूर्वसेवा तु तन्त्रज्ञै-गुरुदेवादिपूजनम् । સારીરતો મુજ્ય - પ શ્વપ્રર્તિતા ૨૦૨ા યોગબિંદુ
યોગશાસ્ત્રોના જાણકારે (૧) ગુરુદેવાદિ પૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મુક્તિ પરનો અદ્વેષ આ ચારને પૂર્વ સેવા કહી છે. (૧) ગુરુદેવાદિ પૂજન : જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ તથા ક્રિયામાં અપ્રમાદી
હોઈ સર્વ જીવોને મોક્ષમાર્ગ બતાવનારા જે હોય તે ગુરુ છે તેવા પૂજ્ય ગુરુઓની શ્રદ્ધાપૂર્વક વિનય, ભક્તિ કરવી તે ગુરુસેવા. અને દેવપૂજા - જે દેવો વીતરાગ, લોકોત્તર દેવો ઉત્તમ આત્મગુણોથી ભરપૂર તેમની પૂજા
કરવી, સ્તુતિ કરવી તે દેવપૂજા. (૨) સદાચાર : યમ-વ્રત, નિયમ-ઇન્દ્રિય અને મનનો નિગ્રહ કરનારા અભિગ્રહ
તેમજ દયા, દાન, બ્રહ્મચર્ય, ક્ષમા આદિ શુદ્ધ આચાર પાળવા. (૩) તપઃ બાહ્યાંતર અને અત્યંતર તપ अनशना - ऽवमौदर्य - वृत्तिपरिसंरव्यान - रसपरित्याग-विविक्तशय्यासन વાયol-જેરા (દિ તU: Ti૨.૨૨ તત્વાર્થસૂત્ર
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૧
Page #81
--------------------------------------------------------------------------
________________
અનશન, ઉણોદરી (અવમૌદર્ય), વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શય્યાસન (સંલીનતા) અને કાયક્લેશ એમ છ પ્રકારનાં બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્સર્જ- ધ્યાનાત્યુત્તરમ્ IIo.૨૦।। તત્ત્વાર્થસૂત્ર (૪) મુક્તિનો અદ્વેષ : એટલે સર્વ કર્મનો ક્ષય કરી સચ્ચિદાનંદ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવું. એવા મોક્ષના સ્વરૂપ પ્રત્યે અનાદર ન કરતાં પૂર્ણ શ્રદ્ધાથી મોક્ષ ત૨ફ પ્રવૃત્તિ કરવી.
જે ભવ્ય જીવો ચરમ પુદ્ગલપરાવર્તમાં રહેલા હોવાથી મુક્તિ અને એના કારણરૂપ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ જે યોગ મોક્ષપ્રાપ્તિનો માર્ગ છે તેની ઉ૫૨ તેમજ તે માર્ગમાં એટલે જ મુક્તિમાર્ગમાં ચાલનારા લોકો પ્રત્યે દ્વેષથી રહિત છે તે ભવ્યજીવો દેવ-ગુરુનું સેવા-પૂજન વિધિપૂર્વક કરતા હોય, ધર્મની આરાધના કરતા હોય તે જ પૂર્વસેવા યોગ કહેવાય. પૂર્વસેવામાં ગુરુ વગેરેના પૂજનરૂપ દ્રવ્યક્રિયાથી જે લાભ નથી થતો તે મિથ્યાત્વાદિરૂપ સંસારના નિવૃત્તિરૂપ મુક્તિના અદ્વેષથી થાય છે. આવી રીતે પૂજન અને મુક્તિ-અદ્વેષ આ બેમાં મુક્તિ-અદ્વેષની મહત્તા બતાવી છે.
ચ૨માવર્તી જીવ મુક્તિનો અદ્વેષી અથવા અનુરાગી છે. એનામાં પ્રબલ યોગની યોગ્યતા પ્રગટી છે. શાસ્ત્ર આજ્ઞા રુચિ થઈ છે. મિથ્યાત્વાદિ અતિ મંદ થયા છે. માર્ગાનુસારિતા પણ થઈ છે. એથી જ ગાઢ મિથ્યાત્વયુક્ત અચ૨માવર્ત કાળમાં જે અનુષ્ઠાન થાય છે એનાથી ચ૨માવર્તી જીવનાં દેવપૂજા, ગુરુભક્તિ, દાન, તપ, જપ વગેરે સનુષ્ઠાનો વિલક્ષણ હોય છે. ઉત્તમ હોય છે. તે તહેતુ અથવા અમૃત અનુષ્ઠાન સ્વરૂપે જ સંભવે છે.
તદ્ભુતુ અનુષ્ઠાન : તદ્ હેતુ - તેનો હેતુ - સદ્ અનુષ્ઠાનનો હેતુ બને તેવી આરાધનાને તહેતુ અનુષ્ઠાન કહેવાય છે. શાસ્ત્રકારોએ ચ૨માવર્ત કાળમાં મોટા ભાગે તન્હેતુ અનુષ્ઠાન કહેલ.
અમૃત અનુષ્ઠાન ઃ જિનેશ્વર ભગવંતે બતાવેલ મોક્ષમાર્ગને વિશે આ જ તત્ત્વ છે. આ જ ૫૨માર્થ છે. આવી અધ્યવસાયધારાસ્વરૂપ ઝળહળતી શ્રદ્ધાથી
પર
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #82
--------------------------------------------------------------------------
________________
જે આરાધના થાય તે અમૃત અનુષ્ઠાન બને છે. જીવ ચરમાવર્તમાં યોગનો હેતુ બને છે. અચરમાવર્તમાં નથી બનતો.
આવા ઉત્તમલક્ષણયુક્ત જીવને પૂર્વસેવાના પ્રારંભથી જ યોગ હોય છે એમ અન્ય દર્શનના પંડિતો કહે છે. તેમજ યોગશાસ્ત્રકાર ગોપેંદ્ર પણ કહ્યું છે.
આચાર્ય હરિભદ્રસૂરિ “યોગબિંદુ માં કહે છે.योजनाद्योग इत्युक्तो, मोक्षेण मुनिसत्तमैः । स निवृत्ताधिकारयां, प्रकृतौ लेशतो ध्रुवः ।।२०१।।
યોગબિંદુ અર્થ : જે મુક્તિ સાથે આત્માનું યોજન કરે તે યોગ. આવી રીતે યોગનું લક્ષણ મહર્ષિઓ જણાવે છે. મોક્ષની સાથે એટલે સર્વ કર્મના ક્ષયરૂપ નિર્વાણપદની સાથે જે જપ, તપ, અનુષ્ઠાન સંબંધ કરાવે એટલે જ મોક્ષ તરફ ગમન કરાવે એવી જે સર્વશ્રેષ્ઠ ક્રિયા કે અનુષ્ઠાન હોય તેને યોગ કહેવાય તેમ મુનીશ્વરોમાં પરમ શ્રેષ્ઠ તીર્થકર, ગણધર જણાવે છે. જે આત્માનું મોક્ષ સાથે યોજન કરે એટલે જડ તત્ત્વરૂપ પ્રકૃતિથી સર્વથા વિયોજન કરે તે યોગ કહેવાય.
આત્માથી પ્રકૃતિનો એક અંશ નાશ પામતાં યથાપ્રવૃત્તિકરણ તથા અપૂર્વકરણ વડે સંસારના બીજભૂત રાગદ્વેષની ગાંઠ ભેદતાં તે મોક્ષગમન માટે પ્રારંભમાં યોગના અંશરૂપ સમ્યક્ દર્શનની પ્રાપ્તિ કરે છે. તેથી તે આત્મા અપુનબંધકતાને પામે છે. પ્રકૃતિ સાથે વિયોજન થાય એટલે જ આત્મા સાથે અનાદિકાળથી રાગ, દ્વેષ, મોહ વગેરે કર્મપ્રકૃતિનો નવા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવાનો સ્વભાવ નષ્ટ થતાં પ્રતિસોતરૂપ આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ યોગનો પ્રભાવ આત્માનુભવમાં જોડાવાથી તે આત્મા યોગનો અધિકારી બને છે. આવો આત્મા જેણે રાગદ્વેષના નિરંતર પરિણામવાળી આત્માની ચિત્તવૃત્તિરૂપ મોહની ગ્રંથીનો ભેદ કર્યો છે એ નિરંતર મોક્ષનું ધ્યેય અંતઃકરણમાં રાખી તપ, જપ, સંયમ, ધ્યાન, સમાધિમાં ચિત્તને જોડે છે. સંસાર સંબંધી પણ જે ક્રિયાઓ કરે છે ત્યારે પણ અવ્યક્તપણે મોક્ષની ઇચ્છા રહેલી હોય છે. આવા સમ્યગ્દષ્ટિ જીવનું ચિત્ત ધર્મ કે સંસાર કોઈ પણ પ્રવૃત્તિમાં એક ક્ષણ વાર પણ મોક્ષની આકાંક્ષાથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #83
--------------------------------------------------------------------------
________________
રહિત હોતું નથી. આથી એ જે જે પ્રવૃત્તિ કરે છે તે પ્રવૃત્તિ પરિણામે મોક્ષપ્રાપ્તિરૂપ ફળવાળી બને છે. એ ભાવયોગી કહેવાય છે. (અથવા એને ભાવથી યોગ થાય છે.)
શુભ પરિણામયુક્ત શુદ્ધ અનુષ્ઠાન આત્મસ્વરૂપની શુદ્ધતા કરતો હોવાથી અને મોક્ષ સાથે જોડતો હોવાથી યોગરૂપ છે. શુદ્ધ અનુષ્ઠાન ત્રણ પ્રકારે છે – વિષયશુદ્ધ, સ્વરૂપશુદ્ધ અને અનુબંધ શુદ્ધ. (૧) વિષયશુદ્ધ જેનો વિષય એટલે કે લક્ષ શુદ્ધ હોય તે વિષયશુદ્ધ અનુષ્ઠાન. (૨) સ્વરૂપશુદ્ધ : જેનું પોતાનું સ્વરૂપ શુદ્ધ હોય તે સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન. (૩) અનુબંધ શુદ્ધ ઃ ઉત્તરોત્તર પરંપરા ચાલવારૂપ અનુબંધથી શુદ્ધ તે અનુબંધશુદ્ધ
અનુષ્ઠાન.
આ ત્રણ અનુષ્ઠાનમાં ઉત્તરોત્તર અનુષ્ઠાન શ્રેષ્ઠ છે. જેમ કે વિષયશુદ્ધ અનુષ્ઠાનથી સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન શ્રેષ્ઠ છે. વરૂપશુદ્ધ અનુષ્ઠાનથી અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન શ્રેષ્ઠ છે.
મુક્તિના ધ્યેયથી કરાતું અનુષ્ઠાન વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. એ વિષયથી એટલે કે લક્ષથી શુદ્ધ છે પણ સ્વરૂપથી શુદ્ધ નથી. આ અનુષ્ઠાનમાં આત્મઘાત વગેરે પ્રવૃત્તિની પ્રધાનતા હોય છે. સમ્યગૂ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ગુણોને ધાત કરનારા દોષોને દૂર કરી શકાતો નથી.
લોકની દષ્ટિએ પ્રસિદ્ધ બનેલા યમ, નિયમ વગેરે અનુષ્ઠાનો સ્વરૂપશુદ્ધ છે. (પણ સમ્યગૂ દર્શન અને સમ્યગ જ્ઞાન ન હોવાથી) અથવા યથા સ્વરૂપે જીવ, અજીવ, પુણ્ય, પાપ વગેરેનો સમ્યગુ બોધ ન હોય ત્યાં સુધી મોક્ષમાર્ગનું સ્વરૂપ થતું ન હોવાથી વ્યવહારથી યોગ કહેવાય છે. પણ એ શાસ્ત્ર મુજબ નથી. - હવે યમ, નિયમ વગેરે અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન છે. જ્યારે યમ-નિયમાદિ અનુષ્ઠાન જીવાદિ તત્ત્વોના સમ્યગુજ્ઞાનથી યુક્ત હોય અને પ્રશાંત વૃત્તિ એટલે કે કામ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે દોષોના વિકારથી રહિત હોય ત્યારે એ અનુષ્ઠાનો અનુબંધશુદ્ધ અનુષ્ઠાન છે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે થતા આ શુદ્ધ અનુષ્ઠાનની આત્મામાં પ્રવૃત્તિ થવાથી અનાદિ કાલથી રહેલા સાનુબંધ દોષોનો નાશ થવાથી મોક્ષની નજદીક લાવે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #84
--------------------------------------------------------------------------
________________
યોગના અધિકારી કોણ થઈ શકે એ જણાવતાં આચાર્ય હરિભદ્રસૂરિ આગળ કહે છે -
तथात्मगुणलिंगानि, प्रत्ययस्रिविधो मतः । सर्वत्र सदनुष्ठाने, योगमार्गे विशेषतः ।।२३१।।
આત્મા, ગુરુ અને લિંગ એમ ત્રણેને ઓળખીને એટલે જ આત્મા પોતાના સ્વરૂપને જાણવાની ઇચ્છા કરે, ગુરુવરો તે આત્માના સ્વરૂપનો ઉપદેશ આપે, તે સ્વરૂપને આપણે તેના ચિહ્નથી સંપૂર્ણ જાણીએ-આવી રીતે ત્રણેને ઓળખીને સદનુષ્ઠાન કરતા જીવાત્માઓ યોગના અધિકારી થાય છે એમ યોગશાસ્ત્રમાં જણાવેલું છે.
આત્મા, ગુરુ અને ધર્મના સ્વરૂપને જાણનારો, તેમાં પૂર્ણ શ્રદ્ધા રાખનારો યોગી મોક્ષના સ્વરૂપને પામે છે એટલે આત્માદિ તત્ત્વની જે પ્રતીતિ તે મોક્ષનું ઉપાદાન કારણ થાય છે. જે યોગીને સત્ય યોગનો આરંભ કરવો છે તે યોગી નિશ્ચયથી આત્માનું સ્વરૂપ ગુરુ પાસેથી અનુભવપૂર્વક યથા સ્વરૂપે સમજીને તત્ત્વરુચિ અને સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્તિ કરે છે એટલે આત્મા ગુરુ તથા ધર્મચિહ્નનું આલંબન અવશ્ય લે છે, તેને સાનુબંધ યોગારંભક કહેવાય છે. આ બધો યોગમાર્ગ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનારા યોગીઓને અવશ્ય ઉપયોગી છે અને આ યોગમાર્ગોપયોગી વ્યવહાર આગમથી જ પ્રસિદ્ધ બનેલો છે. કારણ કે વ્યવહારનું ફળ અતીન્દ્રિય છે અને અતીન્દ્રિય ફળવાળા અનુષ્ઠાનમાં શાસ્ત્ર જ વિશ્વાસનું કારણ છે.
આવા સયોગવાળા ભવ્યાત્માઓ સ્વગુણ વૃદ્ધિની સાથે લોકમાં પણ મહાન અભ્યદય કરતા હોય છે. સર્વ કાર્યમાં ઉચિત આરંભ કરનારા, ગંભીર આશયવાળા, શુભ પરિણામવાળા, નિષ્ફળ ન જાય તેવી પ્રવૃત્તિ કરનારા અને અવસરને જાણનારા જીવો સમ્યમ્ - શુભ યોગ - ધર્મને યોગ્ય છે.
જે આત્મા અપુનબંધક છે. તેઓ વિષયાનુષ્ઠાન, સ્વરૂપ શુદ્ધાનુષ્ઠાન, શુદ્ધ અનુબંધ અનુષ્ઠાન અનુકૂળ સામગ્રીના યોગે પ્રાપ્ત કરે છે અને ગ્રંથભેદ કરી શુદ્ધતાપૂર્વક સમ્યગૂ દર્શનને પામે છે. છેલ્લા પુગલ પરાવર્તમાં આવેલા ભવ્યાત્માને ધર્મ-શ્રવણમાં પ્રેમ થાય છે. ધર્મ આદરવામાં ઉલ્લાસ વધે છે. આ સમ્યકત્વનું પ્રથમ ચિહ્ન છે. એવી જ રીતે બીજા લિંગ માટે (ચિહ્ન માટે)
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૫
Page #85
--------------------------------------------------------------------------
________________
સમ્યગદૃષ્ટિને ધર્મશ્રણની જેમ ધર્મરાગ પણ અધિક હોય છે. આગળ આચાર્ય હરિભદ્રસૂરિ ત્રીજા લિંગની વિચારણા કરતાં કહે છે કે સ્ત્રીરત્નને ભોગવનારા પુરુષ સ્ત્રીરત્નને જુએ છે તેનાથી અધિક સમ્યગ્દષ્ટિ આત્મા સમ્યગ્રષ્ટિ ગુરુદેવાદિ પૂજનને જુએ છે. સંસારનાં સર્વ કરવાયોગ્ય કાર્ય દૂર કરીને પણ એ દેવગુરુ ધર્મ આદિનો પૂજા-સેવા-સત્કાર તથા ધર્મારાધનમાં પ્રવૃત્ત થાય છે.
આવી રીતે પ્રશસ્ત યોગ પ્રવૃત્તિમાં આગળ વધતો યથાપ્રવૃત્તિકરણને કરી અનુક્રમે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરીને આગળ વધી સમ્યગૂ દર્શનને પ્રાપ્ત કરે છે. કરણ એટલે જીવોનાં પરિણામ, અધ્યવસાય. કરણ એટલે કર્તારૂપ આત્માને જે ક્રિયા કરવાની હોય તેમાં સહાયક બની નિશ્ચિત ફળને પ્રાપ્ત કરાવે તે કરણ. અહીં મોક્ષનું મુખ્ય કારણ શુદ્ધ સમ્યક્ત્વ દર્શન છે. તેની પ્રાપ્તિ ત્રણ કરણથી થાય છે. આ ત્રણે કરણ મોક્ષમાં જવાને યોગ્ય એવા ભવ્ય જીવોને હોય.
આત્માની મોક્ષગમનની યોગ્યતા તેને જ કહેવાય જે સમ્યગૂ દર્શનરૂપ બીજની પ્રાપ્તિ માટેની યોગ્યતા છે.
ભવ્યાત્મા ગ્રંથભેદ કરતા દેવપૂજા, ગુરુભક્તિ, વ્રત, પચ્ચખાણ, તપ, શાસ્ત્ર શ્રવણ કરતા સમ્યગૂ દર્શન અને દેશવિરતિરૂપ ચારિત્રભાવને પામે છે.
જ્યારથી ગ્રંથભેદ થયેલ છે ત્યારથી શુભ પરિણામથી ધારાને અનુક્રમે વધારતો સંસારની પ્રવૃત્તિના હેતુભૂત કર્મમલને હણતો સર્વવિરતિ ચારિત્રને પામે છે. સર્વથી એટલે પૂર્ણ ભાવે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એમ પાંચ મહાવ્રત પાળવાં તેમજ રાત્રિભોજન ત્યાગ એવા અનેક પ્રકારની યોગ પ્રવૃત્તિ કરાય છે. ભવ્યાત્માએ પૂર્વે કહેલ – અધ્યાત્મભાવ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આ યોગ ગ્રંથિભેદ કરનારા માર્ગનુસારીઓ આરાધતા અનુક્રમે અધ્યાત્મભાવરૂપ આત્મસ્વરૂપનો લાભ થાય છે. આ પાંચ અંગો વિસ્તારપૂર્વક આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુ માં સમજાવ્યાં છે(૧) અધ્યાત્મભાવ :
औचित्याद् व्रतयुक्तस्य, वचनात् तत्त्वचिन्तम् । मैत्र्यादिसारमत्यन्त - मध्यात्म तद्विदो विदुः ।।३५८ ।।
યોગબિંદુ અર્થ : ઔચિત્યપૂર્વક (ઉચિત આચરણાયુક્ત) શ્રાવક, સાધુના (અણુવ્રત
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #86
--------------------------------------------------------------------------
________________
મહાવ્રત) પાળવા; અને પરમાત્માએ કહેલાં જીવાદિક તત્ત્વોનું ચિંતવન કરવું; મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ભાવના સારરૂપે વિચારવી. આ ભાવનાને અધ્યાત્મયોગ કહ્યો છે. આ અધ્યાત્મયોગના અભ્યાસથી ભવ્યાત્માને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયરૂપ ક્લિષ્ટ કર્મનો નાશ થાય છે. સત્ત્વ વધે છે. ચિત્તની સમાધિ પ્રાપ્ત થાય છે. આ અધ્યાત્મયોગ અમૃત સમાન છે કારણ એ અતિ ભયંકર એવા મોહના વિષવિકારને દૂર કરે છે. આ અધ્યાત્મયોગનો વારંવાર અભ્યાસ કરતાં અનુક્રમે યોગભાવની વૃદ્ધિ થતાં ચિત્તની
સ્થિરતાયુક્ત ભાવના યોગ પ્રગટે છે. (૨) ભાવના : ભાવનાના અભ્યાસથી કામ, ક્રોધાદિ અશુભ ભાવનાઓ નષ્ટ
થાય છે. જ્ઞાનાદિના શુભ અભ્યાસ કરવાની અનુકૂળતા થાય છે તથા
મનના સારા પરિણામની વૃદ્ધિ થાય છે. (૩) ધ્યાનઃ સારી ભાવનાયુક્ત એક પરમાત્માનું ધ્યેય જ ચિત્તમાં અવલંબન
કરી સ્થિર દીપક સમાન રહે એવા સૂક્ષ્મ ઉપયોગયુક્ત ચિત્તને ધ્યાન કહ્યું છે. ધ્યાનથી સર્વ કાર્યમાં આત્માધીનતા – સ્વાધીનતા પ્રાપ્ત થાય છે. મનની સ્થિરતા થાય છે. ચિત્ત સતત શુભ ભાવમાં રહે છે. જન્મમરણની પરંપરારૂપ અશુભ કર્મોના અનુબંધનો નાશ થાય છે અને જૂનાં બાંધેલાં
કર્મોનો ધ્યાનરૂપ અગ્નિ વડે વિનાશ કરે છે. (૪) સમતા : અનાદિ કાલની મિથ્યાત્વ ભાવરૂપ મોહમય અજ્ઞાનતા જે અવિદ્યા
કહેવાય છે એના કારણે જીવ આ વસ્તુ ઇષ્ટ કે અનિષ્ટ છે એવા વિકલ્પો કરે છે. એને સમ્યગુ જ્ઞાનદર્શનની સહાયથી દૂર કરી ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોના સંયોગ-વિયોગમાં મનની સમતા જાળવે છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે કેવળજ્ઞાન, કેવળદર્શન - યથાખ્યાત ચારિત્ર આદિને રોકનારાં કર્મોનો
ક્ષય થાય છે તેમજ અન્ય કર્મની અપેક્ષાવાળી પરંપરાનો નાશ થાય છે. (૫) વૃત્તિસંક્ષય યોગ : અન્યના સંયોગથી થયેલી વૃત્તિઓનો ફરી ન થાય તે
રીતે તે તે કાળે ક્ષય થાય તે વૃત્તિસંક્ષય યોગ છે. આત્મા સ્વભાવથી તરંગરહિત એટલે ચંચલતા વિનાના મહાસમુદ્ર સમાન અત્યંત સ્થિર છે. એટલે એનામાં
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૭
Page #87
--------------------------------------------------------------------------
________________
વિકલ્પરૂપ અથવા કાયિક ક્રિયારૂપ વૃત્તિઓ ઘટી શકે નહિ. છતાંય જો હોય તો તે અન્યના સંયોગથી જ થયેલી છે. વિકલ્પરૂપ વૃત્તિઓ મનોદ્રવ્યના સંયોગથી થયેલી છે એનો સંપૂર્ણ ક્ષય કેવળજ્ઞાનની પ્રાપ્તિકાળે થાય છે અને શરીર સંયોગજન્ય ક્રિયારૂપ વૃત્તિઓનો ક્ષય કેવળી અયોગી બને ત્યારે થાય છે. આ રીતે ક્ષય પામેલી વૃત્તિઓ ફરી ઉત્પન્ન થતી નથી. વૃત્તિસંક્ષયથી સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને પ્રત્યક્ષ કરાવનારું, સર્વદા સંપૂર્ણ ઉપયોગવાળું અપ્રતિપાતી એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સંપૂર્ણ આયુષ્યકાળ સુધી વિચરી, જગતના આત્માઓને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવી બાકી રહેલ અઘાતી કર્મોનો નાશ કરવા કેવળી સમુઘાત કરે છે. અંતે શેલેશીકરણ વડે સર્વમન, વચન, કાયાના યોગની પ્રવૃત્તિને રોકવારૂપ આત્મા મેરુ જેવો સ્થિર બની શેલેશીકરણનો સ્વીકાર કરે છે. સર્વ વ્યથાઓથી રહિત અનંત અખંડ આનંદને આપનારા એટલે કે પરમાનંદસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આવી રીતે મોક્ષની પ્રાપ્તિ કરવામાં ઉપાદાનકારણરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ યોગ સ્વરૂપની વિચારણામાં અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષયરૂપ એમ પાંચ પ્રકારના યોગ બતાવ્યા છે. તેમાં પારમાર્થિક ભાવનારૂપ તત્ત્વની વિચારણા કરવી તે અધ્યાત્મ કહેવાય. સર્વ કાર્ય સંબંધી ઔચિત્યથી યુક્ત અને મૈત્રી આદિ ગુણોથી યુક્ત જીવનું તત્ત્વચિંતન અધ્યાત્મ છે. આ અધ્યાત્મયોગ જુદાં જુદાં અનેક સ્વરૂપે અનેક સ્વભાવરૂપ ધર્મવાળા છે. અનેક અપેક્ષાથી આ અધ્યાત્મયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ અનેક સ્વરૂપવાળો થાય છે.
યોગમાર્ગમાં પ્રથમ ક્રિયાનો આધાર જપ છે. તેથી જપને અધ્યાત્મ કહેવાય છે. યોગમાર્ગમાં પ્રવેશ કરતા મંગલાચરણ રૂપે પરમાત્માનો જપ છે. જપ કરનાર માટે ધ્યેય વિષયમાં સ્થિરતા-એકાગ્રતા થવામાં તે ઉપકારક થાય છે તેથી જાપજપ અધ્યાત્મયોગ છે. જાપમાં મન-વચન-કાયાની શુદ્ધતા હોવી જરૂરી છે.
જે જે તપ ક્રિયા, જપ, ધ્યાન વગેરે શુભ સદનુષ્ઠાનો નિર્માયિક ભાવે સમજણપૂર્વક કરાય છે તે સર્વ સદનુષ્ઠાનો અધ્યાત્મ જ છે.
સર્વ જીવો વિષે મૈત્રીનું ચિંતન કરવું, પોતાનાથી અધિક ગુણી જીવો પ્રત્યે પ્રમોદનું ચિંતન કરવું, શારીરિક, માનસિક દુઃખોથી પીડાતા જીવો વિષયે કરુણાનું ચિંતન કરવું, હિતશિક્ષા આપવા માટે અયોગ્ય એવા અતિરાગી અને અતિદ્વેષી જીવો વિષે માધ્યસ્થભાવનું ચિંતન કરવું એ અધ્યાત્મ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #88
--------------------------------------------------------------------------
________________
આવી રીતે અનેક પ્રકારવાળું અનુસરવાયોગ્ય અર્થવાળું અધ્યાત્મસ્વરૂપ છે. જે આત્મસ્વરૂપમાં રમણતા અથવા સ્થિરતા કરાય તે અધ્યાત્મ કહેવાય. આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ, તપ વગેરે અનેક ગુણોની વિચારણા કરવી એ અધ્યાત્મ. આત્માના સ્વરૂપનું અભેદભાવ રૂપે જે ચિંતવન, મનન થાય એ ભાવઅધ્યાત્મયોગ છે.
અધ્યાત્મયોગ સમ્યગદર્શન અને જ્ઞાનથી યુક્ત હોય છે. આવા અધ્યાત્મયોગીઓ ભાવના, ધ્યાન અને સમતા આ ત્રણ યોગના અભ્યાસથી વૃત્તિસંક્ષય નામના પાંચમા યોગભેદની પ્રાપ્તિ કરે છે. વૃત્તિસંક્ષય એટલે રહેલી કર્મસંયોગની યોગ્યતાની નિવૃત્તિ. આત્માથી કર્મ બાંધવાના હેતુરૂપ થનારા ચિત્તની રાગદ્વેષમય કિલષ્ટતાવાળી વૃત્તિઓનો નાશ, ધર્મધ્યાનના અને શુક્લધ્યાનના યોગે કરવો. અનાદિકાળથી આત્માની સાથે લાગેલા કર્મનો ક્ષય કરવા અપૂર્વ પુરુષાર્થ કરી સ્વયં પરમાત્મસ્વરૂપે થવું.
ગમનાગમન આદિ સ્થળ અને ઉચ્છવાસ - નિ:શ્વાસ આદિ સૂક્ષ્મ ચેષ્ટાઓ આત્માની વૃત્તિઓ છે. તેમાં મન-વચન-કાયા વડે કરાતી શુભ ક્રિયા પુણ્યના હેતુભૂત થાય છે. તેમજ અશુભ ક્રિયા પાપના હેતુભૂત થાય છે. આવાં શુભાશુભ કર્મની ક્રિયા જીવને અનાદિકાળથી થાય છે જેથી કર્મનો બંધ થાય છે. કર્મની સાથે જીવના સંયોગનો હેતુ યોગ્યતા છે. કર્મબંધનની જે યોગ્યતા હોય ત્યાં સંસારનું ભવભ્રમણ હોય અને જ્યાં યોગ્યતા ન હોય ત્યાં ભવભ્રમણ ન હોય. આ યોગ્યતા તે જ સંસારનો મુખ્ય હેતુ છે. ઉપાદાન કારણમય બીજરૂપ આ યોગ્યતા છે. તે યોગ્યતારૂપ બીજ આત્માથી જેટલા અંશે નાશ પામશે તેટલા અંશે આત્માને નવા કર્મનો અભાવ થશે. સાથે જૂનાં કર્મ પણ ક્ષય થતાં મોક્ષની યોગ્યતા સહજ ભાવે પ્રાપ્ત થશે.
આત્માના સ્વરૂપને પામવા ઇચ્છતા મુનિવરોએ યોગના અભ્યાસની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. ‘યોગબિંદુ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ નીચેના છ ઉપાયો યોગની સિદ્ધિ માટે બતાવે છે –
उत्साहान्निश्चयाधैर्यात्, संतोषातत्त्वदर्शनात् । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योग: प्रसिध्यति ।।४११।।
યોગબિંદુ અર્થ : મુનિઓએ જ્ઞાન-દર્શન-ચારિત્ર યોગનો અભ્યાસ કરવા માટે પ્રથમ
(આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૫૯
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉત્સાહ-હોંશ રાખવી, નિશ્ચય પણ કરવો, તે કાર્યમાં ધૈર્ય - ધીરજ રાખવી, સંતોષ રાખવો અને તત્ત્વોની શ્રદ્ધારૂપ દર્શન કરવું. તેમજ પોતાના પરિચિત દેશ-ગામનો પરિચય ત્યાગ કરવો જોઈએ. એમ છ વસ્તુનો ઉપયોગ રાખનારને યોગમાર્ગ પ્રાપ્ત થાય છે.
(૧) ઉત્સાહ : વીર્યોલ્લાસ, વીર્યના ઉલ્લાસથી યોગમાર્ગમાં ગમન થાય છે. (૨) નિશ્ચય : કર્તવ્યનો સ્થિર પરિણામ અર્થાત્ આ અધ્યાત્માદિ યોગ જ કરવા યોગ્ય છે. આરંભેલ યોગકાર્યને સિધ્ધ કરવું જ છે એવો દૃઢ નિશ્ચય. (૩) ધૈર્ય : ગમે તેટલાં વિઘ્ન આવે તો પણ સ્થિરતા રાખવી.
::
(૪) સંતોષ : બહારની(આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે) અનુકૂળતા કે પ્રતિકૂળતા, હર્ષ, શોક ન કરવો. જે હોય તેટલામાં જ સંતોષ રાખવો. આત્મામાં જ રમણતા કરવી.
(૫) તત્ત્વદર્શન : જીવ, અજીવ... મોક્ષ વગેરે નવ તત્ત્વનું યથાર્થ જ્ઞાન શ્રદ્ધાપૂર્વક થાય, તેનાથી વસ્તુતત્ત્વની જે મીમાંસા કરવી. સ્વપ૨નો ભેદ - સ્વ એટલે આત્મા, ૫૨ એટલે આત્માથી અન્ય એવા સર્વ ચેતન, અચેતન, પદાર્થોનો વિવેક કરાય તે આત્મદર્શન, આત્માના સ્વરૂપની શ્રદ્ધા. પરમાત્માના ઉપદેશમાં શ્રદ્ધા અને તે વડે વસ્તુતત્ત્વનો જે નિર્ણય થાય તેવા આત્મદર્શનથી યોગમાં પ્રવેશ કરાય છે.
(૬) જનપદત્યાગ : સંસારને અનુસરનારા લોકિક વ્યવહા૨નો ત્યાગ.
આ છ વસ્તુને આદ૨નારા મુનિરાજ યોગી યોગમાર્ગને અવશ્ય પ્રાપ્ત કરે છે. આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - આગમ, અનુમાન અને ધ્યાનના અભ્યાસથી એમ ત્રણ પ્રકારે શુદ્ધ પ્રજ્ઞાબુદ્ધિથી વિચાર કરતો જીવ ઉત્તમ યોગને પ્રાપ્ત કરે છે. આગમશાસ્ત્રમાં જે જે યોગ – મોક્ષમાર્ગ સંબંધી તત્ત્વની વ્યાખ્યાઓ હોય તેના બોધથી તેમજ આંતર-પ્રજ્ઞા શુદ્ધબુદ્ધિથી આત્મસ્વરૂપ રૂપ ઉત્તમ યોગની પ્રાપ્તિ થાય છે. તથા આત્માદિક જે તત્ત્વો ચક્ષુગોચર નથી તે આગમ તથા અનુમાનપ્રમાણ અથવા અર્થપત્તિપ્રમાણ વડે તાત્ત્વિક યોગનો નિર્ણય થાય છે. તે રૂપ અધ્યાત્મયોગ પણ પ્રાપ્ત થાય છે. ધ્યાનના અભ્યાસ વડે વારંવાર સ્થિરતા ક૨વાથી પણ અધ્યાત્મયોગની પ્રાપ્તિ થાય છે.
આ જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ યોગના
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૬૦
Page #90
--------------------------------------------------------------------------
________________
પાંચ ભેદ બતાવ્યા છે તેમાં સમતાયોગને મહર્ષિ પતંજલિ સંપ્રજ્ઞાત સમાધિયોગ કહે છે કારણ કે સમતાયોગમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રગટપણે વર્તે છે, અને સંપ્રજ્ઞાત એટલે જીવાદિ પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે શાસ્ત્રાધારે નિશ્ચિત જ્ઞાન તે સંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત = સં + પ્ર + જ્ઞાત્
સં એટલે પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ;
પ્ર એટલે પ્રકર્ષરૂપ એટલે સવિતર્ક નિશ્ચયરૂપ, શાસ્ત્રાધારે નિશ્ચત સ્વરૂપવાળું ;
જ્ઞાત એટલે જ્ઞાન.
ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલ ‘પાતંજલ યોગદર્શનની ટીકા’માં સૂત્ર 1.17 અને 1.18 માં કહ્યું છે
“तत्र पृथक्त्ववितर्क सविचारैकत्व वितर्का विचारारव्य शुक्लध्यान भेदद्वये संप्रज्ञात समाधिवृत्यर्थानां सम्यग्ज्ञानात् ।”
શુક્લધ્યાનના પૃથ
વિતર્ક-સવિચાર અને એકત્વ-વિતર્ક-અવિચાર આ
બે ભેદોમાં સંપ્રજ્ઞાત સમાધિ હોય છે કારણ કે તેમાં વૃત્તિઓનું અને અર્થોનું સમ્યગ્ જ્ઞાન હોય છે.
અહીં વૃત્તિઓ એટલે મનુષ્ય - ના૨ક વગેરે આત્મપર્યાયો; અર્થો એટલે દ્વીપ - પર્વત સમુદ્ર વગેરે પદાર્થો. સમ્યજ્ઞાન એટલે સમ્યગ્ ચિંતન. શુક્લધ્યાનના આ બે ભેદોમાં વૃત્તિઓનું અને અર્થોનું સમ્યક્ ચિંતન હોય છે. આ શુક્લધ્યાનના બે ભેદ રાગદ્વેષના ક્ષયરૂપ સમતામય હોવાથી સંપ્રજ્ઞાત સમાધિયોગ કહેવાય છે.
આવી રીતે અધ્યાત્મયોગ, ભાવનાયોગ, ધ્યાનયોગ અને સમતાયોગના સતત અભ્યાસથી સમતારૂપ સમાધિયોગમાં સ્થિરતા પ્રાપ્ત થયેલ યોગી આ છેલ્લા એટલે ચરમ ભવમાં સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્રની અપ્રમત્તભાવે આરાધના કરતો ક્રમે કરીને ક્ષપકશ્રેણીને પામે છે. આત્મસ્વરૂપના ઘાતક એવા ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રાપ્ત કરે છે. કૈવલ્યસ્વરૂપ પામેલા આ વૃત્તિસંક્ષય યોગને મહર્ષિ પતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કૈવલ્ય અવસ્થામાં સમસ્ત મનોવૃત્તિઓનો અને મનોવૃત્તિઓના બીજનો નિરોધ થયો હોય છે અને આત્મા યોગસ્વરૂપ સાથે એકતાને પામેલો હોય છે. અહીં અસંપ્રજ્ઞાત સમાધિ બે આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૧
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રકારે છે. જેમાં સર્વ મનોવૃત્તિઓનો નિરોધ છે. આ સમાધિ સંયોગી કેવળી દશાના યોગીઓને હોય છે, જ્યારે બીજો સમાધિયોગ સર્વવૃત્તિ નિરોધરૂપ યોગ કહેવાય છે જ્યાં બાકી રહેલ કાયાદિ સર્વ વૃત્તિઓનો અને કાયાદિ સર્વ વૃત્તિઓના
દારિક શરીરરૂપ બીજનો અત્યંત ઉચ્છેદ થાય છે જે અયોગી કેવલી દશા સાથે હોય છે.
આ યોગમાર્ગ આત્માને પરિણામી માન્યા સિવાય ઘટતો નથી. એટલે અનેકાંત દૃષ્ટિએ વિચારતાં આત્મા દ્રવ્યત્વભાવે નિત્ય અને પર્યાયત્વભાવે અનિત્ય હોય છે. એટલે જ 2 પરિણામીત્વ સ્વભાવવાળો હોવાથી અનાદિકાલથી જે અશુભ મન-વચન-કાયાનાં પરિણામ હતાં જે સંસારના હેતુભૂત થાય છે તે દૂર કરવારૂપ ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિમાં થતું ગમન અટકાવવા મહર્ષિ પતંજલિ યોગમાર્ગ બતાવે છે – વિકૃત્તિવૃત્તિનિરોધ: ચો: ૨.શા પાતંજલ યોગસૂત્ર ખરાબ ચિત્તની વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ કહેવાય છે.
જ્યારે પૂ. ઉમાસ્વાતિજી “તત્વાર્થ સૂત્રોમાં નવમા અધ્યાયમાં કહે છે - સાવનિરોધ: સંવર: સા.શા स गुप्ति - समिति - धर्माऽनुप्रेक्षा - परीषहजय - चारित्रैः ।।९.२।। તપસી નિર્નવા ચ ાર.રૂા. सम्यग् योगनिग्रहो गुप्तिः ।।९.४।। इर्या - भाषैषणा - ऽऽदाननिक्षेपोत्सर्गाः समितयः ।।९.५।। ઉત્તમ: ક્ષમા -મર્ટિવ ડર્વવ - - સત્ય - સંયમ - तपस्त्यागाऽऽकिश्चन्य -ब्रह्मचर्याणि धर्मः ।।९.६।।
આસવનો નિરોધ કરવો તે સંવરયોગ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ છે. અષ્ટ પ્રવચન- માતા જે પાળવી તે સમિતિ, ગુપ્તિયોગ. દશ પ્રકારના ક્ષમાદિ ધારણ કરવા તે ધર્મયોગ. મન-વચન કાયાનો નિગ્રહ કરવો તે ગુપ્તિયોગ, બાવીસ પરિષહોને જીતવા તે ચારિત્રયોગ. તપ વડે કર્મ ખપાવવા તે નિર્જરાયોગ વગેરે આત્માને અનાદિ કાળથી લાગેલ કર્મને ક્ષય કરીને મન-વચન કાયાની
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #92
--------------------------------------------------------------------------
________________
અશુભ એટલે ક્લિષ્ટ વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ કહેવાય. આવી રીતે આસવ આદિરૂપ અશુભ યોગનો નિગ્રહ રૂપે ત્યાગ કરી સંવર, નિર્જરા, ક્ષમાદિક ધર્મ, પરિષહજયરૂપ શુભ યોગ વડે ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્રયોગને પામતો આત્મા સંસારીત્વભાવરૂપ પૂર્વ અવસ્થાનો ત્યાગ કરી મોક્ષભાવરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે.
એટલે આત્માને પરિણામી સ્વભાવવાળો માનવાથી અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આ મોક્ષના હેતુભૂત યોગમાર્ગ યથાર્થ રીતે ઘટે છે. સંસાર હેતુભૂત અશુભ પરિણામને યોગથી જીતી શકાય છે. ઉપર જણાવેલ સંયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગરૂપ અને અધ્યાત્મ ભાવનારૂપ યોગના અભ્યાસથી ક્ષયોપશમ ભાવે આત્માની શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ પરિણામની ધારા ચાલે છે તે જ મુખ્ય યોગ છે. કારણ કે યોગનું મુખ્ય રીતે લક્ષણ શુદ્ધિરૂપ અવસ્થા છે. અર્થાત્ યોગ એટલે આત્માની શુદ્ધ અવસ્થા.
તે શ્રેષ્ઠ યોગના અભ્યાસ વડે એટલે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા વગેરે યોગના અભ્યાસથી અવિરત સમ્યગ્દષ્ટિથી ચઢતા ગુણસ્થાનકોના ક્રમથી આત્મા સુંદર અને ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરે છે. આત્માથી કર્મદલનો વિયોગ થતાં તાત્ત્વિક મુક્તિને પ્રાપ્ત કરે છે. આત્માને મન, વચન, કાયા, ઇન્દ્રિય તથા કર્મના સંબંધનો સંપૂર્ણ વિયોગ થાય છે અને અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ સહજ ગુણ વડે સ્વસ્વરૂપનો ભોક્તા થાય છે. અને તે જ પરમ મુક્તિ અથવા નિર્વાણ છે. અહીં સયોગી કેવળીને અંત સમયે જે શેલેશી નામની સમાધિ થાય છે તે સર્વ કર્મદલનો એ સમાધિયોગ વડે ક્ષય કરે છે જે શૈલેશીકરણ કહેવાય છે. આચાર્ય હરિભદ્રસૂરિ એને વૃત્તિસંક્ષય સમાધિ કહે છે.
આવી રીતે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા, વૃત્તિસંક્ષય આદિ યોગનો અભ્યાસ ભવ્યાત્માઓ સમ્યકત્વ, તપ, જપ, વ્રત, ઇંદ્રિયનિગ્રહ કષાય જય સાથે કરે છે. તેના સ્વાભાવિક ફળ રૂપે અખંડઆનંદરૂપ મુક્તિને પ્રાપ્ત કરે છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૩
Page #93
--------------------------------------------------------------------------
________________
યોગશતક
પ્રસ્તાવના :
જૈન શાસ્ત્રોમાં આધ્યાત્મિક વિકાસક્રમનું વર્ણન ચોદ ગુણસ્થાનક રૂપે, ચાર ધ્યાન રૂપે તેમજ બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ અવસ્થા રૂપે મળી આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિ જૈન પરંપરામાં તેનું યોગ રૂપે વર્ણન કરે છે. પાતંજલ, બૌદ્ધ આદિ ઇતર દર્શનોમાં વર્ણિત યોગપ્રક્રિયા અને એની પરિભાષા સાથે જૈન સંકેતોની સરખામણી કરી ભિન્ન ભિન્ન યોગપરંપરાઓ પાછળ રહેલી યોગવસ્તુની એકતા સ્પષ્ટ રીતે બતાવે છે. એમના યોગવિષયક મુખ્ય ચાર ગ્રંથો છે. ‘યોગશતક એમાનો એક ગ્રંથ છે. પ્રાકૃત ભાષામાં લખાયેલ આ ગ્રંથમાં ૧૦૦ ગાથાઓ છે. આગમપ્રક્રિયા, યોગપ્રક્રિયા અને અધ્યાત્મપ્રક્રિયાનો સુંદર સમન્વય આ ગ્રંથમાં અભુત રીતે થયેલો છે. અહીંયોગનું સ્વરૂપ, યોગના અધિકારી, અધિકારીનું લક્ષણ, તેને યોગ્ય ઉપદેશ અને યોગનું ફળ એ પાંચે બાબતો સંક્ષેપમાં સ્પષ્ટ કરવામાં આવી છે. આ ગ્રંથમાં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડી આપનાર રત્નત્રયી એટલે કે સમ્યજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યગુચરિત્ર છે. તે નિશ્ચય દૃષ્ટિએ યોગ છે અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન એ સમ્યગુ જ્ઞાનાદિનાં પ્રધાન સાધન હોવાથી વ્યવહારષ્ટિએ યોગ છે. સાધકના આધ્યાત્મિક વિકાસ માટે સર્વસાધારણ નિયમો બતાવ્યા છે. નવા સાધકને શ્રુતપાઠ, તીર્થસેવન જેવા સ્થળ ઉપાયો પ્રથમ અમલમાં મૂકવાનું કહ્યું છે. શાસ્ત્રના અર્થનું જ્ઞાન થયા બાદ તેણે રાગ, દ્વેષ, મોહ જેવા અંતર્ગત દોષોને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું સૂચવ્યું છે. વિકસિત ભૂમિકામાં પ્રવર્તતા સાધકો માટે નિજસ્વભાવ આલોચન, સંસારસ્વરૂપ તથા રાગદ્વેષાદિ દોષોનું ચિંતન જેવા આંતરઉપાયોનો અને ગુરુશરણ તથા તપ આદિ બાહ્ય ઉપાયોનો આશ્રય લેવાનું કહ્યું છે. ચિત્તને સ્થિર કરવા માટે રાગાદિ દોષોના વિષય અને પરિણામને એકાંતમાં કેમ ચિંતવવાં એનું વર્ણન કર્યું છે. આવા સચિંતનને અનુરૂપ સાધકની આહારાદિ ચર્યા કેવી હોઈ જોઈએ એનું નિરૂપણ કર્યું છે.
૬૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #94
--------------------------------------------------------------------------
________________
આ રીતે ચિંતનને આચરણ કરતા સાધક અશુભ કર્મનો ક્ષય કરે છે અને સાનુબંધ અર્થાત્ ઉત્તરોત્તર ફલદાયી એવા શુભ કર્મને બાંધી મુક્તિ પામે છે.
અમૂલ્ય માનવજીવનનું મુખ્ય ધ્યેય મોક્ષપુરુષાર્થ, મોક્ષ-પ્રાપ્તિ છે. દુર્લભ એવા મનુષ્યભવમાં જ એ પુરુષાર્થ કરવાનું શક્ય છે. તે મોક્ષને પ્રાપ્ત કરાવનાર તે પુરુષાર્થ, ધર્મ-અનુષ્ઠાનને યોગ કહેવાય છે.
યોગશતક' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મંગલાચરણમાં ભગવાન મહાવીરને નમસ્કાર કરતી વખતે યોગીનાથ એટલે કે યોગીઓના નાથ તરીકે ઓળખાવે છે.
नमिऊण जोगिणाहं, सुजोगसंदंसगं महावीरं । वोच्छामि जोगलेसं, जोगज्झयणआणु सारेणं ।।१।।
યોગશતક અર્થ : શ્રેષ્ઠ યોગના ઉપદેશક, મુનિઓના નાથ એવા શ્રી મહાવીર પરમાત્માને પ્રણામ કરીને, યોગના અધ્યયન અનુસારે ટૂંકમાં યોગનું નિરૂપણ કરીશ.
એવી જ રીતે અહીં ભગવાન મહાવીરની સુવાસંત એટલે કે સુયોગના દર્શક તરીકે સ્તવના કરી છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગસંબંધી જે ગ્રંથો લખ્યા છે ત્યાં તેણે ‘યોગ’ શબ્દને મુખ્યપણે “સમાધિ અર્થમાં જ યોજ્યો છે. જેમ વૈદિક પરંપરામાં યોગશાસ્ત્ર એટલે સમાધિશાસ્ત્ર અર્થ લેવાય છે તેમ જૈન પરંપરામાં પણ ‘યોગબિંદૂ’, ‘યોગશતક’, ‘યોગદૃષ્ટિસમુચ્ચય', યોગવિંશિકા” જેવા ગ્રંથો લખી હરિભદ્રસૂરિએ સ્વતંત્ર સમાધિશાસ્ત્રનો પાયો નાખ્યો છે અને અરિહંત પરમાત્માને યોગીનાથ વિશેષણની જેમ સુયોગના દર્શક તરીકે પણ ઓળખાવ્યા છે.
સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન આદિ આગમોમાં અક્ઝણજોગ (સૂત્રકૃતાંગ ૧, ૧૬, ૪), સમાધિજોગ (ઉત્ત. ૮, ૧૪), જોગવ ઇત્યાદિ પદોમાં ને ધ્યાન કે સમાધિરૂપ અર્થ નીકળે છે તે જ અર્થ અહીં સુજોગ પદથી વિવક્ષિત છે.
યોગશતક માં યોગના મુખ્ય બે ભેદ બતાવે છે. નિશ્ચયયોગ અને વ્યવહારયોગ. નિશ્ચય દૃષ્ટિએ સમ્યગ્દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગૂ ચારિત્રનું
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #95
--------------------------------------------------------------------------
________________
આત્મા સાથે સંબંધિત થવું એ યોગ છે કારણ કે તે મોક્ષ સાથે યોજન-સંબંધ કરી આપે છે. ઉમાસ્વાતિજી તત્ત્વાર્થસૂત્રમાં પહેલી ગાથામાં મોક્ષમાર્ગને વર્ણવતાં કહે છે –
सम्यग् दर्शन ज्ञान चारित्राणि मोक्षमार्गः ।।१.१।। સમ્યગું જ્ઞાન એટલે વસ્તુસ્વરૂપનો, જીવાજીવાદિનો યથાર્થ બોધ. સમ્યગૂ દર્શન એટલે એ બોધમાં શ્રદ્ધા.
સમ્યગ ચારિત્ર એટલે એ યથાર્થ જ્ઞાનપૂર્વક શાસ્ત્રોક્ત વિધિ-નિષિધોને અનુસરી આચરણ કરવું.
આ સમ્યગુ જ્ઞાન, સમ્યમ્ દર્શન અને સમ્યગુચારિત્રના સાધન રૂપે જે ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ, યથાશક્તિ વતનિયમોનું પાલન વગેરે ધર્મઅનુષ્ઠાનો છે તે વ્યવહારથી યોગ કહેવાય છે. આ ધર્મઅનુષ્ઠાનો આદરપૂર્વક, વિધિપૂર્વક સતત અનુસરવાથી અનુક્રમે સાયિક જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. માટે સમ્યમ્ જ્ઞાનાદિનાં પ્રધાન કારણોને પણ યોગ કહ્યો છે.
- આચાર્ય હરિભદ્રસૂરિ યોગના બે મુખ્ય ભેદ બતાવી યોગનો અધિકારી કોણ થઈ શકે એ જણાવે છે. યોગમાર્ગમાં યોગ્ય અધિકારી જ મોક્ષનો સાધક બને છે. જે જીવ અપુનબંધક હોય તે યોગમાર્ગનો પ્રથમ અધિકારી છે. ત્યારબાદ આધ્યાત્મિક વિકાસક્રમમાં જે જે અવસ્થાઓ આવે તે બધી અવસ્થાવાળો જીવો યોગમાર્ગના અધિકારી છે. અપુનબંધક અવસ્થા જીવ જ્યારે ચરમાવર્તિમાં આવે છે ત્યારે જ પ્રાપ્ત થાય છે. ત્યારે જ યોગનો પ્રારંભ લેખાય છે. ચરમાવર્ત એટલે ચરમ – આ સંસારચક્રનો છેલ્લો આવર્ત કહેવાય છે. જીવ ઉપર અનાદિકાળથી કર્મસત્તાનો પ્રબળ અધિકાર છે. જીવની રાગદ્વેષની તીવ્રતાને લીધે અશુભ કર્મની સ્થિતિ બંધાય છે. શાસ્ત્રોમાં આઠે કર્મનો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધ બતાવેલો છે. સ્થિતિબંધ : જીવનો જ્યારે કર્મબંધ થાય છે ત્યારે કર્મબંધના ચાર ભેદ પડે છે.
પ્રકૃતિ - સ્થિત્યનુમાવ - પ્રવેરાપ્તિદિગય: II૮.૪ તત્ત્વાર્થસૂત્ર
અર્થ : બંધના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાવ અને પ્રદેશ ચાર પ્રકાર છે. એમાંથી સ્થિતિબંધ એટલે જે કર્માણુઓનો આત્મા સાથે બંધ થાય છે તે કર્મઆત્મામાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #96
--------------------------------------------------------------------------
________________
કેટલા સમય સુધી અસ૨ ક૨શે તે કાળનો નિર્ણય એટલે સ્થિતિબંધ. કર્મોની સ્થિતિના ઉત્કૃષ્ટ અને જઘન્ય એમ મુખ્ય બે ભેદો છે. વધારેમાં વધારે સ્થિતિ (જેનાથી વધારે સ્થિતિ ન હોય) તે ઉત્કૃષ્ટ સ્થિતિ. ઓછામાં ઓછી સ્થિતિ (જેનાથી ઓછી સ્થિતિ હોય જ નહીં) તે જઘન્ય સ્થિતિ.
એમાં મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોટાકોટી સાગરોપમ છે. જીવની રુચિ જ્યારે સંસારના વિષયોમાંથી ઓછી થઈ આધ્યાત્મિક વિકાસ તરફ વધે છે ત્યારે એની ઉત્તરોત્ત૨ શુદ્ધિ થતી જાય છે. રાગદ્વેષની તીવ્રતા મોળી પડતી જાય છે. જેના લીધે જીવ મોહનિયાદિ કર્મની અતઃકોટાકોટી સ્થિતિ બાંધે ત્યારે તેને અપુનર્બ ધક કહેવામાં આવે છે. એટલે સંસારનાં અનંત કાળચક્રોમાં એને છેલ્લો કાળખંડ જ વિતાવવાનો બાકી રહે છે. એને જ જીવ ચ૨માવર્તમાં એટલે કે છેલ્લા આવર્તમાં પ્રવેશ્યો એમ કહેવામાં આવે છે. તેનાથી ઊલટું જ્યારે જીવમાં રાગદ્વેષની તીવ્રતા એટલી બધી હોય કે જેના લીધે તેનું વલણ મુખ્યપણે સાંસારિક ભોગો તરફ જ રહે છે તે જીવ ભવાભિનન્દી તરીકે ઓળખાય છે. તે જીવ યોગમાર્ગનો અધિકારી નથી. આ સ્થિતિ ચરમાવર્તમાં પ્રવેશ્યા પહેલાંની છે. એટલે આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગશતક’ ગ્રંથમાં ચ૨માવર્ત પહેલાંના સમયમાં વર્તતા જીવને યોગનો અનધિકારી કહે છે જ્યારે ચ૨માવર્તમાં વર્તતા જીવને યોગનો અધિકારી કહે છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગના અધિકારી કોણ હોય એ બતાવી યોગ્યતાના તારતમ્ય પ્રમાણે અધિકા૨ અનેક પ્રકારનો હોય છે તેનું વર્ગીકરણ સંક્ષેપમાં કર્યું છે. પ્રથમ અધિકારી તરીકે અપુનર્બંધકને કહ્યો છે. બીજા અધિકારી તરીકે સમ્યગ્દષ્ટિને બતાવી તેનું સ્વરૂપ વર્ણવ્યું છે. સમ્યગ્દષ્ટિ - જે જીવો દર્શનમોહનીય કર્મનો ક્ષય અથવા ક્ષયોપશમ કરી જિનેશ્વર ભગવંતે જે કહ્યું તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા ધરાવે છે એ જીવો સમ્યક્ દૃષ્ટિ છે. સમ્યક્ દૃષ્ટિ પછી એનાથી આગળ વધતાં ચારિત્રીનો નિર્દેશ કરેલો છે. તેમાં બે ભેદ છે : દેશ ચારિત્રી અને સર્વ ચારિત્રી.
દેશવિરતિ - જે જીવો ચારિત્રમોહનીય કર્મને દેશથી (એટલે કે થોડા પ્રમાણમાં, નિર્બળ બનાવે છે અર્થાત્ દેશથી એટલે કે થોડા પ્રમાણમાં હિંસાથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૬૭
Page #97
--------------------------------------------------------------------------
________________
પાપોથી નિવૃત્ત થાય છે એ દેશવિરતિ છે. અર્થાત્ દેશથી હિંસાદિ પાપોથી નિવૃત્તિ તે દેશવિરતિ.
સર્વવિરતિ - જ્યારે ચારિત્રમોહનીય કર્મ સર્વથા નિર્બળ બને છે અર્થાત્ સર્વથા હિંસાદિ પાપોથી નિવૃત્તિ એ સર્વવિરતિ.
આ ચાર પ્રકારમાં વહેંચાયેલા યોગમાર્ગના અધિકારીઓમાં યોગ્યતા એકસરખી હોતી નથી. એમાં તારતમ્યતા હોય છે. આવી રીતે અપુનબંધક અવસ્થાથી મોક્ષપ્રાપ્તિ સુધી યોગકાળના ચાર ભેદ પડે છે. અપુનબંધક અવસ્થાથી માંડી ગ્રંથિભેદ થવા સુધી એટલે જ સમ્યગ્દષ્ટિ સુધી એક કાળ, સમ્યગ્દષ્ટિથી માંડી દેશવિરતિ સુધીનો બીજો માળ, દેશવિરતિથી માંડી સર્વવિરતિ એટલે પૂર્ણ ચારિત્ર સુધીનો ત્રીજો કાળ અને પૂર્ણ ચારિત્રથી માંડી મોક્ષપ્રાપ્તિ સુધીનો ચોથો કાળ – આમ, યોગકાળના ચાર ભાગ પડે છે. પહેલા વિભાગમાં એટલે કે અપુનબંધક અવસ્થામાં કષાયની તીવ્રતા ઓછી થાય છે પણ દર્શનમોહનીય કર્મનું જોર હોવાથી જીવને હજુ જડ - ચેતનનું ભેદજ્ઞાન થતું નથી. બીજા ભાગમાં દર્શનમોહનીય કર્મ ઓછું થાય છે. ગ્રંથિભેદ થાય છે પણ ચારિત્રમોહનીય કર્મ વિદ્યમાન હોવાથી વિરતિ પ્રગટતી નથી. ત્રીજા ભાગમાં પણ ચારિત્રમોહનીય કર્મ ઓછું થતાં વિરતિ પ્રગટે છે પણ અંશત: જ્યારે ચોથા ભાગમાં પૂર્ણ ચારિત્ર પ્રગટે છે. આ રીતે અપુનબંધક, સમ્યગુ દૃષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ આ યોગાધિકારીઓના ચાર વર્ગ છે. આમ ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સર્વ અધિકારીઓના પોતપોતાના ભૂમિકાને અનુરૂપ હોય એવી શાસ્ત્રાજ્ઞાને અનુસરીને કરાયેલ સર્વ ધર્મવ્યાપાર અથવા તો સદનુષ્ઠાન યોગ છે.
અહીં આચાર્ય હરિભદ્રસૂરિ ધર્મવ્યાપારમાં સર્વદર્શનસંમત મુખ્યપણે યોગનાં ત્રણ લક્ષણો બતાવે છે –
तलुक्खणजोगाओ वित्तविव्वित्ती निरोहओ चेव । तह कुसलपवित्तीए मोक्खम्मि य जोअणाओ त्ति ।।२२।।
યોગશતક અર્થ : સદ્ અનુષ્ઠાનમાં સર્વદર્શનસંમત યોગનાં લક્ષણો - ચિત્તવૃત્તિનો
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #98
--------------------------------------------------------------------------
________________
નિરોધ, કુશલ પ્રવૃત્તિ, મોક્ષ સાથે સંબંધ કરાવવો આ ભિન્ન ભિન્ન કોટીના બધા જીવોના અનુષ્ઠાનમાં ઘટે છે. યોગનાં આ ત્રણ લક્ષણોમાં પહેલું ચિત્તવૃતિનિરોધ એ પાતંજલ યોગદર્શન સંમત છે. યોશ્ચત્તવૃત્તિનિરોધ: ૨.૨ાા સમાધિપાદ, પાતંજલ યોગસૂત્ર અર્થ : ચિત્તવૃત્તિના નિરોધને યોગ કહેવાય છે.
બીજું કુશલ પ્રવૃત્તિ એ બોદ્ધ લક્ષણ છે. અને મોક્ષનો સંયોગ એ જેન લક્ષણ છે. ત્રણેની શાબ્દિક રચનામાં ફરક છે. પણ અંતિમ તાત્પર્યમાં ભેદ નથી. પાતંજલ સૂત્ર ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહે છે ત્યારે તે મુખ્યપણે ચિત્તવૃત્તિગત ક્લેશોના નિરોધને યોગ કહી સંપ્રજ્ઞાત યોગને દર્શાવે છે. અને ક્લેશના બીજરહિત સર્વવૃત્તિઓના નિરોધને પણ યોગ કહે છે ત્યારે અસંપ્રજ્ઞાત યોગને દર્શાવે છે. એવી જ રીતે બૌદ્ધ પરંપરા કુશલ પ્રવૃત્તિને યોગ તરીકે વર્ણવે છે. ત્યારે તે પાતંજલ લક્ષણ પ્રમાણે વિશુદ્ધ ચિત્તસ્થિતિમાંથી ઉદ્ભવતા કુશલ સર્વ હિતકારી ને વિવેકી જીવનધર્મને દર્શાવે છે. જૈન દર્શન અનેકાંતવાદી છે એટલે જૈનસંમત લક્ષણ ઉપરનાં બન્ને લક્ષણોને સમાવતાં કહે છે કે જે મોક્ષ સાથે જોડે તે યોગ. અહીં ચિત્તશુદ્ધિ કે ચિત્તશુદ્ધિમાંથી નીપજતો જીવનધર્મ એ બંને મોક્ષગામી જ છે. કારણ કે જીવનવ્યાપાર જીવને મોક્ષ તરફ લઈ જાય એ ક્લેશરહિત હોવો જરૂરી છે અને ક્લેશો જવાથી કુશળ પ્રવૃત્તિ જ હોય. આવી રીતે ઉપરનાં લક્ષણોમાં શાબ્દિક ભિન્નતા હોવા છતાં તત્ત્વત: બધાં લક્ષણો એક જ લક્ષ્યને દર્શાવે છે.
આચાર્ય હરિભદ્રસૂરિ આ ગ્રંથમાં કહે છે કે શાસ્ત્રવેત્તા ગુરુઓએ લિંગ યા લક્ષણથી યોગાધિકારીને ઓળખી ભિન્ન ભિન્ન યોગ્યતાવાળા સાધકોને તેમના અધિકાર પ્રમાણે ઉપદેશ આપવો. જો અધિકારનુસાર ઉપદેશ આપવામાં આવે તો તે ઔષધની જેમ અસરકારક થાય. જેમ ઉત્તમ અને ગુણકારી ઔષધ પણ અવસ્થાભેદ પ્રમાણે યથાયોગ્ય માત્રામાં અપાય તો રોગ નાબૂદ કરે છે તેમ કર્મવ્યાધિગ્રસ્ત જીવોને તેમની યોગ્યતા અનુસાર ધર્મોપદેશરૂપ ઔષધ આપવાથી કર્મવ્યાધિ દૂર થાય છે અને જીવ યોગમાર્ગમાં આગળ વધે છે.
પૂર્વે જે ચાર કક્ષાના યોગાધિકારીઓ બતાવ્યા તેમાં પ્રથમ કક્ષાના યોગાધિકારી એટલે અપુનબંધકને લોકધર્મનો ઉપદેશ આપવો જેમ કે કોઈ પણ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #99
--------------------------------------------------------------------------
________________
જીવને પીડા ન આપવી પણ બીજાનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. દેવ-ગુરુઅતિથિની પૂજા-સન્માન કરવાં વગેરે. દીન-દુ:ખીને દાન આપવું. રાત્રિભોજનનો ત્યાગ કરવો આવી રીતે અપુનર્બલકને લૌકિક ધર્મના ઉપદેશ દ્વારા તે જીવનો સમ્યગ્ દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં પ્રવેશ થાય છે.
પહેલા અપુનબંધક અધિકારી કરતાં બીજો, ત્રીજો ને ચોથો અધિકારી ઉત્તરોત્તર વધારે આધ્યાત્મિક વિકાસવાળો હોય છે. તેથી પહેલા અધિકારી કરતાં પછીના ત્રણ અધિકારીઓને આપવાનો ઉપદેશ ઉત્તરોત્તર લોકોત્તર- આધ્યાત્મિક ધર્મનો ઉપદેશ આપવો એમ અહીંઆચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. જેને આત્માની પોતાના સ્વરૂપની સાચી પ્રતીતિ થઈ છે તે બીજો અધિકારી સમ્યગૃષ્ટિ છે. આ સમ્ય દૃષ્ટિને શાસ્ત્રાજ્ઞાનુસાર તેના ભાવ-પરિણામ અનુસાર હિંસા, અસત્ય, ચોરી જેવા દોષોથી થોડી પણ નિવૃત્તિ સધાય એટલા માટે પ્રથમ અણુવ્રત, ગુણવ્રત જેવા આંશિક વિરતિધર્મનો ઉપદેશ આપવાનું સૂચવ્યું છે. કારણ કે સમ્ય દષ્ટિ જીવ આ આંશિક વિરતિનું શીધ્ર આચરણ કરી શકે છે અને એમાં સ્થિર થઈ શકે છે.
જેણે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં વ્રતો આંશિક રીતે પણ ધારણ કરેલાં હોય તે દેશવિરતિ નામનો ત્રીજો અધિકારી છે. આવા દેશવિરતિધર શ્રાવકને સામાયિકાદિ વિષયક ભાવપ્રધાન, પરમાર્થલક્ષી ઉત્તરોત્તર ઉત્તમ યોગનો સાધક બને એવો ઉપદેશ આપવાનું કહે છે. જેમ કે ધર્મને બાધા ન આવે એવી રીતે આજીવિકા ચલાવવી, વિધિ અને શક્તિ મુજબ દાન કરવું. જિનપૂજા, વિધિપૂર્વકનું ભોજન, સંધ્યાનો નિયમ, ચૈત્યવંદન, અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન વગેરે અનુષ્ઠાન જે મોક્ષસાધક હોવાથી ‘યોગ'રૂપ છે તેનો ઉપદેશ આપવો.
ચોથા યોગાધિકારી સર્વવિરતિધર મુનિને સામાચારી બતાવવાનું કહ્યું છે. સામાચારી એટલે સાધુપણાને યોગ્ય જીવનચર્યા જે શાસ્ત્રમાં દસ પ્રકારે બતાવી છે. આ જીવનચર્યાનું જો જાગૃતિપૂર્વક પાલન કરાય તો જ મુનિપણું સુરક્ષિત રહે અને ઉત્તરોત્તર વિકાસ સાધી શકાય.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #100
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે દરેક ભૂમિકાને યોગ્ય ઉપદેશ આપવાનું આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે. અયોગ્ય એટલે કે ભવાભિનન્દી જીવોને આપેલો ઉપદેશ હાનિકારક નીવડે છે. અને તે ઉપદેશ શ્રોતાને અનર્થ કરનારો હોવાથી કર્મબંધનું નિમિત્ત બને છે પરંતુ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આપેલો ઉપદેશ મોક્ષ સાથે સંબંધ જોડનારો હોવાથી યોગ કહેવાય છે.
સાધકને એના અધિકાર પ્રમાણે મળેલા ઉપદેશથી પ્રતિબોધ પામીએ ઉપદેશ જીવનમાં ઉતાર્યા પછી હજુ આધ્યાત્મિક વિકાસની આગળની શ્રેણીમાં ચડવા માટે સાધકોએ નીચેના સાધારણ નિયમોને અનુસરવું જોઈએ - અને પોતાના સ્વભાવનું અવલોકન કરવું જોઈએ કે એની પ્રવૃત્તિ કયા ગુણસ્થાનકને અનુરૂપ છે? પોતાના વિષયમાં લોકો શું બોલે છે? પોતાની માનસિક, કાયિક અને વાચિક પ્રવૃત્તિ સહજભાવે શુદ્ધ થતી જાય છે કે નહિ? એટલે જ એના મન, વચન અને કાયાના યોગો કેવા પ્રકારના છે, કઈ ભૂમિકાના સાધક બની શકે છે એ વિચારીને તેને અનુરૂપ પ્રવૃત્તિ કરવી જોઈએ. આવી રીતે સાધકે પોતાના યોગ્યતાનો વિચાર કરી ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. અને પોતાની સમાન કક્ષાવાળા કે પોતાનાથી અધિક ગુણી પુરુષો પ્રત્યે આદર બહુમાન રાખી તેમના સહવાસમાં રહેવું જેથી ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ થાય. સાધક નિર્દોષ ગમન-આગમન, ખાનપાન આદિ દ્વારા શરીરને શુદ્ધ રાખે. સત્ય, પ્રિય અને હિતકર વચનો વડે વાણી અને શુભ ચિંતન દ્વારા મનને શુદ્ધ કરે આ ત્રિવિધ શુદ્ધીકરણ એ જ યોગસિદ્ધિ છે.
આવી રીતે સ્વયોગ્યતાનો વિચાર કર્યા પછી સદ્ગુરુ પાસે જઈ શુભ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જોઈ વિધિપૂર્વક આગળની ભૂમિકારૂપ ગુણસ્થાનકનો સ્વીકાર કરવો જોઈએ. આધ્યાત્મિક ગુરુ અને વિધિના જ્ઞાતા એવા મહાપુરુષ પાસે વંદનાદિ વિધિપૂર્વક વ્રત ગ્રહણ કરવાથી તે વ્રતમાં વિશેષ સ્થિરતા પ્રાપ્ત થાય છે. અહીં આગળનું ગુણસ્થાનક એટલે દેશવિરતિ એટલે પમું ગુણસ્થાનક અને સર્વવિરતિ એટલે કે છછું ગુણસ્થાનક સ્વીકારવું. દેશવિરતિ કે સર્વવિરતિ સ્વીકાર્યા પછી જો તેમાં અરતિ થતી જણાય તો તે પૂર્વના અશુભ કર્મોદયના લીધે થાય છે. આવા અકુશલ કર્મોદયનું નિવારણ યોગ્ય ઉપાયથી શક્ય થાય છે. જ્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે સદ્ગુરુનું શરણું લેવું. કર્મવ્યાધિની પીડા આવે તો
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૭૧
Page #101
--------------------------------------------------------------------------
________________
તપનું અનુષ્ઠાન કરવું. મોહથી ગ્રસ્ત થઈ જાય તો શાસ્ત્રના સ્વાધ્યાયરૂપ મંત્રનું સ્મરણ કરતું રહેવું. આ પ્રમાણે ઉપાયોનું શરણું લેવાથી ભાવિમાં ઉદય પામનારાં કર્મોને અટકાવી શકાય છે અને સાધક તેના યોગમાર્ગમાં આગળ વધી વિકાસ સાધી શકે છે. એવી જ રીતે અરિહંતાદિ ચારનું એટલે કે અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ (કેવળી પ્રરૂપિત) આ ચારનું શરણું સ્વીકારવું જોઈએ અને અહર્નિશ દુષ્કૃતની ગર્તા અને સુકૃતની અનુમોદના કરતા રહેવું જેથી અપાયનો પરિવાર અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને તત્ત્વમાર્ગમાં પ્રવેશ થાય છે.
જે સાધક યોગમાર્ગમાં નવો દાખલ થાય છે એવા યોગીએ શું કરવું જોઈએ એ ગ્રંથકાર પ્રથમ બતાવે છે. એ કહે છે કે યોગ ભણી પ્રવૃત્ત થયો છે એવામાં પ્રથમ ભાવનાઓ ભાવવી એટલે કે સવિચાર સેવવા, શાસ્ત્રનો પાઠ કરવો, પવિત્ર તીર્થસ્થાનોનું સેવન કરવું, યોગ્ય ગુરુ પાસે શાસ્ત્રશ્રવણ કરવું - આવી ધૂળ ચર્ચા પાળતા પાળતા શાસ્ત્રના અર્થોનું જ્ઞાન થયા બાદ સૂક્ષ્મ બુદ્ધિથી પોતાના દોષોને અનુલક્ષીને આત્મ-નિરીક્ષણ કરવું.
આ ચિંતન કઈ રીતે કરવું તે પણ આચાર્ય હરિભદ્રસૂરિ આ ગ્રંથમાં સમજાવે છે. દેવ (પરમાત્મા) અને ગુરુને પ્રણામ કરી પદ્માસન આદિ કોઈ પણ આસનમાં એકાંતમાં બેસવું અને ડાંસ, મચ્છરાદિ જંતુઓના ઉપદ્રવને ગણકાર્યા વિના ધ્યેય પદાર્થમાં ચિત્તને એકાગ્ર બનાવવું. શાસ્ત્ર અનુસાર રાગ, દ્વેષ, મોહના વિષયોનું સ્વરૂપ, તેનાં પરિણામો, તેના વિપાક દોષો એ બધાંનું યથાવત્ ચિંતન કરવું. ગ્રંથકાર કહે છે દેવ અને ગુરુને નમસ્કાર કરી તેમને સાક્ષી રાખવાથી અનુગ્રહ થાય છે. એવી જ રીતે પદ્માસન વગેરે કોઈ પણ એક સ્થિર આસનમાં બેસવાથી કાયાનો નિરોધ થાય છે, એટલે કે સાધક એક સ્થાને ધારેલ સમય સુધી અડગપણે સ્થિર બેસી શકે છે. પાતંજલના યોગસૂત્રમાં પણ આસનસિદ્ધિ અને પરીષહજય પર ભાર મૂકેલો છે. ચિંતન કરતી વખતે શરીર પરના ઉપદ્રવને ન ગણકારવાથી વિર્યયોગ એટલે કે પુરુષાર્થની વૃદ્ધિ થાય છે અને ઇષ્ટ કાર્યની સિદ્ધિ થાય છે. ધ્યાન કરતી વખતે ધ્યેય વિષયમાં જ મન પરોવવાથી ઉપયોગ એટલે કે જાગૃતિ એ જ વિષયમાં રહે છે જેથી પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. આ અનુભવજ્ઞાન જ આધ્યાત્મિક સાધનામાં, યોગમાર્ગમાં મહત્ત્વનું અંગ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #102
--------------------------------------------------------------------------
________________
ઇષ્ટસિદ્ધિનું મુખ્ય કારણ છે. એ જ તત્ત્વજ્ઞાન મિથ્યા પ્રવૃત્તિથી નિવૃત્તિ કરાવનારું, ચિત્તને સ્થિર કરાવનારું અને ઈહલોક અને પરલોકનું સાધન છે એમ શાસ્ત્રજ્ઞ પુરુષો કહે છે.
હવે અંતર્ગત દોષોને લક્ષમાં રાખી આત્મનિરીક્ષણ કરવાનું કહે છે. આત્માને ક્લષિત કરનારા હોવાથી રાગ, દ્વેષ અને મોહ એ અહીંદોષો કહેવાય છે. અને તે કર્મોદયથી એટલે કે પૂર્વે કરેલાં કર્મ સંસારના વિપાકથી ઉદ્ભવે છે. તે આત્માનાં પરિણામો છે. કર્મ એ વિવિધ પુગલરૂપ છે અને આત્મા અને કર્મનો સંબંધ અનાદિકાળથી છે. તે મિથ્યાત્વના કારણે છે. અહીં આત્મા અમૂર્ત છે અને કર્મ મૂર્ત છે, તો અમૂર્ત એવા આત્મા સાથે મૂર્ત એવા કર્મનો સંબંધ સમજાવતાં કહે છે કે મદિરા એ મૂર્તિ છે. એનો ઉપયોગ કરવાથી અમૂર્ત એવા આત્મા પર એની અસર થાય છે. જેમ ઔષધના સેવનથી શરીરને પુષ્ટિ-શક્તિ મળે છે એ જ રીતે મૂર્ત કર્મ દ્વારા અમૂર્ત આત્મા પર પણ ઉપઘાત અસર થાય છે. આવી રીતે આત્મા અને કર્મનો સંબંધ માટી અને સુવર્ણની જેમ અનાદિનો સંબંધ છે. છતાં સમ્યમ્ દર્શન આદિ ઉપાયથી તેનો વિયોગ શક્ય છે.
આત્માને શ્લેષિત કરનારા જે દોષો છે રાગ – એ આસક્તિ છે, દ્વેષ એ અપ્રીતિ છે, મોહ એ અજ્ઞાન છે. આ ત્રણે દોષોમાંથી મન દોષ આરાધનામાં વધારે બાધક બને છે તે જાણી, સમજી આરાધક આત્મા એ દોષોનું સ્વરૂપ, પરિણામ અને વિપાક દોષોનું શાસ્ત્ર અનુસાર ચિંતન કરે. (૧) વિષય : જે પદાર્થ પર રાગ-દ્વેષ હોય તે (સ્ત્રી, ધન ઇ.) (૨) સ્વરૂપ : પદાર્થના મૂળ સ્વરૂપનું ચિંતન જેમ સ્ત્રીનું સુંદર ભાસતું શરીર
પણ અંદર મળ, માંસ, મૂત્ર, રુધિર વગેરેથી બનેલું છે. (૩) પરિણામ ઃ હમણા નિરોગી અને સુંદર ભાસતું આ શરીર પણ રોગ કે
વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ જતાં પલટાઈ જશે (એમ ચિંતવવું). (૪) સ્ત્રી, ધન વગેરેનો રાગ આ ભવમાં અને પરભવમાં નરકાદિ ભયંકર
દુ:ખો ઉત્પન્ન કરે છે. દુર્ગતિનું નિમિત્ત બને છે. જ્યારે સાધકના મનમાં સચેતન કે અચેતન પ્રત્યે દ્વેષ અથવા અપ્રીતિ ઉત્પન્ન
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૭૩
Page #103
--------------------------------------------------------------------------
________________
થાય ત્યારે એમ ચિંતવવું કે એ વસ્તુ કે જીવ મારાથી ભિન્ન છે. તેનો યોગ સદાકાળ રહેવાનો નથી. કારણ કે તે વસ્તુ અંતે તો અસ્થિર જ છે. એવી અસ્થિર વસ્તુ પ્રત્યે દ્વેષ કેળવવો યોગ્ય નથી. કારણ કે દ્વેષના સંસ્કાર જો મનમાં પોષાતા રહે તો જન્મજન્માંતરમાં સાથે આવે છે અને દુઃખદ વિપાકનાં કારણ બને છે. પદાર્થો ઇષ્ટ કે અનિષ્ટ હોતા નથી. પણ પ્રસંગ-સંયોગ અનુસાર એ પદાર્થ ઇષ્ટ કે અનિષ્ટ ભાસે છે.
મોહ એટલે કે અજ્ઞાન દૂર કરવા માટે સાધકે વસ્તુમાત્રનું સ્વરૂપ ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યયુક્ત છે એમ તર્ક અને યુક્તિથી યથાર્થપણે ચિંતવવું. જે વસ્તુ મૂળમાં જ કોઈ રૂપે ન હોય તેવી વસ્તુ ઉત્પન્ન થતી નથી. એવી જ રીતે જે વસ્તુ સ્વયંસિદ્ધ હોઈ મૂળથી જ અસ્તિત્વ ધરાવે છે તેનો સર્વથા અભાવ કે નાશ થતો નથી એટલે સત્ સ્વભાવવાળી વસ્તુ કદી અસત્ સ્વભાવવાળી બનતી નથી. કોઈ પણ વસ્તુનો મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી. દરેક વસ્તુ મૂળ સ્વરૂપે ધ્રુવ (કાયમ) હોય છે. અને પર્યાયને લઈ ઉત્પન્ન તથા વિનાશ પામે છે. અર્થાત્ ઉત્તર અવસ્થાની ઉત્પત્તિ અને પૂર્વ અવસ્થાનો વિનાશ થાય છે. એટલે આ વિશ્વની દરેક જડ-ચેતન વસ્તુનું સ્વરૂપ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે. કોઈ વસ્તુ પરિવર્તનશૂન્ય અથવા કૂટસ્થ નિત્ય નથી.
આવી રીતે શાસ્ત્રાનુસાર યથાવત્ ઉપયોગપૂર્વક વસ્તુસ્વરૂપનું ચિંતન કરવાથી અને તે પણ એકાંત સ્થાનમાં બેસી જેથી ચિંતનમાં કોઈ વિક્ષેપ ના પડે, તો અવશ્ય તત્ત્વબોધ થાય છે, રાગાદિ વિષયક તત્ત્વોનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. ચિત્તમાં એવી સ્થિરતા પ્રગટે છે જે પરિણામે મુક્તિપ્રદાયક બને છે.
આધ્યાત્મિક સાધકે ઉપર પ્રમાણે સંવેગ-વેરાગ્યાદિથી ભાવિત બની મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવવી જોઈએ. પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતાની ભાવના કરી મૈત્રીગુણ કેળવવો, ગુણી પુરુષો પ્રત્યે પ્રમોદભાવ કેળવવો. ફ્લેશ-પીડા પામતા દીન-દુ:ખીઓનું દુઃખ દૂર કરવાની વૃત્તિ કેળવી કરુણા ભાવ કેળવવો. અને અવિનીત જડ પ્રત્યે તટસ્થતા એટલે ઉપેક્ષા કેળવી મધ્યસ્થભાવ રાખવો. (આ ચારે ભાવનાના ચિંતનથી પણ રાગ, દ્વેષ અને મોહની ચંચળ વૃત્તિઓનો ક્ષય થઈ ચિત્તમાં સ્થિરતા પ્રગટે છે. ધ્યાનમાં તન્મયતા પ્રાપ્ત થાય છે જેના દ્વારા
७४
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #104
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ આનંદદાયક સમાધિદશા પ્રગટે છે.)
યોગની સાધના માટે શારીરિક સ્વાસ્થ પણ અપેક્ષિત છે. એના માટે આહાર કેવો હોવો જોઈએ તો શુષ્ક – નીરસ એટલે જે આહાર શરીર, ઈન્દ્રિય અને મનને વિકૃત ન કરે તેવો આહાર લેવો. એટલે અહીં આચાર્ય હરિભદ્રસૂરિ યોગીને લેવાની ભિક્ષા સર્વસંપન્કરી હોવી જોઈએ એમ કહે છે. સર્વસંપત્કરી ભિક્ષા એટલે નિર્દોષ અને શુદ્ધ આહાર જે સાધકના વર્તમાન અને ભાવિ બંને જીવનને શ્રેય ભણી લઈ જનાર હોય. ભિક્ષા આપનાર અને લેનાર બંનેમાંથી કોઈમાં દોષ પોષનાર ન હોય. એવી જ રીતે એ ભિક્ષા વણલપ જેવી હોય એટલે કે એ ભિક્ષા સુધા-પિપાસા જેવી અનિવાર્ય શારીરિક જરૂરિયાતો નિવારવા પૂરતી જ લેવાની હોય, સ્વાદ કે ભોગની દૃષ્ટિએ લેવાની ન હોય.
સાધક યોગમાર્ગમાં જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ અનેક પ્રકારની રત્નાદિ લબ્ધિઓ તેમજ 8 અણિમા અને અમોષધિ જેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ બધી લબ્ધિઓથી યુક્ત યોગી અપ્રમત્તપણે વર્તે ત્યારે તે પૂર્વસંચિત અશુભ કર્મોનો ક્ષય કરે છે અને શુભ કર્મ બાંધે છે જે પરંપરાએ મોક્ષગામી બને છે.
અહીં માત્ર કાયિક ક્રિયા દ્વારા સાધના કરતાં શું પરિણામ આવે અને ભાવના સહ સાધના કરતાં શું પરિણામ આવે એનું સ્પષ્ટીકરણ પ્રસિદ્ધ એવા મંડૂક એટલે કે દેડકાનું દૃષ્ટાંત આપતાં કરે છે.
कायकिरियाए दोसा खविया मंडुक्कचुन्नतुलू त्ति । ते चेव भावणाए नेया तच्छारसरिस त्ति ।।८६।।
યોગશતક અર્થ : કાયિક ક્રિયા દ્વારા ક્ષીણ કરાયેલ દોષો દેડકાના ચૂર્ણ સમાન સમજવા અને તે જ દોષો જ્યારે ઉત્કૃષ્ટ ભાવનાથી (અધ્યવસાયના બળે) ક્ષીણ થયા હોય ત્યારે તે દેડકાના ક્ષાર-ભસ્મ સમાન સમજવા.
જેમ મંડૂક (દેડકા)નું શરીર ચૂર્ણ રૂપે માટીમાં મળી જાય છે પણ વરસાદ આદિનો યોગ મળતાં માટીમાંથી કે શરીરના અંશોની સજીવ દેડકા રૂપે પુનઃ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૭૫
Page #105
--------------------------------------------------------------------------
________________
ઉત્પત્તિ થાય છે તેમ માત્ર ભાવશૂન્ય કાયિક ક્રિયાથી રાગ, દ્વેષ, મોહ જેવા દોષ શમે છે ખરા પણ મૂળથી નિર્મુલ થતા નથી, તે દોષોનાં બીજ કાયમ હોવાથી નિમિત્ત મળતાં પુનઃ તેની ઉત્પત્તિ થાય છે. જ્યારે મંડૂક ચૂર્ણ ભસ્મ થઈ ગયા પછી (જે દેડકાનું શરીર બળીને રાખ થઈ ગયું હોય) ગમે તેવી વર્ષા છતા ફરી મંડૂક ઉત્પન્ન થઈ શકતા નથી. તેમ ભાવના-ભાવિત ચિત્તવૃત્તિ વડે થતો કર્મક્ષય - દોષણય મૂળમાંથી જ ક્ષીણ થાય, ફરીને વૃદ્ધિ પામતો નથી.
આવી રીતે શાસ્ત્ર પ્રત્યે બહુમાન રાખી ભાવોલ્લાસપૂર્વક કરેલ ક્રિયા અમૃતાનુષ્ઠાન અર્થાત્ સાક્ષાત મોક્ષહેતુ કહેલ છે. સાધક રાગ, દ્વેષ, મોહને સર્વથા નિર્મૂળ કરતા કરતા ઉત્તરોત્તર સમતાની શુદ્ધિ થતી જાય છે અને શ્રેષ્ઠ એવા શુક્લધ્યાનની બીજી ભૂમિકા સિદ્ધ કરી કેવલ્ય પ્રાપ્ત કરે છે. આવી રીતે જે સાધકને એ જ ભવમાં યોગની સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેઓ એ જ ભવમાં અયોગી અવસ્થાને પ્રાપ્ત કરી એકાંત વિશુદ્ધિ સ્વરૂપ એવા સિદ્ધિપદને પ્રાપ્ત કરે છે. અને જો આ ભવમાં યોગસાધના પૂર્ણ ન થાય તો શ્રેષ્ઠ સ્થાનોમાં જન્મ થાય છે અને તે જન્મમાં પૂર્વ યોગાભ્યાસના બળે સુસંસ્કારોનું સાતત્ય રહે છે. જેમ દિવસે અનુભવાયેલ કાર્ય કે વિષયો રાત્રે સ્વપ્નમાં ઉપસ્થિત થાય છે તેમ પૂર્વસંસ્કારના પૂર્વે કરેલા યોગસાધનાના અભ્યાસના બળે આ જન્મમાં પણ તે યોગસાધનામાં તત્પર બને છે અને અનુક્રમે યોગની પૂર્ણતા કરી મુક્તિપદને વરે છે. એટલે અયોગી અવસ્થાને પ્રાપ્ત કરવા ઇચ્છનારા સાધકોએ 10“આજ્ઞાયોગ' - શાસ્ત્રયોગ એટલે શાસ્ત્રાનુસારી અનુષ્ઠાનની સમ્યગૂ વિધિપૂર્વક પાલનમાં પ્રયત્નશીલ થવું જોઈએ. કારણ કે આજ્ઞાયોગ - આજ્ઞાની આરાધના એ જ આ ભવચક્રના વિયોગરૂપ અને સિદ્ધિપદ સાથે શાશ્વત યોગ અર્થાત્ સંબંધ કરાવનાર છે.
૭૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #106
--------------------------------------------------------------------------
________________
યોગવિંશિકા
‘યોગવિંશિકા’ ગ્રંથના રચયિતા આચાર્ય હરિભદ્રસૂરિએ જુદા જુદા વીસ વિષયો પ૨ ૨૦-૨૦ શ્લોકપ્રમાણ એક એક વિંશિકા એવી ૨૦ વિંશિકાઓનું ‘વિંશતિ વિંશિકા’ નામે પ્રક૨ણ લખ્યું છે. એમાંથી યોગવિષયક વિંશિકા એટલે યોગવિંશિકા. આ વિંશિકામાં તેઓશ્રીએ કેવળ ૨૦ ગાથામાં સમગ્ર યોગમાર્ગ વર્ણવ્યો છે. પ્રથમ ગાથામાં જ આચાર્યશ્રી ‘યોગ’ એટલે શું ? યોગ કોને કહેવાય એનું રહસ્ય સમજાવતાં કહે છે -
मुक्खेण जोयणाओ, जोगो सव्वोवि घम्मवावारो । મુદ્ધો વિશેો, તાળાફળઓ વિશેસેળ ।। ।। યોગક્વિંશિકા અર્થ : પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડી આપનારો હોવાથી ‘યોગ’ છે. સ્થાનાદિગત ધર્મવ્યાપાર વિશેષ રીતે ‘યોગ’ કહેવાય છે.
મોક્ષ એ 11મહાનંદસ્વરૂપ છે. એની પ્રાપ્તિ કરાવે એવો આત્માનો શુદ્ધ વ્યાપાર એ યોગ કહેવાય છે. સાધુની આલય, વિહાર, ભાષા, વિનય, ભિક્ષાટન વગેરે ક્રિયારૂપ બધો જ ધર્મવ્યાપાર યોગ કહેવાય છે.
આલય : ઉપાશ્રય, પૌષધશાળા વગેરે સાધુઓને રહેવાનું સ્થાન જે વાચન, પરાવર્તન, ધર્મકથા વગેરે આત્માના અભ્યાસમાં ઉપકારી થાય છે.
વિહાર : અપ્રમત્તપણે ગામોગામ વિહાર કરવો. ભાષા સત્ય બોલવી, કોઈને પણ દુઃખ ન થાય તેવી વાણી બોલવી.
વિનય : અરિહંત આદિ દસ ધર્મવર્ધક સ્થાનકોનો આદ૨-સત્કા૨ અને બહુમાન વગેરે કરવાં.
ભિક્ષાટન : ગૃહસ્થોના ઘે૨ જઈ નિર્દોષ ગોચરી પ્રાપ્ત કરવી. આ ક્રિયારૂપ બધો જ ધર્મવ્યાપાર એ ઉપચારથી યોગ છે.
અહીં પ્રણિધાન આદિ શુદ્ધ આશયોથી જે યુક્ત હોય એવો પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ યોગ છે. જે ધર્મવ્યાપાર આવો પરિશુદ્ધ નથી તે દ્રવ્યક્રિયાસ્વરૂપે હોવાથી તુચ્છ, ફલ વિનાનો હોય છે. પ્રણિધાનાદિ પાંચે પ્રકારના આશય એ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
66
Page #107
--------------------------------------------------------------------------
________________
ભાવ છે. આવી ભાવ વિનાની મન-વચન-કાયાની ક્રિયા એ દ્રવ્યક્રિયારૂપ છે તેથી તુચ્છ એટલે અસાર હોય છે.
આશય શું છે? આપણા મનમાં જે ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ જેવી કે ક્રોધ, પ્રમાદ વગેરે અનાદિકાળથી પડી છે એવી ક્લિષ્ટ વૃત્તિઓથી વિપરીત વૃત્તિઓ (અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓ) એ આશય છે. તે આશય પાંચ છે –
प्रणिधि - प्रवृत्ति - विघ्नजय - सिद्धि - विनियोगभेदतः प्रायः । દારારયાત: રામરી: 18ાડેર વિથ રૂ.૬ાા
षोडषक અર્થ : પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગસ્વરૂપ પાંચ પ્રકારના શુભાશય ધર્મજ્ઞ પુરુષોએ કહ્યા છે.
૧. પ્રણિધાન આશય :
પ્રણિધાન એટલે દઢ સંકલ્પ. જે ધર્મસ્થાન, ગુણ-અવસ્થા મેળવવાની ઇચ્છા કરી છે તેને મેળવવાનો દઢ સંકલ્પ બન્યો રહે એ રીતે કેળવાયેલું ચિત્ત એપ્રણિધાન આશય છે. ચરમાવર્તી જીવોને અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થયા પછી પાંચમી દષ્ટિમાં પહોંચતાં આત્મસ્વરૂપની સંવેદના થાય છે. અને પુદગલાતીત સુખની જે જાણકારી હતી તે સંવેદનાના સ્તર પર પહોંચતાં તેને મેળવવાની જે પ્રબળ ઇચ્છા જાગે છે તે પ્રણિધાન છે. અહીં ઉદ્દેશ તો મોક્ષપ્રાપ્તિનો છે. પંન્યાસ અભયશેખર ગણિએ “યોગવિંશિકા’ના વિવેચનમાં લખ્યું છે, “પ્રણિધાન આશયમાં ઉદ્દેશરૂપે મોક્ષપ્રાપ્તિનો સંકલ્પ, એના ઉપાયભૂત અહિંસા વગેરે ધર્મસ્થાનો સાધવાનો સંકલ્પ અને એમાં પ્રતિબંધિત થવાવાળા પ્રમાદાદિનો સંકલ્પ આ ત્રણે આવશ્યક છે. પ્રણિધાનને યુક્ત ચિત્ત ત્યારે બને છે જે હાનગુણ જીવો પ્રત્યે દ્વેષ વિનાનો હોય અર્થાત્ પોતે આચરણ કરતા વ્રત-મર્યાદાથી ઊતરતી કોટીના જીવાત્માઓ જે નીતિ-શ્રદ્ધા વિનાના હોય તેમના પર ક્રોધ કે દ્વેષ ન કરતા તેમને સુધારવા માટે યોગ્ય પ્રયત્ન કરે તેમજ પરોપકાર કરવાની વૃત્તિ હોય અને સંસારની અન્ય પ્રવૃત્તિના વિષયમાં નહીં પણ ધર્મક્રિયામાં જ અપ્રમત્ત રહે.
૭૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #108
--------------------------------------------------------------------------
________________
૨. પ્રવૃત્તિ આશય : प्रवृत्तिः प्रकृतस्थाने यत्नाऽतिशयसम्भवा । ચાઇfમહાપરહિતા વેત પરિપાતિ સ્થિT ૨૦.૨૨ાા
- યોગલક્ષણ દ્વાáિશિકા અર્થ : પ્રસ્તુત ધર્મસ્થાનમાં વિશેષ પ્રકારના પ્રયત્નથી ઊભી થયેલી અન્ય અભિલાષશૂન્ય સ્થિર ચિત્તપરિણતિ એ પ્રવૃત્તિ રૂપે જાણવી.
પ્રવૃત્તિ આશય એટલે જે ધર્મસ્થાનકને સિદ્ધ કરવાનો પ્રણિધાન (સંકલ્પ) કરેલ છે તે ધર્મસ્થાનકમાં શાસ્ત્રમાં જે રીતે વિહિત હોય એ પ્રમાણે અર્થાત્ બધી વિધિઓ જળવાઈ રહે એ પ્રમાણે કરતો પ્રયત્નાતિશય એ પ્રવૃત્તિ આશય છે. પ્રયત્નાતિશય એટલે તે ધર્મસ્થાનમાં પ્રણિધાનકાલીન પ્રયત્ન કરતાં અધિક પ્રયત્ન કરવો તે પ્રયત્નાતિશય છે. તે પ્રયત્નાતિશય શીઘ્ર ક્રિયા-સમાપ્તિ થાય એવી ઇચ્છાદિ ઉત્સુકતાથી રહિત હોય છે. પ્રયત્નાતિશયમાં વધુ વીર્યસ્કુરણ, વધુ એકાગ્રતા, વધુ ઉલ્લાસ હોય છે.
૩. વિક્રૂજય આશય :
વિપ્ન એટલે ધર્મમાં અંતરાય. વિપ્નનો જય જેનાથી થાય તે વિનજય. વિપ્ન ત્રણ પ્રકારના હોવાથી વિધ્વજય પણ ત્રણ પ્રકારનો છે. જે વ્યક્તિમાં પ્રવૃત્તિ આશય પ્રગટ્યો હોય તે સમ્યગૂ પ્રવૃત્તિમાં પ્રયત્નશીલ થાય છે અને તે પ્રવૃત્તિના અભ્યાસના અતિશયથી ધર્મમાં અંતરાય કરનાર એવાં ત્રણ પ્રકારનાં વિક્નોનું નિવર્તન કરે તેવો આત્મપરિણામ પેદા થાય છે તે વિજ્ઞજય આશય છે.
बाह्याऽन्ताधिमिथ्यात्व जयव्यङ्ग्याशयात्मकः । વંટ - ૨ - મોહાનાં નર્વિનય સમ: T૨૦.રૂપા
- યોગલક્ષણ ધાર્નિંશિકા અર્થ : બાહ્ય વ્યાધિ, આંતરિક વ્યાધિ અને મિથ્યાત્વ આ ત્રણ ઉપર મેળવેલ વિજયનો સૂચક એવો આશય વિધ્વજય કહેવાય છે. તે કંટક-જ્વર-મોહના જય સમાન છે.
પ્રણિધાન આશય અને પ્રવૃત્તિ આશયના પ્રભાવે અધિકૃત ધર્મસ્થાનકમાં
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #109
--------------------------------------------------------------------------
________________
દૃઢ યત્નપૂર્વક પ્રયત્ન ચાલુ હોય તે મંદ પડી જાય અને વિવક્ષિત પ્રવૃત્તિ ન કરું એવો નિષેધાભાવ.
અથવા કરું કે ન કરું એવો દ્વિધાભાવ જેના કારણે આવે એ વિન છે. અને આવી વિજ્ઞભૂત પરિસ્થિતિ સર્જાવા છતા ચિત્તની વિકલતા ન થવા દે એવું ચિત્તપરિણામ એ વિધ્વજય છે.
ચિત્તની વિકલતા કરનારી ત્રણ બાબતો છે. માનસિક ભ્રમણાઓસ્વરૂપ આધિ, વ્યાધિ અને ઉપાધિ. કોઈ પણ પ્રવૃત્તિમાં સ્કૂલના લાવનારાં આ ત્રણ પરિબળો છે. દિમોહ એ ચિત્તમાં નિર્માણ થયેલી વિષમતા છે. માટે એ આધિરૂપ છે. જ્વરાદિ રોગ એ શરીરમાં પેદા થયેલ પ્રતિકૂળતા છે માટે વ્યાધિ છે. કાંટા-કાંકરા વગેરે શારીરિક કે માનસિક પરિબળો નથી પણ બાહ્ય પરિબળ છે માટે ઉપાધિ છે. આ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ વિન ત્રણ પ્રકારનાં છે - જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ. એટલે વિધ્વજય આશય એક સ્વરૂપવાળો હોવા છતા આ ત્રણ પ્રકારનાં વિધ્વને જીતવાં એ ત્રણ પ્રકારનો છે.
(૧) જઘન્ય હીન વિનજય આશય : મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલ સાધકને શીત-ઉષ્ણ વગેરે જે પરીષહો આવે તે કંટક સમાન જઘન્ય વિજ્ઞજય આશય છે. તે સાધકની સાધનાની ગતિને સ્તુલિત કરે છે. જેમ કંટકને દૂર કરવામાં આવે તો માર્ગમાં જનાર પુરુષ નિરાકુલ રીતે તે માર્ગથી જઈ શકે છે તેમ જે સાધક મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયો છે તે તિતિક્ષાભાવનાથી આ કંટકરૂપી શીત-ઉષ્ણ પરીષહોને દૂર કરી નિરાકુલ રીતે પોતાની પ્રવૃત્તિ કરે છે તે જઘન્ય વિજ્ઞજય છે. અહીં તિતિક્ષાભાવના એટલે શીતાદિ પરીષહો મારાથી ભિન્ન એવા શરીરને બાધા પહોંચાડે છે. પણ હું શરીરથી ભિન્ન છું. મને પરમાર્થથી શરીર સાથે કોઈ સંબંધ નથી-આ પ્રમાણે વિચાર કરી વારંવાર ચિત્તમાં આ ભાવના કેળવે એ તિતિક્ષાભાવના છે. પ્રણિધાન આશયમાં તિતિક્ષાભાવના પ્રારંભિક કક્ષાની હોય છે, પ્રવૃત્તિ આશયમાં આ ભાવના વધારે દૃઢ થતી જાય છે જેનાથી ત્રીજા વિજ્ઞજય આશયમાં જઘન્ય વિઘ્નનો જય કરી શકે છે.
(૨) મધ્ય વિધ્વજય આશય : માર્ગમાં જનાર વ્યક્તિને વર આવે તો તે નિરાકુલ રીતે ગમન કરી શકતો નથી. તેથી કંટક વિજ્ઞથી અધિક વર વિજ્ઞ છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #110
--------------------------------------------------------------------------
________________
અને તે વિઘ્નનો જય કરવાથી વ્યક્તિ માર્ગમાં સારી રીતે ગમન કરી શકે છે. તેમ મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલા સાધક માટે પણ શારીરિક રોગો આવે તો તે જ્વરચિહ્ન સમાન હોય છે. કારણ કે સાધકની વિશિષ્ટ ધર્મઆરાધનામાં એ પ્રતિબંધક બને છે. એટલે આ શારીરિક રોગનાં કારણોને જ અટકાવવાથી જેમ કે મિતાહાર, પરિમિત આહાર લેવાથી આ વિઘ્નનો જય કરી શકાય છે અને તોપણ જો કોઈ અસાધ્ય રોગ આવે તો આ રોગો મારા સ્વરૂપને બાધક નથી; માત્ર શરીરને જ બાધા પહોંચાડી શકે છે, આ રોગને સમભાવે સહન કરીશ તો મારા કર્મની નિર્જરા થશે. આવી રીતે ભાવનાથી આત્માને ભાવિત કરી ધર્મની સમ્યગૂ રીતે આરાધના કરે છે. આ મધ્યમ વિપ્નજય આશય છે.
(૩) ઉત્તમ વિનજય આશય માર્ગમાં ગમન કરવાવાળી વ્યક્તિને દિશાનો જો ભ્રમ થાય તો માર્ગના જાણકારો વડે પ્રેરણા કરવા છતાં પણ માર્ગમાં જવાનો ઉત્સાહ થતો નથી. જ્યારે આ વિઘ્ન દૂર થાય છે અર્થાત્ સાચી દિશાનો નિર્ણય થાય છે ત્યારે પોતાને જે દિશામાં જવું છે તે દિશામાં આગળ વધાય અને ઇષ્ટ સ્થાન સુધી પહોંચાય. તેવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત્વ થયેલ વ્યક્તિ માટે મિથ્યાત્વ જનિત મનોવિભ્રમ એ વિઘ્ન છે. મિથ્યાત્વ - અજ્ઞાન વગેરેના યોગથી એ સત્ય-ધર્મથી વિમુખ થયો છે. તે સગુરુના યોગથી સમ્યગુશાસ્ત્ર વિચારીને સત્યજ્ઞાન મેળવી મિથ્યાત્વરૂપ દિશાશ્રમને ટાળે છે. આ ત્રણેય વિધ્વજય ઉત્તરોત્તર ચઢિયાતા છે. અર્થાત્ પ્રથમ વિધ્વજય જઘન્ય કક્ષાનો છે. બીજો વિનજય મધ્યમ કક્ષાનો છે. જ્યારે તૃતીય વિધ્વજય ઉત્કૃષ્ટ છે. કારણ કે મિથ્યાત્વ દૂર થવાથી જ મોક્ષમાર્ગમાં ગમન કરી શકાય છે. આ ત્રણે વિધ્વજય શુભાશયરૂપ છે. અને આ ત્રણે સમુદિત થતાં મોક્ષમાર્ગમાં અવિરત પ્રવૃત્તિ કરાવે છે.
(૪) સિદ્ધિ આશય : सिद्धिस्तात्त्विकधर्माप्तिः साक्षादनुभवात्मिका : कृपोपकार विनयान्विता हीनादिषु क्रमात् ।।१०.१४ ।।
અર્થ : સાક્ષાત અનુભવાત્મક એવી તાત્ત્વિક ધર્મપ્રાપ્તિ એ સિદ્ધિ કહેવાય છે. હીન પ્રત્યે કૃપા, મધ્યમ પ્રત્યે સહાયકભાવ, ઉત્તમને વિશે વિનય – આ ત્રણ ગુણથી તે સિદ્ધિયુક્ત હોય છે.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૧
Page #111
--------------------------------------------------------------------------
________________
સિદ્ધિ એટલે અતિચાર રહિત અહિંસા આદિ ધર્મસ્થાનની પ્રાપ્તિ. એટલે એના સાનિધ્યથી ક્રૂર વૈરી એવા જીવોનાં વેર વગેરે શમી જાય. અહિંસા વગેરે ધર્મસ્થાન ની પ્રાપ્તિ એ સિદ્ધિ છે, જે અતિચારરહિત હોય. તેને અનુરૂપ ત્રણ પ્રકારની ચિત્ત-અવસ્થા ત્યાં આવશ્યક છે. (૧) અધિક ગુણવાળા ગુરુપ્રત્યે વિનયવૈયાવચ્ચ-બહુમાન આદિથી યુક્ત હોય (૨) આપણાથી ઓછા ગુણવાળા તથા નિર્ગુણ અને દુઃખીજનો પ્રત્યે દયા, કરુણાની ભાવના તથા તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. (૩) મધ્યમ ગુણવાળા જીવાત્માઓનો યોગ્ય માન, સત્કાર કરવો. અને ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં આવશ્યક હોય તો ઉપકારની પરિણતિ હોય. આ પ્રમાણે ત્રણ પ્રકારની ચિત્તની ભૂમિકા હોય ત્યારે જ અતિચારરહિત અહિંસાદિની પ્રાપ્તિ થાય છે. તે જ સિદ્ધિ આશય છે. (૫) વિનિયોગ આશય : अन्यस्य योजनं धर्मे विनियोगस्तदुत्तरम् । कार्यमन्वयसम्पत्त्या तदवन्ध्यफलं मतम् ।।१०.१५।।
યોગલક્ષણ દ્વાáિશિકા અર્થ : બીજાને ધર્મમાં જોડવા તે વિનિયોગ કહેવાય. તે સિદ્ધિ પછીનું કાર્ય છે. અવિચ્છેદ સિદ્ધ થવાથી વિનિયોગ અવંધ્ય ફળવાળો મનાયેલ છે.
જેમને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય અને ત્યાગ આદિ ધર્મસ્થાન સિદ્ધિ રૂપે પ્રાપ્ત થયાં હોય તેઓ બીજા જીવાત્માઓને જે પ્રમાણે ઉપાયો શક્ય હોય એને અનુસરીને પોતાના જેવા ગુણવંત બનાવવા પ્રયત્ન કરે એટલે જ પોતાને પ્રાપ્ત થયેલ અહિંસા વગેરે ધર્મસ્થાનનું અન્યમાં પણ સંપાદન કરે આવો શુભાશય એ વિનિયોગ આશય છે. સિદ્ધિ આશયમાં રહેલ કુપા, ઉપકાર અને વિનય, વિનિયોગ કરાવે છે. વિનિયોગ આશયનું નિરૂપણ આ પ્રમાણે છે.12 સામાન્ય જોડાણ એ યોગ છે. અત્યંત જોડાણ એ નિયોગ છે અને વિશિષ્ટ પ્રકારનું અત્યંત જોડાણ એ વિનિયોગ છે. એવા મહાગ્યવાળી વ્યક્તિના સાન્નિધ્યમાં આવવાથી કે હિંસક જીવો એ સમય પૂરતા અહિંસક બને છે; જેમ કે તીર્થકર જિનેશ્વરના સમવસરણમાં વાઘ-સાપ વગેરે જે અહિંસક બને છે તેઓમાં અહિંસાનો યોગ થયો કહેવાય. જો એ સાન્નિધ્ય, એ વાતાવરણ છૂટી ગયા પછી પણ અહિંસકપણું વગેરે ચાલુ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #112
--------------------------------------------------------------------------
________________
રહે એ જોડાણ નિયોગ કહેવાય. અહિંસા - તપ વગેરે બાહ્ય ધર્મમાં થયેલું આ અત્યંત જોડાણ (નિયોગ) જો ભાવધર્મનું કારણ બને, સામા જીવને એવો વિશિષ્ટ લયોપશમ કરાવી આપે તો એ જોડાણ વિનિયોગ કહેવાય.
આવી રીતે જે પ્રથમ ગાથાના ભાવાર્થમાં કહ્યું તે પ્રમાણે પ્રણિધાનાદિ આશયોથી મુક્ત ધર્મવ્યાપાર એ યોગ છે અર્થાત્ જીવને મોક્ષ સુધી પહોંચાડનારો બને છે. અહીં ધર્મ એ રાગાદિ મળ દૂર થવાથી પુષ્ટિવાળું અને શુદ્ધિવાળું બનેલું ચિત્ત છે. પુષ્ટિ : પુણ્યસંગ્રહ, શુદ્ધિ - પાપક્ષયથી નિર્મલતા.
રાગ, દ્વેષ, મોહ વગેરે અંત:કરણને મલિન કરનારા મળે છે. ચિત્ત અનાદિકાળથી આવા રાગાદિમળથી મલિન છે જ્યારે આ રાગાદિમળ ઘટે છે ત્યારે ચિત્ત પુષ્ટિવાળુ અને શુદ્ધિવાળું બને છે. આવું પુષ્ટિ અને શુદ્ધિવાળું ચિત્ત એ જ ધર્મ છે. અર્થાત્ રાગ, દ્વેષ, ક્રોધ, લોભ આદિનો વિનાશ કરી શુભ પુણ્યોદયની પુષ્ટિ અને જ્ઞાનાવરણીયાદિ ઘાતી કર્મનો ક્ષયોપશમ કરવાથી થતી નિર્મળતા આની સાથે પ્રણિધાનાદિ પાંચ શુભાશય હોવાથી સર્વ ધર્મવ્યાપાર અતિશય શુદ્ધ થાય છે અને આવા પ્રણિધાનાદિ આશયોથી યુક્ત ધર્મવ્યાપાર એ ‘યોગ” છે.
આવી રીતે નિશ્ચયથી પરિશુદ્ધ એવો બધો જ ધર્મવ્યાપાર એ યોગ છે તો પણ વિશેષ રૂપે સ્થાનાદિમાં સંકળાયેલો ધર્મવ્યાપાર તે યોગ છે. આ વાત સમજાવતાં ગ્રંથકાર કહે છે –
ठाणुन्नत्थालंबणरहिओ तन्तम्मि पंचहा एसो । दुगमित्थ कम्मजोगो तहा तियं नाणजोगो उ ।।२।।
યોગવિંશિકા અર્થ : સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને આલંબનરહિત એમ પાંચ પ્રકારના યોગ શાસ્ત્રમાં કહેલા છે. એમાં સ્થાન અને કર્ણ એ પ્રથમ બે કર્મયોગ છે, જ્યારે બાકીના ત્રણ જ્ઞાનયોગ છે. (૧) સ્થાન : જેનાથી સ્થિર રહેવાય તે સ્થાન. આસન, કાયોત્સર્ગ, પર્યકાસન,
પદ્માસન વગેરે યોગશાસ્ત્રમાં પ્રસિદ્ધ વિશેષ પ્રકારનાં આસન એ સ્થાનયોગ
(આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૩
Page #113
--------------------------------------------------------------------------
________________
છે. સ્વાધ્યાય, ભક્તિ, પડિલેહણ વગેરે દરેકમાં પાપનિવૃત્તિવાળી જયણાપૂર્વકની તેમજ યથાયોગ્ય આસનમુદ્રાની જાળવણીવાળી કાયિક પ્રવૃત્તિ
એ સ્થાનયોગ છે. (૨) ઉર્ણ : એટલે શબ્દ. આત્માને યોગક્રિયામાં જોડતાં આ પ્રક્રિયામાં જે પ્રણવ
વગેરે મંત્ર અખ્ખલિતપણે બોલવામાં આવે તે ઉર્ણયોગ છે. (૩) અર્થ બોલાતા સૂત્રાદિ અર્થમાં જે હોય તેમાં ઉપયોગ રાખવો એ અર્થયોગ
(૪) આલંબન : બાહ્ય પ્રતિમા વગેરે જે હોય તેમાં ઉપયોગની સ્થિરતા રાખવી
તે આલંબન યોગ. વિહાર વખતે સાડા ત્રણ હાથ દૂર સુધી જોઈને ચાલવું. ઉપયોગ કોઈ પણ જીવ પગ નીચે ન આવી જાય એમાં સ્થિર રાખવો એ
આલંબન યોગ છે. (૫) નિરાલંબન : એ રૂપી દ્રવ્યને – પ્રતિમા આદિને આલંબન તરીકે રાખ્યા
વિના પ્રવર્તતો નિર્વિકલ્પ, ચિન્માત્ર આત્માના જ્ઞાનનો ઉપયોગ, આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપનું ધ્યાન એ આલંબનરહિત - અનાલંબન યોગ છે.
સ્થાન, ઉ, અર્થ, આલંબન અને નિરાલંબન આ પાંચ પ્રકારના યોગ સમ્ય રીતે આરાધ્યા હોય તો તે પરમતત્ત્વ એટલે કે મોક્ષ સાથે યોગ કરાવી આપનાર છે એમ યોગશાસ્ત્રના વિદ્વાનો કહે છે. (તેથી આ પાંચ સ્થાનોમાં યોગપણું રહેલું છે.) આ પાંચમાં સ્થાન અને ઉર્ણરૂપ બે યોગોને કર્મયોગ કહેલ છે. સ્થાન એટલે કે આસન તો સાક્ષાત્ ક્રિયારૂપ છે. કર્ણ એ શબ્દરૂપ છે અને એનું ઉચ્ચારણ અંશ ક્રિયારૂપ છે. આગળના ત્રણ - અર્થ, આલંબન અને નિરાલંબન એ ત્રણ જ્ઞાનયોગ છે. શબ્દને અવલંબીને શબ્દથી જે અભિધેય અર્થ તે આત્માના જ્ઞાન-પરિણામરૂપ છે. બાહ્ય પ્રતિમા આદિ વિષયક જે ધ્યાન તે પણ જ્ઞાનરૂપ છે. અને નિરાલંબન યોગ એ આત્માના ગુણોમાં ચિત્તને સ્થિર કરવાસ્વરૂપ છે. તે પણ જ્ઞાનસ્વરૂપ છે. તેથી અર્થ, આલંબન અને અનાલંબન યોગ આ ત્રણેમાં જ્ઞાનલક્ષણ ઘટવાથી જ્ઞાનયોગ છે.
આત્મદશાને નિર્મલ કરનાર આ પાંચ પ્રકારનો યોગ નિયમથી ચારિત્રધારીને જ હોય છે. ક્રિયારૂપ યોગ અને જ્ઞાનયોગ આ બંને પ્રકારના યોગ ચારિત્રમોહનીય
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #114
--------------------------------------------------------------------------
________________
કર્મના ક્ષયોપશમથી થાય છે. દેશચારિત્રી એટલે સમ્ય દર્શન યુક્ત બાર વ્રતધારી શ્રાવકને આ યોગ દેશત: હોય છે અને સર્વવિરતિધર સાધુ-મહાત્માને આ યોગ સર્વતઃ હોય છે. આ સિવાયના જીવોને એટલે કે અપુનબંધક તથા અવિરત સમ્યગ્ દૃષ્ટિ જીવોને માત્ર યોગબીજ જ હોય છે.
એવી જ રીતે અધ્યાત્મ, ભાવના, આધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય આયોગપ્રવૃત્તિ પણ ચારિત્રપ્રાપ્તિથી જ આરંભાય છે.
देशादिभेदतश्चित्र - मिदं चोत्कं महात्मभिः ।
ત્રપૂર્વાહિત યોોડથ્થાત્માદ્ધિ સંપ્રવર્તતે પારૂ૫૭ના યોગબિંદુ
અર્થ : અધ્યાત્મ એટલે ઉચિત પ્રવૃત્તિવાળો વ્રતધારી સાધક. શાસ્ત્રવચનોને અનુસરીને જીવાદિ તત્ત્વોનું મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ આદિ ભાવોથી ગર્ભિત ચિંતન કરે એ અધ્યાત્મયોગ છે.
ભાવના : એટલે અશુભ માનસિક પ્રવૃત્તિઓને રોકવાનો અભ્યાસ કરે અને અધ્યાત્મભાવનો જ નિત્ય વધારો કરે.
આધ્યાન આધ્યાન એ ધ્યાનસ્વરૂપ જ છે. સારી ભાવનાયુક્ત, પરમાત્માદિ કોઈ એક વિષયના જ ધ્યેયનું ચિત્તમાં અવલંબન લઈ સ્થિર દીપકની જેમ રહી ઉત્પાદ, વ્યય અને ધ્રુવ આ ત્રિપદી વડે ચિત્તને સૂક્ષ્મ ઉપયોગયુક્ત કરે.
સમતા : અજ્ઞાનભાવથી કલ્પના કરેલ ઇષ્ટ અથવા અનિષ્ટ એવા સંકલ્પવિકલ્પોનો ત્યાગ કરે અને અનુકૂલ અથવા પ્રતિકૂલ સંયોગોમાં પણ સમભાવની વૃત્તિ રાખે અને રાગ-દ્વેષથી દૂર રહે.
વૃત્તિસંક્ષય વૃત્તિઓનો સમ્યક્ રીતે ક્ષય એ વૃત્તિસંક્ષય. વૃત્તિઓ બે રીતે હોય છે : મનથી થતી સંકલ્પ-વિકલ્પરૂપ વૃત્તિઓ અને શરીર દ્વારા આત્મપ્રદેશોના પરિસ્પંદનરૂપ વૃત્તિઓ. મન અને શરીર બંને પીગલિક હોવાથી એ આત્મા માટે અન્યસંયોગાત્મક વૃત્તિઓ છે. તેઓનો અપુનર્ભાવથી નિરોધ તે વૃત્તિસંક્ષય છે.
હવે આ અધ્યાત્મ, ભાવના વગેરે યોગોનો સ્થાનાદિયોગોમાં સમાવેશ થાય છે. જેમ કે દેવસેવા, જપ, તત્ત્વચિન્તાદિ અનેક ભેદોથી યુક્ત હોવાથી અધ્યાત્મનો યથાક્રમે સ્થાન, ઉર્ણ અને અર્થમાં અંતર્ભાવ થાય છે. દેવસેવા મુખ્યતઃ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૫
Page #115
--------------------------------------------------------------------------
________________
કાયિકી પ્રવૃત્તિ છે માટે તેનો સ્થાનયોગમાં સમાવેશ થાય છે. જાપ મુખ્યત: વાચિક છે. માટે ઉર્ણયોગમાં સમાવેશ થાય છે. તત્ત્વચિંતન માનસિક પ્રવૃત્તિ છે, માટે અર્થયોગમાં સમાવેશ થાય છે. એવી જ રીતે ભાવનાનું પણ ભવ્ય - સમાન વિષયપણું હોવાથી સ્થાન, ઉર્ણ અને આલંબનમાં જ યથાક્રમ અંતર્ભાવ થાય છે. જેનો વારંવાર અભ્યાસ (ભાવના) કરવાનો હોય તે ભાવ્ય કહેવાય. અર્થાત્ અહીં દેવસેવા વગેરે ભાવ્ય છે. તેથી બંનેનું ભાગ્ય એક હોવાથી બંનેના સ્થાનાદિ ભેદો પણ એકસરખા છે. ત્રીજો ધ્યાનયોગ આલંબનયોગમાં અન્તભૂત થાય છે. સમતાયોગમાં અનુકૂલ, પ્રતિકૂલ સંયોગોમાં સમભાવ હોવાથી અને સંકલ્પ વિકલ્પનો ક્ષય થવાથી તેનો નિરાલંબન યોગમાં અંતર્ભાવ થાય છે. છેલ્લા વૃત્તિસંક્ષય યોગમાં મનની-સંકલ્પ વિકલ્પરૂપ વૃત્તિઓનો નાશ થવાથી અને શરીરનું હલનચલન પણ બંધ થતું હોવાથી તેનો પણ નિરાલંબન યોગમાં અંતર્ભાવ થાય છે. તેથી જ દેશચારિત્રી અને સર્વચારિત્રીવંતને સ્થાનાદિ યોગની પ્રાપ્તિ થાય છે. દેશ અને સર્વ ચારિત્રથી રહિત એવા સમક્તિવંત અને માર્ગાનુસારી ગુણવંત આત્માઓને માત્ર યોગબીજ જ હોય છે. યોગબિંદુમાં કહ્યું છે -
अपुनर्बंधकस्यायं, व्यवहारेण तात्त्विकः । અધ્યાત્મિવિનીરુપો, નિશ્ચયેતો રહ્ય તુ તારૂદ્રા યોગબિંદુ
અર્થ : અપુનબંધકને(અહીં અપુનબંધક એટલે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો)યોગ વ્યવહારથી તાત્ત્વિક છે અને અધ્યાત્મ, ભાવનારૂપ યોગ નિશ્ચયનયથી તાત્ત્વિક છે.
સ્થાનાદિ યોગોના ભેદ આ પ્રમાણે સ્થાનાદિ યોગોના અધિકારી કોણ હોઈ શકે એ સમજાવી હવે એના ભેદ પ્રભેદ બતાવે છે.
इक्किक्को य चउद्धा इत्थं पुण तत्तओ मुणेयव्वो । રૂછી - પવિત્તિ - fથર - સિદ્ધિ મેચ સમયની જા
યોગવિંશિકી સ્થાન આદિ દરેક યોગને તત્ત્વદૃષ્ટિથી વિચારતાં એક એકના ચાર ભેદ થાય છે. તે ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ એમ શાસ્ત્રમાં કહ્યા છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #116
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસારમાં સત્તાવીશમાં યોગાષ્ટકમાં ઇચ્છા, પ્રકૃતિ વગેરે ભેદોને સમજાવતાં કહે છે -
इच्छा तद्वत्कथाप्रीतिः प्रवृत्तिः पालनं परम् । स्थैर्य बाधकभीहानिः सिद्धिरन्यार्थसाधनम् ।।४।।
જ્ઞાનસાર યોગાષ્ટક સ્થાનાદિ યોગથી યુક્ત યોગીઓની કથામાં પ્રીતિ થવી અને એ સાંભળીને વિશેષ પરિણામ ઊભો થાય, સંયમયોગ આરાધવાના પરિણામવાળી બુદ્ધિ થાય તે ઇચ્છાયોગ છે. ઉપશમ ભાવપૂર્વક સ્થાનાદિ યોગનું પાલન કરવું તે પ્રવૃત્તિયોગ છે. સ્થાનાદિ યોગનાં બાધક વિક્નોની ચિંતા ન કરવી તે સ્થિરભેદ છે. પોતાને જે સ્થાનાદિ પ્રાપ્ત થયાં છે તે અન્યને પણ પ્રાપ્ત થાય આવો પરમાર્થ સાધકરૂપ જે શુભ પરિણામ તે સિદ્ધિયોગ છે. હવે આ ચારભેદને વિસ્તારપૂર્વક સમજાવ્યા છે.
ઇચ્છાયોગ ઃ સ્થાનાદિ યોગને પામેલા યોગીઓની કથા સાંભળવામાં બહુ પ્રીતિ થાય, તે કથાના પરમાર્થના બોધથી અત્યંત હર્ષ થાય અને તે યોગની આરાધના પ્રત્યે આદર-બહુમાન થાય. તે સ્થાનાદિ યોગનો અભ્યાસ કરવાના શુભ પરિણામ થાય, તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રતિકૂળ હોવા છતાં પણ સ્થાનાદિ યોગને આરાધવા પોતાની શક્તિ પ્રમાણે ક્રિયા કરે તે ઇચ્છાયોગ છે.
પ્રવૃત્તિ અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોમાં પણ ઉપશમભાવની પ્રધાનતા રાખી યથાવિહિત એટલે કે શાસ્ત્રવિધાનનું ઉલ્લંઘન ન થાય એવું જે સ્થાનાદિ યોગનું પાલન એ પ્રવૃત્તિયોગ છે.
સ્થિરયોગ : પ્રવૃત્તિયોગની જેમજ ઉપશમભાવની પ્રધાનતા વડે સ્થાન, ઉર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન યોગને આરાધે તેમજ પરીષહ આવે તોપણ અતિચારની ચિંતા ન રહે, યથાવિહિત પાલન થાય, વિન ઉપસ્થિત થવા છતાં પણ એને વિપ્ન રૂપે જોવાતું નથી તેથી એની કોઈ ચિંતા પણ પેદા થતી નથી આવી માનસિક અવસ્થા નીડર બને એ યોગાવસ્થા સ્થિરયોગ છે. સ્થિરયોગીના મનની અવસ્થા રત્નની પ્રભાની પેઠે સ્થિર હોય છે.
સિદ્ધિયોગ : જેઓને સ્થાનાદિ યોગની સિદ્ધિ પ્રાપ્ત નથી થઈ એવા જે સ્થાનાદિ યોગની સાધના કરતા હોય એવા જીવોને પોતાની સિદ્ધિ દ્વારા યોગમાં
(આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૮૭
Page #117
--------------------------------------------------------------------------
________________
સ્થિરતા કરાવવી એ સિદ્ધિયોગ છે. આ કક્ષાએ પહોંચેલું સ્થાનાદિનું સેવન એ સિદ્ધિયોગ છે.
14 સ્થાનાદિ યોગના અભ્યાસના બળથી અહિંસાભાવ જેમને સિદ્ધ થાય છે તેવા તીર્થકર અથવા લબ્ધિવંત મુનિ પાસે હિંસક સ્વભાવવાળાં પ્રાણીઓ હિંસા કરતાં નથી, તેમની ક્રૂર ભાવના પણ નષ્ટ થાય છે. તેમજ સત્ય અને અચોર્ય ભાવ જેમણે સિદ્ધ કર્યો છે એવા યોગી પાસે કોઈ અસત્ય બોલી શકતું નથી અથવા ચોરી પણ કરી શકતું નથી. શુદ્ધ બ્રહ્મચર્ય જેણે સિદ્ધ કર્યું છે તેવા યોગી પાસે કોઈ અનીતિ આચરી શકતું નથી.
આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - આખો યોગમાર્ગ ક્ષયોપશમના ભેદથી અસંખ્ય ભેટવાળો છે તેની ઇચ્છાદિ રૂપે ચાર વિભાગો પડે છે. આ ઇચ્છા વગેરે ચારયોગો અનેક પ્રકારના છે અને દરેકના અસંખ્ય પેટાભેદો છે.
एएय चित्तरुवा, तहा खओवसमजोगओ हुँति । તસ્ય ૩ દ્વાયા - રૂ નો મāસત્તાપ પાછાયોગવિંશિકા
અર્થ : સ્થાનાદિ યોગના જ ઇચ્છાદિ યોગો અનેક પ્રકારના છે તેમજ તેઓ ક્ષયોપશમના યોગે પ્રાપ્ત થાય છે અને તે શ્રદ્ધા અને પ્રીતિ વગેરેના યોગથી ભવ્ય પ્રાણીઓને પ્રાપ્ત થાય છે.
શ્રદ્ધા એટલે તેની જ અર્થાત્ અધિકૃત સ્થાનાદિ યોગની જ શ્રદ્ધા અર્થાત્ આ પ્રમાણે જ છે એ પ્રમાણેનો સ્વીકાર એ શ્રદ્ધા છે.
પ્રીતિ : સ્થાનાદિ સેવવામાં હર્ષ અનુભવવો એ એની પ્રીતિ છે.
ધૃતિ સ્થાનાદિ યોગ ઘેર્યપૂર્વક ચાલુ રાખે જેથી તે યોગ ઉત્તરોત્તર સમ્યમ્ રીતે નિષ્પન્ન થતો જાય એ ધૃતિ છે.
ધારણા : પોતે જે યોગમાર્ગ સેવે છે તેના ઉત્તમ સંસ્કારોનો દૃઢ કરવા અર્થે ચિત્તની દઢ અવસ્થા એ ધારણા છે.
આ શ્રદ્ધાદિ (શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ અને ધારણા) યોગને કારણે મોક્ષગમનને યોગ્ય એવા અપુનબંધકાદિ જીવોને તેવા પ્રકારના ક્ષયોપશમનો યોગ થાય છે. શ્રદ્ધા, પ્રીતિ આદિ પણ ક્ષયોપશમ ભાવથી પેદા થનારા છે. ક્ષયોપશમના કારણે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #118
--------------------------------------------------------------------------
________________
સ્થાનાદિ યોગવિષયક ઇચ્છાયોગ પ્રગટે છે. આમ ઇચ્છા વગેરે યોગ પ્રત્યે મુખ્ય કારણ આ ક્ષયોપશમ જ હોવાથી જે સાધકને જેટલો ક્ષયોપશમ પ્રગટ્યો હોય તેટલા પ્રમાણમાં ઇચ્છા વગેરે યોગ પ્રાપ્ત થાય છે ને એના કારણે એની મોક્ષમાર્ગ પર પ્રવૃત્તિ ચાલુ રહે છે. આવો શ્રદ્ધાદિજન્ય અને ઇચ્છાદિયોગનો જનક એવો આ ક્ષયોપશમ સંપન્ન થવામાં અનેક ઘટકો ભાગ ભજવે છે; જેમ કે મોહનીયનો ક્ષયોપશમ, જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, વિર્યાન્તરાયનો ક્ષયોપશમ.
આવી રીતે ઇચ્છાદિ યોગોનાં જુદાં જુદાં કારણોને સમજાવી આચાર્ય હરિભદ્રસૂરિ તેમનાં કાર્ય કહે છે
अणुकंपा निव्वेओ, संवेगो होइ तह्य पसमु त्ति । પuff AUTHવા, રૂછાઇ નહી રë પાટા યોગવિંશિકા
અર્થ : અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ એ ચાર ઇચ્છાદિ યોગનાં કાર્ય છે.
અનુકંપા : દ્રવ્યથી અને ભાવથી યથાશક્તિ દુઃખિત જીવોના દુઃખ દૂર કરવાની ઇચ્છા. પોતાની શક્તિપણે દુઃખ દૂર કરવાની ઇચ્છા એ દ્રવ્ય અનુકંપા અને આ સંસારમાંથી છોડાવી મુક્તિની પ્રાપ્તિ તેને કેમ થાઓ એ ભાવ અનુકંપા. આથી જ શક્તિને અનુરૂપ મુનિ બાહ્ય રીતે ષકાયના પાલનમાં યત્ન કરે છે. ત્યારે દ્રવ્યથી કોઈ પણ જીવને દુ:ખ ન થાય તે પ્રકારનો પ્રયત્ન હોય છે. અને મુનિ ઉપદેશ આપે છે ત્યારે સંસારી જીવોને આ ચોર્યાસી લાખ જીવાયોનિના ફેરામાંથી મુક્તિ અપાવવાની ભાવ અનુકંપા હોય છે.
નિર્વેદ : સંસારની અસારતા-નિર્ગુણતાનો ભાવ થવાથી આ સંસારરૂપ બંદીખાનાથી મુક્ત થવાની તીવ્ર અભિલાષા.
સંવેગ : મોક્ષનો અભિલાષ, દેવોના ભોગ પણ અંતે નાશવંત હોય છે, પરમ સુખનું ધામ મોક્ષ જ છે માટે તેને મેળવવા પરમ પુરુષ પ્રણીત જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીને આરાધવાની પ્રવૃત્તિ એ સંવેગ.
ઉપશમઃ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, વિષયરૂપી તૃષ્ણા આદિ મોહનીયનો ઉપશમ કરવો ને કષાયોને દબાવવા તે પ્રશમ.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #119
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે અનુકંપા ઇચ્છાયોગનું કાર્ય છે. નિર્વેદ પ્રવૃત્તિયોગનું કાર્ય છે. સંવેગ સ્થિરયોગનું કાર્ય છે અને પ્રથમ સિદ્ધિયોગનું કાર્ય છે. દેશ કે સર્વવિરતિધરને જ્યારે ઇચ્છાયોગ વર્તતો હોય ત્યારે અનુકંપા વિશેષ હોય છે. પ્રવૃત્તિયોગ વર્તતો હોય ત્યારે નિર્વેદ વિશેષ હોય છે. સ્થિર યોગ વર્તતો હોય ત્યારે સંવેગ વિશેષ હોય છે અને સિદ્ધિયોગ હોય ત્યારે ઉપશમ વિશેષ હોય છે.
આવી રીતે હેતુભેદે અને કાર્યભેદે ઇચ્છાદિ ભેદનું વિવેચન કર્યું છે. સામાન્યથી યોગ સ્થાનાદિ પાંચ ભેદવાળો છે. (યોગના સ્થાન, ઉષ્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ ભેદ બતાવ્યા છે. એ પાંચને ઇચ્છા, પ્રીતિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ ગુણતાં વીસ ભેદ થાય છે તે વીસ ભેદને ઇચ્છાદિરૂપ પ્રતિભેદથી ગુણતાં એંશી ભેદ થાય છે.
યોગવિંશિકા ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ આવી રીતે યોગના સાધકોને યોગતત્ત્વ સમજાવી ચૈત્યવદનનું દૃષ્ટાંત આપે છે. ચૈત્યવંદનની ક્રિયામાં જ્યારે સ્થાન, ઉર્ણ, અર્થ અને આલંબન આ ચારેય યોગો પ્રવર્તતા હોય ત્યારે તે ભાવ ચૈત્યવંદન છે અને તે અમૃત અનુષ્ઠાનરૂપ હોવાના કારણે નિર્વાણ ફળ આપનાર છે. જ્યારે સ્થાન અને ઉર્ણ યોગ વર્તતો હોય અને અર્થ અને આલંબનની તીવ્ર સ્પૃહા હોવા છતાં અર્થ અને આલંબનયોગમાં ઉપયોગ ન રહી શકતો હોય તે દ્રવ્ય ચૈત્યવંદન છે. અર્થાત્ તહેતુ અનુષ્ઠાનરૂપ છે. અને જ્યારે સ્થાનાદિ ચારેયમાં યત્ન હોતો નથી અને કેવલ મન, વચન અને કાયાથી ચૈત્યવંદનની ક્રિયા માત્ર કરાય છે તે સર્વ ચૈત્યવંદનની અપ્રધાન દ્રવ્ય ક્રિયા છે તે મોક્ષફલદાયક નથી પણ મહામૃષાવાદરૂપ છે.
ચૈત્યવંદનની ક્રિયામાં આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે, “અરિહંત ચેઈયાણ કરેમિ કાઉસગ્ગ વગેરે સૂત્રમાં જે પ્રમાણે શાસ્ત્રોક્ત હોય એ પ્રકારે અર્થાત્ ઉચ્ચારાતા સ્વર, સંપદા-માત્રાદિથી શુદ્ધ એવા સ્પષ્ટ વર્ણોની આનુપૂર્વીથી યથાર્થ પદજ્ઞાન શ્રદ્ધાયુક્તને થાય છે. આવા પરિશુદ્ધ પદજ્ઞાનથી જ્યારે વ્યક્તિનો ઉપયોગ સૂત્રોના અર્થમાં વર્તતો હોય અને તીર્થંકર પરમાત્માના આલંબનનો યત્ન હોય ત્યારે તે ભાવ ચૈત્યવંદન હોય છે અને અવશ્ય મોક્ષફલ દેનારું હોય છે. જે જીવોમાં અર્થ અને આલંબનનો અભાવ હોય છતાં સ્થાનાદિમાં પ્રયત્નશીલ
૯૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #120
--------------------------------------------------------------------------
________________
જીવોને અર્થ અને આલંબન યોગની ઇચ્છા હોવાથી તેમની ચૈત્યવંદન ક્રિયા તહેતુ અનુષ્ઠાનરૂપ થાય છે અને પરંપરાથી ભાવચૈત્યવંદન રૂપે અમૃતક્રિયા બની મોક્ષનો કારણભૂત બને છે.
પણ જે જીવો અર્થ અને આલંબનના અભાવવાળા છે અને સ્થાન અને ઉર્ણમાં પણ પ્રયત્નશીલ નથી તેઓ ચૈત્યવંદનની ક્રિયા કાયાથી કરે છે અને વાણીથી સૂત્ર બોલે છે. પણ માનસ ઉપયોગ ત્યાં નથી એટલે શ્રદ્ધા, પ્રીતિ વિનાની કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા શુભ ભાવરૂપ અનુષ્ઠાન વિનાની હોવાથી નિષ્ફળ જાય છે. મોક્ષફળને પ્રાપ્ત કરાવતી નથી એટલે ગ્રંથકાર અહીં કહે છે કે સ્થાન, ઉર્ણ આદિ યોગમાં જેમનો યોગ્ય પ્રયત્ન નથી તેમને અર્થ, આલંબન અને નિરાલંબન યોગનો ઉપદેશ આપવો તે દોષજનક થાય છે માટે યોગના અનુષ્ઠાનમાં જે યોગ્ય હોય એવા શ્રદ્ધા-રુચિવંત યોગ્ય જીવને જ ચૈત્યવંદન સૂત્ર આપવું જોઈએ. આના અનુસંધાનમાં ચૈત્યવંદન સૂત્રના વિન્યાસને યોગ્ય કોણ છે એ જણાવતાં કહે છે –
जे देसविरइजुत्ता, जम्हा इह वोसरामि कायंति ।
સુજ્ઞ વિરૂં હૈં રૂમ, તા સમ્મે ચિંતિયવ્યમિનું ।।૩।। યોગવિંશિકા
જેઓ દેશવિરતિથી યુક્ત છે અર્થાત્ પાંચમા ગુણસ્થાનકની પરિણતિવાળા છે તેઓ ચૈત્યવંદનસૂત્રના પ્રદાન માટે યોગ્ય છે. કારણ કે ચૈત્યવંદનસૂત્રમાં ‘અપ્પાનું વોસિમિ ' એટલે કાયાને વોસિરાવવાની પ્રતિજ્ઞા આવે છે જે વિરતિધર માટે જ સંભવ છે. જ્યાં વિરતિ ન હોય ત્યાં તે સંભવે નહીં. ચૈત્યવંદન સૂત્રમાં કરાતો કાઉસગ્ગ મન, વચન અને કાયાના ગુપ્તિરૂપ (અશુભ વ્યાપારના ત્યાગરૂપ) હોવાથી અવિરતિ ન જ થાય. માટે જે જીવો સ્થાનાદિ જાળવતા નથી એટલે કે અવિધિ સેવે છે આવા જીવોને ચૈત્યવંદનના અનધિકારી કહ્યા છે.
અહીં શંકા થાય કે અવિધિ અનુષ્ઠાનનો નિષેધ ક૨વામાં આવે તો આ કાળમાં શુદ્ધ ક્રિયા, અનુષ્ઠાન ક૨ના૨ બહુ ઓછા મળે અને ક્રમશઃ એવો કાળ આવી શકે કે શાસ્ત્રોક્ત ક્રિયા કરનાર કોઈ ન પણ હોય તો આવી રીતે તો સૂત્રક્રિયાનો વિનાશ થાય એટલે જ તીર્થનું એટલે કે શાસનનો વિચ્છેદ થવાની સંભાવના રહે તો શાસનનું રક્ષણ કરવા માટે અવિધિથી થતું અનુષ્ઠાન પણ આદરવા યોગ્ય છે ? આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકા૨ કહે છે કે અવિધિથી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૧
Page #121
--------------------------------------------------------------------------
________________
કરવામાં આવતા અનુષ્ઠાન માટે તીર્થનું ઉચ્છેદ વગેરે આલંબન લેવું એ યોગ્ય નથી કારણ કે અવિધિયુક્ત ધર્માનુષ્ઠાન કરવાથી એક તો મૃષાવાદનું પાપ અને બીજું સૂત્રક્રિયાનો નાશ થાય છે. સૂત્રમાં પ્રરૂપેલ વિધિથી વિપરીત રીતે કરવાથી અશુદ્ધતા વધે છે, સૂત્રોક્ત ક્રિયાનો અભાવ થાય છે અને તેથી તીર્થ, શાસન અને શાસ્ત્રનો લોપ થાય છે એ જ તીર્થોચ્છેદ છે. એટલે આ સૂત્રક્રિયાનો વિનાશ અર્થાત્ અવિધિપૂર્વકનું અનુષ્ઠાન તીર્થોચ્છેદનું નિમિત્ત બને તો એનાથી ગાઢ મિથ્યાત્વ બંધાય છે જેના કારણે ઘણો લાંબો સમય સુધી સંસારમાં રખડવું પડે છે માટે એ હિતાવહ નથી.
આના અનુસંધાનમાં જ ઉપાધ્યાય યશોવિજયજી “જ્ઞાનસાર” માં લખે છે – स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालम्बनादपि । सूत्रदाने महादोष इत्याचार्यः प्रचक्षते ।।२७८।।
અર્થ સ્થાનાદિ કોઈ પણ યોગરહિત પુરુષને તીર્થનો ઉચ્છેદ થશે ઇત્યાદિ કારણે પણ ચૈત્યવંદનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતનારૂપ મોટો દોષ થાય છે, એમ આચાર્યો કહે છે.
આવી રીતે સ્થાન આદિ પાંચ યોગમાં જે પ્રયત્નશીલ છે એવા જીવોનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન અર્થાત્ પ્રણિધાનાદિ આશયપૂર્વક કરેલું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષનું પ્રયોજક છે. આ ચૈત્યવંદનને સનુષ્ઠાન કહ્યું છે. આ સનુષ્ઠાન ચાર પ્રકારથી કહ્યા છે – પ્રીતિ, ભક્તિ, આગમને અનુસરનાર અને અસંગતાથી યુક્ત. આ ચાર અનુષ્ઠાનમાં છેલ્લું અસંગતા અનુષ્ઠાન જ અનાલંબનયોગ છે.
આ ચારે અનુષ્ઠાનનું સ્વરૂપ જણાવે છે -
પ્રીતિ : જે અનુષ્ઠાનમાં પ્રયત્નાતિશય છે, પરમ પ્રીતિ ઉત્પન્ન થાય છે અને શેષ ત્યાગથી જે કરાય છે તે પ્રીતિ અનુષ્ઠાન છે.
ભક્તિ: ભક્તિ અનુષ્ઠાન પ્રીતિ અનુષ્ઠાન સમાન છે. પણ આ અનુષ્ઠાન આલંબનીય પ્રત્યેની વિશેષ પ્રકારની પૂજ્યતા બુદ્ધિના કારણે વધારે વિશુદ્ધિવાળું હોય છે.
વચન અનુષ્ઠાન : શાસ્ત્રના પરમાર્થ સાથે સંબંધિત થયેલ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરી શુદ્ધ ચારિત્રવંત સાધુઓની નિરવદ્ય ઉપદેશ આપવાની ઉચિત વચનરૂપ જે પ્રવૃત્તિ તે વચનાનુષ્ઠાન છે.
૯૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #122
--------------------------------------------------------------------------
________________
અસંગ : અસંગાનુષ્ઠાનમાં જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ થાય છે ત્યાં વચનનું પ્રતિસંધાન હોતું નથી. પૂર્વમાં જે વચનના સ્મરણપૂર્વક ઉચિત પ્રવૃત્તિ કરેલી તેના જ ગાઢ સંસ્કારો વડે જ ચંદનમાં જેમ સહજ ભાવે સુગંધ રહે છે એમ તેઓના જીવની સહજ પ્રકૃતિ રૂપે ઉચિત પ્રવૃત્તિ કરવાની પરિણતિ હોય છે. આવા પ્રકારની ઉચિત પ્રવૃત્તિનું સેવન અપ્રમાદી જિનકલ્પી સાધુઓમાં હોય છે એને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અહીં કુંભારના ચક્ર અને દંડનું દૃષ્ટાંત આપે છે. જેમ પ્રથમ કુંભાર ચક્રને દંડથી ભમાવે છે. પછી તે ચક્ર પૂર્વે આપેલા ભ્રમણના સંસ્કારથી ભમ્યા જ કરે છે તેમ જિનકલ્પી અપ્રમાદી સાધુઓને સંસ્કારના બળથી શાસ્ત્રના પાઠ સાંભળ્યા વિના પૂર્વના સંસ્કારથી જ સ્ફુરણાયમાન થાય છે.
આ ચોથું અસંગાનુષ્ઠાન જ આગળ વધતાં અનાલંબન યોગસ્વરૂપ બને છે. ‘યોગવિંશિકા’ ગ્રંથમાં યોગના ભેદ-પ્રભેદ બતાવી એંશી ભેદ બતાવ્યા છે. સ્થાન, ઉર્દુ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ ભેદને ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એ ચાર ભેદથી ગુણતાં વીસ ભેદ થાય છે. તે વીસ ભેદને પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ આ ચાર અનુષ્ઠાનથી ગુણતાં એંસી ભેદ થાય છે.
હવે અંતમાં આચાર્ય હરિભદ્રસૂરિ આલંબનના સ્વરૂપથી અનાલંબનનું સ્વરૂપ બતાવતાં કહે છે -
1
आलंबणं पि एवं, रुविमरुवी य इत्थ परमुत्ति ।
તશુળ પરિાવો, મુઝુમો સારુંનો નામ ।।શ્।। યોગવિંશિકા
આ આલંબન બે પ્રકા૨નું છે : રૂપી અને અરૂપી. રૂપી આલંબન એટલે સમવસરણમાં રહેલા શ્રી જિનેશ્વર ભગવાનનું રૂપ અને બીજું અરૂપી આલંબન એટલે સિદ્ધાત્મકરૂપ અરૂપી આલંબન પરમાત્માનું સ્વરૂપ અરૂપી છે. તે આલંબનના વિષયભૂત એવા પરમાત્માના કેવળજ્ઞાન, કેવળદર્શન વગેરે જે ગુણો છે એ ગુણોની સાથે ધ્યાન ક૨વાથી સમાપત્તિસ્વરૂપ પરિણતિથી સૂક્ષ્મ અનાલંબનયોગ પ્રાપ્ત થાય છે.
હરિભદ્રસૂરિ ‘ષોડશક ગ્રંથ’ના ચૌદમાં ષોડશકમાં આ ધ્યાનયોગનો અધિકા૨ વર્ણવતાં કહે છે
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૩
Page #123
--------------------------------------------------------------------------
________________
सालम्बनो निरालम्बनश्च योग: परो द्विधा ज्ञेय : । जिनरुपध्यानं खल्वाद्यस्तत्तत्वगस्त्वपरः ।।९।।
મુખ્ય યોગ સાલંબન અને નિરાલંબન એમ બે પ્રકારનો છે. પ્રથમ સાલંબન એટલે ચક્ષુ આદિના જ્ઞાનથી જાણી શકાય તેવી જિનેશ્વર – તીર્થકર કેવળીની પ્રતિમાનું આલંબન લઈને જિનરૂપનું ધ્યાન એ સાલંબન યોગ છે. અને તેવા પ્રકારના આલંબનનો ત્યાગ કરી માત્ર તત્ત્વસ્વરૂપ જિનેશ્વર પરમાત્માના કેવળજ્ઞાન આદિ આત્મિક ગુણો (તત્ત્વો) ને ચક્ષુષ ગોચર વધી તેવા વિષયમાં ધ્યાન કરવું તે નિરાલંબન યોગ કહ્યો છે. ‘યોગદૃષ્ટિ સમુચ્ચયમાં પમા શ્લોકમાં હરિભદ્રસૂરિએ ક્ષપકશ્રેણીના દ્વિતીય અપૂર્વકરણમાં થતા સામર્થ્યયોગને જ અનાલંબનયોગ તરીકે કહ્યો છે. જે ક્ષાયોપર્શામક ક્ષમા, આર્જવ, માર્દવ વગેરે ધર્મના સંન્યાસરૂપ છે.
शास्त्रसन्द र्शितोपायस्त दति क्रान्त गोचरः । शक्त्युद्रेकाद्विशेषेण सामर्थ्याख्योऽयमुत्तमः ।।५।।
યોગદષ્ટિસમુચ્ચય એવી જ રીતે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ પછી જે છેલ્લું રૂપાતીત અવસ્થાનું પ્રણિધાન કરવામાં આવે અર્થાત્ કર્મથી રહિત થયેલા સહજાનંદી સચ્ચિદાનંદ સિદ્ધ પરમાત્માના કેવલજ્ઞાનાદિ ગુણોનું ધ્યાન કરવામાં આવે તે ધ્યાન શુક્લધ્યાનના અંશરૂપ હોય છે અને તે નિરાલંબન યોગ છે. આ રૂપાતીત ધ્યાનનું વર્ણન યોગશાસ્ત્રમાં પૂ. હેમચંદ્રાચાર્યે નીચે પ્રમાણે કર્યું છે –
अमूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रूपवर्जितम् ।।१०.१।।
યોગશાસ્ત્ર આવી રીતે જિનેશ્વર પ્રભુની મૂર્તિ - પ્રાતિહાર્યો વગેરરૂપી દ્રવ્યવિષયક ધ્યાન એ સાલંબન યોગ છે અને સિદ્ધાત્માનું કેવલજ્ઞાનાદિમય અરૂપી પદાર્થવિષયક ધ્યાન એ, નિરાલંબનયોગ છે. આ નિરા અને સાલંબન ધ્યાનનું સ્વરૂપ જણાવી આચાર્ય હરિભદ્રસૂરિ “યોગવિંશિકા” ગ્રંથમાં નિરાલંબન ધ્યાનનું ફળ સમજાવી આ ગ્રંથની સમાપ્તિ કરતાં કહે છે –
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #124
--------------------------------------------------------------------------
________________
एयम्मि मोहसागरतरणं सेढी य केवलं चेव । तत्तो अजोगजोगो कमेण परमं च निव्वाणं ।।२०।।
યોગવિશિંકા નિરાલંબન ધ્યાન પ્રાપ્ત થતાં યોગી મોહનો ક્ષય કરે છે. અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન થાય છે. એના ફળસ્વરૂપે અયોગનો યોગ થાય છે અને ક્રમે કરીને પરમ નિર્વાણ પ્રાપ્ત થાય છે.
અપ્રમત્ત યોગી મુનિવરોને આઠમા ગુણસ્થાનથી સામર્થ્યયોગ અને નિરાલંબન ધ્યાન પ્રવર્તે છે. એના દ્વારા મોહનો ક્ષય કરતાં કરતાં યોગી સામર્થ્યયોગના બળ વડે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણમોહ ગુણસ્થાન સુધી સંપકભાવ શ્રેણીમાં ચઢી મોહનો સંપૂર્ણ ક્ષય કરે છે. અધ્યાત્મભાવની આ પરિણતિને યોગદર્શનકાર મુનિ પતંજલિ સંપ્રજ્ઞાત સમાધિ કહે છે. એમના ગ્રંથ “યોગસૂત્ર'માં પતંજલિ ઋષિ લખે છે
અર્થ : આત્મદ્રવ્ય વિષે વિશેષ પ્રકારના તર્કરૂપ વિચારો વડે જે અદ્ભુત આનંદ અને સ્થિરતારૂપ જ્ઞાનનો અનુભવ થાય છે તે સંપ્રજ્ઞાત સમાધિ છે.
સં = સમ્યક્ - યથાવત્, પ્ર= પ્રકર્ષ - સવિતર્કનિશ્ચયાત્મકત્વ ક્ષપક શ્રેણી દરમ્યાન વિશેષ પ્રકારના તર્ક-વિચારરૂપ આત્માના જ્ઞાનાદિ પર્યાયો અને દ્વીપ, સમુદ્રો વગેરે પદાર્થોનું સમ્યક્ રીતે એટલે (યથાવત્ - જેવા છે તેવા) જ્ઞાન થાય છે. ત્યારપછી કેવળજ્ઞાન થાય છે. અન્ય દર્શનકારો એને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. કારણ કે કેવળજ્ઞાન થયે (મતિશ્રુતજ્ઞાનાત્મક) ઇન્દ્રિય અને મનોજન્ય જે વૃત્તિઓ તેનો નિરોધ થાય છે અને આત્માને પોતાનો વૃત્તિરહિત નિર્મળ સ્વભાવ પ્રાપ્ત થાય છે. જેન સિદ્ધાંત પ્રમાણે અસંપ્રજ્ઞાત સમાધિ બે પ્રકારની કહી છે. એક સંયોગી કેવળી સંબંધી, બીજી અયોગી કેવળી સંબંધી. પ્રથમ સંયોગી કેવળીને સંકલ્પ-વિકલ્પ જ્ઞાનરૂપ જે મનની વૃત્તિઓ છે તેનો સર્વથા ઉચ્છેદ થાય છે. આ સંયોગી કેવળી અવસ્થાને ઋષિ પતંજલિ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. આ જ વાત ‘યોગબિંદૂ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ જણાવતાં કહે છે –
असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः । निरुद्धाशेषवृत्त्यादि, तत्स्वरुपानुवेधतः ।।४२१।।
યોગબિંદુ
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૫
Page #125
--------------------------------------------------------------------------
________________
આ સંયોગી કેવળીભાવી અસંપ્રજ્ઞાત સમાધિ તેરમે ગુણસ્થાનકે હોય છે અને એ યોગનિરોધના પ્રારંભની પૂર્વ અવસ્થા છે.
અંતિમ અયોગી કેવળીભાવી અસંપ્રજ્ઞાત સમાધિ પરિસ્પન્દરૂપ વૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી થાય છે. એ ચૌદમા ગુણસ્થાનકે હોય છે જ્યાં મન, વચન અને કાયાની ક્રિયાનો સર્વથા વિનાશ થાય છે એટલે જ મન, વચન અને કાયાથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન હોતું નથી. આ કેવળજ્ઞાનનું ફળ છે કારણ કે કેવળજ્ઞાનના ફળ રૂપે જ યોગનિરોધ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પરિસ્પન્દનરૂપ વૃત્તિઓ અને તેના બીજભૂત કર્મોદય આ બંનેનો ક્ષય થવાથી અયોગ નામની સમાધિ પ્રાપ્ત થાય છે.
અહીં મન-વચન-કાયાનો કોઈ જ (સુક્ષ્મ પણ) યોગ નથી માટે અયોગ છે. મોક્ષની સાથે યોજન કરનારો હોવાથી યોગ” છે. અહીં આત્મા પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં પોતાના આત્મભાવમાં જ વર્તતો હોય છે. માટે એ સમાધિરૂપ છે. જીવનું સર્વ વીર્ય કેવળ આત્મસ્વભાવમાં જ વિશ્રાન્ત થયેલું હોય છે અને લેશ પણ પુગલભાવમાં પ્રવર્તતું નથી. અયોગી અવસ્થામાં સર્વ સંવરરૂપ આત્માની અવસ્થા છે. આ અવસ્થાને અયોગયોગ કે અયોગસમાધિ કહેવાય છે. અન્ય દર્શનકારો આ અવસ્થાને જુદા જુદા નામે ઓળખે છે. જેમ કે પતંજલિ આને ધર્મમેઘ નામે કહે છે. તો બીજા અયોગયોગને અમૃતાત્મા, ભવશત્રુ, શિવોદય વગેરે નામથી ઓળખે છે.
અમૃતાત્મા અમર અવસ્થાનું કારણ અમૃત છે. આત્માની અસર અવસ્થારૂપ મોક્ષનું કારણ હોવાથી ‘અમૃતાત્મા કહે છે.
ભવશત્રુ ભવસંસારના કારણભૂત સર્વ કર્મોનો ઉચ્છેદ થાય છે એટલે ભવશત્રુ.
શિવોદય ઃ શિવ - શ્રેષ્ઠ કોટિનું સુખ. એનો ઉદય કરનારી આ અવસ્થા.
આવી રીતે યોગી અનુક્રમે ઉપદેશેલા યોગની આરાધના કરીને અયોગીસ્થિતિ પ્રાપ્ત કરી પરમ નિર્વાણને મેળવે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #126
--------------------------------------------------------------------------
________________
યોગદ્દષ્ટિસમુચ્ચય
જૈન તથા જૈનેત૨ દર્શનના યોગગ્રંથોનું ઊંડું ચિંતન, મનન કરી બધાના સારરૂપ અને સમન્વયરૂપ આ ગ્રંથની રચના કરેલી છે. આ યોગગ્રંથમાં આત્મસાધનાનો, જીવના આધ્યાત્મિક વિકાસનો માર્ગ બતાવ્યો છે. યોગમાર્ગની સાધના દ્વારા મોક્ષપ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે.
મોક્ષનું મૂળભૂત કારણ છે - સમ્યગ્ બોધ. તે બોધને અહીંદૃષ્ટિ કહેવામાં આવ્યો છે. મોક્ષમાર્ગને અનુસરતી જે દૃષ્ટિ, જે બોધ તે યોગદૃષ્ટિ. બોધ બે પ્રકારના હોય છે - સત્ શ્રદ્ધાયુક્ત બોધ એને યોગદૃષ્ટિ કહેવાય છે. અને સશ્રદ્ધા વિનાનો બોધ એને ઓઘદૃષ્ટિ કહેવાય છે. આજ સુધી જીવની દૃષ્ટિ સાંસારિક સુખ તરફ હતી જે ઓઘદૃષ્ટિ છે. જ્યારે જીવને સંસાર અને વિષયસુખો અસાર લાગવા લાગે અને મન મુક્તિ ત૨ફ વળવા લાગે ત્યારે જીવને યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
જેમ જીવનો સત્પ્રદ્ઘાયુક્ત બોધ વધતો જાય છે, જીવનો આત્મિક વિકાસ થતો જાય છે અને આ યોગદ્દષ્ટિ તીવ્ર થતી જાય છે. જીવના આત્મવિકાસની માત્રાની દૃષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આ ગ્રંથમાં આઠ યોગદૃષ્ટિ નિરૂપવામાં આવી છે. જીવના ક્રમિક વિકાસને અનુસરી આ આઠ યોગદૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન કરેલું છે. મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા - આઠ દૃષ્ટિઓ છે. પ્રથમ ચાર દૃષ્ટિ સમ્યગ્દષ્ટિ પહેલાંની છે અને પછીની ચા૨ સમ્યગ્દષ્ટિ પ્રાપ્તિ પછીની છે. આઠ દૃષ્ટિમાં ઉત્તરોત્તર જાગૃતિ અને બોધ વધતાં જાય છે. આઠમી પરાદૃષ્ટિમાં જીવ સંપૂર્ણ વિકાસ પામે છે.
આ રીતે ‘પાતંજલ યોગદર્શન’માં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓ સાથે જૈન પરિભાષાઓને અહીં સરખાવી છે. ‘પાતંજલ યોગદર્શન’ના અષ્ટાંગ યોગ સાથે અનુક્રમે એક એક દૃષ્ટિનો સમન્વય કર્યો છે. જેમ કે જીવને પ્રથમ મિત્રાદષ્ટિ હોય ત્યારે અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ યમ હોય છે. બીજી તારાદ્દષ્ટિમાં બીજું અંગ નિયમ હોય છે. આવી રીતે જીવ જ્યારે સંપૂર્ણ આત્મવિકાસ પામે છે અર્થાત્ પરાદૃષ્ટિમાં હોય છે ત્યારે અષ્ટાંગ યોગનું
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૭
Page #127
--------------------------------------------------------------------------
________________
અંતિમ અંગ ‘સમાધિ’ એને પ્રાપ્ત થાય છે.
એવી જ રીતે જીવનો આધ્યાત્મિક વિકાસ જે ચૌદ ગુણસ્થાનકના માધ્યમથી સમજાવેલો છે એ અહીંઆઠ દૃષ્ટિના માધ્યમથી સમજાવ્યો છે. પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક મિત્રાદૃષ્ટિથી પ્રારંભ થઈ ચોથા દીપ્રાદષ્ટિ સુધી હોય છે. આગળની દષ્ટિમાં જીવ વિકાસ કરતો છેલ્લી પરાદષ્ટિમાં ૧૪મું અયોગી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #128
--------------------------------------------------------------------------
________________
1.
૧.
૨.
૪.
૩. સંસાર ભાવના - આ જીવ અનાદિ કાળથી નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ આ ચા૨ ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરી અનંતા દુ :ખ સહન કરે છે. આ સંસાર દુઃખરૂપ છે.
૫.
૬.
સંદર્ભસૂચિ
અનિત્ય ભાવના - કુટુંબ, પૈસો, ઘર, શરીર વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન ક૨વું એ અનિત્ય ભાવના છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે.
૭.
અશરણ ભાવના - સંસારમાં હું અશરણ છું. રોગાદિનું દુ:ખ કે અન્ય કોઈ આપત્તિ આવે ત્યારે પૈસો કે સંબંધીઓ કોઈ આ જીવને એ દુ :ખથી બચાવવા સમર્થ નથી થતા.
એકત્વ ભાવના - આ સંસારચક્રના ભવભ્રમણમાં પોતે એકલો જ છે અને પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ પોતે એકલો જ ભોગવે છે. પોતાના સ્વજન તેનાં કર્મોનાં ફળને વહેંચીને લઈ શકતા નથી. એવી રીતે નિ:સંગ ભાવ આવે છે.
અન્યત્વ ભાવના - પોતાના આત્મા સિવાય બીજા બધા જડ, ચેતન પદાર્થો પોતાથી ભિન્ન છે.
જ
અશ્િચ ભાવના - જે શરીર પોતાને આટલું પ્રિય છે એ જ શરીરમાં મળ, મૂત્ર, મેલ, લોહી, શ્લેષ્મ વગેરે અશુચિ ભરેલી છે. માટે આ શરી૨ ૫૨ રાગ ક૨વા જેવો નથી.
આસવ ભાવના - આસવ એટલે કર્મોનું આવવું. આસ્રવનું સ્વરૂપ, આસ્રવનાં કારણો અને આસ્રવથી થતાં દુ :ખોનો વિચા૨ ક૨વો તે
આસવ ભાવના.
૮. સંવ૨ભાવના - આસવનો નિરોધ એટલે કર્મોને આત્મામાં આવતાં રોકવાં એ સંવ૨ છે. સંવરનું સ્વરૂપ, સંવરના હેતુઓ અને સંવ૨થી
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
22
Page #129
--------------------------------------------------------------------------
________________
મળતું ફળ, એનું ચિંતન એ સંવર ભાવના છે. ૯. નિર્જરા ભાવના - નિર્જરા એટલે કર્મોનો ક્ષય. નિર્જરાનું સ્વરૂપ,
એનાં કારણો અને એનાથી થતો કર્મક્ષય, એની વિચારણા એનિર્જરા
ભાવના. ૧૦. લોકભાવના - લોક (જગત)ના સ્વરૂપની વિચારણા, ધર્માસ્તિકાય,
અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવાસ્તિકાય
આ પાંચ અસ્તિકાયસ્વરૂપ આ લોક છે. ૧૧. બોધિદુર્લભ ભાવના - બોધિ એટલે મુક્તિમાર્ગ. આ મુક્તિમાર્ગ
એટલે જ મોક્ષમાર્ગની દુર્લભતા વિચારવી એ બોધિદુર્લભ ભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેનો મળીને મોક્ષમાર્ગ છે જે
ઘણો જ દુર્લભ છે. ૧૨. ધર્મસ્વાખ્યાત ભાવના - જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ સમ્યગ્દર્શન,
જ્ઞાન, ચારિત્રરૂપી ધર્મની વિચારણા એ ધર્મસ્વાખ્યાત ભાવના છે.
જૈન દર્શનમાં જીવના પાંચ ભાવ બતાવેલ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ औपशमिक - क्षायिकौ भावौ मिश्रश्चजीवस्य स्वतत्त्वमौदयिक
પારિ IIfમવેર ારા તત્ત્વાર્થસૂત્ર અર્થ: ઓપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઓદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. પરિણામિક ભાવ – પરિણામથી થતા ભાવો પારિણામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ. અર્થાત્ કર્મના ઉદય, ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમની અપેક્ષાએ નહીં પણ જે જીવના સ્વભાવભૂત ભાવ છે એ પારિણામિક ભાવ કહેવાય. જેમકે અગ્નિની દાહકતા, પાણીની શીતળતા. પારિણામિક ભાવના ત્રણ ભેદ છે – જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. 3. ‘ભક્તામર સ્તોત્રમાં આચાર્ય મેરૂતુંગસૂરિ ભ. ઋષભદેવને યોગીશ્વર
તરીકે સંબોધન કરે છે:
૧૦૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #130
--------------------------------------------------------------------------
________________
त्वामव्ययं विभुमचिन्त्यमसंख्य माद्यं ब्रह्माणमीश्वरमनन्त मनंगकेतुम्, योगीश्वरं विदितयोगमनेकमेवं, ज्ञानस्वरुपममलं प्रवदन्ति सन्तः ।।२४।। ચાર મૂળ આગમ ગ્રંથોમાં ‘આવશ્યક સૂત્ર છે જેના રચયિતા શ્રી ગણધર ભગવંતો છે. આવશ્યક સૂમાંગોનું એક સૂત્ર – શ્રમણ સૂત્ર છે જેની એક પંક્તિ છે : આ ૩૨ પ્રકારના યોગસંગ્રહોના નિર્દેશમાં ધ્યાનનો ૨૮મો યોગસંગ્રહ છે, ધ્યાન સમાધિરૂપ યોગ-પ્રક્રિયાનો સૂચક છે. (આ સૂત્ર પર
નિર્યુક્તિની રચના આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કરી છે.) 5. સામાચારી - સામાચારી શબ્દના વિવિધ અર્થ થાય છે -
(અ) સમ્યક્ આચરણને સામાચારી કહે છે. (બ) સાધુજીવનની શાસ્ત્રીય દિનચર્યા (ક) શ્રમણોનાં (મુનિઓનાં) કર્તવ્ય, અકર્તવ્યની સૂચના-મર્યાદા તે સામાચારી જિનેશ્વર પ્રરૂપિત દસ સામાચારી ઉત્તરાધ્યયના ૨૬મા અધ્યયનમાં કહેલી છે. गमणे आवस्सियं कुज्जा, ठाणे कुज्जा णिसीहियं । સાપુચ્છUTT સયંવરને, પ૨૨ પરિપુ છUTI | ર૬.૧T छंदणा दव्वाजाएणं, इच्छाकारेय सारणे । मिच्छाकारेप्प णिंदाए, तहक्कारो पडिस्सुणे ।।२६.६।। अन्भुठाणं गुरुपूया, अत्थणे उवसंपया । एवं दुपंचसंजुत्ता, सामायारी पवे इया ।।२६.७ ।।
ઉત્તરાધ્યયન સૂત્ર અર્થ : (૧) ઉપાશ્રયમાંથી બહાર જતાં શબ્દ ‘આવસહી' ઉચ્ચારવો. (૨) ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘
નિસ્સીહી’ શબ્દ ઉચ્ચારવો. (૩) પોતાનું કાર્ય કરવા માટે ગુરુને પૂછવું. (૪) પોતાના કાર્ય માટે જતા અન્ય મુનિ કોઈ કાર્ય કહે તો તેના માટે ગુરુને પુનઃ પૂછવું (૫) સહવર્તી શ્રમણોને આહારાદિ પદાર્થો માટે આમંત્રિત કરવા. (૬) પોતાનું કામ બીજા પાસેથી કરાવવામાં
૧૦૧
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
Page #131
--------------------------------------------------------------------------
________________
તેમની ઇચ્છા પ્રમાણે નમ્ર નિવેદન કરવું (૭) દોષની નિવૃત્તિ માટે આત્મનિંદા કરવી, તેનું મિચ્છામિ દુક્કડમ્ કહેવું (૮) ગુરુજનોનાં આદેશ, ઉપદેશરૂપ વચનોને, સત્યવચન કરી સ્વીકારવા. (૯) ગુરુજનોનાં સત્કારસન્માન માટે આસનેથી ઊભા થવું, બાળ ગ્લાનાદિ શ્રમણોની સેવા માટે તત્પર રહેવું. (૧૦) આચાર્યાદિ દ્વારા નિર્દિષ્ટ શ્રમણ કે ઉપાધ્યાયના સાન્નિધ્યમાં રહેવું. આ પ્રમાણે દશવિધ સામાચારી જિનેશ્વરોએ પ્રરૂપિત કરી છે.
ઉત્તરાધ્યયન સૂત્ર, અનુવાદિકા સા. સુમતિબાઈ મ.સ. 6. આસનસિદ્ધિ - ‘પાતંજલ યોગસૂત્ર'માં
સ્થિરસુ9માનમ્ પાર.૪૬ાા સાધનાપાદ અર્થ : જે નિશ્ચલ અને સુખ કરનારું હોય તે આસન છે. અર્થાત્ શરીર નિશ્ચલ રહે અને મનને સુખ થાય એવી રીતે શરીરને રાખીને બેસવું તે
આસન કહેવાય છે. 7. પરીષહજય - તતો દ્વાનમિધાત: ૨.૪૮TI
સાધનાપાદ - યોગસૂત્ર અર્થ : તેથી (આસનનો જય થવાથી) સાધક યોગી (શીતોષ્ણાદિ) ધંધો વડે અભિભવ પામતો નથી. અર્થાત્ આસનનો જય થવાથી યોગીને શીતઉષ્ણ તથા સુધાતૃષાદિ ધંધો પીડા કરતાં નથી. મુનિ પાંતજલિએ એમના લખેલ યોગસૂત્રમાં ત્રીજા વિભૂતિપાદમાં અણિમા જેવી લબ્ધિઓ પ્રાપ્ત થવા સંબંધી લખ્યું છેततोऽणिमादिप्रादुर्भाव: कायसम्पत्तध्दमनिभिधातश्च ।।३.४५।। યોગમાર્ગમાં આગળ વધતા સાધકને અણિમા, મહિમા, લધિમા, ગરિમા,
પ્રાપ્તિ, પ્રાકમ્ય, ઇશિતા, વસિતા આ અષ્ટસિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. 9. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનના સંશયનો જવાબ દેતાં શ્રીકૃષ્ણ કહે છે -
સાધક જો અંતકાલમાં યોગથી ચલિત થયો પણ હોય તો આ કે પરજન્મમાં તેનો વિનાશ થતો નથી. કારણ કે આત્મોદ્ધાર માટે જે મનુષ્ય સાધના-કર્મ
૧૦૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #132
--------------------------------------------------------------------------
________________
કરે છે તે કદી દુર્ગતિ ન પામે. જેનો યોગ વચ્ચેથી અધૂરો રહ્યો હોય તેવો સાધક ઉત્તમ કુળમાં જન્મ લઈ પૂર્વસંસ્કારના બળે યોગઅભ્યાસ પૂર્ણ કરી પૂર્ણ સિદ્ધિ પામે છે. पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते । न हिं कल्याणकृत्कश्चिदुर्गति तात गच्छति ।।६.४०।। प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शाश्वती: समाः । शुचीनां श्रीमतां गेहै योगभ्रष्टोऽभिजायते ।।६.४१।। अथवा योगिनामेव कुले भवति धीमताम् । एतद्धि दुर्लभतरं लोके जन्म यदीदृशम् ।।६.४२।। तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकम् । यतते च ततो भूयः संसिध्दौ कुरुनन्दन ।।६.४३।। पूर्वाभ्यासेन तेनैव हियते हृवशोऽपि सः । जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ।।६.४४।।
પ્રયત્નાદ્યતમાનતુ યોગી સં. 10. આજ્ઞાયોગ - આચાર્ય હરિભદ્રસૂરિના યોગદષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં
ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગોનું નિરૂપણ કર્યું છે. તેમાં જે શાસ્ત્રયોગ છે એ શબ્દનો જે અર્થ ગ્રંથકારે દર્શાવ્યો છે તે જ અર્થ અહીં આજ્ઞાયોગનો છે. ઇચ્છાયોગ કરતાં શાસ્ત્રયોગ ઉત્તમ અને શાસ્ત્રયોગથી સામર્થ્યયોગ ઉત્તમ. શાસ્ત્રશ્રવણ કરેલો જ્ઞાની પુરુષ હોય, તે શાસ્ત્રાનુસારી આચરણ કરવા ઇચ્છતો હોય છતાં પ્રમાદને લીધે તેનું ધર્મજીવન અણીશુદ્ધ ન રહે ત્યારે તે જીવન ઇચ્છાયોગ કહેવાય. જ્યારે શાસ્ત્રનું રહસ્ય બુદ્ધિની તીવ્રતાથી સમજાયું હોય, શ્રદ્ધા પણ દૃઢ હોય, આપ્તપુરુષોના વચનો પ્રત્યે પૂર્ણ આદર હોય ત્યારે પ્રમાદ તજીને જે અતિચારરહિત આચરણ થાય તે શાસ્ત્રયોગ કહેવાય અને શાસ્ત્રના કે અન્ય બાહ્ય અવલંબનના ટેકા સિવાય આંતરિક શુદ્ધિના બળથી જ જે સહજ શુદ્ધ ધર્મજીવનનું આચરણ થાય એ સામર્મયોગ.
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૧૦૩
Page #133
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાયોગ : શ્રી ઉપદેશપદ, ગાથા નં. ૨૪૧ આસવનો સર્વથા ત્યાગ અને સંવરનો સ્વીકાર એ જ જિનાજ્ઞા છે. તેના સાદર પાલનથી જ સાધ્યમોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. તત્ત્વાર્થસૂત્ર - શુક્લધ્યાનના ચાર ભેદો - પૃથકત્વ વિતર્ક (સવિચાર), એકત્વ વિતર્ક (અવિચાર), સૂક્ષ્મક્રિયાડ પ્રતિપાતી અને ચુપરત ક્રિયાનિવૃત્તિ એ ચાર શુક્લધ્યાનના ભેદો છે. શુક્લધ્યાનનો બીજો ભેદ એકત્વ વિતર્ક અવિચાર છે. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્યપર્યાયનું અભેદરૂપે ચિંતન હોય છે. આ ધ્યાનના પ્રભાવથી સાધક અરિહંત
અવસ્થા પ્રાપ્ત કરી કેવળજ્ઞાન, કેવલદર્શનનો સ્વામી બને છે. 11. મોક્ષ એ કર્મરહિત અવસ્થા છે અને તે મહાનંદ સ્વરૂપ છે. દ્રવ્યથી કરહિત
અવસ્થા તે મોક્ષ છે. કારણ કે આત્માથી ભિન્ન એવાં કર્મ અને શરીરાદિ પદાર્થથી મુક્તિ તે મોક્ષ છે. અને ભાવથી પર પદાર્થને આશ્રયીને આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિ ભાવો, તેનાથી મુક્તિ તે મોક્ષ છે. દ્રવ્ય અને ભાવ ઉભયરૂપ મોક્ષ સિદ્ધ અવસ્થામાં છે, જે મહાનંદસ્વરૂપ છે.
યોગવિંશિકા વિવેચન', વિવેચનકાર - પ્રવીણભાઈ મોતા પૃ.૨ 12. યોગવિંશિકા વિવેચન ૫. અભયશેખરગણિ પૃ.૫૧ 13. વર્મજ્ઞાનવિમેન્ટેન સ દિથી તત્ર દાડમિ: | आवश्यकादि विहित क्रियारुपः प्रकीर्तितः ।।४९६।।
અધ્યાત્મસાર અર્થ : કર્મ અને જ્ઞાનના ભેદને લીધે યોગ બે પ્રકારનો છે. (કર્મયોગ અને જ્ઞાનયોગ) તેમાં કર્મયોગ એ આવશ્યકાદિ ક્રિયા કરવારૂપ કહ્યો છે. शारीरस्यंदकर्मात्मा यदयं पुण्यलक्षणम् । कर्माऽतनोति सद्रागात्कर्मयोगस्ततः स्मृतः ।।४९७।।
અધ્યાત્મસાર અર્થ શરીરના સ્પંદરૂપી કર્મવાળો આ આત્મા સારા રાગના લીધે પુણ્યના
૧૦૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #134
--------------------------------------------------------------------------
________________
લક્ષણવાળી ક્રિયાઓ કરે છે તેથી તેને કર્મયોગ કહેવામાં આવે છે. ज्ञानयोगस्तपः शुद्धमात्मरत्येकलक्षणम् । इन्द्रियार्थोन्मनीभावात् स मोक्षसुखसाधकः ।।४९९।
અધ્યાત્મસાર અર્થ : જ્ઞાનયોગ શુદ્ધ તપ છે. આત્મરતિ એનું એક લક્ષણ છે. ઇન્દ્રિયોના
વિષયો પરત્વે ઉન્મની ભાવને લીધે જ્ઞાનયોગ મોક્ષસુખનો સાધક છે. 14 મહર્ષિ પંતજલિ એમના રચેલા ‘યોગસૂત્ર' ગ્રંથના સાધનાપાદમાં કહે
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ।।२.३५।। અર્થ : (યોગીના ચિત્તમાં) અહિંસાની સ્થિરતા થતાં અર્થાત્ અહિંસાભાવ સિદ્ધ થતાં તેના સાન્નિધ્યમાં, સમીપમાં પ્રાણીઓ પોતાના સ્વાભાવિક વૈરનો ત્યાગ કરે છે.
Kઆચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૧૦૫
Page #135
--------------------------------------------------------------------------
________________
યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
પ્રસ્તાવના :
૧૪૪૪ ગ્રંથના રચયિતા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનો ‘યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ દરેક યોગવિષયક ગ્રંથોમાં પ્રવેશ કરવા માટે દ્વારરૂપ છે. આચાર્ય હરિભદ્રસૂરિએ લગભગ દરેક દર્શનના યોગ-ગ્રંથોનું ઊંડું ચિંતન-મનન કરી તે બધાના સારરૂપ અને સમન્વયરૂપ આ ગ્રંથની રચના કરી છે. આ યોગગ્રંથમાં આત્મસાધનાનો, જીવના આધ્યાત્મિક વિકાસનો સુંદર માર્ગ બતાવ્યો છે. યોગમાર્ગની સાધના દ્વારા મુક્તિપદની પ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે.
સંસારમાં રખડતા આત્માને મોક્ષ સાથે જોડનાર પ્રવૃત્તિને યોગ કહેવાય છે. આ વ્યાખ્યા આચાર્ય હરિભદ્રસૂરિએ આપી છે. અને યોગમાર્ગ એટલે જે માર્ગથી મોક્ષ પ્રાપ્ત થાય તે માર્ગ.
મોક્ષનું મૂળભૂત કારણ છે - સમ્યગુ બોધ. તે બોધને અહીં દૃષ્ટિ કહેવામાં આવ્યો છે. એટલે મોક્ષમાર્ગને અનુસરતી જે દૃષ્ટિ, જે બોધ તે યોગદૃષ્ટિ. બોધ બે પ્રકારના હોય છે. સત્શ્રદ્ધાયુક્ત જે બોધ તેને યોગદૃષ્ટિ કહેવાય છે અને સત્શ્રદ્ધા વિનાનો બોધ એને ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ સત્શ્રદ્ધાયુક્ત બોધનું કાર્ય છે જીવનો
Page #136
--------------------------------------------------------------------------
________________
આધ્યાત્મિક વિકાસ. આજ સુધી જીવનદષ્ટિ સાંસારિક સુખો તરફ પુશલગમ્ય સુખ તરફ અર્થાત્ ભોગસુખ તરફ હતી. જે ઓઘદૃષ્ટિ કહેવાય છે. આ દૃષ્ટિ પ્રાય: સર્વ જીવોમાં તરતમભાવે હોય છે. આ દષ્ટિ કદાચ જીવને અલ્પ પીગલિક સુખ આપે પણ અંતે તો દુ:ખમાં જ પરિણમે. જ્યારે દેવજીવને સંસાર અને એના વિષયો અને પુદગલજન્ય સુખ અસાર લાગવા લાગ્યાં છે અને મન મુક્તિ તરફ વળવા લાગ્યું છે ત્યારે જીવને યોગ દૃષ્ટિઅર્થાત્ મુક્તિ સાથે સંબંધ કરાવે તેવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિ પુદ્ગલના સુખર્યા નિરપેક્ષ અને જીવનો આત્મિક વિકાસ કરનારો હોય છે. આત્માને ક્રમશ: મોક્ષ સાથે જોડનાર હોય છે. એટલે યોગદૃષ્ટિ કહેવાય છે. પુદ્ગલભાષાને તજી આત્મભાવનામાં લીન બનાવતી દૃષ્ટિ તે યોગદૃષ્ટિ, આ દૃષ્ટિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અને ક્ષયથી તથા મોહનીયકર્મના ક્ષયોપશમ-ઉપશમ અને ક્ષયથી પ્રાપ્ત થાય છે.
જેમ જે જીવનો સત્શ્રદ્ધાયુક્ત બોધ વધતો જાય છે, જીવનો આત્મિક વિકાસ થતો જાય છે, મુક્તિ તરફની ભાવના જેમ જેમ વધતી જાય છે તેમ આ દૃષ્ટિ તીવ્ર થતી જાય છે. જીવને પ્રાપ્ત થતા આત્મપ્રકાશની માત્રાની દૃષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આઠ યોગદષ્ટિ તરીકે અહીં નિરૂપવામાં આવી છે. આ ગ્રંથમાં એ આઠ યોગદૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન કરવામાં આવ્યું છે. જીવનો ક્રમિક વિકાસ બતાવ્યો છે. પહેલી ચાર દૃષ્ટિ સુધી જીવ ક્રમે ક્રમે વિકાસ સાધતો જઈ પાંચમી દૃષ્ટિથી મોક્ષાભિમુખ દૃષ્ટિમાં પહોંચે છે. ઉત્તરોત્તર વધુ બોધ પ્રાપ્ત કરતા, વધુ વિકાસ સાધતો આઠમી દૃષ્ટિમાં સંપૂર્ણ વિકાસ સાધે છે. આ ગ્રંથ આ આઠ યોગદષ્ટિઓનો સંગ્રહ એટલે કે સમુચ્ચય હોવાથી આ ગ્રંથનું નામ ‘યોગદૃષ્ટિસમુચ્ચય” સાર્થક છે.
આ આઠ દૃષ્ટિઓનાં નામ અનુક્રમે - મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એવી રીતે છે. આ દૃષ્ટિઓમાં યોગમાર્ગનો બોધ સમાન નથી. આચાર્ય હરિભદ્રસૂરિએ મિત્રાદિ આઠ દૃષ્ટિના બોધને અનુક્રમે તૃણના અગ્નિકણના પ્રકાશ સમાન, ગોયમ (છાણા)ને અગ્નિનો પ્રકાશ, કાષ્ઠના અગ્નિકણના પ્રકાશ, દીપકની પ્રભા, રત્ન, તારા અને છેલ્લે ચંદ્રની પ્રભા સમાન વર્ણવ્યો છે. પ્રારંભમાં મિત્રાદૃષ્ટિમાં આ બોધ સૌથી અલ્પ એટલે કે અગ્નિના
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૦૭
Page #137
--------------------------------------------------------------------------
________________
નાના તણખા જેવો હોય છે. જેમ જેમ આ આત્મિક બોધનો વિકાસ થતો જાય છે તેમ તેમ જીવ આગળની દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. છેલ્લી પર દૃષ્ટિમાં આ બોધ સૌથી અધિક, ચંદ્રના પ્રકાશ જેવો સોમ્ય પણ તેજસ્વી બને છે. અને એનો આધ્યાત્મિક વિકાસ પૂર્ણતાને પામે છે.
આત્મામાં અનંત ગુણો તેમજ અનંત દોષો છે. અહીં આ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મુખ્યતઃ આઠ ગુણ-દોષોનું વર્ણન કરી એક એક દૃષ્ટિ સાથે એક એક ગુણની પ્રાપ્તિ અને એક એક દોષનો ત્યાગ દર્શાવે છે. જેમ જેમ દૃષ્ટિ આગળ વધે છે તેમ જીવના દોષ ઘટે છે અને ગુણો વધતા જાય છે. જેમ જેમ દૃષ્ટિનો (સમ્યક બોધનો) વિકાસ થતો જાય છે તેમ તેમ તે દૃષ્ટિના (જ્ઞાનના) પ્રભાવ ધર્મકાર્ય કરવામાં થતો ખેદ (અરુચિ), ઉદ્વેગ (કંટાળો), લેપ (ચિત્તને બીજે મૂકવું) ઇત્યાદિ દોષો એક પછી એક જે ચિત્તના આઠ દોષો છે તે દૂર થતા જાય છે. પરિણામે જેમ મેલા વસ્ત્રનો મેલ દૂર થતાં વસ્ત્રમાં ઉજ્વળતા ચમકે છે એવી જ રીતે આ યોગદૃષ્ટિના પ્રભાવે જીવમાં આ ખેદ-ઉદ્વેગ ઇત્યાદિ દોષો દૂર થતાં અખેદ (ધર્મકાર્યમાં રુચિ), તત્ત્વજિજ્ઞાસા (તત્ત્વ જાણવાની ઇચ્છા), તત્ત્વશુશ્રુષા (તત્ત્વ સાંભળવવાની ઇચ્છા) આદિ આઠ ગુણો ક્રમશ: પ્રગટે છે.
આ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિએ ‘પાતંજલ યોગદર્શન’માં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓની સાથે જૈન પરિભાષાને સરખાવી છે. ‘પાતંજલ યોગસૂત્ર” પ્રમાણે યોગના યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ છે. यमनियमासनप्राणायामप्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टाङ्गानि ।।२.२९।।
સાધનાપાદ આ આઠ અંગો સાથે અનુક્રમે એક એક દૃષ્ટિ સરખાવી છે જેમ કે જીવને પ્રથમ મિત્રા દૃષ્ટિ હોય ત્યારે એને અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ યમ હોય. જે અવસ્થાએ મિત્રાદિ દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે ત્યારથી જ ગુણસ્થાનકની ગણતરી થાય છે. દષ્ટિના વિકાસ સાથે ગુણસ્થાનકનો પણ વિકાસ થતો જાય છે.
ગુણસ્થાન ગુણોની સ્થાન એ ગુણસ્થાન. જૈન શાસ્ત્રોમાં આત્મામાં ગુણો
૧૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રગટવાથી આત્માનો જે ક્રમિક વિકાસ થાય છે એ ૧૪ ગુણસ્થાનના માધ્યમથી સમજાવેલો છે. આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો રહેલા છે. પણ તેમના પર કર્મોનું આવરણ છે. જેમ જેમ આ કર્મોનું આવરણ ખસતું જાય છે તેમ તેમ આત્મામાં જ્ઞાનાદિ ગુણો પ્રગટતા જાય છે. અને આત્મા વિકાસના પંથે આગળ વધતો જાય છે. તે જ એનો આધ્યાત્મિક વિકાસ છે. આવી રીતે આગળ વધતાં અંતે તે મુક્તિને પ્રાપ્ત કરે છે. આ આધ્યાત્મિક વિકાસ ક્રમિક છે જેની અલગ અલગ અવસ્થાઓ છે. આ અવસ્થાઓનું જૈન શાસ્ત્રમાં ચૌદ વિભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. આને જ ચોદ ગુણસ્થાન કહેવાય છે. તેમનાં નામ નીચે પ્રમાણે છે
'(૧) મિથ્યાત્વ (૨) સાસ્વાદન (૩) મિશ્ર (૪) અવિરતસમ્યગ્દષ્ટિ (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ (૭) અપ્રમત્ત સંયત (૮) અપૂર્વકરણ (૯)અનિવૃત્તિનાદરકરણ (૧૦) સૂકમ-સપરાય (૧૧) ઉપશાંત-મોહ (૧૨) ક્ષીણ-મોહ (૧૩) સંયોગી કેવળી (૧૪) અયોગી કેવળી
જેવી રીતે ગુણોની તરતમતાની અપેક્ષાએ ગુણસ્થાનક ચૌદ છે તેવી રીતે બોધની તરતમતાની દૃષ્ટિએ દૃષ્ટિઓ આઠ છે. ચૌદ ગુણસ્થાનકમાં આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ પહેલા ગુણસ્થાનથી થાય છે અને ચૌદમા ગુણસ્થાને પૂર્ણતાને પામે છે તેમ યોગદૃષ્ટિમાં આધ્યાત્મિક વિકાસ પ્રથમ મિત્રા-દૃષ્ટિથી ચાલુ થાય છે. શાસ્ત્રમાં જે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાન છે, તે મિત્રાદષ્ટિથી એનો પ્રારંભ થઈ ચોથી દીપ્રાદષ્ટિસુધી પ્રથમ ગુણસ્થાન હોય છે. દીપ્રાનું પ્રથમ ગુણસ્થાનક ઉત્કૃષ્ટ ગુણસ્થાનક હોય છે. પ્રથમની ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વનો અંશ હોવાથી સમ્યગુદર્શનની પ્રાપ્તિ નથી. કારણ કે સૂક્ષ્મ બોધ નથી. પ્રથમની ચાર દૃષ્ટિમાં યોગ નથી પણ યોગ બીજો છે.
ઉત્તરોત્તર દૃષ્ટિમાં આ યોગબીજોની ક્રમિક વૃદ્ધિ થાય છે. પાંચમી સ્થિરાદૃષ્ટિમાં સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થાય છે. આ દષ્ટિ પ્રાપ્ત કરેલ જીવો અજ્ઞાન અને મોહરૂપી ગ્રંથિનો ભેદ કરી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે અને ચોથા ગુણસ્થાનકે હોય છે. દેશવિરતિ અને સર્વવિરતિ ગુણસ્થાનકની પ્રાપ્તિ છઠ્ઠી દૃષ્ટિમાં હોય છે. અહીં ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્યની ભાવના હોય છે અને ચારિત્રપાલન
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૦૯
Page #139
--------------------------------------------------------------------------
________________
નિરતિચાર હોય છે. આ દૃષ્ટિમાંનો જીવ વિકાસ કરતો ૪ થી ૭ ગુણસ્થાન સુધી પહોંચે છે.
સાતમી પ્રભાદૃષ્ટિમાં ક્ષપક શ્રેણીનો પ્રારંભ થાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનક પ્રાપ્ત થઈ જીવ આત્મિક વિકાસ સાધતો આઠમાથી તે૨મા ગુણસ્થાન સુધી પહોંચી શકે છે. જ્ઞાનાવરણીય અને મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય કરી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેરમું સંયોગી કેવળી ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. આઠમી પરાદ્દષ્ટિમાં કેવળી ભગવંત યોગનિરોધ કરી અયોગી અવસ્થા એટલે કે ચૌદમું અયોગી કેવળી ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ આ ગ્રંથમાં ચૌદ ગુણસ્થાન સાથે આઠ દૃષ્ટિનો આત્મિક વિકાસ સમજાવ્યો છે. આ આઠેય દૃષ્ટિને સત્કૃષ્ટ કહેવામાં આવી છે. પાંચમી દૃષ્ટિમાં સમ્યજ્ઞાન પ્રાપ્ત થવાથી તે સત્ દૃષ્ટિ છે પણ પહેલી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે એટલે અસત્ બોધ છે તો પણ તેને સત્ દૃષ્ટિ કહ્યું છે કારણ કે પાંચમી દૃષ્ટિનું અવસ્થ્ય કારણ પ્રથમની ચાર દૃષ્ટિ છે. ચાર દૃષ્ટિનો બોધ અવશ્ય સમ્યજ્ઞાનમાં પરિણમે છે.
પ્રથમ
‘યોગઢષ્ટિસમુચ્ચય’ ગ્રંથમાં યોગના સિદ્ધાંતને સમજાવતા પહેલાં આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ અયોગી, યોગીગમ્ય અને જિનોત્તમ એવા શ્રી વીર પ્રભુને પ્રથમ ગાથામાં નમસ્કાર કરી મંગલાચરણ કરીને ગ્રંથનો પ્રારંભ કરે છે. જૈન ધર્મમાં સર્વ ગ્રંથકર્તાઓ ગ્રંથનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ મંગલાચરણ કરે છે. કારણ કે શિષ્ટ પુરુષોનો અર્થાત્ મહાત્મા પુરુષોનો સહજસિદ્ધ આચાર છે કે કોઈ પણ ઇષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં પ્રારંભમાં ઇષ્ટદેવને નમસ્કાર કરીને જ પ્રવૃત્તિ કરે છે. તેવી જ રીતે જે ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો છે એ ગ્રંથ નિર્વિઘ્ને સમાપ્ત થાય એ માટે મંગલાચરણ કરાય છે. એ જ પ્રમાણે વિદ્વાન માણસોની પ્રવૃત્તિ માટે પણ પ્રારંભમાં ગ્રંથનું પ્રયોજન, વિષય અને સંબંધ જણાવે છે.
આ પ્રમાણે મંગલાચરણ કરી આચાર્ય હરિભદ્રસૂરિ પ્રથમ ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એમ ત્રણ યોગનું સ્વરૂપ સમજાવે છે. એવી જ રીતે યોગીઓના ચાર ભેદ બતાવ્યા છે - ગોત્રયોગી, કુળયોગી, પ્રવૃત્તચક્રયોગી અને નિષ્પન્નયોગી.
૧૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #140
--------------------------------------------------------------------------
________________
(૧) ગોત્રયોગી ઃ જેઓ નામમાત્રથી યોગી છે. જેમના પૂર્વજો યોગની સાધના
કરતા હોય તેથી તેમના ગોત્રનું નામ યોગી હોય પણ યોગના ગુણો જેમનામાં ન હોય તે ગોત્રયોગી કહેવાય છે. કુળયોગી ઃ જે યોગીના કુળમાં જન્મ્યા હોય અને યોગ પ્રાપ્તિના પ્રારંભના ગુણો જેવા કે સર્વત્ર અદ્વેષ, દયાવાન, વિનીત, જ્ઞાનવાન, ઇન્દ્રિયદમન,
પરોપકાર, ઉદારતા વગેરે ગુણોથી યુક્ત હોય. (૩) પ્રવૃત્તચક્રાયોગી યોગના પ્રારંભિક ગુણોથી યુક્ત હોય અને યોગની સાધના
શરૂ કરી દીધી હોય. ઇચ્છાયોગ અને પ્રવૃત્તિયોગ સાધ્યો હોય અને સ્થિરતા અને સિદ્ધિયોગમાં પ્રવૃત્તિ કરનારા હોય. યોગના કારણભૂત બુદ્ધિના આઠ ગુણ - શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, ઉહ, અપોહ, અર્થવિજ્ઞાન,
તત્ત્વજ્ઞાનને પામેલા હોય. (૪) નિષ્પન્નયોગી ઃ જેઓ યોગદશા પ્રાપ્ત કરી ચૂક્યા છે.
આ ચાર પ્રકારના યોગીમાંથી કુળયોગી અને પ્રવૃત્તચક્રયોગી આ બે પ્રકારના યોગી માટે ઇચ્છાયોગાદિ ત્રણ યોગોનું સ્વરૂપ સમજાવ્યું છે. કારણ કે ગોત્રયોગી તો નામમાત્રથી યોગી છે. એમની યોગસાધનાની કોઈ ઇચ્છા કે પ્રવૃત્તિ નથી. જ્યારે નિષ્પન્નયોગીઓએ તો યોગ સાધી લીધો છે. અહીં ત્રણ પ્રકારના યોગ સમજાવ્યા છે. ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ ઉપાધ્યાય યશોવિજયજી એ એમના ‘દ્વાત્રિશદ દ્વાર્નાિશિકા'ના ૧૯મી દ્વાäિશિકા-યોગવિવેક દ્વાáિશિકાની પહેલી જ ગાથામાં આ ત્રણ પ્રકારના યોગ કહ્યા છે. इच्छांशास्त्रं च समार्थ्यमाश्रित्य त्रिविधोऽप्ययम् । गीयते योगशास्त्राज्ञैनिर्व्याजं यो विधीयते ।।१९.१।।
યોગવિવેકદ્રાવિંશિકા (૧) ઈચ્છાયોગ : યોગમાર્ગ માટે ઇચ્છાયોગ એ પ્રથમ સોપાન છે. જેને
શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવાની ઇચ્છા હોય, એ માટે સદ્ગુરુ પાસેથી આગમનું શ્રવણ કર્યું હોય પરંતુ પ્રમાદના કારણે ખામીવાળી એટલે કે અવિધિદોષવાળી ધર્મક્રિયા કરતો હોય એવો ધર્મયોગ એ ઇચ્છાયોગ યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૧૧
Page #141
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે. અહીં અવિધિદોષ એટલે જે સમયે એ ધર્મક્રિયા જેમકે જિનપૂજા, પ્રતિક્રમણ આદિ કરવાની હોય તે સમયને બદલે સમયાન્તરે કરે, એ ધર્મક્રિયાનો જે શાસ્ત્રીય ક્રમ હોય તેને બદલે આગળપાછળ કરે વગેરે. ‘યોગવિવેક દ્વાáિશિકાની બીજી ગાથામાં ઉપાધ્યાય યશોવિજયજી ઇચ્છાયોગનું સ્વરૂપ બતાવતાં કહે છેचिकीर्षोः श्रुतशास्त्रस्य ज्ञानिनोऽपि प्रमादिनः । વાટાવિવિશ યોા રૂછાયો ડાહિતઃ || ૧૧.૨ ||
યોગવિવેક ધાર્નિંશિકા (૨) શાસ્ત્રયોગ : શાસ્ત્રની પ્રધાનતાવાળો જે યોગ તે શાસ્ત્રયોગ. આ યોગ
જિનેશ્વર ભગવંતના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવંત અને અપ્રમાદી આત્માઓને હોય છે. તેઓ શાસ્ત્રોના સૂક્ષ્મ અર્થોનો બોધ થવાથી આગમોનાં વચનોના આધારે કાળ-વિનય આદિ આચારોની ખામીથી રહિત (અતિચાર-દોષ રહિત) યથાશક્તિ જે ધર્મવ્યાપાર કરે તે શાસ્ત્રયોગ કહેવાય. આને જ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી દ્વાત્રિશિકામાં સમજાવતાં કહે છે - यथाशक्त्य प्रमत्तस्य तीव्रश्रद्धाऽवबोधतः । शास्त्रयोगस्त्वखण्डार्थाऽऽराधनादुपदिश्यते ।।१९.४।।
યોગવિવેક દ્વાáિશિકા (૩) સામર્થ્યયોગ : ત્રણે યોગમાં આ સર્વોત્તમ યોગ છે. જીવનો જ્યારે
આધ્યાત્મિક વિકાસ થાય છે ત્યારે પ્રથમ ઇચ્છાયોગની પ્રાપ્તિ થાય છે, પછી શાસ્ત્રયોગની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે સામર્થ્યયોગની પ્રાપ્તિ થાય છે. (સામર્થ્યયોગથી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષરૂપ ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે.) આ યોગની પ્રાપ્તિમાં આત્માનું પોતાનું સામર્થ્ય જ પ્રધાન છે. શાસ્ત્રમાં કહેલા સામાન્ય ઉપાયોનું શાસ્ત્રોક્ત રીતે સેવન કરતાં કરતાં પ્રબળ આત્મવીર્ય પ્રગટે, પોતાના જ આત્માનુભવથી આત્માનો આગળ આગળ વિકાસ થાય, ત્યારે શાસ્ત્રની આવશ્યકતા રહેતી નથી. આ યોગ શાસ્ત્રના વિષયથી પર છે. શાસ્ત્રયોગની સીમા પૂર્ણ થાય ત્યારે શાસ્ત્રયોગ દ્વારા પરિપક્વ થયેલો આત્મા સામર્થ્યયોગવાળો બને છે. પછી આત્માના
૧૧૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #142
--------------------------------------------------------------------------
________________
અનુભવરૂપ આત્મ-સામર્થ્યથી આગળ વધતો સપક શ્રેણીને પ્રાપ્ત કરી શીધ્ર કેવળજ્ઞાનની તથા અંતે મુક્તિની પ્રાપ્તિ કરાવે છે. ક્ષપકશ્રેણી એટલે મોહનીય કર્મનો ક્ષય કરતા કરતા મુનિ અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય અને ક્ષીણ-મોહ આ ચાર ગુણસ્થાનકરૂ૫ શ્રેણી ચડે છે. આ જ સંદર્ભમાં યોગીરાજ આનંદઘનજી મહારાજે મહાવીર સ્વામીના સ્તવનમાં કહ્યું છે - દિશિ દેખાડી રે શાસ્ત્ર સવિ રહે, ન લહે અગોચર વાત | કારજ સાધક – બાધક રહિત છે, અનુભવ મિત્ત વિખ્યાત //પાના અહો ચતુરાઈ રે અનુભવ મિત્તની, અહો તસ પ્રીત - પ્રતીત / અંતરયામી સ્વામી-સમીપ તે, રાખી મિત્ત શું રીત... T૬IT અનુભવ સંગે રે રંગે પ્રભુ મલ્યા, સફળ ફળ્યા સવિ - કાજ, I નિજપદ સંપદ જે તે અનુભવે, આનંદઘન મહારાજ... II૭TI
અર્થાત્ પરમ શુદ્ધ આત્માના સ્વરૂપને, શાસ્ત્રવચનની સેંકડો યુક્તિઓથી પણ જાણી શકાતું નથી, તે તો કેવળ વિશુદ્ધ સ્વાત્માનુભવના બળ વડે જ જાણી શકાય છે.
આ સામર્થ્યયોગ પ્રાતિજજ્ઞાનથી યુક્ત હોય છે. પ્રાતિજ્ઞાન એટલે પ્રતિભાથી પ્રગટેલું જ્ઞાન. યથાર્થ મોક્ષમાર્ગને અનુસરે તેવું ઉહા નામનું ઉત્કૃષ્ટ જ્ઞાન. સામર્થ્યયોગના બે પ્રકાર બતાવેલ છે. (૧) ધર્મસંન્યાસ : સંન્યાસ એટલે ત્યાગ. ધર્મોનો એટલે કે ક્ષાયોપથમિક
ભાવવાળા ધર્મોનો ત્યાગ તે ધર્મસંન્યાસ. ઉપશમ અને ક્ષય એ એના મિશ્રણથી ઉત્પન્ન થતા ભાવો લાયોપથમિક કહેવાય છે. ઉપશમ એટલે આત્મામાં કર્મો વિદ્યમાન હોવા છતાં થોડા સમય માટે તેમના ઉદયનો સર્વથા સભાવ
અને ક્ષાયિક ભાવ એટલે કર્મોના ક્ષયથી પ્રગટ થતા ભાવો. (૨) યોગસંન્યાસ : અહીંયોગ એટલે મન-વચન-કાયાની ક્રિયા. મન-વચન
કાયાના વ્યાપારનો ત્યાગ તે યોગસંન્યાસ.
પ્રથમ ધર્મસંન્યાસ યોગ એ તાત્ત્વિકપણે બીજા અપૂર્વકરણમાં થાય છે. જે મોક્ષ સાથે જોડી આપે તે તાત્ત્વિક યોગ. બીજો અતાત્ત્વિક યોગ એ યોગાભાસ
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૧૩
Page #143
--------------------------------------------------------------------------
________________
રૂપે હોય છે. અપૂર્વકરણ એટલે અપૂર્વ એવા શુભ આત્મ-પરિણામ જેના ફળ રૂપે ગ્રંથિભેદ અને સમ્યગદર્શન થાય છે. બીજો સામર્થ્યયોગ – યોગસંન્યાસ યોગ આયોજ્યકરણના ઉત્તરકાળમાં સર્વજ્ઞ પરમાત્માને હોય છે. કેવળી ભગવંત જ્યારે એમનું આયુષ્ય અંતર્મુહૂર્ત જેટલું શેષ રહે છે ત્યારે આયોજ્યકરણ કરે છે.
આયોજ્યકરણ - આ એટલે મર્યાદા, યોજ્ય એટલે જોડવું, કરણ એટલે પ્રયત્ન.
કેવળીભગવંત પોતાના અસાધારણ વીર્યવિશેષ વડે અઘાતી કર્મોને ખપાવવા જે પ્રયત્ન વિશેષ કરે, શુભ યોગોનું પ્રયત્નવિશેષ કરે તે આયોજ્યકરણ. આ આયોજ્યકરણનું ફળ શૈલેશીકરણ છે. મન, વચન અને કાયાના યોગોને અટકાવવા તે યોગનિરોધ કહેવાય છે. તે યોગનિરોધ સ્વરૂપ યોગસંન્યાસ નામના સામર્થ્યયોગમાંથી શૈલેશી અવસ્થાસ્વરૂપ ફળ પ્રગટ થાય છે. શૈલેશી અવસ્થા એ મન-વચન અને કાયા સંબંધી યોગોના સર્વથા અભાવની અવસ્થા છે. આત્મપ્રદેશોની અત્યંત નિષ્પકંપ અવસ્થા છે. એના પછી કેવળી ભગવંત તુરત જ પાંચ હૃસ્વસ્વરના ઉચ્ચારકાળ માત્રમાં જ મુક્તિપદને પ્રાપ્ત કરે છે. આ છેલ્લા સામર્થ્યયોગને આચાર્ય હરિભદ્રસૂરિ ‘અયોગ રૂપે જે યોગ અવસ્થા એવી રીતે વર્ણવે છે. (અહીં અયોગમાં વપરાયેલ યોગ શબ્દનો અર્થ મન-વચનકાયાના યોગો જે કર્મબંધના કારણરૂપ છે. આશ્રવરૂપ છે, તેથી જ તેવા યોગોનો અહીં ત્યાગ કરવામાં આવ્યો છે. જ્યારે પછીના યોગ શબ્દનો અર્થ જે અવસ્થા આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ એવો કરેલો છે.)
આઠ દૃષ્ટિ
યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ મુખ્યપણે આઠ દૃષ્ટિઓનું વર્ણન કરે છે જેનાથી આત્માનો વિકાસક્રમ વર્ણવેલો છે. આ આઠ દૃષ્ટિઓ આ ઇચ્છાદિ ત્રિવિધ યોગમાંથી જ ઉત્પન્ન થયેલી છે. એટલે આ ત્રણ યોગોનું સ્વરૂપ સમજાવી આઠ દૃષ્ટિનું સ્વરૂપ સમજાવે છે.
मित्रा तारा बला दीप्रा, स्थिरा कान्ता प्रभा परा । नामानि योगदृष्टीनां, लक्षणं च निबोधत ।।१३।।
યોગદષ્ટિસમુચ્ચય
૧૧૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #144
--------------------------------------------------------------------------
________________
આ આઠ યોગદૃષ્ટિઓ અનુક્રમે : મિત્રા, તારા, બલા, દીપા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા એમ છે.
અહીં આચાર્ય હરિભદ્રસૂરિ દૃષ્ટિ શબ્દનો અર્થ સમજાવે છે.सच्छ्रध्दासगतो बोधो, दृष्टिरित्यभिधीयते । असत्प्रवृत्तिव्याघातात्, सत्प्रवृत्तिपदावह ।।१७।।
યોગદષ્ટિસમુચ્ચય સમ્યમ્ એવો શ્રદ્ધાથી યુક્ત જે બોધ તે યોગની દૃષ્ટિ છે. આ બોધ અસત્ પ્રવૃત્તિને અટકાવનારો હોય છે.
ઉપાધ્યાય યશોવિજયજી વીસમી યોગાવતાર દ્વાáિશિકામાં આ જ વાત કહે છે –
सच्छ्रध्दासङ्गतो बोधो दृष्टिः सा चाऽष्टधोदिता । मित्रा तारा बला दीप्रा स्थिरा कान्ता प्रभा परा ।।२०.२५।।
યોગાવતારકાત્રિશિકા યોગની આ આઠેય દૃષ્ટિ આત્માના ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા દર્શાવે છે. જેમ જેમ જીવનો બોધ વધતો જાય છે, તેમ તેમ તે પ્રવૃત્તિમાં વધુ ને વધુ પ્રવર્તન કરતો જાય છે. પહેલી ચાર દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્ય એટલે મિથ્યાત્વનો ક્રમસર ત્યાગ કરતો જીવ પાંચમી દષ્ટિમાં વેદ્યસંવેદ્યપદ એટલે સમ્યકત્વને પામે છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિએ ‘અવેદ્યસંવેદ્યપદ' આ શબ્દ વાપર્યો છે જેને મિથ્યાત્વ કહ્યું છે.
વેદ્ય એટલે વેદવા યોગ્ય, અનુભવવા યોગ્ય. સંવેદ્ય એટલે સંવેદન થવું, અનુભવ થવો.
વેદ્યસંવેદ્યપદ - જે વસ્તુ જેવી (હેય અથવા ઉપાદેય) તે વસ્તુનું તેવું સંવેદન થવું તે વેદ્યસંવેદ્યપદ. આત્માને કષાયરહિત પરિણામ વેદન કરવાયોગ્ય છે અને કષાયભાવો વેદવા યોગ્ય નથી. પહેલી ચાર દૃષ્ટિમાં કષાયતત્ત્વો જે આત્માના શુદ્ધ સ્વરૂપમાં નથી તે કષાયને જીવ ઓછા-વધુ અંશોમાં વેદે છે. જ્યારે જીવ કષાયનો અનુભવ કરે છે ત્યારે સ્વરૂપનો અનુભવ કરતો નથી. વિષયો હેય છે,
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૧૫
Page #145
--------------------------------------------------------------------------
________________
ત્યાજ્ય છે એવું વેદન પહેલી ચાર દૃષ્ટિમાં નથી. માટે અવેદ્યસંવેદ્યપદ છે. તે હેયમાં ઉપાદેયબુદ્ધિ કરાવે છે. તેમનું હેય રૂપે વેદન થાય, ઉપાદેયનું ઉપાદેય રૂપે વેદના થાય તે વેદ્યસંવેદ્યપદ છે.
આ જ ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ વેદ્યસંવેદ્યપદનો અર્થ જણાવે છે - वेद्य संवेद्यते यस्मि - नपायाजिनिबन्धम् । तथाऽप्रवृत्तिबुद्धयाऽपि, त्याद्यागमविशुद्धया ।। ७३ ।।
યોગદષ્ટિસમુચ્ચય આ આઠ દૃષ્ટિમાં જીવનો બોધ ક્રમસર વધતો જાય છે. ખેદ આદિ દોષો એક પછી એક નષ્ટ થતા જાય છે, સાથે સાથે અદ્વેષ આદિ ગુણોની ક્રમસર પ્રાપ્તિ થતી જાય છે અને અષ્ટાંગયોગના એક પછી એક અંગને જીવ ક્રમસર સેવતો જાય છે.
| દૃષ્ટિ બોધ | દોષ-ત્યાગ ગુણપ્રાપ્તિ | યોગગ |
| મિત્રા | તૃણાગ્નિ કણ | ખેદ | અદ્વેષ યમ ૨ | તારા | ગોયમ અગ્નિકણ ઉગ | જિજ્ઞાસા | નિયમ ૩ | બલા | કાષ્ઠ અગ્નિકણ | ક્ષેપ | શુશ્રુષા | આસન ૪ | દીપ્રા | દીપક પ્રભા | ઉત્થાન | શ્રવણ પ્રાણાયામ | ૫ | સ્થિરા | રત્ન પ્રભા | ભ્રાન્તિ | સૂક્ષ્મ બોધ પ્રત્યાહાર | ૬ | કાંતા | તારા પ્રભા | અન્યમુદ્ | મીમાંસા | ધારણા | ૭ | પ્રભા | સૂર્ય પ્રભા | રોગ | પ્રતિપત્તિ | ધ્યાન | ૮ | પરા | | ચંદ્ર પ્રભા | આસંગ | પ્રવૃત્તિ |
પ્રથમની ચાર દૃષ્ટિઓ પ્રતિપાતી એટલે કે દૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચાલી પણ જાય એવા વિકલ્પવાળી છે. જ્યારે શેષ ચાર સ્થિરાદિ દષ્ટિ પ્રતિપાતયુક્ત નથી, અપ્રતિપાતી છે.
પ્રભા
સમાધિ
૧૧૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #146
--------------------------------------------------------------------------
________________
આઠ દૃષ્ટિઓના સમૂહ એવા ‘યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં આચાર્ય હરિભદ્રસૂરિ ક્રમસર એક એક દૃષ્ટિનું વર્ણન કરે છે જે નીચે પ્રમાણે છે.
૧. મિત્રાદષ્ટિ : પ્રથમ દૃષ્ટિને મિત્રાદષ્ટિ કહ્યું છે. મોક્ષમાર્ગનો પ્રારંભ મુક્તિ પ્રત્યેના અદ્વેષથી આરંભાય છે. જ્યારે અલ્પાંશે પણ મુક્તિનો અદ્વેષ શરૂ થાય છે ત્યારથી યોગની દૃષ્ટિ શરૂ થાય છે. જ્યારે જીવ પ્રથમ યોગદૃષ્ટિમાં આવે છે ત્યારે તેનું વલણ કેવળ ભોગાભિમુખ ન રહેતાં યોગાભિમુખ અને આત્માભિમુખ બને છે. ભવનો ઉદ્વેગ જાગ્યો હોય છે. આ દૃષ્ટિમાં પ્રવેશતા જીવને મંદ-મંદ પણ આત્મબોધ, સમ્યક્ બોધ થયો છે તે આત્માનો આધ્યાત્મિક વિકાસ કરવામાં હિતેચ્છુ, મિત્ર જેવો હોવાથી આ દૃષ્ટિએ મિત્રાદૃષ્ટિ કહેવાય છે.
આ દૃષ્ટિકાળ જે બોધ છે તે તૃણાગ્નિ સમાન છે. અત્યંત મંદ છે. અલ્પ બળવાળો અને અલ્પકાલીન હોય છે. ખેદ દોષનો ત્યાગ થાય છે અને અદ્વેષ ગુણની પ્રાપ્તિ થાય છે. દેવ-ગુરુ-ધર્મનું કાર્ય કરતા ખેદ' (થાક-પરિશ્રમ) થતો નથી. તે કાર્યો કવા વર્ષોલ્લાસ વધતો જ રહે છે. જે આત્માઓ હજુ આ ભૂમિકા સુધી નથી આવ્યા એટલે કે જે દેવ-ગુરુ-ધર્મના કાર્યમાં વર્તતા ન હોય તેમના પ્રત્યે દ્વેષભાવ કે ઘુણાભાવ થતો નથી. અદ્વેષ એટલે કે ઉપેક્ષાવૃત્તિ હોય છે. ‘પાતંજલ યોગમાંનાં આઠ યોગાંગનું પ્રથમ અંગ જે “યમ” છે તે જોવા મળે છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યમ છે. હિંસા સત્યાગ્નેયબ્રહ્મપરિગ્રહાયHT : ર.૩૦ પા પાતંજલ યોગદર્શન
આ “યમ” એટલે વ્રત અંશથી અથવા સર્વથી બંને રીતે પણ લઈ શકાય છે. તેને અણુવ્રત કે મહાવ્રત કહેવાય છે. આ વ્રતો લેવાથી હિંસા, ચોરી વગેરે પાપોથી અટકી જવાય છે. યોગની યોગ્યતા વધારે પ્રગટે છે અને યોગદશા પ્રાપ્ત કરી શકાય છે.
મિત્રાદષ્ટિમાં રહેલો આત્મા મોક્ષના અવધ્ય કારણ એવા યોગબીજોને પ્રાપ્ત કરે છે. અવધ્ય એટલે અમોઘ, સફળ બને એવાં આ યોગબીજો મોક્ષને આપનાર છે. જેમ બીજને જમીનમાં વાવ્યાં પછી તેને ખાતર, પાણી આપતાં વૃક્ષ બને છે અને કાળાન્તરે તેમાંથી અવશ્ય ફળની પ્રાપ્તિ થાય છે તેમ મિત્રાદષ્ટિમાં આવેલો જીવ યોગનાં બીજ પ્રાપ્ત કરે છે. સમ્યગૂ જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૧૭
Page #147
--------------------------------------------------------------------------
________________
યોગ છે એ ત્રણે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે અવશ્ય યોગનું ફળ કેવળજ્ઞાન - મોક્ષપ્રાપ્તિ થાય છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ પ્રથમ જ સૂત્રમાં કહ્યું છે -
સીન્ડર્શન - જ્ઞાન - ચારિત્રા િમોક્ષમા: ૨.૨ાા તત્વાર્થસૂત્ર આ રીતે આ યોગબીજ પરંપરાએ મોક્ષનું કારણ છે. આચાર્ય હરિભદ્રસૂરિ નીચે પ્રમાણે યોગબીજ બતાવે છે - जिनेषु कुशलं चितं, तन्नमस्कार एव च પ્રમાદ્રિ ર સંદ્ધ, યોવાળીનમનુત્તમમ્ શારરૂપ યોગદષ્ટિસમુચ્ચય
જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશળ એટલે કે શુભ ભાવવાળું ચિત્ત, સ્તુતિ બોલવા દ્વારા તેમને કરાતો નમસ્કાર અને પાંચ અંગ નમાવવાપૂર્વક કરાતું પ્રણામ – આ ત્રણે સર્વોત્તમ, સર્વોત્કૃષ્ટ યોગબીજ છે.
આ મન-વચન-કાયાની કુશળ પ્રવૃત્તિને જો તે સંશુદ્ધ હોય તો યોગબીજ કહેવાય છે.
સર્વ રાગ-દ્વેષનો ત્યાગ કરી જે સંપૂર્ણ વીતરાગી બન્યા છે, પૂર્ણપણે સર્વજ્ઞ બન્યા છે, એવા જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળું ચિત્તનું કુશળપણું થવું એ પ્રથમ યોગબીજ છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે દ્વેષાદિનો (અરૂચિ ભાવ) અભાવ થવાથી ચિત્ત પ્રીતિભાવ, ભક્તિભાવ - પૂજ્યભાવવાળું બને તે મનની શુદ્ધિરૂપ છે.
હૃદયમાં પૂજ્યભાવ, ભક્તિભાવ આવવાથી એ ભક્તિભાવથી ભરપૂર મનમાંથી નીકળતી જિનેશ્વર ભગવંતની સ્તુતિ, પ્રાર્થનારૂપ નમસ્કાર એ બીજું યોગબીજ છે. શુભ ભાવનાયુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે, વચનની શુદ્ધિરૂપ છે.
પંચાંગ પ્રણિપાતરૂપ પ્રણામ કરવા અને તે પ્રણામ સંશુદ્ધ - સમ્ય પ્રકારે કરવા એ ત્રીજું યોગબીજ છે. જે કાયાની શુદ્ધિરૂપ છે.
આવી રીતે મન-વચન-કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસના એ ઉત્કૃષ્ટ, શ્રેષ્ઠ યોગબીજ છે.
આ યોગબીજ અનુત્તમ છે. આત્માને મોક્ષ સાથે જોડી આપે એવાં શ્રેષ્ઠ
૧૧૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #148
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાનોની પ્રાપ્તિનું આ યોગબીજ કારણ છે. મોક્ષનું પ્રથમ પગથિયું છે. યોગમાર્ગની પ્રાપ્તિરૂપ વૃક્ષારોપણનું બીજ છે. આત્માને એની સ્વભાવદશા પ્રાપ્ત કરવામાં પરમાત્માની ભક્તિ અવશ્ય કારણ છે.
આત્માને પરમાત્મા બનાવના૨ ૫રમાત્માભક્તિ છે. પ્રભુનામનું સ્મરણ, પ્રભુમૂર્તિનું દર્શન, વંદન અને પૂજન, પ્રભુના જીવનની પૂર્વ અને ઉત્તર અવસ્થાઓનું ચિંતન અને ધ્યાન કરવાથી દેહભાવનો વિલય થતાં આત્મસ્વરૂપમાં લીનતા આવતી જાય છે. શ્રી અરિહંત પરમાત્માની ભક્તિના યોગે એના અંકુરારૂપે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે અને પછી ક્રમશ: મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. ઘણા જૈન આચાર્યોએ જેમ કે અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી, શ્રી ચિદાનંદજી એ એમના સ્તવનમાં આ ભક્તિયોગને વર્ણવ્યો છે. જિનેશ્વર ભગવંતની ભક્તિનો મહિમા વર્ણવ્યો છે.
જિનેશ્વર ભગવંતની ઉપાસના, એમના પ્રત્યે કુશળ ચિત્ત જેમ યોગબીજ છે, એવા જ શુદ્ધ ભાવપૂર્વક એટલે કે આલોક કે પરલોકના સુખની આશંસા વગર અત્યંત ઉપાદેયબુદ્ધિથી પંચમહાવ્રતધારી એવા ભાવાચાર્યાદિની ત્રણ યોગથી ભક્તિ, વૈયાવચ્ચ એ પણ યોગબીજ છે. ભાવાચાર્ય એટલે વીતરાગની આજ્ઞાને અનુસરનારા; જ્ઞાનાદિ રત્નત્રયીના આરાધક, પંચાચાર, પંચસમિતિ આદિના પાલનહાર; નિઃસ્પૃહ, સન્માર્ગની પ્રરૂપણા કરનારા; ષટ્ જીવનિકાયનું જ્ઞાન આપનારા એવા ગુરુ છે. વીતરાગ ૫૨માત્મા સદેહે વિદ્યમાન ન હોવાથી મોક્ષમાર્ગ ૫૨ લઈ જનારા એ આચાર્ય આદિ ગુરુ છે. ધર્મના સ્થાપક દેવ તરીકે અરિહંત પરમાત્માનો મહાન ઉપકાર છે તેવી જ રીતે તે ધર્મનો પ્રસાર કરનારા ગુરુનો પણ ઉપકાર છે. પંચપરમેષ્ઠીમાં ત્રીજા પદમાં આચાર્યપદને સ્થાપી એમને પ્રણામ કરવામાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગુરુનું મહત્ત્વ સમજાવતાં કહે છે -
‘આપ્ત એટલે સર્વ પદાર્થોને જાણી તેના સ્વરૂપનો સત્યાર્થ પ્રગટ કરનારા. આગમ એટલે આખે કહેલા પદાર્થની શબ્દ દ્વારાએ કરી રચનારૂપ શાસ્ત્ર. આપ્તના પ્રરૂપનાર શાસ્ત્રાનુસાર આચરણ કરવાવાળા, આપ્તના દર્શાવેલા માર્ગે ચાલનારા તે સદ્ગુરુ.’
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૧૯
Page #149
--------------------------------------------------------------------------
________________
સદ્ગુરુના ઉપદેશ વિના જિનનું સ્વરૂપ સમજાય નહીં અને સ્વરૂપ સમજાયા વિના ઉપકાર શો થાય? જો સદ્ગુરુ ઉપદેશે જિનનું સ્વરૂપ સમજે તો સમજનારો આત્મા પરિણામે જિનની દશા પામે.
આચાર્ય હરિભદ્રસૂરિ આગળ બીજાં યોગબીજ બતાવે છે :
સહજ એટલે કે સ્વાભાવિક રીતે થતો ભવઉદ્વેગ એ પણ યોગબીજ છે. ભવ એટલે કે સંસાર. તેના ઉપર વૈરાગ્ય આવે છે. આ સંસાર જન્મ, જરા, મૃત્યુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, રોગ, ક્લેશ, સંયોગ, વિયોગ વગેરેથી ભરપૂર છે. જે દુઃખનું કારણ છે. સંસારનું ભૌતિક સુખ પણ દુઃખસ્વરૂપ છે. સંસારના આ સ્વરૂપને વિચારતાં સંસાર પરથી જે સહજ વૈરાગ્ય થાય તે સહજ ઉગ છે.
જૈન દર્શનમાં સમ્યકત્વના જે પાંચ લક્ષણ બતાવેલાં છે – (૧) શમ, (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા અને (૫) આસ્તિકેય - એમાંથી આ સંસાર પ્રત્યેનો ઉદ્વેગ એટલે કે નિર્વેદ એ ત્રીજું લક્ષણ છે.
ઇષ્ટનો વિયોગ થાય અને અનિષ્ટનો સંયોગ થાય તે વખતે થયેલો વૈરાગ્ય દુ:ખનિમિત્તક છે, સહજ વૈરાગ્ય નથી. તે આર્તધ્યાનરૂપ છે. અહીં જ્ઞાનગર્ભિત વૈરાગ્યને યોગબીજ કહ્યું છે.
પાંચમું યોગબીજ છે દ્રવ્યથી અભિગ્રહનું પાલન. સત્પાત્રોને આહાર, ઔષધ, વસ્ત્ર આદિ આપી અભિગ્રહ એટલે કે નિયમનું પાલન કરે, એવી જ રીતે દીન-દુઃખી-દરિદ્રી આત્માઓને પણ યોગ્ય સમયે અનુકંપા દાન કરવું. (જે આત્માએ ગ્રંથિભેદ કર્યો હોય તેવા આત્માને જ મોહનીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ થવાથી ભાવઅભિગ્રહ આવે છે. પણ અહીં પ્રથમ ચાર દૃષ્ટિમાં ગ્રંથિભેદ થયો ન હોવાથી દ્રવ્યઅભિગ્રહ આવે છે.) આવી રીતે સુપાત્રદાન, પાત્રદાન અને અનુકંપાદાનરૂપ દ્રવ્યઅભિગ્રહ એ શુભાશયરૂપ હોવાથી યોગમાર્ગની પ્રાપ્તિનું બીજ છે. ઉપાધ્યાય યશોવિજયજી દ્વાત્રિશત્ - દ્વાáિશિકાના પ્રથમ ‘દાન ધાત્રિશિકા’ના પ્રથમ શ્લોકમાં કહે છે –
મવસ્યા સુપાત્રદ્ધાને મોક્ષદ્ર રાતમ્ ા૨ા દાન દ્વાáિશિકા આગળનું યોગબીજ છે - સિદ્ધાન્ત, વસ્તુનું યથાર્થ વર્ણન કરનારા એવા
૧૨૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #150
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોએ લખેલ ધર્મશાસ્ત્રોની ભિન્ન ભિન્ન રીતે ભક્તિ, ઉપાસના કરે જેમ કે શાસ્ત્રોનું વિધિપૂર્વક લેખન, પૂજન કરાવે, સ્વાધ્યાય કરે, એ ધર્મશાસ્ત્રોનું બીજાને દાન કરે. ગુરુમુખે એ શાસ્ત્રોનું શ્રવણ કરે. જેમ જિનેશ્વર ભગવંતે મોક્ષમાર્ગ પ્રરૂપેલો છે માટે એ આરાધ્ય દેવ છે. ગુરુ એ માર્ગ આપણા સુધી પહોંચાડે છે માટે એ આરાધ્ય છે. એવી જ રીતે શાસ્ત્ર પણ સ્વ પરને તત્ત્વમાર્ગ બતાવનાર છે. શાસ્ત્ર દ્વારા જ જ્ઞાનપ્રાપ્તિ શક્ય છે. એટલે શાસ્ત્ર પણ દેવ-ગુરુની જેમ જ ઉપાસ્ય છે. એટલે તેમની ઉપાસના એ શુભાશયરૂપ હોવાથી યોગબીજ છે.
આ પ્રમાણે જિનેશ્વ૨ પ૨માત્માની ઉપાસના એમના વિશે (૧) સંશુદ્ધ કુશળ ચિત્ત (૨) ભાવ આચાર્યાદિનું (સંશુદ્ધ ) વૈયાવચ્ચ (૩) સહજ ભવઉદ્વેગ (૪) દ્રવ્યથી અભિગ્રહનું પાલન (૫) ધર્મશાસ્ત્રોની વિધિપૂર્વકની ઉપાસના આ મોક્ષને પ્રાપ્ત કરાવનાર એવાં યોગબીજો વર્ણવ્યાં છે.
ચરમપુદ્ગલ પરાવર્તનના કાળમાં તથા ભવ્યત્વનો પરિપાક થવાથી આ સંશુદ્ધ યોગબીજોની પ્રાપ્તિ થાય છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિ ચરમાવર્તમાં આવેલા જીવોનું લક્ષણ બતાવે છે.
(૧) દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણા
(૨) ગુણીજનો ૫૨ દ્વેષનો અભાવ
(૩) સર્વત્ર ઔચિત્યપૂર્વક સેવન
આ ત્રણ લક્ષણ ચરણાવર્તમાં આવેલ જીવમાં પ્રગટે છે. આ લક્ષણોથી યુક્ત એવા જીવને યોગ્ય કાળે શુભ નિમિત્તોનો સંયોગ થાય છે. શુભ નિમિત્તો એટલે -
સદ્યોગાદિ - મન-વચન-કાયાનો શુભ યોગ, શુભ ક્રિયા અને શુભ ફળ. સદ્ગુરુનો મિલાપ થવો તે શુભ યોગ
શાસ્ત્ર અનુસાર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ ક૨વી તે શુભક્રિયા. તેનાથી કર્મોની નિર્જરા થવી એ શુભ ફળ.
આ ત્રણ શુભ નિમિત્તો છે તે મુક્તિની પ્રાપ્તિમાં અવસ્થ્ય કારણ બને છે. યોગ-ક્રિયા અને ફળ આ ત્રણે અનાદિકાળથી તીવ્ર મોહના ઉદયને કારણે આત્માના
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૨૧
Page #151
--------------------------------------------------------------------------
________________
હિતને રોકનાર એટલે વંચક હતા. હવે મોહનીય કર્મના ક્ષયોપશમને કારણે આ જ યોગ-ક્રિયા અને ફળ આત્માના હિત માટે સહાયક એટલે અવંચક બને છે. જે કારણો કર્મબંધનનાં હતાં એ જ કર્મક્ષયનાં કારણ બને છે. અવંચક ત્રણ યોગઅવંચક, ક્રિયાઅવંચક અને ફળઅવંચકની પ્રાપ્તિ થાય છે. . શુભ નિમિત્તોનો યોગ થાય છે જે આત્માને ક્રમશઃ ગ્રંથિભેદ પાસે લઈ જાય છે. ગ્રંથિ એટલે રાગદ્વેનું અત્યંત તીવ્ર પરિણામ. જૈન સિદ્ધાન્ત પ્રમાણે તેનો ભેદ ક૨વાથી જીવ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત કરે છે. ગ્રંથિ પહેલે ગુણસ્થાને હોય છે. તેનું ભેદન કરવાથી અર્થાત્ ગ્રંથિભેદ કરવાથી જીવ ચોથે ગુણસ્થાને પહોંચે છે, જે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે. અર્થાત્ મોક્ષ જવાનું બીજ અહીંથી રોપાય છે.
જૈન શાસ્ત્રોમાં જીવનો આધ્યાત્મિક વિકાસ જે ૧૪ ગુણસ્થાનકના માધ્યમથી દર્શાવવામાં આવ્યો છે તે જ અહીં આઠ દૃષ્ટિના સ્વરૂપે બતાવેલો છે. ૧૪ ગુણસ્થાનકમાંથી જે પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક છે જે સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વેનું હોય છે અને અપુનર્બંધક જીવોને હોય છે તે તાત્ત્વિક રીતે આ મિત્રાદૃષ્ટિવાળા જીવોથી એટલે કે પ્રથમ દૃષ્ટિથી ચોથી દૃષ્ટિ સુધી હોય છે. અને ૧થી ચોથી દૃષ્ટિ સુધી આ મિથ્યાત્વ મંદ મંદ થતું જાય છે. મિત્રાદૃષ્ટિથી આત્માનો વિકાસ ચાલુ થાય છે. આ પ્રથમ દૃષ્ટિમાં જીવ માર્ગાભિમુખ કહેવાય છે. કારણ કે અનાદિકાળથી આ સંસારચક્રમાં રખડતો જીવ તત્ત્વવિચારણાવાળો થયો છે. સંસાર તરફથી દૃષ્ટિ ફે૨વી મોક્ષ ત૨ફ કેળવી છે. એટલે તે માર્ગને અભિમુખ એટલે કે સન્મુખ થયો છે.
૨. તારા દૃષ્ટિ : આ બીજી યોગદૃષ્ટિમાં પ્રથમ મિત્રાદ્દષ્ટિની અપેક્ષાએ થોડો વિકસિત સ્પષ્ટ બોધ હોય છે જેને શાસ્ત્રકારોએ છાણના અગ્નિકણની ઉપમા આપી છે. જોકે બંને દૃષ્ટિમાં બોધ મંદ વીર્યવાળો અને અલ્પજીવી જ હોય છે તેથી તીવ્ર સંસ્કાર જન્માવતો નથી. હેય-ઉપાદેયના વિવેકરૂપી બોધ ઝાંખો ઝાંખો હોય છે.
તારાદૃષ્ટિમાં આઠ યોગાંગમાંથી નિયમ નામનું બીજું યોગાંગ હોય છે. ખેદ વગેરે આઠ દોષમાંથી ઉદ્વેગ નામનો બીજો દોષ નાશ પામે છે. અને આઠ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૨૨
Page #152
--------------------------------------------------------------------------
________________
ગુણોમાંથી તત્ત્વવિષયક જિજ્ઞાસા ગુણ પ્રગટે છે.
મિત્રાદૃષ્ટિમાં યમ નામનો પ્રથમ યોગાંગ હોય છે. અહીંયમ સહિત નિયમ હોય છે. યમ એટલે પંચ મહાવ્રત જેને મૂળગુણ કહેવામાં આવે છે. નિયમ એ મહાવ્રતોને પોષક એવા ઉત્તરગુણો છે. મિત્રા દૃષ્ટિમાં કેવળ મૂળ ગુણોનો જ સ્થળ કક્ષાનો બોધ હતો. તારાદૃષ્ટિમાં મૂળગૂણોનો લોબો મિત્રાદૃષ્ટિ કરતા વિશેષ પ્રકારનો અને વધારે સૂક્ષ્મ હોય છે. અને સાથે ઉત્તરગુણોનો પણ બોધ હોય છે. અહીં ઉત્તરગુણરૂપ નિયમનું પાલન છે. ‘પાતંજલ યોગદર્શન’માં આ પાંચ નિયમ બતાવ્યા છે -
शौचसन्तोषतप: स्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः ।। २.३२।।
શોચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વપ્રણિધાન આ પાંચ નિયમ કહ્યા છે. (૧) શૌચઃ એટલે પવિત્રતા, સ્વચ્છતા. તેના બે પ્રકાર છે.
(અ) દ્રવ્યશૌચ - પાણી વગેરે દ્વારા દેહની મલિનતા દૂર કરવી તે.
(બ) ભાવશૌચ - મૈત્રી વગેરે ભાવના દ્વારા ચિત્તની મલિનતા દૂર કરવી. (૨) સંતોષ ઃ નિર્લોભીપણું જે કાંઈ પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માનવો. (૩) તપ કર્મને તપાવે તે તપ. એ બે પ્રકારનાં છે.
(અ) બાહ્ય તપ- જે આહારના ત્યાગરૂપ છે; જેમ કે, ઉપવાસ, ઉણોદરી વગેરે. બાહ્ય તપ અત્યંતર તપની પુષ્ટિ કરનાર છે. (બ) અત્યંતર તપ - વિષયકષાયોને દબાવવા એ અત્યંતર તપ, પ્રાયશ્ચિત્ત,
વિનય, વૈયાવચ્ચ વગેરે. (૪) વાધ્યાયઃ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો. ‘%'કારપૂર્વક મંત્રનો જાપ કરવો. (૫) ઈશ્વરપ્રણિધાન : પરમાત્મસ્વરૂપનું ચિંતન, ધ્યાન, સ્મરણ.
આ પાંચ નિયમો છે જે પાંચ યમ માટે મદદગાર ઉત્તરગુણરૂપ છે. તારાદષ્ટિમાં ‘ઉદ્વેગ' દોષનો અભાવ હોય છે. ઉદ્વેગ એટલે કંટાળો, યોગમાર્ગની શરૂઆત થઈ છે. યોગમાર્ગમાં તપ-ત્યાગ-સંયમ આદિ ધર્મકાર્યમાં રુચિ હોય પણ તે કરતાં કરતાં જ્યારે તેમાં કંટાળો આવે તે ઉદ્વેગ છે. તારાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ યોગીઓએ ખેદ અને ઉદ્વેગ આ બંને દોષનો નાશ કર્યો હોય છે. તેથી
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૨૩
Page #153
--------------------------------------------------------------------------
________________
મુક્તિદાયક બધી ધર્મક્રિયા બહુમાનપૂર્વક અને વર્ષોલ્લાસથી કરે છે.
આ દૃષ્ટિમાં ધર્મતત્ત્વ પ્રત્યે જિજ્ઞાસા ગુણ પ્રાપ્ત થાય છે. આત્માનું હિત કરે એવું ધર્મતત્ત્વ જાણવાની ઉત્કંઠા, ઇચ્છા થાય છે. તત્ત્વજિજ્ઞાસાના કારણે યોગના અથવા યોગમાર્ગને દેખાડે એવા ગ્રંથોમાં (વિશેષ) અત્યંત રસ હોય છે. જેથી યોગને જેમણે પોતાના જીવનમાં વણી લીધો છે એવા યોગીપુરુષો પ્રત્યે બહુમાન ભાવ પ્રગટે છે. અને કોઈ પણ જાતની ભૌતિક અપેક્ષા વગર આવા યોગી-મહાત્માઓની પોતાની શક્તિ અનુસાર આદર, બહુમાનપૂર્વક સેવાભક્તિ કરે છે. આવા શુભભાવપૂર્વક કરાતી ભક્તિ એ જ યોગની વૃદ્ધિનું કારણ બને છે. અર્થાત્ મોક્ષમાર્ગમાં ઉત્તરોત્તર આગળ વધારનાર બને છે. એટલે અહીં જીવ માર્ગાનુસારી કહેવાય છે.
(૩) બલાદૃષ્ટિ : બલાદષ્ટિમાં બોધ કાષ્ઠના અગ્નિકણ સમાન હોય છે. જે મિત્રો અને તારા આ બે દૃષ્ટિ કરતાં અધિક પ્રકાશવાળો, લાંબો સમય ટકનારો અને અધિક સામર્થ્યવાળો હોય છે. મોક્ષમાર્ગ જ ઉપાદેય છે. સંસાર આખો હેય છે આવું સબળ પ્રણિધાન આ દૃષ્ટિમાં હોય છે. સ્થિરતાવાળું ચિત્ત હોવાથી સ્થિર અને સુખાકારી એવું આસન નામનું ત્રીજું યોગાંગ હોય છે. આસન એટલે બેસવાની મુદ્રા. ‘પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે -
સ્થિરં સુરમ્ માસનમ્ ાર.૪૬પાતંજલ યોગસૂત્ર
યોગસાધના કરતી વખતે યોગી એક જ આસનમાં લાંબો સમય આકુળતા વગર સ્થિરતાપૂર્વક શાંત ચિત્તે એકાગ્રપૂર્વક બેસી શકે છે. આ દૃષ્ટિમાં મેમદોષ નષ્ટ થાય છે. અને તત્ત્વશુશ્રુષા નામનો ગુણ પ્રગટે છે. ક્ષેમદોષ એટલે ધર્મકાર્ય કરતી વખતે ચિત્તનું સાંસારિક વિષયોમાં જવું. આ ક્ષેમદોષ યોગમાર્ગમાં વિક્ષેપ ઉભો કરે છે. તેના આધ્યાત્મિક વિકાસમાં અંતરાય નાખે છે. બલાદૃષ્ટિવાળા જીવનું ચિત્ત પદોષ રહિત હોય છે. સામાયિક - પ્રતિક્રમણ – પ્રભુભક્તિ આદિ બધા ધર્માનુષ્ઠાનો કોઈ પણ વિક્ષેપ વિના, ભાવપૂર્વક કરે છે.
સંસારના ભોગોમાં થયેલ હેયબુદ્ધિ ટકી રહે છે અને યોગમાર્ગ તરફ જે ઉપાદેય બુદ્ધિ થઈ છે એના સંસ્કાર વધુ મજબૂત બને છે. તેથી અશુભનો અનુબંધ નબળો પડે છે અને શુભનો અનુબંધ ગાઢ એટલે કે મજબૂત થાય છે. ધર્મમાર્ગમાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
૧૨૪
Page #154
--------------------------------------------------------------------------
________________
વિશેષ રુચિ થાય છે. આ સાથે સાથે તત્ત્વ જાણવાની ઇચ્છાથી શુશ્રુષા નામનો ગુણ પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઇચ્છા અને શુશ્રુષા એટલે સાંભળવાની ઇચ્છા. સગુરુના મુખે તત્ત્વ સાંભળવામાં જીવ કેવો અત્યંત આનંદ અનુભવે છે એનું દૃષ્ટાંત આપતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે કોઈ યુવાન પુરુષ પોતાની પ્રિય પત્ની સાથે કિન્નરોનું દિવ્ય સંગીત સાંભળતો હોય તેમાં જે સુખ અને આનંદનો અનુભવ થાય તેટલો જ અથવા તેના કરતાં વધુ આનંદ બલાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ જીવોને તત્ત્વ સાંભળવામાં થાય છે.
આ શુશ્રષા એ બોધપ્રાપ્તિ માટે અવધ્યબીજ અને અક્ષયબીજ સ્વરૂપ કહી છે. શુશ્રુષાગુણ પ્રાપ્ત થયેલ જીવનું તત્ત્વશ્રવણ નિષ્ફળ જતું નથી. જ્ઞાની ગુરુ પાસે સાંભળીને તે તત્ત્વને અવશ્ય ગ્રહણ કરે છે અને તે જ્ઞાનીનો યોગ ન હોય તોપણ પ્રબળ શુશ્રષાના શુભ ભાવથી જ્ઞાનનું આવરણ કરનારું એટલે કે જ્ઞાનાવરણીય તેમજ દર્શન-મોહનીયકર્મનો ક્ષય થાય છે. અને વગર સાંભળે તત્ત્વનો બોધ થાય છે.
તારાદૃષ્ટિમાં જીવ માર્ગાનુસારી કહેવાય છે. હજુ જીવ મોક્ષ માટેના રાજમાર્ગ પર આવ્યો નથી. જીવ હજી તત્ત્વમાર્ગમાં સુસ્થિત નથી. જ્યારે બલાદૃષ્ટિ પ્રાપ્ત થયેલો જીવ માર્ગપતિત કહેવાય છે. તે તત્ત્વમાં સુસ્થિત બન્યો છે. હવે તેને સંસારમાં રખડાવે એવા પાના અનુબંધ થતા નથી. માટે માર્ગપતિત એટલે કે માર્ગ ઉપર ચડેલો એમ કહેવાય છે.
(૪) દીપ્રાદષ્ટિ ઃ મિથ્યાત્વના દલિકોમાંથી મોહનો ઘણોબધો જથ્થો નીકળી જાય ત્યારે જીવને આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. પહેલી ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં બોધ અધિક તેજસ્વી હોય છે, દીપકની પ્રભા જેવો હોય છે. માટે દીપ્રાષ્ટિ કહેવાય છે. દીપકનો પ્રકાશ તૃણ, ગોયમ અને કાષ્ઠ એમ ત્રણેના અગ્નિ કરતાં અધિક બળવાળો, અધિક કાળ રહેનારો અને ઝીણી વસ્તુને પણ દેખાડનારો છે. પ્રથમ ત્રણ દૃષ્ટિ કરતાં આ દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલો બોધ અધિક બળવાળો, ચિરકાલસ્થાયી અને કંઈક સૂક્ષ્ય પદાર્થોને પણ જણાવનારો હોય છે. અહીં બોધ વધવાથી આત્મા ઉપર સંસ્કાર પડે છે.
આ દૃષ્ટિમાં પ્રાણાયામ આ યોગનું ચોથું અંગ પ્રાપ્ત થાય છે. ઉત્થાનદોષ
‘યોગદષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૨૫
Page #155
--------------------------------------------------------------------------
________________
ટળે છે અને તત્ત્વશ્રવણ નામનો ગુણ પ્રાપ્ત થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી ‘આઠ દૃષ્ટિની સક્ઝાય’માં ચોથી દીપ્રાદૃષ્ટિની સક્ઝાયમાં દીપ્રાદૃષ્ટિને વર્ણવતા કહે છે –
યોગદૃષ્ટિ ચોથી કહી જી, દીપ્રા તિહાં ન ઉત્થાન, પ્રાણાયામ તે ભાવથી જી, દીપપ્રભાસમ જ્ઞાન II૧ાા પ્રાણાયામના બે ભેદ છે : દ્રવ્ય પ્રાણાયામ અને ભાવ પ્રાણાયામ તેની ત્રણ અવસ્થાઓ છે : રેચક, પૂરક અને કુંભક
અંદરમાં રહેલા અશુદ્ધ વાયુને બહાર કાઢવો તે રેચક. બિહારના શુદ્ધ વાયુને અંદર લઈ જવો તે પૂરક. તેને અંદર શરીરમાં સ્થિર કરવો તે કુંભક.
યોગદર્શનમાં પતંજલી ઋષિ આદિ યોગાચાર્યો દ્રવ્ય પ્રાણાયામને જ યોગનું ચોથું અંગ માને છે. - तस्मिन् सति श्वासप्रश्वास योर्गतिविच्छेदः प्राणायामः ।। २.४९।।
પાતંજલ યોગસૂત્ર, સાધનાપાદ અર્થ : તે (આસનની સ્થિરતા થયે શ્વાસ-પ્રશ્વાસની ગતિને વિચ્છેદ તે પ્રાણાયામ છે.
પણ જૈન દર્શનના યોગાચાર્યોએ આ શ્વાસ-ઉચ્છવાસના રૂંધનરૂપ દ્રવ્યપ્રાણાયામને સ્વીકાર્યો નથી. માટે અહીં ભાવપ્રાણાયામને સ્વીકારેલો છે.
(૧) આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચક ભાવપ્રાણાયામ (૨) આત્મામાં અતંરાત્મભાવ પ્રગટાવવો તે પૂરક ભાવપ્રાણાયામ (૩) આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભક ભાવપ્રાણાયામ ભાવપ્રાણાયામથી અવશ્ય યોગદશા પ્રગટે છે.
આ દૃષ્ટિમાં ઉત્થાનદોષ રહેતો નથી. ઉત્થાન એટલે ઊઠી જવું. યોગદશામાંથી મનનું ઊઠી જવું તે ઉત્થાનદોષ. આ દૃષ્ટિમાં સ્વીકારેલ યોગમાર્ગમાં મન બરાબર લાગેલું જ રહે છે. ઊઠી જતું નથી. અર્થાત્ ઉત્થાનદોષ આ દૃષ્ટિમાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
૧૨૬
Page #156
--------------------------------------------------------------------------
________________
લાગતો નથી. અજ્ઞાનતાવશ અપ્રશસ્ત કષાયોમાં રુચિપૂર્વક પ્રવૃત્તિ કરવી તે ઉત્થાનદોષ છે. એટલે ધર્મની ક્રિયા કરતાં કે બીજી ક્રિયા કરતા અંદરથી માનાદિ કષાયોનું ઊઠવું તે ઉત્થાનદોષ છે. આ દૃષ્ટિમાં આત્માને અંદ૨થી વિષય-કષાયોની વૃત્તિઓ નીકળી ગયેલ હોવાથી શાંત રસની ધારા ચાલે છે. પહેલી ત્રણ દૃષ્ટિ જેવા વિષયોના આકર્ષણ, ખેંચાણ હતા તે હવે રહ્યા નથી. આત્મા ગ્રંથિભેદની નજીક આવ્યો છે તેથી મનમાંથી ઇચ્છાઓ, વિચારો, કષાયો બધાં શાંત થઈ ગયાં છે. સ્વીકારેલ યોગમાર્ગમાં આત્મા ઠર્યો છે.
ત્રીજી દૃષ્ટિમાં પ્રાપ્ત થયેલ તત્ત્વશુશ્રુષા આ ગુણના ફળ રૂપેદીપા દૃષ્ટિમાં તત્ત્વશ્રવણ આ ગુણ પ્રગટ થાય છે. અહીં ભાવપ્રાણાયામની પ્રાપ્તિ અને ઉત્થાનદોષનો અભાવ હોવાથી ચિત્ત એવું પ્રશાંત થાય છે કે ભાવપૂર્વકનું તત્ત્વશ્રવણ થાય છે. જેથી પોતાના વિશુદ્ધિના બળે પ્રાણથી પણ ધર્મને શ્રેષ્ઠ માને છે. જે જીવને દુર્ગતિમાં જતા અટકાવે, સદ્ગતિમાં સ્થિર કરે અને પરંપરાએ મોક્ષ સુધી પહોંચાડે એ ધર્મ છે આ ભાવના દૃઢ થાય છે. સંસારની અસારતા અને આત્માનું સ્વરૂપ ઓળખાય છે. પોતાના જીવનમાં ધર્મને જ પ્રાણ કરતાં પણ અધિક કીમતી માને છે કે અવસરે ધર્મની ખાતર પ્રાણનો ભોગ આપતા અચકાતો નથી.
આ તત્ત્વશ્રવણ ગુણને વર્ણવતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - क्षाराम्भस्त्यागतो यद्वन्मधुरोदकयोगतः । વીનપ્રોઢમાધત્તે, તદ્રુત્ત તત્ત્વશ્રુતેર્નર: ।।૬।।
તત્ત્વશ્રવણ એ મીઠા પાણી જેવું છે. અને આખો વિષયકષાયરૂપ સંસાર એ અતત્ત્વરૂપ છે, ખારા પાણી જેવો છે. જો ખેતરમાં વાવેલા બીજને ખારા પાણીના બદલે મીઠું પાણી પાવામાં આવે તો તે બીજમાંથી અવશ્ય અંકુરા ફૂટે છે. તેમ મિત્રા આદિ પ્રથમ ત્રણ દૃષ્ટિમાં જે યોગબીજ પ્રાપ્ત કર્યાં છે તે ચોથી દૃષ્ટિમાં પ્રવેશતાં આ યોગબીજોનો અવશ્ય વિકાસ થાય છે. કારણ કે હવે જીવને સાંસારિક સંબંધો અને પૌદ્ગલિક સુખો ખારા પાણી સમાન ભાસે છે, એ આત્મહિત ક૨ના૨ નથી એ સમજ દૃઢ થાય છે. જ્યારે તત્ત્વશ્રવણ એ મધુર પાણીના યોગ સમાન છે. તત્ત્વશ્રુતિ દ્વારા યોગબીજમાંથી સમ્યક્ત્વ - દેશવિરતિ - સર્વવિરતિ આવે છે. આ તત્ત્વશ્રવણ કરાવનારા ગુરુદેવ ઉ૫૨ તીવ્ર ભક્તિ જાગે છે. અને
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૨૭
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રેષ્ઠ ગુરુભક્તિથી ધર્મના સંસ્કારો સાનુબંધ બને છે. ગુરુભક્તિના પ્રભાવથી તત્ત્વશ્રવણ થતા જીવને મોક્ષના અવંધ્યકારણરૂપ (અમોઘ, અસાધારણ) એવો તીર્થંકરનો યોગ સમાપત્તિ (આદિ) ભેદથી થાય છે. પારમર્થિક તત્ત્વ બતાવના૨ એવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું સમાપત્તિ આદિ ભેદથી દર્શન થાય છે.
સમાપત્તિ એટલે વીતરાગ પરમાત્માનું એકાગ્રપણે ધ્યાન કરતા જીવને તેમના ગુણોનો અભેદ રૂપે અનુભવ થાય. સમાપત્તિમાં તીર્થંકરના ગુણોનું ધ્યાન દ્વારા સ્પર્શાત્મક દર્શન થાય છે.
આ સૃષ્ટિમાં હજુ વેદ્યસંવેદ્યપદ ન હોવાથી સૂક્ષ્મ બોધ હોતો નથી, સ્થૂલ બોધ હોય છે. ભવસમુદ્રથી જે તારે, કર્મરૂપી વજને જે ભેદે અને યથાર્થ રીતે જે તત્ત્વનિર્ણય કરાય તે સૂક્ષ્મ બોધ છે. મિત્રા, તારા અને બલા. આ પ્રથમ ત્રણ
દૃષ્ટિમાં અવેદ્ય-સંવેદ્ય પદ પ્રબળ હોય છે. ગ્રંથિભેદ થયેલો ન હોવાથી મોહનો ઉદય પ્રબળ હોય છે. અવેદ્યસંવેદ્ય પદ હોય છે. વેદ્યસંવેદ્યપદથી વિપરીત તે અવેદ્યસંવેદ્યપદ. આ અવેદ્યસંવેદ્યપદમાં જેના કારણે આ દૃષ્ટિનો બોધ મલિન થયેલો છે. આ મલિનબોધ સૂક્ષ્મ બોધને પેદા થવામાં પ્રતિબંધક બને છે.
આવું અનેદ્યસંવેદ્યપદ જીવ જ્યારે ચોથી દીપ્રાદષ્ટિમાં આવે ત્યારે જીતી શકે છે. પ્રથમ ત્રણ દૃષ્ટિમાં અવેઘસંવેદ્યપદ જીતી શકાતું નથી. મોહનીયકર્મના ક્ષયોપશમજન્ય વિશિષ્ટ શુદ્ધભાવ પ્રથમ ત્રણ દૃષ્ટિમાં આવતો નથી. પણ જીવ આ ત્રણ દૃષ્ટિમાં ક્રમશઃ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ મિથ્યાત્વ મંદ થતું જાય છે. પૌદ્ગલિક સુખ તુચ્છ છે, વિપાક આપનારું છે અને આત્મિક સુખ જ વાસ્તવિક સુખ છે તે સમજાતું જાય છે. આ રીતે શુદ્ધ ભાવ તરફ વિકાસ કરતો ક્રમશઃ યોગની દૃષ્ટિમાં આગળ વધતો જીવ જ્યારે ચોથી દીપ્રાદષ્ટિમાં આવે છે ત્યારે મિથ્યાત્વ એટલું બધું મંદ પડી જાય છે કે તેને અવેદ્યસંવેદ્યપદ જીતવું સહેલું થાય છે. આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે આ મિથ્યાત્વ સત્સંગ અને આગમના યોગથી દૂર થાય છે.
૧૨૮
अवेद्यसंवेद्यपद्मान्ध्यं दुर्गतिपातकृत् ।
સત્સંગમયોન, તૈયમેતત્ત્વજ્ઞાત્મમિ: ।।૮।। યોગદૃષ્ટિસમુચ્ચય યોગમાર્ગ એ જ આત્માનો કલ્યાણ કરનાર છે તેથી યોગની વિચારણામાં
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #158
--------------------------------------------------------------------------
________________
અતીન્દ્રિય એવી આત્માની સિદ્ધિ આવશ્યક છે. આ આત્મા. પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થો આગમોનો જ વિષય છે. કારણ કે આગમોથી જ તે અતીન્દ્રિય વિષયોની ઉપલબ્ધિ થાય છે, એમનો યથાર્થ બોધ થાય છે. મહર્ષિ પતંજલિએ પણ કહ્યું છે કે આગમ, અનુમાન અને યોગાભ્યાસ વડે ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે.
આ આગમશાસ્ત્રો સર્વજ્ઞકથિત હોવાથી પ્રમાણ છે. સર્વજ્ઞો ત્રિકાળજ્ઞાની અને સર્વગુણસંપન્ન તેમજ વીતરાગ હોવાથી ક્યારે ય પણ ભિન્ન ભિન્ન અભિપ્રાયવાળા હોતા નથી. વ્યક્તિની અપેક્ષાએ ઋષભદેવ આદિ અનેક સર્વજ્ઞો હોવા છતાં તે બધામાં સર્વજ્ઞતત્ત્વ એકસરખું હોવાથી પરમાર્થથી તો સર્વજ્ઞ એક છે.
આગળ આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે કે સર્વજ્ઞ એક છે તેમ મુક્તિમાર્ગ પણ એક જ ઉપશમપ્રધાન માર્ગ હોય છે. અહીં મુક્તિનો માર્ગ એટલે મુક્તિની સાધના. ચિત્તમાંથી રાગાદિ લૂષિતતા દૂર કરીને અતિશય નિર્મળતાયુક્ત (સમતાપરાયણ) એવો જે ચિત્તપરિણામ તે જ વાસ્તવિક મુક્તિમાર્ગ છે.
સંસારના પારને પામવું એ તત્ત્વ છે અને સૌથી શ્રેષ્ઠ તત્ત્વ છે. જેને “નિર્વાણ સંજ્ઞા આપેલી છે. જૈન દર્શન આત્માની સિદ્ધાવસ્થાને, મુક્તાવસ્થાને નિર્વાણ શબ્દથી ઓળખે છે. તેને જ જુદા જુદા દર્શનકારો સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા ઇત્યાદિ જુદાં જુદાં નામથી કહે છે એટલે નામભેદ હોવા છતાં અર્થભેદ નથી. સંસારથી પ્રતિપક્ષી નિર્વાણ છે. નિર્વાણઅવસ્થામાં દરેક આત્માનું સ્વરૂપ એક જ છે. બધા જ આત્માના અનંત જ્ઞાનાદિગુણ જ્યાં સંપૂર્ણતાએ પહોંચ્યા છે અને બધા જ આત્માનું આનંદવેદન પણ એકસરખું છે એ નિર્વાણતત્ત્વ છે. અને આ નિર્વાણતત્ત્વ સર્વજ્ઞતાની પ્રાપ્તિ પછી જ પ્રાપ્ત થાય છે. તેથી સર્વજ્ઞોમાં તત્ત્વથી ભેદ નથી. સર્વજ્ઞ એક સમાન છે.
સર્વજ્ઞતત્ત્વ એક હોવા છતાં જે દેશના ભેદ દેખાય છે તે, તે તે જીવની યોગ્યતા પ્રમાણે ભિન્ન ભિન્ન દેશના આપે છે. સર્વજ્ઞ પરમાત્મા સંસારના જીવો માટે ભવરૂપી વ્યાધિનો નાશ કરવા ધવંતરિ વૈદ્ય સમાન છે. એટલે તે જીવોને કઈ રીતે દેશના આપવામાં આવે તો લાભ થાય એ પોતાના જ્ઞાનબળે જાણી પછી દેશના આપે છે. એવી રીતે એક કાળે એક જ પર્ષદામાં એકસરખી અપાતી પરમાત્માની દેશના તેઓના અચિન્ય પુણ્ય પ્રભાવથી જીવોને પોતપોતાની તથા ભવ્યતાના પરિપાકના અનુસારે પરિણામ પામે છે. સર્વજ્ઞ પુરુષોનું જ્ઞાન
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૨૯
Page #159
--------------------------------------------------------------------------
________________
પરિપૂર્ણ હોવાથી છદ્મસ્થ આત્માઓએ સર્વજ્ઞનો વિરોધ કરવો તે મહા અનર્થકારી છે.
સર્વજ્ઞ વગેરે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય યોગીના જ્ઞાન વિના શક્ય નથી. યોગીનું જ્ઞાન એટલે અનુભવજ્ઞાન. યોગની સાધના કરતાં કરતાં યોગી થયેલા મહાત્માઓને અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય તે યોગીજ્ઞાન કહેવાય છે. જે પ્રત્યક્ષજ્ઞાન હોવાથી અને ઇન્દ્રિયનિરપેક્ષ હોવાથી અતીન્દ્રિય પદાર્થોને જાણી શકે છે. છદ્મસ્થોને તે વિષયનું જ્ઞાન ન હોવાથી આ બાબતમાં વિવાદ કે કદાગ્રહ ન કરવો જોઈએ. કારણ કે કદાગ્રહ કે શુષ્ક તર્ક મિથ્યાભિમાનનાં કારણ હોવાથી મોક્ષમાર્ગના વિકાસમાં અવરોધક બની શકે છે. એટલે મોક્ષમાર્ગમાં વિકાસ સાધવા માટે મહાપુરુષોએ જે યોગ્ય આચારરૂપ નિરતિચાર માર્ગ આચર્યો છે તેને અનુસરવું જોઈએ. તે 4 માર્ગ બતાવતા કહે છે –
(૧) સૂક્ષ્મ ઉપયોગપૂર્વક પ૨પીડાનો ત્યાગ કરવો.
(૨) યથાશક્તિ પરોપકા૨ ક૨વો, બીજાનાં દુ:ખોને દૂ૨ ક૨વાં પ્રયત્ન કરવો. (૩) માતા, પિતાદિ ગુરુજન, દેવતા, વિપ્ર (બ્રાહ્મણ) અને સંસારના ત્યાગી સંત પુરુષોની સેવા ભક્તિ, બહુમાન કરવું.
(૪) પોતાનાં કર્મોથી હણાયેલા, પાપકર્મ કરવામાં ઓતપ્રોત એવા પાપી જીવો ૫૨ ભાવથી કરુણા કરવી, પણ દ્વેષ ન કરવો.
આ ચાર પ્રકારનો મહાપુરુષોનો માર્ગ છે તે ઉત્તમ ધર્મ છે અને ચોથી દૃષ્ટિવાળા જીવ આ માર્ગને અનુસરતાં પાંચમી સ્થિરા દૃષ્ટિમાં પ્રવેશ કરે છે.
આ પહેલી ચાર દૃષ્ટિએ પ્રથમ મિથ્યાત્વગુણનો વિકાસ છે. ચોથી દીપ્રાદૅષ્ટિમાં મિથ્યાત્વી જીવોનો સર્વોત્કૃષ્ટ વિકાસ થાય છે. આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો એ સયોગી મિથ્યાદષ્ટિ જીવો કહેવાય છે. જ્યારે આ દૃષ્ટિ પ્રાપ્ત ન થયેલા મિથ્યાદષ્ટિ જીવો એ અયોગી મિથ્યાદષ્ટિ જીવો કહેવાય છે. આ જીવો યોગમાર્ગ કે મોક્ષમાર્ગ પામેલા નથી. સયોગી મિથ્યાદષ્ટિ જીવોમાં તાત્ત્વિક વૈરાગ્ય અને સાથે આંશિક વૈરાગ્ય પણ પ્રગટ્યો છે. આ ચાર દૃષ્ટિ પ્રતિપાતી કહેવાય છે. એટલે કે આ ચાર દૃષ્ટિમાં રહેલા જીવનું અધ્યાત્મમાર્ગથી પતન થઈ શકે છે. હજુ સુધી ગ્રંથિભેદ થયો નથી. જ્યારે હવે પછીની સ્થિરા આદિ
૧૩૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #160
--------------------------------------------------------------------------
________________
ચાર દૃષ્ટિ અપ્રતિપાતી કહેવાય છે. એટલે અધ્યાત્મમાર્ગમાંથી પતન થતું નથી. પાંચમી દૃષ્ટિથી ઉપરની દૃષ્ટિમાં સંપૂર્ણ વિવેક હોય છે. તેથી આ દૃષ્ટિવાળા જીવ ગમે તેવાં અશુભ પરિણામ કરે તોપણ નારકી કે તિર્યંચ ગતિમાં જવા જેવાં અશુભ કર્મ બંધાવવા જેટલાં અશુભ પરિણામ હોતાં નથી.
ચોથી દૃષ્ટિમાં ઉત્થાનદોષ ગયો છે. પણ ભ્રાન્તિદોષ પડ્યો છે. તે તેને સમકિત પામવામાં વિઘ્નરૂપ થાય છે. આ ભ્રાન્તિ કુતર્કના કારણે પેદા થયેલી છે. આ કુતર્કનો ત્યાગ કરી ભ્રાન્તિદોષનું નિરાકરણ કરવાનું આચાર્ય હરિભદ્રસૂરિ અહીં સમજાવે છે.
૫. સ્થિર દષ્ટિ : ભ્રાન્તિદોષ દૂર થતાં જ સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે અને જીવ ચોથા ગુણસ્થાનકમાં આવે છે. આ દૃષ્ટિ ચોથા ગુણસ્થાનકમાં પ્રાપ્ત થાય છે. ચોથાથી ચોદમાં ગુણસ્થાનકનો જીવનો વિકાસ અહીં આચાર્ય હરિભદ્રસૂરિએ પાંચમી સ્થિરાદૃષ્ટિથી અંતિમ પરાષ્ટિ સુધી બતાવ્યો છે. પાંચમી અને છઠ્ઠી દૃષ્ટિમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવાળા જીવો હોય છે. સાતમી દૃષ્ટિમાં છઠ્ઠી - સાતમાં ગુણસ્થાનકવાળા અને આઠમીમાં સાતમા ગુણસ્થાનકથી ઉપરના ગુણસ્થાનકવાળા જીવો હોય છે. स्थिरायां दर्शनं नित्यं, प्रत्याहारवदेव च । कृत्यमभ्रान्तमनद्यं, सूक्ष्मबोधसमन्वितम् ।।१५४।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : નિરતિચાર એવી સ્થિરાદૃષ્ટિમાં બોધ નિત્ય (સ્થિર રહેનારો) હોય છે, પ્રત્યાહાર નામનું પાંચમું યોગગ હોય છે. ભ્રમ વિનાનું શાશ્વત દર્શન પ્રાપ્ત થાય છે. તે દર્શન સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે.
અનાદિકાળની અજ્ઞાન અને રાગદ્વેષની અને મોહરૂપી ગ્રંથિ ભેદાયા પછી આ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. તેથી આ દૃષ્ટિમાં બોધ રત્નની પ્રભા સમાન કહ્યો છે. દીપકનો પ્રકાશ ઝીણી વસ્તુને બતાવી શકતો નથી અને પવન આવવાથી બુઝાઈ જાય છે. જ્યારે રત્નનો પ્રકાશ એકસરખો સ્થિર હોય છે અને બુઝાતો નથી. તેવી રીતે સ્થિરા દૃષ્ટિમાં હેય-ઉપાદેયનો વિવેક હંમેશાં એકધારો રહે છે અને બોધ અપ્રતિપાતી એટલે બુઝાય નહીં એવો હોય છે માટે જે તત્ત્વદર્શન
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૩૧
Page #161
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્ત થાય છે તે નિત્ય હોય છે. એક વાર આવ્યા પછી તે તત્ત્વદર્શન ક્યારેય જતું નથી. સ્થિરા દૃષ્ટિમાં ગ્રંથિભેદ થઈ સમ્યકત્વની પ્રાપ્તિ થઈ છે તે કારણથી વેદ્યસંવેદ્યપદ પણ પ્રાપ્ત થયું છે. જેનાથી જીવને સૂક્ષ્મબોધ (જીવ-અજીવ, સંસારમુક્તિ આદિ પદાર્થોનો પારમાર્થિક બોધ) આ ગુણ પ્રાપ્ત થયો છે.
અહીં પ્રત્યાહાર નામનું યોગનું પાંચમું અંગ હોય છે. પ્રત્યાહાર એટલે પાંચ ઇન્દ્રિયોનો નિરોધ. યોગસૂત્રમાં મહર્ષિ પતંજલિ પ્રત્યાહારની વ્યાખ્યા કરતાં કહે છે – स्वविषयासम्प्रयोगे चित्तस्य स्वरुपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ।।२.५४ ।।
યોગસૂત્ર-સાધનાપાત્ર ઈન્દ્રિયો પોતપોતાના વિષયોના સંયોગનો ત્યાગ કરી સ્વચિત્ત એટલે કે આત્માના સ્વરૂપમાં રમણતા કરે તે સ્થિતિ પ્રત્યાહાર કહેવાય છે.
આમ વિભાવ (પુદ્ગલોમાં અનાસક્તભાવ અને સ્વભાવ (આત્મસ્વરૂપ)માં રમણતા એ પ્રત્યાહારનું લક્ષણ છે. એટલે આ દૃષ્ટિમાં રહેલા જીવો ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહે છે. હજુ સંસારમાં રહેતા હોવાથી સંસારના સર્વ પ્રવૃત્તિઓના ત્યાગી નથી. પરંતુ ધર્મને બાધાજનક જે પ્રવૃત્તિઓ હોય તેનો ત્યાગ કરવાનો તેમનો પ્રયત્ન હોય છે. આધ્યાત્મિક ગુણોના આનંદમાં બાહ્ય પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે. આત્મામાં રહેલું કેવલજ્ઞાન જે અનાબાધ અને અનામય છે, જે આત્માનો પોતાનો સ્વાભાવિક ગુણ છે, આત્મતત્ત્વ છે તે જ પરમતત્ત્વ છે તે જ પરમ તત્ત્વ જણાય છે. બાકીના સર્વ ભાવો દુઃખદાયી જણાય છે. સાંસારિક ભોગવિલાસ અંતે તો અનર્થકારી જ છે. આ વાત સમજાઈ ગઈ હોવાથી મન સંસારી ભાવોથી અલિપ્ત હોય છે. સ્થિરાદૃષ્ટિ પ્રાપ્ત થયેલ જીવોમાં ખેદ, ઉદ્વેગ, ક્ષેમ, ઉત્થાન, ભ્રાન્તિ દોષો હોતા નથી. પરંતુ હજી અન્યમુદ્ નામનો દોષ રહેલો છે, તે નષ્ટ થાય ત્યારે જીવ છઠ્ઠી કાન્તાદૃષ્ટિમાં પ્રવેશ કરે છે.
૬. કાન્તા દૃષ્ટિ : પ્રથમની ચાર દૃષ્ટિમાં જીવના વિકાસની ગતિ ઘણી ધીમી હોય છે. પ્રથમ ચાર દૃષ્ટિને અંતે જ્યારે એ પાંચમી સ્થિરાદષ્ટિ પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રથમ ગુણસ્થાનકથી ચોથા ગુણસ્થાનકમાં પહોંચે છે. જ્યારે હવે આગળની ચારદૃષ્ટિમાં એ ચોથાથી ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. એના
૧૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #162
--------------------------------------------------------------------------
________________
અધ્યવસાયોની વિશુદ્ધિ વધી ગયાથી એ મોક્ષમાર્ગનું અંતર ઘણી ત્વરાથી કાપે છે. આ દૃષ્ટિમાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકવર્તી જીવો હોય છે. અહીં આચાર્ય હરિભદ્રસૂરિ આ દષ્ટિને વર્ણવતાં કહે છે –
कान्तायामेतदन्येषां, प्रीतये धारणा परा । अतोऽत्र नान्यमुन्नित्यं, मीमांसाऽस्ति हितोदया ।।१६२।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : કાન્તાદૃષ્ટિમાં સૂક્ષ્મબોધ અન્ય જીવોની પ્રીતિ માટે થાય છે. ધારણા નામનું યોગનું અંગ હોય છે. આ દૃષ્ટિમાં સદાકાળ અન્યમુદ્ દોષ હોતો નથી અને હિતોદય કરાવે તેવો મીમાંસા ગુણ હોય છે.
આ દૃષ્ટિવાળા જીવો હંમેશાં ઉપયોગમાં જ રહેતા હોય છે. તેમને અપ્રશસ્ત કષાયોનો અભાવ હોય છે. તેઓ સ્થિતપ્રજ્ઞ પ્રકૃતિના હોય છે એટલે ઇષ્ટ કે અનિષ્ટ પ્રસંગોની, સુખની કે દુઃખની, કોઈ જ અસર તેમના મન પર થતી નથી. તત્ત્વમાં જ તેમની બુદ્ધિ સ્થિત હોય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞનું વર્ણન છે તે આને મળતું આવે છે.
શ્રી તીર્થંકર પરમાત્મા જન્મથી જ કાન્તાદૃષ્ટિમાં હોય છે.
કાન્તાદૃષ્ટિમાં ધારણા નામનું છઠું યોગાંગ પ્રાપ્ત થાય છે. પ્રત્યાહાર પછી ધારણા આવે છે. આત્માને પરભાવમાંથી પાછો ખેંચવો તે પ્રત્યાહાર અને આત્મભાવમાં ધારી રાખવો તે ધારણા છે. જે ધ્યેય સિદ્ધ કરવું છે, તે ધ્યેયના સ્થાનમાં ચિત્તનું રહેવું, તેમાં ચિત્તનું તન્મય થવું એ ધારણા છે. પતંજલિ ઋષિ એ ‘યોગસૂત્રમાં કહ્યું છે –
ઢેરાન્જશ્ચિત્તબ્ધ થા૨UT Tરૂ.શા યોગસૂત્ર
ચિત્તનો દેશબંધ એટલે મનની સ્થિરતા. યોગસાધનાનીઇષ્ટ ક્રિયામાં ચિત્તની ધારણા એટલે કે સ્થિરતા આ દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એટલે અહીં અન્યમુદ્ દોષનો ત્યાગ થાય છે. અન્યમુદ્ એટલે યોગમાર્ગ (મોક્ષમાર્ગ) કે તત્ત્વમાર્ગને છોડી સંસારની કોઈ પણ પુદ્ગલની પ્રવૃત્તિમાં રતિ થવી. અર્થાત્ વિભાવમાં રતિ થવી એ અન્યમુદ્ દોષ કહેવાય છઠ્ઠી દષ્ટિમાં અન્યમુદ્ દોષ નથી હોતો.
‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૩૩
Page #163
--------------------------------------------------------------------------
________________
આ જીવો સંસારમાં જલકમલવત્ રહે છે. વિષયોનો સંયોગ થાય તોપણ તેમનું ચિત્ત વૈરાગ્યવાળું જ રહે છે. અને યોગસાધના માટે કરાતી ક્રિયામાં ચિત્ત અત્યન્ત સ્થિર રહે છે. નિરતિચાર ચારિત્રવાન મુનિ તેમજ અનુત્તરવાસી દેવતાઓ આ દષ્ટિમાં હોય છે. અન્યમુદ્ દોષ ગયો હોવાથી આ જીવો ધર્મના એકાગ્ર ચિત્તવાળા હોય છે. તત્ત્વોની સૂક્ષ્મ વિચારણા પ્રવર્તતી હોવાથી અને દૃષ્ટિ વધારે ને વધારે આત્મતત્ત્વ તરફ ઢળી હોવાથી અહીં મીમાંસા ગુણ પ્રગટે છે. મીમાંસા એટલે તત્ત્વવિચારણા. આ મીમાંસા હિતોદયવાળી હોય છે. સર્વકાલને માટે સવિચારરૂપ મીમાંસા હોય છે. સતત તત્ત્વની સુંદર વિચારણાથી સમ્યગ્રજ્ઞાન અને એના ફળ રૂપે સમ્યક્ પરિણતિ અહીં હોય છે. એટલે મીમાંસા હિતોદયવાળી બને છે.
ઉપાધ્યાય યશોવિજયજીએ ૨૪મા ધાર્નિંશિકા - સદ્ગષ્ટિ ત્રિરિાવામાં કહ્યું છે -
धारणा प्रीतयेऽन्येषां कान्तायां नित्यदर्शनम् । नाऽन्यमुत् स्थिरभावेन मीमांसा च हितोदया ।। २४.८ ।।
કાન્તાદૃષ્ટિમાં નિત્ય તત્ત્વદર્શન હોય છે તથા અન્ય જીવોને પ્રીતિનું નિમિત્ત બને તેવી ધારણા હોય છે. સ્થિરભાવ હોવાના કારણે અન્યમુદ્ દોષ હોતો નથી તથા હિતકારી મીમાંસા હોય છે.
આ દૃષ્ટિમાં આવેલો જીવ સાંસારિક ભાવોથી એટલો બધો અલિપ્ત બની જાય છે કે તેનું શરીર ભલે ભોગકાર્યોમાં હોય પણ મન તો સદા શ્રુતજ્ઞાનમાં જ તલ્લીન હોય છે. પૂ. આનંદઘનજી કહે છે – ऐसे जिनचरणे चित्त लाउं रे मना
उदर भरन के कारणे रे, गौआ वन में जाय ।। चारो चरे चिहुं दिश फिरे, वाकी सुरति वाछरुआ...मांहे रे ।। ऐसे
सात पांच साहेलियां रे हिलमिल पाणी जाय ।। तोली दिये खडखड हसे रे, बाकी सुरति गगरुआ...माहे रे ।। ऐसे
ગાય વનમાં ચારો ચરવા જાય, ચારે દિશામાં ફરે પણ તેનું મન વાછરડામાં હોય, ચાર-પાંચ સખી મળી પાણી ભરવા જાય, પાણીનું બેડલું માથા પર મૂકી સખીઓ સાથે હસી-મજાક કરતી જાય પણ નજર તો એ પાણી ભરેલા બેડલા
૧૩૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #164
--------------------------------------------------------------------------
________________
પર જ હોય તેમ જ્ઞાનીનું મન સાંસારિક કાર્ય કરવા છતાં સદા ભૃતધ્યાનમાં અને તેના જ સૂક્ષ્મ ચિંતનમાં લીન હોય છે. જેનાથી તે સાંસારિક પ્રવૃત્તિ પણ કર્મબંધ કે ભવભ્રમણનું નિમિત્ત બનતી નથી. આટલા બધા નિર્લેપ દશાવાળા આ દૃષ્ટિના યોગીઓ હોય છે. તીર્થકરના આત્મા આ ગૃહસ્થપણામાં કર્મના ઉદયે સંસારમાં રહી ભોગોને ભોગવવા છતાં તેના જ્વલંત વૈરાગ્યભાવનાને લીધે તે પ્રવૃત્તિ તેમને કર્મબંધ કે ભવભ્રમણા કરાવતી નથી.
આ દૃષ્ટિમાં વિકાસ પામતો જીવ ૪ થી ૭મા ગુણસ્થાનકોમાં આગળ વિકાસ સાધે છે. આ દૃષ્ટિમાં અન્યમુદ્ દોષ નષ્ટ થાય છે, અપ્રશસ્ત કષાય નાબૂદ થાય છે; પણ હજી પ્રશસ્ત કષાયો છે, તેથી રોગ દોષ છે. એ દોષ નષ્ટ થાય એટલે સાતમી પ્રભાષ્ટિ પ્રાપ્ત થાય છે.
૭. પ્રભા દષ્ટિ : ध्यानप्रिया प्रभा प्रायो, नास्यां रुगत एव हि । तत्त्वप्रतिपत्तियुता, सत्प्रवृत्तिपदावहा ।।१७०।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : પ્રભાષ્ટિ પ્રાયે ધ્યાનપ્રિયા હોય છે, એથી એમાં રોગ નામનો દોષ હોતો નથી. આ દૃષ્ટિ તત્ત્વમતિપત્તિયુક્ત અર્થાત્ આત્માનુભવયુક્ત હોય છે, અને સત્પ્રવૃત્તિપદને આણનારી હોય છે.
આ જ પ્રભા દૃષ્ટિને ઉપાધ્યાય યશોવિજયજી આઠ દૃષ્ટિની સઝાયમાં વર્ણવતાં કહે છે -
અર્કપ્રભાસમ બોધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી, તત્ત્વતણી પ્રતિપત્તિ ઈહાં વળી, રોગ નહી સુખપુઠ્ઠી રે
ભાવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ૭.૧ાા પ્રભાષ્ટિમાં સૂર્યની પ્રભા જેવો બોધ હોય છે. યોગનું ધ્યાન આ સાતમું યોગાંગ પ્રાપ્ત થાય છે. તેના પ્રભાવથી રોગ દોષ અર્થાત્ વિકલ્પો રહેતા નથી. હંમેશાં શુભધ્યાન હોય છે. તેથી તત્ત્વમતિપત્તિ અર્થાત્ તત્ત્વરમણતા ગુણની પ્રાપ્તિ થાય છે અને આ દૃષ્ટિ સત્યવૃત્તિ પદને આપનારી હોય છે.
( ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૩૫
Page #165
--------------------------------------------------------------------------
________________
આચાર્ય હરિભદ્રસૂરિએ આ દૃષ્ટિના બોધને સૂર્યની પ્રજાની ઉપમા આપી છે.પ્ર એટલે પ્રકૃષ્ટ અને ભા એટલે તેજ. આ દષ્ટિમાં સૂર્યની પ્રભા તુલ્ય પ્રકૃષ્ટ જ્ઞાનનો પ્રકાશ હોય છે. છઠ્ઠી દષ્ટિમાં જ્ઞાન તારાની પ્રભા જેવું હતું. તેના કરતાં અનેકગણો તેજસ્વી અને પ્રભાવશાળી બોધ પ્રભાષ્ટિમાં હોય છે. સૂર્યના પ્રકાશમાં જેમ જગતના સર્વ પદાર્થોનું દર્શન થાય છે તેમ આ દૃષ્ટિમાં સર્વ પદાર્થનું શાસ્ત્રના અનુસારે યથાર્થ દર્શન થાય છે.
સૂર્યની પ્રભા જેવો પ્રકૃષ્ટ બોધ નિરંતર ધ્યાનનો જ મુખ્ય હેતુ બને છે. છઠ્ઠી દૃષ્ટિમાં ધારણા હતી. અહીં ધ્યાન નામનું યોગાંગ પ્રાપ્ત થાય છે. ધારણામાંથી ધ્યાન આવે છે.
તત્ર પ્રત્યચેતીનતા ધ્યાનમ્ Tરૂ.૨ાા પાતંજલ યોગસૂત્ર
અર્થ : ધારણાના વિષયમાં મનના ઉપયોગની સ્થિરતા એ ધ્યાન છે. ધ્યેયરૂપ પદાર્થનું સતત અવિસ્મરણ તે જ ધ્યાન.
સૂક્ષ્મ ઉપયોગપૂર્વકનું ચિંતન, સ્થિર અધ્યવસાન તે ધ્યાન કહેવાય છે. આ દૃષ્ટિમાં જીવોને સતત ધ્યાન અને ધ્યાનના કારણભૂત એવાં ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા હોય છે. તેઓ ચોવીસમાંથી એકવીસ કલાક કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી નિર્મળ બોધ ઉત્પન્ન થવાથી હંમેશાં ધ્યાનદશા જ હોય છે. આ દૃષ્ટિમાં ધ્યાનના પ્રભાવે અપૂર્વ આત્મિક સુખ હોય છે. ધ્યાનના પ્રભાવથી પેદા થયેલું નિર્વિકલ્પ ઉપશમનું સુખ હોય છે. નિર્વિકલ્પ ધ્યાનાનંદમાં મસ્ત યોગીને પાંચ ઇન્દ્રિયોના વિષયોની અસર થતી નથી. આ સુખ સ્વ-પર, જડ અને ચેતનના ભેદજ્ઞાનરૂપી વિવેક દ્વારા પ્રગટે છે. (જડ અને ચેતનનું ભેદ એ સાચો વિવેક છે.) તેથી જ તે સુખ હંમેશાં સમતાની પ્રધાનતાવાળું હોય છે. કારણ કે વિવેકનું ફળ સમતા છે.
આ દૃષ્ટિમાં અસંગ અનુષ્ઠાન નામનું સત્યવૃત્તિપદ હોય છે. સતુ એટલે તત્ત્વના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનારું પદ, તાત્ત્વિક માર્ગમાં જે અસંગ અનુષ્ઠાન છે તેને યોગી પુરુષો સત્યવૃત્તિપદ કહે છે. આ નિર્વાણમાર્ગમાં પ્રયાણ કરાવનારું તેમજ શાશ્વત એવા મોક્ષપદને પ્રાપ્ત કરાવનારું છે. શાસ્ત્રોમાં અનુષ્ઠાનો ચાર પ્રકારના કહ્યા છે : પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ. આ ચાર પ્રકારના
૧૩૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #166
--------------------------------------------------------------------------
________________
અનુષ્ઠાનમાં ‘અસંગ’ અનુષ્ઠાન સૌથી શ્રેષ્ઠ છે.
અસંગ એટલે જેના સંગ - રાગ ન હોય તે અસંગ. સુખ-દુ:ખ, સંસારમોક્ષ સર્વમાં સમભાવ હોય. અહીં શાસ્ત્ર વચનોના આલંબન વિના પોતાની વિશિષ્ટ યોગ્યતાના બળે-પૂર્વના સંસ્કારોના કા૨ણે થતી ધર્મપ્રવૃત્તિ તે અસંગ અનુષ્ઠાન.
प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवोध्वेति योगिभर्गायते हृदः । । १७६।।
અન્ય દર્શનોમાં આ અસંગ અનુષ્ઠાન જુદા જુદા નામે ઓળખાય છે ; જેમ કે સાંખ્યો એને પ્રશાંતવાહિતા કહે છે, બૌદ્ધો વિસભાગપરિક્ષય કહે છે જ્યારે શૈવો શિવવર્ત્ય કહે છે, મહાવ્રતિકા ધ્રુવાત્મા કહે છે. આ દૃષ્ટિમાં રહેલો યોગી અસંગ અનુષ્ઠાનને જલ્દીથી સાધે છે. આ અસંગ અનુષ્ઠાન એ અપ્રમત્તદશા છે. અસંગ અનુષ્ઠાનમાં અપ્રશસ્ત કે પ્રશસ્ત એક પણ કષાય નથી માટે તેને અપ્રમત્તદશા કહેવાય છે. આ દૃષ્ટિમાં કૈઅનાલંબન યોગ હોય છે અને તે શીઘ્ર કેવલજ્ઞાનને આપનારો હોય છે. અનાલંબન યોગ દ્વારા પરતત્ત્વ રૂપે જે કેવળજ્ઞાનને પામવું તે જ ધ્યાનનું મુખ્ય ફળ છે. સાતમી પ્રભા દૃષ્ટિવાળા જીવો નિષ્પન્નયોગી કહેવાય છે. તેમને યોગ સિદ્ધ થઈ ગયો છે.
છઠ્ઠા ગુણસ્થાનકના ઉત્કૃષ્ટ અધ્યવસાયોમાં અને સાતમા ગુણસ્થાનકના ચરમ અધ્યવસાયોને છોડી આ સાતમી દૃષ્ટિ હોય છે.
૮. પરાદ્દષ્ટિ ઃ યોગની આઠમી પાદૃષ્ટિ એટલે અધ્યાત્મના વિકાસનું આ છેલ્લું પગથિયું છે. ક્ષપક શ્રેણી મંડાય ત્યારે નિર્વિકલ્પદશારૂપ આ આઠમી દૃષ્ટિનો પ્રારંભ થાય છે. તે ચૌદમા ગુણસ્થાનની શૈલેશી અવસ્થા સુધી રહે છે. પરા એટલે શ્રેષ્ઠ અને દૃષ્ટિ એટલે રત્નત્રયીનો બોધ. અહીં બોધ ચંદ્રની ચાંદનીના પ્રકાશ જેવો હોય છે. પૂર્ણિમાનો ચંદ્ર જેમ સોળે કળાએ ખીલેલો હોય છે તેમ આ દૃષ્ટિનો જ્ઞાનપ્રકાશ સંપૂર્ણપણે ખીલેલો હોય છે. આ દૃષ્ટિમાં જીવ સર્વોત્તમ જ્ઞાનપ્રકાશ - કેવળજ્ઞાન, કેવળદર્શન અને સર્વોત્તમ ચારિત્રરૂપ અયોગી અવસ્થા પ્રાપ્ત કરે છે.
આચાર્ય હરિભદ્રસૂરિ ‘યોગદૃષ્ટિસમુચ્ચય’ ગ્રંથમાં અંતિમ ‘પરા’ દૃષ્ટિ સમજાવતાં કહે છે -
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૩૭
Page #167
--------------------------------------------------------------------------
________________
समाधिनिष्ठा तु परा. तदासङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च, तदुत्तीर्णाशयेति च ।।१७८ ।।
યોગદષ્ટિસમુચ્ચય અર્થ : આ આઠમી ‘પરી’ દૃષ્ટિ સમાધિયુક્ત હોય છે અને આસંગ દોષ રહિત હોય છે. સહજભાવે આત્મસાત્ કરાયેલી પ્રવૃત્તિયુક્ત અને તેનાથી ઉત્તીર્ણ આશયવાળી છે.
અર્થાત્ આ દૃષ્ટિમાં પ્રવૃત્તિ નામનો ગુણ પ્રગટે છે પરંતુ પ્રવૃત્તિના આશયથી રહિત હોય છે. કારણ કે પરાષ્ટિવાળા યોગીઓનું મન નિર્વિકલ્પ હોય છે એટલે તત્ત્વપ્રવૃત્તિ સહજતઃ ચાલુ રહેવા છતાં પ્રવૃત્તિ કરવાનો આશયસંકલ્પવિકલ્પ અહીં હોતા નથી.
આ દૃષ્ટિમાં અષ્ટાંગયોગનું છેલ્લું અંગ સમાધિ પ્રાપ્ત થાય છે. સમાધિ એટલે ધ્યાનની વિશેષ અવસ્થા. સવિકલ્પ સમાધિ એ ધ્યાન કહેવાય. નિર્વિકલ્પ સમાધિને જ સમાધિ કહેવાય. ચિત્તનો એકસરખો નિશ્ચિત ઉપયોગ હોય છે. પતંજલ ઋષિ યોગસૂત્રમાં ધારણા, ધ્યાન અને સમાધિના સ્વરૂપને વર્ણવતાં કહે છે –
‘ચિત્તનો દેશબન્ધ’ એટલે ચિત્તને એક વિષયમાં, ધ્યેયના સ્થાનમાં સ્થિત થવું એ ધારણા. તે ધારણાના વિષયમાં ચિત્તની એકાગ્રતા થવી એ ધ્યાન અને ધ્યાન પોતાના સ્વરૂપથી રહિત બની ધ્યેય માત્રને જ એમાં નિર્ભાસ થાય અર્થાત્ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બની જાય તે સમાધિ કહેવાય. યોગસૂત્રમાં પતંજલિ ઋષિ સમાધિની વ્યાખ્યા કરતાં કહે છે -
તવેવાઈમાત્રનિર્માસ્વરુપશૂન્યમવસમાં રૂ.રૂ. યોગસૂત્ર
અર્થ : તે (ધ્યાન) જ જ્યારે ધ્યેયમાત્ર રૂપે પ્રકાશ પામનારું અને પોતાના સ્વરૂપથી રહિત જેવું થાય ત્યારે સમાધિ કહેવાય છે.
આ દૃષ્ટિમાં જે સમાધિ છે એ તાત્વિક છે. પરાકાષ્ઠાની છે. સંપૂર્ણ સ્વરૂપમાં જ રમણતા છે છતાં આ સમાધિ મેળવવાની ઉત્સુકતા કે અધીરાઈ હોતી નથી. તેવી જ રીતે પ્રાપ્ત થતી જતી સમાધિથી તે સમાધિની આસક્તિ કે રાગાદિભાવ હોતા નથી. “આસંગ દોષ રહિત આ સમાધિ હોય છે. ચંદનગંધન્યાયથી પ્રવૃત્તિ
૧૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #168
--------------------------------------------------------------------------
________________
આત્મસાત્ થયેલી છે. જેમ ચંદનની સુગંધ સ્વાભાવિક રીતે પ્રસરે છે તેવી જ રીતે આ દૃષ્ટિ પ્રાપ્ત થયેલ યોગીઓની સ્વગુણ રમણતાસ્વરૂપ પ્રવૃત્તિ સહજપણે જ આત્મસાત્ થાય છે. ઉપાધ્યાય યશોવિજયજી આઠમી પરાષ્ટિની સક્ઝાયમાં આ જ વાત કહે છે –
ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવષે જી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખે જી પીરા
આ દૃષ્ટિમાં યોગી નિરાચારપગવાળા અને અતિચારથી રહિત હોય છે. પ્રતિક્રમણાદિરૂપ બાહ્ય આચારનો અભાવ હોવાથી નિરાચાર પદવાળા હોય છે તથા અતિચારના કારણનો અભાવ હોવાથી અતિચારરહિત હોય છે. આચારથી જીતવા યોગ્ય કર્મનો અભાવ વર્તે છે. યોગસાધના માટે જે આચાર જરૂરી હતા તે સિદ્ધયોગી બનવાથી જરૂરી ન રહ્યા. હવે આત્મા પોતાના શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તે છે. પર્વતના અંતિમ શિખર પર પહોંચેલાને જેમ આરોહણક્રિયાનો અભાવ હોય તેમ અધ્યાત્મનીટોચને પામેલાને(પહોંચેલાને) આરોહણક્રિયાના અભાવની જેમ પ્રતિક્રમણાદિ બાહ્ય ક્રિયાનો અભાવ હોય છે.
આ આઠમી અને અંતિમ પરાષ્ટિમાં રહેલ યોગીક્ષપક શ્રેણીદ્વારા ક્ષયોપશમ ભાવના જે ક્ષમાદિ ગુણો છે તેનો ત્યાગ થાય છે અને એના દ્વારા અંતે આત્મા ક્ષાયિકભાવના ગુણોને પ્રાપ્ત કરે છે, ધર્મસંન્યાસ યોગને પ્રાપ્ત કરે છે. બીજા અપૂર્વકરણકાળે ધર્મસંન્યાસ યોગ વર્તે છે. અપૂર્વકરણ બે પ્રકારનું છે. સમ્યકત્વની પ્રાપ્તિ વખતે એટલે ગ્રંથિભેદ કરવાના કાળે જે અપૂર્વકરણ કરવામાં આવે તે પ્રથમ અપૂર્વકરણ કહેવાય છે. અને શ્રેણીમાં આઠમા ગુણસ્થાનકરૂપ જે અપૂર્વકરણ છે તે બીજું અપૂર્વકરણ છે. આ બીજા અપૂર્વકરણમાં ધર્મસંન્યાસના વિનિયોગ વડે કદી પણ નાશ ન પામનાર એવી કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. જ્ઞાનાવરણીય આદિ ચારે ઘાતકર્મોનો ક્ષય થાય છે. શ્રેણીની સમાપ્તિ થાય છે. અને આ જીવ ભાવલક્ષ્મી પ્રાપ્ત કરી સર્વજ્ઞ બને છે. ચારે ઘાતકર્મોનો ક્ષય થવાથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય વગેરે જે આત્મગુણો છે તે સર્વ ગુણો પ્રગટ થાય છે.
આવી રીતે તેરમા ગુણસ્થાને પહોંચેલા મહાત્મા પોતાના પુણ્યોદય પ્રમાણે અને શ્રોતાવર્ગની યોગ્યતા અનુસાર કોઈ જીવને સમ્યકત્વ પમાડવા રૂપે, કોઈને
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
Page #169
--------------------------------------------------------------------------
________________
દેશવિરતિ, કોઈને સર્વવિરતિ પમાડવા રૂપે યથાયોગ્ય શ્રેષ્ઠ પરોપકાર કરે છે. અને જ્યારે અંતર્મુહૂર્ત આયુષ્ય શેષ રહે છે ત્યારે યોગાન્તને પામે છે, અર્થાત્ મન, વચન અને કાયાના યોગદશાના અંતને પામે છે. અર્થાત્ યોગનિરોધ કરે છે. અને ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે. શૈલેશી અવસ્થામાં અયોગીપણું પ્રાપ્ત કરી અ, ઈ, 6, 8, શું આ પાંચ હ્રસ્વ સ્વરના ઉચ્ચારણ જેટલા સમયમાં આ ભવ(સંસાર)રૂપી વ્યાધિનો સર્વ પ્રકારે ક્ષય કરી 10 ભાવનિર્વાણને પામે છે.
तत्र द्रागेव भगवानयोगाद् योगसत्तमात् । भवत्याधिक्षयं कृत्वा, निर्वाणं लभते परम् ।।१८६।।
અર્થ : ત્યાં યોગનિરોધ કર્યા પછી ભગવાન અયોગી અવસ્થા પ્રાપ્ત કરી ભવરૂપી વ્યાધિનો ક્ષય કરી પરમ એવા નિર્વાણપદને પ્રાપ્ત કરે છે.
અહીં ‘યોગ” શબ્દ બે વાર વપરાયો છે. એના બે અર્થો છે : મન-વચન અને કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ જે યોગ કહેવાય છે, જે કર્મબંધનો હેતુ છે. આ યોગ આસવસ્વરૂપ છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી આ યોગનું સ્વરૂપ જણાવતાં કહે છે –
વાય - વી - મન:શ્વર્ય યો: ૬.૨ અર્થ : કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે.
આ યોગથી આત્મપ્રદેશોના કંપનના કારણે જીવ કામણવર્ગણા ગ્રહણ કરે છે. તેથી આસવરૂપ છે. જ્યારે ‘યોગ શબ્દનો બીજો અર્થ “મોક્ષે યોગના યો?” અર્થાત આત્માને મોક્ષ સાથે જે યોજન કરાવી આપે, જોડી આપે તે યોગ”. આ ‘યોગ' શબ્દ મોહનીય આદિ કર્મોના ક્ષયોપશમ અને લયસ્વરૂપ છે. તેથી નિર્જરારૂપ છે. તેરમા ગુણસ્થાનના અંતે યોગનિરોધ કરી ચોદમાં ગુણસ્થાને આવેલો જીવ ‘અયોગી' કહેવાય છે. તે મન, વચન અને કાયાના યોગ એટલે આસવસ્વરૂપ યોગના અભાવથી છે. ઉપસંહાર
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુચ્ચય' ગ્રંથમાં યોગની
૧૪૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #170
--------------------------------------------------------------------------
________________
સાધનારૂપ આઠ દૃષ્ટિનું વર્ણન કર્યું છે. આત્માને મોક્ષ સાથે જોડાણ ક૨ના૨ પ્રવૃત્તિને યોગ કહેવામાં આવે છે. તત્ત્વનો સાચો બોધ એ સમ્યગ્ જ્ઞાન છે અને તત્ત્વની સાચી પ્રવૃત્તિ એ સમ્યગ્ ચારિત્ર છે. આ તત્ત્વના સાચા બોધ પ્રમાણે જીવનમાં આચ૨ણ ક૨વામાં આવે તો આત્મા મોક્ષ પ્રાપ્ત કરી શકે. એટલે મોક્ષનું મૂળભૂત કારણ છે સમ્યગ્ બોધ. તે બોધ અહીં દૃષ્ટિ તરીકે વર્ણવ્યો છે. એટલે આત્મામાં થતો જ્ઞાનનો ઉઘાડ એને જ દૃષ્ટિ તરીકે વર્ણવી છે. યોગમાર્ગમાં આ બોધ પ્રારંભમાં અગ્નિના એક નાના તણખા જેવો હોય છે. વધતો વધતો તે ચંદ્રના પ્રકાશ જેવો તેજસ્વી બને છે. આ બોધને તેના આત્મપ્રકાશની માત્રાની દૃષ્ટિએ આઠ વિભાગમાં વહેંચી તેને આઠ યોગદૃષ્ટિ તરીકે અહીં વર્ણવી છે. આ આઠ દૃષ્ટિમાં પહેલા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનકનો સમાવેશ કર્યો છે.
અનંતાનંત કાળ આ સંસારમાં અવ્યવહા૨ાશિ એટલે કે સૂક્ષ્મનિગોદમાં પસા૨ ક૨ી સિદ્ધ બનેલા એક જીવના ઉપકારથી આ જીવ વ્યવહારરાશિમાં આવે છે. અનંતાનંત કાળ ત્યાં રખડી કાળની સાનુકૂળતા થતાં ચ૨માવર્તમાં આવે છે. ચ૨માવર્તમાં પ્રવેશ થતાં જ જીવમાં ધર્મ પામવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અનાદિકાળથી જીવને સંસારનો રાગ અને મુક્તિનો દ્વેષ હતો પણ ચ૨માવર્તમાં પ્રવેશ કર્યા પછી આત્મા પરથી ઘણો બધો કર્મનો ભાર ઓછો થાય છે. સંસારનો રાગ ઘટે છે અને મુક્તિ પ્રત્યેનો રાગ જાગે છે. ત્યારથી યોગમાર્ગની સાધના ચાલુ થાય છે. આ અવસ્થાને શાસ્ત્રમાં અપુનર્બંધક તરીકે ઓળખાવી છે. વ્યવહારનયે અપુનર્બંધક અવસ્થાથી યોગની શરૂઆત થાય છે. જ્યારે નિશ્ચયનયે ગ્રંથિભેદિજનિત સમ્યગ્દર્શનથી યોગમાર્ગની શરૂઆત થાય છે.
અનાદિકાળથી સંસારમાં રખડતા જીવે અનેક વખત ધર્મ કર્યો છે જેના ફળસ્વરૂપે એને અનેક વખત દેવલોક પ્રાપ્ત થયો છે. પરંતુ એ ધર્મ ખેદ, ઉદ્વેગ, ક્ષેપ આદિ દોષથી યુક્ત હોવાથી તેમજ અદ્વેષ, જિજ્ઞાસા આદિ ગુણોની પ્રાપ્તિ થયેલ ન હોવાથી એ ધર્મ મોક્ષ મેળવવામાં સહાયક બનતો નથી. અર્થાત્ તે ધર્મ યોગરૂપ બનતો નથી. આવા ધર્મને અહીં ઓઘદૃષ્ટિનો ધર્મ કહ્યો છે. આ જીવો ધર્મશ્રદ્ધાળુ હોય છે. શાસ્ત્રજ્ઞાન પણ હોય છે પણ તત્ત્વનો બોધ હોતો નથી. એટલે તાત્ત્વિક ધર્મને પામી શકતા નથી. જેથી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકતા નથી
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૪૧
Page #171
--------------------------------------------------------------------------
________________
અને આ સંસારચક્રમાં જ ફર્યા કરે છે. ધર્મ કરવા છતાં તેઓ મોક્ષમાર્ગ પ્રાપ્ત નથી કરી શકતા કારણ તેમને સંસારના પોગલિક સુખમાં જ રસ હોય છે. આત્મિક સુખની કલ્પના હોતી નથી. એટલે જ ઓઘદૃષ્ટિવાળા આ ભવાભિનંદી જીવને સંસારનું સુખ હોય છે, એકમાત્ર આધ્યાત્મિક સુખ જ ઉપાદેય છે એવું પ્રણિધાન હોતું નથી તેને કારણે ધર્મ કરવા છતાં ખેદ, ઉદ્વેગ વગેરે દોષો રહે છે જેનાથી એ ધર્મ યોગસ્વરૂપ બનતો નથી. યોગધર્મને આ ઓઘદૃષ્ટિના ધર્મથી જુદો પાડવા આચાર્ય હરિભદ્રસૂરીએ ‘દષ્ટિ’ શબ્દના પૂર્વે યોગ શબ્દ મૂકી યોગદષ્ટિ તરીકે વર્ણવ્યો છે. આ યોગદષ્ટિ એટલે સમ્યમ્ શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન. શ્રદ્ધા અને પરિણતિપૂર્વકનું જ્ઞાન હોય તે જ સમ્યગૂ જ્ઞાન કહેવાય છે. એટલે અહીંદષ્ટિ શબ્દમાં રત્નત્રયીનો સમાવેશ કર્યો છે. આ આઠેય દૃષ્ટિ રત્નત્રયીના જ ઉત્તરોત્તર વિકાસની ભૂમિકા છે. એટલે જ આઠ દૃષ્ટિ મોક્ષ પ્રાપ્ત કરવાનાં આઠ પગથિયાં સમાન છે જ્યાં છેલ્લી પરાષ્ટિમાં જીવ મોક્ષપ્રાપ્તિ કરે છે.
આ યોગદૃષ્ટિસમુચ્ચય” ગ્રંથ દ્વારા આચાર્ય હરિભદ્રસૂરિ યોગમાર્ગનું મહત્ત્વ સમજાવે છે. જૈન દર્શન તેમજ અન્ય દર્શનમાં પણ યોગનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. જેનદર્શનમાં સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયીની સાધના એ મહાયોગ છે. એની સાધના કરીને અનંતાનંત આત્માઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. એટલે ગીતાર્થજ્ઞાની પુરૂષોએ અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોનો ઉદ્ધાર કરવા યોગમાર્ગ બતાવ્યો છે.
યોગના પાલન દ્વારા આત્માની પરિણતિ નિર્મળ બને છે અને વૃદ્ધિ પામે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજાય છે. યોગનું ફળ છે વિવેક અને વૈરાગ્યની પ્રાપ્તિ અને વૃદ્ધિ. જેના દ્વારા જીવ ગુણસ્થાનકનો વિકાસ કરે છે. આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે, રમણતા કરે છે અને અંતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી વીતરાગતા પામી કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે.
૧૪૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #172
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
(૧) મિથ્યાત્વ (મિથ્યાદષ્ટિ) ગુણસ્થાન ઃ મિથ્યાત્વ એટલે અશુદ્ધ માન્યતા.
આત્મામાં રહેલા ગુણો ઉપર કર્મોનું આવરણ હોય છે જેમાં મોહનીયકર્મનું આવરણ મુખ્ય છે. મોહનીયકર્મનું આવરણ જેમ જેમ ઘટે છે તેમ (જીવનો) આત્માનો વિકાસ થાય છે. મોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયનું કાર્ય છે અશુદ્ધ માન્યતા. અસત્યમાં સત્યનો આરોપ કરવો અથવા સત્યમાં અસત્યનો આરોપ કરી તેવી બુદ્ધિ રાખવી તે મિથ્યાદૃષ્ટિ છે. દા.ત. સર્વજ્ઞપ્રણીત જીવાદિ નવતત્ત્વોમાં સાચી શ્રદ્ધા ન રાખવી, અરિહંત પરમાત્માનું ગુણાત્મક સાચું સ્વરૂપ ન હોય તેને ભગવાન માનવા, હિંસાદિ પ્રવૃત્તિવાળો જે ધર્મ છે તેને ધર્મ માનવો – આવા વિપરીત ભાવવાળી દૃષ્ટિ તે મિથ્યાદૃષ્ટિ છે. આવા જીવો મિથ્યાત્વ ગુણસ્થાને રહેલા છે. ચોથું ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી જ બીજું અને ત્રીજું ગુણસ્થાનક
પ્રાપ્ત થાય છે. (૪) અવિરત - સમ્ય દષ્ટિ : જે જીવો દર્શનમોહનો ક્ષય કરીને કે એને
નબળો પાડીને સર્વજ્ઞ-પ્રણીત જીવાદિ નવતત્ત્વોમાં સાચી શ્રદ્ધા ધરાવે છે, જિનેશ્વર ભગવાને જે કહ્યું છે તે જ સાચું છે આવી શુદ્ધ માન્યતા ધરાવે છે પણ ચારિત્રમોહનો ક્ષય કે એને નબળો પાડી શક્યા નથી તેવા જીવો અવિરત સમ્યગ્દષ્ટિ અર્થાત્ ચોથા ગુણસ્થાને રહેલા છે. આ જીવો ચારિત્રમોહની પ્રવૃત્તિવાળા હોવાથી અવિરત છે અને શુદ્ધ માન્યતાવાળા હોવાથી સમ્યગ્દષ્ટિ છે. સમ્યગ્ એટલે શુદ્ધ. દષ્ટિ એટલે માન્યતા આમ સમ્યગ્દષ્ટિ એટલે શુદ્ધ માન્યતા. સાસ્વાદન ઃ સમ્યકત્વથી પતિત બનેલા આત્માને મિથ્યાત્વદશા પામતા પહેલાં થતો સમ્યકત્વનો કંઈક ઝાંખો અનુભવ એ બીજું સાસ્વાદન ગુણસ્થાન છે.
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જેન યોગ
૧૪૩
Page #173
--------------------------------------------------------------------------
________________
(૩) મિશ્ર શુદ્ધ માન્યતા નહિ, અશુદ્ધ માન્યતા પણ નહિ, પરંતુ તે બેની
વચલી અવસ્થા તે મિશ્ર ગુણસ્થાનક છે. (૫) દેશવિરતિ (૬) સર્વવિરતિ પ્રમત્ત ઃ ચોથા ગુણસ્થાનમાં દર્શનમોહ
નબળો પડ્યો હોય છે પરંતુ ચારિત્રમોહ હોય છે. ચારિત્રમોહ નિર્બળ બનતાં હિંસાદિ પાપોથી નિવૃત્તિ કરી શકાય છે. ચારિત્રમોહ જ્યારે દેશથી અર્થાત્ થોડા પ્રમાણમાં નિર્બળ બને છે ત્યારે દેશથી (થોડા પ્રમાણમાં) હિંસાદિ પાપોથી નિવૃત્તિ થાય છે. અર્થાત્ આંશિક નિવૃત્તિ હોય છે. આ જીવો પાંચમા એટલે કે દેશવિરતિ ગુણસ્થાનકમાં હોય છે. આ ગુણસ્થાનક ગૃહસ્થોને હોય છે. ચારિત્રમોહ સર્વથા નિર્બળ બને છે. ત્યારે સર્વથા પાપોથી નિવૃત્તિ થાય છે તે સર્વવિરતિ છઠ્ઠ ગુણસ્થાનક છે. છઠ્ઠા ગુણસ્થાનકે રહેલા જીવો સંસારત્યાગી હોય
છે. પણ આ ગુણસ્થાને પ્રમાદ હોવાથી એ સર્વવિરતિ પ્રમત્ત કહેવાય છે. (૭) અપ્રમત્તસંયતઃ છઠ્ઠા ગુણસ્થાને રહેલો આત્મા વિકાસના પંથે આગળ
વધતા પ્રમાદને પણ દૂર કહે છે ત્યારે તે અપ્રમત્ત (અર્થાત્ પ્રમાદ
રહિત, સંયત નામના સાતમા ગુણસ્થાને હોય છે.) (૮) અપૂર્વકરણ સર્વવિરતિ પ્રાપ્ત કરેલો આત્મા અપ્રમત્તપણે સાધનામાં
આગળ વધે છે ત્યારે આત્મામાં અપૂર્વ એટલે કે પૂર્વે ક્યારેય ન થયા હોય) એવા કરણ એટલે વિશુદ્ધ અધ્યવસાયો થાય છે. આ ગુણસ્થાનક
અપૂર્વકરણ કહેવાય છે. (૯) અનિવૃત્તિકરણ : અહીંથી જીવોની ક્ષપક અને ઉપશમક એમ બે શ્રેણી
પડે છે. જે જીવો મોહને દબાવતા આગળ વધે છે એ ઉપશમ શ્રેણી કહેવાય છે. તે જીવો અગિયારમા ગુણસ્થાન સુધી ચઢે છે પછી અવશ્ય પતન પામે છે. જે જીવો મોહનો ક્ષય કરતા આગળ વધે છે તે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરે છે અને દસમા ગુણસ્થાનથી સીધા બારમા ગુણસ્થાને જાય છે. નવમા ગુણસ્થાને રહેલો આત્મા સૂક્ષ્મ લોભ સિવાય મોહને દબાવી દે છે કે ક્ષય કરે છે.
૧૪૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #174
--------------------------------------------------------------------------
________________
(૧૦) સૂક્ષ્મ સંપરાય : સંપરાય એટલે કષાય. નવમા ગુણસ્થાને બાકી
રહી ગયેલ સૂક્ષ્મ લોભ કષાયને આ દસમા ગુણસ્થાનના અંતે દબાવી
દે છે કે ક્ષય કરે છે. (૧૧) ઉપશાંત મોહ : દસમા ગુણસ્થાનને અંતે મોહને સંપૂર્ણ દબાવીને
આત્મા અગિયારમા ગુણસ્થાને આવે છે ત્યારે ઉપશાંત એટલે કે મોહ સંપૂર્ણ શાંત હોય છે. પણ અહીં મોહનો ક્ષય થતો નથી. મોહને દબાવીને આત્મા આ અગિયારમા ગુણસ્થાને પહોંચે છે. આથી દબાયેલો મોહ જ્યારે પાછો સક્રિય થાય છે ત્યારે આત્મા અગિયારમા
ગુણસ્થાનથી પડે છે. (૧૨) ક્ષીણ મોહ ઃ દસમા ગુણસ્થાને મોહનો ક્ષય કરનાર આત્મા સીધો
દસમાથી બારમા ગુણસ્થાને પહોંચે છે. ક્ષીણ એટલે ક્ષય. આ ગુણસ્થાનમાં મોહનો ક્ષય થયો હોય છે. અને આ ગુણસ્થાનના અંતે
બાકી રહેલ ત્રણ ઘાતકર્મનો ક્ષય થાય છે. (૧૩) સયોગી કેવળી : ઘાતકર્મોનો સર્વથા ક્ષય થતા જ કેવલજ્ઞાન પ્રગટે
છે. આ અવસ્થા તેરમા ગુણસ્થાન છે. અર્થાત્ કેવળજ્ઞાન તેરમા ગુણસ્થાને હોય છે. કેવળજ્ઞાન એટલે ત્રણ કાળના સર્વ પદાર્થોના સર્વ પર્યાયોનું જ્ઞાન. આ ગુણસ્થાને મન, વચન, કાયા આ ત્રણે યોગની
પ્રવૃત્તિ ચાલુ હોવી સયોગી નામ છે. (૧૪) અયોગી કેવળી ? કેવળજ્ઞાની જીવ પોતાનું આયુષ્ય પાંચ હૃસ્વાક્ષર
બાકી રહે ત્યારે આત્મા તેરમા ગુણસ્થાનને અંતે યોગનિરોધ કરીને યોગરહિત બને છે. યોગરહિત અવસ્થા એ ચૌદમું ગુણસ્થાન અયોગી કેવળી છે. અહીં આત્મા મેરુપર્વતની જેમ નિષ્પકંપ બનીને બાકી રહેલ ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી દેહનો ત્યાગ કરી મોક્ષ પ્રાપ્ત કરે છે. પૃ.૧૫-૨૦ તત્વાર્થસૂત્ર’, વિવેચનકાર : આચાર્ય રાજશેખરસૂરિજી,
દ્વિતીય આવૃત્તિ 2. “યોગશાસ્ત્ર' ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રાચાર્યે જૈનશાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે
પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ
યોગદૃષ્ટિસમુચ્ચય'માં વર્ણવેલો જૈન યોગ
૧૪૫
Page #175
--------------------------------------------------------------------------
________________
માટે પ્રાણાયામ ઉપયોગી છે એમ જણાવીને પ્રાણાયામનું વર્ણન કર્યું છેप्राणायामस्तत:कैश्चित् आश्रितो ध्यानसिद्धये । शवयो नेतरथा कर्तु मन:पवननिर्जयः ।।५.१।।
યોગશાસ્ત્ર, પંચમ પ્રકાશ 3. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ પણ આ જન્મમરણરૂપ બંધનથી મુક્ત
થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે આ સમત્વભાવને જ મહત્ત્વ આપે છે. कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः । जन्मबन्धवनिर्मुक्ताः पद गच्छन्यनामयम् ।।२.५१।।
સમવં યો ૩વ્યરે ૨.૪૮
4. ‘તત્ત્વાર્થસૂત્રમાં પૂ. ઉમાસ્વાતિજીએ લખ્યું છે -
मैत्री - प्रमोद - कारुण्य - माध्यस्थ्यानि સત્વIfધ - વિ@યમાનાવિનયેy I૭.દ્દા તત્વાર્થસૂત્ર અર્થ : મહાવ્રતોને સ્થિર રાખવા સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ, ગુણાધિક જીવો પ્રત્યે પ્રમોદભાવ, દુઃખી જીવો ઉપર કરુણાભાવ અને અવિનીત જીવો ઉપર માધ્યસ્થ ભાવ રાખવો જોઈએ. એવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિ ષોડશક' ગ્રંથના ત્રીજા ધર્મલક્ષણ ષોડશકમાં ધર્મની પ્રાપ્તિ માટે કહે છે – तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ।।३.१०।।
षोडशक 5. અનાબાધ - પીડારહિત 6. અનામય - દ્રવ્ય, ભાવ રોગથી રહિત
૧૪૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #176
--------------------------------------------------------------------------
________________
7. પ્રીતિ - ભક્તિ - વઘોડસીનુષ્ઠાન ચતુર્વિધમ્ ।।૨૮.૮।। દ્વા. દ્વા. દ્વીક્ષા દ્વાત્રિંશિકા ઉપાધ્યાય યશોવિજયજી.
અર્થ : પ્રીતિ - ભક્તિ - વચન અને અસંગ આ ચાર પ્રકારે અનુષ્ઠાન છે.
8. અનાલંબન યોગ : જ્યાં શાસ્ત્રવચનોના અતિશય અભ્યાસથી આત્મામાં એવું વિશિષ્ટ સામર્થ્ય પ્રગટ્યું હોય કે કોઈ આલંબનની (શાસ્ત્રાલંબનની પણ) જરૂર રહે નહીં તેવી દશા.
-
9. શૈલેશીકરણ (શૈલેશી અવસ્થા) – મેરુપર્વત જેવી સ્થિર અવસ્થા. અયોગી ગુણસ્થાનક શૈલેશી અવસ્થામાં મન, વચન, કાયાના યોગોનો નિરોધ થયેલો હોય છે. ત્રણેય યોગનો બિલકુલ વ્યાપાર હોતો નથી. તેરમા ગુણસ્થાનના અંતે મન, વચન અને કાયાના યોગોનો નિરોધ કરાય છે તેથી ચૌદમે ગુણસ્થાનકે આવેલો જીવ અયોગી કહેવાય છે.
10. માણસનું મૃત્યુ થાય એ દ્રવ્યનિર્વાણ કહેવાય છે અને આત્માનો મોક્ષ થવો એ ભાવનિર્વાણ છે.
‘યોગદૃષ્ટિસમુચ્ચય’માં વર્ણવેલો જૈન યોગ
૧૪૭
Page #177
--------------------------------------------------------------------------
________________
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
પ્રસ્તાવના :
‘કલિકાલસર્વજ્ઞ' તરીકે પ્રસિદ્ધ હેમચંદ્રાચાર્યે આ યોગસાધના માટેનો મહત્વનો ગ્રંથ યોગશાસ્ત્ર” લખેલો છે. આત્માના ઊધ્વકરણમાં યોગસાધના અનન્ય આલંબન છે. પાતંજલિએ યોગની વ્યાખ્યા- “યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ એમ આપી છે. પરંતુ હેમચંદ્રાચાર્ય જૈન પરંપરા અનુસાર યોગની વ્યાખ્યા કરી છે – યોગ એટલે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી.
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो, योगस्तस्य च कारणं । ज्ञानश्रध्दानचारित्ररुपं रत्नत्रयं च सः ।।१.१५।।
આ યોગની સિદ્ધિ માટે જે ક્રિયાયોગ બતાવ્યો છે એ મહત્ત્વનો છે. યોગનો અધિકારી ગૃહસ્થ પણ થઈ શકે. જ્યાં બીજા આચાર્યોએ એમના ગ્રંથોમાં યોગસાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને આવશ્યક ગણાવ્યો છે. જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ગૃહસ્થ ધર્મના પાયા ઉપર જયોગસાધનાનો ક્રમ સ્થાપિત કરેલો છે. આ ગ્રંથમાં મોટા ભાગમાં ગૃહસ્થ માટેની સાધના કેવી હોય એ નિરૂપેલું છે. આવી રીતે ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનામાં અધિકાર છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
યોગસાધનાના બે ભાગ પાડવામાં આવે છે -
બહિરંગ યોગ - જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આવે.
અંતરંગ યોગ - જેમાં ધારણા, ધ્યાન અને સમાધિ આવે. આચાર્ય હેમચંદ્ર બહિરંગ યોગ વિસ્તારથી સમજાવેલો છે. યમ એટલે પાંચ વ્રતો - અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. નિયમ એટલે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન.
યોગશાસ્ત્રમાં આ પાંચ વ્રતોને યોગના રત્નત્રયમાં ચારિત્ર તરીકે બતાવેલાં છે. અને જૈન આચારધર્મ વિસ્તારથી સમજાવ્યો છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો ખરેખર યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને બાર વ્રતનો યોગના પહેલા પગથિયારૂપ યમમાં સમાવેશ થાય છે. આવી રીતે યમથી (એટલે બહિરંગ યોગથી) માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગમાં જીવને ક્રમાનુસાર જ્ઞાન થાય અને આત્માનું ઊર્ધીકરણ થતું જાય એ વિસ્તારથી સમજાવેલું છે.
પહેલો પ્રકાશ આ યોગશાસ્ત્ર મૂળ સંસ્કૃત ભાષામાં અનુષુપ છંદમાં પદ્ય રૂપે રચાયેલું છે. ૧૨ પ્રકાશમાં ૧૦૦૯ શ્લોકો રચાયેલા છે. પ્રથમ પ્રકાશમાં પ્રથમ શ્લોકમાં પૂ. હેમચંદ્રાચાર્ય રાગાદિ શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનાર એવા અરિહંત મહા યોગીશ્વર, યોગીઓના નાથ ભગવાન મહાવીરને નમસ્કાર કરી ચંડકૌશિકના જીવન દ્વારા ભગવાન મહાવીરનો સમતાયોગ તેમજ સંગમ દેવના વૃત્તાંતથી ભગવાનની કરુણા સમજાવી છે. અહીં પૂ. હેમચંદ્રાચાર્ય કહે છે કે એમણે શાસ્ત્રોથી, સગુરુની પરંપરાથી અને સ્વાનુભવથી એમ ત્રણ પ્રકારે યોગનો નિર્ણય કરી, યોગશાસ્ત્રની રચના કરી છે. યોગનું મહાભ્ય બતાવતાં કહે છે.
योगः सर्वविपद्वल्ली; विताने परशुः शितः ।
अमूलमंत्र तंत्रं च, कार्मणं निवृत्तिश्रियः ।।५।। યોગ સર્વ પ્રકારના વિપત્તિઓના સમૂહરૂપ વેલડીઓને કાપવા માટે તીક્ષ્ણ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર'
૧૪૯
Page #179
--------------------------------------------------------------------------
________________
ધારવાળા કુહાડા સમાન છે અને મૂળ, મંત્ર-તંત્રરહિત યોગ એ મોક્ષલક્ષ્મીને પામવા માટે અમોઘ ઉપાય છે. યોગથી આ ભવનાં પાપો તો નષ્ટ થાય છે પણ ભવોભવનાં ઉપાર્જન કરેલાં પાપોને નાશ કરવાનું સામર્થ્ય યોગમાં છે. અહીં આચાર્ય ભરત ચક્રવર્તી, માતા મરુદેવા, દ્રઢપ્રહારી, ચિલાતીપુત્રનાં દૃષ્ટાન્તો સાથે યોગનું મહાત્મ્ય, સ્વરૂપ સમજાવે છે. યોગથી અણિમાદિ, સંભિન્નશ્રોતાદિ, મહાન રુદ્ધિવાળી લબ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે.
ततोऽणिमादिप्रादुर्भावः कायसम्पत्तध्दर्मानभिधातश्च ।।३.४५ ।। પાતંજલ યોગસૂત્ર
યોગથી અણિમા, લધિયા, મહિમા... સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આવી રીતે યોગનો પ્રભાવ બતાવી યોગને મોક્ષનું કારણ બતાવે છે.
चतुर्वर्गेऽग्रणी र्मोक्षो योगस्तस्यच कारणम् ।
જ્ઞાનશ્રધ્ધાન વારિત્રપ રત્નત્રયં ચ સઃ ।।।। યોગશાસ્ત્ર
અર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગોમાં મોક્ષ ઉત્તમ છે. એ મોક્ષનું કારણ યોગ છે. અને તે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપ રત્નત્રયી સ્વરૂપ યોગ છે.
આ રત્નત્રયીમાં પ્રથમ જ્ઞાનયોગનું અથવા સમ્યજ્ઞાનનું સ્વરૂપ કહે છે – જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ રહેલું છે, તે તત્ત્વના સ્વરૂપને સંક્ષેપ યા વિસ્તારથી જાણવું યા બોધ થવો તેને પંડિત પુરુષો સમ્યજ્ઞાન કહે છે.
તત્ત્વ એટલે વસ્તુનો યથાર્થ નિશ્ચય. જેનું સ્વરૂપ નય, નિક્ષેપ અને પ્રમાણથી સિદ્ધ છે, તે તત્ત્વ કહેવાય છે. આ તત્ત્વો બે, સાત કે નવ છે. બે તત્ત્વો લઈએ તો જીવ અને અજીવ એટલે કે ચેતન (આત્મા) અને જડ. દુનિયાની બધી વસ્તુઓનો સમાવેશ આ બે તત્ત્વોમાં થાય છે. એવી જ રીતે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એમ નવ તત્ત્વ છે. પુણ્ય અને પાપ તત્ત્વને આસવમાં સમાવેશ કરતાં સાત તત્ત્વ થાય છે. આ નવ તત્ત્વોમાં જીવ અને અજીવ જાણવા લાયક છે. પાપ, આસ્રવ અને બંધ ત્યાગ કરવાલાયક કે પુણ્ય પણ પહેલા આદરવાલાયક અને અમુક હદ પછી ત્યાગ ક૨વાનું છે. સંવ૨, નિર્જરા અને મોક્ષ આદરવાલાયક છે. આવી રીતે તત્ત્વનો સમ્યગ્ બોધ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૦
Page #180
--------------------------------------------------------------------------
________________
એ જ્ઞાનયોગ છે. જિનેશ્વર ભગવાનના કહેલાં જીવાદિક તત્ત્વોમાં રુચિ એ સમ્યગૂ શ્રદ્ધા જે સ્વયં અથવા ગુરુના ઉપદેશથી થાય છે એ દર્શનયોગ છે આ શ્રદ્ધા ઉત્પન્ન થવાના બે પ્રકાર છે. (૧) ગુરુના ઉપદેશ વગર સ્વાભાવિક રીતે થાય તે નિસર્ગ સમ્યકત્વ. (૨) ગુરુના ઉપદેશથી કે જિનેશ્વરભગવંતની પ્રતિમાનાં દર્શનથી થાય તે અધિગમ
સમ્યત્વ.
સર્વદોષવાળા મન, વચન, કાયાદિ યોગોનો ત્યાગ કરવો એ ચારિત્રયોગ છે. મોક્ષનું કારણ યોગ છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. જ્ઞાનથી જાણવામાં આવે, દર્શનથી નિશ્ચય થાય અને ચારિત્રથી તે પ્રમાણે ક્રિયા કરવી. (આ રત્નત્રયી મોક્ષનું કારણ બને છે.) આ ચારિત્ર અહિંસાદિ પાંચ પ્રકારના ભેદભાળું કહ્યું છે. અહીં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો, દરેક પાંચ પાંચ ભાવનાઓ સાથે કહેલાં છે જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
પ્રથમ અહિંસા મહાવ્રત એટલે કે પ્રમાદના યોગથી ત્રસ સ્થાવર જીવોનો નાશ ન કરવો. આ વ્રત દૃઢપણે પાલન કરવા મનોગુપ્તિ, એષણાસમિતિ, આદાનસમિતિ, ઇર્યાસમિતિ અને આહાર-પાણી જોઈને ગ્રહણ કરવા આ પાંચ ભાવનાઓની જાગૃતિ રાખવાનું કહ્યું છે.
બીજું મહાવત : બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્યવચન બોલવું. અપ્રિય અને અહિતકર વચન સત્ય હોય તોપણ તે સત્ય વચન ન કહેવાય. હાસ્ય મશ્કરી, લોભ, ભય અને ક્રોધનો ત્યાગ કરી હંમેશાં વિચારપૂર્વક બોલવું. આ ભાવનાઓથી સત્યવ્રતને મજબૂત બનાવવું.
ત્રીજું અચૌર્યવ્રત વસ્તુના માલિકની રજા સિવાય કે તેના આપ્યા સિવાય કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી એ ત્રીજું મહાવ્રત છે. એની ભાવનાઓ નીચે પ્રમાણે બતાવી છે. વિચાર કરી અવગ્રહ - સાધુને રહેવાયોગ્ય વસ્તીની માગણી કરવી. વારંવાર અવગ્રહની યાચના કરવી. જરૂર હોય તેટલો જ અવગ્રહ રાખવો. સ્વધર્મીઓ પાસે અવગ્રહની યાચના કરવી. ગુરુની આજ્ઞા મેળવી આહાર-પાણી વાપરવાં. આ પાંચ ભાવનાઓથી વાસિત થઈ વર્તન કરવાથી ત્રીજા મહાવ્રતનું ઉલ્લંઘન થતું નથી અને સારી રીતે પાલન થાય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર
૧૫૧
Page #181
--------------------------------------------------------------------------
________________
ચોથું બ્રહ્મચર્ય મહાવ્રતઃ દિવ્ય એટલે કે દેવ સંબંધી અને ઓદારિક એટલે કે મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયોનો મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય અઢાર ભેદવાળું કહેલું છે. આ બ્રહ્મચર્યવ્રતનું રક્ષણ નીચે પ્રમાણે પાંચ ભાવના ભાવવાથી થાય છે. સ્ત્રી, નપુંસક અને જનાવરોવાળા ઘર, આસન અને વચ્ચે ભીંત હોય તેવાં સ્થાનોનો ત્યાગ કરવાથી, રાગ પેદા થાય તેવી સ્ત્રીકથાના ત્યાગથી, પહેલી અવસ્થામાં અનુભવેલ વિષયોની સ્મૃતિ ન કરવાથી, સ્ત્રીઓનાં રમણીય અંગો ન જોવાથી, પોતાના શરીર ઉપરના શણગારનો ત્યાગ અને અતિરસવાળા ભોજનનો ત્યાગ કરવાથી થાય છે. અને બ્રહ્મચર્ય વ્રત વૃદ્ધિ પામે છે.
પાંચમું અપરિગ્રહવત - એટલે નિર્મમત્વ. સર્વ પદાર્થોમાંથી આસક્તિનો ત્યાગ તે અપરિગ્રહ- વ્રત છે. મનોહર સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં અતિ આસક્તિનો ત્યાગ કરવો તેમજ અણગમતા પાંચ ઇન્દ્રિય (સ્પર્શાદિમાં) દ્વેષનો ત્યાગ કરવો. અપરિગ્રહવ્રતની આ પાંચ ભાવનાઓ કહેલી છે. આવી રીતે આ પાંચ મહાવ્રતો અને એની ભાવનાઓ દ્વારા મૂલગુણરૂપ ચારિત્ર સમજાવેલું છે. એવી જ રીતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી પવિત્ર એવું ઉત્તરગુણરૂપ ચારિત્ર કીધું છે જેને તીર્થકર સમ્યક ચારિત્ર કહે છે. તે પાંચ સમિતિ - ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપસમિતિ, ઉત્સર્ગસમિતિ આ પ્રમાણે છે અને ગુપ્તિ એટલે કે મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ કરવો; મન, વચન અને કાયાને માર્ગમાં પ્રવર્તાવવા; ઉન્માર્ગે જતા અટકાવવા તે ગુપ્તિ કહેવાય છે.
આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને શાસ્ત્રમાં અષ્ટપ્રવચનમાતા કહેલું છે.
ઇર્યાસમિતિ ઃ ત્રસ અને સ્થાવર જીવમાત્રને અભયદાન દેવાં, એમની રક્ષા માટે છે. એટલા માટે જે રસ્તે લોકોની અવર જવર થતી હોય અને માર્ગ બરાબર દેખાતો હોય એવા માર્ગે નીચે નજર કરી ઉપયોગ રાખી ચાલવું.
ભાષાસમિતિ ઃ નિર્દોષ, સર્વ જીવોને હિતકારી, પ્રમાણસરવચન બોલવાં, બોલવામાં સમ્ય પ્રકારે સાવધાની રાખવી તે ભાષાસમિતિ.
એષણાસમિતિ : બેંતાલીસ દોષોથી રહિત ભિક્ષા મુનિ ગ્રહણ કરે તે એષણાસમિતિ. જેમ ભ્રમર ફૂલમાં ઉત્પન્ન થયેલો રસ ગ્રહણ કરી પોતાને સંતોષ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૨
Page #182
--------------------------------------------------------------------------
________________
છે, ફૂલને પીડા આપતો નથી તેમ ગૃહસ્થોએ પોતાના માટે બનાવેલ આહારમાંથી, તેમને કષ્ટ ન થાય, ફરી બનાવવો ન પડે તેવી રીતે અલ્પ આહાર મુનિઓ ગ્રહણ કરે છે તે એષણાસમિતિ કહેવાય છે.
આદાન-નિક્ષેપસમિતિઃ આસન, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ પણ ઉપયોગમાં આવતી વસ્તુ નજરથી જોઈને ગ્રહણ કરવી, રજોહરણથી પૂજીને જયણાપૂર્વક લેવા-મૂકવી. તે આદાન-નિક્ષેપ-સમિતિ કહેવાય છે.
ઉત્સર્ગ સમિતિ ઃ મુનિ મળ, મૂત્ર વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવજંતુરહિત જમીન પર યત્નાપૂર્વક ત્યાગ કરે તે ઉત્સર્ગ સમિતિ છે.
ત્રણ ગુપ્તિ નીચે પ્રમાણે કહી છે :
મનોગુપ્તિઃ આર્ટ્સ, રોદ્રધ્યાનનો ત્યાગ કરી આત્માને સમભાવમાં સ્થાપન કરવું, મનને અશુભમાં જતું રોકી ધર્મધ્યાનમાં સ્થિર કરવું અને છેલ્લે મનને આત્મભાવમાં રમણ કરાવવું એ મનોગુપ્તિ છે.
વચનગુપ્તિ : સંજ્ઞાનો ત્યાગ કરી જે મૌનપણાનું આલંબન લેવું અથવા વાચાનો નિરોધ કરવો.
કાયગુપ્તિઃ શયન કરવું, બેસવું, મૂકવું, લેવું, ચાલવું વગેરે ક્રિયાઓ સંબંધમાં નિયમ રાખવો. આ ક્રિયાઓ કરતી વખતે રજોહરણથી પ્રમાર્જન કરીને કરવી એ કાયગુપ્તિ છે.
ચારિત્ર સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારે છે. પાંચ મહાવ્રતરૂપ મૂલગુણ અને અષ્ટપ્રવચન માતા ઉત્તરગુણ સહિત સર્વવિરતિ ચારિત્ર હોય છે. જે ઉત્તમ સાધુ-ભગવંતોને હોય છે. જ્યારે દેશવિરતિ ચારિત્ર ગૃહસ્થોને હોય છે. સર્વવિરતિ કરી ન શકતા હોવા છતાં સર્વવિરતિને ચારિત્રમાં અભિલાષવાળા, સર્વવિરતિ અમુક અંશનું એટલે કે દેશવિરતિનું પાલન કરવાવાળા હોય છે. અહીં આચાર્ય હેમચંદ્રાચાર્ય ગૃહસ્થોને દેશવિરતિ ચારિત્રનું પાલન કરવા માટે કેવું વર્તન જરૂરી છે, ગૃહસ્થોને મોક્ષમાર્ગ પર એટલે કે યોગમાર્ગ પર ચાલવા માટે પાયાના ૩૫ ગુણો વર્ણવ્યા છે જેને માર્ગનુસારિતાના ૩૫ ગુણો કહ્યા છે. માર્ગાનુસારી એટલે ઉન્માર્ગનો ત્યાગ કરીને મોક્ષ સાથે જોડનારા ધર્મમાર્ગને અનુસરનારો, ધર્મમાર્ગનો, યોગમાર્ગનો અભિલાષી. આ માર્ગને અનુસરનારા
(કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
૧૫૩
૧૫૩
Page #183
--------------------------------------------------------------------------
________________
આત્મા માટે જરૂરી ૩૫ ગુણો પૈકી પહેલા ગુણનું નામ ન્યાયસંપન્ન વિભવ છે. ન્યાયસંપન્ન વિભવ એટલે ન્યાયથી ઉપાર્જન કરેલ વૈભવ. સતી સ્ત્રીપરપુરુષનું ધ્યાન નથી ધરતી તેમ માર્ગાનુસારી ગૃહસ્થ અન્યાયથી મેળવેલ ધનનો વિચાર પણ ન કરી શકે. યોગમાર્ગ પર ચાલવા માટે આ પાયાના ગુણના ત્રિવિધ પાલનની જરૂર છે. માર્ગાનુસારીનો બીજો ગુણ શિષ્ટાચાર પ્રશંસા છે. શિષ્ટ આચાર સંપન્ન પુરુષ એટલે જ્ઞાનથી અથવા વયથી વૃદ્ધ પુરુષોની સેવા કરી ઉત્તમ શિક્ષા મેળવી હોય તેવા પુરુષોના ગુણોની પ્રશંસા કરવી, આદર કરવો તેમજ તેમને અનુસરવા પ્રયત્ન કરવો તે શિષ્ટાચાર પ્રશંસા છે. આવી રીતે યોગમાર્ગમાં જવા ઉત્સુક મનુષ્ય માટે ગૃહસ્થ ધર્મને લાયક થવા માટે ૩૫ ગુણોનું પ્રતિપાદન કરેલું છે. આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ૪૭-૫૬ શ્લોકમાં માર્ગાનુસારીના આ ગુણો વર્ણવ્યા છે.
બીજો પ્રકાશ પ્રથમ પ્રકાશમાં ગૃહસ્થને યોગનો અધિકારી બનવા માટે જરૂરી એવા ૩૫ ગુણોનું વર્ણન કરેલું છે. પૂ.આચાર્ય હેમચંદ્ર ગૃહસ્થધર્મનો અધિકારી થઈ શકે છે એમ કહે છે એના માટે બીજા પ્રકાશમાં ગૃહસ્થધર્મ એટલે કે શ્રાવકધર્મના બાર વ્રત - પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત કહે છે જેના મૂળમાં સમ્યકત્વ છે. એટલે પ્રથમ સમ્યકત્વનું સ્વરૂપ બતાવે છે.
या देवे देवताबुद्धि, गुरौच गुरुतामतिः । થર્ષે ર થર્મથી: શુદ્ધા, સ્વિમિમુચ્યતે Iી યોગશાસ્ત્ર
અર્થ : જે દેવને વિશે દેવપણાની બુદ્ધિ, ગુરુને વિશે ગુરુપણાની બુદ્ધિ અને ધર્મ વિશે શુદ્ધ ધર્મબુદ્ધિ તે સમ્યકત્વ કહેવાય છે. જ્યારે દેવના ગુણો ન હોય છતાં તેમાં દેવબુદ્ધિ, ગુરુનાં લક્ષણો ન હોય છતા ગુરુબુદ્ધિ અને અધર્મમાં જે ધર્મબુદ્ધિ થાય તે સત્યથી વિપરીત હોવાથી મિથ્યાત્વ કહેવાય છે. અહીં સુદેવ, સુગુરુ, સુધર્મના લક્ષણ બતાવે છે.
સુદેવ ઃ સર્વજ્ઞ, રાગદ્વેષાદિ દોષો પર વિજય મેળવનાર, ત્રણ લોકમાં પૂજનીય, યથાર્થ પદાર્થ-સ્વરૂપ કહેનારા એવા દેવ તે અરિહંત પરમેશ્વર દેવ છે. સુગુરુ ઃ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૪
Page #184
--------------------------------------------------------------------------
________________
મહાવ્રતોને ધારણ કરનારા, સમભાવમાં રહેનારા અને શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરી નિર્વાહ કરનારા અને શુદ્ધ મોક્ષમાર્ગનો ધર્મોપદેશ આપનારા સુગુરુ છે.
સુધર્મ દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને બચાવી તેમનું રક્ષણ કરનાર ધર્મ છે. જૈન ધર્મમાં સાધુ માટે મહાવ્રત અને શ્રાવક માટે અણુવ્રત કહ્યા છે.
જિનેશ્વર સર્વજ્ઞોએ ક્ષમા, નમ્રતા, સરલતા, નિર્લોભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન અને બ્રહ્મચર્ય એમ દસ પ્રકારનો ધર્મ બતાવેલ છે. એવી જ રીતે કુદેવ, કુગુરુ અને કુધર્મનાં લક્ષણ બતાવે છે -
જેઓ સ્ત્રી, શસ્ત્ર, જપમાલાદિ રાગાદિનાં ચિહ્નો ધરાવે છે, વરદાન અને શાપ આપનારા છે તેવા દેવો પોતે જ સંસારાસક્ત હોવાથી બીજા માટે મુક્તિના કારણભૂત થઈ શકતા નથી. એવી જ રીતે સર્વ પરિગ્રહ અને આરંભમાં મગ્ન થયેલ અબ્રહ્મચારી અને મિથ્યા ઉપદેશ આપવાવાળા સુગુરુ ન કહેવાય. મિથ્યાષ્ટિઓએ પ્રવર્તાવેલો, હિંસાદિકથી દૂષિત થયેલો ધર્મ તરીકે પ્રસિદ્ધ હોવા છતાં તે સુધર્મ નથી પણ ભવભ્રમણના કારણરૂપ છે.
આવી રીતે સુદેવ, સુગુરુ, સુધર્મ સાથે કુદેવ, કુગુરુ અને કુધર્મનાં લક્ષણો દર્શાવ્યાં છે. જેની સુદેવ, સુગુરુ, સુધર્મને ઓળખી એના પર શ્રદ્ધા થાય. આ પ્રમાણે સુદેવ, સુગુરુ અને સુધર્મમાં સચોટ શ્રદ્ધા તે સમ્યકત્વ કહેવું છે. અને તે શુભ આત્મપરિણામરૂપ છે. સમ્યકત્વના શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એમ પાંચ લક્ષણો બતાવ્યાં છે.
શમ ઃ ઉપશમ ભાવ, અનંતાનુબંધી કષાયોનો અનુદય.
સંવેગ : મોક્ષની જ અભિલાષા, સમ્યદષ્ટિ આત્મા દેવોના અને મનુષ્યોના વિષયસુખને દુખસ્વરૂપ માને અને મોક્ષસુખ એટલે કે આત્મસુખને જ સુખસ્વરૂપ માનનારો હોય છે.
નિર્વેદ ભવનો વૈરાગ્ય આ ભવને કેદખાના સમાન માને અને જેમ બને તેમ સંસારથી પાર કરવાનો પ્રયત્ન કરે.
અનુકંપા બે પ્રકારની છે : દ્રવ્ય અને ભાવ. દ્રવ્યથી એટલે દુ:ખી જીવોને પોતાની શક્તિનુસાર એના દુ:ખને દૂર કરવા પ્રયત્ન કરવો. ભાવથી ધર્મરહિત જીવોને ધર્મમાં જોડાવા પ્રયત્ન કરવો.
1 કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૫૫
Page #185
--------------------------------------------------------------------------
________________
આસ્તિક્ય : જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વ ઉપર પૂર્ણ શ્રદ્ધા.
સમ્યકત્વનાં આ પાંચ લક્ષણો સાથે આચાર્ય હેમચંદ્ર સમ્યકત્વનાં પાંચ ભૂષણો કહે છે – જિનશાસનમાં સ્થિરતા, જિનશાસનની પ્રભાવના, ગુણવાન પુરૂષોની ભક્તિ, જિનશાસનમાં કુશળતા અને તીર્થસેવા. સમ્યકત્વનાં પાંચ ભૂષણો કહી તજવાનાં તેનાં દૂષણો કહ્યાં છે.
શંકા એટલે કે અરિહંત ભગવંતે કહેલા જીવાદિનાં તત્ત્વોમાં અવિશ્વાસ
કરવો.
કાંક્ષા એટલે બીજા ધર્મની અભિલાષા કરવી. વિચિકિત્સા એટલે ધર્મ સંબંધી ફળનો સંદેહ
અન્ય મત પ્રશંસા : જિનાગમથી વિપરીત દર્શનવાળા - મિથ્યા દર્શનવાળાની પ્રશંસા કરવી. મિથ્યાદષ્ટિ-પરિચય : મિથ્યાધર્મીઓનો પરિચય ન કરવો.
આ પાંચ સમ્યકત્વને દૂષિત કરનાર હોવાથી તેને સમ્યકત્વનાં દૂષણો કહેવામાં આવ્યાં છે જે તજવાલાયક છે.
આવી રીતે વિસ્તારથી સમ્યકત્વનું સ્વરૂપ સમજાવી હવે શ્રાવક ધર્મ માટે સમ્યકત્વ મૂલક ૧૨ વ્રતો સ્વીકારવાનાં હોય છે. તેમાંથી પાયાનાં ૫ અણુવ્રત સમજાવે છે :
विरतिं स्थूल हिंसादेर्द्विविधत्रिविधादिना । अहिंसादीनि पंचाणुव्रतानि जगदुर्जिना ।।१८।।
સ્થળ હિંસાદિકની દ્વિવિધ, ત્રિવિધ પ્રકારે એટલે કે મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ એમ છ ભેદ વડે વિરતિ કરવી એટલે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ ધૂળ વતો છ ભાંગાઓથી ગ્રહણ કરવા તેને (જિનેશ્વરોએ) પાંચ અણુવ્રત કહ્યાં છે.
અહિંસા અણુવ્રત · હિંસાનો ત્યાગ કરવો. કારણ હિંસા કરવાથી પાંગળાપણું, કોઢિયાપણું અને હાથ, પગનું ટૂંઠાપણું મળે છે. એટલે અહીં 1
૧૫૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #186
--------------------------------------------------------------------------
________________
શ્રી હેમચંદ્રાચાર્ય અહિંસાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે જેમ આપણને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એવી રીતે જગતના સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચારી, અહિંસા ધર્મને સમજનારે ત્રસ જીવોને તો ન જ મારવા જોઈએ પણ સ્થાવર જીવોને અર્થાત્ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવોની પણ હિંસા ન કરવી જોઈએ. હિંસા તજવા માટે વિવિધ પ્રકારનો ઉપદેશ આપી, હિંસા કરનાર સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને નરકમાં જવું પડ્યું તેનાં કથાનકો આપ્યાં છે. અને સાથે કુલ ક્રમથી આવેલી હિંસાને ત્યજનાર કાલસોકરિક કસાઈના પુત્ર સુલસની પ્રશંસાત્મક કથા આપી છે. જો હિંસાનો ત્યાગ ન કરવામાં આવે તો ઇન્દ્રિયોનું દમન કરવાપણું, દેવગુરુની સેવા, દાન, અધ્યયન અને તપ એ સર્વ નિષ્ફળ છે. હિંસાના ઉત્તેજક અને ઉપદેશક શાસ્ત્ર રચનારની નિંદા કરી છે. લૌકિક શ્રાદ્ધાદિમાં થતી હિંસા, દેવને ભેટ ધરવાના અને યજ્ઞમાં હવન કરવાના બહાને વિઘ્ન-શાંતિ માટે કરાતી વગેરે સર્વ પ્રકારની હિંસા વર્જનીય જણાવી છે. એવી જ રીતે ધનુષ્ય, દંડ, ચક્ર, ખગ, શૂળ વગેરે શસ્ત્રો ધારણ કરવાવાળા હિંસક દેવોને પણ ન પૂજવા જોઈએ. આવી રીતે વિસ્તારથી હિંસાનો પ્રતિષેધ કરી અહિંસાવ્રતની સ્તુતિ, પ્રશંસા અને તેનાં શુભ ફળો કહ્યાં છે.
સત્ય અણુવ્રત: કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબંધી, થાપણ પાછી ન આપવા સંબંધી, ખોટી સાક્ષી આપવા સંબંધી આ પાંચને જિનેશ્વરોએ મોટાં અસત્યો કહ્યાં છે. અસત્યનાં અશુભ ફળો આ લોક અને પરલોકમાં ભોગવવા પડે છે. અસત્ય બોલવાથી આ લોકમાં અપકીર્તિ મળે છે અને આવતા ભવમાં દુર્ગતિ થાય છે. જેમ કે અસત્ય બોલવાથી નિગોદ, તિર્યંચ અને નરક ગતિ મળી શકે છે. અહીં સત્ય વ્રતના શુભ ફળવાળી કાલકાચાર્યની અને અસત્ય વચન બોલવાથી અશુભ ફળ આપનારી વસુરાજાની કથા આપી છે. અહીં બીજાને પીડા કરનાર સત્ય વચન હોય તોપણ તે ન બોલવાં જોઈએ કારણ તે પરપીડા કરનાર હોવાથી અસત્ય ગણાય છે. આવી રીતે અસત્ય બોલનારની નિંદા અને સત્ય બોલનારની સ્તુતિ કરવામાં આવી છે.
અચૌર્ય અણુવ્રત: આ વ્રતનું અપેક્ષાએ હિંસા કરતાં પણ ચોરીમાં દોષ અધિક છે. કારણ એક જીવને મારવામાં આવે તો મરનાર જીવને એક ક્ષણનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર
૧૫૭
Page #187
--------------------------------------------------------------------------
________________
દુઃખ થાય છે પણ જેનું ધન હરણ થાય છે, તેને અને તેના આખા કુટુંબને જિંદગી સુધી તેનું દુ :ખ થાય છે. ચોરી કરવાથી તેનાં ફળ આ ભવમાં વધ, બંધન વગેરે ભોગવવાં પડે છે અને આવતા ભવે નરકની વેદના રૂપે ભોગવવાં પડે છે. અહીં ચોરી કરના૨ મંડિક ચોર અને તેને ત્યજનાર રોહિણેય ચોરની ક્રમશઃ અશુભ-શુભ ફળ દર્શાવનારી કથા જણાવી છે. આવી રીતે અસ્તેય વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે આ વ્રત આચરનારાઓની વિપત્તિઓ દૂર ચાલી જાય છે. આ જગતમાં કીર્તિ ફેલાય છે અને જન્માંત૨માં સ્વર્ગ-સુખો પ્રાપ્ત થાય છે.
(ગૃહસ્થયોગ) બ્રહ્મચર્યવ્રત અણુવ્રત : એટલે કે સ્વદારાસંતોષ અને પરદારાગમન-વિરમણનું સ્વરૂપ સમજાવતા મૈથુનના, વેશ્યાના, પરસ્ત્રીગમનના અને પ૨સ્ત્રીરમણ કરવાની અભિલાષાના દોષો બતાવ્યા છે. તે સંબંધી રાવણનો અને પરસ્ત્રીનો ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા આપી છે. બીજાની સ્ત્રી કે બીજાના પતિમાં આસક્તિ ક૨ના૨ પુરુષ કે સ્ત્રીઓને નપુંસકપણું, તિરુર્યપણું, દુર્ભાગ્ય અને અનાદેયતા ભવોભવમાં પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રહ્મચર્યપાલનથી આ લોક અને પરલોકમાં શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. (જેમ કે) દેશિવરતિ કે સર્વવિરતિ ચારિત્રના પ્રાણ સરખા બ્રહ્મચર્યનું પાલન ક૨વાથી સુર, અસુર અને મનુષ્યોથી પૂજાય છે. તેમજ બ્રહ્મચર્યના પ્રભાવથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાનવાળા, દૃઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થાય છે.
પરિગ્રહ અણુવ્રત : પરિમાણ વ્રતનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે દુઃખના નિમિત્તભૂત અસંતોષ, અવિશ્વાસ અને આરંભ આ સર્વે મૂર્છાનાં ફળો છે એમ જાણીને પરિગ્રહનો નિયમ અર્થાત્ પરિમાણ ક૨વો. કારણ જેમ અમર્યાદિત ધન-ધાન્યાદિકના ભારથી ભરેલું વહાણ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ ધન, ધાન્ય, ઘ૨, દુકાન વગેરેને અમર્યાદિત પરિગ્રહ અને તેના ઉપરના મમત્વથી જીવ નરકાદિક દુર્ગતિમાં ડૂબી જાય છે. સંસારનાં મૂળ કારણ આરંભ છે અને આરંભનું મૂળ કારણ પરિગ્રહ છે. બહુ આરંભ, બહુ પરિગ્રહથી નરકનું આયુષ્ય ઉપાર્જન કરે છે એટલે જરૂરિયાતથી, પરિમાણથી અધિક પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. આવી રીતે પરિગ્રહના દોષો સમજાવતાં સગર ચક્રવર્તી, કુચિકર્ણ ગૃહપતિ, તિલક શેઠ અને નંદરાજાનાં દૃષ્ટાંત આપ્યાં છે અને પરિગ્રહ તજના૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૫૮
Page #188
--------------------------------------------------------------------------
________________
સંતોષવૃત્તિવાળા અભયકુમાર કથા જણાવી સંતોષની પ્રશંસા કરતાં કહે છે સંતોષના ભૂષણથી યુક્ત વ્યક્તિ પાસે નવ નિધાનો હોય છે. કામધેનુ ગાય તેને અનુસરે છે અને દેવો પણ તેની સેવામાં હોય છે.
આવી રીતે યોગશાસ્ત્રના રજા પ્રકાશમાં શ્રાવકના સમ્યકત્વ મૂલક બાર વ્રતનાં પાંચ અણુવ્રતો સમજાવ્યાં છે, જે દેશવિરતિધર ગૃહસ્થ માટે જરૂરી છે અર્થાત્ ગૃહસ્થના ચારિત્રધર્મના પાલન માટે પાયાનાં વ્રત છે.
ત્રીજો પ્રકાશ યોગશાસ્ત્રના બીજા પ્રકાશમાં સમ્યકત્વમૂલક પાંચ અણુવ્રતોને સમજાવી ત્રીજા પ્રકાશમાં શ્રાવકનાં ૩ ગુણવ્રતોનું અને ૪ શિક્ષાવ્રતોનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ગુણવ્રત એટલે અહિંસાદિ અણુવ્રતોનો રક્ષણ કરનાર ગુણવ્રત કહેવાય છે. દિવિરમણ, ભોગોપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમણ એમ ત્રણ ગુણવ્રત છે.
દિવિરમણ વ્રત : દિશા પરિમાણ વિરતિ જેમાં દશે દિશાઓમાં જવાની મર્યાદા નક્કી કરીને નિયમ અંગીકાર કરાય છે. આ વ્રત લેવાથી ગૃહસ્થ નક્કી કરેલી દિશા-મર્યાદા બહાર રહેલા ત્રસ, સ્થાવર જીવોની જતાં-આવતાં જે હિંસા થાય તે હિંસાથી નિવૃત્તિ થાય છે. હિંસાના પ્રતિષેધ સાથે અસત્ય આદિ બીજાં પાપોની પણ નિવૃત્તિ થાય છે. એવી જ રીતે દિશા-મર્યાદાનો નિયમ લેવાથી એ મર્યાદા બહારના સુવર્ણ, રૂપું, ધન-ધાન્યાદિકનો પણ લાભ થતો નથી.
ભોગોપભોગ વિરમણ વ્રત ઃ જે વ્રતમાં શારીરિક અને માનસિક શક્તિ અનુસાર ભોગ અને ઉપભોગની સંખ્યાનું પરિમાણ કરાય. અહીં જે એક જ વખત ભોગવાય તે અનાજ, પુષ્પમાલા, તાંબુલ, વિલેપન વગેરે ભોગ કહેવાય અને જે વારંવાર ભોગવવામાં આવે તે વસ્ત્ર, અલંકાર, ઘર, શય્યા વગેરે ઉપભોગ કહેવાય. આ વ્રત ભોગવવાયોગ્ય વસ્તુઓનું પરિમાણ કરવાથી થાય છે. પ્રથમ ત્યાગ કરવા યોગ્ય અભક્ષ્ય વસ્તુઓ બતાવે છે. મદિરાપાનના ત્યાગનો અનેક પ્રકારે બોધ કરાવ્યો છે. જેમ કે મદિરાપાન કરવાથી બુદ્ધિ સર્વથા ક્ષય થાય છે. માતા સાથે પત્નીનું અને પત્ની સાથે માતાનું વર્તન એમ અવળા વર્તનવાળાં થાય છે. મદ્યપાનમાં મગ્ન થયેલ બજારમાં પણ પોતાના કપડાનું ભાન ન રાખી શકાતાં નગ્નપણે સૂએ છે. ભૂત-પ્રેતના વળગાડ માફક નાચે છે, દાહજ્વરથી
આ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૫૯
Page #189
--------------------------------------------------------------------------
________________
પીડાયેલાની માફક જમીન પર આળોટે છે. મદિરાપાનથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. જેમ અગ્નિના એક કણથી ઘાસની મોટી ગંજીનો નાશ થાય છે તેમ મદિરાથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા, ક્ષમાનો નાશ થાય છે. આવી રીતે મદિરાપાનથી થતા નુકસાન બતાવી એનો ત્યાગ કરવાનું કહે છે. એવી જ રીતે માંસાહારના દોષો બતાવી તેના આહારનો નિષેધ કર્યો છે. જેમ ઝેરનો લેશમાત્ર અંશ પણ જીવિત નાશ કરનાર થાય છે તેમ એક જવના દાણા જેટલું અલ્પ માંસ પણ દુર્ગતિમાં લઈ જનાર બને છે. માંસ માટે પ્રાણીને મારવાથી એની હિંસા તો થાય જ છે, સાથે પ્રાણીનો વધ કરતાં જ તત્કાળ તેની અંદર નિગોદરૂપ અનંતા સંમૂર્ણિમ જીવોની વારંવાર ઉત્પન્ન થવાની પરંપરા ચાલુ રહે છે. માટે તે નરકના માર્ગરૂપ છે. માખણભક્ષણ, મધભક્ષણના દોષો બતાવી એને તેમજ પાંચ પ્રકારના ઉદુમ્બર-ફભિક્ષણ, અનંતકાય, અજ્ઞાતફલ ભક્ષણનો નિષેધ કર્યો છે. રાત્રિભોજનના દોષો બતાવી રાત્રિ ભોજન વર્ય ગણાવ્યું છે. સૂર્ય અસ્ત થઈ ગયા પછી સૂક્ષ્મ જીવો ન દેખાવાથી એમનું પણ ભક્ષણ થાય છે માટે રાત્રિ ભોજન ન કરવું. એમ કહી રાત્રિભોજનત્યાગના ફાયદા જણાવતા કહે છે જે માણસ રાત્રિભોજનના પચ્ચખાણ કરે છે તેનું અરધું આયુષ્ય તો ઉપવાસમાં વ્યતીત થાય છે. રાત્રિભોજનત્યાગના જે ગુણો રહેલા છે તે કેવળી સિવાય બીજો કોઈ કહેવા સમર્થ નથી. એવી જ રીતે કાચા ગોરસ એટલે કાચા દહીં, દૂધ અને છાસ સાથે દ્વિદલનો સંયોગ થતાં સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય છે એટલે ગોરસ અને કઠોળના સંયોગવાળી વસ્તુઓનો ત્યાગ કરવાનું કહે છે.
અનર્થદંડ વિરમણવ્રત સ્વરૂપ સમજાવતાં એના જ ભેદ સમજાવે છે.આર્ત અને રૌદ્ર સ્વરૂપ અપધ્યાનને પરિહરવાનું કહે છે. હિંસાનાં ઉપકરણો - છરી, ચપ્પ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું વગેરે અધિકરણો બીજાને ન આપવાં, ગીત, નૃત્ય આદિ રાગાદિ વધારનાર પ્રમાદનો ત્યાગ કરવો. આવી રીતે ચાર પ્રકારે અનર્થદંડનો ત્યાગ કરવાનું કહે છે.
આવી રીતે ત્રણ ગુણવ્રત સમજાવી ચાર શિક્ષાવ્રત - સામાયિક, દેશાવકાશિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ સમજાવે છે.
સામાયિક એટલે આરોદ્ર ધ્યાનનો ત્યાગ કરી, મન, વચન અને કાયાનાં
૧૬૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #190
--------------------------------------------------------------------------
________________
સર્વ પાપ-વ્યાપાર છોડી એક મુહૂર્ત સુધી સમભાવમાં રહેવું. સામાયિક વ્રતથી કર્મની મહાનિર્જરા થઈ ચંદ્રાવતંસક રાજાની જેમ સદ્ગતિ પ્રાપ્ત થાય છે.
- દેશાવકાશિક : આ દિગુવ્રતમાં દશ દિશામાં જે પરિમાણ નક્કી કરેલું હોય છે તેનો આ વ્રતમાં દિવસે, રાત્રે કે એક પ્રહર માટે વિશેષ સંક્ષેપ કરવાનો હોય છે.
પૌષધવત ઃ જેમાં પર્વતિથિના દિવસે ઉપવાસાદિ તપ કરવું. પાપવાળા વ્યાપારનો ત્યાગ કરવો, બ્રહ્મચર્ય પાળવું અને સ્નાનાદિ શરીરશોભાનો ત્યાગ કરવો એમ ચાર પ્રકારનાં પૌષધવ્રત છે. અહીં ચલની પિતાની કથાના દૃષ્ટાંતથી શ્રાવકોએ પોષધવ્રતના પાલનમાં કેવી રીતે દૃઢ થવું જોઈએ એ સમજાવ્યું છે.
અતિથિસંવિભાગ વ્રત : ચોથું શિક્ષાવ્રત એટલે ગૃહસ્થ ધર્મનું બારમું વ્રત અતિથિસંવિભાગ નામનું વ્રત છે જેમાં સાધુ ભગવંતરૂપ અતિથિઓને ચારે પ્રકારનો આહાર, પાત્ર, વસ્ત્ર અને મકાન આદિ સંયમસાધનોનું દાન આપવું. આ વ્રતનું સ્વરૂપ સમજાવતાં સુપાત્રદાનવિષયક સંગમકની કથા આપેલી છે. આ દાનના પ્રભાવથી ઉત્તરોત્તર પરંપરાએ મોક્ષફળ બતાવ્યું છે. આવી રીતે શ્રાવકનાં ૧૨ વતો સમજાવી પછી એમાં લાગતા અતિચારો કહ્યા છે જેનો ત્યાગ કરવો. કારણ અતિચારવાળાં વ્રતોથી કલ્યાણ થતું નથી. અને પંદર પ્રકારના કર્માદાનના વેપારધંધાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યો છે.
મહાશ્રાવકની વ્યાખ્યા સમજાવતાં પોતાનું શુભ દ્રવ્ય સાત ક્ષેત્રે જિનબિંબ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) વાપરવાનું કહે છે. મહાશ્રાવકની દિનચર્યા બતાવી છે. બ્રાહ્મમુહૂર્તમાં જાગ્રત થઈ પંચપરમેષ્ઠિ મંત્રની સ્તુતિ કરી શ્રાવકે પોતાનો ધર્મ કયો છે અને પોતે કયાં કયાં વ્રતો અંગીકાર કર્યા છે તે સર્વ યાદ કરી પવિત્ર થઈ ગૃહચૈત્યમાં રહેલ દેવાધિદેવની પૂજા કરી પોતાની શક્તિ અનુસાર પચ્ચખાણ લઈ મોટા દેરાસરે દર્શન કરવા જાય. વિધિપૂર્વક મંદિરમાં પ્રવેશ કરી દસ ત્રિક સાચવી ઉત્તમ દ્રવ્યોથી પ્રભુની પૂજા કરી ઉત્તમ સ્તવનો વડે સ્તુતિ કરવી. આવી રીતે દેવવંદન કર્યા પછી ધર્માચાર્ય- ગુરુ ભગવંતોને વિધિપૂર્વક, વિનયપૂર્વક વંદન કરે. દેવસાક્ષીએ કરેલું પચ્ચખાણ ગુરુ પાસે ફરી કરવું અને ગુરુ પાસે ધર્મદેશના સાંભળવી. ગુરુ પાસેથી પાછા ફર્યા બાદ ધર્મને બાધા ન પહોંચે
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૧
Page #191
--------------------------------------------------------------------------
________________
એવી રીતે ધન કમાવવાનો પ્રયત્ન કરવો. પછી મધ્યાહ્ન વખતની દેવપૂજા કરે. સંધ્યા વેળાએ ત્રીજી વખત અગ્રપૂજારૂપ દેવાર્ચન કરી સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન લક્ષણ - છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરી પછી ઉત્તમ પ્રકારનું સ્વાધ્યાય કરે.
આવી રીતે શ્રાવકની દિનચર્યા બતાવી શ્રાવકધર્મની પ્રશંસા કરતાં કહે છે કે રાગાદિ શત્રુઓને જીતનારા એવા જિનેશ્વર જેના દેવ છે, દયામય ધર્મ છે અને પંચમહાવ્રતધારી નિગ્રંથ જેના ગુરુ છે તેવા શ્રાવકધર્મની કોણ પ્રશંસા ન કરે? અને શ્રાવકને કરવાયોગ્ય મનોરથ ૭ શ્લોકોથી જણાવે છે. પ્રથમ શ્લોકમાં જિન ધર્મના અનુરાગનો મનોરથ, બીજામાં સાધુધર્મ ગ્રહણ કરવાનો મનોરથ, ત્રીજામાં સાધુધર્મમાં ઉત્કૃષ્ટ કોટીનું ચારિત્ર પ્રાપ્ત કરવાના મનોરથ, ચોથામાં કાયોત્સર્ગમાં નિષ્કપભાવ કેળવવાનો મનોરથ, પાંચમામાં પર્વત, ગુફા આદિ નિર્જન સ્થળે રહી મુનિચર્યા પાળવાના મનોરથ અને છઠ્ઠામાં પરમ સમતાભાવ, સામાયિક સુધી પહોંચવાના મનોરથ મોક્ષમાર્ગ ઉપર આગળ વધવા માટે શ્રાવકોએ કરવા જોઈએ. દિવસ અને રાત્રિએ શ્રાવકે અપ્રમાદીપણે રહેવું જોઈએ. જ્યારે શ્રાવક અવશ્ય કરવા સંયમાદિ યોગો કરવામાં અશક્ત હોય અથવા મૃત્યુસમય નજીક આવ્યો જણાયું હોય તો તીર્થંકર પ્રભુના કલ્યાણકની ભૂમિ પર અથવા જીવજંતુવર્જિત ભૂમિ પર જઈ સંલેખના કરે. સંલેખના બે પ્રકારની છે – શરીર સંલેખના - જેમાં ક્રમસર ભોજનનો ત્યાગ કરવો કષાય સંલેખના - ક્રોધાદિના કષાયોનો પરિહાર કરવો. આ જન્મપર્યંતનાં સર્વ પાપો ગુરુ સાક્ષીએ અથવા આત્મસાક્ષીએ આલોવી, સર્વ જીવોને ખમાવી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો અને ચાર શરણ લઈ ધર્મ ધ્યાનમાં મગ્ન રહેવું. અહીં આનંદ શ્રાવકનો દૃષ્ટાંત આપેલો છે. જે ઉત્તમ શ્રાવક ધર્મ પાળી સુસમાધિથી મરણ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાંથી પરમપદ મોક્ષ પામશે. આવી રીતે જે શ્રાવક શાસ્ત્રમાં કહેલ શ્રાવકધર્મનું યથાર્થ પાલન કરશે તે સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મનુષ્ય ભવ પામી સંસારથી વિરકત થઈ આઠ ભવની અંદર મોક્ષ પામે છે.
૧દર
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #192
--------------------------------------------------------------------------
________________
આવી રીતે આ ત્રણ પ્રકાશ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ સમ્યક્ રત્નત્રયરૂપ યોગનું સ્વરૂપ કહ્યું જે મુક્તિનું કારણ છે. આચાર્ય શુભચંદ્ર એમના ગ્રંથ ‘જ્ઞાનાર્ણવ’માં સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રને મુક્તિનું કારણ બતાવે છે.
सम्यग्ज्ञानादिकं पाहुर्जिना मुक्तेर्निबन्धम् । तेनैव साध्यते सिद्धिर्यस्मात्तदर्थिभिः स्फुटम् ।।३.११ । । આચાર્ય હેમચંદ્ર ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ માં સમ્યગ્ જ્ઞાન અનેસમ્યગ્ દર્શનનું સ્વરૂપ સમજાવી ચારિત્રનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ચારિત્ર સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારે છે. સર્વવિરતિ ચારિત્ર પંચમહાવ્રતધારી સાધુને હોય છે. જ્યારે ગૃહસ્થોને દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું કહે છે. અને આ રીતે દેશવિરતિ ચારિત્રનું પાલન અને માર્ગાનુસારીના ૩૫ ગુણોને ધારણ કરનારા ગૃહસ્થ પણ યોગના અધિકારી બની શકે છે એવું પ્રતિપાદન કર્યું છે. ચોથો પ્રકાશ
ચોથા પ્રકાશમાં યોગના મુખ્ય અંગ જ્ઞાન-દર્શનચારિત્રનું આધ્યાત્મિક દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ રત્નત્રયીનું આત્મા સાથે એક્ય વર્ણવતાં કહે છે કે જ્ઞાનાદિક આત્માથી જુદા નથી. આત્મસ્વરૂપ છે, તેથી જ મુક્તિનાં કારણ બને છે. આત્મજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. आत्मनमात्माना वेत्ति मोहत्यागाद्य आत्मनि ।
તદ્દેવ તસ્ય ચારિત્ર તજ્ઞાનું તત્ત્વ ન ।।૪.૨।। યોગશાસ્ત્ર જે યોગી મોહનો ત્યાગ કરવાથી આત્માને વિશે આત્મા વડે કરી આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે.
આત્મજ્ઞાનની મહત્તા બતાવતાં કહે છે, આ સંસારમાં આત્માની સમજણ વગરનાને સર્વ પ્રકા૨નાં દુઃખો થાય છે. જેમ પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ આત્મઅજ્ઞાનતાના પ્રતિપક્ષભૂત આત્મજ્ઞાન વડે સર્વ દુઃખનો ક્ષય થાય છે. કારણ તે દુ:ખ આત્મજ્ઞાન વગર તપસ્યા વડે પણ છેદી શકાતું નથી. કારણ કહેલું છે કે અજ્ઞાની કરોડો વર્ષ સુધી તપ કરીને જે કર્મ ખપાવે તે કર્મને ત્રણ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૬૩
Page #193
--------------------------------------------------------------------------
________________
ગુપ્તિથી યુક્ત એવો જ્ઞાની એક શ્વાસોચ્છવાસમાં ખપાવે છે. આ આત્મજ્ઞાન આત્માથી જુદું નથી. પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્માના પોતાના અનુભવ રૂપે જ જાણી શકાય છે. એ જ પ્રમાણે દર્શન અને ચારિત્ર પણ આત્માથી જુદા નથી. જ્યારે સ્વસ્વભાવમાં, સ્વસ્વરૂપમાં આત્મા રહે છે ત્યારે આ આત્મા જ જ્ઞાનસ્વરૂપ છે. અને કર્મના યોગથી તે જ આત્મા દેહધારી બને છે. શુક્લધ્યાનરૂપ અગ્નિએ કરી કર્મોને બાળીને શરીરરહિત થાય છે. ત્યારે નિર્મળ એવો સિદ્ધત્મા થાય છે. કષાય તથા ઇંદ્રિયો વડે જિતાઈ જાય છે ત્યારે આત્મા તે જ સંસાર છે અને જ્યારે તે કષાય અને ઇંદ્રિયોને જીતનાર થાય છે ત્યારે જ્ઞાનીઓ તેને મોક્ષ કહે છે. એટલે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કષાય જય કરવાનું કહે છે અને એના માટે કષાયનું સ્વરૂપ વર્ણાવે છે. 2 કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારના કષાયો કહેલા છે. કષાય શબ્દનો અર્થ કરીએ તો – કષ : એટલે સંસાર અથવા કર્મ અને આય : એટલે પ્રાપ્તિ.
કષાયના ૧૬ ભેદ
| કષાય અનંતાનુબંધી | અપ્રત્યાખ્યાન | પ્રત્યાખ્યાન | સંજ્વલન | ક્રોધ | અનંતાનુબંધી ક્રોધ | અપ્રત્યાખ્યાની ક્રોધ | પ્રત્યાખ્યાની ક્રોધ | સંજ્વલન ક્રોધ માન | અનંતાનુબંધી માન અપ્રત્યાખ્યાની માન પ્રત્યાખ્યાની માન| સંવલન માન માયા | અનંતાનુબંધી માયા અપ્રત્યાખ્યાની માયા|પ્રત્યાખ્યાની માયા, સંજ્વલન માયા લોભ અનંતાનુબંધી લોભ અપ્રત્યાખ્યાની લોભ પ્રત્યાખ્યાની લોભ| સંજ્વલન લોભ
આ કષાયોની સમયમર્યાદા અને એનાથી કઈ ગતિ પ્રાપ્ત થાય છે?
સ્થિતિ | ગતિ અનંતાનુબંધી કષાય | માવજીવ નરક અપ્રત્યાખ્યાની કષાય એક વર્ષ તિર્યંચ પ્રત્યાખ્યાન કષાય | ચાર માસ મનુષ્ય સંજ્વલન કષાય | ૧૫ દિવસ | દેવગતિ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #194
--------------------------------------------------------------------------
________________
કર્મગ્રંથમાં આ કષાયોની સ્થિતિ, ગતિ આદિ બતાવતાં કહ્યું છે - ની - ગવ - વરિસ - ર૩મીસ - પશ્નરવું - નિર- તિરિ - નર - ૩{T I સT-ડv[ - વ્ય - વિરડું- હેવ રાય - વરિત્ત - થાય - વલી ૨૮ાા
કર્મગ્રંથ ભાગ-૧ અર્થ : જાવજીવઃ વરસ: ચાર માસ અને પખવાડિયા સુધી રહેનારા, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના કારણભૂત સમ્યત્વ, દેશવિરતિ સર્વવિરતિ અને યથાખ્યાત ચારિત્રનો નાશ કરનાર છે.
એટલે જેના વડે સંસારની પ્રાપ્તિ થાય તે કષાય શરીરધારી સંસારીઓને હોય છે. જ્યારે સિદ્ધાત્માઓને કષાય હોતા નથી. આ ક્રોધાદિ ચારે કષાયો સંજ્વલન, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબંધી એમ ચાર ચાર પ્રકારના હોઈ કુલ સોળ ભેદ થાય છે. હવે આ કષાયોની સમય-મર્યાદા બતાવે છે. સંજ્વલન કષાયો એક પખવાડિયાની મર્યાદાવાળા છે. જે વીતરાગપણાનો નાશ કરનાર અને દેવપણું આપનાર છે. પ્રત્યાખ્યાન કષાયો ચાર માસની મર્યાદાવાળા, સાધુપણાનો નાશ કરનાર અને મનુષ્યગતિ અપાવનાર છે. અપ્રત્યાખ્યાન કષાયો એક વર્ષની મર્યાદાવાળા, શ્રાવકપણાનો ઘાત કરનાર અને તિર્યંચગતિ આપનાર છે. જ્યારે અનંતાનુબંધી કષાયો મિથ્યાત્વ સહિત હોવાથી અનંતાભવ બંધાવનાર હોય છે. આ કષાયો યાવતું જીવન સુધી રહેનાર, સમ્યકત્વનો ઘાત કરનાર અને નરકપણું આપનાર છે.
આ ચાર કષાયોમાં પ્રથમ કષાય ક્રોધ શરીર તથા મનને ઉપતાપ કરનાર છે. નરકગતિરૂપ દુર્ગતિના માર્ગે લઈ જનાર છે. આત્માના પરમ આનંદને રોકનાર છે. એટલે આવા ક્રોધરૂપી કષાયને શાંત કરવા માટે આચાર્ય હેમચંદ્રાચાર્ય ક્ષમાનો આશ્રય લેવાનું કહે છે. દેવતાઓએ પણ મહાન તપસ્વી પણ ક્રોધી મુનિને છોડી નિરંતર ભોજન કરનાર પણ ક્ષમાશીલ કુરગડુ મુનિને વંદના કરી. માટે ક્રોધરૂપ અગ્નિને શાંત કરવા માટે ક્ષમા જ સમર્થ છે.
બીજા માનકષાયનું સ્વરૂપ બતાવતાં કહે છે – વિનય, વિદ્યા, શીલ તથા ધર્મ, અર્થ, કામરૂપ ત્રણ વર્ગનો નાશ કરનાર વિવેકચલુનો લોપ કરી મનુષ્યને અંધ બનાવનાર માનકષાય છે. જાતિનો, લાભનો, કુળનો, ઐશ્વર્યનો, બલનો, રૂપનો, તપ અને જ્ઞાનનો મદ કરનાર માણસ જન્માંતરમાં તે વસ્તુની હીનતાને
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૫
Page #195
--------------------------------------------------------------------------
________________
પામે છે. માટે આ માનકષાય પર જય મેળવવા માટે માર્દવ - નમ્રતાને કેળવવાનો ઉપદેશ આપે છે. માર્દવ એટલે કે મૃદુતા - ઉદ્ધતાઈનો ત્યાગ – દરેક સ્થાને વિનયી બનવું, પૂજ્ય પુરુષો માટે તો વિશેષ પ્રકારે વિનય કરવો.
ત્રીજો કષાય માયા જે અસત્યને પેદા કરનારી, શીલનો નાશ કરનાર અવિદ્યા એટલે કે મિથ્યાત્વનું ઉત્પત્તિસ્થાન અને દુર્ગતિમાં જવાના કારણરૂપ છે. આ માયાથી જગતને છેતરનારા લોકો ખરેખર તો પોતાના આત્માને જ ઠગે છે. પૂર્વભવમાં મલ્લિનાથ ભગવંતે માયા કરવાથી તીર્થકર આત્માને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું. આવી જગતનો દ્રોહ કરનાર સર્પિણી સરખી માયાને આર્જવતા એટલે કે સરળતાથી જીતવાનું કહ્યું છે.
ચોથો લોભકષાય એ સર્વ દોષોના ઉત્પત્તિની ખાણ સમાન છે. જેમ સર્વ પાપોનું મૂળ હિંસા છે, કર્મોનું મૂળ મિથ્યાત્વ છે. રોગોનું મૂળ ધાતુક્ષય છે તેમ સર્વ અપરાધોનું મૂળ લોભ છે જે સર્વ ઉત્તમ ગુણોનો નાશ કરે છે. દ્રવ્યના લોભથી પોતાના પૂર્વના નિધાનો પર પંચેન્દ્રિયાદિ જીવો પણ ઉત્પન્ન થાય છે. ધનના લોભમાં સગા ભાઈઓ એકબીજા સામે લડે છે. બીજા ત્રણે કષાયો પર વિજય પામી ઉપશાંત મોહગુણસ્થાનક પામવા છતાં એકમાર્ગ લોભનો અતિઅલ્પ દોષ બાકી રહેવાથી સાધુઓ પણ નીચેના ગુણસ્થાનકે પડે છે. તો આવા લોભકષાયને નાથવા માટે સંતોષ ગુણ કેળવવો જોઈએ.
આવી રીતે ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી લોભને અને નિસ્પૃહતાથી લોભને આ પ્રમાણે કષાયોને જીતવા જોઈએ. અને આ કષાયોને જીતવા માટે ઇન્દ્રિયોનો જય કરવાનો ઉપદેશ આપેલો છે. કારણ ઇન્દ્રિયોનો જયે કર્યા સિવાય કષાય ઉપર વિજય મેળવવો શક્ય નથી. ઇન્દ્રિયોના વિષયોમાં વિવશ બનેલા બધી બાજુથી વિડંબના પામે છે. અહીં ‘યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય એક એક ઇંદ્રિયોની પરાધીનતાથી જીવ કેટલો ક્લેશ પામે છે એ બતાવતાં કહે છે કે હાથણીના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયના સુખને પ્રાપ્ત કરવા માટે સૂંઢને લાંબી કરવાથી હાથી હસ્તિશાળાના સ્તંભ સાથે બંધનના ક્લેશને પ્રાપ્ત કરે છે. પાણીમાં રહેલો મત્સ્ય જાળ સાથે બાંધેલ માંસને ભક્ષણ કરવા જતાં માછીમારના હાથમાં પકડાઈ મૃત્યુને શરણ થાય છે. હાથીના ગંડસ્થળની ગંધમાં આસક્ત થઈ આવેલો ભમરો હાથીના કાનના ઝપાટાથી મરણ પામે છે. સુવર્ણના
૧૬૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #196
--------------------------------------------------------------------------
________________
તેજ સમાન દીપશિખાના પ્રકાશથી મોહિત થયેલું પતંગિયું દીવામાં પડીને મરણ પામે છે. મનોહર ગીત શ્રવણ કરવામાં તન્મય થયેલું હરણિયું શિકારીના બાણનો શિકાર બને છે.
આવી રીતે એક એક ઇન્દ્રિયોના વિષયસેવનથી જો જીવને મૃત્યુને આધીન થવું પડતું હોય તો એકીસાથે પાંચ ઇન્દ્રિયોના વિષયને સેવનાર મનુષ્ય વિનાશને જ પામે. એટલા માટે બુદ્ધિમાન મનુષ્યએ મનની શુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોનો જય કરવો જોઈએ. ઇન્દ્રિયો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. ચામડી, જીભ, નાસિકા, આંખ અને કાન એ આકાર રૂપે પરિણત થયેલી પુદગલ દ્રવ્યરૂપ દ્રવ્યઇન્દ્રિયો અને સ્પર્શ, રસ, ગંધ, દર્શન, શ્રવણરૂપ વિષયોની અભિલાષા કરવી તે રૂપ ભાવઇન્દ્રિયો. તેની આસક્તિનો ત્યાગ કરવો એટલે જ ઇન્દ્રિયોનો જય કરવો જે મનની શુદ્ધિ દ્વારા શક્ય થાય છે. વિદ્વાન પુરુષોએ એક મનશુદ્ધિને જ મોક્ષમાર્ગ બતાવનારી અણઓલવાયેલ દીવડી કહી છે. બીજા ગુણ હોય પણ મન:શુદ્ધિ ન હોય તો તે ગુણે નકામા છે. તપસ્વીને મન:શુદ્ધિ વગર કરેલું ધ્યાન સર્વથા નિષ્ફળ છે. મનની શુદ્ધિ વગરનું ધ્યાન મોક્ષફળની અપેક્ષાએ ફોગટ છે. માટે મોક્ષની ઇચ્છા રાખનારાઓએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવો જરૂરી છે જેથી આત્મા અશુદ્ધતાનો ત્યાગ કરી પોતાના સ્વરૂપમાં ટકી રહે. અહીં આચાર્ય હેમચંદ્ર કહે છે
अस्ततंद्रैरतः पुंभि - निर्वाणपदकांक्षाभिः । વિધાતવ્ય: સમન્વેન રાષિદ્વિપmય: ૪.૪૧
નિર્વાણ પદના ઇચ્છુક પુરૂષોએ સમભાવરૂપ શસ્ત્ર વડે રાગદ્વેષરૂપ શત્રુનો વિજય કરવો.
સમભાવનું અવલંબન લેવાથી જે કર્મ એક અંતર્મુહૂર્તમાં ખપાવી શકાય છે તે કર્મો સમભાવ વિના કરોડો વર્ષ તપસ્યા કરીને પણ નાશ કરી શકાતાં નથી.
દરેક આત્મા પરમાત્મસ્વરૂપ છે. પણ રાગાદિ દોષોના લીધે એ પરમાત્મસ્વરૂપ પર આવરણ છવાય છે. જે સમભાવ સૂર્યના પ્રકાશથી એ રાગાદિના અંધકારનું આવરણ દૂર થાય છે. અને યોગી પુરુષો પોતાનામાં જ પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. આવું સમત્વ નિર્મમત્વથી પ્રાપ્ત થાય છે. આ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૭
Page #197
--------------------------------------------------------------------------
________________
નિર્મમત્વ માટે યોગીને ૧૨ ભાવનાઓનો આશ્રય લેવાનો કહે છે. આ ભાવનાઓ નીચે પ્રમાણે છે :
૧. અનિત્ય ભાવના ૨. અશરણ ૩. સંસાર ૪, એકત્વ ૫. અન્યત્વ ૬. અશુચિ ૭. આસવ ૮. સંવર ૯. નિર્જરા ૧૦. ધર્મસ્વાખ્યાત ૧૧. લોક ૧. બોધિદુર્લભભાવના
અહીં નિર્મમત્વપણું પ્રાપ્ત થવા માટે આ બાર ભાવનાનું સ્વરૂપ સમજાવેલું છે.
અનિત્ય ભાવના દરેક વસ્તુસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે. જે સ્થિતિ પ્રાત:કાળે હોય છે, તે મધ્યાહુને રહેતી નથી અને મધ્યાહુને દેખાય છે તે સાંજે હોતી નથી. આ સંસારમાં બધા પદાર્થો જેમકે આપણું શરીર, પાણીનાં મોજાં સરખી લક્ષ્મી, સ્વપ્ન સમાન સ્વજનાદિના સંયોગો અને યોવન બધાંની અનિત્યતા દેખાય છે. એટલે નિર્મમત્વ થવા માટે જગતનું આ અનિત્ય સ્વરૂપ સ્થિર ચિત્ત કરી ચિંતવવું.
અશરણ ભાવના : ઇન્દ્ર, ઉપેન્દ્ર, અને વાસુદેવ પણ જે મરણને શરણ થાય છે તો આ પામર પ્રાણીને તો કોનું શરણું હોય. એને એના કર્મ પ્રમાણે આ ચાર ગતિમાં ફરવું પડે છે. આ સંસારરૂપી વનમાં ધર્મ સિવાય કોઈનું શરણ નથી.
સંસાર ભાવના સમજાવે છે - જીવને નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિ એમ આ ચારગતિરૂપ સંસારમાં અનેક યોનિઓમાં પરિભ્રમણ કરી અનંતા દુઃખ સહન કરવો પડે છે. સંસારમાં એક જીવ નાટકના નટની માફક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. એક ભવમાં માલિક થઈને બીજા ભવમાં દાસ થાય છે. એક ભવમાં સ્ત્રી હોય તો બીજા ભવમાં પુરુષ થાય છે. આ સમગ્ર લોકાકાશમાં એવો એક પણ પ્રદેશ નથી જ્યાં જીવે પોતાના કર્મથી શરીર ધારણ કરી એ પ્રદેશને સ્પર્શ કર્યો ન હોય. આવા આ દુઃખથી ભરેલા સંસારના સ્વરૂપનું ચિંતવન કરી નિર્મમત્વ થવા પ્રયત્ન કરવો.
એકત્વ ભાવના : આ જીવ ભવાંતરમાં એકલો જ ઉત્પન્ન થઈ પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ એકલો જ ભોગવે છે. સ્વજન આદિ માટે પાપો કર્યા હોય
૧૬૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #198
--------------------------------------------------------------------------
________________
તોપણ એ પાપોનું ફળ તો તેને જ ભોગવવું પડે છે. અન્ય સ્વજન સંબંધીઓ તેના કર્મના ફળને વહેંચીને લઈ શકતા નથી. એટલે એકત્વ ભાવના સમજવાથી સ્વજન ઉપર રાગ થતો નથી અને પરજન ઉપર દ્વેષ ન થાય. એટલે નિર્મમત્વ ભાવ કેળવવા એકત્વ ભાવનાનું ધ્યાન કરવાનું કહે છે.
અન્યત્વ ભાવના : અન્યત્વ એટલે ભેદ. પોતાના આત્મા સિવાય અન્ય જડ-ચેતન પદાર્થો - પોતાનું શરીર, સ્વજન, ધન, પોતાથી ભિન્ન છે આવું ચિંતન એ અન્યત્વ ભાવના છે. આ ભાવના ચિંતવવાથી શરીર આદિ જડ પદાર્થો પર અને સ્વજન આદિ ચેતન પદાર્થો પર રાગ ન થાય, થયેલો રાગ દૂર થાય.
અશુચિ ભાવના : રસ, રુધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા, વીર્ય અને વિષ્ટા પ્રમુખ અશુચિના ધર રૂપ આ કાયા છે જે અત્યંત અશુચિમય છે. આવા અશુચિમય કાયાના વિચારો કરવાથી સ્ત્રી અથવા સ્વદેહ પરથી મમત્વ ઓછું થાય છે.
આસ્રવ ભાવના : આસવ એટલે મન, વચન અને કાયાના યોગોથી કર્મોનું આત્મામાં આગમન. આસવનું સ્વરૂપ, આસવનાં કારણો અને આસવથી થતાં દુ:ખોનો વિચાર કરવો તે આસવ ભાવના. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગાદિથી થયેલા આસવથી કર્મબંધ થાય છે અને એ બંધાયેલ કર્મોના ઉદયથી જીવ નરક આદિ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે અને અનેક દુઃખો સહન કરે છે. આ કર્મબંધનનાં કારણો સમજી એનાથી મુક્ત થવા માટે આસવ ભાવના વિચારવી.
સંવર ભાવના : આ આસવોને રોકવા એનાં દ્વારો બંધ કરવાં તે સંવર છે. સંવર બે પ્રકારે છે. આત્મામાં પ્રવેશ કરતા કર્મ-પુદ્ગલોને રોકવા એ દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત આત્મવ્યાપાર રૂપ ક્રિયાઓનો ત્યાગ એ ભાવસંવર. આસવના નિરોધ માટે યોગીએ ક્ષમા વડે ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને અને સંતોષથી લોભને રોકવો જોઈએ. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી મન, વચન અને કાયાના યોગોને, અપ્રમાદ વડે પ્રમાદને અને સાવદ્ય યોગોનો ત્યાગ કરી વિરતિને સાધવી. એવી જ રીતે સમ્યકત્વ વડે મિથ્યાત્વ અને ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે આર્ત અને રોદ્ર ધ્યાન પર વિજય મેળવવો.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૯
Page #199
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે આસવના નિરોધરૂપ સંવર ભાવના વારંવાર ભાવવી જેથી કર્મબંધ રોકવાનાં કારણોમાં પ્રબળ જાગૃતિ રહે અને તેવા પ્રયત્ન થાય.
નિર્જરા ભાવના નિર્જરા એટલે કર્મોનો આત્મપ્રદેશમાંથી ક્ષય થવો. તે બે પ્રકારની છે :
અકામ નિર્જરા - કર્મક્ષયની ઇચ્છા વિના એકેંદ્રિય થી માંડી પંચેંદ્રિય સુધીના જીવો ઠંડી, ગરમી, જળ, અગ્નિ, શસ્ત્ર, છંદ, ભેદ વગેરેથી અશાતાવેદનીય કર્મનો અનુભવ કરી જે કર્મક્ષય થાય છે. અહીં કર્મક્ષય સાથે આર્ત અને રૌદ્ર ધ્યાન કરીને નવાં અશુભ કર્મો બાંધે છે માટે આ કર્મક્ષય - નિર્જરા અકુશલાનુબંધી
સકામ નિર્જરા – કર્મનો ક્ષય થાય એ અભિલાષાથી, નહીં કે આ લોક કે પરલોકના ફલાદિની ઇચ્છાથી જે તપ, પરિષહ આદિથી કર્મની નિર્જરા થાય. અહીં સહન કરવાની વૃત્તિ હોવાથી કર્મના ઉદય વખતે અશુભ ધ્યાન થતું નથી, નવાં કર્મો બંધાતાં નથી. અથવા વિશિષ્ટ અધ્યવસાયના કારણે નવાં કર્મો બંધાય તોપણ શુભ જ બંધાય જે મુક્તિમાર્ગમાં સાધક બને છે. અહીંતપસ્યા જે નિર્જરાનું કારણ કહ્યું છે એના આત્યંતર અને બાહ્ય એ બે પ્રકાર કહ્યા છે. બાહ્ય તપ અનશન, ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયાક્લેશ અને સંલીનતા એમ છ પ્રકારે કહ્યું છે. જ્યારે આત્યંતર તપ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારે છે.
આ બે પ્રકારના તપ વડે નિર્જરા કરતા સર્વ કર્મના ક્ષયથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
ધર્મસ્વાખ્યાત ભાવના : જિનેશ્વર ભગવંતે સંસારનો નાશ કરનાર અને મોક્ષ પ્રાપ્ત કરાવનાર સમ્યગ્દર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રરૂપ ધર્મ કહ્યો છે. આ ધર્મના દસ પ્રકારો કહ્યા છે – ધર્મ, સત્ય, શૌચ, બ્રહ્મચર્ય, અકિંચનતા, તપ, શાંતિ, માર્દવ, સરળતા અને નિર્લોભતા.
ધર્મ સંસારસાગરના દુઃખસમુદ્રમાં પડતા એવા પ્રાણીનું રક્ષણ કરે છે. ધર્મનું આ લોક અને પરલોકમાં સાંસારિક ફળ તો પ્રાપ્ત થાય છે પણ તે તો ગૌણ છે. મુખ્ય ફળ તો મોક્ષ છે.
લોક ભાવના : લોકના (જગતના) સ્વરૂપની વિચારણા તે લોકભાવના.
૧૭૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #200
--------------------------------------------------------------------------
________________
કેડ ઉપ૨ બેઉ હાથ રાખી, પગ પહોળા કરી ઊભેલા પુરુષની આકૃતિ સમાન, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યસ્વરૂપ છ દ્રવ્યથી યુક્ત લોક છે. જગતની તમામ વસ્તુઓ ૐઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર પણ રહે છે. પ્રત્યેક વસ્તુ પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, દ્રવ્ય રૂપે કાયમ રહે છે. આવા સ્વરૂપવાળો લોક ઊર્ધ્વ, અધો અને તિર્છા એમ ત્રણ જગતથી વ્યાપ્ત છે, જે ચૌદ રજ્જૂપ્રમાણ છે. આ ચૌદ રાજલોકયુક્ત લોકમાં કર્મયુક્ત જીવ માટે ક્યાંય શાશ્વત સ્થાન નથી. ઉત્પાદ અને વ્યયથી (જન્મ-મરણથી) અત્યાર સુધી તેની ભવભ્રમણા ચાલી રહી છે. તો આ લોકસ્વરૂપનું ચિંતવન કરી આ ભવભ્રમણામાંથી વિરક્તતા મેળવવા કર્મક્ષય ક૨વાનો પ્રયત્ન કરવો જોઈએ.
બોધિદુર્લભ ભાવના : બોધિ એટલે સમ્યક્ત્વ. અકામ નિર્જરાથી અનંતકાળથી રહેલા અવ્યવહાર નિગોદમાંથી નીકળી સ્થાવરપણું, ત્રસપણું અને પંચેન્દ્રિયપણું પામે છે. વધુ કર્મક્ષય થતાં આર્યદેશ, ઉત્તમ જાતિકુળ પ્રાપ્ત થાય છે. તેમજ વિશેષ પુણ્યોદયથી જિનવાણીનું શ્રવણ પ્રાપ્ત થાય છે. પણ નિશ્ચયરૂપ બોધિરત્ન (સમ્યક્ત્વ) પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. આ પ્રમાણે ચિંતન કરી સમ્યક્ત્વમાં દૃઢ થવું એ બોધિદુર્લભ ભાવના છે.
આ પ્રમાણે આ બાર બાવનાઓ વડે મનને નિરંતર ભાવિત કરતા સર્વ પદાર્થ વિશે મમત્વ-રહિત થઈ સમભાવ પ્રાપ્ત કરવો જોઈએ. જેના ચિત્તમાં સમભાવે પ્રવેશ કર્યો છે, તેના કષાય નાશ પામે છે અને સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આ સમત્વનું આલંબન લઈ યોગીઓએ ધ્યાનનો આશ્રય લેવો જોઈએ.
કારણ આત્મજ્ઞાનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે અને તે આત્મજ્ઞાન ધ્યાનથી જ સાધ્ય થાય છે.
मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद् ध्यानं हितमात्मनः ।।४.११३।।
આ ધ્યાનનું સ્વરૂપ વર્ણવતાં કહે છે - છદ્મસ્થ યોગીઓને અંત૨ર્મુહૂર્ત સુધી જે મનની સ્થિરતા રહે છે તે ધ્યાન કહેવાય છે. તે ધ્યાનના બે પ્રકાર છે ઃ ધર્મધ્યાન અને શુક્લધ્યાન. અને અયોગીઓને યોગનો નિરોધ હોય છે. યોગી ધ્યાન સાધતો હોય અને એ ધ્યાન તૂટી જતું હોય તો અહીં પુ. આચાર્ય હેમચંદ્રાચાર્ય
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૭૧
Page #201
--------------------------------------------------------------------------
________________
આ ધ્યાનને પુનઃ જોડવા માટે મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓ ભાવવાનું કહે છે. કારણ વૃદ્ધાવસ્થામાં નિર્બળ થયેલા શરીરને જેમ ઔષધ તાકાત આપે છે તેમ મૈત્રી આદિ ચાર ભાવનાઓ તૂટતાં ધર્મધ્યાનને ફરીથી પુષ્ટ કરે છે. અહીં આ ચાર ભાવનાઓનું સ્વરૂપ સમજાવે છે.
જગતમાં કોઈ પણ જીવ પાપ ન કરે અને દુ:ખી ન થાય અને આ સંસારચક્રની ચારે ગતિમાંથી જગતના તમામ જીવો મુક્ત બની મોક્ષસુખ પ્રાપ્ત કરે. આ મૈત્રી ભાવના.
જીવહિંસાદિ સમગ્ર દોષોને દૂર કરનારા અને પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા મહાપુરુષોના શમ, ઇન્દ્રિયોનું દમન, ઔચિત્ય, ગાંભીર્ય, વૈર્ય આદિ ગુણો માટે તેમનો વિનય, વંદન, સ્તુતિ, ગુણાનુવાદ, વૈયાવચ્ચ કરવી અને એનાથી મનનો ઉલ્લાસ પ્રકટવો એ પ્રમોદ ભાવના.
દીન, દુઃખી, ભય પામેલાં વિવિધ દુ:ખથી પીડાયેલાં મરણાન્તિક વેદના અનુભવતા પ્રાણીઓને જિનેશ્વર ભગવંતના વચનામૃતથી શાંતિ આપવી તેમજ દેશકાળની અપેક્ષાએ અન્ન, પાન, આશ્રય, વસ્ત્ર, ઔષધાદિથી મદદ કરવી તે કરુણા છે.
ભક્ષ્યાભઢ્ય, કર્તવ્ય, અકર્તવ્ય આદિ વિવેક વિનાના, ક્રૂર કર્મ કરનારા, દેવગુરુની નિંદા કરનારા છતાં આત્મપ્રશંસા કરનારા એવા જીવો ધર્મદેશનાને અયોગ્ય હોવાથી તેમના પ્રત્યે ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે.
આ ચારભાવનાઓ વડે પોતાના આત્માને ભાવિત કરતા યોગી પોતાની તૂટેલી વિશુદ્ધ ધ્યાનની શ્રેણીને પુન: જોડી દે છે.
ધ્યાન અને આસન : અહીં ચોથા પ્રકાશના અંતમાં ધ્યાનના સાધનભૂત લાંબા સમય સુધી સમાધિથી બેસી શકાય તેવાં આસનો જેવાં કે પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદોહિકાસન અને કાયોત્સર્ગાસન વગેરે આસનો કહ્યાં છે. અમુક જ આસન કરવું એવો કોઈ આગ્રહ નથી. સુખપૂર્વક લાંબો કાળ ચિત્ત-સમાધિમાં બેસી શકાય તે આસન ગ્રહણ કરી ધ્યાન ધરવું.
૧૭૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #202
--------------------------------------------------------------------------
________________
પાંચમો પ્રકાશ પાંચમા પ્રકાશમાં પૂ. આચાર્યદેવે જૈનશાસ્ત્ર પ્રમાણે મોક્ષ માટે પ્રાણાયામ આવશ્યક નથી છતાં દેહના આરોગ્ય અને કાળજ્ઞાન આદિ માટે પ્રાણાયામ ઉપયોગી છે એમ જણાવી પ્રાણાયામનું વર્ણન કર્યું છે. પાતંજલ આદિ યોગાચાર્યો એ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ મોક્ષનાં સાધન તરીકે સ્વીકાર્યા છે. આસન-જય કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે 4 પ્રાણાયામનો આશ્રય લીધો છે કારણ કે પ્રાણાયામ કર્યા સિવાય મન અને પવનનો જય થઈ શકતો નથી. મન અને પવનની ક્રિયા તથા સ્થાન એકસરખાં છે. મન અને પવન બેમાંથી એકની પ્રવૃત્તિ થાય તો બીજાની પણ થાય જ. અને બંનેમાંથી ગમે તે એકના નાશમાં બીજાનો નાશ થાય છે. બેઉનો નાશ થવાથી ઇન્દ્રિય અને બુદ્ધિના વ્યાપારનો નાશ થાય છે અને ઇન્દ્રિયની પ્રવૃત્તિ તથા મનના વિચારો બંધ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રાણાયામ એટલે જેમાં મુખ અને નાસિકાની અંદર ફરતા વાયુને સર્વ પ્રકારે રોકવો. પ્રાણાયામ એટલે પ્રાણ+આયામ. આયામ એટલે નિયંત્રણ, નિરોધ એટલે શ્વાસ-પ્રશ્વાસની ગતિનો નિરોધ કરવો. પ્રાણાયામના રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકાર છે. ઘણા પ્રયત્નપૂર્વક વાયુને બહાર કાઢવો એ રેચક છે. બહારથી વાયુને ખેંચી કોઠામાં પૂરવો એ પૂરક અને નાભિમાં સ્થિર કરવો એ કુંભક છે. આ ત્રણે પ્રકારના પ્રાણાયામના અલગ અલગ પ્રકારો શરીરના આરોગ્ય માટે લાભદાયક છે. જેમ કે રેચક પ્રાણાયામથી ઉદરના વ્યાધિનો તથા કફનો નાશ થાય છે. પૂરકના યોગે શરીર પુષ્ટ થાય છે, સર્વ વ્યાધિઓનો નાશ થાય છે. એવી જ રીતે કુંભક પ્રાણાયામથી શરીરમાં બળની વૃદ્ધિ થાય છે અને વાયુ સ્થિર રહી શકે છે.
આવી રીતે પાંચમા પ્રકાશમાં પ્રાણાયામ તેના ત્રણ પ્રકાર - રેચક, પૂરક અને કુંભક અને તેના ફળનું વર્ણન કર્યું છે. તેમજ પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ પાંચ વાયુનું સ્વરૂપ અને તેને જીતવાથી થતા ફાયદા) ફળ એવી જ રીતે કાળજ્ઞાન સંબંધી વિવેચન કરેલું છે.
પાતંજલના અષ્ટાંગ યોગમાં શરીરને નિરોગી રાખવા તેમજ આગળના મહત્ત્વના અંગ ધ્યાન અને સમાધિ પ્રાપ્ત કરવા પ્રાણાયામનું સ્થાન મહત્ત્વનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૩
Page #203
--------------------------------------------------------------------------
________________
છે; જ્યારે અહીં યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર મોક્ષપ્રાપ્તિ માટે પ્રાણાયામને અનિવાર્ય માનતા નથી. પ્રાણાયામને મોક્ષના સાધન તરીકે નિષેધ કરે છે. પરંતુ ધ્યાનની સિદ્ધિ અને મનની એકાગ્રતા થવા માટે એની આવશ્યકતા બતાવી છે.
प्राणायामस्तत: कैश्चिदाश्रितो ध्यानसिद्धये । રાયો નેતરયા તું મન: પવનનિર્નયા સા.શા યોગશાસ્ત્ર
અર્થ : ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો આશ્રય કર્યો છે કેમ કે તે સિવાય મન અને પવનનો જય કરી શકાય નહિ.
છઠ્ઠો પ્રકાશ પાંચમા પ્રવેશના અંતમાં પરકાયપ્રવેશની વિધિ અને પરકાયપ્રવેશનું ફળ કહ્યું છે. છઠ્ઠા પ્રકાશમાં પરકાયપ્રવેશને માત્ર આશ્ચર્યકારક, દુ:સાધ્ય જણાવી મોક્ષના અભિલાષી માટે અપારમાર્થિક ગણાવ્યો છે. તેમજ પ્રાણાયામ ધ્યાનસિદ્ધિ દ્વારા મોક્ષપ્રાપ્તિ માટે ઉપયોગી નથી એમ જણાવ્યું છે. કારણ પ્રાણનો નિગ્રહ કરવામાં શરીરને પીડા થાય છે અને તેથી મનમાં અસ્થિરતા થાય છે. પૂરક, કુંભક અને રેચક ક્રિયા કરતાં પરિશ્રમ થાય છે જેથી મનમાં સંકલેશ થાય છે અને મનની સંકલેશિત સ્થિતિ એ મોક્ષમાર્ગ માટે વિજ્ઞ છે. તો પ્રાણાયામથી જો મનમાં ચંચળતા ઉત્પન્ન થતી હોય તો ધ્યાનસિદ્ધિ માટે મનને શાંત કરવા અહીં પૂ. હેમચંદ્રાચાર્ય પ્રત્યાહારનો માર્ગ બતાવે છે.
इन्द्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशान्तधीः । धर्मध्यानकृते पश्चान् मनः कुर्वीत निश्चलम् ।।६.६।।
શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ આ પાંચે વિષયોમાંથી ઇન્દ્રિયો સાથે મનને પણ ખેચી ધર્મધ્યાન કરવા માટે મનને સ્થિર કરવું.
પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણા કરવાનું કહ્યું છે. નાભિ, હૃદય, નાસિકાનો અગ્રભાગ, કપાલ, ભ્રકુટી, તાળવું, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવા માટે ધારણાનાં સ્થાનો કહ્યાં છે. આ સ્થાનોમાંથી કોઈ પણ એક સ્થાને મનને સ્થિર કરી લાંબા સમય સુધી જાગૃતિપૂર્વક ચિત્તને ત્યાં સ્થાપવું એ ધારણા કહેવાય છે.
૧૭૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #204
--------------------------------------------------------------------------
________________
સાતમો પ્રકાશ છઠ્ઠા પ્રકાશ સુધી પ્રત્યાહાર અને ધારણાનું સ્વરૂપ સમજાવી પૂ. હેમચંદ્રાચાર્યે સાતમા પ્રકાશમાં ધ્યાનની મહત્તા સમજાવી છે. ધ્યાનનું સ્વરૂપ સમજાવ્યું છે. 7ધ્યાન એટલે એક જ વિષય પર મનોયોગની સ્થિરતા. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર કહે છે ધ્યાન માટે યોગીઓએ સમભાવ કેળવવાની બહુ જરૂર છે. સમત્વનું આલંબન લઈને યોગીઓએ ધ્યાનનો આશ્રય લેવો જોઈએ. આ સમત્વ માટેની છણાવટ ચોથા પ્રકાશમાં કરેલી છે. જો સમભાવ આવે તો જ ધ્યાન શક્ય બને. મોક્ષની પ્રાપ્તિ માટે કર્મક્ષય કરવાની જરૂર છે. આ કર્મક્ષય કે કર્મનિર્જરા આત્મજ્ઞાનથી થાય છે અને આ આત્મજ્ઞાન ધ્યાન કરવાથી પ્રાપ્ત થાય છે.
શ્રી હેમચંદ્રાચાર્ય આ સપ્તમ પ્રકાશ “ધ્યાનમાં ધ્યાન કરવાની ઇચ્છા ધરાવતા યોગીઓ એટલે કે ધ્યાતાની શું યોગ્યતા હોવી જોઈએ એનાં લક્ષણ બતાવે છે. સાથે ધ્યાતાનું ધ્યાન ધરવા માટેનું ધ્યેય શું છે અને ધ્યાનનું ફળ શું છે આ ત્રણે જાણવું જરૂરી કહ્યું છે.
ધ્યાતાની ધ્યાન કરવાની યોગ્યતા બતાવતાં કહે છે ધ્યાતામાં દઢતા હોવી જરૂરી છે કે પ્રાણ જાય પણ ચારિત્ર ન ચૂકે, પોતાના આત્મસ્વરૂપમાં રમણતા એકસરખી સ્થિર રહેવી જોઈએ. સંયમ- ભાવની સ્થિરતા એટલે કે ૫ (પાંચ) સમિતિ, ૩ ગુપ્તિ આ પ્રવચનમાતા પાલન કરવાની. સંસારના તાપથી લૂષિત ન થાય, બાહ્યતાપ જેવો કે ટાઢ, તાપ ને વાયરા જેવા નિમિત્તથી વિચલિત ન થાય, રાગ-દ્વેષ કરે નહિ અને એવાં નિમિત્તો આવે તોપણ વિચલિત ન થાય. ક્રોધ, માન, માયા, લોભ આદિ પાપસ્થાનકવાળી ચિત્તવૃત્તિઓથી દોષિત ન હોય. સર્વ કાર્યમાં નિર્લેપ રહે. કામ ભોગથી (મથુન આદિ જ સંજ્ઞાથી) વિરકત થઈ પોતાના શરીરથી પણ નિ:સ્પૃહ રહે. સંસારનાં સુખોથી અલિપ્ત થયેલો હોય. મેરૂ પર્વત જેવો અચલ હોય. શત્રુ હોય કે મિત્ર, સુવર્ણ હોય કે પથ્થર, નિંદા થાય કે સ્તુતિ બધી જગ્યાએ સમભાવ રાખે. ચંદ્રમાં જેવી સૌમ્ય, શાંત મુખાકૃતિ હોય, વાયુની જેમ નિ:સંગ, આવા ગુણોવાળો બુદ્ધિમાન ધ્યાતા ધ્યાન કિરવાની યોગ્યતાવાળો ગણાય.
ધ્યાતાનું લક્ષ્ય એટલે કે ધ્યેય શું છે, કોનું ધ્યાન ધરવું છે. જ્ઞાન એટલે કે જાણવું. જ્ઞાનની ક્રિયાનું એ જ મહત્ત્વ છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણે એકરૂપ થઈ જાય ત્યારે સમાપત્તિ થઈ કહેવાય. ધ્યાન કરવું હોય તો ત્રણેનું
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૫
Page #205
--------------------------------------------------------------------------
________________
એકીકરણ થવું જોઈએ. ધ્યાનમાં મન, વચન અને કાયા ત્રણે પરોવાય. આસનથી કાયયોગની સ્થિરતા થાય. મૌનથી વચનયોગ સિદ્ધ થાય પછી મનને ધ્યેય એટલે કે ૫૨માત્મા અથવા પોતાના સ્વરૂપમાં પરોવવું.
આવી રીતે ધ્યાતાની યોગ્યતા વર્ણવી પછી ધ્યેયનું સ્વરૂપ કહે છે. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ચાર પ્રકારનાં ધ્યેયો છે. પહેલું ધ્યેય પિંડસ્થ. અહીં પિંડ એટલે કે શરીર. તેમાં રહે તે પિંડસ્થ ધ્યાન . અહીં પાર્થિવી, આપ્તેથી, વાયવી, વારુણી અને તત્ત્વભૂ આ પાંચ ધારણા દ્વારા પિંડસ્થ ધ્યાન કેવી રીતે સિદ્ધ કરાય છે તે સમજાવેલું છે.
પિંડસ્થ ધ્યાનમાં પહેલી ધારણા પાર્થિવી ધારણા છે. એને પૃથ્વીતત્ત્વ સાથે સંબંધ છે. મન સ્થિર ક૨ી મધ્યલોકમાં રહેલ ક્ષીરસમુદ્ર, એમાં હજા૨ પાંખડીઓવાળું, જંબુદ્વીપના વિસ્તારવાળું કમળ ચિંતવવું. કમળના મધ્યમાં મેરુપર્વત સમાન કર્ણિકા, તેના ઉપર સ્ફટિક જેવું ઉજ્જ્વળ સિંહાસન ચિંતવી એના ઉપર પોતાને સ્થાપિત ક૨વો. પોતાના આત્મા ૫૨ લાગેલાં આઠ કર્મોને જોતાં એને મૂળથી નષ્ટ ક૨વાનો પોતે પ્રયત્ન કરી રહ્યો છે એમ ચિંતવવું.
આગ્નેયી ધારણા : આ ધારણા અગ્નિ સાથે સંકળાયેલી છે. અહીંનાભિમાં ૧૬ પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેના કેંદ્રમાં અાઁ મહામંત્રની સ્થાપના થઈ છે. આ કમળ ઉપ૨ બીજું આઠ પાંખડીઓવાળું કમળ ચિંતવવું જેની એક એક પાંખડીમાં અનુક્રમે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એમ આઠ કર્મો સ્થાપેલા છે. આ કર્મોનો ક્ષય કરવાનો છે. આ કર્મક્ષય એટલે નિર્જરા ધ્યાનથી થાય છે. એમ ચિંતવવું કે અટ્ઠનો નાદ ગુંજી રહ્યો છે. એના રેફમાંથી નીકળેલી અગ્નિની જ્વાળાઓમાં આઠ પાંદડીઓ ઉપરનાં આઠ કર્મ બળી રહ્યાં છે. આત્માની શુદ્ધિ થાય છે. પછી શરીરની બહાર ત્રણ ખૂણાવાળો અગ્નિ ચિંતવવો. આ બહારની અગ્નિની જ્વાળા અને અંદ૨ અટ્ઠના ધ્યાનથી ઉત્પન્ન થયેલી જ્વાળા બંનેથી દેહ ને આઠ પાંખડીઓવાળું કમળ ભસ્મીભૂત થઈ એની રાખ થાય છે એમ ચિંતવવું.
મારુતિ/વાયવી ધારણા : વાયુ એટલે મરુત. એટલે વાયવી અથવા મારુતિ ધારણા સમસ્ત ૧૪ રાજલોકમાં ઊછળતો, પર્વતોને પણ ધ્રુજાવી દેતો, સમુદ્રને હલાવી દેતો એવો પ્રચંડ વાયુ ચિંતવવો. આગ્નેયી ધારણામાં દેહ અને કમળને બાળીને થયેલી રાખને આ વાયુ ઉડાવી નાખે છે. એટલે જે જે કર્મો બળીને રાખ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૭૬
Page #206
--------------------------------------------------------------------------
________________
થયાં છે, એટલે જ કે કાર્મણ-વર્ગણાના પરમાણુઓ આત્માથી બહાર છૂટા પડે છે એને વાયુ ઉડાડીને બહાર લઈ જાય છે એમ ચિંતવવું.
વારૂણી ધારણા : આ ધારણામાં વાદળાઓથી ભરેલ આકાશમાં અર્ધચંદ્રાકાર વરૂણ બીજ (જં) ચિંતવવું. તે વરૂણ બીજથી ઉત્પન્ન થયેલા અમૃતસમ વરસાદના પાણીથી વાયવી ધારણાથી ઊડેલી રાખ ધોઈ નખાય છે. એટલે આત્માથી છૂટા પડેલા કાર્મણ-વર્ગણાના અશુદ્ધ પરમાણુઓ આ વરસાદના પાણીથી શુદ્ધ થાય છે. આવી રીતે ઉપરની ધારણાઓથી આત્માની શુદ્ધિ થતી જાય છે.
તત્ત્વમ્ભ ધારણ : ઉપરની ધારણાઓથી આત્માનું શુદ્ધીકરણ થાય પછી એમ ચિંતવવું કે અનાદિકાળથી કર્મોથી ભરેલો આત્મા શુદ્ધ થયો છે. હું શુદ્ધ ચેતન આત્મા છું. મારામાં અનંત જ્ઞાન, અનંત દર્શન એમ અનંત ગુણો ભરેલા છે. હું પોતે શુદ્ધ ચેતનસ્વરૂપ, તત્ત્વસ્વરૂપ છું.
આવી રીતે પિંડસ્થ ધ્યાનનો હંમેશાં અભ્યાસ કરનાર યોગી મોક્ષસુખનો અધિકારી બને છે. આગળ પિંડસ્થ ધ્યાનના અભ્યાસનું ફળ બતાવતાં કહે છે એનાથી મંત્ર, માયા, શક્તિ, દુષ્ટ વિદ્યાઓની અસર થતી નથી. આ ધ્યાનના અભ્યાસથી મન અને ચિત્તને એકાગ્ર કરી શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરે છે.
આઠમો પ્રકાશ : આ ધ્યાનનું મુખ્ય આલંબન “શબ્દ” છે. પવિત્ર પદોનું આલંબન લઈને જે ચિંતવન કરાય છે તે પદસ્થ ધ્યાન છે. અનેક પ્રકારે પદમયી દેવતા મંત્રરાજ કËનું ધ્યાન, પંચપરમેષ્ઠિનું ધ્યાન, પ્રણવનું ધ્યાન કરી શકાય છે.
પ્રણવનું ધ્યાન : પ્રણવ એટલે નું ધ્યાન. પ્રણવના પણ જુદા જુદા ભેદો કરેલા છે. હૃદયના મધ્યમાં કમળ સ્થાપી એના વચ્ચે ૩ઝને સ્થાપવો. ૩ઝકાર પંચપરમેષ્ઠિ વાચક છે. ૐકારના ઉપરની ચંદ્રકલામાંથી અમૃતરસ ઝરી રહ્યો છે અને એમાં હું ભીંજાઈ રહ્યો છું એમ ચિંતવવું. મારા કર્મો ધોવાઈ રહ્યાં છે અને આત્મા શુદ્ધ થઈ રહ્યો છે.
પંચપરમેષ્ઠિનું ધ્યાન ઃ હવે ઉજ્જવળ એવા સ્ફટિક રત્ન જેવો શાંત કાર આવી જાય એટલે એના પર મહાપવિત્ર પંચપરમેષ્ઠિ નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું અની સાથે ને જોડવું.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૭
Page #207
--------------------------------------------------------------------------
________________
આઠ પાંખડીઓવાળું સફેદ કમળ ચિંતવવું. વચ્ચે કેન્દ્રમાં અરિહંત પરમાત્માને સ્થાપન કરીને ચારે દિશા અને વિદિશાની અંદ૨ નવકારનાં બાકીનાં આઠ પદ સ્થાપવાં. આવી રીતે નવપદની કમળમાં સ્થાપના કરી એનું ધ્યાન ધરવું.
આવી રીતે મન, વચન અને કાયાના એકાગ્રતાપૂર્વક ૧૦૮ વા૨ નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવામાં આવે તો આહા૨ ક૨વા છતાં મુનિને એક ઉપવાસનું ફળ મળે. મહામંત્રને આરાધીને જે લોકો આત્મશક્તિને મેળવે છે તે આ લોકમાં તો યોગી થાય અને ત્રણે લોકમાં પૂજાય છે. કોઈ પશુ- પક્ષીઓએ સંસારમાં ઘણાં પાપો કર્યાં હોય અને સેંકડો જીવોની હિંસા કરી હોય પણ તિર્યંચ જીવો પણ આ રીતે નવકા૨નું ધ્યાન કરે તો દેવગતિમાં જઈ શકે.
ધ્યાનથી કર્મક્ષય થાય છે. મન કોઈ પણ પવિત્ર આલંબન લઈને ધ્યાનમાં પરોવાય, જેમ કે નમો અરિહંતાણં આ પહેલા પદના સાત અક્ષરોનું આલંબન લઈ મન એના ઉપર સ્થિર કરો તો એ સમયે કોઈ અસાધ્ય રોગથી થતી વેદનાથી મન અન્યત્ર ચલિત થાય અને કર્મના વિપાકથી થતી વેદનાની અનુભૂતિ ઓછી થાય. કર્મનો ઉદય તો ચાલી જ રહ્યો છે પણ વેદનાની તીવ્રતાનો અનુભવ ધ્યાનના લીધે ઓછો અનુભવાય. એના માટે ધ્યાનનો અભ્યાસ ક૨વો જોઈએ. ધ્યાન ધીરે ધીરે અભ્યાસથી જ સિદ્ધ થતું જાય. અત્યારે મોહનીયના વિષયો વધેલા છે એટલે મન બીજા વિષયોમાં ચાલ્યું જાય છે પણ જ્યારે આત્માનું જ્ઞાન વધે તો મન ધ્યાનમાં પરોવાય. આત્માનું જ્ઞાન, ધ્યાનનું પ્રમાણ મોહનીય વિષયોની સામે વધારીએ એનો અભ્યાસ ક૨વાથી ભલભલી તીવ્ર વેદના ભૂલી મન ધ્યાનમાં પરોવી શકાય.
જે વખતે કોઈ મંત્ર, જાપ, ધ્યાન ચાલુ હોય તો કર્મ આવતાં અટકે છે એ જ ધ્યાનનો ઉદ્દેશ છે. એક બાજુ કર્મનો ક્ષય કરો એટલે નિર્જરા થાય અને નવાં કર્મને આવતાં અટકાવો એટલે સંવર થાય. આ બે પ્રક્રિયા કરતી વખતે નમો સિદ્ધાળુંનો જાપ કરવો. જાપ કરતાં મન એમાં જ પરોવાઈ રહે તો એક એવી સ્થિતિ આવે કે જાપ બંધ થઈ જાય, અક્ષ૨ પણ ન રહે એટલે કે સિદ્ધ ભગવાનનું સ્મરણ એકધારું આપણી સમક્ષ રહે. આવી રીતે જે કોઈ અક્ષર, પદ કે શબ્દનું ચિંતન કરતા યોગી પુરુષ રાગદ્વેષાદિકથી રહિત થાય, તેને જ ધ્યાન કહેલું છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૧૭૮
Page #208
--------------------------------------------------------------------------
________________
નવમો પ્રકાશ : રૂપસ્થ ધ્યાન હવે આવે છે રૂપસ્થ ધાન. રૂપ એટલે રૂપમાં બિરાજમાન થયેલા, સ્થિર થયેલ તીર્થકર ભગવાન. સમવસરણમાં બિરાજમાન થયેલા, કેવળજ્ઞાનથી દીપતા, ૩૪ અતિશયોથી યુક્ત, અષ્ટપ્રાતિહાર્ય સહિત એવા અરિહંત પરમાત્માના રૂપનું આલંબન લઈ જે ધ્યાન કરીએ તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. આપણા ચિત્તમાં ત્રણ ગઢવાળા સમવસરણમાં સિંહાસન પર સર્વ ઘાતી કર્મોનો જેણે નાશ કર્યો છે તેવા તીર્થકર ભગવાન બિરાજમાન છે, દેશના દેતી વખતે જે ચાર મુખ સહિત છે, જગતના સર્વે જીવોને અભયદાન આપી રહ્યા છે, ચંદ્રમંડળ સરખા ઉજ્વળ ત્રણ છત્રોથી શોભાયમાન છે. સૂર્યમંડળની પ્રજાને વિંડલન કરતું ભામંડલ એમની પાછળ ઝળહળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજિંત્ર વાગી રહ્યાં છે, ગુંજારવ કરતા ભ્રમરાના ઝંકારથી મુખર અશોકવૃક્ષથી શોભાયમાન છે, ચામરો બે બાજુ વીંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતા દેવો અને દાનવોના મુકુટનાં રત્નોની કાંતિ વડે એમના પગના નખની કાન્તિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પોના ઢગલાથી પર્ષદાની ભૂમિ પથરાઈ ગઈ છે, ઊંચી ડોક કરી મુગાદિ પશુઓ જેમના મધુર ઉપદેશનું પાલન કરી રહેલાં છે, સિંહ અને હાથી, સર્પ અને નોળિયો આદિ જન્મજાત વૈમનસ્ય ધરાવતાં પ્રાણીઓ પોતાનું વેર ભૂલીને શાંત બેઠાં છે એવા સર્વ અતિશયોથી શોભતા સમવસરણમાં બેઠેલા અરિહંત પ્રભુનું ધ્યાન એ રૂપસ્થ ધ્યાન છે.
એવી જ રીતે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનાદિ વિકારોના કલંકરહિત, શાંત, મનોહાર, સર્વ ઉત્તમ લક્ષણોથી યુક્ત અને એવી જ યોગધ્યાન મુદ્રાથી મનોહર મનને અને આંખને આનંદ પમાડનારી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું નિર્મળ ચિત્તથી એકી નજરે ધ્યાન કરીએ એ પણ રૂપસ્થ ધ્યાન છે.
આવી રીતે વીતરાગપરમાત્માનું ધ્યાન કરનાર પોતે વીતરાગ થઈ કર્મોથી મુક્ત બને છે. જેમ સ્ફટિકરન પાસે જેવા વર્ણવાળી વસ્તુ રાખવામાં આવે તેવા વર્ણવાળું તે દેખાય છે, એવી જ રીતે સ્ફટિક સરખા આપણા નિર્મળ આત્માને જેવા ભાવનું આલંબન કરાવીએ તેવા ભાવની તન્મયતા તે આત્મા પામે છે. આવી રીતે રૂપસ્થ ધ્યાન સમજાવી અશુભ ધ્યાનનો નિષેધ કર્યો છે. નવમા
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૯
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રકાશના અંતમાં બહુ જ મહત્ત્વની વાત કરી છે કે મોક્ષાભિલાષીએ સાધના કેવળ કર્મક્ષય માટે જ કરવી, નહિ કે સિદ્ધિઓ મેળવવા માટે. મોક્ષને માટે ક્રિયા કરનાર મનુષ્યોને અષ્ટ સિદ્ધિ પોતાની મેળે જ સિદ્ધ થાય છે.
દશમો પ્રકાશ ઃ રૂપાતીત ધ્યાન દશમા પ્રકાશમાં રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ વર્ણવતી, સિદ્ધ પરમાત્માનું ધ્યાનસાધના કરતા સાધક ક્રમે ક્રમે કેવી ભૂમિકા સિદ્ધ કરે છે તે બતાવ્યું છે.
अमूर्तस्य चिदानन्द - रुपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्याद्रुपवर्जितम् ।।१०.१।।
આ ધ્યાનમાં અરૂપી એવા જ્ઞાનાનંદ સ્વરૂપ નિરંજન, નિરાકારસ્વરૂપ સિદ્ધ પરમાત્માનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. અહીં યોગી પિંડસ્થ વગેરે લક્ષ્યવાળા ધ્યાન દ્વારા નિરાલંબનરૂપ અલક્ષ્ય ધ્યાનમાં પ્રવેશ કરે છે. રૂપસ્થ આદિ સાલંબન ધ્યેયોથી સિદ્ધ પરમાત્માસ્વરૂપ નિરાલંબન ધ્યેયમાં જાય છે. અહીં ધ્યાન અમૂર્ત એવા સિદ્ધ પરમાત્માનું છે. યોગી જ્યારે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં તન્મય બની જાય છે ત્યારે તે ધ્યેયસ્વરૂપ પરમાત્માની સાથે એકરૂપ થઈ જાય છે. એ જ સમરસીભાવ છે. આત્મા અભેદ રૂપે પરમાત્મામાં લીન બની જાય છે. આ પ્રમાણે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત આ ચાર પ્રકારના ધ્યાનથી યોગી આત્માની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે.
આગળ પૂ. આચાર્ય હેમચંદ્ર ધર્મધ્યાનના ચાર ભેદોનું નિરૂપણ કરે છે, જે આ પ્રમાણે છે. ૧. આજ્ઞા-વિચય, ૨. અપાય-વિચય, ૩. વિપાક-વિજય, ૪. સંસ્થાન-વિચય
આજ્ઞા-વિચય : આજ્ઞા એટલે આપ્ત પુરુષનું, જિનેશ્વર ભગવંતનું વચન, સર્વજ્ઞની આજ્ઞા અનુસાર આગમસિદ્ધ વસ્તુના સ્વરૂપનો વિચાર કરવો.
અપાય-વિચયઃ અપાય એટલે દુઃખ.આ ધ્યાનમાં સંસારનાં જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે શારીરિક અને માનસિક દુઃખોનો; દુઃખોનાં કારણો અજ્ઞાન, અવિરતિ, રાગદ્વેષ આદિ કષાયો વગેરેનો એકાગ્ર ચિત્તે વિચાર કરાય છે. એનાથી આ જન્મ તથા ભાવી જન્મમાં થવાનાં દુ:ખદાયક કષ્ટોનો પરિહાર એટલે કે ત્યાગ કરવા તત્પર થઈ શકાય છે. જેથી સર્વ પ્રકારનાં પાપકર્મોથી
૧૮૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #210
--------------------------------------------------------------------------
________________
પાછળ હઠી શકાય છે.
વિપાક-વિચય : વિપાક એટલે ફળ, ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા કર્મફળના ઉદયનું ચિંતવન એ વિપાક-વિચય ધર્મધ્યાન. અરિહંત ભગવંત સુધીની સંપદા અને નારકી સુધીની વિપદા તે બંને અનુક્રમે પુણ્ય અને પાપનાં શુભાશુભ કર્મોના ફળ રૂપે જ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયિને કર્મોના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થાય છે. તે કર્મો આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણ કર્મ- ઉદયથી અજ્ઞાનીપણું પ્રાપ્ત થાય, સાતાવેદનીય કર્મથી સુખનો અને અસતાવેદનીયથી દુ:ખનો અનુભવ થાય. આયુષ્યકર્મના ઉદયથી ચાર ગતિમાં ફરવું પડે વગેરે. આવી રીતે કર્મની આઠ મૂળ પ્રકૃતિઓના વિપાકોના વિચાર કરવો એ વિપાક-વિચય ધર્મધ્યાન છે.
સંસ્થાન-વિચય: સંસ્થાન એટલે આકાર. અનાદિ, અનંત એવા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશસ્વરૂપ આ લોકની આકૃતિનું અને લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું ચિંતવન કરવું એ સંસ્થાન-વિચય ધર્મધ્યાન છે. આવી રીતે વિવિધ પ્રકારના દ્રવ્યમાં રહેલા અનંત પર્યાય પરિવર્તન પામતા હોવાથી તેવા દ્રવ્યનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધી વારંવાર વિચારણા કરવાથી મન રાગવેષાદિવાળું થતું નથી અને મન આકુળતા પામતું નથી.
આ ચાર ભેદવાળા ધર્મધ્યાનમાં લયોપથમિક આદિ ભાવ હોય છે. અને આ ધ્યાનમાં એ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ અનુક્રમે પીત, પદ્મ અને શુક્લલેશ્યા વિશુદ્ધ, વિશુદ્ધ હોય છે. આ ધર્મધ્યાન અપ્રમત્ત સંયતને તથા ઉપશાંત કષાયવાળાને તથા ક્ષીણ કષાયવાળાને હોય છે. યોગી જ્યારે આ ધર્મધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરે છે ત્યારે એ અતીંદ્રિય આત્મિક સુખ અનુભવે છે. અહીં હેમચંદ્રાચાર્ય ધર્મધ્યાનનું પારલૌકિક ફળ વર્ણવતાં કહે છે કે ધર્મધ્યાનમાં શરીરનો ત્યાગ કરનાર યોગીઓ ગ્રેવેયક આદિ વૈમાનિક દેવલોકમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે. પુણ્યની પ્રબળતાથી ત્યાં ઉત્તમોત્તમ સુખ ભોગવી એ દિવ્ય ભોગો પૂર્ણ થયા પછી દેવલોકમાંથી ઔવે છે અને મનુષ્યલોકમાં ઉત્તમ, દિવ્ય વંશમાં અવતાર પામે છે. ત્યાં પણ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ઉત્તમોત્તમ ભોગો અનાસક્તિથી ભોગવી પછી સંસારથી વિરકત થઈ ધ્યાન દ્વારા સર્વ કર્મોનો નાશ કરી શાશ્વત પદ પ્રાપ્ત કરે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૧
Page #211
--------------------------------------------------------------------------
________________
અગિયારમો પ્રકાશ દસમા પ્રકાશમાં સ્વર્ગ અને પરંપરાએ મોક્ષના કારણભૂત ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવ્યા પછી અગિયારમા પ્રકાશમાં શુક્લધ્યાન, તેના અધિકારો, અને તેના ચાર ભેદોનું સ્વરૂપ વર્ણવેલું છે.
વજઋષભ નારીચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા એવા પૂર્વધર આ શુક્લધ્યાનના યોગ્ય હોય છે. કારણ અલ્પ સત્ત્વવાળા ઇન્દ્રિયોના વિષયોથી વ્યાકુળ થયેલા હોવાથી કોઈ પણ પ્રકારે ચિત્તની સ્થિરતા કરવા માટે સમર્થ હોતા નથી. શુક્લધ્યાનમાં જ્યારે આત્મા લીન બનેલો હોય ત્યારે તેના શરીરને કોઈ છેદે, ભેદ, હણે કે બાળે, વર્ષા, વાયરો, ઠંડી કે ગરમી આદિ અતિમાત્રામાં હોય તોપણ તે દુઃખથી કંપે પણ નહીં. પોતે તટસ્થ દ્રષ્ટા હોય તેમ આત્મધ્યાનમાં જ સ્થિર રહે. અહીં ગજસકુમાર કે મેતારક મુનિનું દૃષ્ટાંત યાદ આવે. ગજસકુમારના માથા ઉપર એમના સસરા સૌમિલે સગડીની જેમ અગ્નિ પ્રગટાવ્યો કે મેતારજ મુનિ પર ચોરી કરવાની શંકા થવાથી સોનીએ એમને ચામડામાં વીંટી તડકે રાખ્યા એવા મરણાંત ઉપસર્ગથી પણ પોતાના ધ્યાનથી શ્રુત ન થતાં બેઉ જણા પરમાત્મપદ પામ્યા.
હવે શુક્લધ્યાનના ભેદો કહે છે. તેનો ચાર ભેદ છે.
૧. પૃથકત્વ વિતર્ક સવિચાર ૨. એકત્વ વિતર્ક અવિચાર ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ૪. સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ
પ્રથમ બે ભેદો પૂર્વધર છબસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવલંબનથી હોય છે. જ્યારે છેલ્લા બે ભેદો સર્વ દોષરહિત એવા કેવલદર્શન અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલા યોગીને હોય છે.
૧. પૃથકત્વ વિતર્ક સવિચાર એ ત્રણે યોગની પ્રવૃત્તિવાળા યોગીમાં હોય છે. પૃથકત્વ એટલે ભેદ, વિતર્ક એટલે પૂર્વગતશ્રુત અને વિચાર એટલે દ્રવ્ય-પર્યાય, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ એટલે કે પરાવર્તન. જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારો (આત્મા કે પરમાણુ આદિ) કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસાર ઉત્પાદ (સ્થિતિ, મૂર્તત્વ, અમૂર્તવાદિ) પર્યાયોનું એકાગ્રપૂર્વક
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #212
--------------------------------------------------------------------------
________________
ભેદ પ્રધાન ચિંતન થાય. સાથે દ્રવ્ય-પર્યાય આદિનું - અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન થાય, સંક્રમણ થાય તે પૃથ વિતર્ક સવિચા૨ ધ્યાન જે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે.
૨. એકત્વ વિતર્ક અવિચાર ઃ એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ બીજા ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. આ ભેદમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદપ્રધાન ચિંતન થાય અને અર્થ - વ્યંજન – યોગના પરિવર્તનનો અભાવ હોય તે એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન. વિચા૨નો અભાવ એટલે અવિચા૨. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવનરહિત રહેલા સ્થિર દીપક સમાન નિષ્કપ ધ્યાન હોય છે. (પ્રથમ ભેદમાં સ્થૂલ પદાર્થનું ધ્યાન સંભવે (હોય) છે જ્યારે બીજામાં સૂક્ષ્મનું ધ્યાન હોય છે.) અને એ મન આદિ એમ યોગની પ્રવૃત્તિવાળામાં હોય છે. શુક્લધ્યાનના છેલ્લા બે ભેદો કેવળ કેવળી અવસ્થામાં હોય છે.
૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ઃ અહીં સૂક્ષ્મ ક્રિયા એટલે ક્રિયા અતિ અલ્પ હોય છે. મન અને વાણીના યોગનો પૂર્ણ નિરોધ થાય છે અને શ્વાસોચ્છ્વાસરૂપ કેવળ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે છે ત્યારે આ ધ્યાન હોય છે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. અરિહંત અવસ્થા પ્રાપ્ત થયા પછી જ્યારે કેવલી ભગવંતનું આયુષ્ય કેવળ અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. જ્યારે વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છ્વાસરૂપ સૂક્ષ્મ કાય-યોગ બાકી રહે છે.
૪. વ્યુપરતક્રિયા નિવૃત્તિ : આ શુકલધ્યાનનો ચોથો અને અંતિમ ભેદ છે. અહીં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મક્રિયાનો પણ નિરોધ થાય છે. અહીં મન, વચન, કાયા આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી. ત્રણે યોગો નિરોધ કરી યોગથી રહિત થઈ અયોગી કેવલી ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે.
શુક્લધ્યાનમાં યોગી જ્યારે અનેક પ્રકારના સૂક્ષ્મ અભ્યાસવાળો થાય ત્યારે આત્મગુણ પ્રગટતાં શુક્લધ્યાનની એકતાને લાયક થાય છે. ત્રણ જગતના
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૮૩
Page #213
--------------------------------------------------------------------------
________________
વિષયવાળા મનને ધ્યાનના બળે એક પરમાણુ વિષયક ક્રમપૂર્વક ધ્યાન કરે. સળગતા અગ્નિમાં નવાં લાકડાં ન ઉમેરવાથી અથવા અગ્નિમાંથી લાકડા ખેંચી લેવાથી બાકીનો અગ્નિ બુઝાઈ જાય તેમ મનને પણ વિષયરૂપ ઇંધન ન મળવાથી આપોઆપ શાંત થઈ જાય છે. ત્યારપછી ધ્યાનાગ્નિ અત્યંત ઉત્કટપણે પ્રજ્વલિત થવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને ચોથો અંતરાય આ ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે. જેના ફળ સ્વરૂપે યોગીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થાય છે. અહીં કેવળજ્ઞાની ભગવંતનો તીર્થકર નામકર્મનો ઉદય છે એ સર્વજ્ઞ, સર્વદર્શી અરિહંત ભગવંત અનેક સુરો, અસુરો, મનુષ્યો વડે પ્રણામ કરતા આ પૃથ્વીતળ પર વિચરે છે અને અનેક ભવ્ય જીવોને બોધ કરે છે. આવા તીર્થકર ભગવંતોનું કેવળ નામ ગ્રહણ કરવા માત્રથી પણ અનાદિ સંસારનાં દુ:ખો નાશ પામે છે. અહીં પૂ. હેમચંદ્રાચાર્યે તીર્થકર ભગવંતને પ્રકટ થતા ૩૪ અતિશયોને વિસ્તારથી વર્ણવ્યા છે. જેઓને તીર્થકર નામકર્મનો ઉદય નથી એવા યોગીઓ પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી જગતના જીવોને ધર્મનો બોધ આપે છે.
જ્યારે કેવળી ભગવંતનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે તે શુક્લધ્યાનના ત્રીજા ભેદના અધિકારી થાય છે. અહીં જો આયુષ્યકર્મ કરતાં બીજાં અઘાતી કર્મ વધુ હોય તો કેવલી ભગવંત કેવળી સમુઘાત કરવાનો પ્રયત્ન કરે છે. સમુદ્યાત એટલે સમ્યક્ પ્રકારે આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢવા. ધ્યાનસ્થ કેવળી ભગવંત ધ્યાનના બળથી પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. ત્યાર પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગનિરોધ શરૂ કરે છે.
જ્યારે તેમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત બાકી રહે છે ત્યારે તેઓ પ્રથમ બાદર કાયયોગથી બાદરવચન અને મનોયોગને રોકે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી બાદરકાય યોગને રોકે છે. તેથી સર્વ બાદરયોગોનો વિરોધ કર્યા પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચન અને મનયોગોનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાન કરતો સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે. આવી રીતે મન, વચન અને કાયા આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થવાથી સર્વ ક્રિયા બંધ થાય છે. એ પાંચ હૃસ્વાક્ષર બોલાય તેટલા વખતની શેલેશી અવસ્થાને પામી એકસાથે વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચારે અઘાતી કર્મોને ખપાવે છે. ઔદારિક, તેજસ અને કાર્પણ શરીરનો ત્યાગ કરી એક જ સમયમાં ઋજુ શ્રેણીથી ઊર્ધ્વગમન
૧૮૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #214
--------------------------------------------------------------------------
________________
કરી લોકના અગ્રભાગમાં રહેલ સિદ્ધક્ષેત્રમાં બિરાજે છે.
सादिकमनतमनुपममव्याबाधं स्वभावजं सौख्यं । પ્રાપ્ત: સ વેવજ્ઞાનનો મોતે મુવત: Tદ્દશા યોગશાસ્ત્ર
આવી રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શનવાન યોગી સર્વ કર્મોથી મુક્ત થઈ સાદિ અનંત, અનુપમ, અવ્યાબાધ અને આત્મસ્વભાવથી પેદા થયેલ આત્મિક સુખને પામી પરમાનંદમાં મગ્ન રહે છે.
બારમો પ્રકાશ યોગશાસ્ત્રના ૧ થી ૧૧ પ્રકાશમાં શ્રી હેમચંદ્રાચાર્યે આગમ આદિ શ્રુતજ્ઞાનથી તથા ગુરુમુખેથી પ્રાપ્ત થયેલું યોગ સંબંધી જ્ઞાન વિસ્તારથી વર્ણવ્યું છે. હવે ૧રમા પ્રકાશમાં સ્વ-સંવેદનથી પોતાને અનુભવથી સિદ્ધ થયેલું યોગવિષયક નિર્મળ તત્ત્વનું વર્ણન કરે છે.
અહીં આચાર્ય કહે છે કે ચિત્ત ચાર પ્રકારવાળું છે. વિક્ષિપ્ત, યાતાયાત, શ્લિષ્ટ અને સુલીન, વિક્ષિપ્ત મન એટલે ચપળતાવાળું મન. સાધક જ્યારે પ્રથમ અભ્યાસ શરૂ કરે ત્યારે મનમાં અનેક જાતના વિક્ષેપો આવ્યા કરે. મન ક્યાંય સ્થિર રહે નહીં. મનની બીજી દશા યાતાયાત છે. યાતાયાત એટલે જવું અને આવવું. થોડી વાર મન સ્થિર રહે પાછા વિકલ્પ આવે. પહેલી કરતાં બીજી દશા શ્રેષ્ઠ છે અને તેમાં કાંઈક પણ આનંદનો અંશ રહેલો છે. જેટલી વાર મન સ્થિર હોય તેટલી વાર આનંદ અનુભવે છે. શ્લિષ્ટ એ મનની ત્રીજી અવસ્થા છે, જે સ્થિરતા અને આનંદવાળી છે. અને સુલીન એ ચોથી અવસ્થા છે. અહીં મન નિશ્ચલ હોય છે અને પરમ આનંદ અનુભવે છે. જેટલી મનની સ્થિરતા વધુ તેટલો આનંદ વિશેષ હોય છે. એ પ્રમાણે અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી અવસ્થામાં મનની સ્થિરતા વધતી જતાં આનંદ પણ વધતો જાય છે. આવી રીતે સાધક અભ્યાસ કરતા કરતા મનના વિક્ષિપ્ત દશાથી સુલીન દશા સુધી પહોંચી શકે છે. અને નિરાલંબન ધ્યાન કરી સમરસભાવ પ્રાપ્ત કરી પરમાનંદની પ્રાપ્તિ કરે છે.
આત્મસુખ પ્રાપ્ત કરવાના અભિલાષી સાધકને અંતરાત્મા વડે બહિરાત્મભાવનો ત્યાગ કરી નિરંતર પરમાત્માનું ચિંતન કરવાનું કહ્યું છે. એના
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૫
Page #215
--------------------------------------------------------------------------
________________
માટે પ્રથમ બહિરાત્મભાવનું સ્વરૂપ સમજાવે છે. આ શરીર એ જ હું છું. આ શરીરમાં તથા ધન, સ્વજન, સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વપણું એ બહિરાત્મભાવ છે. જ્યારે આ શરીર તો મારા માટે રહેવાનું ભાડૂતી ઘર છે. આ સ્વજન, સ્ત્રીપુત્રાદિ તેમજ ધન વગેરે સંયોગિક છે. શુભ-અશુભ કર્મના વિપાકથી આ સંયોગોવિયોગો છે તેમ જાણી સંયોગ-વિયોગમાં હર્ષ-શોક ન કરતાં દ્રષ્ટા તરીકે રહે તે અંતરાત્મા કહેવાય છે.
અને કેવળ જ્ઞાન-સ્વરૂપ, આનંદમય, સમગ્ર બાહ્ય ઉપાધિથી રહિત, સ્ફટિક સરખો નિર્મળ, ઇન્દ્રિયોથી અગોચર, અનંત ગુણવાળો એવો આત્મા પરમાત્મસ્વરૂપ કહ્યો છે.
આવી રીતે બહિરાત્મભાવ, અંતરાત્મા અને પરમાત્મસ્વરૂપ સમજાવી યોગીવર્ય આચાર્ય હેમચંદ્ર કહે છે -
पृथगात्मानं कायात्, पृथक् च विद्यात् सदात्मन: कायम् । उभयोर्भेदज्ञातात्मनिश्चये न स्खलेद् योगी ।।९।।
આત્માને શરીરથી ભિન્ન તથા શરીરને સદા આત્માથી ભિન્ન જાણવું જોઈએ. આ બંનેના ભેદનો જ્ઞાતા, યોગી, આત્મસ્વરૂપનો નિશ્ચય કરવામાં સ્કૂલના પામતો નથી. કારણ બહિરાત્મભાવમાં રાચતા મૂઢ જીવો પોશૈલિક વિષયોમાં જ આનંદ માને છે પણ જેઓ અંતરાત્મભાવને પામ્યા છે તેઓ આ પૌગલિક વિષયોથી પર આત્મસુખમાં જ સંતોષ માને છે અને આવા આત્મજ્ઞાન, આત્મસુખના અભિલાષી એવા યોગી પુરુષો જેમ સિદ્ધરસના સ્પર્શથી લોઢું, સુવર્ણ બને છે એમ આત્માનું ધ્યાન કરવાથી એમનો આત્મા પરમાત્મપણાને પામે છે.
આગળ પૂ. હેમચંદ્રાચાર્ય ગુરુકૃપા, ગુરુસેવાનું મહત્ત્વ સમજાવે છે કે જે યોગીઓએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય એમને તો એ સંસ્કાર આ જન્મમાં પણ સાથે આવે છે અને ઉપદેશ વગર આપમેળે જ તત્ત્વ પ્રગટ થાય છે પણ એવા તો કોઈ વિરલા જ હોય. બાકી બીજા બધાને તો જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલ આત્માને જન્માંતરના સંસ્કાર સિવાય પણ આ ભવમાં ગુરુના ચરણની નિર્મળ સેવા કરવાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૧૮૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #216
--------------------------------------------------------------------------
________________
ગુરુની સેવા કરી એમનો ઉપદેશ પામી યોગી આત્મસ્વરૂપ પામવા માટે અભ્યાસ કરવા તૈયાર થાય. યોગી મન, વચન અને કાયાની ચંચળતાનો ત્યાગ કરી આત્માને સ્થિર અને શાંત બનાવે. બાહ્ય પદાર્થો પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનભાવ કેવળી કોઈ પણ પ્રકારના સંકલ્પ-વિકલ્પ ન કરે. પાંચ ઇન્દ્રિયોને પોતપોતાના વિષયો ગ્રહણ કરતી રોકવી નહીં. (માત્ર દ્રષ્ટા બનીને જોતા રહેવું.) તેમજ વિષયોમાં પ્રવર્તાવવી નહીં. આવી રીતે નિર્મમત્વ ભાવથી યોગી તન્મયભાવને પ્રાપ્ત કરી અત્યંત ઉન્મનીભાવને પ્રાપ્ત કરે છે. અને આવી રીતે ઔદાસીન્યમાં લીન રહેવાથી (તલ્લીન થવાથી) પરમાત્મતત્ત્વ યોગીને આપમેળે પ્રગટ થાય છે. આવા યોગીને પૂ. હેમચંદ્રાચાર્ય મનોવિજય કરવાનું કહે છે. નિરંતર ઉદાસીનભાવમાં તલ્લીન બનેલા, પરમાનંદ દશાની ભાવના કરતા આત્માએ કોઈ પણ સ્થાનમાં મનને જોડવું નહીં. જેથી આત્મા વડે ઉપેક્ષા કરાયેલું મન કોઈ વખત ઇંદ્રિયોનો આશ્રય કરતું નથી અને મનના આશ્રય વિના ઇંદ્રિયો પણ પોતપોતાના વિષયો પ્રત્યે પ્રવર્તતી નથી. આવી રીતે આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન જ્યારે ઇંદ્રિયોને પ્રેરણા કરતું નથી ત્યારે કોઈ પણ બાજુથી સહકાર ન મળતાં મન પોતાની મેળે જ વિનાશ પામે છે ત્યારે પવનરહિત સ્થાનમાં રહેલ સ્થિર દીપકની જેમ કર્મબંધ વિનાના નિષ્કલંક તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. આ ઉન્મનીભાવથી જ શક્ય બને છે.
આ અમનસ્ક ભાવ એટલે જ ઉન્મનીભાવ પ્રાપ્ત થયાથી જેમ કેળને એક વખત ફળ આવ્યા પછી તેનો નાશ થાય છે, બીજી વખત ફળ લાગતા નથી તેમ અમનસ્કભાવ પ્રાપ્ત થયા પછી બીજા કર્મ લાગતા નથી. ઉન્મની ભાવના અભ્યાસમાં સ્થિરતા પ્રાપ્ત થતા યોગીને પોતાના શરીરની જાણ રહેતી નથી અને આત્મસ્વરૂપમાં રમણતા કરતો લય નામની ધ્યાનની અવસ્થામાં સિદ્ધના જીવોની જેમ જણાય છે.
આવા મોક્ષસુખ એટલે ધ્યાનથી થતા પરમાનંદને પ્રાપ્ત કરવાના કારણભૂત ઉન્મનીભાવનો ઉપદેશ સદ્ગુરુ જ આપે છે એટલે સદ્ગુરુનની ઉપાસનાની અભિલાષા રાખવાનું કહે છે.
આવી રીતે અંતે સદ્ગુરુના ઉપદેશથી ઉન્મનીભાવ કેળવી આત્મપદાર્થની
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૭
Page #217
--------------------------------------------------------------------------
________________
ક્રમિક શુદ્ધિ અને ડ6ને પ્રાપ્ત કરી પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાનું કહે છે.
(तांस्तानापरमेश्वरादपि परान् भावैः प्रसादं नयन्, स्तैस्तैस्तत्तदुपायमूढ ! भगवन्नात्मन् ! किमायास्यसि ? । न हन्तात्मानमपि प्रसादय मनाग, येनासतां सम्पदः । साम्राज्यं परमेऽपि तेजसि तव प्राज्यं समुज्जृम्भते ।।५४ ।।
અર્થ : હે ભગવાન્ ! હે આત્મનું, પરમેશ્વર સિવાય તે તે ભાવોથી અન્યને પ્રસન્ન કરવાનો શા માટે પ્રયાસ કરે છે ? અરે ! જો તું આત્માને થોડો પણ પ્રસન્ન કરે તો આ સંપદાઓ તો શું, પરંતુ એની અંદર તારા પરમ તેજનું અંદર વિસ્તૃત સામ્રાજ્ય ફેલાશે.
૧૮૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #218
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શુભચંદ્રરચિત “જ્ઞાનાર્ણવ” પ્રસ્તાવના :
જ્ઞાનાર્ણવ આ મધ્યયુગના દિગંબર આચાર્ય શુભચંદ્ર દ્વારા રચિત યોગ અને ધ્યાન વિષયનો ગ્રંથ છે. આચાર્ય શુભચંદ્રનો સમય વિદ્વાનોએ વિ.સં. ૧૦૧૬થી વિ.સં. ૧૧૪પ વચ્ચેનો માનેલો છે. એ રાજા ભોજના સમયમાં હતા. એમના જીવન વિશે બીજી કશી માહિતી ઉપલબ્ધ નથી. “જ્ઞાનાવનું બીજું નામ ‘યોગાર્ણવ” છે. એમાં યોગીઓએ આચરવાયોગ્ય, જાણવાયોગ્ય સંપૂર્ણ જૈન સિદ્ધાંતનું રહસ્ય ભરેલું છે. ‘જ્ઞાનાર્ણવ” એટલે જ્ઞાન+આર્ણવ. જ્ઞાન અર્થાત્ જાણવું. શેય પદાર્થના યથાર્થ સ્વરૂપને સૂક્ષ્મતાપૂર્વક જાણવું. આર્ણવ એટલે સાગર. એટલે આ ગ્રંથમાં ગ્રંથકારે સમુદ્રના જળની જેમ વિપુલ જ્ઞાન ભર્યું છે.
આ ગ્રંથનો વિષય યોગ અથવા અધ્યાત્મસાધના છે. યોગમાં ધ્યાનનું સૌથી વધારે મહત્ત્વ છે. યોગના બીજા અંગ (જેમ કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ. આદિ) ધ્યાનની પ્રાપ્તિ માટે સહાયક બને છે. “સમાધિ જે યોગનું અંતિમ લક્ષ્ય છે એ પણ ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ જૈન દર્શનમાં ધ્યાન આત્માના જ્ઞાનગુણને પ્રગટ કરે છે. એટલે ધ્યાન અને જ્ઞાનમાં અતૂટ સંબંધ છે. અગિયારની શતાબ્દીના જૈનાચાર્ય શુભચંદ્ર પોતાના ધ્યાનશાસ્ત્રને જ્ઞાનશાસ્ત્રનો ગ્રંથ માની એને જ્ઞાનાર્ણવ” નામ આપ્યું છે. વિષયની દૃષ્ટિથી આ ગ્રંથ ધ્યાનનો સમુદ્ર છે એટલે ‘જ્ઞાનાર્ણવ’ના અંતમાં આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથને ધ્યાનશાસ્ત્ર એમ પણ કહે છે. આ ગ્રંથમાં જ્ઞાનનો એવો મહાસાગર ભરેલો છે કે જેના સહારાથી મનુષ્ય આ સંસારસાગર પાર કરી શકે છે. અર્થાત્ આચાર્ય શુભચંદ્ર ભવાવ (ભવનો સાગર) પાર કરવા માટે “જ્ઞાનાવ’ને એક સાધન તરીકે વર્ણવે છે.
જીવ અનાદિકાળથી આ દુઃખરૂપ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે. એનાથી છૂટી મોક્ષ પ્રાપ્ત કરવા માટે સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રને ધારણ કરી ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ એમ આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથમાં કહે છે. એમણે સમ્ય દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર અને ધ્યાનનું મહત્ત્વ અને એનું ફળ અહીં વર્ણવ્યાં છે.
આ ગ્રંથમાં કુલ ૪૨ પ્રકરણ છે. પ્રથમ પ્રકરણમાં પ્રથમ શ્લોકમાં મંગલાચરણમાં આચાર્ય શુભચંદ્ર પરમાત્માને નમસ્કાર કરી ગ્રંથનો પ્રારંભ કરે
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૮૯
Page #219
--------------------------------------------------------------------------
________________
છે. આગળના શ્લોકોમાં ધ્યાનની સિદ્ધિ માટે પ્રથમ તીર્થંકર ઋષભદેવ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, મહાવીર સ્વામી અને છેલ્લે ગૌતમ ગણધરને નમસ્કાર કરે છે. જ્ઞાનાર્ણવ ગ્રંથ રચવાનું પ્રયોજન કહે છે કે આ ગ્રંથનું નિર્માણ પોતાની કીર્તિ જગતમાં ફેલાવવાના લૌકિક પ્રયોજનથી નથી કર્યું પરંતુ ક્લેશ, સંતાપથી છૂટવા અને પોતાના જ્ઞાનની વૃદ્ધિ માટે આ કૃતિની રચના કરી છે.
જ્ઞાનીઓએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થમાં મોક્ષ પુરુષાર્થને શ્રેષ્ઠ કહ્યો છે. જૈન દર્શનમાં આ મોક્ષ અથવા મુક્તિ પ્રાપ્ત ક૨વા માટે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય રત્નત્રયને મુક્તિનાં સાધન કહ્યાં છે. ‘જ્ઞાનાર્ણવ’માં પણ આચાર્ય શુભચંદ્ર સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રને મોક્ષનું કારણ બતાવે છે.
सम्यग्ज्ञानादिकं प्राहुर्जिना मुक्तेर्निबन्धनम् ।
तेनैव साध्यते सिद्धिर्यस्मात्तदर्थिभिः स्फुटम् ।।३.११ ।।
અર્થ : જિનોએ સમ્યજ્ઞાન વગેરેને મુક્તિનું કારણ (નિવર્ધન) કહેલું છે, કારણ કે તેની ખરી જરૂર હોય તેમના દ્વારા તેનાથી જ ખાતરીબંધ રીતે (ટમ્) સિદ્ધિ મેળવાય છે.
આચાર્ય શુભચંદ્ર આ ગ્રંથમાં મોક્ષપ્રાપ્તિની સાધનામાં ધ્યાનનું મહત્ત્વ બતાવે છે. આ ધ્યાન સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની શુદ્ધતાપૂર્વક ક૨વાનું કહે છે. એ કહે છે સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રથી જીવાત્મા કર્મોનો નાશ કરી મોક્ષપ્રાપ્તિ કરી શકે છે. આ રત્નત્રય પ્રાપ્ત કર્યા વગર ધ્યાન સિદ્ધ થઈ શકતું નથી. આવી રીતે રત્નત્રયીનું મહત્ત્વ સમજાવી પ્રથમ સમ્યગ્ દર્શનનું વર્ણન કર્યું છે.
૧૯૦
यज्जीवादि पदार्थानां श्रद्धानं तध्दि दर्शनम् । निसर्गेणाधिगत्या वा तभ्दव्यस्यैव जायते ।।६.६।।
અર્થ : જે જીવાદિ પદાર્થોમાં શ્રદ્ધા કરવાની છે એ જ નિયમથી દર્શન છે. આ સમ્યગ્ દર્શન સ્વભાવથી અથવા અધિગમથી ભવ્ય જીવોને ઉત્પન્ન થાય છે. અભવ્ય જીવોને થતું નથી.
જે જીવ ભવ્ય હોય, પર્યાત્મક હોય, મન સહિત અર્થાત્ સંજ્ઞી પંચીદ્રિય
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #220
--------------------------------------------------------------------------
________________
હોય અને જેની કાળલબ્ધિ થઈ ગઈ હોય એ જીવને સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સાત તત્ત્વ પર પૂર્ણ શ્રદ્ધા કરવી એને સમ્યમ્ દર્શન કહે છે. આગળ સમ્યગુ જ્ઞાનનું વર્ણન કરે છે -
त्रिकालगोचरानन्त गुणपर्यायसंयुताः यत्र भावाः स्फुरन्त्युश्चैस्तज्ज्ञानं ज्ञानिनां मतम् ।।७।।
અર્થ : “જેના ત્રણ કાળના ગોચર અનંતગુણપર્યાય-સંયુક્ત પદાર્થ અતિશયતાની સાથે પ્રતિભાસિત થાય છે અને જ્ઞાની પુરુષ જ્ઞાન કહે છે.
આ સામાન્યપણે પૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ છે. આકાશદ્રવ્ય અનંતપ્રદેશ છે. એના મધ્યમાં અનંત-પ્રદેશી લોકાકાશ છે. એમાં જીવ પુદ્ગલ, ધર્મ, અધર્મ અને કાલ આ અનંતદ્રવ્ય છે. એમના ત્રણે કાળ સંબંધી (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) અનંત અનંત ભિન્ન ભિન્ન પર્યાય છે. આ સર્વેને યુગપત (એક સમયમાં) જાણવાવાળું પૂર્ણજ્ઞાન જે આત્માનો નિશ્ચય સ્વભાવ છે. આઠમા પ્રકરણના સમ્યક ચારિત્રનું વર્ણન કર્યું છે :
यद्धिशुद्धः परं धाम यद्योगिजनजीवितम् । तवृत्तं सर्वसावधपर्युदासैकलक्षणम् ।।८.१।।
અર્થ : જે વિશુદ્ધતાનું ઉત્કૃષ્ટ ધામ છે તથા યોગીશ્વરોનું જીવન છે અને સમસ્ત પ્રકારની પાપરૂપ પ્રવૃત્તિઓથી દૂર રહેવાનું જેનું લક્ષણ છે એને સમ્યમ્ ચારિત્ર કહે છે.
આ ચારિત્રના પાંચ ભેદ બતાવેલા છે - (૧) સામાયિક (૨) છેદોપસ્થાપના (૩) પરિહારવિશુદ્ધિ (૪) સૂક્ષ્મસંપરાય (૫) યથાખ્યાત ચારિત્ર.
આ ચારિત્રના ૧૩ ભેદ પણ બતાવ્યા છે. - જેમાં ૫ મહાવ્રત, પ સમિતિ , અને ત્રણ ગુપ્તિનો સમાવેશ થાય છે. આ પાંચ મહાવ્રત એટલે હિંસા, અમૃત (અસત્ય), ચોરી, મૈથુન, પરિગ્રહ. આ પાપોથી વિરતિ અથવા ત્યાગભાવ આ પાંચ વ્રત.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૯૧
Page #221
--------------------------------------------------------------------------
________________
અહિંસા મહાવ્રત ઃ
પ્રથમ અહિંસાનું વિસ્તારથી વર્ણન કર્યું છે અને એનું મહામ્ય બતાવ્યું છે. અહિંસા આ મહાવ્રત આગળનાં ચાર મહાવ્રતોનું કારણ છે. અહિંસા કોને કોને કહેવાય એ સમજાવ્યું છે -
वाचित्ततनुभिर्यत्र न स्वप्नेपि प्रवत्तते। चरस्थिराङ्निनां घातस्तदाद्यं व्रतमीरितम् ।।८.८ ।।
અર્થ : જે વ્રતમાં મન, વચન અને કાયાથી સ્વપ્નમાં પણ ત્રસ અને સ્થાવર જીવોનો ઘાત ન કરાય અને અહિંસા મહાવ્રત કહે છે.
અહીં આચાર્ય શુભચંદ્ર જૈન દર્શનની ઘણી મહત્ત્વની વાત સમજાવે છે. જૈન દર્શનમાં કર્મબંધ થવાનાં મુખ્ય કારણ આત્માનાં પરિણામ છે. એટલે જે જીવ પ્રમાદસહિત છે અર્થાત્ અહિંસા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન અથવા પ્રવૃત્તિ કરતા નથી એ જીવોને બીજા જીવ મરે અથવા ન મરે પણ એમનો કર્મબંધ થાય છે. જ્યારે જે પ્રમાદરહિત થઈ હિંસા ન થાય માટે પ્રયત્ન કરે છે, જાગ્રત રહે છે તે છતાં જો હિંસા થઈ જાય તો પણ તેમનો કર્મબંધ થતો નથી.
સત્ય મહાવત :
આગળના પ્રકરણમાં સત્ય મહાવ્રતનું વર્ણન કરેલું છે. આચાર્ય શુભચંદ્ર કહે છે કે જિનેન્દ્ર ભગવાને જે યમનિયમાદિ વ્રતો કહેલાં છે એ એકમાત્ર અહિંસાવ્રતના રક્ષા માટે કહેલાં છે. કારણ જો અહિંસાવ્રત- પાલનધારી અસત્ય વચન ઉચ્ચારતો હોય તો તે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત ન કરી શકે. આગળ કહે છે કે જે વચન જીવો માટે હિતકારી, ઇષ્ટ હોય એવાં વચન અસત્ય હોય તોપણ સત્ય છે અને જે વચન પાપસહિત હિંસારૂપ કાર્યને પુષ્ટિ આપે છે એવાં વચન સત્ય પણ હોય તોપણ અસત્ય અને નિંદનીય છે. મુનિ હંમેશાં સત્ય વચન જ બોલે છે, અસત્ય વચન બોલવાથી મુનિપણું રહેતું નથી.
અસ્તેય મહાવ્રત :
મુનિ મોક્ષમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે “અસ્તેય’ નામનું ત્રીજું મહાવ્રત અંગીકાર કરે છે. જે મનુષ્ય સંસારસાગર પાર કરવાની ઇચ્છા ધરાવે છે એ મન, વચન, કાયાથી કોઈએ આપ્યા વગરની વસ્તુ ગ્રહણ કરવાની ઇચ્છા કરતો નથી.
૧૯૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #222
--------------------------------------------------------------------------
________________
આગળ ચોરી કરવાથી કેટલું નુકસાન થાય છે એ સમજાવે છે.
બ્રહ્મચર્ય મહાવત :
આ પ્રકરણમાં બ્રહ્મચર્ય મહાવ્રતનું નિરૂપણ કર્યું છે. ત્રણે જગતમાં બ્રહ્મચર્યવ્રત પ્રશંસા કરવાયોગ્ય છે. જે આ વ્રતનું નિરતિચારપૂર્વક પાલન કરે છે એ પુરુષ પૂજ્ય પુરુષો દ્વારા પણ પૂજાય છે. આ વ્રતનું આલંબન લઈ યોગીલોકો પરમાત્માને અનુભવે છે. આ વ્રત ધીરવીર પુરુષ જ ધારણ કરી શકે છે.
બ્રહ્મચર્ય મહાવ્રતના વર્ણનમાં આચાર્ય શુભચંદ્ર ગુરુજનોની (અહીંગુરુજન માટે ‘વૃદ્ધ' શબ્દ વાપર્યો છે.) સેવા કરવાનું કહે છે. વૃદ્ધ કોને કહેવાય તો જેને સ્વ-પર પદાર્થોને જાણવાવાળું અર્થાત્ ભેદજ્ઞાન છે એવા જ્ઞાની વૃદ્ધ કહેવાય છે. જે મુનિ તપ, શાસ્ત્રાધ્યયન, વૈર્ય, ધ્યાન, વિવેક (ભેદજ્ઞાન), યમ અને સંયમમાં આગળ વધેલા છે એવા મહાપુરુષોને વૃદ્ધ કહેવાય છે. જે સાધક મૈથુન અને સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરી આવા ગુરુજનોના સાન્નિધ્યમાં રહી એમની સેવા કરે ત્યારે એનું બ્રહ્મચર્ય દઢ થાય છે અને ત્યારે જ પરમાર્થરૂપ બ્રહ્મચર્ય (અર્થાત્ આત્મસ્વરૂપમાં લીન થવારૂપ ધ્યાન)ની સિદ્ધિ થાય છે.
અપરિગ્રહ મહાવત :
અંતે ૫ મહાવ્રતમાંથી છેલ્લે મહાવ્રત અપરિગ્રહ છે. સંયમી મુનિ ગુણવાન હોય પણ જો પરિગ્રહી હોય તો તે સંસારસમુદ્ર પાર કરવામાં નિષ્ફળ જાય છે. પરિગ્રહ બાહ્ય' અને અત્યંતર એમ બે પ્રકારના છે. જે યોગીને મુક્તિ પ્રાપ્ત કરવી છે એમણે સમસ્ત પરિગ્રહ અર્થાત્ બાહ્ય અને અત્યંતરનો ત્યાગ કરી ધ્યાનસ્થ અથવા જ્ઞાનીઓના સંગમાં રહેવું જોઈએ.
આવી રીતે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ સમ્યક ચારિત્ર તેર પ્રકારનું કહ્યું છે. જેનો સમાવેશ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર આ રત્નત્રયીમાં થાય છે. આચાર્ય શુભચંદ્ર કહે છે કે આ રત્નત્રયીને આરાધીને જ સંયમી મુનિ ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં જાય છે અને ભવિષ્યકાળમાં જશે. જે આ સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રને અંગીકાર કરે છે એને જ મોક્ષના કારણરૂપ ધ્યાનની સિદ્ધિ થાય છે.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૯૩
Page #223
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં આચાર્ય શુભચંદ્ર ધ્યાનનું મહત્ત્વ, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનના ભેદ, ધ્યાનની સિદ્ધિ માટે કષાયજય, મનની શુદ્ધિ એના માટે રાગ દ્વેષ ઉપર જય અને સમતાભાવ તેમજ ધ્યાનની સિદ્ધિ માટે અન્યમતીના યમ, નિયમ આદિ યોગસાધનનું પણ વર્ણન કરેલું છે. આત્માની બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – આ ત્રણ અવસ્થાઓના સ્વરૂપનું વર્ણન કર્યું છે. મોક્ષપ્રાપ્તિ માટે બહિરાત્માને ત્યજી અંતરાત્મા થઈ પરમાત્માનું ધ્યાન અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું કહે છે.
બાર ભાવના જીવને ધ્યાન સન્મુખ કરવા માટે આ સંસાર અને સંસારના વિષયોથી વેરાગ્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એના માટે સૌપ્રથમ અનિત્યાદિ બાર ભાવનાઓ કહેલી છે. આ બાર ભાવનાના ચિંતનથી આ સંસાર, એમાં રહેલાં સ્ત્રી-કુટુંબ, ધન-ધાન્ય આદિ પરિગ્રહ, તેમજ અશુચિથી ભરેલો પોતાનો દેહ આ બધાંની અનિત્યતા સમજાશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે અને એ જ મોક્ષપ્રાપ્ત કરવાની સીડી છે એમ કહી બાર ભાવનાઓનું વર્ણન કર્યું છે. અને આ પ્રકરણના ઉપસંહારમાં આ બાર ભાવનાઓનું ફળ અને મહિમા નીચે પ્રમાણે કહ્યાં છે.
दीव्यन्नाभिरयं ज्ञानी भावना भिर्निरन्तरम् । इहैवाप्नोत्यनातङ, सुखमत्यक्षमक्षयम् ।।१।। विध्याति कषायाग्निर्विगलति रागो पिलीयते ध्वान्तम् । उन्मिषति बोधदीपो हदि पुंसां भावनाभ्यासात् ।।२।।
અર્થ : નિરંતર આ બાર ભાવનાઓનું ચિંતન કરનારા જ્ઞાની પુરુષો આ લોકમાં રાગાદિકની બાધારહિત અતીન્દ્રિય અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
આ દ્વાદશ ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરનારાના હૃદયમાંથી કષાયરૂપી અગ્નિ નષ્ટ થાય છે, પર-દ્રવ્યો પ્રત્યેનો રાગ નાશ પામે છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈ જ્ઞાનરૂપ દીપક પ્રજ્વલિત થાય છે. આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ”માં ધ્યાનને મોક્ષનું કારણ બતાવી એનું મહત્ત્વ સમજાવે છે. પણ જ્યાં સુધી જીવની રુચિ સંસારાભિમુખ હશે ત્યાં સુધી ધ્યાનની પ્રાપ્તિ થવી દુષ્કર છે, કઠિણ છે. આ બાર ભાવનાઓના નિમિત્તથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે
૧૯૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #224
--------------------------------------------------------------------------
________________
છે. એટલે સૌપ્રથમ એનું વર્ણન અહીં કરેલું છે.
ધ્યાનનું મહત્ત્વ અને ધ્યાનનું લક્ષણ વૈરાગ્ય માટે જરૂરી બાર ભાવનાઓનું વર્ણન કરી ધ્યાનનું મહત્ત્વ અને ધ્યાનનું લક્ષણ સમજાવેલું છે. આચાર્ય શુભચંદ્ર પ્રથમ આત્માના અચિંત્ય સામર્થ્યનું વર્ણન કરે છે. આત્મા અનંત શક્તિનો, અનંત વીર્યનો ધારક છે, સમસ્ત પદાર્થોનો જ્ઞાયક છે. આ આત્મા અનંત શક્તિમાન છે પરંતુ અનાદિકાળથી આ શક્તિ કર્મોનાં આવરણથી ઢંકાઈ ગઈ છે તો ધ્યાન દ્વારા આ કર્મોનું આવરણ નષ્ટ થઈ આત્માના અનંત ગુણો પ્રગટ થાય છે. પર-પદાર્થમાં જે રાગ, દ્વેષ, મોહ, અહંકાર આદિ અનિષ્ટ બુદ્ધિ કરે છે એવો અજ્ઞાનરૂપી અંધકાર ધ્યાનથી નષ્ટ થાય છે. વસ્તુસ્વરૂપ જે દ્રવ્યપર્યાય છે એ એને જણાય છે. મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન કેમ કારણ બને છે એ સમજાવતાં કહે છે -
मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः । ध्यानसाध्यं मतं तध्दि तस्मातद्धितमात्मनः ।।३.१३ ।।
અર્થ : મોક્ષ કર્મોના ક્ષયથી થાય છે. કર્મોનો ક્ષય સમ્યગૂ જ્ઞાનથી થાય છે. સમ્યગ્રજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે. એટલે ધ્યાન જ આત્માનું હિત છે.
આવી રીતે ધ્યાનનું મહત્ત્વ સમજાવી ધ્યાન માટે શું જરૂરી છે એ કહે છે – ધ્યાનમાં ચિત્ત સ્થિર થવા માટે પરિગ્રહના મમત્વનો ત્યાગ જરૂરી છે, પ્રમાદ અને વિષયોમાંથી ચિત્તની પ્રવૃત્તિ દૂર થવી જરૂરી છે. આગળ કહે છે કે જો રાગ, દ્વેષ, મોહ આદિ ક્ષીણ થયા હોય અને સંવેગ (મોક્ષ અથવા મોક્ષમાર્ગ માટે અનુરાગ), નિર્વેદ (સંસાર અને એના વિષયો પરત્વે વૈરાગ) તથા સ્વપરનું ભેદજ્ઞાન થયું હોય તો ધ્યાનમાં સ્થિર થવાય છે.
ધ્યાનનું લક્ષણ : આચાર્ય શુભચંદ્ર ધ્યાનની પરિભાષા આપતાં કહે છે – उत्कृष्टकायबन्धस्य साधोरन्तर्मुहूर्त्ततः । ધ્યાનમાહુરર્થવિસ્તારો જુવોત્તમાં: આર.૨ાા જ્ઞાનાર્ણવ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૯૫
Page #225
--------------------------------------------------------------------------
________________
અર્થ : ઉત્કૃષ્ટ સંહનનવાળા સાધકના ચિત્તની વૃત્તિઓનો કોઈ એક વિષય પર નિરોધ કરવો, કોઈ એક વિષય પર એને એકાગ્ર કરવો, સ્થાપિત કરવો એ ધ્યાન છે. આ ધ્યાન અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે.
અહીં આચાર્ય શુભચંદ્ર ધ્યાન માટે મનની સ્વસ્થતા સાથે દેહિક સંગઠન પણ વજરૂષભનારા આદિના રૂપમાં ઉત્તમ કોટિનું હોવું જરૂરી માને છે.
ધ્યાનના બે ભેદ છે – પ્રશસ્તિ ધ્યાન અને અપ્રશસ્ત ધ્યાન જે અનુક્રમે શુભધ્યાન અને અશુભધ્યાન છે. પ્રશસ્ત ધ્યાન – જે ધ્યાનમાં મુનિ રાગરહિત થાય અને વસ્તુસ્વરૂપનું યથાર્થ ચિંતવન કરે એ ધ્યાનને પ્રશસ્ત ધ્યાન કહ્યું છે. અપ્રશસ્ત ધ્યાન – જેણે વસ્તુસ્વરૂપનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી, જેનો આત્મા રાગ, દ્વેષ અને મોહથી પીડિત છે એવા જીવની સ્વાધીને પ્રવૃત્તિને અપ્રશસ્ત ધ્યાન કહ્યું છે. અપ્રશસ્ત ધ્યાનના બે ભેદ છે – આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અશુભ બંધના હેતુ છે એટલે સર્વથા હેય છે. આ બેઉ અપ્રશસ્ત ધ્યાનને ત્યાગવાથી પ્રશસ્ત ધ્યાન થાય છે. જેના બે ભેદ છે – ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં પ્રવૃત્તિ શક્ય થાય છે. અને આ બેઉ ધ્યાનના ભેદ આગળના પ્રકરણમાં સમજાવેલા છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત ધ્યાન જીવના આશયથી સમજાવેલા છે.
જીવના ત્રણ આશય છે :
પ્રથમ પુણ્યરૂપ શુભ આશય છે. આ શુભ આશયથી અને વસ્તુના યથાર્થ સ્વરૂપના ચિંતવનથી ઉત્પન્ન થયેલું ધ્યાન પ્રશસ્ત ધ્યાન કહેવાય છે, જેનાથી શુભગતિની પ્રાપ્તિ થાય છે.
બીજો પાપરૂપ અશુભ આશય છે. આ અશુભ આશય અને મોહ-મિથ્યાત્વ કષાયથી અપ્રશસ્ત ધ્યાન થાય છે જે દુર્ગતિનું કારણ બને છે. ત્રીજો શુદ્ધોપયોગ નામ આશય છે. આ આશયથી રાગાદિ કષાય ક્ષીણ થઈ પોતાના સ્વરૂપના આલંબનથી, શુદ્ધોપયોગથી શુદ્ધ ધ્યાન હોય છે. જેનાથી જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
ધ્યાતાની યોગ્યતા :
આગળના પ્રકરણમાં ધ્યાન કરનાર ધ્યાતાના ગુણદોષ વર્ણવ્યા છે. આચાર્ય શુભચંદ્ર શાસ્ત્રમાં ધ્યાતા કેવો હોય એ કહે છે - તે મુમુક્ષુ અર્થાત્ મોક્ષની ઇચ્છા રાખનારો, સંસારથી વિરક્ત, શાંતચિત્ત હોય, સ્થિર આસનમાં બેસી શકનારો હોય, જિતેન્દ્રિય હોય, સંવરયુક્ત અને ધીર હોય - આવા આઠ ગુણસહિતના ધ્યાતાને ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે. કોને કોને ધ્યાનની યોગ્યતાનો નિષેધ કર્યો છે એ સમજાવે છે. :
૧૯૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રથમ તો ગૃહસ્થાવસ્થામાં ઉત્તમ ધ્યાનનો નિષેધ કર્યો છે. એ કહે છે કે ગૃહસ્થ ઘરમાં રહી પોતાના ચંચલ મનને વશમાં રાખવા અસમર્થ હોય છે. એટલે જ ચિત્તની શાંતિ માટે પુરુષ ગૃહત્યાગ કરી એકાંત સ્થાનમાં જઈ ધ્યાનની સાધના કરે છે.
ગૃહસ્થાવસ્થા છોડી મુનિ હોય પણ જો મિથ્યાષ્ટિ હોય તો એમને પણ ધ્યાનની સિદ્ધિ થતી નથી. એનું કારણ સમજાવતાં કહે છે કે સત્ય દર્શનવાળા બધા એકાંતવાદી છે અને વસ્તુસ્વરૂપ અનેકાન્તાત્મક છે એટલે એ વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજવામાં અસમર્થ છે.
ત્રીજા જે જૈન સાધુ કહેવાય છે પરંતુ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા નથી, જે માયાચારી છે, જે મુનિ થઈને પણ પરિગ્રહ કરે છે, પોતાની કીર્તિ, પ્રતિષ્ઠામાં આસક્ત છે, જેમનું ચિત્ત ચંચલ છે એવા જૈન મુનિઓમાં પણ ધ્યાનની યોગ્યતા હોતી નથી.
ધ્યાતા મુનિઓની યોગ્યતા બતાવતાં કહે છે - જે સંયમી મુનિ વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છે, મનમાં સંવેગરૂપ છે, મોક્ષ તથા મોક્ષમાર્ગના અનુરાગી છે અને સંસારજનિત સુખોથી નિસ્પૃહ છે એ મુનિ ધન્ય છે એવા યોગીશ્વર ધ્યાનની સિદ્ધિના પાત્ર છે.
કષાય જય :
જે મુનિ ધ્યાન કરવાની યોગ્યતાવાળા છે એવા યોગીશ્વરોને ધ્યાનની સિદ્ધિ માટે કષાય જય કરવાનું કહે છે. કારણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય ધ્યાનના ઘાતક છે એટલે એ ચાર કષાયોના સ્વરૂપનું વર્ણન કરી એમનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે – शमाम्बुभिः क्रोधशिखी निवार्यताम्
નિયણાં માનમુદ્દામાáર્વ: | इथं च मायाऽऽर्जवतः प्रतिक्षणं
નિરીદતાં વાશ્રય સ્ત્રોમાન્તિ પા૨૨.૭૨ા જ્ઞાનાર્ણવ અર્થ : હે આત્મન ! શાંતભાવરૂપી જલથી ક્રોધરૂપી અગ્નિનું નિવારણ કર.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૧૯૭
Page #227
--------------------------------------------------------------------------
________________
ઉદાર માર્દવ અર્થાત્ કોમલ પરિણામથી માનને નિયંત્રિત કર. માયાને આર્જવથી દૂર કર. અને લોભને નિર્લોભતાથી વશ કર. આવી રીતે કષાય દૂર કરી એમના પર વિજય મેળવવાનો ઉપદેશ આપ્યો છે. કારણ કષાય નષ્ટ થવાથી આત્મસ્વરૂપનો અનુભવ થાય છે.
ઇંદ્રિયજય :
આ કષાય ત્યારે જ જિતાય જ્યારે ઇંદ્રિયો પર વિજય મેળવાય. કષાયને જીતવા માટે પ્રથમ ઇંદ્રિયોને વશ કરવા જોઈએ એટલે ૨૦મા પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર કહે છે -
अजिताक्षः कषायाग्निं विनेतुं न प्रभुर्भवेत । અત: aોઘાહિબ્રુ નેત્મશ્રરો: પ્રશાસ્થતે પાર.
અર્થ : જેમણે ઇંદ્રિયોને જીતી નથી એ કષાયરૂપી અગ્નિનો નાશ કરવા માટે અસમર્થ છે. એટલે ક્રોધાદિ કષાયોને જીતવા માટે ઇંદ્રિયોના વિષયોનો રોધ કરવો એ જ પ્રશંસનીય છે.
ઇંદ્રિજનિત વિષયથી પ્રાપ્ત થયેલ સુખ એ દુર્ગતિનું કારણ છે. ઇન્દ્રિયોના વિષયસેવનથી જે સુખ મળ્યું છે એ સુખ નથી પરંતુ દુ:ખ છે. કારણ ઇંદ્રિયજનિત સુખ એ અનંત સંસારના ક્લેશ ઉત્પન્ન થવાનું કારણ છે. એટલે એનાથી બચવા માટે યોગી તીર્થકર ભગવાને ઉપદેશે પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે. યોગીઓને અધ્યાત્મથી પ્રાપ્ત જે અતીન્દ્રિય સુખ છે, તે આત્માને અધીન છે, સ્વાનુભવગમ્ય છે અને અવિનાશી છે.
આવી રીતે અહીં ધ્યાનના ઘાતક એવા કષાય અને વિષયોનું વર્ણન પૂરું કરી કહે છે કે કષાય અને વિષયો પર જય મેળવીને જ ધ્યાનની સિદ્ધિ થાય છે.
મનની શુદ્ધિ, કષાય અને ઇંદ્રિય જય પછી આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સિદ્ધિ માટે મનની શુદ્ધિ પર ભાર આપવાનું કહે છે. એ કહે છે કે મનની શુદ્ધિ જ મહત્ત્વની છે. એના વિના કેવળ કાયાને ક્ષીણ કરવું વૃથા છે. મનની શુદ્ધિથી જ ધ્યાનની નિર્મલતા થાય છે, કર્મોની નિર્જરા થાય છે અને યોગીનું મન સ્થિર થઈ આત્મસ્વરૂપમાં લીન
૧૯૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #228
--------------------------------------------------------------------------
________________
થાય છે. અહીં આચાર્ય ધ્યાનની સિદ્ધિ માટે બીજા દર્શનવાળા સાથે સરખામણી કરતાં કહે છે કે અન્યમતી ધ્યાનની સિદ્ધિ યમનિયમાદિ યોગ-સાધનોથી કરે છે. તેઓ કહે છે યમનિયમાદિના અભ્યાસથી મન સ્થિર અને શુદ્ધ કરી ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે.
अथ कैश्चिद्यमनियमास्प्राणायामप्रत्याहारधारणाध्यान समाधयइत्यष्टाङ्गानि योगस्य स्थानानि ।।२२.१।।
અર્થ આચાર્ય કહે છે કે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ યોગનાં સ્થાન છે.
આના અનુસંધાનમાં આચાર્ય શુભચંદ્ર કહે છે કે મનને વશ કરીને એકાગ્ર કરે તોપણ રાગાદિના (રાગ, દ્વેષ, મોહ) સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે તે એકાગ્ર કરેલા મનને ચલાયમાન કરી દે છે; રાગદ્વેષ-મોહની ઉપસ્થિતિમાં મોક્ષમાર્ગની સ્થિરતા થતી નથી. એટલે પ્રથમ રાગાદિને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાગાદિ ક્ષીણ થવાથી અને એના અભાવમાં યોગી મોક્ષમાર્ગમાં સ્થિર થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. અહીં અન્યમતી અને જૈન દર્શનનો તફાવત બતાવે છે. અન્યમતી યમનિયમાદિ યોગનાં સાધનોથી મનને વશ કરે છે પરંતુ તેમનું રાગદ્વેષમોહનું યથાર્થ સ્વરૂપ અને એને જીતવાનું વર્ણન સત્યાર્થ નથી. આ રાગાદિને જીત્યા વગર મોક્ષના કારણભૂત ધ્યાનની સિદ્ધિ થતી નથી. આ રાગાદિનું યથાર્થ સ્વરૂપ અને એને જીતવાનું વિધાન કેવળ જૈન શાસ્ત્રોમાં જ છે. આ પ્રમાણે જ સાધના કરવાથી ધ્યાનસિદ્ધિ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ધ્યાનમાં સમતાનું મહત્ત્વ :
આચાર્યશ્રી રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે સમતાભાવનું આલંબન લેવાનું કહે છે. “જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર જીવને પ્રથમ ઇંદ્રિયોને વશ કરી કષાયો પર વિજય મેળવવાનું કહે છે. પછી સાધના માટે મનને એકાગ્ર કરવાની જરૂર છે. તો મનશુદ્ધિ માટે રાગ, દ્વેષ અને મોહને દૂર કરવાનો ઉપદેશ આપે છે. આના માટે એ કહે છે કે “હે જીવ, તું પોતાના આત્માને સમભાવથી ભરી દે જેથી તારો આત્મા રાગદ્વેષાદિને ગ્રહણ ન કરી શકે” જે આત્મા સમતાભાવમાં રમતા હોય તે ઉપસર્ગ આવે ત્યારે ચલિત ન થાય અને અનુકૂલતામાં રાગ ન કરે. બેઉ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૧૯૯
Page #229
--------------------------------------------------------------------------
________________
પરિસ્થિતિમાં એની વૃત્તિ સ્થિર રહે છે. આવી સ્થિતિ જીવ ક્યારે પ્રાપ્ત કરી શકે ? તો જ્યારે આ જીવ (આત્મા) પોતાના આત્માને ઓદારિક, તેજસ અને કાર્પણ આ ત્રણે શરીરથી અને રાગદ્વેષથી રહિત જાણે છે ત્યારે સમભાવની સ્થિતિ હોય છે. જ્યારે આ આત્મા પોતાને સમસ્ત પરદ્રવ્યના પર્યાયોથી અને પરદ્રવ્યોથી ભિન્ન છે એવો નિશ્ચય કરે છે અને એવી પ્રતીતી થાય છે એ જ સમયે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વજ્ઞ ભગવાને આ સામ્યભાવને જ ઉત્કૃષ્ટ ધ્યાન કહ્યું છે. એ ધ્યાનનું પ્રધાન અંગ છે. એના વિના લોકિક પ્રયોજન માટે અન્યમતી જે ધ્યાન કરે છે એ નિષ્ફળ હોય છે. મોક્ષનું સાધન તો સામ્યસહિત ધ્યાન જ છે. આવી રીતે જૈન ધર્મનો ભેદજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંન્ત જ અહીં પ્રતિપાદિત કરેલો છે.
ધ્યાન માટે યોગ્ય સ્થાન ?
ધ્યાન અર્થાત્ સાધના કરવા માટે યોગ્ય સ્થાન અને સ્થિર આસન પણ બહુ જ મહત્ત્વનાં છે. એટલે આચાર્ય શુભચંદ્ર ધ્યાન કરવા માટે ક્યાં સ્થાન યોગ્ય છે એ સમજાવે છે. પ્રથમ તો જે એકાંત સ્થાન હોય ત્યાં ધ્યાન કરવાનું કહે છે. અને જ્યાં ધ્યાન કરવામાં વિઘ્ન આવે, મન ચલિત થવાનો સંભવ હોય એવા સ્થાને ધ્યાન કરવાનો નિષેધ કર્યો છે. જે સિધ્ધક્ષેત્ર હોય કે જ્યાંથી ઘણા મહાપુરૂષોએ ધ્યાન ધરી સિદ્ધગતિ પ્રાપ્ત કરી છે, તીર્થકર ભગવાન જ્યાં વિચર્યા છે, જે તીર્થકરોની 12કલ્યાણભૂમિ છે એવાં સ્થાન ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે. જે સ્થાનમાં સાધકનું ચિત્ત સ્થિરતા પ્રાપ્ત કરી શકે એ સ્થાન ધ્યાન માટે યોગ્ય છે. એના માટે યોગ્ય સ્થાન સાથે યોગ્ય આસન પણ એટલું જ મહત્ત્વનું છે જે આચાર્ય શુભચંદ્ર ૨૮મા પ્રકરણમાં વર્ણવ્યા છે. જે જે આસનમાં સ્થિર થઈ સાધક (યોગી) પોતાનું મન નિશ્ચલ કરી સાધના કરી શકે એ આસન ઉપયોગી છે. પર્યકાસન, અર્ધપર્યકાસન, વજાસન, વિરાસન, સુખાસન, પદ્માસન તથા કાયોત્સર્ગ ધ્યાન માટે યોગ્ય આસન છે. આગળ કહે છે કે વર્તમાનમાં કાલદોષના કારણે મનુષ્ય પૂર્વકાળ (પહેલાંના કાળ) પ્રમાણે વીર્યવાળા નથી અર્થાત્ એમનામાં સામર્થ્યની હીનતા છે એટલે અમુક આચાર્ય પર્યકાસન (પદ્માસન) અને કાયોત્સર્ગ આ બે જ આસન ધ્યાન માટે યોગ્ય ગણે છે. આવી રીતે આચાર્ય શુભચંદ્ર યોગાભ્યાસ માટે આસનનો એક સાધનના રૂપમાં સ્વીકાર કર્યો છે. એમણે આસનને ઉપયોગી માન્યું છે. જ્યાં સુધી એ ધ્યાન માટે સહાયક બને ત્યાં સુધી જ એની આવશ્યકતા સ્વીકારી છે.
૨૦૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #230
--------------------------------------------------------------------------
________________
સ્થાન અને આસન બેઉ ધ્યાનનાં કારણ છે. બેઉમાંથી એક પણ યોગ્ય ન હોય તો ચિત્તની સ્થિરતા થઈ શકતી નથી. સાથે એમ પણ કહે છે કે જો મુનિ સંવેગવૈરાગ્યયુક્ત હોય, સંવરરૂપ હોય, ધીર હોય, જેનો આત્મા સ્થિર હોય, ચિત્ત નિર્મલ હોય એ મુનિ સર્વ અવસ્થા, સર્વ કાલમાં ધ્યાન કરવાયોગ્ય છે.
પ્રાણાયામ :
આ પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર મનને એકાગ્ર કરવા માટે તથા ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામને ઉપયોગી બતાવે છે. બીજા દર્શનમાં (જેમ કે યોગદર્શનમાં) યોગનાં આઠ અંગમાં ચોથું અંગ પ્રાણાયામ છે. એનો સંબંધ શ્વાસક્રિયા સાથે જોડાયેલો છે. અહીં પ્રાણાયામની ઉપયોગિતા બતાવતાં આચાર્ય શુભચંદ્ર લખે છે – જે મુનિઓ શાસ્ત્રીય સિદ્ધાંતોને સારી રીતે સમજ્યા છે, જેમણે યથાર્થ નિર્ણય કર્યો છે એ મુનિઓએ ધ્યાનસિદ્ધિ માટે અને અંત:કરણની એકાગ્રતા માટે પ્રાણાયામને પ્રશસ્ય કહ્યો છે, એને ઉપયોગી બતાવ્યો છે.
પ્રાણાયામના લૌકિક અને પારમાર્થિક બંને ફળ મળે છે. અહીં પારમાર્થિક પ્રયોજન અર્થાતુ ધ્યાનની સિદ્ધિથી આત્મસ્વરૂપમાં લીન થઈ જવાનું પ્રયોજન મુખ્ય છે. પ્રાણાયામને સમજાવતાં કહે છે, કે પ્રાણાયામ એટલે જીવન અર્થાત્ શ્વાસોશ્વાસની સાધના છે. મનને વશ કરવા માટે આ શ્વાસોશ્વાસને વશ કરવું જરૂરી છે. પૂર્વાચાર્યોએ પ્રાણાયામ ત્રણ પ્રકારે કહેલો છે – પૂરક, કુંભક અને રેચક. આ ત્રણેનાં સ્વરૂપ બતાવે છે :
પૂરક એટલે જ્યારે પવનને તાલુરન્દ્રથી લઈ (ખેંચી) પોતાની ઇચ્છાનુસાર પોતાના શરીરમાં પૂરણ કરે.
કુંભકએ પૂરણ કરેલા પવનને નાભિના મધ્યમાં સ્થિર કરીને રોકે. રેચક : એ સ્થિર કરેલા પવનને પ્રયત્નપૂર્વક મંદ મંદ બહાર કાઢે. પ્રાણાયામનું ફળ :
આ પ્રાણાયામ સાધવાથી જગતના શુભ-અશુભ અને ભૂત-ભવિષ્ય જાણી શકાય છે. પરકાયમાં પ્રવેશ કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આ બધા લોકિક પ્રયોજન છે, પારમાર્થિક નથી. એનું પારમાર્થિક ફળ બતાવ્યું છે કે મનને વશ કરવાથી વિષયવાસના નષ્ટ થાય છે અને પોતાના આત્મસ્વરૂપમાં લીન થતા
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૦૧
Page #231
--------------------------------------------------------------------------
________________
અનેક જન્મોનાં કર્મોનો નાશ થઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવી રીતે ચિત્તની સ્થિરતા માટે પ્રાણાયામનું મહત્ત્વ બતાવે છે પરંતુ આગળના પ્રકરણમાં પ્રાણાયામની અનુપયોગિતા બતાવતાં કહે છે કે પ્રાણાયામનું કૌશલ એ અણિમા આદિ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનું સાધન છે એટલે મુક્તિની ઇચ્છા રાખવાવાળા યોગીઓ માટે એ વિપ્નનું કારણ થઈ શકે. જે યોગી સંસારના વિષયોથી વિરક્ત છે, મંદકષાયી છે, વિશુદ્ધભાવયુક્ત છે, વીતરાગ અને જિતેન્દ્રિય છે એવા યોગીઓ માટે પ્રાણાયામ પ્રશંસાયોગ્ય નથી. પ્રાણાયામમાં શ્વાસોશ્વાસરૂપ પવનની આવનજાવનને રોકવાથી પીડા ઉત્પન્ન થાય છે. એનાથી સાધકની માનસિક સ્થિરતા વિચલિત થાય છે. સાધક એના ધ્યાનથી ભ્રષ્ટ થવાની શક્યતા હોય છે. એના આત્મભાવોની શુદ્ધ પરિણતિથી દૂર થાય છે. એટલે પ્રાણાયામની ઉપયોગિતાને અહીં ગૌણ માની છે. શ્વાસ-પ્રશ્વાસનો અભ્યાસ નાડીશુદ્ધિનો હેતુ બને છે, એનાથી ધ્યાનને અનુકૂળ મનઃસ્થિતિ ઉત્પન્ન થાય છે. આ દૃષ્ટિથી સાધક શ્વાસ-પ્રશ્વાસના શુદ્ધીકરણ દ્વારા આત્માનું ચિંતન, મનન, પરિશીલન કરી શકે ત્યાં સુધી પ્રાણાયામની ઉપયોગિતાને માની છે. ધ્યાનની એકાગ્રતા પ્રાપ્ત કરવા પ્રાણાયામનો ઉપયોગ થઈ શકે પણ એ અનિવાર્ય નથી.
આચાર્ય હેમચંદ્ર એમના લખેલ યોગશાસ્ત્ર માં પણ પ્રાણાયામ માટે આવું જ મંતવ્ય ધરાવે છે કે જૈન શાસ્ત્ર પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે પ્રાણાયામ અનિવાર્ય નથી. છતાં દેહના આરોગ્ય અને ધ્યાનથી સિદ્ધિ માટે પ્રાણાયામ ઉપયોગી છે. આવી રીતે પ્રાણાયામની ક્રિયાને ગૌણ માની સમાધિ માટે પ્રત્યાહાર અને ધારણાનું વર્ણન કર્યું છે.
પ્રત્યાહાર આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ’ના ૩૦મા પ્રકરણમાં પ્રત્યાહારનું વર્ણન કરે છે. પ્રત્યાહાર “પાતંજલ યોગનાં આઠ અંગોમાં પાંચમું અંગ છે. અહીંપ્રત્યાહારનું નીચે પ્રમાણે વર્ણન કરે છે:
समाकृष्येन्द्रियार्थेभ्यः साक्षं चेतः प्रशान्तधीः । यत्र यत्रेच्छया धत्ते स प्रत्याहार उच्यते ।।३०.१।। અર્થ : પ્રશાન્તબુદ્ધિ વિશુદ્ધતાયુક્ત મુનિ પોતાની ઇંદ્રિય અને મનને
POP
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #232
--------------------------------------------------------------------------
________________
ઇંદ્રિયોંના વિષયથી ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં ધારણ કરે એને પ્રત્યાહાર કહેવાય છે.
જે યોગીનું મન આસક્તિરહિત અને સંવયુક્ત છે, જેણે પોતાની ઇંદ્રિયોને કાચબાની જેમ સંકુચિત કરેલી છે, વિષયોથી ખેંચીને પોતામાં સમાવિષ્ટ કરેલી છે, જે સમભાવયુક્ત છે એ ધ્યાનમાં સ્થિર થાય છે.
પ્રત્યાહાર દ્વારા પોતાના ઇંદ્રિયોંને વિષયોથી હટાવીને ચિત્તને નિરાકુલ બનાવી સાધક પોતાના લલાટ પર નિશ્ચલતાપૂર્વક સ્થિર કરે. અહીં ધ્યાન ક૨વા માટે લલાટ સિવાય અન્ય સ્થાન પર જેમ કે નેત્રયુગલ, નાસિકાનો અગ્રભાગ, મુખ, નાભિ, મસ્તક, હૃદય, બે ભ્રમરનો મધ્યભાગ આદિ સ્થાનો ૫૨ મનને વિષયરહિત બનાવી સ્થિર કરી શકાય છે. પ્રત્યાહાર કરવાથી મન રાગાદિ રૂપ વિકલ્પ રહિત થઈ સમભાવને પ્રાપ્ત કરે છે.
આવી રીતે ધ્યાનની સિદ્ધિ માટે પ્રત્યાહારથી મનને સ્થિ૨ ક૨વાનું કહે છે. આત્માની ત્રણ અવસ્થા - બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા
ધ્યાનની સિદ્ધિ માટે આસનથી પ્રત્યાહાર, ધારણાનું વર્ણન કરી આ પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર આત્માને જાણવા માટે આત્માની ત્રણ અવસ્થાનું વર્ણન કરે છે અને અંતે પરમાત્માપદ પ્રાપ્ત કરવાનું કહે છે. પ્રથમ આત્માનો નિશ્ચય કરવાનું જરૂરી છે. કારણ કે આત્મામાં સ્થિર થવા માટે આત્મતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણવું જરૂરી છે. દેહ અને આત્માના ભેદવિજ્ઞાન વિના આત્માની પ્રાપ્તિ થતી નથી. જેને મોક્ષની પ્રાપ્તિ ક૨વી છે એમણે સમસ્ત પદ્રવ્યોરહિત આત્માનો નિશ્ચય કરવો જોઈએ. એટલે શરૂઆતમાં આત્માનો નિશ્ચય કરવાનું કહે છે.
अज्ञातस्वस्वरूपेण परमात्मा न बुध्यते ।
आत्मैव प्राग्विनिश्चेयो विज्ञातुं पुरुषं परम् ।। ३२.१ ।।
અર્થ : જેણે પોતાના આત્માનું સ્વરૂપ જાણ્યું નથી એ પુરુષ પ૨માત્માને જાણી શકતો નથી. એટલે પરમાત્માને જાણવાની ઇચ્છા રાખવાવાળો પ્રથમ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૦૩
Page #233
--------------------------------------------------------------------------
________________
પોતાના આત્માનો જ નિશ્ચય કરે.
આ આત્મા સમસ્ત દેહધારીઓમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા આ ત્રણ અવસ્થામાં છે. આ ત્રણે અવસ્થાઓનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) બહિરાત્મા : आत्मबुद्धिः शरीरादौ यस्य स्यादात्मविभ्रमात् । હિત્મિા સ વિયો મોહનિદ્રાપ્તચેતન: Jારૂ૨.૬ાા
અર્થ : જે જીવને શરીરાદિ પરપદાર્થમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ હોય કે આ હું જ છું, પર નથી, મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એ બહિરાત્મા છે. અર્થાત્ જે જીવ દેહ, ઇન્દ્રિય, ધન, સંપદા આદિ બાહ્ય વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરે એ બહિરાત્મા અર્થાત્ મિથ્યાદષ્ટિ છે. મિથ્યાજ્ઞાનને લીધે એ શરીરને આત્મા માને છે, પોતાથી ભિન્ન પશુ, પુત્ર, સ્ત્રી આદિમાં પોતાપણું માને છે.
(૨) અંતરાત્મા : बहिर्भावानतिक्रम्य यस्यात्मन्यात्मनिश्चयः । सोऽन्तरात्मा मतस्तज्ज्ञै विभ्रमध्वान्तभास्करैः ।।३२.७ ।।
અર્થ : જે પુરુષ બાહ્ય ભાવોનું ઉલ્લંધન કરી આત્મામાં જ આત્માનો નિશ્ચય કરે, વિભ્રમરૂપ અંધકારને દૂર કરવા માટે સૂર્ય સમાન એ આત્માને જાણે એ અંતરાત્મા છે.
અર્થાત્ જે વિશુદ્ધ દર્શનજ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે છે અને ચેતનાના વિકાર રાગાદિ ભાવોને કર્મજનિત હેય જાણે છે એ અંતરાત્મા છે અને સમ્યક દૃષ્ટિ છે.
જે બહિરાત્મા છે એ ચૈતન્યસ્વરૂ૫ આત્માનું દેહ સાથે સંયોજન કરે છે અર્થાત્ આત્મા અને દેહને એક સમજે છે અને જે જ્ઞાની છે, અંતરાત્મા છે એ દેહને ચૈતન્યસ્વરૂપ આત્માથી પૃથક્ (જુદો) સમજે છે. આ બહિરાત્મા અને
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૦૪
Page #234
--------------------------------------------------------------------------
________________
અંતરાત્માના જ્ઞાનમાં ભેદ છે.
(૩) પરમાત્મા : निर्लेपो निष्कलः शुद्धो निष्पन्नोऽत्यन्तनिर्वृत्तः । निर्विकल्पश्च शुद्धात्मा परमात्मेति वर्णितः ।।३२.८ ।।
અર્થ : જે નિર્લેપ છે અર્થાત્ જેને કર્મોનો લેપ નથી, શરીરરહિત છે. શુદ્ધ છે, જેને રાગાદિ વિકાર નથી, જે નિષ્પન્ન છે અર્થાત્ સિદ્ધરૂપ છે અને અત્યન્ત નિવૃત્ત છે અર્થાત્ અવિનાશી સુખરૂપ છે તથા નિર્વિકલ્પ છે અર્થાત્ જેમાં ભેદ નથી એને શુદ્ધાત્મા કહ્યો છે.
અર્થાત્ જે સમસ્ત કર્મોથી રહિત કેવળજ્ઞાનાદિ ગુણસહિત હોય એ પરમાત્મા છે. એ પરમાત્માનું ધ્યાન અંતરાત્મા થઈને કરે.
શરીર માટે એવો જે ભાવ છે કે “આ જ હું છું આવો ભાવ સંસારના સ્થિતિનું બીજ છે. એટલે બાહ્ય શરીરાદિકમાં આત્મબુદ્ધિ છોડી, ઇન્દ્રિયાદિ વિષયોમાં પણ આત્મબુદ્ધિ છોડે. પોતાના આત્મસ્વભાવથી શ્રુત થઈ બહિરાત્મા અને પદાર્થોમાં અહંબુદ્ધિ કરી કર્મબંધ કરે છે. જ્યારે જ્ઞાની પુરુષ અર્થાત્ અંતરાત્મા આત્મામાં જ આત્મબુદ્ધિ કરી પરપદાર્થોથી પૃથક થાય છે. આત્માને જાણવાવાળો જ્ઞાની દેહને આત્માથી ભિન્ન તથા આત્માને દેહથી ભિન્ન દેખી નિ:શંક થઈ દેહનો ત્યાગ કરે છે. આવા આત્મજ્ઞાની સમ્યમ્ દષ્ટિ જીવની સર્વ અવસ્થામાં કર્મોની નિર્જરા થાય છે. જેને દેહમાં જ આત્મદષ્ટિ છે એવો મિથ્યાદૃષ્ટિ બહિરાત્મા જાગતો હોય છે તથા વચન ઉચ્ચાર કરે છે ત્યારે પણ કર્મબંધથી છૂટતો નથી. જ્યારે ભેદજ્ઞાની સૂતો હોય કે ઉન્મત્ત હોય ત્યારે પણ કર્મોથી મુક્ત થાય છે. આવી રીતે અંતરાત્માનું સ્વરૂપ સમજાવી આચાર્ય શુભચંદ્ર કહે છે કે જેમ (દીવાની) વાટને દીપકથી જલાવીએ તો એ પણ દીપક બની જાય છે, એમ આત્મા પોતાના આત્મસ્વરૂપને આરાધી પરમાત્માપણું પ્રાપ્ત કરે છે.
આવી રીતે આચાર્યશુભચંદ્ર ૩૧ અને ૩૨મા પ્રકરણમાં અનુક્રમે પરમાત્માના ધ્યાનથી તેમજ ભેદજ્ઞાન દ્વારા પોતાનું આત્મસ્વરૂપ યથાર્થપણે જાણી અર્થાત્ નિશ્ચયનયથી પોતાના આત્માને અનંત જ્ઞાનાદિ ગુણોસહિત જાણી એ આત્મસ્વરૂપમાં જ લીન થઈ જાય ત્યારે સર્વ કર્મોનો નાશ કરી એ સ્વયં પરમાત્મ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાવ”
૨૦૫
Page #235
--------------------------------------------------------------------------
________________
પદ પ્રાપ્ત કરે છે.
શુભધ્યાનના ભેદ આત્માની ત્રણ અવસ્થાનું વર્ણન કરી અંતરાત્મા બનીને પરમાત્માનું ધ્યાન કરવા માટે શુભ ધ્યાનના બે ભેદ - ધર્મધ્યાન અને શુક્લધ્યાન છે. જેના વડે આત્મા પરમાત્મા બની મોક્ષ પ્રાપ્ત કરી શકે છે એનું સ્વરૂપ અને એના ભેદ આ પ્રકરણમાં વર્ણવ્યા છે.
ધર્મધ્યાન : જ્યાં મનોવૃત્તિ અથવા ચિંતનની એકાગ્રતા એવા વિષય પર સ્થિર થાય છે જેનો ધર્મ અર્થાત્ વસ્તુસ્વરૂપની યથાર્થતા સાથે સંબંધ હોય, જે નિરવદ્ય છે, પવિત્ર છે એ ધર્મધ્યાન છે. આ એકાગ્રતાનું પ્રશસ્ત રૂપ છે. જેમ જેમ ભાવોની નિર્મલતા વધતી જાય છે, આત્માના કર્મબંધન શિથિલ થાય છે. અહીં ધર્મધ્યાન કરવાવાળા ધ્યાતાની યોગ્યતા બતાવે છે કે એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવાવાળો તેમજ સંસારથી વૈરાગ્યસહિત હોય, ઇંદ્રિય અને મન વશમાં હોય, સ્થિર ચિત્ત ને મુક્તિનો ઇચ્છુક હોય, આલસ્યરહિત, શાંત પરિણામી તથા પૈર્યવાન હોય.
ધર્મધ્યાનની સિદ્ધિ માટે ચાર ભાવનાઓ चतस्रो भावना धन्याः पुराणपुरुषाश्रिताः । मैत्र्यादयश्चिरं चित्ते ध्येया धर्मस्य सिद्धये ।।२७.४।।
અર્થ : મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ આ ચાર ભાવનાઓને પુરાણ પુરુષોએ (તીર્થકરાદિ) આશ્રિત કરી છે એટલે ધન્ય છે (પ્રશંસનીય છે).
એટલે ધર્મધ્યાનની સિદ્ધિ માટે આ ચાર ભાવનાઓને ચિત્તમાં ભાવવી જોઈએ.
જ્યારે આ ચાર ભાવનાઓથી ચિત્ત ભાવિત થાય છે, રાગાદિ નાશ પામી ચિત્ત કષાયરહિત થાય છે અને ધ્યાનની સિદ્ધિ થાય છે.
ધર્મધ્યાનના ચાર ભેદ : आज्ञापायविपाकानां क्रमशः संस्थितेस्तथा । विचयो यः पृथक् तध्दि धर्मध्यानं चतुर्विधम् ।।३३.५।।
૨૦૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #236
--------------------------------------------------------------------------
________________
અર્થ : આજ્ઞા, અપાય, વિપાક તથા સંસ્થાન આ ચારેનો અનુક્રમે ભિન્ન ભિન્ન વિચય અર્થાત્ વિચાર કરવો એ ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. ધર્મધ્યાનના ચાર ભેદ નીચે પ્રમાણે છે. (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય (૪) સંસ્થાનવિચય. વિચયનો અર્થ વિચાર અથવા ચિંતવન કરવો.
(૧) આજ્ઞા વિચય ધર્મધ્યાન ઃ જે ધ્યાનમાં સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે પદાર્થોનો, તત્ત્વસમૂહનો જે અનંત ગુણ પર્યાયસહિત, ત્રયાત્મક અર્થાત્ ઉત્પાદુ, વ્યય અને ધ્રૌવ્ય સંયુત અને ચેતન, અચેતનરૂપ જેનું લક્ષણ છે એનું સમ્યક્ પ્રકારે ચિંતવન કરાય એ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે.
(૨) અપાયરિચય ધર્મધ્યાન ઃ જે ધ્યાનમાં એવું ચિંતવન થાય છે કે જીવે સર્વજ્ઞ જિનેશ્વર ભગવંતે ઉપદેશ કરેલો સમ્યગ્દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યમ્ ચારિત્રરૂપ અર્થાત્ રત્નત્રયીને પ્રાપ્ત ન કરી આ સંસારચક્રના જન્મમરણના ફેરામાં ફરવું પડે છે અને ઘણાં દુઃખ ભોગવવા પડે છે. અનાદિ કાળથી રાગદ્વેષ, કષાય અને મિથ્યાત્વથી કર્મબંધ થયેલ છે જેના કારણે આ દુઃખ ભોગવવાં પડે છે. તો આ કર્મબંધનું કેવી રીતે નિવારણ થઈ શકે?
(૩) વિપાકવિય ધર્મધ્યાન: વિપાક એટલે ફળ. જીવના પોતાના ઉપાર્જન કરેલા કર્મના ફળનો જે ઉદય થાય છે તેને વિપાક કહ્યું છે. આ કર્મોદય પ્રત્યેક ક્ષણે ક્ષણે હોય છે. એના જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર છે.
(૪) સંસ્થાનવિય ધર્મધ્યાન ઃ સંસ્થાન એટલે આકાર. આ ધ્યાનમાં લોકમાં તથા લોકમાં રહેલ દ્રવ્યોના આકાર/સ્વરૂપનું ચિંતવન તથા એ દ્રવ્યોના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યાદિ પર્યાયોનું ચિંતવન કરાય છે. આ લોક જે ચૌદ રાજલોક પ્રમાણ છે અને ઊર્ધ્વ, અધો અને મધ્યલોક એમ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે. અધોલોક નારકીના જીવોનું અને ભવનપતિ દેવોનું નિવાસસ્થાન છે. એ નરકભૂમિ અને નારકીના જીવોને ભોગવવા પડતાં અસંખ્ય દુઃખોનું વર્ણન છે. એના પછી મધ્યલોક જ્યાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર અને મનુષ્યક્ષેત્ર છે એનું સંક્ષેપમાં વર્ણન કરેલું છે. ઉપર ઊર્ધ્વલોક છે જ્યાં વૈમાનિક જાતિના દેવો રહે છે. સૌથી ઉપર જે અનુત્તર વિમાનો છે એના ઉપર સિદ્ધશીલા છે જ્યાં સર્વ કર્મોનો ક્ષય કરી અનંત આનંદ અને ચૈતન્યથી યુક્ત એવા સિદ્ધ ભગવંતો બિરાજે છે આવી રીતે લોકના
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ
૨૦૭
Page #237
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપનું ધ્યાન કરવું એ સંસ્થાનવિય ધર્મધ્યાન છે. આ ધર્મધ્યાન સાતમું ગુણસ્થાન - અપ્રમત્ત સંયતમાં ઉત્કૃષ્ટ હોય છે. અહીંથી પછી ક્ષપક શ્રેણીનો પ્રારંભ કરી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
સંસ્થાન વિશય ધર્મધ્યાનના ભેદ સામાન્યત: ધ્યાન બે પ્રકારના હોય છે - સાલંબન અને નિરાલંબન. સાલંબન ધ્યાનમાં કોઈ મૂર્તિ પ્રતીકનું આલંબન લેવાય છે. જ્યારે નિરાલંબન ધ્યાનમાં કોઈ આલંબન ન લેતાં કેવળ શુદ્ધ આત્મસ્વરૂપનું જ ધ્યાન કરાય છે.
સંસ્થાનવિય ધર્મધ્યાનનો સાલંબન ધ્યાનમાં સમાવેશ થાય છે. અહીં લોકનું સ્વરૂપ ધ્યાનના આલંબનના રૂપમાં આવે છે. સંસ્થાનવિચય ધ્યાનના ચાર ભેદ છે –
(૧) પિમ્હસ્થ (૨) પદસ્થ (૩) રૂપસ્થ (૪) રૂપાતીત
(૧) પિમ્યસ્થ ધ્યાન : પિડનો અર્થ સ્થૂલ પ્રતીક થાય છે. આ લોક સ્કૂલ પ્રતીક છે. પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ આદિ લોકનાં મુખ્ય તત્ત્વ છે. એમને ધ્યેયરૂપી પ્રતીકના રૂપમાં લઈ એમના પર ચિત્તની એકાગ્રતા કરવી એ આ ધ્યાનના અંતર્ગત આવે છે.
પિચ્છસ્થ ધ્યાનમાં શ્રી વર્ધમાન સ્વામીએ કહેલી પાર્થિવી, આગ્નેયી, મારુતિ, વારુણી અને તત્ત્વરૂપી એમ પાંચ ધારણાઓ છે જે અનુક્રમે પૃથ્વી, અગ્નિ, વાયુ (પવન), જલ અને તત્ત્વસ્વરૂપ શુદ્ધ આત્મા સંબંધી છે જેનું અહીં વર્ણન કર્યું છે. જે યોગી આ પાંચ ધારણાઓના ચિંતવનથી પિંડ ધ્યાનની પ્રાપ્તિ કરે છે એ મુનિની પાસે કોઈ દુષ્ટ જીવ કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ કરી શકતો નથી. સર્વ વિઘ્ન દૂરથી જ નષ્ટ થાય છે.
અહીં કોઈ શંકા કરે કે ધ્યાન તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું જ કરવાનું હોય તો અહીં પૃથ્વી, અગ્નિ, પવન, જલ આદિની કલ્પના શા માટે કરવી? તો એના સમાધાન માટે કહ્યું છે – આ શરીર પૃથ્વી આદિ ધાતુમય છે અને સૂક્ષ્મ કાર્મણ વર્ગણાના પુદ્ગલોથી બનેલું છે. આત્મા સાથે એનો સંબંધ છે. એ સંબંધથી આત્મા અનાદિકાલથી દ્રવ્ય ભાવરૂપ કલંકથી મલિન થતો રહ્યો છે. જેના કારણે
૨૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #238
--------------------------------------------------------------------------
________________
જીવના વિચાર્યા વગર જ અનેક વિકલ્પ ઉત્પન્ન થાય છે. આ વિકલ્પોના નિમિત્તથી ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. એના માટે ચિંતવન કરીને ચિત્તને વશમાં કરવું જોઈએ. ધ્યાનમાં કોઈનું આલંબન લીધા વગર ચિત્ત નિશ્ચલ થતું નથી. એટલે આલંબન લેવા માટે પિંડસ્થ ધ્યાનમાં પૃથ્વી આદિ પાંચ પ્રકારની ધારણાની કલ્પના કરેલી છે. પ્રથમ પૃથ્વી સંબંધી ધારણાથી મનને સ્થિર કરે. પછી અગ્નિની ધારણાથી કર્મ અને શરીરને દગ્ધ કરવાની કલ્પના કરી મનને રોકે. એના પછી પવનની ધારણાની (મારુતિ ધારણા) કલ્પના કરી શરીર અને કર્મની ભસ્મને પવનથી ઉડાવી મનને સ્થિર કરે. એના પછી જલની ધારણામાં (વાણી) એ ભસ્મને અર્થાત્ કર્મમલને ધોવાની કલ્પના કરે, મનને રોકે, છેલ્લે શરીર અને કર્મથી રહિત શુદ્ધ જ્ઞાનાનંદમય આત્માની કલ્પના કરી મનને સ્થિર કરે. આવી રીતે મનને સ્થિર કરતાં કરતાં અભ્યાસ કરવાથી ધ્યાનનો દઢ અભ્યાસ થાય છે ત્યારે આત્મા શુક્લધ્યાનને પ્રાપ્ત કરે છે. ઘાતી કર્મોનો નાશ કરી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. અહીં આગળ કહે છે કે અન્યમતીમાં પણ ધ્યાન માટે પાર્થિવી આદિ ધારણાઓ કરવાનું કહ્યું છે, પરંતુ ત્યાં આત્મતત્ત્વનું યથાર્થ નિરૂપણ નથી થયું. લોકિક પ્રાપ્તિ (ચમત્કાર આદિ)ની થાય છે. પરંતુ મોક્ષપ્રાપ્તિ યથાર્થ તત્ત્વનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ વગર થતી નથી.
જ્ઞાનાર્ણવ પૃ.૩૮૭, અનુવાદ : પન્નાલાલ બાલીવાલ (૨) પદસ્થ ધ્યાન: આ ધ્યાનમાં પવિત્ર મંત્રોનાં અક્ષરસ્વરૂપ પદોનું આલંબન લઈને ધ્યાન કરાય છે. આચાર્ય શુભચંદ્ર કઈ કઈ રીતે પદસ્થ ધ્યાન કરી શકાય એનું વર્ણન કર્યું છે. સર્વપ્રથમ વર્ણમાતૃકા અર્થાત્ સ્વર અને વ્યંજનોના સમૂહનું ચિંતવન કરવાનું કહે છે. કારણ કે વર્ણમાતૃકા સંપૂર્ણ શબ્દોની જન્મભૂમિ છે. એના પછી કેવળ સ્વર, પચ્ચીસ અક્ષર, અલગ અલગ વર્ણ વગેરેનું ધ્યાન કરવાનું કહે છે. એના પછી મંત્રરાજ હૈં, અનાહત મંત્ર , પ્રણવ મંત્ર ૐ આદિ મંત્રાલરનું ધ્યાન કેવી રીતે કરવું એનું ફળ બતાવે છે. એવી જ રીતે પંચપરમેષ્ઠી મહામંત્ર તેમજ આ પાંચ અક્ષરના સ્થાન પર ચિંતવન કરવાનું કહે છે.
આવી રીતે મુક્તિના ઇચ્છુકમુનિને આ મંત્રરૂપ પદોનો અભ્યાસ કરવાનું કહ્યું છે. આના અભ્યાસથી વિશુદ્ધતા વધે છે. ચિત્ત એકાગ્ર થઈ શુદ્ધ સ્વરૂપનો
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૦૯
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રતિભાસ થાય છે અને ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે. સંવર થઈ કર્મોની નિર્જરા થાય છે અને ઘાતી કર્મોનો નાશ થઈ અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
(૩) રૂપસ્થ ધ્યાન : (ધર્મતીર્થના સંસ્થાપક) અરિહંત તીર્થંક૨ ૫૨માત્માના સ્વરૂપનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. તે વીતરાગ તીર્થંક૨ દેવ કેવા છે -
त्रैलोक्यानन्दबीजं जननजलनिधेर्यानपात्रं पवित्रं लोकालोकप्रदीपं स्फुरदमलशरच्चन्द्रकोटिप्रभाढ्यम् कस्यामप्यग्रकोटौ जगदखिलभतिक्रम्य लब्धप्रतिष्ठं देवं विश्वकनाथं शिवमजमनघं वीतरागं भजस्व ।। ३९.४६॥ જ્ઞાનાર્ણવ
અર્થ : હે મુનિ, તું વીતરાગ દેવનું જ ધ્યાન ક૨. વીતરાગ દેવ ત્રણ લોકના જીવોના આનંદના કારણ છે. સંસારરૂપ સમુદ્રથી પાર થવા જહાજ સમાન છે, પવિત્ર અર્થાત્ દ્રવ્યભાવ મલથી રહિત છે, લોક-અલોકમાં પ્રકાશ કરવા માટે દીપક સમાન છે, પ્રકાશમાન છે. કરોડો શરદપૂર્ણિમાના ચંદ્રમાની પ્રભાથી પણ અધિક પ્રભાના ધારક છે, જગતના અદ્વિતિય નાથ છે, શિવસ્વરૂપ છે, અજન્મા છે, પાપરહિત છે. આવા વીતરાગ દેવનું ધ્યાન કરો.
આગળ કહે છે કે ઘણા અન્યમતી જન્મ, જરા, મરણથી વ્યાપ્ત, રાગદ્વેષથી મૂર્છિત, સાધારણ મનુષ્યની જેમ ક્ષુધા, તૃષા આદિ અઢાર દોષો સહિત, સંયમ અને જ્ઞાનથી રહિત એવા આત્માને નામમાત્રથી સર્વજ્ઞ માને છે એ સર્વજ્ઞ ધ્યાન ક૨વાયોગ્ય નથી એટલે સર્વજ્ઞ ભગવાનનું ધ્યાન કરવાવાળા ઇચ્છુકે અન્ય મતોને છોડી, યુક્તિ અને આગમથી નિર્ણય કરી સર્વજ્ઞનો સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવો જોઈએ. અંતે સર્વ દોષરહિત એવા સર્વજ્ઞ દેવ, અરિહંત પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. એ પરમાત્માના ધ્યાનમાં જ્યારે મગ્ન થાય, એમના ગુણોમાં લીન થાય, તો એમના આત્મા જેવા જ આપણા આત્માને ધ્યાવી એ આત્મા પણ ૫૨માત્મા બને.
(૪) રૂપાતીત ધ્યાન : ધ્યાન કરવાવાળા યોગી વીતરાગનું ધ્યાન કરતાં કરતાં કર્મોનો નાશ કરી પોતે વીતરાગ થાય છે. જે રાગીનું અવલંબન લઈને
૨૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #240
--------------------------------------------------------------------------
________________
ધ્યાન કરે છે એ રાગી થઈ અશુભ કર્મનો બંધ કરે છે. એટલે મુનિએ આવું અસમીચીન ધ્યાન ક્યારેય ન કરવું જોઈએ કે જે સંસારના બીજસ્વરૂપ છે. એ જ અનુષ્ઠાન ચિંતવન કરવાયોગ્ય છે જે જીવ અને કર્મોના સંબંધને દૂર કરે છે. આ સમજાવી આચાર્ય શુભચંદ્ર કહે છે કે જેનું ચિત્ત રૂપસ્થ ધ્યાનમાં સ્થિર છે એવો ધ્યાની અમૂર્ત અજન્મા, ઇંદ્રિયોથી અગોચર એવા પરમાત્માનું ધ્યાન જે રૂપાતીત ધ્યાન કહેવાય છે એ ધ્યાનનો પ્રારંભ કરે છે.
चिदानन्दमयं शुद्धममूर्तं परमाक्षरम् । स्मरेद्यत्रात्मनात्मानं तद्रूपातीतमिष्यते ।।४०.१६ ।।
અર્થ : જે ધ્યાનમાં ધ્યાન મુનિ ચિદાનન્દમય, શુદ્ધ, અમૂર્ત, પરમાક્ષરરૂપ આત્માને આત્મા કરીને સ્મરણ કરે અથવા ધ્યાવે એ રૂપાતીત ધ્યાન છે.
યોગી પોતાનો આત્મા પણ પરમાત્મસ્વરૂપ જ છે અર્થાત્ સંસારથી રહિત, નિષ્કલ (દેહરહિત), વિશુદ્ધ, પરમજ્યોતિસ્વરૂપ, સર્વજ્ઞ છે એવું ચિંતવન કરે. આવા ભાવસાહિત કરાતા ધ્યાનથી ધ્યાની પરમાત્માથી પૃથક ભાવ ઓળંગીને એની સાથે એકત્વ સાધે છે. એ સમયે ધ્યાતા અને ધ્યેયમાં વૈતભાવ રહેતો નથી. એનાં કર્મોનો નાશ થઈ પોતે પણ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આવી રીતે પિચ્છસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એમ ધર્મધ્યાનના ચારે ભેદ સમજાવીને હવે ધર્મધ્યાનનું ફળ કહે છે કે જે મુનિ ધર્મધ્યાનમાં મનુષ્યપર્યાયને અર્થાત્ શરીરને છોડે છે એ નવ રૈવેયક, નવ અનુત્તર અથવા સર્વાર્થસિદ્ધિ વિમાનમાં અર્થાત્ દેવોમાં પણ જે ઉત્કૃષ્ટ પર્યાય છે ત્યાં ઉત્પન્ન થાય છે. ત્યાં સ્વર્ગનાં દિવ્ય સુખ ભોગવી સ્વર્ગલોકથી મનુષ્યપર્યાયના ઉત્તમ પુણ્ય વંશમાં જન્મ લે છે. ત્યાં પણ ઉત્કૃષ્ટ શરીર અને એશ્વર્યને પ્રાપ્ત કરે છે. અંતે ભેદજ્ઞાનને (શરીરાદિથી આત્માની ભિન્નતા) પ્રાપ્ત કરી, સંસારત્યાગી રત્નત્રયીનું (સ. દર્શન, સ. જ્ઞાન અને સ. ચરિત્રનું) શરણું લઈ વિશુદ્ધતા પ્રાપ્ત કરે છે. પોતાની શક્તિ અનુસાર અનુક્રમે ધર્મધ્યાન અને શુક્લધ્યાન ધારણ કરે છે અને સર્વ કર્મોનો નાશ કરી અવિનાશી એવા મોક્ષની પ્રાપ્તિ કરે છે.
શુક્લધ્યાન ધર્મધ્યાનથી મુનિ અતિ શુદ્ધતા પ્રાપ્ત કરી પછી જ શુક્લધ્યાનમાં પ્રવેશ કરે
( આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
Page #241
--------------------------------------------------------------------------
________________
છે. શુક્લધ્યાન કોને કહેવાય છે? તો - निष्क्रिय करणातीतं ध्यानधारणवर्जितम् । अन्तर्मुखं च यच्चित्तं तच्छुक्लमिति पठ्यते ।।४२.४।।
અર્થ : જે નિષ્ક્રિય અર્થાત્ ક્રિયારહિત છે, ઇન્દ્રિયાતીત છે અને ધ્યાનની ધારણાથી રહિત છે અર્થાત્ હું આનું ધ્યાન કરું આ ઇચ્છાથી રહિત છે અને જેમાં ચિત્ત પોતાના સ્વરૂપમાં લીન છે એને શુધ્યાન કહેવાય છે. જીવના કષાયરૂપી જે મલ છે એનો ક્ષય અથવા ઉપશમ થવાથી આત્માના પરિણામ નિર્મલ થાય છે ત્યારે આ શુક્લધ્યાન થાય છે. શુક્લધ્યાન ધારણ કરવાવાળો યોગી પ્રથમ વજઋષભનારાચ સંહનનવાળા હોય છે. અગિયાર અંગ ચોદ પૂર્વનો જાણકાર હોય છે અને શુદ્ધ ચારિત્રી હોય છે.
શુક્લધ્યાનના ચાર ભેદ કહ્યા છે.
(૧) પૃથકત્વ વિતર્ક વિચાર ઃ આ ધ્યાન મન, વચન અને કાયા આ ત્રણે યોગોવાળા મુનિઓને હોય છે. જે ધ્યાનમાં પૃથક પૃથક રૂપથી વિતર્ક અર્થાત્ શ્રુતનો વિચાર અર્થાત્ સંક્રમણ થાય છે એ ધ્યાનને પૃથકત્વ વિતર્ક સવિચાર ધ્યાન કહે છે. પૂર્વધર વિશિષ્ટ જ્ઞાની મુનિ પૂર્વકૃત – વિશિષ્ટ જ્ઞાનના અનુસાર કોઈ એક દ્રવ્યનું આલંબન લઈને ધ્યાન કરે છે પરંતુ કોઈ એક પર્યાય પર એ ધ્યાન સ્થિર થતું નથી. પરંતુ એના વિવિધ પરિણામો પર સંક્રમણ કરતું રહે છે. એની ચિંતનની ધારા શબ્દ થી અર્થ પર, અર્થથી શબ્દ પર અને મન, વાણી અને શરીર (દેહ)માં એકબીજાના પ્રવૃત્તિ પર સંક્રમણ કરે છે. અર્થાત્ પૂર્વધર મહાત્મા પૂર્વગત્ શ્રુતના આધારે, આત્મા કે પુગલ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તત્વ, નિત્યત્વ-અનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી ચિંતન કરે છે. આ વખતે એક દ્રવ્યનો ત્યાગ કરી અન્ય દ્રવ્યનું કે પર્યાયનું અથવા એક પર્યાયનો ત્યાગ કરી અન્ય પર્યાયનું કે અન્ય દ્રવ્યનું આલંબન લે છે. તથા શબ્દ ઉપરથી અર્થ ઉપર અને અર્થ ઉપરથી શબ્દ ઉપર જાય છે. તેમ જ કાયયોગનો ત્યાગ કરી વચનયોગનું કે મનોયોગનું અવલંબન લે છે અથવા મનોયોગનો ત્યાગ કરી કાયયોગનું કે વચનયોગનું અવલંબન લે છે. આ પ્રમાણે અર્થ, શબ્દ અને યોગોનું પરિવર્તન થાય છે. (૨) એકત્વ વિતર્ક અવિચાર : એકત્વ એટલે અભેદ. અવિચાર એટલે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
૨૧૨
Page #242
--------------------------------------------------------------------------
________________
વિચાર અર્થાત્ પરિવર્તનનો અભાવ. શુક્લધ્યાનના આ ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. પૂર્વગત્ શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદથી ચિંતન થાય, અર્થ-શબ્દ અને યોગના પરિવર્તનનો અભાવ હોય તે એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન છે. આ ધ્યાન જ્યારે સિદ્ધ થાય છે ત્યારે ચાર ઘાતી કર્મ નષ્ટ થાય છે. આત્મા વિશુદ્ધ બની કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થાય છે.
(૩) સૂમ ક્રિયા અપ્રતિપાતી ઃ શુક્લધ્યાનનો ત્રીજો અને ચોથો ભેદ સર્વથા રાગદ્વેષરહિત કેવળજ્ઞાનીઓને હોય છે. એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન સિદ્ધ થઈ ચાર ઘાતી કર્મ નષ્ટ થાય છે. ત્યારે કેવળી ભગવંતના ચાર અઘાતી કર્મ બાકી રહે છે. આવા સર્વજ્ઞ વીતરાગ પરમાત્માનું આયુષ્ય જ્યારે અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે એમને ત્રીજું શુક્લધ્યાન - સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી હોય છે. કેવળી પોતાનું આયુષ્ય એક અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે તેમાં વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થતાં માત્ર શ્વાસોચ્છવાસરૂપ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે છે. યોગનિરોધ તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે માટે આ ધ્યાન પણ તેરમા ગુણસ્થાનકના અંતે હોય છે.
(૪) સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ શુક્લધ્યાનનો આ ચોથો અને અંતિમ ભેદ છે. જ્યારે જીવ કેવળી સમુઘાત કરીને સર્વ કર્મનો ક્ષય કરીને અયોગની સ્થિતિ પ્રાપ્ત કરે છે અર્થાત્ ૧૪મા અયોગી ગુણસ્થાનક પર પહોંચે છે. શુક્લધ્યાનની અતિ ઉત્કૃષ્ટ દશા છે. અહીં ત્રણે યોગ - માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓનો પૂર્ણપણે નિરોધ થાય છે. સર્વ ક્રિયાઓ સમુચ્છિન્ન અર્થાત્ નષ્ટ થાય છે એટલે અયોગી છે. પાંચ હૃસ્વા સ્વરના ઉચ્ચારણમાં એટલે એ, ઈ, , શ્વ, લુ આ પાંચ સ્વરોના ઉચ્ચાર કરવામાં જેટલો સમય લાગે કેવળ એટલો સમય આ ધ્યાનનો હોય છે આ એ સ્થિતિ છે જ્યાં વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય આ ચાર અઘાતી કર્મ જે બાકી રહેલાં હોય છે એનષ્ટ થઈ જાય છે અને કર્મબંધ રહિત શુદ્ધાત્મા ઊર્ધ્વગમન કરી લોકના અગ્રભાગમાં જ્યાં સિદ્ધશીલા છે ત્યાં સિદ્ધાત્મા તરીકે અવસ્થિત થાય છે. લોકના આગળ ધર્માસ્તિકાય વિદ્યમાન નથી. એટલે તેના આગળ ઊર્ધ્વગમન
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૨૧૩
Page #243
--------------------------------------------------------------------------
________________
થતું નથી. સિદ્ધ ભગવંત સર્વ પ્રકારનાં દુઃખ, જન્મ, જરા, મરણથી રહિત છે, શરીર રહિત છે, મનના વિકલ્પ રહિત છે. અનંતજ્ઞાન, અનંત આનંદ (સુખ) સહિત છે. આચાર્ય શુભચંદ્ર સિદ્ધાત્મા અર્થાત્ મોક્ષનું વર્ણન કરતાં કહે છે કે સિદ્ધ ભગવંતના અર્થાત્ મોક્ષના સુખનું વર્ણન કરવું શક્ય નથી છતાં એ પ્રયત્ન કરે છે. સમસ્ત દેવો અને મનુષ્ય ઇંદ્રિયોના વિષયોથી ઉત્પન્ન અને ઇંદ્રિયોને તૃપ્ત કરવા સમર્થ એવું નિરાબાધ સુખ વર્તમાનકાળમાં ભોગે છે, ભૂતકાળમાં ભોગવ્યું છે અને મનને પ્રસન્ન કરવાવાળું સુખ ભવિષ્યમાં ભોગવશે. એ સર્વ સુખોથી અનંતગણું અતીન્દ્રિય સુખ સિદ્ધ ભગવંત એક જ સમયમાં ભોગવે છે. એમનું સુખ નિરૂપમેય છે. ત્રણ જગતમાં સિદ્ધ ભગવંતના અનંત ગુણોનો અનંતમો અંશ પણ જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. જેમ આકાશ અને કાલનો અંત કોઈ જાણી શકતું નથી તેમ એમના ગુણોનો અંત પણ કોઈ જાણી શકતું નથી. આવી રીતે આચાર્ય શુભચંદ્ર ધ્યાનથી પ્રાપ્ત થતા મોક્ષનું વર્ણન કર્યું છે.
૨૧૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #244
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર યોગમાર્ગ પર સાધના કરતા મુમુક્ષુઓ માટે એવો પદ્ધતિસર માર્ગ બતાવ્યો છે જેનાથી સાધક નિર્વિઘ્ન રૂપે આગળ વધી એનું અંતિમ ધ્યેય જે મોક્ષપ્રાપ્તિ છે ત્યાં સુધી સફળતાપૂર્વક પહોંચી શકે. આ યોગમાર્ગમાં ધ્યાન જે સૌથી મહત્ત્વનું અંગ છે એનું સ્વરૂપ, લક્ષણ, એના ભેદ અને એ ધ્યાનની પ્રાપ્તિ માટે શું શું જરૂરી છે એ વિસ્તારથી સમજાવ્યું છે. સાથે સાથે ધ્યાન-માર્ગમાં શું શું વિઘ્નો આવી શકે એનો પણ નિર્દેશ કરેલો છે. વિશ્નો બે પ્રકારનાં હોય છે – પ્રતિકૂલ અને અનુકૂલ. સાધક પ્રતિકૂલ વિશ્નોને તો પાર કરી શકે છે પરંતુ અનુકૂલ વિઘ્નોને પરાભૂત કરવા એ કઠિન છે. એટલે આચાર્ય શુભચંદ્ર કહે છે કે ગૃહસ્થાવસ્થામાં રહીને ધ્યાનસિદ્ધિ સંભવ નથી. ગૃહસ્થ જીવનમાં વ્યક્તિને વિવિધ પ્રકારની સુખસગવડો ઉપલબ્ધ થઈ શકે છે. એટલે ગૃહસ્થાવસ્થામાં નિર્લિપ્ત રહેવું સંભવ નથી. આચાર્ય શુભચંદ્રના ‘જ્ઞાનાર્ણવ” સાથે મહદ્ અંશે સમાનતા ધરાવતો બીજો યોગસાધનાનો ગ્રંથ “યોગશાસ્ત્ર” જે હેમચંદ્રાચાર્યે લખેલો છે. બેઉ ગ્રંથના અનેક અંશ એકબીજા સાથે મળે છે. પરંતુ આ મહત્ત્વના મુદ્દા પર બેઉ આચાર્યોનાં અલગ અલગ મંતવ્ય છે. આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સિદ્ધિ માટે ગૃહસ્થાવસ્થાના ત્યાગને આવશ્યક માને છે. એમના મત પ્રમાણે ગૃહસ્થ યોગ અને ધ્યાનનો અધિકારી નથી. ત્યારે આચાર્ય હેમચંદ્રના ‘યોગશાસ્ત્ર ગ્રંથમાં ગૃહસ્થ ધર્મના પાયા ઉપર જ યોગસાધનાનો ક્રમ સ્થાપિત થયેલો છે. આ ગ્રંથના મોટા ભાગમાં ગૃહસ્થ માટે ની સાધના કેવી હોય એ નિરૂપેલું છે અને ગૃહસ્થાશ્રમીને પણ યોગસાધનાનો અધિકાર છે એ આ ગ્રંથમાં બતાવ્યું છે.
ધ્યાનની સાધના માટે એમણે કષાયજન્ય અને ઇંદ્રિયોના વિષયોનો ત્યાગ કરવાનું કહ્યું છે. એવી જ રીતે કામ અથવા સ્ત્રીભોગ જેવા વિષયોના પરિત્યાગ પર બહુ જ ભાર મૂક્યો છે. સ્ત્રીભોગની અપવિત્રતા, નિંદનીયતા અને ધૃણાસ્પદતાનું એમણે વિસ્તૃત વર્ણન કર્યું છે. જેથી સાધકના મનમાંથી સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ સંપૂર્ણપણે નીકળી જાય.
આચાર્ય શુભચંદ્રરચિત જ્ઞાનાવ”
૨૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
એના પછી આચાર્યે વૃદ્ધ-સેવા અર્થાત્ ગુરુજનોની સેવા કરવાનું કહ્યું છે.
આવી રીતે સાધક રાગાદિ કષાયોથી શૂન્ય, ઇંદ્રિયોના વિષયોની આસક્તિથી નિર્લેપ, કામેષણાથી રહિત અને ગુરુજનોંની સેવા માટે તત્પર બને ત્યારે સાથે એણે સમતાભાવ વિકસિત કરવાનો છે.
આવી રીતે યોગી યોગસાધના માટે અનુરૂપ વ્યક્તિત્વનો વિકાસ કરી એ ધ્યાનસાધનામાં આગળ વધી ધ્યાનસિદ્ધિ કરી પોતાનું અંતિમ ધ્યેય-મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
૨૧૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #246
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ 1. આચારાંગ સૂત્રના બીજા અધ્યયન લોકવિજયના ત્રીજા ઉદ્દેશ્યકમાં કહ્યું છે -
सत्वे पाणा पियाउया सुहसाया दुक्खपडिकूला अप्पियवहा पियजीविणो जीविउकामा । सव्वेसिं जीवियं पियं ।।४।। વિવેચન : પ્રત્યેક પ્રાણીને સુખ ગમે છે. દુ:ખ ગમતું નથી. જીવવું ગમે છે, મરવું ગમતું નથી. તેથી કોઈ પણ જીવને દુ:ખી કરવો જોઈએ નહીં, કોઈની હિંસા કરવી નહીં. પૃ.૬૬ આચારાંગ સૂત્ર, અનુવાદિકા : બા.બ્ર.
હસુમતીબાઈ મ. પ્રકાશક : શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ 2. મોહનીય કર્મના મુખ્ય બે ભેદો છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનય.
ચારિત્ર મોહનીયના કષાય મોહનીય અને નોકષાયમોહનીય એમ બે ભેદો છે. કષાય મોહનીયના મુખ્ય ચાર ભેદો છે - ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ વગેરે દરેક કષાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનવરણ અને સંજ્વલન એમ ચાર ચાર ભેદો હોવાથી કષાયના કુલ ૧૬ ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાના- વરણ, ક્રોધ, માન, માયા, લોભ. સંજ્વલન ક્રોધ,
માન, માયા, લોભ. તત્વાર્થસૂત્ર ૮.૧૦ના 3. ઉત્પાદ્રિ - વ્યય - ધ્રૌવ્યયુક્ત સત્ ા તત્વાર્થસૂત્ર 4. તસ્મિન અતિ શ્રસિશ્વાસયોતિવિ છે. પ્રાપયામ: ૨.૪૧
પાતંજલ યોગદર્શન તે (આસનની સ્થિરતા) થયા પછી શ્વાસ પ્રશ્વાસના ગતિનો વિચ્છેદ,
નિરોધ તે પ્રાણાયામ છે. 5. स्वविषयासंप्रयोगे चित्तस्यरुपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः
Tોર.૧૪. પાંતજલ યોગશાસ્ત્ર અર્થ : પોતાના ચિત્તને પાંચ ઈન્દ્રિયોના વિષયથી પાછું ખેંચવું અને મનના સંકલ્પ વિકલ્પથી મનને પાછું વાળીને આત્મ સ્વરૂપમાં અનુકુલ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ
૨૧૭
Page #247
--------------------------------------------------------------------------
________________
6. ધારણા
देशबन्धश्चत्तस्य धारणा ।।३.१।। पातंजल योगदर्शन
અર્થ : ચિત્તની ધ્યેયમાં સ્થિતિ તે ધારણા છે. 7. ધ્યાન : उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ।।९.२७ ।।
તત્વાર્થસૂત્ર કોઈપણ એક વિષયમાં ચિત્તની સ્થિરતા તે ધ્યાન. આવું ધ્યાન
ઉત્તમસંધયણવાળાને હોય છે. 8. નિરાલંબન ધ્યાન- જે ધ્યાનની એકાગ્રતામાં પ્રતિમા આદિ બાહ્ય આલંબનો
ન હોય. કેવળ આત્મા માત્ર જ જેમાં આલંબન છે એવી ઉત્કટ ધ્યાનદશા. 9. સમરસભાવ - સમત્વપૂર્વક. સમતાપૂર્વક એટલે જ ગીતામાં જે સ્થિતપ્રજ્ઞ
યોગ કહ્યો છે. પરમાત્મા જેવું પોતાનું સ્વરૂપ (આત્મ સ્વરૂપ) અને જેવું પોતાનું એવું જગતના સર્વ જીવોનું સ્વરૂપ સમજવું. એ ભાવ સમરસીભાવ.
એ યોગની શરમ સીમા છે. 10. બાહ્ય પરિગ્રહ
वास्तु क्षेत्र धनं ध्यानं द्विपदाश्च चतुष्पदा : । રાયનાસનયાનં ર ણં માઇડમમી દ્રારા ૨૬.૪તા જ્ઞાનાર્ણવ અર્થઃ વાસ્તુ (ઘર), ક્ષેત્ર, ધન, ધાન્ય, દ્વિપદ (મનુષ્ય), ચતુષ્પદ (પશુ),
શયનાસન, યાન, કુષ્ય અને ભાંડ આ બહારના દસ પરિગ્રહ છે. 11. અંતરંગ પરિગ્રહ
मिथ्यात्ववेदरागा दोषा हास्याद्योऽपि षट् चैव । ચર્વાશ્ર ઋષાયાશ્ચતુર્વરાષ્યિન્ત પ્રસ્થા: ૨૬.૬ાા જ્ઞાનાર્ણવ અર્થ : મિથ્યાત્વ વેદરાગ ૩ હાસ્યાદિક (હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા) અને ક્રોધ, માન, માયા, લોભ આ ચાર કષાય આ પ્રકારે અંતરંગના ચોદ પરિગ્રહ છે.
૨૧૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #248
--------------------------------------------------------------------------
________________
12. કલ્યાણક – તીર્થંકરોના જીવનમાં પાંચ એવા અવસર આવે છે જે જગત
-
માટે કલ્યાણકારી હોય છે પાંચ કલ્યાણ હોય છે. ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. આ કલ્યાણક જે ભૂમિ ૫૨ થાય એ કલ્યાણકભૂમિ કહેવાય.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૨૧૯
Page #249
--------------------------------------------------------------------------
________________
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ)
મહાયોગી આનંદઘનજી અધ્યાત્મયોગી આનંદઘનજી એક ઉચ્ચ કક્ષાના આરાધક તથા સાધક મહાપુરુષ હતા. અવધુત - એટલે કે અવ-નિશ્ચિતપણે, ધૂત-ધોઈ નાખ્યા છે વર્ણાશ્રમ અને વ્યવહારજગતનાં બંધનો જેણે એવા યોગીરાજનું સમગ્ર જીવન એક માત્ર આત્મતત્ત્વને પામવા માટે જ હતું. એના માટે એમણે બાહ્ય ક્રિયાકાંડો અને સંપ્રદાયની માન્યતાઓને છોડી જંગલમાં, ગુફાઓમાં, નિર્જન સ્થાનોમાં લોકસંપર્કથી સંપૂર્ણ દૂર રહી નિર્ભય બનીને સાધના કરી છે. એટલે જ તેઓ અવધૂતયોગી તરીકે ઓળખાયા છે. આત્મસાક્ષાત્કારમાં ઉપયોગી થઈ શકે એવો યોગસાધનાનો માર્ગ પસંદ કર્યો હતો. તેઓએ આદરેલી આંતરિક સાધના દરમ્યાન તેમના હૃદયમાં તત્ત્વદર્શન રૂપે જે લાગણીઓ પ્રબળ અને અદમ્ય બનીને ભાષા રૂપે વહી નીકળી જે એમની કાવ્યકૃતિઓ બની. એમના આ પદ્યસાહિત્યના બે વિભાગ છે –
(૧) ૨૪/૨૪ તીર્થકર ભગવાનનાં સ્તવનો. (૨) ૧૦૮ પદો. આ પદો આધ્યાત્મિક, યોગલક્ષી અને વૈરાગ્યનાં છે. જેમાં જુદાં જુદાં દૃષ્ટાંતો દ્વારા અધ્યાત્મનો સાર એમણે આપેલો છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીએ રચેલાં યોગલક્ષી પદો :
આમાંથી ઘણાં પદોમાં એમણે યોગસાધનાની વાત કરી છે જે નીચે પ્રમાણે છે. ૬ પદમાં એ કહે છે –
મહારો બાલ્ડો સંન્યાસી, દેહદે વળ મઠવાસી, ઈડા પિંગલા મારગ તજી જોગી, સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ, અનહદ તાન બજાસી. મ...ારા યમ નિયમ આસન જયકારી, પ્રાણાયામ અભ્યાસી. પ્રત્યાહાર ધારણાધારી, ધ્યાન સમાધિ સમાસી. મ... ||૩|| મૂલા ઉત્તર ગુણ મુદ્રા ધારી, પર્યકસનવાસી, રેચક પૂરક કુંભક સારી, મન ઈંદ્રિય જયકાસી. મ... //૪ / સ્થિરતા જોય યુગતિ અનુકારી, આપોઆપ બિમાસી, આતમ પરમાતમ અનુસારી, સીજે કાજ સમાસી મ... સાપા
યોગસાધનાનું આ પ્રથમ ચરણ હોવાથી આનંદધનજીએ ચેતનને, આત્માને બાલુડાનું સંબોધન કર્યું છે. ચેતનને બાળો-ભોળો કહ્યો છે. બાળોભોળો ચેતન અર્થાત્ આત્મા દેહરૂપી મઠનો વાસી બન્યો છે. છતાં પણ દેહમાં મમત્વ ન રાખતાં એને મોક્ષપ્રાપ્તિનું ઉત્તમ સાધન માની યોગમાર્ગનો યોગી બને છે. પણ હજી મનને સ્થિર કરવાનું કાર્ય તો બાકી જ છે. મન સ્થિર ત્યારે જ થાય જ્યારે ઇડા અને પિંગલાના શ્વસનનો વિષમ માર્ગ તજી સુષુમ્ના નાડી સમ શ્વસનમાર્ગના જોગી થાય. આ શરીરમાં ૭૨૦૦૦ નાડીઓ છે. તેમાં ૧૪ નાડીઓ મુખ્ય છે. તેમાં પણ પ્રધાન નાડીઓ ત્રણ છે. ઈડા, પિંગલા અને સુષુમ્ના. સુષુમ્ના નાડી મેરુદંડ (કરોડરજ્જ)ના મૂળમાંથી નીકળી જે બ્રહ્મરંધ્ર (સહસ્ત્રાકાર) કહેવાય છે ત્યાં સુધી જાય છે. ઇડા અને પિંગલા જમણે અને ડાબે બાજુ છે. સુષુમ્નાથી થતું શ્વસન સમ છે. પ્રાણ – શ્વસન ઉપર મન કેંદ્રિત કરતાં પ્રાણ પણ સમ બને છે અને એકાગ્ર થયેલું મન શાંત બને છે. મનની સ્થિરતા માટે આસનસ્થ થઈ કાયાની સ્થિરતા કરવાની છે અને પ્રાણને સમ બનાવવાનો છે. મનને વશ કરવાની આવી મનની સાધના માટે પ્રાણનો આયામ કરવાનો હોય છે. અહીં આનંદઘનજી મહર્ષિ પતંજલિએ બતાવેલ અષ્ટાંગ યોગનો માર્ગ કહે છે. “યમ,
(જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૧
Page #251
--------------------------------------------------------------------------
________________
નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સમાધિ” આમાં પ્રથમ ચાર યમ, નિયમ, આસન, પ્રાણાયામ બાહ્ય ક્રિયા છે જ્યારે તેની પશ્ચાત્ના પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ અંત૨ના પરિણામ-સ્વરૂપ થતી નૈૠયિક અત્યંતર ક્રિયા છે.
=
પહેલા બે યમ અને નિયમ છે જે અણુવ્રત અને બાહ્યતપ છે. આ કર્મયોગ છે જે સાધનાનો પાયો છે. મધ્યનાં ત્રણ આસન - પ્રાણાયામ - પ્રત્યાહાર એ કાયયોગની સ્થૂલ સાધના છે, સાધનાનું ચણતર છે. છેવટના ત્રણ - ધારણા, ધ્યાન, સમાધિ એ સાધનાનું શિખર છે જે મનોયોગની સૂક્ષ્મ સાધના છે. એક એક યોગથી એકેક દોષ જાય છે અને એક એક દૃષ્ટિનો ઉધાડ થાય છે. અષ્ટાંગયોગથી નાભિપ્રદેશે આઠ રૂચક પ્રદેશ સ્થિત ચેતનાનો ઉઘાડ થતો જાય છે. ઉર્વીક૨ણ થતું જાય છે અને આત્માની ચેતનાને ઢાંકતાં આવ૨ણરૂપ આઠ કર્મોનાં પડળ તૂટતાં જાય છે.
આ
આવી રીતે સાધક મન તથા ઇંદ્રિયોને યોગમાં જોડવાથી પોતાના વિકલ્પો અને વિકા૨ો ૫૨ વિજય મેળવે છે. સ્વરૂપને સમજી, સ્વરૂપને અનુસરીને આત્મસ્વરૂપની પૂર્ણતાને પામે છે.
આવી રીતે આ પદ દ્વારા અધ્યાત્મયોગી આનંદઘનજી અષ્ટાંગ યોગની યોગિક પ્રક્રિયા દ્વારા સાધનાનો ઉત્તમ માર્ગ બતાવે છે જેથી યોગી આત્મસ્વરૂપની પૂર્ણતા પામી શકે.
પૂ. આનંદઘનજીનું ૧૧મું પદ છે -
आतम अनुभव रीति वरीरी, आतम ||
मोर बनाए निजरूप निरुपम, तिच्छन रुचिकर तेग घरीरी ।। आतम.. ।।१।। टोप सन्नाह शूरको बानो, एक तारी चौरी पहिरीरी
सत्ता थलमें मोह विदारत, ऐऐ सूरिजन मुह निसरीरी ।। आतम... ।।२।। केवल कमला अपच्छर सुंदर, गान करे रस रंग भरीरी;
નીત નિરાાન વનારૢ વિરાને, આનંદ્યન સર્વશ ધરીરી ।। આતમ્... ।।રૂ।।
આ પદનું 1વિવેચન જે મુક્તિદર્શનવિજયજીએ લખ્યું છે એમાં મોરનું દૃષ્ટાંત આપી યોગસાધનાનો માર્ગ બતાવ્યો છે. એ લખે છે કે મોરની યોગીના
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૨૨
Page #252
--------------------------------------------------------------------------
________________
જેવી જીવનશૈલી જોતાં ખ્યાલ આવે કે મોરપક્ષી એ પૂર્વના યોગસંસ્કારને લઈ આવેલો યોગીપુરૂષનો આત્મા છે. મોર પર્વતોના શિખર ઉપર, વૃક્ષોની ઊંચી શાખા ઉપર, મંદિરોમાં ધ્વજદંડની પાટલી ઉપર બેઠેલા જોવામાં આવે છે. આખી રાત દરમ્યાન વાવાઝોડું કે વંટોળિયો આવે કે વીજળીના ઝબકારા સાથે, ગાજવીજ સાથે વરસાદ વરસતો હોય તોપણ મોર પોતાનું સ્થાન છોડતો નથી, નિશ્ચલ અને નિર્ભય બની પોતાના સ્થાન પર ટકી રહે છે. જેમ કોઈ આત્મલક્ષી યોગીરાજ સમાધિમાં નિશ્ચલ રહે છે. વળી મોર પાકો બ્રહ્મચારી છે. એ પોતાની ઢેલ સાથે સંભોગ કરતો નથી. તેને જાગૃતિ સહિતની અલ્પ નિદ્રા હોય છે. તે કદી બેધ્યાન થતો નથી. અહીં પં. મુક્તિદર્શનજી મોરની જીવનશૈલી જોઈ જેમ આનંદઘનજીએ ૬ પદમાં અષ્ટાંગ યોગની સાધના બતાવી એમ આ પદમાં પણ કહે છે કે મોરના જીવનમાં અષ્ટાંગ યોગની સાધના નીચે મુજબ વણાયેલ છે.
યમ : મોર આજીવન બ્રહ્મચર્ય પાળીને તૃષ્ણા, માયારૂપી ઢેલડીઓનો ત્યાગ કરી એકાકી જીવન જીવે છે.
નિયમ : નિજ આરાધનામાં જ તત્પર રહેવું એ મોરનો નિયમ છે. એનું પાલન કરવા પર્વતશિખર પર કે ધજાદંડની પાટલી પર બિરાજમાન થઈ પોતાની સાધનામાં ડૂબી જાય છે.
આસન : પોતાની સાધનાને યોગ્ય બેઠક ગ્રહણ કરી મોર ત્યાં પોતાનું સ્થાન ટકાવી રાખે છે. ત્યારે વંટોળિયા કે વીજળીના કડાકા-ભડાકા સાથેનો ધોધમાર વરસાદ, કોઈને ન ગણકારતા પોતાનું આસન છોડતો નથી. યોગનાં ૮૪ આસનોમાંથી એક અત્યંત મુશ્કેલ આસન મયૂરાસન છે.
પ્રાણાયામ : મોરનું પ્રાણવાયુનું અંદર લેવું પૂરક છે, સ્થિર રાખવું કુંભક છે, અને ડોક મરડીને મેઘગર્જના જેવો મધુર ટહુકાર કરે તે રેચક છે.
પ્રત્યાહાર : ઇન્દ્રિયોના અસંયમને રોકવો તે પ્રત્યાહાર છે. જે દિશામાંથી વાયુ વાતો હોય તેની સામે જ મોર પોતાના સ્થાને અવિચલિત થઈ નિષ્કપણે બેસી રહે છે. એ મોરનો પ્રત્યાહાર છે.
ધારણા જ્ઞાનમાં આવેલા પદાર્થોને કાલાંતરે વિસ્મરણ ન થવા દેવા તે
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૩
Page #253
--------------------------------------------------------------------------
________________
ધારણા છે. મોર કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહે છે. આ તેની ધારણાની દઢતા છે.
ધ્યાન : કોઈ શુભ વિષયમાં એકાગ્રતા એ ધ્યાન છે. આસપાસની પરિસ્થિતિથી અળગો રહીને મોર પોતાની મસ્તીમાં જ મગ્ન રહે છે. વિકલ્પોમાં અટવાયા વિના એ પોતાની જાતને જાગ્રત રાખે છે.
સમાધિ : આત્મજ્ઞાની આત્મા સાથે તન્મય થઈ એકીકરણ પ્રાપ્ત કરે તે સમાધિ છે. યોગીજનોનાં લક્ષણોથી યુક્ત મોર સમાધિમાં રહેવા પ્રયત્ન કરે છે.
આમ મોર પક્ષીના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ અષ્ટાંગ યોગની સાધના કરી આત્માનો અનુભવ કરી આત્માને પરમાત્મસ્વરૂપ બનાવવા સાધના કરીએ એવો સંદેશ આમાંથી મળે છે.
૩૭મું પદ “તા ગોચિત્ત ચા માં આનંદઘનજી યોગમાર્ગમોક્ષમાર્ગ બતાવે છે. યોગ એટલે આત્માને વિશુદ્ધિના માર્ગે લઈ જાય, જેના વડે ચેતનાનું એટલે કે આત્માનું શુદ્ધ આત્મા-પરમાત્મા સાથે જોડાણ થાય. આ પદમાં એ કહે છે –
ता जोगे चित्त ल्याओ रे, वहाला ता जोगे, समकित दोरी शील लंगोटी, धुल धुल गांठ धुलाऊं તત્ત્વ પુણા તીપળ નોર્ક, ચેતન રતન IIઉં રે.. વાિ II ? / अष्ट गुरुका वंडेली धूनी, ध्याना अगन जलाउं, उपशम छनने भस्म छणाउं, मली मली अंग लगाउं रे... वहाला ।। २ ।। आदि गुरुका चेला होकर, मोहवे कान पराउं, ધર્મ રૂારું તોય મુદ્દા સોહે, પાના નગારું રે... વહાણ II રૂ II
આ પદમાં જે યોગ આત્માને વિશુદ્ધિના માર્ગે લઈ જાય તેવા યોગની વાત કરી છે. આનંદઘનજી કહે છે કે જ્યારે સાધક યોગમાર્ગ ગ્રહણ કરે છે ત્યારે એને સમક્તિરૂપી દોરી અને શીલરૂપી લંગોટી ગ્રહણ કરવી પડશે. શીલની લંગોટી એ પંચમહાવ્રતયુક્ત દસ પ્રકારના યતિ ધર્મથી સુરક્ષિત, શકાયરક્ષ સહિતની પંચાચાર પાલના અને બાર ભાવનાથી ભાવિત રત્નત્રયીની
૨૨૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #254
--------------------------------------------------------------------------
________________
આરાધનારૂપ તથા તત્ત્વત્રયીની ઉપાસનારૂપ બ્રહ્મમાં ચર્યા છે. આવી શીલરૂપી લંગોટને સમક્તિરૂપી દોરીથી કમર સાથે નહિ પણ ચિત્ત સાથે બાંધીને ઉપર શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકેય, અનુકંપા તથા સમક્તિના સડસઠ પ્રકારની ગાંઠ ધુલ ધુલ પુલાઉં એટલે કે કસકસાવીને બાંધવાની છે. અને તત્ત્વરૂ૫ ગુફામાં પ્રવેશ કરી ચેતનતત્ત્વ અર્થાત્ આત્મતત્ત્વને જાગ્રત કરવાનો છે. આગળ કહે છે કે આ ભૂમિકામાં પહોંચવા માટે, આત્માનુભવ કરવા માટે આઠ કર્મરૂપી જે મળ છે એને જ્ઞાન ધ્યાનાગ્નિમાં જલાવીને નાશ કરવાનો છે. અર્થાત્ મોક્ષપ્રાપ્તિ માટે જ્ઞાનાવરણાદિ આઠ કર્મોરૂપી મળને બાળવાની જરૂર છે. એના માટે જ્ઞાન હવનકુંડમાં ધ્યાનનો અગ્નિ પેટાવવાનું કહે છે જેનાથી આત્મા પર લાગેલાં કર્મો બળીને ભસ્મીભૂત થાય. જીવ અનાદિકાળથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાનરૂપ અશુભધ્યાને કર્મબંધ કરે છે અને શુભધ્યાને કર્મથી મુક્ત બને છે. આવા ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ અગ્નિમાં કર્મોને બાળવાનાં છે.
આવી રીતે આ પદમાં યોગમાર્ગ ગ્રહણ કરી પોતાના આત્માને પરમાત્મા બનાવવાનો, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો મોક્ષમાર્ગ આનંદઘનજી બતાવે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૫
Page #255
--------------------------------------------------------------------------
________________
આનંદઘનજીએ રચેલાં યોગલક્ષી સ્તવન :
જૈન આમ્નાય પ્રમાણે “મોક્ષ સાધક શુભ વ્યાપારીને યોગ” કહેવામાં આવે છે. યોગ’ શબ્દ “યુજ' ધાતુમાંથી આવે છે. યુજ' ધાતુનો અર્થ ‘જોડવું થાય છે. એ ધાતુમાંથી ‘યોગ’ શબ્દ મોક્ષ સાથે આત્માને જોડે તે અર્થમાં વપરાય છે. એટલે મોક્ષસાધક ધર્મવ્યાપારને અથવા મોક્ષપ્રાપક શુભ વ્યવહારને યોગ કહેવામાં આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિએ યોગવિંશિકા ગ્રંથમાં યોગની વ્યાખ્યા કરતા કહ્યું છે –
‘સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર તે યોગ.' આ વ્યાખ્યા પ્રમાણે નાની પ્રશસ્ત શુભ ક્રિયાથી માંડીને સંપ્રજ્ઞાત યોગ સુધીની અથવા જૈન પરિભાષા પ્રમાણે શેલેશીકરણ સુધીની સર્વ ક્રિયાઓ અને ચિત્તવૃત્તિનો નિરોધ એ સર્વનો યોગમાં સમાવેશ થાય છે.
આનંદઘનજીએ યોગની આ જુદી જુદી અવસ્થાનો ખ્યાલ એમનાં સ્તવનો અને પદોમાં આપ્યો છે. એમણે પોતાનું સમગ્ર જીવન અધ્યાત્મની સાધનામાં, યોગસાધનામાં પસાર કર્યું. અને યોગની છઠ્ઠી દષ્ટિ અને છઠ્ઠા ગુણસ્થાન સુધીની વિશુદ્ધિને તેઓ પામ્યા. એના માધ્યમે એમણે પ્રાથમિક યોગથી માંડીને ઉત્કૃષ્ટ યોગ સુધીની દશાનો અનુભવ બહુ અસરકારક રીતે કરાવ્યો છે. એમના લખેલાં ચોવીસ ૨૨ તીર્થકરોનાં સ્તવનોમાં સાધકનો મોક્ષપ્રાપ્તિ સુધી વિકાસક્રમ સૂચિત કરેલો છે.
ત્રીજા સંભવનાથ ભગવાનના સ્તવનમાં યોગપ્રાપ્તિ માટે પૂર્વસેવાને અંગે ભૂમિકાની શુદ્ધિ બતાવી છે.
સંભવદવ તે ધૂર સેવો સવે રે, લહી પ્રભુ - સેવન ભેદ; સેવન-કારણ પહિલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ... સંભવદેવ... નાના ભય ચંચળતા હો પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ, ખેદ પ્રવૃત્તિ હો કરતા થાકીએ રે, દોષ અબોધ લિખાવ.. નારી! ચરમાવરતે ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક, દોષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક... //૩/
સંભવદેવ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)
Page #256
--------------------------------------------------------------------------
________________
મુક્તિ-પ્રાપ્તિ માટે વિશિષ્ટ યોગમાં પ્રવેશ કરવા પહેલાં પ્રાણી તેના ઉપાયોની સેવા કરે છે. વ્યાધિ મટાડવા જેમ ઔષધની સેવા કરવી પડે છે તેમ સંસારવ્યાધિ મટાડવા માટે પૂર્વસેવા કરવાનું કહ્યું છે. શ્રી હરિભદ્રસૂરિ ‘યોગબિંદુ ગ્રંથમાં યોગમાં પ્રવેશ કરનારે ભૂમિકા તૈયાર કરવાને માટે પૂર્વસેવાના ચાર પ્રકાર બતાવ્યા છે. (૧) દેવગુરૂપૂજન (૨) સદાચાર (૩) તપ (૪) મોક્ષ-અદ્વેષ
આનંદઘનજી સંભવનાથના સ્તવનમાં કહે છે કે તમારે યોગપ્રાપ્તિ કરવી હોય તો એના યોગ્ય ભૂમિકા તૈયાર કરવાની જરૂર છે. એના માટે એ ત્રણ વિશેષણો વાપરે છે – અભય, અદ્વેષ, અખેદ.
યોગમાં પ્રવેશ કરનાર યોગના સેવન માટે ભૂમિકા તૈયાર કરવા “અભય”ને અગ્રસ્થાન આપ્યું છે. એણે નિર્ભયપણે કેળવવાની જરૂર છે.
બીજું સ્થાન આવે છે “અદ્વેષ’નું. ‘અષ' એટલે હરિભદ્રસૂરિયોગપૂર્વસેવામાં “મોક્ષ-અષ' કહે છે તે દર્શાવ્યો છે. અદ્વેષ એટલે અરુચિપણાનો અભાવ. ઉપાધ્યાય યશોવિજય અગિયારમા પાપસ્થાનક ‘ષ’ની સક્ઝાયમાં કહે છે – યોગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું લાલન,
તેહથી વહેલું અષ્ટાંગ યોગનું સાધન કરવા ઈચ્છનારને પ્રથમથી જ અષી થવું જરૂરી છે. અદ્વેષમય ભૂમિકા તૈયાર કરવાની ખાસ જરૂરિયાત પર સર્વ યોગીઓએ ભાર મૂક્યો છે. ધર્મ તરફ અરૂચિપણાનો અભાવ, મોક્ષ તરફ તિરસ્કારનો અભાવ એને અદ્દેષ કહ્યું છે.
ત્રીજું વિશેષણ ‘અખેદ’ આપ્યું છે. આ ભૂમિકામાં શુભ ક્રિયાને અંગે થાક ન લાગવો, એનો કંટાળો ન આવવો જોઈએ. આપણે જે રોજની આવશ્યક ક્રિયાઓ જેવી કે ચૈત્યવંદન, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક કરીએ એમાં કંટાળો ના લાવતાં ઉલ્લાસ ભાવ આવવાનો નિર્દેશ કરેલો છે.
આનંદઘનજી આ સ્તવનમાં કહે છે કે યોગમાર્ગમાં, મોક્ષમાર્ગમાં આગળ વધવું હોય તો આવી રીતે ભૂમિકા તૈયાર હોવી જોઈએ.
આવી રીતે ભૂમિકાશુદ્ધિ થાય ત્યારે પ્રાણી યોગમાર્ગે પ્રગતિ કરતાં જ્યારે ચરમાવર્ત એટલે છેલ્લા પુદ્ગલપરાવર્તનમાં પ્રવેશે, અનાદિકાળ ચક્રમાં ભમતાં,
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૭
Page #257
--------------------------------------------------------------------------
________________
કર્મોને ખપાવી યથાપ્રવૃત્તિકરણ કરે, એનાથી પણ આગળ પ્રગતિ કરી નિર્મળતા પ્રાપ્ત કરી, રાગદ્વેષની ગાંઠને ભેદે એટલે કે ગ્રંથિભેદ કરી અપૂર્વકરણ કરે. ગ્રંથિભેદ કર્યા પછી અપૂર્વ વીર્યોલ્લાસને પરિણામે અંતર્મુહૂર્તમાં અનિવૃત્તિકરણમાં જાય. જેને આનંદઘનજીએ ચરમક૨ણ કહ્યું છે. એટલે જીવ પરમપુદ્ગલ પરાવર્તમાં આવ્યા પછી ત્રીજું અનિવૃત્તિકરણ કરે ત્યારે તેની ભવપરિણતિ અર્થાત્ સંસા૨પરિણતિનો છેડો આવે, એનો દોષ ટળે અર્થાત્ ભય, ખેદ, દ્વેષ આદિ દોષો ટળે છે અને દૃષ્ટિ ખૂલે. આ દૃષ્ટિ એટલે આઠ યોગદૃષ્ટિ જે હરિભદ્રસૂરિએ એમના ગ્રંથ ‘યોગદૃષ્ટિસમુચ્ચય'માં જીવના ઉન્નતિક્રમમાં પણ બતાવી છે. જીવ આ યોગિક માર્ગે વિકાસક્રમ સાધતાં એક પછી એક આગળની દૃષ્ટિ પ્રાપ્ત કરે છે. ચાર દૃષ્ટિ પછી સ્થિરા નામની પાંચમી દૃષ્ટિ અને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
આનંદઘનજી ૫ મા તીર્થંકર સુમતિનાથના સ્તવનમાં કહે છે કે સુમતિનાથના ચરણકમળમાં આત્માપર્ણ કરવું તે યોગની પ્રાથમિક ભૂમિકા છે. યોગમાર્ગ જાણવા પહેલાં, યોગમાર્ગમાં આગળ પ્રગતિ કરતા પહેલાં આત્માને ઓળખી લેવાનું કહે છે.
સુમતિ-ચરણ-કજ આતમ અર૫ણા, દ૨૫ણ જિમ અવિકાર, સુજ્ઞાની, મતિ ત૨૫ણ બહુસમ્મત જાણીએ, પરિસ૨૫ણ સુવિચાર સુજ્ઞાની. ।।૧।। સુમતિ...
ત્રિવિધ સકલ તનુધરગત આતમા, બહિરાતમ તનુ ભેદ સુજ્ઞાની; બીજો અંત૨ આતમા તીસો, પ૨માતમ અવિચ્છેદ, સુજ્ઞાની... ।।૨।। આતમબુદ્ધે કાયદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ, સુજ્ઞાની; કાયદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની... ||૩|| જ્ઞાનાનંદે પુરણ પાવનો, વરજિત સકલ ઉપાધિ, સુજ્ઞાની, અતદ્રિય ગુણગણમણિ આગરૂ, ઈમ પ૨માતમ સાધ સુજ્ઞાની... ।।૪ ।। બહિરાતમ તજી અંત૨ આતમ-રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પ૨માતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની...।૫।। સર્વ શરીરધારી જીવોમાં રહેલા આત્માઓ ત્રણ પ્રકા૨ના બતાવેલા છે (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા (૩) પરમાત્મા.
આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ’માં આ ત્રણનું સ્વરૂપ બતાવે છે -
૨૨૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #258
--------------------------------------------------------------------------
________________
જે જીવને શરીરાદિ પરપદાર્થમાં આત્માના ભ્રમથી આત્મબુદ્ધિ હોય, મોહરૂપી નિદ્રાથી જેની ચેતના અસ્ત થઈ ગઈ છે એ બહિરાત્મા છે.
જે બાહ્યભાવને તજી દઈને આત્મામાં જ આત્મનિશ્ચય કરે છે એ અંતરાત્મા છે.
જે આત્મા નિર્લેપ છે, અર્થાત્ જેને કર્મોનો કોઈ લેપ નથી, શરીરરહિત છે, શુદ્ધ છે, જેના રાગાદિ વિકાર નથી, નિવૃત્ત છે, નિર્વિકલ્પ છે, અવિનાશી સુખરૂપ છે એ પરમાત્મા શુદ્ધાત્મા) છે.
આનંદઘનજીએ આ સ્તવનમાં ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. ત્રણ પ્રકારના આત્માનું જ્ઞાન પરમાત્મ – સમર્પણ કરવા માટે જરૂરી છે. હું અને ‘મારું આ મમત્વભાવથી જ્યાં સુધી આત્મા ઘેરાયેલો છે ત્યાં સુધી તે બહિરાત્મા છે. જ્યારે આ આત્મા શાંત, સંયમી, ત્યાગી બને છે, બાહ્ય ભાવને-રાગાદિ ભાવને તજી દે છે ત્યારે તે અંતરાત્મા બને છે. અને આનાથી આગળ વિકાસ કરી પૂર્ણ યોગી બની પોતાના આત્મસ્વરૂપમાં જ લીન બને છે. વીતરાગી બની એના સર્વ ગુણો પ્રકાશે છે ત્યારે તે પરમાત્મા બને છે.
આ સ્તવન દ્વારા આનંદઘનજી કહે છે કે બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવમાં સ્થિર થવાથી પરમાત્મભાવ, પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. એ જ આત્મસમર્પણ છે.
૧૭માં કુંથુનાથ જિન સ્તવનમાં આનંદઘનજી મનને વશમાં લેવાની મહત્ત્વની વાત કરે છે.
કુંથુજિન, મનડું કિમડી ન બાજે, હો કુંથુજિન, મનડું કિમહી ન બાજે, જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભાજે; હો... કુંથુ ||૧|| મુક્તિ તણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વેરિડું કાંઈ એહવું ચિંતે, નાખે અવળે પાસે હો... કુંથુ //૩ છેલ્લે કહે છે – મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એક વાત નહીં ખોટી, ઈમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મોટી; હો કુંથુ પાટા
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૨૯
Page #259
--------------------------------------------------------------------------
________________
મનડું દુરાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું, આનંદઘન’ પ્રભુ, મારું આણો, તો સારું કરી જાણે. હો.. ITI
આનંદઘનજી આ સ્તવનમાં કહે છે કે મનને વશ કરવું અતિ દુષ્કર છે. મોક્ષપ્રાપ્તિના અભિલાષાથી જીવ તપ, ઘોર સાધના કરતા હોય, જ્ઞાન અને ધ્યાનના અભ્યાસમાં સતત લીન રહેતા હોય, આગમના ઊંડા અભ્યાસી હોય પણ જો ચંચળ મનને સ્થિર ન કરી શકે તો ક્ષણવારમાં મોહના પાશમાં પટકાઈ જાય છે. સાધ્યના સમીપમાં પહોંચ્યા છતાં દૂર ફેંકાઈ જાય છે. મોહનીય કર્મનો ઉપશમ કરી, ઉપશમ શ્રેણી ચડી અગિયારમે ગુણસ્થાનકે પહોંચેલા મહાત્માઓ પણ ઠેઠ ચોથા અને બીજા સાસ્વાદન ગુણસ્થાનકથી પહેલે મિથ્યાત્વ ગુણસ્થાનક સુધી આવી પહોંચે છે. એટલે આનંદઘનજી કહે છે કે જ્ઞાનયોગ દ્વારા મનને સાધવાનું છે. જ્ઞાનયોગથી આત્માનું-પરમાત્માનું સ્વરૂપ જેમ જેમ વિચારવામાં આવે તેમ તેમ ચંચલ મન શાંત થતું જાય છે. “અધ્યાત્મસાર”માં ઉપાધ્યાય યશોવિજયજી આ જ વાત સમજાવતાં કહે છે, સ્થિર થયેલું મન રજોગુણથી ચંચળતા પામે છે પરંતુ જ્ઞાની છે તે બહાર જતા ચિત્તને પાછું ખેંચી લઈ આત્મામાં સ્થિર કરી દે છે. ચંચળ અને અસ્થિર મન જ્યારે જ્યારે બહાર નીકળી જાય ત્યારે તેને પાછું વાળી, નિયમમાં રાખીને આત્માને વશ કરવો.
અંતમાં આનંદઘનજી કહે છે કે તપ-જપ-જ્ઞાન-ધ્યાન વગેરે સર્વ અનુષ્ઠાનો મનોનિગ્રહ વિના વૃથા છે. મનને વશ કરવું એ મહાયોગ છે. મહર્ષિ પતાંજલિએ ‘યોગસૂત્ર'માં પણ આ જ વાત કહી છે –
“યોગશ્ચિત્તવૃત્તનિરોધ: પા૨.૨ાા' એટલે આનંદઘનજી આ સ્તવન દ્વારા કહે છે કે જેને આત્મસાધના કરવી છે એમણે મનને કાબૂમાં લઈ વિકલ્પરહિત થવાની અર્થાત્ નિર્વિકલ્પપણાની સાધના કરવાની છે.
૧૬મા શાંતિનાથ ભગવાનના સ્તવનમાં આનંદઘનજી શાંતિનું સ્વરૂપ જણાવે છે. શાંતિનું સ્વરૂપ સમજાવતાં સમતા યોગ સમજાવે છે
માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોય તે જાણ રે... શાંતિ .IT ૯ ||
૨૩૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #260
--------------------------------------------------------------------------
________________
સર્વ જગજંતુને સમ ગણે, સમગણે તૃણમણિભાવ રે, મુક્તિસંસાર બહુ સમગણે, ગુણે ભવજલનિધિ નાવ રે... શાંતિ.... T૧૦ના
આનંદઘનજી કહે છે જે પોતાના ચિત્તમાં માન અને અપમાન બંનેને એકસરખાં ગણે છે, સુવર્ણ અને પથ્થર, તૃણ અને મણિને સમાન ગણે છે, સર્વ જગતના પ્રાણીઓને સમાન ગણે છે. આવી સમપરિણતિ જેના ચિત્તમાં વર્તે છે તે યોગી છે. તે સમાયોગીને ખબર છે કે સમતા અર્થાત્ સમત્વ એ તો ભવસાગર તરવા નીકા સમાન છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર’માં કહે છે –
શ= મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો ||૧૦|| અપૂર્વ અવસર
જૈન ધર્મમાં આ સમતા યોગ સામાયિક દ્વારા પણ બતાવવામાં આવ્યો છે. સામાયિક એટલે સમત્વની સાધના. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આય+ઇક એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ. “આય” એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને ઇક' કહેતા ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક.
સમતાયોગને પામેલો આત્મા ચારિત્રના એવા શુદ્ધ અધ્યવસાયે પહોંચે છે કે એને મોક્ષ અને સંસાર બંને તુલ્ય લાગે છે. આ અવસ્થા કેવળજ્ઞાનરૂપી સૂર્યોદયને પ્રગટ થવા અરુણોદય સમાન છે. આવી પરાકાષ્ઠાની સમતા આવ્યા પછી વીતરાગતા અને સર્વજ્ઞતા દૂર રહેતી નથી.
આ સમતાની પ્રાપ્તિ માટે આનંદઘનજી ૮૭મા પદમાં છેલ્લી કડીમાં કહે છે –
તવ સમત્વ ઉદ્યમ કીયા હો, ભેચ્યા પૂરવ સાજ, પ્રીત પરમસે જો રીકૅ હો, દીનો આનંદધન રાજ... |૪|| અર્થ સમત્વની પ્રાપ્તિ માટે ઉદ્યમ માંડ્યો છે. એમની સહાયતાથી પૂરવ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૧
Page #261
--------------------------------------------------------------------------
________________
સાજ એટલે કે પ્રજ્ઞા જ્ઞાનરૂપી તીક્ષ્ણ હથિયાર મળ્યું છે. પ્રથમ આ શસ્ત્રનો ઉપયોગ ચોથા ગુણસ્થાનકે સંસારની જડતાને છેદવામાં કરેલ. હવે સમત્વની પ્રાપ્તિ માટે આ અપૂર્વશસ્ત્રનો ઉદ્યમ, પુરુષાર્થ માંડ્યો છે.
આવી રીતે આ સ્તવન દ્વારા આનંદઘનજી મોક્ષમાર્ગમાં સમતાયોગનું મહત્ત્વ સમજાવે છે.
૨૧મા નમિનાથના સ્તવનમાં એ ધ્યાનની એકાગ્રતાને સમજાવી ધ્યાનયોગનું મહત્ત્વ બતાવે છે. એના માટે ભમરીનું દૃષ્ટાંત આપે છે - જિન સ્વરૂપ થઈ જિન આ૨ાધે, તે સવી જિનવ૨ હોવે રે, ભૃગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે... II9TI
જિનેશ્વર પરમાત્મામાં લીન થઈ, તદાકા૨ થઈ જે તેની આરાધના કરે છે, તે નક્કી જિનેશ્વર થાય છે. જેમ ભમરી ઇયળને ડંખ મારે છે ત્યા૨ે તે ઇયળ ભમરી રૂપે થઈ જાય છે તેમ નિર્વિકાર એવા જિનેશ્વર પરમાત્માનું એકાગ્ર ચિત્તે ધર્મધ્યાન અને આગળ વધી શુક્લધ્યાન ધરતાં જીવ રાગ-દ્વેષ-કષાયમય સંસાર નિવા૨ી પોતે જિનસ્વરૂપ થાય છે. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા એક રૂપે - અભેદ થાય અર્થાત્ સમાપત્તિ થાય. પરમાત્મા સાથે સમરસીભાવ પ્રાપ્ત કરી પોતે ૫રમાત્મપદ પ્રાપ્ત કરે.
આવી રીતે આનંદઘનજીએ આ સ્તવનો દ્વારા યોગની જુદી જુદી અવસ્થાનો ખ્યાલ આપ્યો છે. યોગબિંદુ, વીસર્વિશિકા, યોગદૃષ્ટિસમુચ્ચય, યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ વગેરે ઘણા પૂર્વાચાર્યોના ગ્રંથોમાં શરૂઆતથી માંડીને મોક્ષપ્રાપ્તિ સુધીનો વિકાસમાર્ગ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. તે પ્રમાણે આનંદઘનજીએ આ સ્તવનો દ્વારા આત્મવિકાસનો ક્રમિક માર્ગ બતાવ્યો છે જેથી સાધક મોક્ષમાર્ગ પર આગળ વધી પરમાત્મપદ પ્રાપ્ત કરે.
૨૩૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #262
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય યશોવિજય વિરચિત “જ્ઞાનસાર” ઉપાધ્યાય યશોવિજયજી સમર્થ તાર્કિક અને વિદ્વાન હતા તેમજ આધ્યાત્મિક જ્ઞાની હતા. તેમણે રચેલા અધ્યાત્મવિષયક ગ્રંથો - અધ્યાત્મસાર, જ્ઞાનસાર, અધ્યાત્મોપનિષદ જેમાં જ્ઞાનસાર મુખ્ય છે. તેમાં તેઓએ પોતાના જ્ઞાન-અનુભવનો સાર વર્ણવ્યો છે. તેથી જ્ઞાનસાર નામ યથાર્થ છે. જ્ઞાનસારમાં બત્રીસ અષ્ટકો છે. અને એક અષ્ટકમાં જુદા જુદા વિષયોનું વર્ણન કર્યું છે. પ્રથમ પૂર્ણાષ્ટકમાં આત્માની પૂર્ણ અવસ્થાનું સ્વરૂપ સાધ્ય તરીકે મૂકી તેની પ્રાપ્તિ માટે સાધન રૂપે ભિન્ન ભિન્ન અષ્ટકોનું ક્રમબદ્ધ વર્ણન કર્યું છે. તેમાં જુદા જુદા વિષયોને વધારે લંબાવ્યા વિના માત્ર આઠ શ્લોકોમાં તેનો ઘણી ખૂબીથી સમાવેશ કર્યો છે. જેના દર્શનમાં પ્રકરણના પ્રથમ રચયિતા તરીકે ઉમાસ્વાતિ વાચક છે. શાસ્ત્રના વક્તવ્યને બહુ લંબાણથી નહિ કહેતા સંક્ષેપમાં કહેવું તે પ્રકરણનું પ્રયોજન છે. હરિભદ્રાચાર્ય પ્રકરણ ગ્રંથોની રચનામાં મોટો ફાળો આપ્યો છે. ઉપાધ્યાયજીએ તેમને જ અનુસરીને આ જ્ઞાનસાર અષ્ટકની રચના કરી છે.
૨૭મા યોગાષ્ટકનો વિષય આચાર્ય હરિભદ્રસૂરિએ લખેલ ‘યોગવિંશિકા માંથી લેવામાં આવ્યો છે. પ્રથમ શ્લોકમાં યોગ શબ્દનો અર્થ કહેતા ઉપાધ્યાય યશોવિજય લખે છે –
मोक्षेण योजनाद् योगः सर्वोऽप्याचार इष्यते । विशिष्य स्थानवर्णाथलिम्बनैकाग्र्यगोचरः ।।१।।
અર્થ : મોક્ષની સાથે જોડનાર હોવાથી બધોય ધર્મવ્યાપાર યોગ છે. મોક્ષના કારણભૂત જીવનો પુરુષાર્થ એ યોગ છે. પરંતુ અહીં વિશેષ રૂપે પાંચ પ્રકારનો યોગ બતાવવામાં આવ્યો છે.
(૧) સ્થાન (૨) વર્ણ (૩) અર્થ (૪) આલંબન (૫) એકાગ્રતા. (૧) સ્થાન : કાયોત્સર્ગ, પર્યકબંધ, પદ્માસન આદિ આસનો તે સ્થાન. દરેક
યોગાચાર્યોએ યોગનો પ્રારંભ આસનથી બતાવેલો છે. મનની સ્થિરતા કરવા માટે પ્રથમ આસન દ્વારા શરીરની સ્થિરતા કરવાની હોય છે. આપણી ધાર્મિક ક્રિયાઓ ચૈત્યવંદન, સામાયિક વગેરેમાં આ આસનનું મહત્વ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૩
Page #263
--------------------------------------------------------------------------
________________
રહેલું છે.
(૨) વર્ણ : ધર્મક્રિયામાં (બોલાતા) ઉચ્ચારાતા સૂત્રના વર્ણાક્ષરો, શબ્દો. (૩) અર્થ : એ શબ્દના અર્થનો નિશ્ચય.
(૪) આલંબન : બાહ્ય પ્રતિમાદિ - વિષયક ધ્યાન.
(૫) એકાગ્રતા : રૂપી દ્રવ્યના આલંબનથી રહિત નિર્વિકલ્પ ચૈતન્યમાત્રની સમાધિ
આવી રીતે પ્રારંભમાં યોગનું લક્ષણ સમજાવી આગળના શ્લોકમાં કહે છે કે આ પાંચ પ્રકારના યોગમાં પ્રથમ બે સ્થાન અને ઉર્ણ કર્મયોગ છે જ્યારે બીજા ત્રણ અર્થ, આલંબન અને એકાગ્રતા જ્ઞાનયોગ છે. યશોવિજયજીએ અધ્યાત્મસા૨માં ‘યોગ અધિકાર'માં કર્મયોગ અને જ્ઞાનયોગની વિસ્તારથી છણાવટ કરી છે અને કહ્યું છે કે યોગી કર્મયોગથી જ જ્ઞાનયોગ પહોંચી શકે છે અને જ્ઞાનયોગ જ મુક્તિ અપાવી શકે છે. ક્રિયાયોગ (કર્મયોગ) અને જ્ઞાનયોગને સમજીને મુનિ (વિરતિવંત) એને આ૨ાધે છે. જ્યારે અપુનર્બંધક, શ્રાવક વગેરેમાં આ યોગનો પ્રારંભ થયેલો હોવાથી એમનામાં યોગબીજ હોય છે.
આ સ્થાનાદિ પ્રત્યેક યોગના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ કહ્યા છે. એટલે સ્થાનાદિ યોગના પાંચ પ્રકારને ગુણતા વીસ ભેદો થાય છે.
પહેલો યોગ છે ‘સ્થાન’. ધર્મક્રિયા કરતી વખતે એ ક્રિયાને અનુરૂપ આસનની પ્રથમ ઈચ્છા જાગ્રત થાય. પછી તેમાં પ્રવૃત્તિ થાય. અર્થાત્ તે આસનમાં બેસવામાં આવે. ત્યારબાદ તેમાં સ્થિરતા આવે અર્થાત્ શરીર સ્થિર થાય. એમ કરતા તે આસન સિદ્ધ થાય.
આ પ્રમાણે જ પછીના ઉર્ણ આદિ ચા૨ યોગમાં ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ પ્રાપ્ત થાય.
આ યોગોથી આત્મામાં અનુકંપા, નિર્વેદ એટલે કે સંસારનો ભય, સંવેગ - મોક્ષની ઈચ્છા, પ્રશમ - ઉપશમ પ્રગટ થાય છે.
આ ઈચ્છાદિ યોગોની સ્વતંત્ર પરિભાષા ક૨વામાં આવી છે -
તે યોગવાળા યોગીની કથા સાંભળવામાં પ્રીતિ ઉપજે તે ઈચ્છાયોગ.
૨૩૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #264
--------------------------------------------------------------------------
________________
તે મેળવવા કે તેવા બનવા શુભ ઉપાયોનું પ્રયત્નપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિયોગ.
તે આચાર પાલન અતિચાર રહિત કરે તે સ્થિરતાયોગ.
તેનાથી યોગીને અહિંસા ગુણો એવા સિદ્ધ થાય કે એના સાન્નિધ્યમાત્રથી તે ગુણો બીજા જીવોને પ્રાપ્ત થાય જેમ કે મનુષ્યની વૈરવૃત્તિ, પશુઓની હિંસક વૃત્તિ શાંત થઈ જાય તે સિદ્ધિયોગ.
આ સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા આ પાંચ યોગમાં ચોથો યોગ આલંબન બે પ્રકારે છે. રૂપી આલંબન અને અરૂપી આલંબન. જિન પ્રતિમા વગેરે રૂપી આલંબન છે જ્યારે અરૂપી આલંબન સિદ્ધ સ્વરૂપનું તાદાત્મ્ય છે. તેમાં અરૂપી સિદ્ધ પરમાત્માના કેવળજ્ઞાનાદિ ગુણોની તન્મયતારૂપ યોગ ઈન્દ્રિયોને અગોચ૨ હોવાથી સૂક્ષ્મ અનાલંબન યોગ કહ્યો છે. પાંચનો એકાગ્રતા યોગ તે જ અનાલંબન યોગ.
આ સ્થાનાદિ વીસ યોગ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાન એમ ચાર પ્રકારે છે. આ સર્વ યોગોથી (અર્થાત્ (20x4=80) યોગના નિરોધરૂપ અયોગ નામે શૈલેશી યોગની પ્રાપ્તિ થવાથી અનુક્રમે મોક્ષયોગ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અનુષ્ઠાન : બીજાં બધાં સાંસારિક પ્રયોજનોનો ત્યાગ કરી એકનિષ્ઠાથી ધર્માનુષ્ઠાન આરાધે.
ભક્તિ-અનુષ્ઠાન ઃ જે ધર્મયોગ આરાધતો હોય તેનું મહત્ત્વ-ગૌરવ એના હૃદયમાં અંકિત થાય.
વચનાનુષ્ઠાન ઃ બધો જ ધર્મવ્યાપાર, ધર્મઅનુષ્ઠાન આગમને, શાસ્ત્રને અનુસરીને કરે. ચારિત્રવંત મુનિ તે અવશ્ય આરાધે.
અસંગાનુષ્ઠાન ઃ જે ધર્મઅનુષ્ઠાનનો ખૂબ અભ્યાસ થયો હોય તે ચંદનમાંથી જેમ સ્વાભાવિક રૂપે સુવાસ મળે એમ તે ધર્માનુષ્ઠાન સહજભાવે થતું હોય છે.
પ્રથમ બે અનુષ્ઠાન અભ્યુદય - સ્વર્ગનાં કારણ છે, છેલ્લાં બે અનુષ્ઠાન મોક્ષના કા૨ણ અને વિઘ્ન વિનાનાં છે.
આવી રીતે સ્થાનાદિ ૫ યોગ, ઇચ્છાદિ ૪ યોગ અને પ્રીત્યાદિ ૪ યોગનો કુલ ૮૦ પ્રકારનો યોગમાર્ગ યશોવિજયજીએ આ યોગાષ્ટકમાં મોક્ષમાર્ગની આરાધના કરવા ઇચ્છનારને બતાવ્યો છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૫
Page #265
--------------------------------------------------------------------------
________________
અધ્યાત્મસાર’માં યોગ-અધિકાર ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલા અધ્યાત્મવિષયક ગ્રંથોમાં ‘અધ્યાત્મસાર અત્યંત મહત્ત્વનો ગ્રંથ છે. આ ગ્રંથમાં મુખ્ય સાત પ્રબંધમાં ૯૪૯ શ્લોકો લખાયેલા છે. કર્તાએ અધ્યાત્મનું સ્વરૂપ, ભવસ્વરૂપ, વૈરાગ્યસંભવ, વૈરાગ્યના ભેદ, ત્યાગ, સમતા, સદનુષ્ઠાન, સમ્યકત્વ, મિથ્યાત્વ ત્યાગ, યોગ, ધ્યાન, આત્મનિશ્ચય વગેરે વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમાં અલગ અલગ વિષયોની છણાવટ એમણે અલગ અલગ અધિકારમાં કરી છે. યોગ-અધિકાર’ આ અધિકારમાં ‘યોગ”નું સ્વરૂપ અને એના બે મુખ્ય પ્રકાર કર્મયોગ અને જ્ઞાનયોગનું વર્ણન કરેલું છે. યોગ’ શબ્દ માત્ર જૈન દર્શનમાં જ નહિ, સર્વ ભારતીય દર્શનોમાં વપરાયેલો શબ્દ છે. એટલે આ અધિકારમાં સર્વ ભારતીય દર્શનોના સમન્વય રૂપે જૈન દર્શનને સંમત એવી યોગના સ્વરૂપની રજૂઆત ઉપાધ્યાયજીએ કરી છે. ભગવદ્ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ એ મુખ્ય ત્રણ યોગની મીમાંસા સાંગાદિ દર્શન અનુસાર કરવામાં આવી છે. યોગ વિષેના આ અધિકારમાં યશોવિજયજીએ ગીતાની એમીમાંસાનો જૈન દર્શનને અનુરૂપ એવો સરસ સમન્વય કર્યો છે અને જ્યાં જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં ત્યાં ગીતાના શ્લોકો પણ ટાંક્યા છે.
યોગના સ્વરૂપ વિશે આરંભમાં યોગોના પ્રકાર બતાવ્યા છે. મુખ્ય બે પ્રકાર છે : કર્મયોગ અને જ્ઞાનયોગ. ‘યોગ” શબ્દ સંસ્કૃત યુગ” પરથી આવ્યો છે. “યુગ” એટલે જોડવું. જેમાં જોડાણ થાય તે યોગ. પોતાની જાતને ભક્તિમાં જોડવી તે ભક્તિયોગ. ક્રિયા અથવા કર્મમાં જોડવી તે કર્મયોગ. જૈન દર્શનમાં ‘કર્મ” શબ્દ કાર્મણ-વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ દ્વારા થતા શુભાશુભ બંધ માટે વપરાય છે. જીવ સર્વ કર્મથી જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી. આ પારિભાષિક અર્થમાં કર્મશબ્દ અહીં પ્રયોજાયેલો નથી. ભગવદ્ ગીતામાં કર્મયોગ શબ્દ જે રીતે પ્રયોજાયો છે તેવા અર્થમાં જૈન દર્શનની દૃષ્ટિએ અહીં પ્રયોજાયો છે. જૈન ધર્મમાં આવશ્યકાદિ જે ક્રિયાઓ છે તેના વિષયમાં ‘કર્મયોગ' શબ્દ વપરાય છે. મોક્ષમાર્ગની સાધના માટે જે ક્રિયાઓ રોજેરોજ અવશ્ય કરવી જ જોઈએ તેને “આવશ્યક ક્રિયા કહેવામાં આવે છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, ગુરુવંદના છે. શ્રાવકની આવશ્યક ક્રિયાઓ અને દેવવંદન,
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૩૬
Page #266
--------------------------------------------------------------------------
________________
પડિલેહણ આદિ સાધુની આવશ્યક ક્રિયાઓ છે. શ૨ી૨ દ્વારા જે કંઈ નાનીમોટી ક્રિયાઓ થાય છે તેમાંથી પ્રશસ્ત ભાવથી, દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેના અનુરાગથી અને પુણ્યના બંધના લક્ષણવાળી જે ક્રિયા થાય છે તેને ‘કર્મયોગ’ કહેવામાં આવે છે.
કર્મયોગનું સ્વરૂપ સમજાવ્યા પછી ઉપાધ્યાયજી જ્ઞાનયોગનું સ્વરૂપ સમજાવે છે.
જ્ઞાનયોગ શુદ્ધ તપરૂપ છે. આ એવું તપ છે જેમાં આત્મરતિ એનું મુખ્ય લક્ષણ છે. આત્મા પ્રત્યે પ્રીતિ, આત્મસન્મુખ થવાની ઉત્કટ અભિલાષા આ તપમાં હોય છે. તેથી એ તપ પુણ્યના બંધનું નિમિત્ત ન બનતાં કર્મની નિર્જરાનું નિમિત્ત બને છે. ઇંદ્રિયોના વિષયો પૌદ્ગલિક સુખ ત૨ફ જીવને ખેંચી જાય છે. જ્ઞાનયોગમાં પૌદ્ગલિક સુખની કોઈ અભિલાષા રહેતી નથી. ઇન્દ્રિયોના વિષયોથી ઉપર ઊઠવાની ભાવના રહે છે, માત્ર મોક્ષના સુખની અભિલાષા પ્રવર્તતી રહે છે. એટલે જ્ઞાનીની ક્રિયાઓ કર્મનો શુભ પ્રકા૨નો બંધ કરાવનાર નહિ પણ કર્મની નિર્જરા કરાવનાર હોય છે. એથી જે ક્રિયાઓ અન્યને સ્વર્ગસુખ આપી સંસારમાં રાખે છે એ જ ક્રિયાઓ મોક્ષના લક્ષ સાથે, આત્મસ્વરૂપમાં લીન થવા માટે જ્ઞાનયોગી દ્વારા કરવામાં આવે છે ત્યારે તે મોક્ષપદ અપાવી શકે છે. આથી જ કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે એટલે જ એનું વિશેષ મહાત્મ્ય છે.
પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા આવી શકે નહિ. જ્ઞાનયોગને ચિત્ત સાથે વધુ સંબંધ છે. એટલે જ્ઞાનયોગમાં ચિત્તની શુદ્ધિ એ પ્રથમ આવશ્યકતા છે. ચિત્તશુદ્ધિના જે વિવિધ ઉપાયો છે તેમાં મહત્ત્વનો ઉપાય તે કર્મયોગ છે. અર્થાત્ દૈનિક આવશ્યકાદિ ક્રિયાઓ યોગીઓ માટે આરંભકાળના અભ્યાસમાં આવશ્યકાદિ સત્ ક્રિયાઓ કરવી જરૂરી છે જેથી ચિત્ત ભિન્ન ભિન્ન વિષયોમાં ન ભટકતાં મન પરોવાયેલું રહે અને આત્મામાં સ્થિર થાય. એટલે યોગીઓએ આરંભના અભ્યાસકાળમાં
જ્ઞાનની પરિપક્વ દશા થાય ત્યાં સુધી આ ક્રિયાઓ કરવી જોઈએ. એવી દશા પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વિવિધ વિષયોમાં ભટકતું નથી. જ્ઞાનયોગી અંતર્મુખ બને છે. જ્ઞાનયોગ સિદ્ધ કરવા માટે પહેલાં કર્મયોગ સિદ્ધ કરવો પડે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૭
Page #267
--------------------------------------------------------------------------
________________
હવે યશોવિજયજી જ્ઞાનયોગીનાં લક્ષણ બતાવે છે. એ કહે છેઃ જ્ઞાનયોગી એટલે ભગવદ્ગીતામાં જેને સ્થિતપ્રજ્ઞ કહ્યા છે એવા મહાત્માઓ. તેઓ ભૂતકાળનું સ્મરણ કરતા નથી અને ભવિષ્યની અભિલાષા નથી કરતા. એવી જ રીતે જે ઠંડી હોય કે ગરમી, સુખ હોય કે દુ:ખ, માન કે અપમાન સર્વે અનુકુળ કે પ્રતિકૂળ સંજોગોમાં સમભાવે રહે છે. તે ઇન્દ્રિયોને જીતનાર, ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયોને જીતનાર તેમજ નવ નોકષાયથી રહિત હોય છે. જિનેશ્વર ભગવંતનાં વચનોમાં દઢ શ્રદ્ધાવાળો હોય છે, ભૌતિક પૌગલિક પદાર્થોનાં સુખો પ્રત્યે અરુચિ હોય છે. પોતાની શક્તિ અનુસાર તે જ્ઞાન, ધ્યાન, તપ, જપ વગેરે કરનારા હોય છે, પ્રમાદરહિત હોય છે.
અધ્યાત્મની જે જુદી જુદી વિચારધારાઓ અને સાધનાપદ્ધતિઓ છે એમાં આ જ્ઞાનયોગ સૌથી શ્રેષ્ઠ છે. ભ. મહાવીરે “આચારાંગસૂત્રના પાંચમા લોકસારમાં કહ્યું છે કે આ જ્ઞાનયોગ કર્મબંધનમાંથી છોડાવનાર છે.
જ્ઞાનયોગ કેવળ ઉપયોગમય છે. જ્ઞાનયોગમાં અંતરાત્માનો અનુભવ કરવાનો છે, આત્મા અને પરમાત્માનું એકત્વ પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગની સાધનામાં પોતાના જ આત્માને પરમાત્મસ્વરૂપ બનાવી શકાય છે. પરમાત્મા સાથેની આ અભેદ ઉપાસના સર્વથી શ્રેષ્ઠ છે. યશોવિજયજી કહે છે કે જ્ઞાનયોગમાં પણ પરમાત્માની ભક્તિ અંતર્ગત રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવા થવાનું છે. મોક્ષમાર્ગની ઓળખાણ જિનેશ્વર ભગવાન કરાવે છે. એમની ભક્તિ કરવાથી, એમનું શરણું સ્વીકારવાથી જ આત્મદર્શનનો માર્ગ સમજાય છે. જિનેશ્વર ભગવંત એટલે નિશ્ચયનયની અપેક્ષાએ નિરંજન, અવિનાશી પરમ તત્ત્વ. એમની ઉપાસના જ્ઞાનયોગી કરે છે. જિનેશ્વર ભગવંતની ભક્તિથી, એમના ધ્યાનથી જ પાપનો ક્ષય થાય છે, મુક્તિમાર્ગ સરળ બને છે. એટલે સાધકદશાના જ્ઞાનયોગીના જીવનમાં પણ વીતરાગ એવા જિનેશ્વર ભગવાનનું ધ્યાન અનિવાર્ય છે.
આવી રીતે અહીં ભક્તિયોગ, ધ્યાનયોગની મહત્તા બતાવી છે. કર્મયોગ અને જ્ઞાનયોગ - બેઉનો એકબીજા સાથેનો સંબંધ બતાવી મોક્ષમાર્ગ માટે કેમ ઉપયોગી થાય છે એ બતાવવા કહે છે કે કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાન માટે પાત્ર બનાવે છે. કર્મયોગનો સતત અભ્યાસ
૨૩૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #268
--------------------------------------------------------------------------
________________
જ સાધકને, મોક્ષના અભિલાષી આરાધક જીવોને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. એકલો કર્મયોગ કે એકલો જ્ઞાનયોગ આરાધક મુનિઓના જીવનમાં હોતો નથી. કર્મયોગના અભ્યાસ દ્વારા જ્ઞાનયોગમાં આગળ વધાય છે. જ્ઞાનયોગથી સમતા અને સમાધિ પ્રાપ્ત થાય છે. જેઓ જ્ઞાનયોગમાં સ્થિર થાય છે તેઓ જ ધ્યાનયોગના અધિકારી બને છે. જે ધ્યાનયોગમાં આરૂઢ થઈ ક્ષપકશ્રેણી માંડે છે એ મુક્તિયોગ પ્રાપ્ત કરે છે. મુક્તિયોગ એટલે મુક્તિની અવસ્થા અર્થાત્ મન, વચન અને કાયાના યોગથી રહિત એવી અયોગી સિદ્ધાવસ્થા.
આવી રીતે ઉપાધ્યાય યશોવિજયજીએ આ યોગ અધિકારમાં મોક્ષ માર્ગની સાધનાના અંતિમ લક્ષ્ય સુધીના ચાર મુખ્ય યોગ – કર્મયોગ, જ્ઞાનયોગ, ધ્યાનયોગ અને મુક્તિયોગ ક્રમાનુસા૨ બતાવ્યા છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૩૯
Page #269
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ યોગના બે મુખ્ય ભેદ - કર્મયોગ અને જ્ઞાનયોગ વિશે છણાવટ કરી છે. કર્મયોગ અને જ્ઞાનયોગનું સ્વરૂપ સમજાવ્યું છે અને જૈનદર્શનની મહત્ત્વની વાત કરી છે કે કર્મયોગમાં જે આવશ્યકાદિ ક્રિયા પુણ્યનો બંધ કરાવે છે એ જ ક્રિયા જ્યારે જ્ઞાનયોગી કરે છે ત્યારે તેમાં તેમનો રાગ જોડાયેલો ન હોવાથી તેમને કર્મનો બંધ થતો નથી પરંતુ કર્મની નિર્જરા પણ થઈ શકે છે. કર્મયોગમાં કરાતી ક્રિયા શુભ હોવાથી શુભ કર્મબંધની નિમિત્ત બને છે અને એના ફળરૂપે સ્વર્ગ વગેરેનું સુખ અપાવે છે. પણ તે ક્રિયાઓ મોક્ષપ્રાપ્તિ કરાવતી નથી. પરંતુ એનો અર્થ એ નથી કે બધી આવશ્યકાદિ ક્રિયાઓ છોડી દેવી જોઈએ. એ ક્રિયાઓ હોય છે એવું એકાન્ત વિચારવું ન જોઈએ. આ આવશ્યકાદિ ક્રિયાઓ પણ મુક્તિનો હેતુ બની શકે છે. આ ક્રિયાઓ ન છોડતા એ ક્રિયા રાગ વગર કરવી જોઈએ અર્થાત્ મોક્ષના લક્ષ્યથી, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે આ ક્રિયાઓ રાગ વગર કરવી જોઈએ. આ ક્રિયાઓ જો શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાના યોગથી કરવામાં આવે તો અવશ્ય જ્ઞાનયોગમાં રૂપાંતરિત થાય છે. એથી કર્મની નિર્જરા થાય છે અને એ જ આવશ્યકાદિ ક્રિયાઓ પરંપરાએ મોક્ષગતિ અપાવે છે. અર્થાત્ આરંભમાં કર્મયોગ સ્વીકારીને જ્ઞાનયોગ તરફ જવાનું છે. જ્ઞાનયોગમાં કેવળ મોક્ષના સુખની જ અભિલાષા પ્રવર્તતી હોય છે. એટલે જ્ઞાનયોગી મહાત્માઓનો પોતાના દેહ પ્રત્યેનો મમત્વભાવ નીકળી ગયો હોય છે. દેહ પ્રત્યે પણ તેઓ અસંગ ભાવ જ અનુભવે છે. તેથી આવશ્યકાદિ ક્રિયાઓ કરતી વખતે તેમના ધ્યાનમાં વિક્ષેપ પડતો નથી. પરંતુ આ ક્રિયાઓ તેમને આત્મજ્ઞાન તરફ વાળવા માટે નિમિત્ત બને છે.
ઉપાધ્યાયજીએ જ્ઞાનીઓ ચંચળ ચિત્તનો નિગ્રહ કેવી રીતે કરે છે એ સમજાવતાં કહ્યું છે કે ચિત્ત જ્યારે ચંચળ બને છે ત્યારે જ્ઞાની બહાર ગયેલા ચિત્તને પાછું ખેંચી લઈ આત્મામાં સ્થિર કરે છે. તેઓ પોતાના મનનો નિગ્રહ કરે છે તેમનો ઉપયોગ સતત આત્મામાં રહે છે. અહીં જેઓ મોક્ષ અભિલાષાવાળા છે પરંતુ જેમનું ચિત્ત વારંવાર ચંચલ બની વિષયોમાં દોડે છે એમના માટે આ
૨૪૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #270
--------------------------------------------------------------------------
________________
શાસ્ત્રમાં કહેલી આવશ્યકાદિ ક્રિયાઓ કરવાથી એમનું ચિત્ત એ ક્રિયાઓમાં પરોવાયેલું રહી ધીરે ધીરે ચંચલતા ઘટતી જાય છે અને સ્થિરતા આવતી જાય છે.
કર્મયોગ કરતાં જ્ઞાનયોગ ચડિયાતો છે, પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા ન આવી શકે. જ્ઞાનયોગીમાં ચિત્ત શુદ્ધિ અત્યંત મહત્વની છે જે કર્મયોગથી સાધી શકાય છે.
જ્ઞાનયોગીને સંસારમાં રહીને પોતાના દેહના નિર્વાહ અર્થે કે અન્ય કોઈ પ્રયોજનાર્થે કોઈ કાર્ય કરવું પડે તો તેઓ કરે છે પરંતુ તેઓ તેમાં લપાતા નથી, તે અનાસક્ત ભાવે હોય છે. તેમાં તેમનું કર્તુત્વ કે ભોક્નત્વ હોતું નથી. જેના દર્શનમાં જ્ઞાનયોગીની દશાનું કરેલું આ જ વર્ણન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ચોથા અધ્યાયમાં કરેલું છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૧
Page #271
--------------------------------------------------------------------------
________________
યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ જાતે શૈવ-વૈષ્ણવ માતાપિતાના પુત્ર હતા. એમણે દીક્ષા જૈન ધર્મમાં લીધી અને ઘણું સાહિત્યસર્જન કર્યું. યોગ, વ્યાકરણ, કાવ્ય, ફિલસૂફી, ઇતિહાસ, રાસસાહિત્ય, ભજનકાવ્ય વગેરે અનોખું સાહિત્ય એમણે આપ્યું છે. એમાં પણ યોગ ઉપર કરેલું એમનું સર્જન અદ્ભુત છે. એમણે લુપ્ત થતી જતી યોગસાધનાને પુન:પ્રતિષ્ઠિત કરી. ‘યોગદીપક’ અને ‘કર્મયોગ” જેવા મહાન ગ્રંથો લખ્યા છે.
યોગ માટે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ બહુ મહત્ત્વની વાત કરી છે કે દરેક ધર્મ યોગને માને છે. દરેક દર્શનમાં યોગની પ્રક્રિયા ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. મુસલમાન, વેદને માનનાર હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ યોગને માને છે. નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને તેના અંશરૂપ યોગને માને છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી. જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, સર્વપ્રાણીઓનું ભલું ઇચ્છવું - આ યોગનું પ્રથમ પગથિયું છે જેનો અમુક અંશ સર્વ ધર્મવાળા સ્વીકારે છે. યોગના અસંખ્ય ભેદ છે. મુનિ પતંજલિએ કહ્યું છે – “વોરાશિત્તવૃત્તિનિરોધ: ' ચિત્તવૃત્તિનો નિરોધ કરવો એ યોગ છે. એમણે યમ, નિયમ... એમ યોગનાં આઠ અંગ બતાવ્યાં છે. જૈન દર્શનમાં અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે. યોગનો મુખ્ય ઉદ્દેશ આત્માની શુદ્ધિ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરવાનો છે. શ્રી વીરપ્રભુએ અસંખ્ય યોગોમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ યોગને મુખ્ય માન્યા છે. જૈન દર્શનમાં હઠયોગ, રાજયોગ, ક્રિયાયોગ, ભક્તિયોગ, મંત્રયોગ, લયયોગ, દેશવિરતિયોગ, સર્વવિરતિયોગ વગેરે સર્વયોગનો સમાવેશ થાય છે. જૈન સાધુઓ અને શ્રાવકોના ધાર્મિક આચારો યોગરૂપ જ છે. પંચમહાવ્રત અને બાર વ્રતનો યોગના પ્રથમ પગથિયારૂપ યમમાં સમાવેશ થાય છે. તપશ્ચર્યા, પ્રતિક્રમણ, પૂજા, સ્વાધ્યાય, પાંચ સમિતિ યોગરૂપ જ છે. છ આવશ્યકની ક્રિયાઓ યોગના આધારે રચાઈ છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનનો યોગમાં સમાવેશ થાય છે. વિનય, વૈયાવચ્ચ, ધ્યાન, કાયોત્સર્ગ અને સ્વાધ્યાય વગેરેનો પણ યોગમાં સમાવેશ થાય છે.
૨૪૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #272
--------------------------------------------------------------------------
________________
મન, વચન અને કાયાના યોગની શુદ્ધિ કરવી અને આત્માના જ્ઞાનાદિ ગુણોનો પ્રકાશ કરવો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મનને જીતવું, રાગદ્વેષનો નાશ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું. આત્માના પરિણામની શુદ્ધિ થાય તેવાં નિમિત્તોનું અવલંબન કરવું, શુદ્ધ દેવ ગુરુ અને ધર્મની આરાધના કરવી અને આત્માનું ધ્યાન કરવું વગેરે યોગનો સાર છે.
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે – યોગના પ્રતાપથી અનેક ભવનાં કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. એના માટે બાહ્યયોગની શુદ્ધિ કરીને આંતરિક યોગની શુદ્ધિ કરવી જોઈએ. મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરી મન, વચન, કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જેઓ ઉપરના પગથિયે ચઢવાનો પ્રયત્ન કરે છે તેઓને અંતે પાછા ફરી પ્રથમ પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી પડે છે. યોગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને પરમાત્માની આરાધના કરવાથી, યોગમાર્ગ પર આગળ વધવાથી ઉત્તમ અધિકારી બની શકાય છે. આગળ શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે યોગની સાધના ગૃહસ્થ અવસ્થામાં અને સાધુ અવસ્થા બંનેમાં થઈ શકે છે પણ ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં યોગની સાધના અનંતગણી સારી રીતે થઈ શકે છે. તેમજ જે જીવો યોગના ઉપરના પગથિયા પર અર્થાત્ ઉપરના ગુણસ્થાનકે પહોંચ્યા છે એમણે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલા જીવો પર તિરસ્કાર કે નિંદા ન કરતાં તેમને ઉપરના ગુણસ્થાનકરૂપ પગથિયા પર આવવા (ચઢવા) મદદ કરવી જોઈએ અને એમનાથી ઉપરના ગુણસ્થાનકનો ધર્મયોગ જેમણે સાધ્યો છે એમનો વિનય અને ભક્તિ કરવાં જોઈએ.
આ પ્રમાણે યોગના પગથિયા સમજીને જેઓ યોગમાર્ગ પર આગળ વધે છે તેઓ શીધ્ર મુક્તિને પ્રાપ્ત કરી શકે છે.
યોગનું ફળ બતાવતાં તેઓ કહે છે – રત્નત્રયીરૂપ યોગનું આરાધન કરીને પૂર્વે અનંત જીવો મુક્ત થયા, થયા છે અને ભવિષ્યમાં થશે. યોગની સાધના કરવાથી મનુષ્ય અને દેવલોકની પ્રાપ્તિ થાય છે અને ઉત્તમમાં ઉત્તમ જે મુક્તિ છે, તેની પણ પ્રાપ્તિ થાય છે. આત્માના શુભ અધ્યવસાય ઉત્પન્ન કરાવનાર યોગ છે. આ કાળમાં ઉપશમભાવ અને ક્ષયોપશમભાવની સમાધિને યોગીઓ પ્રાપ્ત કરે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૩
Page #273
--------------------------------------------------------------------------
________________
યોગદીપક' ગ્રંથમાં અધ્યાત્મયોગ અને ક્રિયાયોગ સમ્યમ્ રીતે દર્શાવ્યો છે. કોઈ પણ યોગનું ખંડન ન કરતાં પરસ્પર યોગની તરતમતા કેવી રીતે અધિકારભેદ હોય છે તે બતાવેલું છે. યોગનો પ્રકાશ પાડવામાં આ ગ્રંથ દીપક સમાન હોવાથી એનું નામ “યોગદીપક પાડવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રથમ આત્મા અને આત્માનું સ્વરૂપ સમજાવતાં કહે છે, હું આત્મા છું, આત્મામાં સર્વ પદાર્થો જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે, સર્વ પદાર્થો દેખવાની દર્શનશક્તિ રહી છે, પોતાના શુદ્ધ સ્વભાવે વર્તવાની ચારિત્રશક્તિ આત્મામાં રહેલી છે. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી વડે યુક્ત આત્મા છે. આ રત્નત્રયી આત્માનો સ્વાભાવિક ધર્મ છે. રત્નત્રયી વિના જે અન્ય પદાર્થો છે તેમાં આત્મતત્ત્વ નથી, તે કેવળ મોહબ્રાન્તિ છે. આ પરવસ્તુનો ધર્મ જે આદરે છે તે વિભાવિક ધર્મ છે. અજ્ઞાન દશાથી અનાદિ કાળથી આ આત્મા પરધર્મ આદરી ચોરાસી લાખ જીવયોનિમાં ભટકે છે. જ્યારે આત્મા શુદ્ધ ધર્મ - સ્વાભાવિક ધર્મ પ્રાપ્ત કરી પરધર્મથી મુક્ત થાય છે ત્યારે તે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થાય છે અને એ પરમાત્મા કહેવાય છે.
વિજ્ઞાન આત્માનો મૂળ સ્વાભાવિક ધર્મ છે અને તે સ્વ અને પરનો પ્રકાશ કરે છે અર્થાત્ જ્ઞાન- ગુણ એ સ્વપરપ્રકાશક છે. આત્માનો સંપૂર્ણ જ્ઞાનગુણ
જ્યારે પ્રકટ થાય છે ત્યારે આત્માના એકેક પ્રદેશમાં લોકાલોક ભાસે છે, એક સમયમાં સર્વ દ્રવ્યોના અનંત ગુણપર્યાયો જણાય છે. આત્માના પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરવી એ ચારિત્ર છે તે આત્માનો સ્વાભાવિક ગુણ છે. શાતાવેદનીયજન્ય સુખ અને અશાતાવેદનીયજન્ય દુ:ખમાં જે સમ છે અર્થાત્ સમભાવ ધારણ કરે છે તે ચારિત્રી છે. ઇર્યાસમિતિ આદિ પંચસમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતાના (સેવનથી) પાલનથી આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. મનને બાહ્યભાવમાં ન જવા દેતાં આત્મામાં જ, સ્વરૂપમાં જ મનને રમણ કરાવવા માટે મનોગુપ્તિની આવશ્યકતા છે. અહીં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ મનની નિર્વિકલ્પદશા સાધવા ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગનો માર્ગ બતાવે છે અને કહે છે આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે મન અન્યત્ર પરિભ્રમણ કરતું નથી. અનંત જ્ઞાન,
૨૪૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #274
--------------------------------------------------------------------------
________________
દર્શન, ચારિત્ર, વીર્ય અને આનંદના ધારક એવો આત્મા ધ્યાન કરવા માટે સદાકાળ યોગ્ય છે. આ આત્મ ધ્યાન કરવા માટે બાહ્ય વસ્તુમાં મમત્વ અર્થાત્ રાગ અને દ્વેષનો ત્યાગ કરવો જરૂરી છે. અર્થાત્ સામ્યભાવ કેળવવો જરૂરી છે.
સામ્યભાવી આત્મા કર્મબંધન કરતો નથી. પણ કર્મની નિર્જરા કરે છે અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી અંતે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી આત્મા પરમાત્મરૂપ થાય છે.
આ સામ્યભાવ કેળવવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મજ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આત્મજ્ઞાન થવાથી બાહ્યવસ્તુઓમાંથી મમત્વભાવ દૂર થાય છે, રાગ અને દ્વેષ થતો નથી. આત્મજ્ઞાનથી નિર્મલ ધ્યાન પ્રાપ્ત થાય છે.
આગળ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે તે અસંખ્ય યોગોમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ વિશેષતઃ મુખ્ય યોગ છે. મુખ્યતાએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગ કહેવાય છે. ત્રણ યોગની સંપૂર્ણ પ્રાપ્તિ થતાં મુક્તિ થાય છે. સમ્યક્ પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જેનાથી જણાય તેને જ્ઞાન કહે છે. સમ્યક્ પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જાણી તે પ્રમાણે શ્રદ્ધા (નિશ્ચય) કરવી તેને વ્યવહારથી દર્શન કહે છે. આત્માની સ્વાભાવિક સ્થિરતા માટે બાહ્ય અને અત્યંતર જે જે ક્રિયાઓ કરવી તેને ચારિત્ર કહે છે. અહીં ચારિત્રયોગી માટે યમ, નિયમ - આદિ અષ્ટાંગયોગ સમજાવ્યો છે. પ્રાણાયામથી થતા ફાયદા સમજાવ્યા છે. મનનો પ્રત્યાહાર કરવાનું કહે છે. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, માયા, લોભ, મમતા, ઈર્ષ્યા આદિ દોષોને મનમાં ઉત્પન્ન ન થવા દેવા તે મનથી પ્રત્યાહાર કહેવાય છે. ધારણા અને ધ્યાન સમજાવ્યું છે. ધ્યાનના ચાર પ્રકાર- પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અને પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ – પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારૂણી અને તત્ત્વભૂ બતાવી છે. ધ્યાનથી સમાધિમાં પ્રવેશ કરાય છે. સમાધિના બે પ્રકાર - સાલંબન અને નિરાલંબન. સાલંબન સમાધિયોગી એને નિરાલંબન રૂપાતીત સમાધિદશાને પ્રાપ્ત કરી શકે છે. સાલંબન સમાધિ કરતાં નિરાલંબન સમાધિને અનંતગણી ઉત્તમ બતાવી તેનાથી અનંતગણી કર્મની નિર્જરા થાય છે. આવી
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૫
Page #275
--------------------------------------------------------------------------
________________
રીતે યોગનાં અષ્ટાંગ જાણી તેનો અભ્યાસ કરનાર યોગી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
અસંખ્ય યોગોથી મુક્તિ થાય છે. યોગનાં આઠ અંગ તે પણ અસંખ્ય યોગમાંના ભેદો છે. સર્વ યોગોમાં જ્ઞાનદર્શન-ચારિત્રની મુખ્યતા છે. અષ્ટાંગ યોગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગ યોગનો સમાવેશ થાય છે. અષ્ટાંગ યોગના સાધુવર્ગ અને ગૃહસ્થવર્ગ એ બેઉ અધિકારી છે. સાધુઓએ અવશ્ય અષ્ટાંગ યોગનું આરાધન ક૨વું જોઈએ. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવાનું લક્ષ રાખીને જ અષ્ટાંગ યોગની આરાધના કરવાની છે જેનાથી તેનું ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય. છેવટે આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે કે “યોગના અસંખ્ય ભેદોમાંથી ગમે તે યોગને સંપ્રાપ્ત કરીને મુક્તિપદ મેળવી શકાય અને જન્મ, જરા, મરણના બંધનમાંથી છૂટી શકાય. આના માટે ગુરુગમપૂર્વક યોગના ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને સર્વ યોગોમાં મુખ્ય એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગની આરાધના ક૨વી.” અહીં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ સમ્યક્ દર્શન (વ્યવહા૨ સમ્યક્ દર્શન અને નિશ્ચય સમ્યક્ દર્શન), જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે. આત્મા સદ્ધર્મની પ્રાપ્તિ માટે સદ્ગુરૂના શ૨ણે જવાનું કહે છે અને અંતે કહે છે કે બાહ્ય પદાર્થોમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે જે આત્મજ્ઞાન વડે પ્રાપ્ત થાય છે. આચાર્ય બુદ્ધિસાગરજી એમની રોજનીશીમાં આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે. “સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ ક૨વાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક્ સ્વરૂપ અવબોધાય છે અને આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી અવબોધવું.” આ આત્મધ્યાન અને આત્મસમાધિનું મહત્ત્વ એમણે આત્મઅનુભવથી જાણ્યું હતું.
આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે બધા જ આચાર્ય એક જ નિષ્કર્ષ ૫૨ પહોંચે છે કે સામ્યભાવ અને આત્મજ્ઞાન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે - પછી ભલે અલગ અલગ આચાર્યોએ અલગ અલગ રીતે એ યોગમાર્ગ નિરૂપેલો હોય. આચાર્ય બુદ્ધિસાગરજીએ નિરૂપેલો યોગમાર્ગ એ પાતંજલના અષ્ટાંગ યોગના આધારે બતાવેલો છે.
૨૪૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #276
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની કૃતિઓમાં યોગ નિરૂપણ શ્રીમદ્ રાજચંદ્રના અનેક ભવોમાં સાધેલા યોગના ફળ રૂપે આ ભવમાં આત્મસમાધિ પ્રાપ્ત થયેલા અભુત યોગીશ્વર હતા. તેવો અત્યંત નિષ્કષાયી ભાવનિગ્રંથ હતા, આત્મભાવનાથી ભાવિત આત્મા હતા. તેઓ ગૃહસ્થપણે બાહ્ય જીવન જીવતા હતા પણ અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ રહેતા. તેમના અંતરંગની નિગ્રંથ દશા હોવા છતાં એમાંના બાહ્ય સંજોગો વિષમ હતા. છતા બાહ્ય ઉપાધિમાં પણ અખંડ આત્મસમાધિ જાળવી રાખી હતી. મનુષ્યદેહે પરમ જ્ઞાનાવતાર હતા. મોક્ષનું પ્રથમ પગથિયું વીતરાગતા છે જે અનેક જન્મોના પ્રયત્નોથી મળી શકે છે. આવી રાગરહિત દશા શ્રીમદ્ સ્વાભાવિક હતી.
એમનું જીવન એ આત્મશુદ્ધિ અને આત્મસિદ્ધિ માટે સતત મથતા એક ઉચ્ચ કોટીના યોગીનું જીવન હતું. સર્વોત્તમ યોગીનું લક્ષણ કહેતાં એ લખે છે – “ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. સર્વોત્તમ યોગી તો એ છે કે જે સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત પણ કેવળ અનન્ય નિષ્ઠાએ જે સર્વ પ્રકારે ‘સતું જ આચરે છે, જગતું જેને વિસ્મૃત થયું છે. અમે એ જ ઈચ્છિાએ છીએ. આવા યોગીશ્વરે પોતાની તો આત્મોન્નતિ સાધી, સાથે નાની વયમાંજ બીજા આત્માર્થીઓ માટે મોક્ષમાર્ગ સરળ અને સ્પષ્ટપણ દર્શાવતું અદ્ભુત આધ્યાત્મિક સાહિત્ય તેમણે આપ્યું છે. જેમ જનક રાજા રાજ્ય કરવા છતા વિદેહી દશામાં વર્તતા હતા, ત્યાગી સંન્યાસીઓ કરતા વધારે અસંગ દશામાં રહી આત્માનંદ અનુભવતા હતા, ભરત મહારાજા ચક્રવર્તીપદ જે છ ખંડનું આધિપત્ય ભોગવવા છતા અંતરંગ જ્ઞાન અને વૈરાગ્યના બળે અલિપ્ત ભાવે આત્મદશામાં રમતા હતા તેમ આ મહાત્મા પણ આત્માનંદમાં લીન રહેતા હતા. સમયે સમયે એમનો આત્મભાવ વધતો જતો હતો. એવી એમની જ્ઞાન વૈરાગ્યની અખંડ અપ્રમત્ત ધારા તેમના સાહિત્યમાં આપણને દૃષ્ટિગોચર થાય છે. એમનો ઉત્તરોત્તર આત્મવિકાસનો ખ્યાલ તેમના વચનામૃતથી મળી આવે છે. એમનું લખેલ સાહિત્ય બે વિભાગમાં છે: ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય જે આધ્યાત્મિક ક્ષેત્રમાં અતિ ઉત્તમ કક્ષાનું અમૂલ્ય સાહિત્ય છે. યોગની દૃષ્ટિએ નીચેનું સાહિત્ય મહત્ત્વનું છે - વચનામૃત, ભાવનાબોધ, આત્મસિદ્ધિ, યમનિયમ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૭
Page #277
--------------------------------------------------------------------------
________________
સંજમ. (કાવ્ય), ઇચ્છે છે જે જોગી જન (કાવ્ય), મૂળ મારગ સાંભળો જિનનો રે.
તેમના વચનામૃતમાં 'યોગ' વિશે તેઓ લખે છે -
યમની માંડીને સમાધિ પર્યત અષ્ટાંગ યોગ બે પ્રકારે છે. એક પ્રાણાદિ નિરોધરૂપ, બીજો આત્મસ્વભાવપરિણામરૂપ. યોગદૃષ્ટિસમુચ્ચય'માં આત્મસ્વભાવપરિણામરૂપ યોગનો મુખ્ય વિષય છે. વારંવાર તે વિચારવાયોગ્ય છે.'
પૃ.૬૧૪ ‘વચનામૃત’ ૮૦૬ “શુદ્ધ યોગમાં રહેલા આત્મા અણારંભી છે. અશુદ્ધ યોગમાં રહેલ આત્મા આરંભી છે. એ વાક્ય વીરની ભગવતીનું છે. મનન કરશો.”
પૃ.૨૧૯ ‘વચનામૃત ૧૨૨. તેમણે લખેલ “આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રકટાવવાના ઉત્તમ હેતુથી લખાયેલ છે. આત્માર્થી માટે મોક્ષમાર્ગ તેમણે બતાવ્યો છે. એમાં ૪૩મી ગાથામાં છ સ્થાનક અથવા છ પદ સંક્ષેપમાં કહ્યાં છે. આ ગાથાની અંદર યોગને ગૂંથી લીધો છે. આત્માના અશુદ્ધ દશામાંથી શુદ્ધ દશામાં જવા આ છ પદ બતાવ્યાં છે.
આત્મા છે', ‘તે નિત્ય છે”, “છે કર્તા નિજકર્મ', છે ભોક્તા’, ‘વળી મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ” II 43 આત્મસિદ્ધિ
આ ગાથામાં આત્મા છે અને આત્મા નિત્ય છે એમ કહી જૈન દર્શનના મહત્ત્વના સિદ્ધાંતનું સ્થાપન કર્યું છે. આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોક્તા છે. એ આત્માની મોહવશ અજ્ઞાન દશાનું નિરૂપણ છે જેને કારણે યોગની આવશ્યકતા ઊભી થાય છે. આત્મા એની નિત્ય દશામાંથી અનિત્ય દશા તરફ જાય છે. એટલે કે અશુદ્ધ દશા તરફ જાય છે. માટે એનું ઉત્થાપન કરવાનું છે. આત્માનો મોક્ષ છે એટલે આત્મા એના શુદ્ધસ્વરૂપ, પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. એ જ લક્ષ્ય છે, સાધ્ય છે.
શ્રીમદ્ એમના પત્રમાં લખે છે – “મોક્ષપદ છે.” જે અનુપચરિત વ્યવહારથી
૨૪૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #278
--------------------------------------------------------------------------
________________
જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે તે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેનો ઉપશમ કરવાથી તે ક્ષીણ થવાયોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ રૂપ તે મોક્ષપદ છે.'
છઠું પદ છે - “તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધમાત્ર થયા કરે એમ જ હોય, તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળાં એવાં જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મોક્ષના ઉપાય છે. આ મોક્ષના ઉપાયો અર્થાત્ મોક્ષનો માર્ગ એ યોગિક પ્રક્રિયા છે જે આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી આપે. આ છ પદમાં પહેલા બે સ્થાપનનાં, સિદ્ધાંતનાં છે. બીજાં બે પદ ઉત્થાપનનાં, છેલ્લું પદ પ્રસ્થાનનું છે. પાંચમું પદ પ્રાપ્તિનું છે. છઠ્ઠા પદનું સેવન કરી પાંચમું પદ પ્રાપ્ત કરી શકાય એટલે જ મોક્ષ પ્રાપ્ત કરી શકાય. આસ્રવ એટલે કર્મ આવવાનાં કારણ કષાય વગેરે બતાવ્યાં છે. તેના વિરુદ્ધ સ્વભાવવાળા સંવરનાં કારણો બતાવે છે. જેથી કર્મ આવતાં અટકે અને જૂનાં કર્મ ખરી જાય તે સંવર અને નિર્જરારૂપ મોક્ષનો ઉપાય છે. સંવર એ આત્મશુદ્ધિ છે અને એ શુદ્ધિમાં વૃદ્ધિ એ નિર્જરા છે. પૂર્ણ નિર્જરાથી પૂશુદ્ધિ છે. પૂર્ણશુદ્ધિ એ પૂર્ણ સુખપ્રાપ્તિ છે અને સર્વથી દુઃખમુક્તિ છે. આ જ મોક્ષ છે. આમ મોક્ષ એ ઉપય અર્થાત્ ધ્યેય છે. આ ઉપેય એવા મોક્ષનો ઉપાય અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરાવી શકે, મોક્ષ તરફ લઈ જાય તે માર્ગ - મોક્ષમાર્ગ શ્રીમદ્ રાજચંદ્ર એમના કાવ્ય મૂળ મારગ'માં સમજાવેલો છે. તેઓ કહે છે -
જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, જિનમારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. | ૩ || મૂળ મારગ આત્માના ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે તે વિપરીતપણે સંસારી
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૯
Page #279
--------------------------------------------------------------------------
________________
અવસ્થામાં પ્રવર્તે છે. તેને આત્મામાં એકતાપૂર્વક વર્તાવવા. આત્મા દ્વારા, આત્મસ્વરૂપનું જ જ્ઞાન, તેની જ શ્રદ્ધા અને તેમાં જ સ્થિતિ એ રૂપ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર થયા પછી તેમાં જ વૃદ્ધિ થતી જાય. જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ આત્મા કર્મને દૂર કરી શુદ્ધતા પામતો જાય. તે શ્રી જિનેશ્વર ભગવાને કહેલો મોક્ષમાર્ગ આત્મામાં જ રહ્યો છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા એ જ મોક્ષમાર્ગ છે. ત્રણે કાળમાં તે માર્ગ એક સરખો છે. “એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ” (આત્મસિદ્ધિ) ૩૬ી અહીંજ્ઞાન, દર્શન અને ચારિત્રનો અર્થ સમજાવ્યો છે. દેહાદિથી ભિન્ન, અરૂપી, જ્ઞાનસ્વરૂપ, ચૈતન્યમય એવો આત્મા છે. સગુરુ જેમણે તેનો યથાર્થ અનુભવ કર્યો છે, તેઓ આત્મા દેહથી ભિન્ન છે તે પ્રમાણે આત્માનું જ્ઞાન કરાવે તે જ સાચું જ્ઞાન છે. સમ્યજ્ઞાન છે.
છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ / ૬ો. મૂળ મારગ જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત; કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ | ૭ | મૂળ મારગ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિશ અસંગ, તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે,
નામ ચારિત્ર તે અણલિંગ II૮. મૂળ મારગ આ જ્ઞાનથી જે જાણ્યું તેમાં જ પ્રતીતિપૂર્વક એટલે સ્વાનુભૂતિયુક્ત શ્રદ્ધા કરે, આત્મા દેહથી ભિન્ન, અસંયોગી, અજર, અમર, અવિનાશી છે એવી પૂર્ણ શ્રદ્ધા રાખે તેને જ ભગવાને સમ્યક્દર્શન કહ્યું છે. આ દૃઢ શ્રદ્ધા પ્રતીતિપૂર્વક આત્મામાં સ્થિર થવું, આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વરૂપ આચરણમાં હોવું તે સમ્યક્ ચારિત્ર છે. આ ત્રણે સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રની એકતા એ મોક્ષમાર્ગ છે, મોક્ષપ્રાપ્તિનાં સાધન છે.
૨૫૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #280
--------------------------------------------------------------------------
________________
બીજી રીતે વિચારીએ તો શ્રદ્ધા એ જીવનો ગુણ છે. એ શ્રદ્ધામાં મૂંઝવણ, મૂઢતા એ મોહનીયકર્મ છે. મોહનીયકર્મના બે પ્રકાર છે - દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. મોહનીયકર્મનાં દર્શનવિભાગને દર્શન મોહનીય કહે છે. શ્રદ્ધાગુણમાંથી દર્શન વિષયની મૂંઝવણ ટળી જતાં સમ્યક દર્શન થાય છે. અને મોહનીય કર્મના ચારિત્ર મોહનીય વિભાગની મૂંઝવણ ટળી જતા સ્વરૂપસ્થિરતા એટલે કે આત્મરમણતા આવે છે તે સમ્યકુ ચારિત્ર છે. સમ્યગ્દર્શન થતા મતિઅજ્ઞાન મતિજ્ઞાન એટલે કે સમ્યજ્ઞાન બને છે. સમ્યગ્દર્શનથી દિશા બદલાય છે અને સમ્યક્ ચારિત્રથી દશા બદલાય છે. સમ્યગ્દર્શન થતાં અનંતાનુબંધી કષાય ટળે છે જ્યારે સમ્યક્રચારિત્રથી અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંવલન કષાય ટળતાં પરમશાંતતા, ઉપશાંતતા, પ્રશાંતતા આવે છે. સમ્યગ્દર્શનથી મિથ્યાત્વ નામનો આસ્રવ ટળે છે. સમ્યક ચારિત્રથી અવિરતિ, કષાય જેવા આસ્રવ ટળે છે જેથી ચારિત્રમાં અપ્રમત્તતા આવે છે.
આ મોક્ષના ઉપાયમાં, સાધનોમાં દર્શન સમ્યક થતાં જ્ઞાન સમ્યક થાય છે. સમ્યક દર્શન અને સમ્યજ્ઞાન આચરણને સમ્યક બનાવે છે જેને વિરતિ કહે છે. આ વિરતિમાં મન, વચન, કાયાની સ્થિરતારૂપ ગુપ્તિની જે સાધના છે તે ધ્યાન છે. મોક્ષના સાધનમાં પ્રથમ સમ્યજ્ઞાન ધ્યાનથી પ્રાપ્ત થાય છે.
ધ્યાનઃ ધ્યાન એ યોગનું, મોક્ષમાર્ગનું અતિ મહત્ત્વનું અંગ છે. યોગ પર વિવેચન કરનારા આચાર્યોએ આચાર્ય હરિભદ્રસૂરિએ યોગશાસ્ત્રમાં, આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુમાં, આચાર્ય શુભચંદ્રએ ‘જ્ઞાનાવમાં ધ્યાન પર વિસ્તારથી વિવેચન કરેલું છે. આચાર્ય શુભચંદ્ર “જ્ઞાનાર્ણવ'માં મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન કારણ બને છે એમ કહે છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે કર્મબંધ ક્ષીણ થાય તો શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ મોક્ષ પ્રાપ્ત થાય. આચાર્ય શુભચંદ્ર આ જ વાત ધ્યાનથી સિદ્ધ થાય એ સમજાવતાં કહે છે –
मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः । ધ્યાન સાધ્યું મતં તદ્ધિ તસ્પત્તિદ્ધિતમત્મિનઃ સા૩.૧૩ ના જ્ઞાનાર્ણવ
અર્થ : મોક્ષ કર્મોના ક્ષયથી થાય છે. કર્મોનો ક્ષય સમ્યગૂ જ્ઞાનથી થાય છે અને એ સમ્યગૂ જ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે. અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે એટલે ધ્યાન જ આત્માનું હિત છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૧
Page #281
--------------------------------------------------------------------------
________________
ધ્યાનથી કર્મોનો ક્ષય થાય છે. સાધ્ય-પ્રાપ્તિનું પ્રમુખ કારણ ધ્યાન છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર એમના વચનામૃતમાં ધ્યાન વિશે લખે છે – “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વેમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે તે ધ્યાન કહેવાય છે. અને એ જ આત્મધ્યાન પ્રાપ્તિ ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી.'
સર્વને કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. શ્રી જિન સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મુક્તિનું કારણ કહે છે. અત એવ જે મુક્તિની ઇચ્છા કરે છે, તે સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને જ મોક્ષનું સાધન કહે છે.
મોક્ષના સાધન જે સમ્યક દર્શનાદિક છે તેમાં ધ્યાન ગર્ભિત છે. તે કારણધ્યાનનો ઉપદેશ હવે પ્રકટ કરતાં કહે છે કે “હે આત્મન્ ! તું સંસારદુઃખના વિનાશ અર્થે જ્ઞાનરૂપી સુધારસને પી અને સંસારસમુદ્ર પાર ઊતરવા માટે ધ્યાનરૂપ વહાણનું અવલંબન કર.”
જૈન શાસ્ત્રમાં ધ્યાનના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે. બે દુર્ગાન અને બે શુભધ્યાન, દુર્બાન એ યોગનું અંગ નથી. કોઈ જીવ ધ્યાન વિનાનો હોતો નથી. રોદ્રધ્યાન અને આર્તધ્યાનથી દુર્ગતિ થાય છે. આર્તધ્યાનથી તિર્યંચગતિ અને રૌદ્રધ્યાનથી નર્કગતિ પ્રાપ્ત થાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી ઉપયોગ અને યોગની સ્થિરતા પ્રાપ્ત થાય છે. અંતે શુક્લધ્યાનથી ચાર ગતિથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. અને મોક્ષપ્રાપ્તિ ન થાય તો ધર્મધ્યાનથી દેવ કે મનુષ્યની શુભ ગતિ પ્રાપ્ત થાય છે.
શ્રીમદ્ આ ધ્યાનના પ્રકાર વિશે લખે છે –
‘ભગવાને ચાર પ્રકારનાં ધ્યાન કહ્યાં છે – આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. પહેલાં બે ધ્યાન ત્યાગવાયોગ્ય છે. પાછળનાં બે ધ્યાન આત્મસાર્થકરૂપ છે. ધર્મધ્યાન માટે લખે છે - મોક્ષમાર્ગની અનુકુળતા ધોરી વાટે પ્રથમ ધર્મધ્યાનથી છે.”
શ્રીમદ્ રાજચંદ્ર ધર્મધ્યાનના ૧૬ ભેદ સમજાવ્યા છે. એના વિષે એ લખે છે : “જેવા આ ધર્મધ્યાનના પૃથક, સોળ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે
૨૫૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #282
--------------------------------------------------------------------------
________________
નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.'
ધર્મધ્યાનના ચાર ભેદ કહ્યા છે. (૧) આજ્ઞાવિચય (૨) અપાયરિચય (૩) વિપાકવિચય (૪) સંસ્થાન વિચય
આ ચાર ભેદ વિચારીને સમ્યકત્વસહિત શ્રુત અને ચારિત્રધર્મની આરાધના કરવાથી અનંત જન્મ-મરણ ટળે છે.
ધર્મધ્યાનનાં ચાર લક્ષણ છે : (૧) આજ્ઞારુચિ (૨) નિસર્ગરુચિ (૩) સૂત્રરુચિ (૪) ઉપદેશરુચિ
ધર્મધ્યાનના ચાર આલંબન કહે છે – (૧) વાંચના (૨) પૃચ્છના (૩) પરાવર્તના (૪) ધર્મકથા
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે : (૧) એકત્વઅનુપ્રેક્ષા (૨) અનિત્યાનુપ્રેક્ષા (૩) અશરણાનુપ્રેક્ષા (૪) સંસારાનુપ્રેક્ષા
જૈન દર્શનમાં બાર અનુપ્રેક્ષા અર્થાત્ ભાવના સમજાવી છે. મુક્તિ સાધ્ય કરવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે. તે વૈરાગ્યને દૃઢ કરવા માટે આ બાર ભાવના ચિંતવવાનું જ્ઞાની પુરુષોએ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિ આવા ત્રણ પ્રકારના તાપથી યુક્ત છે. જેનાથી સંસારમાં મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે. આવા સંસારરૂપી સમુદ્રમાંથી પાર પડવું એટલે જ મુક્તિ પ્રાપ્ત કરવી. મુક્તિ એટલે સંસારના શોકથી મુક્ત થવું તે. ‘સૂત્રકૃતાંગ’ના બીજા અંગના પ્રથમ શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની ચોવીસમી ગાથાના ત્રીજા ચરણમાં કહ્યું છે –
निव्वाणसेठा जह सव्वधम्मा બધાંય દર્શનોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. અને મુક્તિને ઇચ્છી છે. મુક્તિ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૩
Page #283
--------------------------------------------------------------------------
________________
એટલે જ્ઞાનદર્શનાદિક અનુપમ વસ્તુઓ પ્રાપ્ત ક૨વી. જેમાં ૫૨મસુખ અને પરમાનંદનો અખંડ નિવાસ છે, જન્મ-મરણની વિટંબનાનો અભાવ છે, શોકનો ને દુ:ખનો ક્ષય છે.’
આવા અનંત શોક અને અનંત દુ:ખની નિવૃત્તિ માટે સાંસારિક વિષયોમાંથી રુચિ ઓછી કરવી જરૂરી છે. એના માટે વૈરાગ્ય જળની આવશ્યકતા છે જે ૧૨ ભાવનાઓના માધ્યમે જૈન દર્શનમાં સમજાવી છે. શ્રીમદ્ રાજચન્દ્રે ‘ભાવનાબોધ’ પુસ્તકમાં આના વિશે વિસ્તૃત સમજણ આપી છે. સંક્ષેપમાં આ બાર ભાવનાઓ નીચે પ્રમાણે સમજાવી છે.
(૧) અનિત્ય ભાવના – શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવવું.
-
(૨) અશરણ ભાવના – સંસારમાં મરણ સમયે જીવને શરણ આપનાર કોઈ નથી. માત્ર એક શુભધર્મનું જ શરણ સત્ય છે. એમ ચિંતવવું.
આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમયી છું એમ ચિંતવવું.
(૪) એકત્વભાવના - આ મારો આત્મા એકલો છે. તે એકલો આવ્યો છે. એકલો જશે. પોતાના કરેલાં કર્મ એકલો ભોગવશે. એમ ચિંતવવું. (૫) અન્યત્વ ભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું. (૬) અશુચિ ભાવના - આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે. રોગજરાને રહેવાનું ધામ છે. એ શરીરથી હું ન્યારો છું. એમ ચિંતવવું. (૭) આસ્રવ ભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આસ્રવ છે. એમ ચિંતવવું.
(૩) સંસાર ભાવના
-
(૮) સંવર ભાવના - જ્ઞાન, ધ્યાનમાં જીવ પ્રવર્તમાન થઈને નવાં કર્મ બાંધે નહીં. એવી ચિંતવના કરવી.
(૯) નિર્જરા ભાવના - જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના - લોકસ્વરૂપનું ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશસ્વરૂપ
વિચારવું.
૨૫૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #284
--------------------------------------------------------------------------
________________
=
(૧૧) બોધિદુર્લભ ભાવના – સંસારમાં ભમતા આત્માને સમ્યક્ જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. સમ્યક્ જ્ઞાન પામ્યો તો ચારિત્રસર્વ વિરતિ પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે. એવી ચિંતવના કરવી.
(૧૨) ધર્મદુર્લભ ભાવના - ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે. એમ ચિંતવવું.
આ બાર ભાવનાઓ મનનપૂર્વક નિરંતર વિચારવાથી સત્પુરુષો ઉત્તમ પદને પામ્યા છે, પામે છે અને પામશે.
શ્રીમદ્ રાજચંદ્રે ધર્મધ્યાનના ૧૬ ભેદમાં જે ચાર અનુપ્રેક્ષાઓ કહી છે એનો સમાવેશ આ ૧૨ ભાવનામાં થાય છે. ધર્મધ્યાનના બીજા પ્રકારે પણ ચા૨ ભેદ થાય છે - પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. એમાંથી જે છેલ્લો ભેદ છે – રૂપાતીત એવા વિષયે શ્રીમદ્ લખે છે - આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદ્ગુરુરૂપ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. પણ તેવા પુરુષો - નિગ્રંથમતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે.
ધર્મધ્યાન તો આપણે જિનભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ કરતા હોઈએ ત્યારે પણ હોય છે. પણ જે ઉચ્ચતમ કોટિનું ધર્મધ્યાન છે એ કક્ષાએ વિરલા લોકો જ પહોંચી શકે છે.
આવી રીતે શ્રીમદ્ રાજચંદ્રે મોક્ષમાર્ગમાં ધ્યાન અને એનું મહત્ત્વ, એના ભેદો એમના વચનામૃતમાં અલગ અલગ જગ્યાએ સમજાવ્યાં છે. પણ સાથે આત્મજ્ઞાન હોવાનું બહુ જ જરૂરી છે - એમના કાવ્ય [યમ, નિયમ સંજમ આપ કિયો’]માં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે આ જીવે અનંત ભવમાં અનેક વાર યમ, નિયમ... વગેરે અષ્ટાંગ યોગની સાધના કરી, આસનના જય માટે અવિચળપણે દૃઢ પદ્માસન લગાવ્યું. મનને રોકી શ્વાસોચ્છવાસ સ્થિર કરી ધ્યાન ધરવાનો પ્રયાસ કર્યો. સંયમ, વૈરાગ્ય અને અથાગ ન હોવાથી આ બધી સાધના ફળદાયી નથી થઈ. કારણ કે આત્મજ્ઞાની સદ્ગુરુની પ્રાપ્તિ વિના આત્મપ્રાપ્તિરૂપ ધર્મરહસ્ય પ્રાપ્ત ન થઈ શકે. સદ્ગુરુગમે અર્થાત્ સદ્ગુરુના બોધથી જ્યારે આત્માનું ૫રમાત્મસ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ સમજાશે ત્યારે જીવને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. આત્મા
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૫
Page #285
--------------------------------------------------------------------------
________________
જે શુદ્ધ સ્વરૂપી છે એનો જ્યારે યોગ થશે ત્યારે તે મોક્ષમાર્ગમાં આગળ વધશે. વહ સત્ય સુધા દરશાવહિંગે, ચતુરાંગુલ સે દુગસે મિલકે, ૨સ દેવ નિરંજન કો પિવહી, ગહિ જોગ જુગોજુગ સો જિવહી ।।૭।।
જેની અંતરંગઢષ્ટિ ખૂલી છે તેને એના જ્ઞાનચક્ષુથી સર્વત્ર પરમાત્મતત્ત્વ દેખાય છે. અને એ સ્વસ્વરૂપમાં રમણતા કરતાં શુદ્ધ સહજાત્મા એવા નિરંજન દેવનો રસ અર્થાત્ આનંદ અનુભવે છે. એવા શુદ્ધાત્માનુભૂતિરૂપ યોગને પામેલો યોગી યુગોયુગ એટલે અનંતકાળ સુધી મોક્ષરૂપ અજરામ૨ પદ પ્રાપ્ત કરે છે. તે પદમાં અનંતકાળ સ્થિતિ કરી રહે છે.
ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ.
શ્રીમદ્ રાજચંદ્રની આ અંતિમ રચના છે. અહીં શ્રીમદ્ રાજચંદ્ર, જેઓએ પોતાની બાહ્ય પરિણતિ ટાળીને જેમની અંતર પરિણતિ અંતરવૃત્તિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં જોડાઈ છે એવા યોગીઓની ઇચ્છા બતાવે છે. એવા મુમુક્ષુ યોગી મહાત્માઓ નિરંતર અનંત સુખસ્વરૂપ મોક્ષપદને ઇચ્છે છે. તે પદ શુદ્ધ આત્મપદરૂપ સિદ્ધપદ છે. આઠે કર્મ ક્ષય થઈ, દેહાદિથી મુક્ત થઈ અયોગી વિદેહમુક્ત એટલે એ સંપૂર્ણ શુદ્ધ આત્માનું સહજાત્મસ્વરૂપ પદ છે. તે પદ સયોગી સ્વરૂપે એટલે દેહધારી, જીવનમુક્ત, ચા૨ ઘાતીકર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટકધારી એવા અરિહંત જિન પ૨માત્મા રૂપે છે. જેવું જિનેશ્વર ભગવાનનું અનંત જ્ઞાનાદિ એશ્વર્યયુક્ત શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ આ પદ છે તેવું જ આ જીવનું પણ મૂળ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મારૂપ છે અને આ આત્માના સ્વરૂપમાં ભેદ નથી. વર્તમાનમાં જિનેશ્વર ભગવાનનું આ પરમાત્મપદ વ્યક્ત પ્રગટ છે જ્યારે આ જીવનું, આત્માનું એ કર્મોથી આવરિત છે. પરંતુ તે કર્મ ટળી શકવાયોગ્ય છે અને પોતાનું પરમાત્મપદ જિન ભગવાનની માફક પ્રગટ, વ્યક્ત પ્રકાશિત થવાયોગ્ય છે. એના માટે જિનેશ્વર ભગવંત, ગણધર, આચાર્યોએ જે બોધ આપ્યો છે તે સદ્ગુરુનું અવલંબન લઈ, સદ્ગુરુની કૃપાથી જિન ભગવાનનો
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૫૬
Page #286
--------------------------------------------------------------------------
________________
સિદ્ધાંત જે પ્રથમાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર પ્રકારના શાસ્ત્રોમાં છે તેનું રહસ્ય પ્રાપ્ત થાય. અહીં શ્રીમદ્ રાજચંદ્રએ મોક્ષાર્થી જીવોની યોગ્યતા અલગ અલગ ભૂમિકા પ્રમાણે બતાવી છે. જેમાં અલ્પારંભી જીવો તત્ત્વપ્રાપ્તિ માટે પ્રથમ ભૂમિકાવાળા, નિરારંભી નિગ્રંથ મોક્ષાર્થી જીવો મધ્યમ યોગ્યતાવાળા અને યોગી મહાપુરુષો જે જ્ઞાન-ધ્યાનમાં નિરંતર મગ્ન રહેનારા, પોતાની આત્મવૃત્તિને પોતાના શુદ્ધ આત્મસ્વભાવમાં જોડી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની એકતા સાધી નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરનારા, ચારે ઘાતી કર્મોનો ક્ષય કરનારા એવા પરમયોગી સયોગી જિન તે મોક્ષમાર્ગના સર્વોત્કૃષ્ટ અધિકારી બતાવ્યા છે. કારણ તેઓ અલ્પકાળમાં જ સયોગીપદ તજી અયોગી સિદ્ધપદ પામવાના છે. આ સમસ્ત સંસારનું, જન્મમરણરૂપ પરિભ્રમણનું મૂળ કારણ મોહભાવ, પરમાં મમત્વભાવ અને તેના લીધે ઉત્પન્ન થતા રાગદ્વેષરૂપ સંકલ્પવિકલ્પરૂપ વિભાવ છે. પરમાં કરાતા મમત્વભાવને લીધે જીવ પોતાના શુદ્ધ સ્વરૂપને ભૂલી નિરંતર રાગદ્વેષાદિ વિકલ્પો કરે છે, નિરંતર કર્મબંધન કરે છે. અને સંસારપરિભ્રમણ ચાલુ રહે છે. સદ્ગુરુની કૃપાથી જો જીવ આ બાહ્ય પરિણતિ, બાહ્ય ભાવ છોડી અંતર્મુખ થાય તો અંતરંગમાં અનંત સુખનું ધામ એવું પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ રૂપ સિદ્ધપદ પ્રાપ્ત કરે, જે અનંત, અક્ષય શાશ્વત સુખથી ભરેલું છે અને જેને સમ્યગ્દષ્ટિ આત્મારામી યોગી મહાપુરુષો નિરંતર ઇચ્છે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૭
Page #287
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી મહાપ્રજ્ઞ – પ્રેક્ષાધ્યાન પ્રસ્તાવના :
ભારતમાં મુખ્ય ત્રણ પરંપરાઓ છેઃ વેદિક, જૈન અને બૌદ્ધ . આત્મસાક્ષાત્કાર માટે, આત્માનું સંપૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી પરમાત્માપદ પ્રાપ્ત કરવા માટે દરેકને પોતાની સાધનાપદ્ધતિઓ છે જે યોગસાધના આ બે શબ્દોમાં સમાઈ જાય છે. સાંખ્યદર્શનની પદ્ધતિ “અષ્ટાંગયોગ તરીકે જાણીતી છે. જૈન ધર્મની સાધનાપદ્ધતિ સ્વતંત્ર છે. તેરાપંથ ધર્મસંઘના આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમિક આધાર અને પ્રયોગોની મદદથી એનું પુનર્મુલ્યાંકન કર્યું અને જેન યોગના રૂપમાં એક સ્વતંત્ર સાધનાપદ્ધતિ વ્યવસ્થિત રીતે નિર્માણ થઈ જે આજે પ્રેક્ષાધ્યાન સાધનાના નામથી પ્રચલિત બની છે. આ પ્રેક્ષાધ્યાનની પૂરી પ્રક્રિયા જ “જેન યોગ છે.
જૈન દર્શનમાં યોગ” શબ્દનો પ્રયોગ સાધનાના અર્થમાં આગમોમાં થયેલો છે. “આવશ્યક સૂત્ર” જે ચાર આગમગ્રંથોમાંનું એક છે એમાંના શ્રવણસૂત્રમાં ૩૨ પ્રકારના યોગ સંગ્રહના નિર્દેશમાં ૨૮મો જ્ઞાપન-સંવર-ગોnોય એ ધ્યાનનો ૨૮મો યોગ સંગ્રહ છે. જે ધ્યાન - સમાધિરૂપ યોગપ્રક્રિયાનો સૂચક છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપ પરિણત થાય છે.
ધ્યાન કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. શુક્લધ્યાનની સાધના કર્યા સિવાય કોઈ સાધક કેવળજ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતો. વીતરાગ બની શકતો નથી. ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાનની વિશિષ્ટ ભૂમિકા સુધી પહોંચવું જરૂરી છે. જે સાધક મહાપ્રાણ ધ્યાનની સાધના કરે છે એ અંતર્મુહૂર્તમાં ચૌદ પૂર્વનું પુનરાવર્તન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. ભગવાન મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય ભદ્રબાહુશ્રુતકેવલીના પરંપરામાં પાંચમા સ્થાને હતા. એ આ મહાપ્રાણધ્યાનની સાધના કરવા નેપાલ ગયા હતા. એવી જ રીતે મહાવીર ભગવાનના ઉત્તરકાલીન પરંપરાના ધ્યાન સાધકોમાં દુર્બલિકા પુષ્પમિત્રનું નામ મહત્ત્વપૂર્ણ છે જે વીર નિર્વાણની છઠ્ઠી-સાતમી શતાબ્દીમાં થયા હતા. ભગવાન મહાવીરે દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનપ્રાપ્તિ સુધીના એમના સંપૂર્ણ સાધના કાળમાં
૨૫૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #288
--------------------------------------------------------------------------
________________
ધ્યાન અને કાયોત્સર્ગ જ છે. અને સાથે આ સાધનાકાળમાં એમણે દીર્ઘ ઉપવાસ પણ કર્યા છે. ધ્યાન માટે શ૨ી૨નું નિર્દોષ હોવું બહુ જરૂરી છે. આ નિર્દોષતા આહારના સંયમથી પ્રાપ્ત થઈ શકે છે. જે વ્યક્તિ આહાર-સંયમ કરી શકે છે એ જ ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે.
જૈન દર્શનમાં નિર્જરા (તપ)ના બાર ભેદ બતાવ્યા છે. છ બાહ્ય તપ અને છ અત્યંત૨-એમ બાર પ્રકાર છે. તેમાં ધ્યાનની મુખ્યતા છે. બાકીના ભેદો ધ્યાનની જ શુદ્ધિ અને વૃદ્ધિમાં હેતભૂત બને છે. ઉપવાસ, આહા૨-સંયમ (અવમૌદર્ય), વિશેષ પ્રકારની પ્રતિજ્ઞાઓ (વૃત્તિપરિસંખ્યાન) અને રસપરિત્યાગ આ ચારે પ્રકા૨ના તપ બહુ જ ઉપયોગી છે. આ સાધ્યા પછી શરીરના સ્થિરતા માટે આસન બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આસન સિદ્ધ થતાં નથી ત્યાં સુધી દીર્ઘકાલીન ધ્યાન થઈ શકતું નથી. આસન સિદ્ધ થયા પછી ઇન્દ્રિય અને મનને અંકુશમાં રાખવાનું આવશ્યક છે. ઇન્દ્રિયવિજય અને કષાયવિજયની સાધનાથી આપણા માનસિક દોષોની વિશુદ્ધિ થાય છે. આ સ્તર પર પહોંચ્યા પછી પોતાના અંહના વિસર્જન અને સમર્પણનો અભ્યાસ કરવાની જરૂર છે. જ્યાં સુધી સાધકનો અહં નષ્ટ થતો નથી ત્યાં સુધી એ સાધના પ્રત્યે સમર્પિત થઈ શકતો નથી. સમર્પિત સાધક પોતાની જ્ઞાનચેતનાને વિકસિત કરવા માટે સ્વાધ્યાયનું આલંબન લે છે. આવી રીતે ધ્યાનની ભૂમિકા તૈયાર થાય છે. આવી રીતે વ્યવસ્થિત ભૂમિકા તૈયા૨ કરીને સાધક સહજ ભાવથી ધ્યાનમાં આગળ વધી શકે છે.
પ્રેક્ષાધ્યાન એ ધ્યાનની સાધના છે. એ પ્રાયોગિક સાધના છે. એના જે સિદ્ધાંત છે એના આધા૨ ૫૨ પ્રયોગ છે. પ્રેક્ષાધ્યાનના સિદ્ધાંત પ્રયોગની ભૂમિકા ૫૨ સમજાવ્યા છે. જૈન આગમ-આચારાંગ, સ્થાનાંગ અને ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રેક્ષાના પુષ્ટ અને મોલિક આધાર ઉપલબ્ધ છે. એના ઉપ૨થી એવો નિષ્કર્ષ નીકળે છે કે જૈન પરંપરામાં ધ્યાનની એક વ્યવસ્થિત અને અવિચ્છિન્ન પરંપરા રહેલી છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આ આગમોમાં ઉપલબ્ધ ધ્યાનનાં તત્ત્વોનું ધ્યાનની બીજી પદ્ધતિઓ સાથે તુલનાત્મક અધ્યયન કરી પ્રયોગ કર્યા. જૈન આગમિક આધાર અને આ પ્રયોગોનો અનુભવ એ બેઉના સંમેલનથી આ પદ્ધતિનો (અર્થાત્ પ્રેક્ષાધ્યાનનો) ઉદ્ભવ થયો અને ઉત્તરોત્તર વિકાસ થતો
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૫૯
Page #289
--------------------------------------------------------------------------
________________
રહ્યો છે. ‘પ્રેક્ષા’ શબ્દ ‘ઇક્ષ’ ધાતુથી બનેલો છે. ઇક્ષ એટલે જોવું અને પ્રેક્ષા પ્ર+ઇક્ષા અર્થાત્ ખૂબ ઊંડાણમાં ઊતરીને જોવું. જાણવું અને જોવું એ ચેતનાનું લક્ષણ છે. સંસારમાં આવૃત્ત થયેલ ચેતનામાં જાણવા અને જોવાની ક્ષમતા ક્ષીણ થઈ જાય છે. તેને વિકસિત કરવા માટેનું સૂત્ર છે - ‘જાણો અને જુઓ.’
‘દશવૈકાલિક સૂત્ર’માં કહ્યું છે - ‘સંપિકખએ અપ્પગમપ્પએણં’ - અર્થાત્ આત્મા દ્વારા આત્માની સંપ્રેક્ષા કરો. સ્થૂળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુઓ. સ્થૂળ ચેતના દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુઓ. ‘જુઓ’ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. તેથી આ ધ્યાનપદ્ધતિનું નામ ‘પ્રેક્ષાધ્યાન’ છે.
સાધનાપદ્ધતિ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે હોય છે. જૈન દર્શન અનુસાર આત્માનું સ્વરૂપ છે - અનાવૃત્ત ચૈતન્ય, અપ્રતિહત શક્તિ અને સહજ આનંદ (વીતરાગતા). આત્માનું શુદ્ધ સ્વરૂપ આત્માનું ધ્યાન કરવાથી પ્રગટ થાય છે. આત્માનું મુખ્ય લક્ષણ છે - ચૈતન્ય. ચૈતન્ય જ્ઞાન- દર્શનાત્મક સ્થિતિ છે. જ્ઞાન અને દર્શનનો અર્થ છે જાણવું અને જોવું. એટલે આત્માના ધ્યાનમાં એને જાણવાનું અને જોવાનું હોય છે. આ આધા૨ ૫૨ આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞે કહ્યું છે -
આ ધ્યાનપદ્ધતિનાં બે નામ હોઈ શકે છે - વિપશ્યના અને પ્રેક્ષા. આચારાંગમાં આ બેઉ નામનો પ્રયોગ કરેલો છે. ‘વિપશ્યના’ આ નામ બૌદ્ધ સાધનાપદ્ધતિ તરીકે બહુ પ્રચલિત છે. એટલે જૈન સાધનાપદ્ધતિનું નામ પ્રેક્ષા રાખ્યું છે. આવી રીતે આ સાધનાપદ્ધતિ ‘પ્રેક્ષાધ્યાન’ તરીકે પ્રચલિત થઈ છે. એનો મૂળ સ્રોત છે - આચારાંગ સાથે બીજા આગમ. આગમોના ઉત્તરવર્તી ગ્રંથ તેમજ શ્રમણ ભગવાન મહાવી૨ પછીના ૨૫૦૦ વર્ષના સમયમાં થયેલ ધ્યાનના પ્રયોગો, અનુભવ અને પરિણામોનું સંકલન છે.
ધ્યાનનું સ્વરૂપ અપ્રમાદ છે. ચૈતન્યનું જાગરણ કે સતત જાગરૂકતા. જે જાગ્રત થાય છે તે જ અપ્રમત્ત બને છે. જે અપ્રમત્ત બને છે તે જ એકાગ્ર થઈ શકે છે. એકાગ્ર ચિત્તવાળી વ્યક્તિ જ ધ્યાન કરી શકે છે. પ્રેક્ષાધ્યાન એ અપ્રમાદની જ સાધના છે.
પ્રેક્ષાધ્યાનપદ્ધતિનું સર્વોપરિ લક્ષ્ય છે - વીતરાગતા. પ્રેક્ષાધ્યાનનું આદિબિંદુ
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૬૦
Page #290
--------------------------------------------------------------------------
________________
છે - રાગ અને દ્વેષને ઉપશાંત ક૨વો અથવા ક્ષીણ ક૨વો. એનું અંતિમ બિંદુ છે
રાગ અને દ્વેષનો સર્વથા ક્ષય ક૨વો. અર્થાત્ વીતરાગતા પ્રાપ્ત કરવી. રાગ અને દ્વેષ આપણી ચેતનાને વિકૃત કરી રહ્યા છે. જ્યાં સુધી આ વિકૃતિનો ઉપશમ અથવા ક્ષય થતો નથી ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જૈન પરંપરામાં ધ્યાનની જે પદ્ધતિ છે એ વીતરાગ બનવાની પ્રક્રિયા છે. ધ્યાનની શરૂઆતથી ધ્યાનની પૂર્ણતા (આદિબિંદુથી અંતિમબિંદુ) સુધીની સંપૂર્ણ યાત્રા રાગ અને દ્વેષના ઉપશમન અને ક્ષયની યાત્રા છે.
–
આ વીતરાગતાની સ્થિતિ સુધી પહોંચવા માટે નીચેનાં મુખ્ય ૧૨ અંગ છે. ૧. કાયોત્સર્ગ ૨. અંતર્યાત્રા ૩. શ્વાસપ્રેક્ષા ૪. શરીરપ્રેક્ષા ૫. ચૈતન્યકેન્દ્ર-પ્રેક્ષા ૬. લેશ્યાધ્યાન ૭. વર્તમાન-ક્ષણપ્રેક્ષા ૮. વિચારપ્રેક્ષા અને સમતા ૯. સંયમ ૧૦. ભાવના ૧૧. અનુપ્રેક્ષા ૧૨. એકાગ્રતા
૧. કાયોત્સર્ગ :
માનસિક એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ જરૂરી છે એટલા માટે પ્રેક્ષાધ્યાનનું પ્રથમ ચરણ કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ સાધના માટે પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન વગેરેમાંથી જે સગવડપૂર્વક કરી શકાય તે આસનમાં સ્થિત થઈને શરીરને તદ્દન શાંત અને સ્થિર રાખવામાં આવે છે. કાયોત્સર્ગની પહેલી પ્રક્રિયા શરીરના શિથિલીકરણ માટે છે. ગરદન, કરોડરજ્જુ તથા કમ૨ સીધી રાખીને શરીરમાં ક્યાંય પણ તનાવ ન રહે માટે મસ્તકથી માંડીને પગ
સુધીના પ્રત્યેક અવયવ પર ચિત્તને એકાગ્ર કરી સ્વતઃસૂચન (Auto suggestion) દ્વારા સંપૂર્ણ શરીરને શિથિલ કરાય છે. પૂર્ણ શિથિલીકરણ થતાં ચૈતન્ય અને શરીર એમ બેઉની અલગ અલગ અનુભૂતિ કરી શકાય છે જેનાથી અનુભૂતિના સ્ત૨ ૫૨ ભેદ-વિજ્ઞાનનો અનુભવ થઈ શકે છે. આ ભૂમિકામાં મમત્વનું વિસર્જન થઈ ‘આ શરીર મારું છે’. એવી માનસિક ભ્રાંતિ દૂર થશે અને આત્મસ્વરૂપમાં મન સ્થિર થવા લાગશે.
૨. અંતર્યાત્રા :
પ્રેક્ષાધ્યાનનું બીજું ચરણ અંતર્યાત્રા છે. ધ્યાનનો અર્થ છે - ચિત્તને અંદર
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૧
Page #291
--------------------------------------------------------------------------
________________
વાળવું. અધ્યાત્મનો અર્થ છે અંતર્મુખી બનવું. પ્રત્યેક આધ્યાત્મિક વ્યક્તિ માટે અંતર્મુખી થવું બહુ જ જરૂરી છે. આધ્યાત્મિક સાધનાનો અર્થ જ અંતર્યાત્રા છે. આધ્યાત્મિક સાધનાના માધ્યમ દ્વારા આપણે બહિર્મુખી પ્રવૃત્તિઓનો ત્યાગ કરી અંતર્મુખી થઈ શકીએ છીએ. કાયોત્સર્ગ દ્વારા શરીરનું શિથિલીકરણ કરીએ છીએ અને પછી અંતર્યાત્રામાં ધ્યાનની સ્થિતિમાં હોઈએ છીએ ત્યારે આપણે અંતર્ણવેશ કરી ચૈતન્ય સાથે તન્મય બની જઈએ છીએ. ત્યાં ચૈતન્ય સિવાય અન્ય કાંઈ જ હોતું નથી. એ માત્ર અનુભવ જ છે. અંતર્યાત્રાનું પહેલું કાર્ય વ્યક્તિને આ ચૈતન્યના અનુભવના માર્ગમાં પ્રસ્થિત કરવાનું છે. બાહ્યયાત્રા ત્યજી અંતર્યાત્રા કરવી એ મહાન સાધના છે. આ સાધનાથી ચેતનાનો સંપર્ક થાય છે તેટલો સંપર્ક બીજા કોઈ માધ્યમ દ્વારા થતો નથી.
અંતર્યાત્રાનો સંબંધ આપણી કરોડરજ્જુ (Spinal Cord) સાથે છે. આપણા કેન્દ્રીય નાડી- તંત્રનું મુખ્ય સ્થળ જે સુષુમ્મા તરીકે ઓળખાય છે તે આ spinal cord છે. આ સુષુમ્માનો નીચેનો છેડો શક્તિકેંદ્ર છે જે ઊર્જા કે પ્રાણશક્તિનું મુખ્ય કેંદ્ર છે. અંતર્યાત્રામાં ચિત્તને બાહ્ય વિષયોથી પ્રતિસલીન કરીને શક્તિકેંદ્ર પર લાવવાનું હોય છે. પછી ચિત્તને શક્તિકેંદ્રથી સુષુપ્સાના માર્ગથી જ્ઞાનકેંદ્ર સુધી લઈ જવાનું હોય છે. ચેતનાની આ અંતર્યાત્રાથી ઊર્જાનો પ્રવાહ કે પ્રાણની ગતિ ઊર્ધ્વગામી થાય છે. આ યાત્રાની અનેક પ્રવૃત્તિઓથી નાડીતંત્રની પ્રાણશક્તિ વિકસિત થાય છે. મનુષ્ય ઊર્જાને અધોગામી કરવાનું જ જાણે છે, ઊર્ધ્વગામી કરવાનું જાણતો નથી. મસ્તિકની ઊર્જાનું નીચે જવું તે ભૌતિક જગતમાં પ્રવેશ કરવા સમાન છે. અંતર્યાત્રાથી જે શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા માંડે છે. ઊર્જા નીચે જવાથી પીગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊર્જા ઉપર જવાથી અધ્યાત્મસુખની અનુભૂતિ થાય છે.
૩. શ્વાસ-પ્રેક્ષા :
ધ્યાનની સાધના માટે શ્વાસની સાધના ખૂબ જ જરૂરી છે. મનની સ્થિતિ કે એકાગ્રતા માટે શ્વાસનું શાંત થવું અત્યંત જરૂરી છે. સાધનાની દૃષ્ટિથી દીર્ઘશ્વાસનો અભ્યાસ આવશ્યક છે. પ્રથમ શ્વાસની ગતિને દીર્ઘ બનાવવાની છે. અર્થાત્ પ્રાણવાયુને ધીરે ધીરે લેવો જોઈએ અને ધીરે ધીરે છોડવો જોઈએ તેને જ દીર્ઘ-શ્વાસ કહેવામાં આવે છે. દીર્ધ શ્વાસના અભ્યાસમાં ચિત્તને શ્વાસ પર કેંદ્રિત
૨૬૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #292
--------------------------------------------------------------------------
________________
કરીને એના પ્રતિ જાગરૂક રહેવાનું છે. શ્વાસની આવનજાવન પર મનને કેંદ્રિત કરવાનું હોય છે. શ્વાસને મંદ અને દીર્ઘ કરવાથી મન શાંત થાય છે. સાથે સાથે આવેશ અને કષાય પણ શાંત થાય છે. એનાથી ત્રણ ચીજોનો લાભ થાય છે – જાગરૂકતા, સાક્ષીભાવ અને શ્વાસની મંદતા. નિયમિત રૂપથી દીર્ઘકાલપર્યત શ્વાસ-પ્રેક્ષા કરવાથી માનસિક શારીરિક આધ્યાત્મિક ત્રણ પ્રકારના લાભ થાય છે. માનસિક એકાગ્રતા પ્રાપ્ત થાય છે. અને શારીરિક દૃષ્ટિથી બીમારી દૂર કરવામાં પણ મદદ મળે છે. એવી જ રીતે સાધકના કષાય-ક્રોધ, માન, માયા, લોભ આદિ પણ ક્ષીણ થાય છે. સાધકના આધ્યાત્મિક વિકાસ માટે દીર્ઘશ્વાસપ્રેક્ષા બહુ જ ઉપયોગી અને મહત્ત્વનું સોપાન છે.
સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા : સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા પણ ખૂબ જ મહત્ત્વની છે. આમાં ડાબા નસકોરાથી શ્વાસ લઈને જમણા નસકોરાથી બહાર કાઢવાનો હોય છે. અને જમણા નસકોરાથી શ્વાસ લઈને ડાબા નસકોરાથી બહાર કાઢવાનો હોય છે. સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષાથી ચેતનાનાં વિશિષ્ટ કેન્દ્રોને જાગ્રત કરી શકાય છે. એના સતત અભ્યાસથી જ્ઞાનશક્તિ વિકાસ પામે છે અને ઇન્દ્રિયોથી પરનું જ્ઞાન મેળવી શકાય છે.
૪. શરીર-પ્રેક્ષા :
શરીરપ્રેક્ષા અર્થાત્ શરીરને જોવું. બહારથી અંદર સુધી શરીરનું દર્શન કરવું. શરીર પ્રેક્ષાની પ્રક્રિયા અંતર્મુખ થવાની પ્રક્રિયા છે. ધ્યાન એક પ્રક્રિયા છે - સ્થૂળથી સૂક્ષ્મમાં પ્રવેશ કરવાની. સ્થૂળનો અભ્યાસ કરતાં કરતાં ત્યાં એકાગ્રતા વધતી જઈ સૂક્ષ્મમાં પ્રવેશ કરાય છે. આના માટે શરીરપ્રેક્ષાની પ્રક્રિયા છે. સામાન્ય રીતે આપણા ચૈતન્યના પ્રવાહને બાહ્યગામી થતો અટકાવી અંતર્મુખ કરવાનું પ્રથમ સાધન સ્થળશરીર છે. આ સ્થૂળ શરીરની અંદર તેજસ અને કાર્મણ આ બે સૂક્ષ્મ શરીર છે. તેમની અંદર આત્મા છે. સ્થૂળ શરીરની ક્રિયાઓ અને સંવેદનાને જોવાનો અભ્યાસ કરનાર ધીરે ધીરે તેજસ અને કર્મ શરીરને જોવા લાગે છે. શરીરદર્શનનો દૃઢ અભ્યાસ અને સુશિક્ષિત મન શરીરમાં પ્રવાહિત થતી ચૈતન્યની ધારાઓનો સાક્ષાત્કાર કરે છે. આવી રીતે સાધક જેમ જેમ ધૂળથી સૂક્ષ્મ દર્શન તરફ પ્રગતિ કરે છે તેમ તેમ પ્રમાદ ઘટતો જાય છે.
સ્થૂળ શરીરની વર્તમાન ક્ષણને જોનાર સાધક જાગ્રત બને છે. કોઈક ક્ષણ
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૩
Page #293
--------------------------------------------------------------------------
________________
સુખરૂપ હોય છે તો કોઈક ક્ષણ દુ:ખરૂપ હોય છે. ક્ષણને જોનાર સાધક સુખાત્મક ક્ષણ પ્રત્યે રાગ કરતો નથી કે દુ :ખાત્મક ક્ષણ પ્રત્યે દ્વેષ કરતો નથી. તે કેવળ જુએ છે અને જાણે છે. શરીરનાં સ્પંદનોને તથા તરંગોને જોવાં, તેની અંદર પ્રવેશ કરીને જોવાં, મનને અંતરાભિમુખ બનાવવું તે શરીર-પ્રેક્ષા છે. જૈન દર્શન અનુસાર આત્મા શરીરવ્યાપી છે. શરીરનું જેટલું પ્રમાણ છે તેટલું જ આત્માનું પણ છે. અને જેટલું આત્માનું પ્રમાણ છે તેટલું જ ચેતનાનું પણ છે. અર્થાત્ શરીરના પ્રત્યેક કોષમાં ચૈતન્ય વ્યાપ્ત છે. તેથી જ પ્રત્યેક કોષમાં સંવેદન અનુભવાય છે. તે સંવેદનથી મનુષ્ય પોતાના સ્વરૂપને જુએ છે. શરીરનાં થતાં સંવેદનોને જોવા તે ચૈતન્યને જોવા સમાન છે. તેના માધ્યમ દ્વારા આત્માને જોવાય છે. આત્માને પ્રાપ્ત કરાય છે. ભરત ચક્રવર્તીને અરીસા મહલમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે શરીર પ્રેક્ષા જ એમાં નિમિત્ત બની. શરીરને જોતાં જોતાં જ એમને અનિત્યતાનો સાક્ષાત્કાર થયો અને એ અનિત્ય ભાવનાના ચિંતનથી જ એમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શરીર-પ્રેક્ષા કરવાથી પ્રમાદ ઘટે છે અને જાગરૂકતા વધે છે. રતિ, અરતિ(ગણો, અણગમો)નો ભાવ ઓછો થતો જઈ સમત્વનો વિકાસ થાય છે.
૫. ચેત કેંદ્ર પ્રેક્ષા :
પ્રેક્ષાધ્યાનનું આગળનું અંગ છે – ચૈતન્ય કેંદ્રોનું ધ્યાન. આ શરીર-પ્રેક્ષાનું જ વિકસિત રૂ૫ છે. આપણું સ્થૂળ શરીર છે જે દશ્ય છે. તેની અંદર તેજસ અને કર્મ એમ બે પ્રકારનાં સૂક્ષ્મ શરીર છે. અને તેની અંદર આત્મા સમાયેલો છે જે ચૈતન્યમય છે. વાતાવરણમાં આપણી અને સૂર્યની વચ્ચે વાદળાં છવાઈ જાય છે તેવી જ રીતે આત્માનું ચૈતન્ય અને બાહ્ય જગતની વચ્ચે કર્મશરીરરૂપી વાદળ છવાઈ જાય છે. જેમ વાદળો હોવા છતાં સૂર્યનો પ્રકાશ સંપૂર્ણપણે ઢંકાઈ જતો નથી તેવી જ રીતે કર્મ-શરીરના આવરણને લીધે ચૈતન્યનો પ્રકાશ પૂર્ણપણે ઢંકાતો નથી. મનુષ્ય પુરુષાર્થ કરીને કર્મશરીર રૂપે રહેલું આવરણ જેમ જેમ વિલીન કરે છે તેમ તેમ વધુ ને વધુ ચૈતન્યપ્રકાશ બહાર આવે છે અને સ્થૂળ શરીરમાં જ્ઞાનનાં કેંદ્રો નિર્મિત થવા લાગે છે. આ જ આપણાં ચૈતન્ય કેંદ્ર છે. સામાન્યતઃ સંપૂર્ણ શરીરના પ્રત્યેક કોષમાં ચૈતન્ય વ્યાપેલું હોય છે અને તે દરેક કોષ જ્ઞાનની
૨૬૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #294
--------------------------------------------------------------------------
________________
ક્ષમતાવાળો છે. પરંતુ શરીરના દરેક કોષને જાગ્રત કરવાનું અર્થાત્ તેના ઉપરનું કર્મરૂપી આવરણ હટાવવાનું પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય નથી એટલે આ વિશિષ્ટ કેંદ્રો જ્યાંથી ચૈતન્યનો પ્રકાશ સરળતાથી બહાર આવી શકે છે, એમને જાગ્રત કરવા માટે આ ચૈતન્ય કેંદ્ર-પ્રેક્ષા છે. જેટલાં આ કેંદ્રો જાગ્રત થાય છે એટલા પ્રમાણમાં અતીન્દ્રિય જ્ઞાન ઉપલબ્ધ થાય છે.
ચૈતન્ય કેંદ્રો આપણા સ્થૂળ શરીરમાં હોય છે. નાભિ, હૃદય, કંઠ, નાકનું ટેરવું, બે આંખની વચ્ચે ભૂકુટિ, તાળવું, મગજ આ બધાં સ્થૂળ શરીરનાં ચૈતન્ય કેંદ્રો છે. આવરણની વિશુદ્ધિ થતાં આ કેંદ્રો જાગ્રત બને છે, નિર્મળ બને છે અને અતીન્દ્રિયનું જ્ઞાન વ્યક્ત કરવાનું માધ્યમ બને છે.
કોઈ વ્યક્તિનાં ચેત કેંદ્રો જલદી જાગ્રત થઈ જાય છે જ્યારે કેટલિક વ્યક્તિઓને ચૈતન્ય કેંદ્રો જાગ્રત કરવા માટે ઘણો લાંબો સમય સાધના કરવી પડે છે. જે વ્યક્તિને પૂર્વજન્મમાં ધ્યાનના સંસ્કાર હોય અર્થાત્ ધ્યાનનો અભ્યાસ હોય અને જેનું આવરણ વિશુદ્ધ બન્યું હોય, વર્તમાન જન્મમાં થોડા અભ્યાસથી પણ તેનાં ચૈતન્ય કેંદ્રો જાગ્રત થઈ શકે છે. જ્યારે જે વ્યક્તિ વર્તમાન જન્મમાં જ ધ્યાનના અભ્યાસનો પ્રારંભ કરે છે અને જેનું આવરણ શુદ્ધ નથી થયું હતું તેને ચૈતન્ય કેંદ્રોને જાગ્રત કરવા માટે લાંબા સમય સુધી ધ્યાનનો અભ્યાસ કરવો જરૂરી બને છે.
૬. લેશ્યા ધ્યાન :
ચેતનાની ભાવધારાને વેશ્યા કહેવામાં આવે છે. વેશ્યાના બે પ્રકાર છે : દ્રવ્ય લેશ્યા અને ભાવ વેશ્યા. ભાવ વેશ્યાનો સંબંધ આત્માનાં પરિણામો સાથે હોય છે. દ્રવ્ય લેશ્યા પોગલિક વેશ્યા છે. વેશ્યા મનુષ્યના “ઓરા' અર્થાત્ આભામંડળનું નિયામક તત્ત્વ છે. મનુષ્યમાં જેવી વેશ્યા હોય તેવું તેનું આભામંડળ હોય છે. આભામંડળની મલિનતા અને નિર્મલતા (ઉજ્જવલતા) ભાવલેશ્યા પર નિર્ભર છે. જેમ જેમ ભાવોની વિશુદ્ધિ વધે છે, આભામંડળ બદલે છે. જેને દર્શન પ્રમાણે વેશ્યાની વિશુદ્ધિ આભામંડળની વિશુદ્ધિ છે. આભામંડળને ઉજ્વળ બનાવવામાં ધ્યાન પ્રબળ નિમિત્ત બને છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૫
Page #295
--------------------------------------------------------------------------
________________
લેશ્યાનો સીધો સંબંધ મનુષ્યના ભાવો સાથે છે. વેશ્યાના છ પ્રકાર છે : કૃષ્ણ, નીલ, કપોત, તેજસ, પદ્મ અને શુક્લ. તેમાં પ્રથમ ત્રણ અશુભ છે અને અંતિમ ત્રણ શુભ છે. મનુષ્ય માત્રના વિચારો, ભાવ શુદ્ધ અને અશુદ્ધ પ્રકારના હોય છે. જે વિચારો રાગદ્વેષયુક્ત હોય છે તે અશુદ્ધ છે અને જેમાં રાગદ્વેષ ન હોય તે શુદ્ધ છે. આવી રીતે લેશ્યાના બે વર્ગ છે : અશુભ લેશ્યા અને શુભ લેશ્યા. અશુદ્ધ વેશ્યાથી કષાય તીવ્ર બને છે અને શુદ્ધ વેશ્યાથી કષાય મંદ પડે છે. આપણી વૃત્તિઓને ઉત્પન્ન કરનાર આ વેશ્યાઓ છે. કૃષ્ણ, નીલ અને કાપો આ અશુદ્ધ વેશ્યાઓ છે. ક્રૂરતા, હિંસા, કપટ, પ્રવચના, પ્રમાદ, આલસ્ય વગેરે જે દોષો છે તે આ ત્રણ વેશ્યાઓથી ઉત્પન્ન થાય છે. ક્રોધ, માન, માયા, લોભ જ્યારે પૂર્ણ કળાએ હોય ત્યારે કૃષ્ણ વેશ્યા, મધ્યમ હોય ત્યારે નીલ વેશ્યા અને મંદ હોય ત્યારે કાપોત વેશ્યા હોય છે. આ કષાયો જ્યારે સંયમિત હોય ત્યારે શુભ લેશ્યાઓ હોય છે જેમ કે મંદ હોય ત્યારે તેનો વેશ્યા, જ્યારે મંદતર હોય ત્યારે પદ્મ લેશ્યા અને મંદતમ હોય અને ભાવધારા ઉત્કૃષ્ટ હોય ત્યારે શુક્લ લેશ્યા હોય છે.
આર્ત ધ્યાનમાં પ્રથમની ત્રણ કૃષ્ણ, નીલ અને કાપોત આ અશુભ લેશ્યાઓ હોય છે. રોદ્ર ધ્યાનમાં આ જ ત્રણ વેશ્યાઓ અત્યંત તીવ્ર માત્રામાં હોય છે. તે જ પ્રમાણે ધર્મધ્યાનમાં તેજસ, પદ્મ અને શુક્લ વેશ્યાઓ હોય છે. શુક્લધ્યાનમાં પ્રથમ બે તબક્કામાં શુક્લ વેશ્યા અને ત્રીજા તબક્કામાં પરમ શુક્લ લેશ્યા હોય છે. અને અંતિમ (ચોથા) તબક્કામાં લેશ્યાનું અસ્તિત્વ રહેતું નથી.
લેશ્યાઓના પરિવર્તન દ્વારા મનુષ્યના વ્યક્તિત્વનું પરિવર્તન થાય છે. વ્યક્તિત્વનું રૂપાંતરણ વેશ્યાની ચેતનાના સ્તર પર થઈ શકે છે. જ્યારે કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણ વેશ્યાઓ બદલાઈ જાય છે અને તેજો, પદ્મ અને શુક્લ આ ત્રણેય વેશ્યાઓ એમની જગ્યાએ આવે છે ત્યારે પરિવર્તન થાય છે. લેશ્યાધ્યાન દ્વારા આ ત્રણે વેશ્યાઓ પરિવર્તિત થાય છે. કૃષ્ણ વેશ્યા શુદ્ધ થતાં નીલ વેશ્યા, નીલ વેશ્યા કાપોત વેશ્યા અને કાપોત વેશ્યા તેજો વેશ્યા બની જાય છે. તેજો લેગ્યામાં આવતાં સાથે જ વ્યક્તિમાં પરિવર્તન થવા માંડે છે. પદ્મ લેશ્યામાં વિશેષ બદલાતું જાય છે. શુક્લ લેગ્યામાં પહોંચતાં જ વ્યક્તિત્વનું પૂર્ણ રૂપાંતર (Transformation) થઈ જાય છે.
ભાવધારા (લેશ્યા)ના આધારે જ આભામંડળમાં પણ પરિવર્તન થાય છે.
૨૬૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #296
--------------------------------------------------------------------------
________________
લેશ્યાધ્યાન દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઈ જાય છે. બે સ્થિતિઓ છે - એક સ્થિતિમાં વિશુદ્ધિ અધ્યવસાય અને વિશુદ્ધ વેશ્યા છે. બીજી સ્થિતિ છે અશુદ્ધ અધ્યવસાય અને અશુદ્ધ વેશ્યા. જેમ જેમ સાધના વધે છે તેમ તેમ કષાય મંદ થશે અને અધ્યવસાય, વેશ્યા ભાવ અને વિચાર શુદ્ધ થાય છે.
૭. વર્તમાન-ક્ષણની પ્રેક્ષા :
ભૂતકાળ વીતી જાય છે, ભવિષ્ય આવવાનો બાકી હોય છે. તલણ વર્તમાન છે. ભગવાન મહાવીરે કહ્યું છે – “રવUT નાદિ પંડિ” અર્થાત્ સાધક, તું ક્ષણને જાણ. ભૂતકાળના સંસ્કારોની સ્મૃતિથી ભવિષ્યની કલ્પનાઓ અને વાસનાનો જન્મે છે. વર્તમાનમાં જીવનાર સાધક સ્મૃતિ અને કલ્પનાથી બંનેથી મુક્ત રહે છે. સ્મૃતિ અને કલ્પના રાગદ્વેષયુક્ત ચિત્તનું નિર્માણ કરે છે. જે સાધક વર્તમાન-ક્ષણમાં રહે છે તે સહજ પ્રકારે રાગદ્વેષથી મુક્ત રહે છે. આ રાગદ્વેષશૂન્ય વર્તમાન-ક્ષણ જ સંવર છે. રાગદ્વેષશૂન્ય વર્તમાન-ક્ષણમાં જીવનાર ભૂતકાળના સંચિત કર્મસંસ્કારના બંધનો નિરોધ કરે છે. આ પ્રકારે વર્તમાન-ક્ષણમાં રહેનારો સાધક ભૂતકાળનો નિરોધ કરે છે, વર્તમાનનો નિગ્રહ (સંવરણ) કરે છે અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન - ભવિષ્યમાં દોષ ન થવા દેવો એવો સંકલ્પ કરવો.
ભગવાન મહાવીરે કહ્યું છે – “આ ક્ષણને જાણો'. વર્તમાનને જાણી વર્તમાનમાં જીવવું એ ભાવક્રિયા છે. ભાવિ કાલ્પનિક જીવન જીવવું એ દ્રવ્યક્રિયા છે. દ્રવ્યક્રિયા ચિત્તનો વિક્ષેપ કરે છે અને સાધનામાં વિઘ્ન રૂપે છે. ભાવક્રિયા એ સાધના છે અને તે ધ્યાન છે. આપણે ચાલીએ છીએ અને ચાલતી વખતે આપણી ચેતના જાગ્રત રહે છે. “આપણે ચાલી રહ્યા છીએ તેની જ સ્મૃતિ રહે છે – આ ગતિની ભાવક્રિયા છે. શરીર અને વાણીની પ્રત્યેક ક્રિયા જ્યારે મનની સાથે સંકળાય છે ત્યારે તેમાં ચેતના વ્યાપ્ત થાય છે ત્યારે તે ભાવક્રિયા બની જાય છે. ઇન્દ્રિયો પ્રત્યેક ક્રિયામાં સમર્પિત થઈ જાય, હૃદય તેની ભાવનાથી પ્રભાવિત બને અને મન તેના સિવાય બીજા કોઈ પણ વિષયમાં ન જાય, એવી સ્થિતિ હોય ત્યારે ક્રિયા ભાવક્રિયા બને છે.
૮. વિચારપ્રેક્ષા અને સમતા : પ્રેક્ષાધ્યાનની સમગ્ર ક્રિયા જાણવાની અને જોવાની છે. આપણા આત્મામાં
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૭
Page #297
--------------------------------------------------------------------------
________________
અખંડ ચૈતન્ય છે. તેમાં જાણવાની અને જોવાની અસીમ શક્તિ છે. છતાં આપણે બહુ સીમિત જાણીએ છીએ અને જોઈએ છીએ તેનું કારણ આપણું જ્ઞાન આવૃત્ત છે, આપણું દર્શન આવૃત્ત છે. જો આપણે જાણવાની અને જોવાની શક્તિનો વિકાસ ઇચ્છીએ છીએ તો સૌપ્રથમ પ્રિયતા અને અપ્રિયતાના મનોભાવોને છોડવા પડશે. તેને છોડવા માટે સૌથી ઉત્તમ ઉપાય છે ‘જુઓ અને જાણો.
આપણે પદાર્થને કાં તો પ્રિયતાની દૃષ્ટિએ જોઈએ છીએ કાં તો અપ્રિયતાની દૃષ્ટિએ જોઈએ છીએ. પદાર્થને ફક્ત પદાર્થની દૃષ્ટિથી જોવો તે જ સમતા છે તે ફક્ત જાણવા અને જોવાથી સિદ્ધ થાય છે. અર્થાત્ ફક્ત જાણવું અને જોવું એ જ સમતા છે.
- પ્રિય લાગનાર ઇન્દ્રિયવિષય અને મનોભાવ ‘રાગ” ઉત્પન્ન કરે છે અને અપ્રિય લાગનાર ઇન્દ્રિય વિષય અને મનોભાવ ‘ષ ઉત્પન્ન કરે છે. જે પ્રિય અને અપ્રિય લાગનાર વિષયો અને મનોભાવોના પ્રત્યે સમ બને છે તેના અંત:કરણમાં તે પ્રિયતા અને અપ્રિયતાનો ભાવ ઉત્પન્ન કરતા નથી. પ્રિય અને અપ્રિય તથા રાગ અને દ્વેષથી પર તે જ બની શકે છે જે ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. જે ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા હોય તે જ વીતરાગ બને છે. ચેતનાની એ ક્ષણ ધ્યાન હોય છે જેમાં આ પ્રિયતા ને અપ્રિયતાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. એ જ ક્ષણ અપ્રમાદની ક્ષણ છે, પૂર્ણ જાગરૂકતાની ક્ષણ છે, સાધનાની ક્ષણ છે.
આપણી અંદર જાણવા અને જોવાની જે શક્તિ છે, આપણું ચૈતન્ય જેટલું અનાવૃત્ત છે, તેનો જ આપણે ઉપયોગ કરીએ છે. એ ફક્ત જાણવા અને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી પ્રિયતા અને અપ્રિયતાના ભાવ અર્થાત્ રાગદ્વેષ ઓછા થતા જશે અને પરિણામે જ્ઞાન અને દર્શનનું આવરણ ક્ષીણ થઈ વીતરાગતાની સાધનામાં આગળ વધી શકાશે.
૯. સંયમ : સંકલ્પશક્તિનો વિકાસ
પ્રેક્ષાધ્યાનનું આગળનું પગથિયું છે : સંયમ – સંકલ્પશક્તિનો વિકાસ. આપણી અંદર અનંત શક્તિ સમાયેલી છે તેનો મોટો ભાગ આવૃત્ત છે. અમુક જ ભાગ અસ્તિત્વમાં છે જે આપણા શરીરની ક્રિયાઓમાં તેમજ ઇન્દ્રિયોના નિયમનમાં વ્યક્ત થાય છે. આપણા આપણા શક્તિ પ્રત્યે જાગ્રત બનીએ તો આવૃત્ત શક્તિને ઉપયોગની ભૂમિકા સુધી લઈ જઈ શકીએ.
૨૬૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #298
--------------------------------------------------------------------------
________________
શક્તિનું જાગરણ સંયમ દ્વારા કરી શકાય છે. આપણા મનની અનેક ઇચ્છાઓ હોય છે. તેને પરિપૂર્ણ કરવામાં આપણી શક્તિ વેડફાતી જાય છે. મનની ઇચ્છાઓનો, જરૂરિયાતોનો અસ્વીકાર એ શક્તિના જાગરણનું સૂત્ર છે. મનની જરૂરિયાતોનો અસ્વીકાર એટલે સંકલ્પશક્તિનો વિકાસ. અને તે જ સંયમ છે. સંયમ એક પ્રકારનો કુંભક છે. પ્રાણાયામ કરતી વખતે કુંભકમાં શ્વાસનો નિરોધ થાય છે તેવી રીતે સંયમમાં ઇચ્છાનો નિરોધ કરવામાં આવે છે. ઠંડી, ગરમી, ભૂખ-તરસ, બીમારી, મારપીટ આ બધી જ ઘટનાઓને સહન કરો. સંયમની સાધના કરવાવાળો સાધક આ માનસિક જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે. મનની જરૂરિયાતો જાણી લે છે, તેને જુએ છે પરંતુ તેને પરિપૂર્ણ કરતો નથી. તેમ કરતાં કરતાં માનસિક જરૂરિયાતો ઓછી થતી જાય છે. અને જે થાય છે તે સહજ ભાવથી સ્વીકારી લે છે.
ગૌતમે ભગવાન મહાવીરને પૂછયું - “ભગવાન, સંયમથી જીવ શું પ્રાપ્ત કરે છે?” મહાવીરે કહ્યું- “સંયમથી જીવ આસવનો નિરોધ કરે છે. સંયમનું ફળ અનાસવ છે.”
પ્રેક્ષા સંયમ છે. પૂર્ણ એકાગ્રતાથી લક્ષ્યને જોવાથી સંયમ આપમેળે થશે. માનસિક ઇચ્છાઓ ઓછી થતી જશે. તેની ઉપેક્ષા કરવાથી મન, વચન અને શરીરનો સંયમ સ્વયં સિદ્ધ થશે.
૧૦. ભાવના :
પ્રેક્ષાનો અર્થ છે જોવું અને તે ધ્યાનનો પર્યાય છે. પ્રેક્ષાની સમાપ્તિ બાદ મનની મૂર્છાને દૂર કરવાવાળા વિષયોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. જે વિષયનું અનુચિંતન વારંવાર કરવામાં આવે છે અથવા જે પ્રવૃત્તિનો સતત અભ્યાસ કરવામાં આવે તેનાથી મન પ્રભાવિત થઈ જાય છે, આ ચિંતનના અભ્યાસને જૈન દર્શનમાં ભાવના કહેવામાં આવે છે.
જે વ્યક્તિ ભાવનાનો અભ્યાસ કરે છે તેનામાં ધ્યાનની યોગ્યતા આવે છે. ધ્યાનની યોગ્યતા માટે ચાર ભાવનાઓનો અભ્યાસ આવશ્યક છે : ૧. જ્ઞાનભાવના રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જાણવાનો
અભ્યાસ. દર્શનભાવનાઃ રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જોવાનો અભ્યાસ.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૯
Page #299
--------------------------------------------------------------------------
________________
૩. ચારિત્ર ભાવના : રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય સમત્વપૂર્ણ આચરણનો
અભ્યાસ. ૪. વૈરાગ્ય ભાવના અનાસક્તિ, અનાકાંક્ષા અને નિર્ભયતાનો અભ્યાસ.
મનુષ્ય જેના માટે ભાવના કરે છે, જે અભ્યાસનું પુનરાવર્તન કરે છે, તે રૂપમાં તેના સંસ્કાર આકાર પામે છે. આત્માની ભાવના કરનાર આત્મામાં સ્થિત થઈ જાય છે. “અહંમની ભાવના કરવામાં “અહિં થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. દરેક વ્યક્તિ જુદી જુદી ભાવનાઓથી ભાવિત થાય છે. કોઈ વ્યક્તિ ભક્તિથી ભાવિત થાય છે, કોઈ બ્રહ્મચર્યથી અને કોઈ સત્સંગથી.
આચાર્ય મહાપ્રજ્ઞજી એમની ગ્રંથમાળા – ‘પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપમાં ભાવના વિશે કહે છે – “પ્રતિપક્ષની ભાવનાથી સ્વભાવ, વ્યવહાર અને આચરણને પણ બદલી શકાય છે. મોહકર્મના વિપાક પર પ્રતિપક્ષભાવનાનું નિશ્ચિત પરિણામ હોય છે. ઉપશમની ભાવનાથી ક્રોધ, મૃદુતાની ભાવનાથી અભિમાન, ઋજુતાની ભાવનાથી માયા અને સંતોષની ભાવનાથી લોભને બદલી શકાય છે. ચેતનાની મૂર્છાથી રાગ અને દ્વેષના સંસ્કારો ઉદ્ભવે છે અને તે મૂચ્છ ચેતના પ્રત્યે જાગૃતિથી તોડી શકાય છે. પ્રતિપક્ષભાવના ચેતનાની જાગૃતિનો ઉપક્રમ છે.”
૧૧. અનુપ્રેક્ષા :
સાધનાકાળમાં ધ્યાનને સમાપ્ત કર્યા પછી અનિત્ય વગેરે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનમાં થનાર વિવિધ અનુભવોમાં ચિત્તનું ક્યાંય પણ આકર્ષણ ન હોય, તેમાં ચિત્ત ચોંટી ન જાય માટે અનુપ્રેક્ષાના અભ્યાસનું મહત્ત્વ છે. જૈન દર્શનમાં બાર અનુપ્રેક્ષા આપેલી છે. તેમાંથી પ્રેક્ષા ધ્યાનમાં ચાર અનુપ્રેક્ષા મહત્ત્વની છે. ધર્મધ્યાન પછી નીચેની ચાર અનુપ્રેક્ષાઓ આપેલી છે.
(૧) એકત્વ અનુપ્રેક્ષા : મનુષ્ય એકલો આ જગતમાં જન્મ લે છે અને એકલો જ અહીંથી વિદાય લે છે. હું એકલો છું, બાકી બધા સંયોગ છે.” આવી રીતે પ્રાપ્ત સંયોગોને પોતાથી ભિન્ન જોવા. આ એકત્વ અનુપ્રેક્ષાના લાંબા સમયના અભ્યાસથી બાહ્ય પદાર્થો પ્રત્યે થનાર આસક્તિની મૂર્છાને તોડી શકાય છે. આ વિવેક કે ભેદજ્ઞાનનો પ્રયોગ છે.
૨૭૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #300
--------------------------------------------------------------------------
________________
(૨) અનિત્ય અનુપ્રેક્ષા સાધક વિચારે છે કે આ શરીર અનિત્ય છે. તેની વિવિધ અવસ્થાઓ હોય છે. એક દિવસ જરૂરથી મૃત થવાનું છે. તે સ્વભાવે નાશવંત છે. આવી રીતે શરીરની અનિત્યતાના અનુચિંતનથી શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ ઓછી થવા લાગે છે. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં કહ્યું છે –
અર્થ રવત્તિ ૩UTોરી' અર્થાત્ શરીરની વર્તમાન ક્ષણનું ચિંતન કરે. શરીરમાં જે પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે, રોગાદિ ઉદયમાં આવે છે તેને જુએ. એક ક્ષણનું ઊંડાણપૂર્વકનું ચિંતન પણ શરીરની નશ્વરતાને સ્પષ્ટ કરે છે.
શરીરની જેમ અન્ય પદાર્થોમાં થનાર આસક્તિ પણ તૂટી શકે છે. (૩) અશરણ અનુપ્રેક્ષા : ધન, પદાર્થો કે પરિવાર આ બધું જ આપણા અસ્તિત્વથી ભિન્ન છે જે આપણને શરણ આપી શકતું નથી, આપણું રક્ષણ કરી શકતું નથી. પોતાનું શરણ પોતાના જ અસ્તિત્વમાં છે. એટલે સ્વયંના શરણમાં આવવું એ જ અશરણ અનુપ્રેક્ષાનો અર્થ છે.
(૪) સંસાર અનુપ્રેક્ષા : આ સંસારમાં સિદ્ધ છોડીને દરેક જીવ કોઈ ને કોઈ યોનિમાં જન્મ લઈ મૃત્યુ પામે છે. પાછો જન્મ લે છે પાછો મૃત્યુ પામે છે. તે કોઈ વાર મનુષ્ય તો કોઈ વાર પશુ બને છે. એક જીવનમાં પણ અનેક અવસ્થાઓ હોય છે. પરિવર્તનનું આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ પરિવર્તન-ચક્રનું અનુચિંતન સાધકને મુક્તિ તરફ લઈ જાય છે.
૧૨. એકાગ્રતા :
પ્રેક્ષાથી અપ્રમાદ એટલે કે જાગૃતિ આવે છે. જેમ જેમ આ અપ્રમાદ વધે છે, તેમ તેમ પ્રેક્ષાની સાધના વિકસતી જાય છે. અપ્રમાદ કે જાગ્રતભાવ બહુ જ મહત્ત્વના છે. ફક્ત જાણવું અને જોવું અર્થાત્ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ખૂબ જ મહત્ત્વનો છે. જાણવાની અને જોવાની ક્રિયામાં અવારનવાર અવરોધ ન આવવો જોઈએ. ચિત્ત તે ક્રિયામાં લાંબા સમય સુધી સ્થિર રહેવું જોઈએ. એક જ વિષય પર – આલંબન પર ચિત્ત પચાસ મિનિટ સુધી સ્થિર થવું જોઈએ. આ સ્થિતિ સિદ્ધ કર્યા પછી સાધક ધ્યાનની સ્થિતિનું લાંબા સમય સુધી નવા રૂપમાં રૂપાંતર કરી શકે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૭૧
Page #301
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર આવી રીતે પ્રેક્ષાધ્યાન એ જૈન આગમ પર આધારિત આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સત્યોના સમન્વયથી બનેલી ધ્યાનપદ્ધતિ છે. એના દ્વારા મનમાં આવેગ, આવેશ અને ભાવનાને નિયંત્રિત કરી શકાય છે. ‘સંfપવરવણ મM/THUSIC' અર્થાત્ “આત્મા દ્વારા આત્માને જુઓ આ પ્રેક્ષાધ્યાનનું ધ્યેયસૂત્ર છે. પ્રેક્ષાધ્યાન એટલે આપણાં શરીર, શ્વાસ, ચૈતન્ય કેંદ્ર, વિચાર, કર્મ, સંસ્કાર વગેરેને રાગ, દ્વેષ વગર મન, વચન, કાયાની એકાગ્રતાથી જોવાં. પ્રેક્ષાધ્યાન દ્વારા વ્યક્તિના ભાવનાત્મક અસ્તિત્વનું મૂળ છે ત્યાં સુધી જઈ, જે સ્વભાવનું મૂળ છે ત્યાં સુધી જઈ નકારાત્મક ભાવોને વિધેયાત્મક ભાવોમાં પરિવર્તિત કરી શકાય છે. ધ્યાનના પ્રયોગો દ્વારા વિવેક ચેતનાને જાગ્રત કરી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોના ભાવોને બદલીને મૈત્રી, ક્ષમા, મૃદુતા, કરુણા જેવી પવિત્ર ભાવનાઓનું નિર્માણ કરી શકાય છે. વ્યક્તિત્વનો વિકાસ તથા સ્વભાવપરિવર્તન ચેત કેંદ્ર પ્રેક્ષાલેશ્યાધ્યાન અને ભાવના (અનુપ્રેક્ષા)ના પ્રયોગો દ્વારા કરી શકાય છે.
પ્રેક્ષા-ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતા તો પ્રાપ્ત થાય છે, સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ થઈ શકે છે. આધ્યાત્મિક વિકાસ એ પ્રેક્ષાધ્યાનનું ચરમ શિખર છે. પ્રેક્ષાધ્યાનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય કરવામાં આવેલ છે. આધ્યાત્મિક સ્તર ઉપર પ્રેક્ષાધ્યાન દ્વારા વિવેક- ચેતના જાગ્રત થાય છે. જડ અને ચેતન બંને જુદાં છે અર્થાત્ શરીર અને આત્મા બંને જુદાં છે પણ તે બંને એક જ છે એવી ભ્રમણામાં આપણે જીવીએ છીએ. આ ધ્યાનના પ્રયોગોમાં શરીર અને આત્મા બંને સ્વતંત્ર છે તેની અનુભૂતિ કાયોત્સર્ગમાં ભેદવિજ્ઞાનના પ્રયોગ દ્વારા થાય છે. તેનાથી શરીર પરનું મમત્વ ઘટે છે અને આત્મસ્વરૂપમાં મન સ્થિર થવા લાગે છે.
૨૭૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #302
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
1. પૃ.૬૬-૭૭ પરમપદદાયી આનંદઘન પદરેહ ચિંતક : શ્રી ખીમજીબાપા, પ્રવચનકાર : પં.શ્રી મુક્તિદર્શનગણિ
2.
3.
શમ, સંવેગ, નિર્વેદ, આસ્તિકેય, અનુકંપા આ સમ્યક્ દર્શનના લક્ષણ છે. ૧. શમ - ક્રોધાદિક કષાયોનું શમાઈ જવું. ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી.
૨. સંવેગ - મુક્ત થવા સિવાય બીજા કોઈ પ્રકારની ઈચ્છા, અભિલાષા ન હોવી.
૩. નિર્વેદ - જ્યા૨થી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે વાણી થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ
૪. આસ્તિકેય - આસ્થા – માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરૂષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા - આસ્થા
૫. અનુકંપા - એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા
=
ત્રણ કરણ – જૈન દર્શનાં આત્માના આધ્યાત્મિક વિકાસ (ક્રમ) માર્ગ સમજવા માટે ત્રણ ક૨ણ કહેલા છે. આ ત્રણે કરણો સમ્ય પ્રાપ્તિના કારણો છે. કરણ આત્માના અધ્યવસાયરૂપ છે. અને કરણમાં આગળ વધતા જવાય તેમ આત્માના પરિણતિની નિર્મળતા વધારે વધારે થતી જાય.
૧. પ્રથમ યથાપ્રવૃત્તિકરણ : કર્મક્ષયના આશય વિના કર્મક્ષય જેનાથી થાય તે કે જેનાથી સાત કર્મની સ્થિતિ ન્યૂન થાય. હવે ફરીથી ૭૦ કોટાકોટી મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થનાર નથી એવી અપુનર્બંધક અવસ્થા પ્રગટ્યા પછી પહેલીથી ચોથી દૃષ્ટિમાં રહેલા જીવોને આ ચ૨મ (છેલ્લું) યથા પ્રવૃત્તિકરણ હોય છે. અહીં રાગદ્વેષરૂપ ભાવમય અલ્પ થાય છે. ગ્રંથિભેદ થયો નથી પણ ગ્રંથિભેદના નિકટ પહોંચે છે. દોષો ઓછા થતા જાય છે અને ગુણોની વૃદ્ધિ થાય છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૭૩
Page #303
--------------------------------------------------------------------------
________________
૨. અપૂર્વકરણ : રાગદ્વેષની ગાંઠને ભેદવાના તીવ્ર વીર્ષોલ્લાસ. યથાપ્રવૃત્તિકરણ કરેલ પ્રાણી રાગદ્વેષની નિબિડ ગાંઠને કાપે એ ગ્રંથિભેદ છે. અહીં પહેલા કોઈ વખત ન થયો હોય એવો સુંદર અધ્યવસાય જેનાથી રાગદ્વેષની ગ્રંથિનો ભેદ થાય. ૩. અનિવૃત્તિકરણ : સમ્યકત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. અપૂર્વ વર્ષોલ્લાસના પરિણામે ગ્રંથિભેદ કર્યા પછી પ્રાણી અંતર્મુહૂતમાં જ અનિવૃત્તિકરણમાં પ્રવેશી અવશ્ય સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. અપૂર્વકરણ કરતી
વખતે જે નિર્મળતા થઈ હતી તે કરતા પણ વધારે નિર્મળતા થાય. 4. से सुयं च मे अज्झत्थयं च मे, बंधपमोक्खो अज्झत्थेव
પ. ૨.૪. આચારાંગ સૂત્ર અર્થ : મેં જ્ઞાની ગુરૂ પાસેથી સાંભળ્યું છે, અધ્યવસિત - અનુભવિત કર્યું છે કે કર્મોનો બંધ અને મોક્ષ આત્મપરિણામોથી, અધ્યવસાયની મુખ્યતાથી થાય છે.
5. પૃ.૨૩ યોગદીપક - યોગસમાધિ લેખક : શ્રી. બુદ્ધિસાગરસૂરિ 6. પૃ.૩૪૯ “યોગદીપક 7. જૈન દર્શન પ્રમાણે ત્રણે કાળ (ભૂત, ભવિષ્ય અને વર્તમાન) રહે એવો
આત્મા દ્રવ્યપણે નિત્ય છે. અનંત ગુણ પર્યાયવાળું તે દ્રવ્ય. તે ત્રણે કાળ રહેનાર વસ્તુ છે. આત્મા દ્રવ્યપણે નિત્ય છે પરંતુ આત્માના ગુણોનું સમયે સમયે પરિણમન થાય છે તેથી પર્યાય પલટાય છે. પણ તે દ્રવ્ય સ્વરૂપમાં તો નિત્ય છે. એની ઉત્પત્તિ કોઈપણ અન્ય દ્રવ્યથી થતી નથી અને આત્માનો
નાશ પણ ક્યારેય થતો નથી. 8. શ્રુતકેવલી - દ્વાદશાંગી રૂ૫ સમસ્ત શ્રુતજ્ઞાનને ધારણ કરવાવાળા મહર્ષિને
શ્રુતકેવલી કહેવાય છે. શ્રુતકેવળી સર્વ આગમના જ્ઞાતા હોય છે. 9. પૃ.૧૭૬ આચારાંગ સૂત્ર ૫ અધ્યયન, રજો ઉદ્દેશ્યક, ૧ સૂત્ર
૨૭૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #304
--------------------------------------------------------------------------
________________
જૈન યોગ અને પાતંજલ યોગ
તુલનાત્મક અભ્યાસ
યોગ એટલે શું?
યોગ શબ્દ મૂળ “યુન' ધાતુ પરથી આવ્યો છે. જેના બે અર્થ છે – એક અર્થ છે જોડવું, સંયોજન કરવું. અને બીજો અર્થ છે - સમાધિ, મન:સ્થિરતા. આવી રીતે યોગ’નો અર્થ સંયોગ કરવો અને મન:સ્થિરતા કરવી એમ બેઉ રીતે છે. ભારતીય યોગદર્શનમાં બંને અર્થમાં આ શબ્દનો ઉપયોગ થયો છે. જૈન પરંપરામાં ‘સંયોગ અર્થમાં સ્વીકૃત છે. જ્યારે ‘પાતંજલ યોગસૂત્રમાં યોગ શબ્દ ‘સમાધિ અર્થમાં ગ્રહણ કરેલો છે.
યોગ એ વિશિષ્ટ સાધનાપદ્ધતિ છે જેનો સંબંધ શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ સાથે છે. યોગ અથવા સાધનાની પરંપરા ખૂબ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ પરંપરા જેનોના આગમોમાં, બોદ્ધોના પિટકોમાં અને પતંજલિ મુનિના યોગદર્શનમાં મળે છે. પાતંજલ યોગસૂત્ર” એ યોગદર્શનનો પ્રાચીનતમ ગ્રંથ છે. યોગનાં બધાં સાધનોને નિયમબદ્ધ સૂત્રોમાં ગૂંથી લીધાં હોવાથી ‘પાતંજલ યોગદર્શન’ એ યોગનો સૌથી પ્રમાણભૂત પાઠ્યગ્રંથ મનાય છે. પતંજલિ મુનિએ ઈ.સ. પૂર્વે ૨૦૦ની આસપાસ યોગસંબંધિત ધારણાઓને એમના યોગસૂત્રમાં સંગ્રહિત
Page #305
--------------------------------------------------------------------------
________________
કરી, સાંખ્ય વિચારધારાને અનુકુળ બનાવી એક વ્યવસ્થિત રૂપ આપ્યું છે. યોગશાસ્ત્ર આપણને ચિત્તના સ્વરૂપનું જ્ઞાન આપે છે અને ચિત્તને કેમ વિશુદ્ધ કે અને સ્થિર કરવું તેનું વ્યવસ્થિત માર્ગદર્શન આપે છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ, ચિત્તની શક્તિઓનો વિકાસ, ધ્યાન અને એકાગ્રતા અને સમાધિની સાધના એ યોગના મુખ્ય વિષયો છે. યોગશાસ્ત્રમાં યોગ એ ચિત્તવૃત્તિના નિરોધની કે ચિત્તને અંકુશમાં રાખવાની એક પદ્ધતિ છે, સમાધિ સુધી પહોંચવાની એક પ્રક્રિયા છે.
યોગશ્ચિત્તવૃત્તિનિોઘઃ ।।શ્।। યોગસૂત્ર
પતંજલિ ૠષિએ વિવિધ દર્શનોમાંથી ઉત્તમ અને ઉપયોગી તત્ત્વો સંગ્રહિત કરીને યોગશાસ્ત્રને જાણે સર્વદર્શન-સમન્વય બનાવ્યું છે. જેમ કે સાંખ્ય નિરીશ્વરવાદી છે. પરંતુ લોકમાનસનો ઈશ્વરોપાસના ત૨ફનો ઝોક જોઈને યોગમાર્ગમાં ઈશ્વરોપાસનાને પણ સ્થાન આપ્યું છે.
શ્ર્વરપ્રણિધાનાદા ।।૨.૨૩।। યોગસૂત્ર ઈશ્વરનું સ્વરૂપ તેમણે એવી નિષ્પક્ષ રીતે રજૂ કર્યું છે જે બધાને માન્ય થઈ
શકે.
વહેરા મંવિપાળારાયપરકૃષ્ટ પુરુષવિરોષ Íશ્ર્વરઃ ।।o.૨૪।। યોગસૂત્ર
સર્વ દર્શનોની અપેક્ષાએ જૈન દર્શન સાથે તેનું સાદશ્ય ઘણું જોવા મળે છે. ‘પાતંજલ યોગદર્શન’ગ્રંથનાં ચાર પાદ અથવા પ્રકરણ છે. પહેલું પ્રકરણ સમાધિપાદ છે, જે ઉત્તમ અધિકા૨ીઓ માટે છે. અહીં બંને પ્રકારની સમાધિ–સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ-નું નિરૂપણ કરેલું છે. સમાધિના પ્રકાર, તેની પ્રાપ્તિના ઉપાયો તથા ચિત્તની અવસ્થાઓનું વર્ણન છે. પ્રથમ પાદમાં સૌ પ્રથમજ યોગનું લક્ષણ બતાવેલું છે –
યોગશ્ચિત્તવૃત્તિનિોઘઃ ।।o.૨।। પાતંજલ યોગસૂત્ર
અર્થ : ચિત્તની વૃત્તિઓનો નિરોધ ક૨વો અર્થાત્ ચિત્તની વૃત્તિઓને રોકવી એનું નામ યોગ છે.
પ્રકૃતિના સત્ત્વ, રજસ અને તમસ એમ ત્રણ ગુણોમાંથીપ્રકાશ-સ્વભાવવાળા
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૭૬
Page #306
--------------------------------------------------------------------------
________________
સ્વચ્છ સત્ત્વ-ગુણનો પરિણામવિશેષ તે ચિત્ત કહેવાય છે. એ ચિત્તનાં પરિણામોને વૃત્તિ કહેવાય છે. ચિત્તની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એમ પાંચ અવસ્થાઓ છે.
ક્ષિપ્ત અવસ્થાઃ રજોગુણની અધિકતા હોઈ ચિત્ત ચંચળ બનીને બધા વિષયોમાં દોડાદોડ કરતું હોય છે. કદી પણ સ્થિરતા પ્રાપ્ત કરી શકતું નથી.
મૂઢ અવસ્થા તમોગુણપ્રધાન હોય છે. ચિત્ત કૃત્યાકૃત્યને નહિ જાણનાર અને હિંસાદિરૂપ અધર્મ તેમજ આળસ, પ્રમાદ, ક્રોધ વગેરેમાં મગ્ન હોય છે.
વિક્ષિપ્ત ઃ આ અવસ્થામાં પ્રાપ્ત કરેલા સુખનાં સાધનોમાં, ભોગમાં ચિત્ત તલ્લીન રહે છે. અહીં રજોગુણના લેશ સહિત સત્ત્વગુણ પ્રધાન હોય છે. આ ચિત્ત કોઈ વાર સ્થિર થાય છે.
એકાગ્ર : અહીં ચિત્ત રજોગુણરૂપ અને તમોગુણરૂપ મેલથી રહિત સત્ત્વગુણપ્રધાન હોય છે. એક જ વિષયમાં લાંબા સમય સુધી વાયુ વિનાના સ્થાનમાં મૂકેલા દીપકની માફક સ્થિરતા ધારણ કરે છે. ચિત્ત પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં સ્થિર થાય છે. તેને જડ-ચેતનનું યથાર્થ જ્ઞાન-વિવેક પ્રાપ્ત થાય છે. આને જ સંપ્રજ્ઞાત અથવા સંપ્રજ્ઞાત સમાધિ પણ કહે છે.
નિરુદ્ધ - અહીં વૃત્તિમાત્રનો અભાવ હોય છે. કેવળ સંસ્કાર માત્ર જ શેષ રહે છે. એવું ચિત્ત નિરુદ્ધ કહેવાય છે. એ અવસ્થાને અસંપ્રજ્ઞાત યોગ અથવા અસંપ્રજ્ઞાત સમાધિ પણ કહે છે.
આવી રીતે ચિત્ત પાંચ પ્રકારનું હોય છે. આ પાંચ અવસ્થાઓમાંથી છેવટની બે અવસ્થાઓ (અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ) યોગની પ્રાપ્તિ કરાવે છે. પ્રથમની બે અર્થાત્ ક્ષિપ્ત અને મૂઢ અવસ્થામાં રજોગુણ અને તમોગુણની અધિકતા હોવાથી યોગના વિરોધની છે. વિક્ષિપ્ત અવસ્થા કાંઈક યોગને અનુકૂળ થઈ શકે, એ અવસ્થામાં ચિત્ત કોઈ વાર સ્થિર થાય પરંતુ તેમાં રજો, તમોનો લેશ હોવાથી એ પ્રકારનું ચિત્ત પણ યોગમાં ઉપયોગી નથી.
પતંજલિ ઋષિએ યોગનું લક્ષણ જે “ચિત્તવૃત્તિનિરોધ' તરીકે આપેલું છે તે - અવિદ્યાદિ લેશો, પાપ, પુણ્યરૂપી કર્મ અને શુભ અગર વાસના બંધનકારક હોય છે આ જે વૃત્તિઓમાં હોય છે તે તે વૃત્તિઓનો વિરોધ કરવો તે યોગ. આ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
Page #307
--------------------------------------------------------------------------
________________
સર્વ વૃત્તિઓનો નાશ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત યોગથી અર્થાત્ એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થામાં થાય છે. બીજાથી થતો નથી. તેથી તે બે જ અવસ્થા યોગ તરીકે ઓળખાય છે. એકાગ્ર અવસ્થામાં રાજસ-તામસ વૃત્તિનો નિરોધ અને નિરુદ્ધ અવસ્થામાં નિખિલ વૃત્તિનો નિરોધ એ બંને ક્લેશાદિના નાશક હોવાથી તે બે જ અવસ્થાઓ યોગ તરીકે ઓળખાય છે.
પતંજલિ ઋષિ આ વૃત્તિઓના નિરોધનો ઉપાય દર્શાવે છે - અગાસરાયાખ્યાં તન્નાઇ: સાઉ.૨૨
અર્થ : અભ્યાસ અને વૈરાગ્ય વડે વૃત્તિઓનો નિરોધ થાય છે. ચિત્તમાં કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન ન થાય અને ચિત્ત તેના મૂળ એટલે કે સ્વરૂપમાં સ્થિર રહે એ માટે સતત યત્ન કરવો તે અભ્યાસ. વૈરાગ્ય એટલે અનાસક્તિ. અર્થાત્ સંસાર અને તેના વિષયો ઉપરની આસક્તિનો અભાવ. વૈરાગ્ય બે પ્રકારના છે - અપર અને પર. આ લોક અને પરલોકના વિષયોમાં તૃષ્ણા નાશ પામે તે અપર વૈરાગ્ય અથવા વશીકાર કહેવાય છે. અપર વૈરાગ્યથી સંપ્રજ્ઞાત યોગની પ્રાપ્તિ થાય છે. પુરુષ એ પ્રકૃતિથી ભિન્ન છે એવું વિવેકજ્ઞાન જ્યારે થાય ત્યારે સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણોમાંથી તેની તૃષ્ણા જતી રહે છે તે પર વેરાગ્ય એટલે કે શ્રેષ્ઠ વૈરાગ્ય છે. વૈરાગ્યથી ત્રિગુણાત્મક પ્રવૃત્તિને વશ કરાય છે. પર વૈરાગ્ય અસંપ્રજ્ઞાત યોગના હેતુભૂત છે.
યોગદર્શનના બીજા પાદનું સાધનાપાદ છે જે યોગની શરૂઆત કરનારા માટે છે. તેમાં ક્રિયાયોગ અને અષ્ટાંગયોગરૂપ સાધનો છે તેનું નિરૂપણ કરેલું છે તેથી તેનું નામ સાધનાપાદ છે. ક્રિયાયોગ દ્વારા મન વશ થાય છે. પ્રથમ સમાધિપાદમાં એકાગ્ર ચિત્તવાળા માટે સંપ્રજ્ઞાત યોગ કહ્યો છે, નિરુદ્ધ ચિત્તવાળા માટે અસંપ્રજ્ઞાત યોગ કહ્યો છે જ્યારે આ બીજા સાધનાપાદમાં વિક્ષિપ્ત ચિત્તવાળા જે મનુષ્ય યોગને સંપાદન કરવા ઇચ્છે છે એવા અશુદ્ધ ચિત્તવાળા માટે તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ ક્રિયાયોગ કહેલો છે.
तप: स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः ।।२.१।।
મધ્યમાધિકારીની ચિત્તની અશુદ્ધિ ક્રિયાયોગ દ્વારા દૂર થાય છે. પરંતુ મંદાધિકારીના ચિત્તની અશુદ્ધિનો ક્ષય કરવા માટે અષ્ટાંગ યોગ બતાવેલો છે.
૨૭૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #308
--------------------------------------------------------------------------
________________
તેના ચિત્તની અશુદ્ધિનો ક્ષય થઈ તેના ચિત્તમાં વિવેકખ્યાતિ પર્યત જ્ઞાનપ્રકાશ થાય છે. यमनियमासनप्राणायामप्रत्याहार धारणा ध्यान समाधयोऽष्टाङ्गानि
|૨.૨૨ા યોગદર્શન અર્થ : યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એ આઠ યોગનાં અંગો છે.
ત્રીજા પાદનું નામ વિભૂતિપાદ છે. વિભૂતિ એટલે ઐશ્વર્ય અગર સિદ્ધિઓ. મોક્ષ અગર કેવલ્યનું નિરૂપણ કરનારાં શાસ્ત્રો સિદ્ધિઓની પ્રશંસા કરતાં નથી. મુમુક્ષુઓ સિદ્ધિઓનો અનાદર કરે છે. પણ વિવિધ પ્રકારના સંયમ દ્વારા જે ઐશ્વર્યનો લાભ યોગીને થાય છે તેનું વર્ણન છે. મંદાધિકારીને યોગમાં શ્રદ્ધા ઉપજાવવા વિભૂતિઓનું વર્ણન આ ત્રીજા પાદમાં કરેલું છે.
સૌથી છેલ્લે અને ચોથું પ્રકરણ કેવલ્યપાદ છે. વિવેકજન્ય જ્ઞાન દ્વારા સમાધિનો લાભ થાય એ યોગનું મુખ્ય ફળ છે. યોગનો મુખ્ય ઉદ્દેશ કેવલ્ય મેળવવાનો છે. એ સમાધિજન્ય કેવલ્યનું નિરૂપણ આ પાદમાં કરવામાં આવેલું છે.
આવી રીતે આ ગ્રંથના પ્રથમ પાદમાં સમાધિનું, બીજા પાદમાં સમાધિનાં સાધનોનું પ્રધાનપણે નિરૂપણ કરેલું છે. ત્રીજા પાદમાં પ્રાપ્ત થતી સિદ્ધિઓનું વર્ણન કરી છેલ્લે કહ્યું છે કે વિવેકખ્યાતિ થવાથી જ કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.
જૈન દર્શનમાં યોગ : જેન દર્શનમાં ‘યોગ” શબ્દ “યુષ' ધાતુનો અર્થ - યોજવું, જોડવું એ અર્થમાં સ્વીકારેલો છે. એટલે મોક્ષ સાથે યોજન, જોડાણ કરાવે તે યોગ છે. “મોક્ષે યોગના યો?’ એમ એની વ્યાખ્યા છે. જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષપદ અથવા નિર્વાણપદને પામે તેનું નામ યોગ. આત્માનું નિજ શુદ્ધ સ્વભાવ સાથે, સહજાત્મસ્વરૂપ સાથે જોડાણ થવું તે જ યોગનું પ્રગટ સ્પષ્ટ સ્વરૂપે છે.
યોગ” શબ્દ જૈન આગમોમાં પ્રયોજાયો છે પણ વ્યાપક રૂપે જોવા મળતો નથી. આગમોમાં ધ્યાન કે આત્મ-સમાધિરૂપ સાધનાના સંદર્ભમાં પ્રયોજાયેલો છે. જૈન આગમ સાહિત્યના આધારે પછી અનેક ગ્રંથોની રચના થઈ તેમાં જેનાચાર્યો
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૭૯
Page #309
--------------------------------------------------------------------------
________________
યોગ અને ધ્યાન વિશે વ્યાપક સાહિત્યની રચના કરી છે. જેન યોગ પરંપરામાં આચાર્ય હરિભદ્રસૂરિનું સ્થાન અગત્યનું અને ટોચનું છે. તેમણે પોતાની આગવી શૈલી દ્વારા જૈનયોગવિષયક સાહિત્યમાં નૂતનયુગની શરૂઆત કરી. જૈન દૃષ્ટિએ યોગનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે યોગ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક વિકાસ સાધી પરમાત્મ દશા પામી શકે છે. જીવનું આધ્યાત્મિક લક્ષ્ય મોક્ષ છે અને એ પ્રાપ્તિ માટે યોગ સાધન છે. જૈન સાહિત્યમાં સૌપ્રથમ યોગની વ્યાખ્યા આપતાં આચાર્ય હરિભદ્રસૂરિ કહે છે - मुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।।१।।
યોગવિંશિકા તેમના ગ્રંથોમાં યોગને તેઓએ મોક્ષના સાધન કે કારણ તરીકે દર્શાવ્યું છે. તેમના પછી ઘણા આચાર્યો જેમ કે આચાર્ય શુભચંદ્ર, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી વગેરેએ જૈન યોગ વિશે સાહિત્ય આપ્યું છે. આચાર્ય શુભચંદ્રએ જ્ઞાનાર્ણવમાં અને હેમચંદ્રાચાર્યયોગશાસ્ત્રમાં જૈન પરંપરા સંમતરત્નત્રયી (સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર)ને મોક્ષના હેતુરૂપમાં સ્વીકાર કર્યો છે.
પાતંજલ યોગ અને જૈન યોગની ટૂંકાણમાં આવી રીતે પૂર્વભૂમિકા જોઈ. હવે પતંજલિ યોગ અને જેન યોગને તુલનાત્મક દૃષ્ટિથી વિચારીએ.
યોગનું અંતિમ લક્ષ્ય મોક્ષ બેઉ પરંપરામાં સમાન રૂપથી સ્વીકૃત છે. જૈન દર્શનમાં જેને મોક્ષ કહેવાય છે એનું જ પાતંજલ સૂત્રમાં “કેવલ્ય’ના નામથી વર્ણન કરેલું છે. પાતંજલ યોગસૂત્રમાં કેવલ્યની પ્રાપ્તિ માટે અભ્યાસ અને વૈરાગ્ય, ક્રિયાયોગ અને અષ્ટાંગયોગનું વિધાન પ્રસ્તુત છે; જ્યારે જૈન પરંપરામાં મોક્ષપ્રાપ્તિ માટે સમ્યગુ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યગું ચારિત્રરૂપ રત્નત્રયનું વિવેચન કરેલું છે. જૈન દર્શનમાં જે સમ્યમ્ દર્શનનું સ્થાન છે, વર્ણન છે તે પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા “વિવેકખ્યાતિ સાથે મળતું આવે છે. અર્થાત્ આત્મા અને પરપુદ્ગલનું ભેદજ્ઞાન થાય છે તે જ સમ્યગ્દર્શન છે. તેનેજ પાતંજલ યોગસૂત્રમાં વિવેકખ્યાતિ કહેલું છે. જ્યારે મિથ્યાત્વનું સ્વરૂપ પાતંજલ યોગસૂત્રમાં વર્ણવેલા અવિદ્યાના સ્વરૂપ સાથે મળે છે. શ્રીમદ્ રાજચંદ્ર મિથ્યાત્વનું સ્વરૂપ કહે છે -
૨૮૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #310
--------------------------------------------------------------------------
________________
કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણ કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દેહ અને દેવાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. પુગલમાં રક્તમાનપણું એ મિથ્યાત્વભાવ છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય છે.
જ્યારે પાતંજલ યોગસૂત્રમાં અવિદ્યાનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવેલું છે. જે વસ્તુ જેવી નથી તેમાં તેવી બુદ્ધિ કરવી તે અવિદ્યા કહેવાય છે. અનિત્ય વસ્તુઓમાં નિત્યપણાની બુદ્ધિ રાખવી, અપવિત્ર પદાર્થોમાં પવિત્રપણાની બુદ્ધિ રાખવી, દુઃખરૂપ વસ્તુઓમાં સુખરૂપતાની બુદ્ધિ રાખવી અને જડ વસ્તુઓમાં ચેતનતાની બુદ્ધિ રાખવી એ અવિદ્યા છે. આ મિથ્યાજ્ઞાનરૂપ અવિદ્યાનો વિવેકખ્યાતિરૂપ વિદ્યા વડે વિનાશ થાય છે તે જ કેવલ્ય છે.
तद्भावात्संयोगाभावो हानं तद् द्दशेः कैवल्यम् ।।२.२५।।
સમ્યગ્વારિત્ર જૈન મોક્ષમાર્ગનું પ્રમુખ સાધન છે. “અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર. વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગોએ કહ્યું છે.” પાતંજલ યોગસૂત્રમાં અષ્ટાંગ યોગના અંતર્ગત સર્વપ્રથમ યમ-નિયમને ચારિત્રનિર્માણના સાધનના રૂપમાં પ્રસ્તુત કરીને આચારચારિત્રને મહત્ત્વ આપ્યું છે. “યમ” એ પાતંજલિ અષ્ટાંગ યોગનું પ્રથમ સોપાન છે. યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ વ્રતોનો સમાવેશ કરેલો છે. ‘યોગશાસ્ત્ર ગ્રંથમાં આચાર્ય હેમચંદ્રએ પાતંજલ યોગસૂત્રમાં વર્ણિત યમ-નિયમોને ગૃહસ્થ ધર્મ અને સાધુધર્મ કહ્યા છે. ચારિત્રની દઢતા માટે જૈન દર્શનમાં વ્રત, સમિતિ, ગુપ્તિ બતાવ્યાં છે. પાતંજલ યોગદર્શનમાં જે પાંચ યમ બતાવ્યા છે એ જ પાંચ વ્રત જૈન દર્શનમાં મૂળભૂત વ્રત છે. જે સાધુ માટે મહાવ્રત અને ગૃહસ્થ માટે અણુવ્રત તરીકે દર્શાવ્યા છે. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં વતની વ્યાખ્યા આપી અણુવ્રત અને મહાવ્રત કોને કહેવાય તે દર્શાવ્યું છે – હિંસા - તૃતિ - તેય - ડબ્રહ્મ -પરિપ્રખ્ય વિરતિદ્ગતમ્ II૭.શા
તત્વાર્થસૂત્ર અર્થ : હિંસા, અમૃત (અસત્ય), સ્તેય (ચોરી), અબ્રહ્મ અને પરિગ્રહ એ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૧
Page #311
--------------------------------------------------------------------------
________________
પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન અને કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત. આ પાંચ વ્રતના બે ભેદો -
તેરા - સર્વતોડr - પતી II૭.૨ા તત્ત્વાર્થસૂત્ર
અર્થ : હિંસાદિ પાપોથી દેશથી (આંશિક) નિવૃત્તિ તે અણુવ્રત અને સર્વથા નિવૃત્તિ તે મહાવ્રત છે.
આ પાંચ વ્રતનું પાલન કરવાથી જે જે ફળ પ્રાપ્ત થાય છે તેનું નિરૂપણ યોગસૂત્રમાં કર્યું છે. દા.ત. જે વ્યક્તિના અંત:કરણમાં અહિંસાવૃત્તિ દઢ થાય છે તેના સાનિધ્યમાં હિંસક સ્વભાવવાળાં પ્રાણી પણ પોતાની વેરવૃત્તિનો ત્યાગ કરી શાંતભાવ ધારણ કરે છે. આ યોગદર્શનનું દૃષ્ટાંત તીર્થકર મહાવીરના જીવનમાં પણ જોવા મળે છે. મહાવીરને ચંડકૌશિક નામના વિષધરે ડંખ માર્યો ત્યારે તેમણે તેના પર મૈત્રીભાવનાનો પ્રયોગ કર્યો હતો.
6 “નિયમ” એ પતંજલિના અષ્ટાંગ યોગનું બીજું સોપાન છે. તેમાં શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન આ પાંચ નિયમોનો સમાવેશ છે. જૈન પરંપરામાં નિયમોના અંતર્ગત સ્વના અનુશાસન માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાલની મર્યાદા સહિત ગુણવ્રત અને શિક્ષાવ્રત આપેલાં છે જે ગૃહસ્થ ધર્મ માટે અણુવ્રતની સુરક્ષા અને વિકાસ માટે છે. તત્ત્વાર્થસૂત્રમાં નીચેનાં ગુણવ્રત અને શિક્ષાવ્રતનો નિર્દેશ કરેલો છે
दिग् - देशा - ऽनर्थदण्डविरति - सामायिक - पौषधोपवासोपभोग - परिभोगपरिमाणाऽतिथिसंविभागवतसंपन्नश्च ।।७.१६ ।।
તત્ત્વાર્થસૂત્ર અર્થ : આગારી વતીને (પાંચ અણુવ્રતો ઉપરાંત) દિગ્વિરતિ, દેશવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, પૌષધોપવાસ, ઉપભોગ-પરિભોગ પરિમાણ અને અતિથિ-સંવિભાગ એ સાત વતો હોય છે.
અષ્ટાંગ યોગના નિયમમાં ચોથો નિયમ જે તપ છે એનો ક્રિયાયોગમાં સમાવેશ કરાયેલો છે.
તપ: સ્વાધ્યાયેશ્વર પ્રUિTધાનાનિક્રિયાયો: In૨.૨ાા પા. યોગદર્શન એનું પ્રયોજન ક્લેશોને નબળા પાડવા અને સમાધિના સંસ્કારો પુષ્ટ કરવા
૨૮૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #312
--------------------------------------------------------------------------
________________
માટે છે. જૈનદર્શનમાં તપ બે પ્રકારે છે – બાહ્ય તપ અને અત્યંતર તપ. એના પાછા છ-છ ભેદો છે.
બાહ્ય તપના છ ભેદો – अनशना - ऽवमौदर्य - वृत्तिपरिसंख्यान - रसपरित्याग - વિવિવરીવ્હીસન - વાવેવત્તેરા બાદ તf: T૬.૨૨ાા તત્વાર્થસૂત્ર
અર્થ : અનશન, અવમોદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત શયાસન અને કાયક્લેશ એમ છ પ્રકારનાં બાહ્ય તપ છે.
અત્યંતર તપના છ ભેદો - પ્રાયશ્ચિત - વિનય - વૈયાવૃત્ય - સ્વાધ્યાય - વ્યુત્ય - સ્થાનીતુરF I૧.૨૦ |
તત્ત્વાર્થસૂત્ર અર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃજ્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ છ પ્રકારનાં અત્યંતર તપ છે.
અષ્ટાંગ યોગના બીજા ચરણ નિયમ'માં પાંચમો નિયમ ઈશ્વરપરિધાન છે. પાતંજલ દર્શનના વિદ્વાનો ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિ અને સ્થિરતાસ્વરૂપ સિદ્ધિ થાય છે એમ કહે છે. આ ઈશ્વર એટલે (યોગસૂત્રમાં) યોગદર્શનમાં જણાવ્યા પ્રમાણે ક્લેશ, કર્મ, વિપાક અને આશયથી અપરાકૃષ્ટ વિશેષ પ્રકારનો પુરુષ ક્લેશ એટલે જીવને (પુરૂષને) સંસારના વિવિધ દુ:ખો વડે જે પીડા કરે તે ક્લેશ કહેવાય છે. આ ક્લેશ પાંચ પ્રકારના છે – અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ સ્વરૂપ કર્મના આશયો એટલે કે સંસ્કારો ક્લેશનિમિત્તક છે. ક્લેશના કારણે થતા કર્મના સંસ્કારો આ જન્મ અને આવતા જન્મમાં ભોગવવા પડે છે. પાતંજલ દર્શનના મતે ઈશ્વરમાં અપ્રતિહત - સહજ એવું જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ આ ચારેય તત્ત્વ અનાદિકાળથી છે. ઈશ્વરમાં સાત્ત્વિક પરિણામ પરાકાષ્ઠાનો છે. તે પરિણામ ઇન્દ્રિય દ્વારા આવેલ નથી. કારણ કે ઇન્દ્રિયને ઘણી બધી મર્યાદા છે. ઇન્દ્રિયોની મદદ વિના ઉત્પન્ન થતાં જ્ઞાનાદિ પરિણામો અપરિમિત છે. પરાકાષ્ઠાનાં છે. માટે સર્વજ્ઞતાની સિદ્ધિ તેમાં થાય છે. એવી જ રીતે યોગદર્શનમાં કહેલ છે કે ઈશ્વર ગુરુઓના પરમગુરુ ઈશ્વર છે. કારણ કે ઈશ્વર સર્વદા વિદ્યમાન હોવાથી કાલ દ્વારા તેની કોઈ સીમા
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૩
Page #313
--------------------------------------------------------------------------
________________
નક્કી થઈ નથી. સર્વશક્તિસંપન્ન ઈશ્વરની ઇચ્છાનુસાર આખું જગત કર્મ મુજબ પ્રવર્તે છે, પરિણમે છે.
પાતંજલ યોગમાં ઈશ્વર અને ઈશ્વરનો અનુગ્રહ છે એના વિશે ઉપાધ્યાય યશોવિજયજી સમાલોચના કરતાં કહે છે કે ઈશ્વરના અનુગ્રહથી જ યોગ ઉત્પન્ન થાય છે. આ પાતંજલની વાત બરાબર નથી કારણ કે જે જીવમાં યોગ્યતા ન હોય તેવા જીવમાં ઈશ્વર યોગને ઉત્પન્ન ન કરી શકે. જેમ જડ એવા અણુને ઈશ્વર ક્યારેય પણ જીવ બનાવી શકતો નથી. વસ્તુનો મૂળભૂત સ્વભાવ ક્યારેય બદલાતો નથી. તેથી જીવ યોગ્યતાથી નિરપેક્ષ એવા કેવળ ઈશ્વરના અનુગ્રહથી જ જીવોને યોગસિદ્ધિ અને મોક્ષપ્રાપ્તિ પ્રાપ્ત થાય છે આ વાત બરાબર નથી. એવી જ રીતે જો ઈશ્વરમાં અનુગ્રહ કરવાનો સ્વભાવ એકસરખો હોય તો એકીસાથે બધા જીવોને યોગસિદ્ધિ, મુક્તિ મળી જાય. પણ એવું થતું નથી એટલે વ્યક્તિભેદ, આત્મભેદ ઈશ્વરમાં અનુગ્રહતા પણ વિભિન્ન પ્રકારની માનવી પડે. ઈશ્વરીય અનુગ્રહથી અમુક જીવને ફળ મળે છે, બીજાને બીજા પ્રકારનું ફળ મળે છે. આવી રીતે ઈશ્વરના અનુગ્રાહક સ્વભાવમાં વિવિધતા માનવી જરૂરી બને છે, જે પાતંજલ દર્શનને માન્ય નથી.
જૈનદર્શન અનુસાર સંસારમાં ભૂલા પડેલા અને ભટકતા નિરાધાર જીવો ઈશ્વરની આજ્ઞા - માર્ગદર્શન અનુસાર સ્વેચ્છાથી પ્રવૃત્તિ કરે તો આ ભવ અટવીથી પાર પામે છે એને ઈશ્વરનો અનુગ્રહ માને છે. ઈશ્વર એટલે કે અરિહંત જીવોને મોક્ષમાર્ગ દેખાડે છે. આરાધક જીવો પોતાની ઇચ્છાથી ઈશ્વરે બતાવેલ માર્ગ ઉપર ચાલી સંસારસાગર પાર પામી મોક્ષપ્રાપ્તિ કરે છે. ઈશ્વરના ગુણોનું સ્મરણ કરવાથી સાધક યોગમાર્ગમાં આગળ વધી પોતે ઈશ્વર બની શકે છે. આ રીતનો અનુગ્રહ જૈનદર્શનને માન્ય છે પણ ઈશ્વર પોતે જ જીવોને સ્વર્ગે મોકલે છે. આ વાત માન્ય નથી.
જૈનદર્શન પ્રમાણે આ સૃષ્ટિ અનાદિ-અનંત છે. અર્થાત્ આ સૃષ્ટિની ઉત્પત્તિ કે લયનો કોઈ અવકાશ નથી. અને કર્તા-સંહર્તા રૂપે ઈશ્વર જેવી કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં નથી. પ્રત્યેક જીવ એના વર્તમાન પર્યાયનો પોતે જ કર્તા છે. અને પ્રત્યેક જીવમાં પરમાત્મતત્ત્વ રહેલું છે. પોતે પુરુષાર્થ કરી વર્તમાન બદ્ધ પર્યાયથી મુક્ત બની શકે છે અને પોતામાં રહેલા પરમાત્મતત્ત્વને સંપૂર્ણ પ્રગટ કરી પરમાત્મા
૨૮૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #314
--------------------------------------------------------------------------
________________
બની શકે છે. જૈનદર્શનમાં બધાય મુક્ત જીવો (જે સિદ્ધ તરીકે ઓળખાય છે.) સમાનભાવે ઈશ્વર તરીકે ઉપાસ્ય છે. આમ જૈનદર્શનમાં ઈશ્વરનું સ્થાન અરિહંત કે સિદ્ધનું છે જે અનાદિકાળથી સદા મુક્ત એવા ઈશ્વરનું નથી પણ સંસારી જીવ જે પોતાના પુરુષાર્થથી એ પદ પ્રાપ્ત કરી શક્યા છે.
યોગના તૃતીય અંગ ‘આસનનું મહત્ત્વ સાધના માટે શરીરને સ્થિર કરવાનું છે. મનની સ્થિરતા કરવા માટે શરીરની નિશ્ચલતાની જરૂર છે જે આસનથી સિદ્ધ થાય છે. શરીર નિશ્ચલ રહે અને મન પ્રસન્ન રહે એવી રીતે શરીરને રાખીને બેસવું તે આસન કહેવાય છે. અષ્ટાંગ યોગના આગળના અંગ પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાનના અભ્યાસ માટે શરીરની સ્થિરતા આવશ્યક છે. એટલે પાતંજલ યોગ અને જૈન યોગ આ બંને પરંપરામાં ‘આસન'ને સ્થાન આપ્યું છે. આચાર્ય હેમચંદ્ર યોગશાસ્ત્ર'માં ધ્યાનની સિદ્ધિ કરવા માટે આસનનો જય કરવાનું અર્થાત્ યોગ્ય આસન કરવાનું કહે છે.
‘પ્રાણાયામ’ એ અષ્ટાંગ યોગનું મહત્ત્વનું અંગ છે. શ્વાસ-પ્રશ્વાસની ગતિનો શાસ્ત્રોક્ત રીતે નિરોધ કરવો તે પ્રાણાયામ છે.
તસ્મિન્ સતિ શ્રીસ શ્વાસયોતિવિચ્છે: પ્રાપITયામ: ૨.૪૧ પા.યો.
પ્રાણાયામ વડે ચિત્તની સ્થિરતા થાય છે જે ધ્યાનની સાધના માટે જરૂરી છે. જૈન યોગમાં પ્રાણાયામ અર્થાત્ ભાવ-પ્રાણાયામ એવો અર્થ લીધો છે.
આત્મામાંથી પરભાવોનો ત્યાગ કરવો તે રેચક ભાવ-પ્રાણાયામ. આત્મામાં અંતરાત્મભાવ પ્રગટાવવો તે પૂરક ભાવ-પ્રાણાયામ. આત્માને સ્વભાવદશામાં સ્થિર કરવો તે કુંભક ભાવ-પ્રાણાયામ.
પાતંજલ મુનિ યોગદર્શન'માં પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું અર્થાત્ બુદ્ધિસત્ત્વનું (જ્ઞાન, દર્શનને રોકનારું) જે આવરણ છે તે ક્ષય પામે છે એમ કહે છે. પ્રાણાયામની સિદ્ધિ થવાથી વિવેકના કારણરૂપ બુદ્ધિસત્ત્વના પ્રકાશનું પાપરૂપ અને ક્લેશરૂપ આવરણ ક્ષય પામે છે. પ્રાણાયામથી શરીર નિરોગી બને છે. પરંતુ જૈનદર્શન પ્રમાણે સમ્યગુ ચારિત્ર, જ્ઞાન, દર્શન સંબંધી આચારવિચાર, વિનય, અભ્યાસ, તપ, દેવગુરુસેવા આદિ વિના જ્ઞાન, દર્શનરૂપ આત્મપ્રકાશ પ્રગટતો નથી. પ્રાણાયામ દૈહિક ક્રિયા છે એનાથી આત્મશુદ્ધિ થતી નથી પરંતુ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૫
Page #315
--------------------------------------------------------------------------
________________
સમ્યગૂ પ્રકારે દેવ ગુરુધર્મની શ્રદ્ધા, ચારિત્ર તથા જ્ઞાનનો અભ્યાસ સત્વગુરુના સાન્નિધ્યમાં કરવાથી પ્રકાશાવરણનો ક્ષય થાય છે. આચાર્ય હેમચંદ્ર અને આચાર્ય શુભચંદ્ર પ્રાણાયામને મોક્ષના સાધન તરીકે નિષેધ કરે છે પરંતુ ધ્યાનની સિદ્ધિ અને મનની એકાગ્રતા થવા માટે એની આવશ્યકતા બતાવી છે.
પ્રત્યાહાર’ જૈનદર્શનમાં પ્રતિસલીનતા’ તપની સમકક્ષ છે. બેઉ પરંપરામાં ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો નિરોધ કરી એને અંતર્મુખ કરવાનું કહ્યું છે. પતંજલિ મુનિ યોગદર્શનમાં પ્રત્યાહાર કોને કહેવાય તે સમજાવતાં કહે છે –:
स्वविषया सम्प्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः
પાર.૧૪. પાતંજલ યોગદર્શન અર્થ : પોતાના ચિત્તને પાંચ ઇન્દ્રિયોના વિષયથી પાછું ખેંચવું અને મનના સંકલ્પ-વિકલ્પથી મનને પાછુ વાળીને આત્મસ્વરૂપમાં અનુકૂળ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે. જ્યારે આચાર્ય હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ કહે છે -
इंद्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशांतधीः । धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीतनिश्चलम् ।।६.६।।
અર્થ : ઇન્દ્રિયો સહિત મન વિષયોથી ખેંચી લઈ ધર્મધ્યાન કરવા માટે મનને નિશ્ચલ કરવું.
અર્થાત્ પ્રત્યાહારમાં શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ વગેરેને ગ્રહણ કરી મનને વ્યાકુળ બનાવનારી જે ઇન્દ્રિયો છે તેમાંથી અર્થાત્ પાંચ ઇન્દ્રિયોના વિષયોથી વાળી મનને સંકલ્પ-વિકલ્પથી દૂર કરીને આત્મસ્વરૂપમાં સ્થિર કરવા તૈયાર કરાય છે.
આવી રીતે પ્રત્યાહાર આ યોગનું અંગ સિદ્ધ થયા પછી યોગનું છઠ્ઠું અંગ ધારણા આવે છે. પ્રત્યાહારથી ચિત્તને ઇન્દ્રિયોના પાંચ વિષયમાંથી ખેંચી મનને એક સ્થળે કરવું એ ધારણા છે.
હેરાવળ્યશ્ચિત્ત) ઘા૨UTI Tરૂ.૨ાા પાતંજલ યોગદર્શન
૨૮૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #316
--------------------------------------------------------------------------
________________
અષ્ટાંગ યોગમાં ધારણા પછી ધ્યાનનું સ્થાન આવે છે જે ઘણું જ મહત્ત્વનું છે. એક જ વિષયમાં – ધ્યેયસ્થાનમાં ચિત્તવૃત્તિ એકાગ્ર થાય, અર્થાત્ તે જ વિષયમાં વૃત્તિનો પ્રવાહ એકધારો વહેવા માંડે તે અવસ્થાને ધ્યાન કહે છે. ધ્યાન દ્વારા મનની વૃત્તિઓના તરંગો લય પામે છે. ધ્યાનના દીર્ઘકાળ અભ્યાસથી રાગ-દ્વેષ આદિ વૃત્તિઓનું શમન થાય છે. જૈનદર્શનમાં ધ્યાનને આધ્યાત્મિક વિકાસની ચાવી કહી છે. ધ્યાનનું લક્ષણ પતંજલિ મુનિ નીચે પ્રમાણે કહે છે –
तत्र पत्ययैकतानता ध्यानम् ।।२।।
અર્થ : તેમાં (અર્થાત્ ધારણાના પ્રદેશમાં) વૃત્તિઓની એકાગ્રતા તે ધ્યાન કહેવાય છે. અર્થાત્ ધારણામાં જે ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરેલી છે તે જ વિષયને આલંબન કરી ચિત્તવૃત્તિઓની એકાગ્રતા કરવી તે ધ્યાન છે. દીર્ઘકાલપર્યત, અંતરાયરહિત જ્યારે ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે ત્યારે સાધક અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ સમાધિ પ્રાપ્ત કરે છે -
तदे वार्थमात्रनिर्भासं स्वरुपशून्यमिव समाधिः ।।३.३।।
અર્થ : તે ધ્યાનમાં) ધ્યેયરૂપ એક અર્થમાં લીન થઈને બાહ્ય ધ્યાન, ધ્યાતાના (સ્વરૂપને ભૂલી જવું) સ્વરૂપથી રહિત થવું એ સમાધિ કહેવાય છે.
જ્યારે સાધક અર્થાત્ ધ્યાતા દીર્ઘકાલપર્યત ધ્યાનના અભ્યાસમાં લીન થઈ જાય છે ત્યારે ધ્યાતા અને ધ્યાનની પ્રતીતિ ક્ષીણ થઈ જાય છે. એની એકાગ્ર થયેલી ચિત્તવૃત્તિ માત્ર ધ્યેય રૂપે જ જણાય છે, ધ્યેયમાત્રનું જ સ્કૂરણ જેમાં હોય છે તે સમાધિ છે. અને આ ત્રણ – ધારણા, ધ્યાન અને સમાધિની એકાગ્રતા થાય, એને પાતંજલ યોગદર્શનમાં સંયમ કહ્યું છે. અર્થાત્ ધ્યાન, ધ્યાતા અને ધ્યેયનું જ્યારે અભેદભાવે એકત્વ થાય, બહિરાત્મભાવ ત્યજાય, આત્મસ્વરૂપનું જ્ઞાન જાગે, તેના યોગે પરમાત્માને ધ્યેય કરી તેના ધ્યાનમાં ધ્યાતા બની એકરૂપ બની જાય તેને યોગદર્શનમાં સંયમ કહે છે. ધારણા, ધ્યાન, સમાધિ એ ત્રણ અંતરંગ યોગો છે. તેની પ્રાપ્તિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર આ પાંચ અંગો જે બાહ્યયોગરૂપ છે તેનાથી થાય છે. ધારણા, ધ્યાન અને સમાધિનો અભ્યાસ આલંબનના બળથી થાય છે એ સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે. જ્યારે અસંપ્રજ્ઞાત યોગ એ ધ્યેયરૂપ આલંબન વિનાનો હોય છે. અહીં ધારણા, ધ્યાન
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૭
Page #317
--------------------------------------------------------------------------
________________
અને સમાધિ જે સંપ્રજ્ઞાત યોગનાં અંતરંગ સાધન છે અને અસંપ્રજ્ઞાત યોગના બહિરંગ સાધન છે. અસંપ્રજ્ઞાતયોગ એ જ નિર્ભુજ સમાધિ છે, એને જ અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે.
જેનયોગમાં ધ્યાનનું વિશિષ્ટ સ્થાન છે. મોક્ષપ્રાપ્તિ થવી એ ધ્યાન વિના સંભવ નથી. પાતંજલ યોગદર્શનનું છછું અંગ ધારણા; અને અંતિમ ‘સમાધિ એ
ધ્યાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. જૈનદર્શનમાં સમાધિને પણ ધ્યાનરૂપ જ માનેલું છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાધિ છે. મોક્ષપ્રાપ્તિ માટે બે શુભધ્યાન છે - ધર્મધ્યાન અને શુક્લધ્યાન. ધર્મધ્યાનના ભેદ છે – આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય. એવી જ રીતે ‘યોગશાસ્ત્ર’ અને ‘જ્ઞાનાવમાં ધર્મધ્યાનના પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત આ ચાર પ્રકારના ભેદ પણ બતાવ્યા છે. પિંડસ્થ ધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ એમ પાંચ પ્રકારની ધારણાઓ હોય છે. ધર્મધ્યાનથી નિર્જરા થાય છે. અને પરંપરાએ શુક્લધ્યાન પ્રાપ્ત થઈ મોક્ષપ્રાપ્તિમાં કારણભૂત થાય છે. શુક્લધ્યાનના ચાર ભેદ કહ્યા છે – પૃથકત્વવિતર્ક સવિચાર, એક–વિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ અને વ્યુપરત ક્રિયાનિવૃત્તિ. પ્રથમના બે ભેદ - પૃથકત્વવિતર્ક સવિચાર અને એકત્વવિતર્કઅવિચાર એ પાતંજલ યોગ સંમત સંપ્રજ્ઞાત સમાધિના સદશ છે. કારણ કે સંપ્રજ્ઞાત યોગ આલંબનના બળથી થાય છે અને પ્રથમના બે શુક્લધ્યાન શ્રુતના આલંબનપૂર્વક હોય છે. શુક્લધ્યાનના પછીના બે ભેદ – સૂક્ષ્મક્રિયા પ્રતિપાતિ અને સમુચ્છિન્ન ક્રિયાનિવૃત્તિ એ અસંપ્રજ્ઞાત સમાધિના સદશ બતાવેલા છે. અસંપ્રજ્ઞાત સમાધિ એ ધ્યેયરૂપ આલંબન વિનાની નિર્બીજ સમાધિ છે. શુક્લધ્યાનના આ છેલ્લા બે ધ્યાન સર્વ આલંબનરહિત હોય છે અને એ સર્વ દોષરહિત જેને નિર્મળ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયું છે એને હોય છે.
પતંજલિ ઋષિ યોગદર્શનમાં યોગનું લક્ષણ કહે છે - યોfશ્ચત્તવૃત્તિનિરોધઃ ાિ.૨ાા પાતંજલ યોગદર્શન અર્થ : ચિત્તવૃત્તિનો વિરોધ કરવો તે યોગ કહેવાય છે. ચિત્તમાં પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ આ પાંચ પ્રકારની
૨૮૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #318
--------------------------------------------------------------------------
________________
વૃત્તિઓ કાયમ ઊઠતી હોય છે. આ ચિત્તવૃત્તિઓ ક્લિષ્ટ અને અશ્લિષ્ટ એમ બે પ્રકારની હોય છે. ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો વિરોધ કરવો તે સંપ્રજ્ઞાત યોગ કહેવાય છે, જ્યારે અક્લિષ્ટ ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે અસંપ્રજ્ઞાત યોગ કહેવાય છે.
યોગસાધના માટે આ પાંચે વૃત્તિઓનો નિરોધ કરવો આવશ્યક છે. કારણ કે પાંચે વૃત્તિઓ ચિત્તને વારંવાર બહાર ઘસડી જાય છે. એટલે વૃત્તિઓના નિરોધથી ઇન્દ્રિયો પરાજિત થાય ત્યારે દૃષ્ટા આત્માસ્વરૂપમાં સ્થિર થાય.
ઉપાધ્યાય યશોવિજયજી પતંજલિ ઋષિએ કહેલ યોગલક્ષણને અધૂરો બતાવે છે. તે કહે છે - “
વિષ્ણચિત્તવૃત્તિનિરોથો યો :” એ લક્ષણ યોગ્ય છે. ક્લિષ્ટ અર્થાત્ રાજસ અને તામસ વૃત્તિથી યુક્ત જે ચિત્તવૃત્તિ હોય તેને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ધર્મ-વ્યાપારથી રોકવી અથવા આસવનો નિરોધ કરવો તે સંવરરૂપ યોગ છે.
“समितिगुप्तिसाधारणधर्मव्यापारत्वमेव योगत्वम् ”
પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિરૂપ સાધારણ ધર્મનો વ્યાપાર જે ક્રિયાનુષ્ઠાનમાં સંભવતો હોય તે યોગ છે. એવી જ રીતે હરિભદ્રસૂરિ ‘યોગવિંશિકા'માં કહે છેमुक्खेण जोयणाओ, जोगो सव्वो वि धम्मवावारो ।।१।।
યોગવિંશિકા મોક્ષમાર્ગમાં જે યોજના કરાવે તે સર્વ પ્રકારનો ધર્મવ્યાપાર તે યોગ કહેવાય છે. આવી રીતે ધર્મવ્યાપાર આદરવો અને સમિતિ, ગુપ્તિ વડે આસવનો નિરોધ કરવો તે યોગ વડે ચિત્તની ક્લિષ્ટ પ્રવૃત્તિ રોકાય છે, અનુક્રમે અક્લિષ્ટ પ્રવૃત્તિ પણ રોકાય છે. જેથી આત્મા નિર્વાણ પદ પ્રાપ્ત કરી શકે છે.
પાતંજલ મત પ્રમાણે ચિત્તના પાંચ પ્રકાર છે – ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એમની માન્યતા પ્રમાણે માત્ર એકાગ્ર અને નિરુદ્ધ દશામાં જ સમાધિ અર્થાત્ યોગ હોય છે. વિક્ષિપ્ત ચિત્તમાં યોગનો ફક્ત આરંભ જ હોય છે અને ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં તો વ્યુત્થાન દશા જ છે. આ ત્રણેય અવસ્થાઓ સમાધિમાં ઉપયોગી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ આ બે જ ચિત્તદશા સમાધિમાં ઉપયોગી થાય છે કારણ કે તેમાં સત્ત્વગુણનો અતિરેક હોય છે અને અહીં ચિત્ત લાંબા સમય સુધી દીપકની જેમ સ્થિર થઈ શકે છે. ચિત્ત એકાગ્ર હોય તેને જ
'જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૮૯
Page #319
--------------------------------------------------------------------------
________________
સંપ્રજ્ઞાત યોગ અથવા સબીજ યોગ પણ કહે છે. જ્યારે નિરુદ્ધ ચિત્તમાં વૃત્તિમાત્રનો અભાવ થયો હોય છે, એમાં માત્ર સંસ્કાર જ શેષ રહેલા હોય છે. તે નિરુદ્ધ અવસ્થાને જ અસંપ્રજ્ઞાત યોગ અથવા નિર્બેજ સમાધિ કહેવાય છે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં સત્ત્વ ગુણનો ઉત્કર્ષ જ નથી તથા વિક્ષિપ્ત ચિત્તમાં સ્થિરતા નથી માટે તે ચિત્ત સમાધિમાં ઉપયોગી નથી.
ઉપાધ્યાય યશોવિજયજી પાતંજલ મત સાથે સહમત થતા નથી. કારણ કે ઘટ બનાવવાની ક્રિયા માટીનો પિંડ બનાવવાથી શરૂ થાય છે. જ્યાં સુધી ઘટ બને નહિ ત્યાં સુધીની ક્રિયામાં અંશાત્મક ઘટ ઉત્પન્ન થાય જ છે. વિક્ષિપ્ત ચિત્તમાં સત્ત્વગુણના ઉદ્રેકથી યોગનો આરંભ થાય જ છે. એટલે એ સમયે પણ કર્મ નિર્જરારૂપ ફળ તો પ્રાપ્ત થાય જ છે. તે રીતે વિક્ષિપ્ત ચિત્તમાં અંશાત્મક યોગ માનીએ તો જ તેના પરિણામે નિરુદ્ધ અવસ્થામાં સંપૂર્ણ યોગ પ્રગટ થાય. માટે વિક્ષિપ્ત ચિત્તને પણ યોગસ્વરૂપ માનવું જોઈએ. આ નિશ્ચયનયનું તાત્પર્ય છે. (જેનદર્શનમાં નિશ્ચયનયના અભિપ્રાય મુજબ કરાતું પણ કાર્ય કરાયેલ કહેવાય છે.)
ઋષિ પતંજલિએ ચિત્તની શુદ્ધિ માટે ચાર ભાવનાઓ કહી છે. मैत्री करुणा मुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चितप्रसादनम् ।।१.३३ ।। અર્થ : સાધકે સુખીમાં મૈત્રીની, દુઃખીમાં કરુણાની, પુણ્યવાનમાં મુદિતાની અને પાપીમાં ઉપેક્ષાની ભાવનાથી ચિત્તના દોષોની નિવૃત્તિ કરવી.
મૈત્રી - સુખી મનુષ્યોની ઈર્ષ્યા ન કરતાં તેમની સાથે મૈત્રી રાખવી. કરૂણા - દુઃખી મનુષ્યો પ્રત્યે દયાની ભાવના રાખવી. મુદિતા - પુણ્યાશાળીને જોઈને પ્રસન્નતા અનુભવવી.
ઉપેક્ષા - પાપી મનુષ્યનો તિરસ્કાર ન કરતાં તેમના પાપ પ્રત્યે ઉદાસીનતા દાખવવી.
જૈનદર્શનમાં આત્મભાવમાં સ્થિરતા લાવવા આ જ ચાર ભાવનાનો ઉલ્લેખ કરાયેલો છે.
૨૯૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #320
--------------------------------------------------------------------------
________________
मैत्रीप्रमोदकारुण्य - माध्यस्तपरिचिन्तनम् । સમુITઘવિરૃરય - મીનાડપ્રજ્ઞાપ્યોવરમ્ II૪૦૨ાા યોગબિંદુ
જૈનદર્શનમાં મૈત્રી વધારે સુક્ષ્મ રીતે બતાવેલી છે. પ્રાણીમાત્ર સાથે એટલે છ કાયના બધા જીવો સાથે મૈત્રીભાવ કેળવવાનું કહેલું છે જ્યારે પાતંજલ યોગસૂત્રમાં સુખી પ્રાણી સાથે મૈત્રી બતાવવામાં આવી છે.
યોગલક્ષણ અને ચિત્તવૃત્તિ પર પાતંજલ યોગદર્શન અને જૈન દર્શનના (Views) વિચાર્યા પછી બેઉ દર્શનમાં યોગનું મહાભ્ય દર્શાવેલું છે. યોગ મોક્ષની કેડી છે. વિદ્ગોને શાંત કરનાર છે. યોગરૂપ કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરલોકમાં અભ્યદય થાય છે, પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. આવા યોગનું ફળ યોગસૂત્રમાં કહે છે – પાતંજલ દર્શન મુજબ સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિને એક વિષયમાં કેન્દ્રિત કરવાં. આ સંયમનો અભ્યાસ કરવાથી ખરેખર હેય-શેય વિષયોમાં પ્રજ્ઞાનો ફેલાવો થતો જાય છે. અલગ અલગ રીતે સંયમ કરવાથી અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. યોગસૂત્રમાં કહ્યું કે, ત્રણ પ્રકારનાં પરિણામો (ધર્મસ્વરૂપ પરિણામ, લક્ષણસ્વરૂપ પરિણામ, અવસ્થારૂપ પરિણામ) પર સંયમ કરવાથી અતીતકાલીને અને અનાગતકાલીન વિષયનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ-બુદ્ધિ સંબંધી સંયમ કરવાથી હંસ, મૃગ, સાપ વગેરે તમામ જીવોના શબ્દનું જ્ઞાન થાય છે. કર્મના ભેદો વિશે સંયમ કરવાથી અરિષ્ટ દ્વારા મૃત્યુનું જ્ઞાન થાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાઓ વિશે સંયમ કરવાથી તે તે ભાવનાઓ બળવાન બને છે. હાથી વગેરેના બળને વિશે સંયમ કરવાથી હાથી વગેરેની તાકાત યોગીમાં પ્રગટે છે. આવી રીતે અનેક પ્રકારની લબ્ધિઓ, અણિમા-મહિમાદિ આઠ ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ, અનેક સિદ્ધિઓ યોગસૂત્રમાં બતાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે.
આની સમીક્ષા કરતાં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે આ સિદ્ધિઓમાં જે વૈવિધ્ય છે તેનું કારણ કર્મનો ક્ષયોપશમ છે. આ સિદ્ધિઓને જ્ઞાનસિદ્ધિ અને શક્તિસિદ્ધિ એમ બે પ્રકારની સિદ્ધિ કહી શકાય. જે જ્ઞાનસિદ્ધિ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. અને હાથી વગેરે જેવું બળ મળવારૂપ જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી થાય છે. પાતંજલ
( જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૧
Page #321
--------------------------------------------------------------------------
________________
યોગદર્શનમાં સંયમ શબ્દનો અર્થ છે - કોઈ પણ એક જ વિષયમાં ધારણા, ધ્યાન-સમાધિની એકાગ્રતા. જ્યારે જૈનદર્શનમાં સંયમ એટલે સદોષ પ્રવૃત્તિનો ત્યાગ અને શાસ્ત્રવિહિત પ્રવૃત્તિનો સમન્વય. સયમ- સારી રીતે યમ પાળવા, ઇન્દ્રિયોને તથા મનને અશુભ પ્રવૃત્તિમાં જતી રોકવી તે સંવર અથવા સંયમ છે. આત્માને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે પાપના સ્થાનકરૂપ આસવને આવતા રોકવા તેને સંયમ કહેવાય છે. આવા સંયમથી જ ઉ૫૨ની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. પાતંજલ દર્શનમાન્ય સંયમથી મનની એકાગ્રતા આવી શકે પરંતુ મોહનીય કર્મનો ક્ષય કે ક્ષયોપશમ ન થઈ શકે. કારણ કે તેમાં આત્મવિશુદ્ધિનું પ્રણિધાન જ ભળતું નથી. જૈનદર્શન પ્રમાણે શાસ્ત્રવિહિત અનુષ્ઠાનનું પ્રણિધાન ક૨વાસ્વરૂપ સંયમથી જ મોહનીય કર્મનો ક્ષય થતાં શેષ રહેલા ઘાતી કર્મનો નાશ થતાં સર્વ વિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે.
ઉપાધ્યાય યશોવિજયજી જૈનદર્શન મુજબ યોગનું મહાત્મ્ય જણાવતાં કહે છે કે પ્રાયશ્ચિત્ત પાપનું નાશક છે. માટે પૂર્વજન્મમાં કરેલાં પાપાદિ કર્મોનું પ્રાયશ્ચિત્ પણ યોગ છે. તથા અંતઃકોટાકોટીની સ્થિતિવાળાં કર્મોનો નાશ કરવામાં સહાયક ધર્મસંન્યાસ પણ યોગ છે. તેવા યોગથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે. જ્ઞાન, ક્રિયા, પ્રાયશ્ચિત્ત વગેરે પણ યોગ છે. વૃક્ષોને જેમ આગ સળગાવે છે તેમ યોગથી કુટિલ એવાં કર્મોનો નાશ થાય છે.
ભરતચક્રીએ આ યોગના બળે જ અરીસા મહેલમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પૂર્વે કદાપિ ધર્મ ન મેળવવા છતાં આ યોગના પ્રભાવથી જ મરુદેવા માતાએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
ન
આચાર્ય હરિભદ્ર અને પાતંજલના યોગ વિશેના વિચારો ઃ
આચાર્ય હરિભદ્રસૂરિએ એમના યોગવિષયક ગ્રંથ ‘યોગબિંદુ’માં યોગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદ કર્યા છે. એમણે આ યોગભેદોની પાતંજલકૃત યોગભેદ સાથે તુલના કરી છે. તેમાં 8સમતાયોગને પતંજલિ મુનિ સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહે છે અને છેલ્લા વૃત્તિસંક્ષય યોગને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. વૃત્તિનો સંક્ષય એટલે આત્માને લાગેલાં મોહમાયારૂપ કર્મોનો નાશ કરવો તે. અહીં આત્મા સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ કરવારૂપ
9
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૯૨
Page #322
--------------------------------------------------------------------------
________________
વૃત્તિ-નિરોધ રૂપે સમાધિ યોગને પ્રાપ્ત કરે છે. યોગીનું અશેષ ભાવમન અને જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મ ને વૃત્તિનો નાશ થઈ યોગી આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ કરે છે તેવા યોગીની સ્વરૂપસ્થિતિ અસંપ્રજ્ઞાત સમાધિયોગ કહેવાય છે.
એવી જ રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ એમના યોગવિષયક બીજા ગ્રંથ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં યોગી સંપૂર્ણ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે ત્યાં સુધી આત્માનો ક્રમિક વિકાસક્રમ સમજાવવા માટે એને આઠ ભૂમિકામાં વહેંચ્યો છે જે યોગદષ્ટિ કહેવાય છે. આ આઠ યોગદૃષ્ટિનો એમણે પાતંજલના અષ્ટાંગ યોગના એક એક અંગ સાથે સમન્વય કર્યો છે. એને આવી રીતે એમણે જૈન યોગ અને પાતંજલ યોગદર્શનનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.
યોગદર્શન અને જૈન દર્શન બંનેનું લક્ષ એક જ છે - મોક્ષ અથવા મુક્તિ જે યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગદર્શનમાં અષ્ટાંગ યોગ દ્વારા છેલ્લું અંગ કે જે સમાધિ છે તેના દ્વારા કેવલ્યની પ્રાપ્તિ થાય છે. એ જ જૈનદર્શનમાં ધ્યાનયોગ દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પાતંજલ દર્શનમાં આ ધ્યાનયોગની પ્રાપ્તિ માટે અષ્ટાંગ યોગના ક્રમશ: એક એક પગથિયાં બતાવેલાં છે. ધ્યાનયોગ સુધી પહોંચવું હોય તો આચરણમાં યમ, નિયમ જરૂરી છે. કાયાની સ્થિરતા માટે આસન જરૂરી છે, જે મનની સ્થિરતા માટે પણ જરૂરી છે. જ્યારે પ્રાણાયામ વડે ચિત્તની સ્થિરતા થાય છે. ચિત્તને એક સ્થાને સ્થિર કરવા માટે પ્રથમ ચિત્તને પાંચ ઇન્દ્રિયોના વિષયોથી તેમજ મનના સંકલ્પ વિકલ્પથી પાછું ખેંચવાની જરૂર છે. તો જ તેને આત્મસ્વરૂપમાં સ્થિર કરી શકાય. અષ્ટાંગ યોગના પાંચમા અંગ - પ્રત્યાહાર - થી મનને ઇંદ્રિયોના વિષયોથી પાછું ખેંચી શકાય છે. એના પછી છઠું અંગ ધારણા આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન માટે ચિત્તને પ્રથમ એક સ્થાને સ્થિર કરવાની આવશ્યકતા છે જે ધારણાથી સિદ્ધ થાય છે. અને ધ્યાન એટલે ધારણાના જે ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરેલી છે તે જ વિષયને આલંબન કરી ત્યાં એકાગ્રતા કરવી. આવી રીતે ધ્યાનનો દીર્ઘકાલપર્યત, અંતરાયરહિત અભ્યાસ કરવામાં આવે ત્યારે અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ - સમાધિ પ્રાપ્ત થાય છે.
જૈનદર્શનમાં અષ્ટાંગ યોગનું છઠું અંગ ધારણા અને અંતિમ અંગ સમાધિ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૩
Page #323
--------------------------------------------------------------------------
________________
એ ધ્યાનમાં જ સમાવિષ્ટ થાય છે. જેનદર્શનમાં સમાધિને પણ ધ્યાનરૂપ જ માનેલું છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ સમાધિ છે.
આવી રીતે પાતંજલ યોગદર્શન અને જૈનદર્શન બંનેનું અંતિમ લક્ષ્ય મુક્તિ છે તે માટે પહોંચવાનો માર્ગ જે ધ્યાનયોગ છે તે એક જ છે. પરંતુ જુદી જુદી રીતે તેનું નિરૂપણ કરેલું છે.
જૈન દર્શનની વિશિષ્ટતા - સ્વસ્વરૂપનું ધ્યાન.
આવી રીતે આ યોગ-સાધનાનો માર્ગ વિચારીએ તો જે સાધનાથી આત્માની શક્તિનો વિકાસ થઈ, આત્મા પૂર્ણ સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય, આત્મા-પરમાત્મા બને, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે એ યોગસાધના છે. એના માટેનું યોગશાસ્ત્ર જે કોઈ પણ દર્શનનું હોય પણ એનું લક્ષ્ય આત્મશુદ્ધિનું જ છે. આત્મશુદ્ધિ માટે યોગસાધના જરૂરી છે. છતાં પણ પાતંજલ યોગદર્શનના યોગનો ધ્યેય ચિત્ત અને વૃત્તિના નિરોધ પૂરતો છે. પણ જૈનદર્શનની યોગસાધના માત્ર ચિત્તવૃત્તિનો વિરોધ કરીને વિરમતી નથી. ચિત્તવૃત્તિનિરોધ પછી એતો ચિત્તવૃત્તિનાં મૂળભૂત કારણો અને તેનો નાશ કરી વીતરાગતાની પરાકાષ્ઠા અને આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે.
૨૯૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #324
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ 1. અયનાdifમ વિઝીવો, વદ્દેતો નો ન પાડેઈઝુ મોભd. जो तव संयममइए जोए न चएइ वोढं जे ।।९०।।
આવશ્યક સૂત્ર નિર્યુક્તિ અર્થ : જે સાધક તપ-સંયમમય યોગમાં તત્પર બનતો નથી તે એકલા શ્રુતજ્ઞાનના આલંબનથી મોક્ષ પામી શકતો નથી અર્થાત્ શ્રુતજ્ઞાન સાથે તપ-સંયમરૂપ યોગસાધના કરે તો જ તે પોતાના પૂર્ણ-શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. निव्वाण साहए जोगे, जम्हा साहेति साहुणो । सम्मा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ।।१०१०।।
આવશ્યક સૂત્ર નિર્યુક્તિ જેઓ નિર્વાણ - મોક્ષસાધક સમ્યગૂ દર્શન - જ્ઞાનાદિ યોગોની સાધના કરે છે અને જીવમાત્ર પ્રત્યે સમાનભાવ-આત્મતુલ્યભાવ ધારણ કરે છે, તે ભાવસાધુ કહેવાય છે.
2. તરાસ્થાપિતોષવીનક્ષ વૈવલ્યમ્ IIરૂ.૫૦ના પાતંજલ યોગસૂત્ર
તદ્માવર્જિયો માવો હા તો વચમ્ ાર. ૨૫Tી પાતંજલ યોગસૂત્ર 3. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या ।।२.५।।
પાતંજલ યોગસૂત્ર અનિત્ય, અપવિત્ર, દુ:ખ અને અનાત્મામાં નિત્ય, પવિત્ર, સુખ અને
આત્માનું જ્ઞાન તે અવિદ્યા છે. 4. વિવે+ધ્યાતિરવિવી હાનોપાય: In૨.૨૬ાા
પાતંજલ યોગસૂત્ર અર્થ : મિથ્યાજ્ઞાનથી રહિત વિવેકખ્યાતિ એ હાનનો ઉપાય છે. (વિપ્લવ એટલે મિથ્યાજ્ઞાન અને અવિપ્લવ એટલે મિથ્યાજ્ઞાનથી રહિત)
'જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૫
Page #325
--------------------------------------------------------------------------
________________
5. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहायमः ।।२.३०।।
પાતંજલ યોગસૂત્ર अर्थ : डिंसा, सत्य, अस्तेय, प्राय अने अपरियड से यमो छ. 6. शौचसन्तोषतपः स्वाध्यायेश्वर प्रणिधानानि नियमाः ।।२.३२।।
અર્થ : પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ પાંચ
नियमो छ. 7. ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલ પાતંજલ યોગદર્શનની ટીકામાં સૂત્ર
१.१७ भने १.१८ मा छ : तत्र पृथक्त्व वितर्क सविचारैकत्व वितर्का विचारव्य शुक्लध्यान ।
भेदद्वये संप्रज्ञातः समाधिर्वृत्यर्थानां सम्यग्ज्ञानात् ।। 8. समाधिरेष एवान्यैः सम्प्रज्ञातोऽभिधीयते ।
सम्यक्प्रकर्षरुपेण, वृत्यर्थज्ञानतस्तथा ।।४१९।। योगबिंदु 9. असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः ।।।
निरुध्दाशेषवृत्यादि, तत्स्वरुपानुवेधतः ।।४२१।। योगबिंदु
૨૯૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
Page #326
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈનદર્શન પરમ આસ્તિકમોસેકલક્ષી છે. મોક્ષ પ્રાપ્ત કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા માર્ગ એ જ યોગ છે. મોક્ષનો મુખ્ય હેતુ યોગ છે. નિમિત્ત હેતુ તો ગૌણ કહેવાય છે. યોગ મોક્ષનું ઉપાદાન કારણ છે. મોક્ષ પ્રાપ્યાર્થે યોગમાર્ગ છે. મોક્ષ એ જ સર્વ દર્શનોનું નિશ્ચિત સાધ્ય-ધ્યેય છે. તેના સાધનરૂપ આ યોગમાર્ગ પણ એક જ છે. અને તે શમપરાયણ-શમનિષ્ઠ એવો યોગમાર્ગ છે. શમ એટલે નિષ્કષાય આત્મપરિણતિ, રાગદ્વેષરહિતપણું, સમભાવ-સામ્યમાં અર્થાત્ સહજ આત્મસ્વરૂપમાં સ્થિતિ થવી, સ્વસ્વરૂપને સમજી સ્વરૂપમાં રમણતા કરવી એ જ શમ છે. પરભાવ-વિભાવમાંથી નીકળી આત્મભાવમાં સ્થિર થવું તે જ શમનિષ્ઠ માર્ગ, મોક્ષમાર્ગ છે. જૈનદર્શનમાં આ મોક્ષમાર્ગ, યોગમાર્ગ એ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ શુદ્ધ રત્નત્રયરૂપ છે અને એ જ જૈન યોગ છે. આની સાધના કરીને અનંત આત્માઓએ મોક્ષની પ્રાપ્તિ કરી છે. અનાદિકાળથી આ સંસારચક્રમાં ફરતા જીવોને તેમાંથી બચાવનાર અને મોક્ષપ્રાપ્તિ કરાવનાર આ યોગમાર્ગ છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
દરેક આત્મા જેમાં પરમાત્મા થવાની ક્ષમતા છે તે સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને આદરીને અર્થાત્ યોગમાર્ગને અનુસરીને પરમાત્મપણું પ્રાપ્ત કરી શકે છે. આત્મામાં અનંત શક્તિ રહેલી છે. આત્માનું ઐશ્વર્ય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત આનંદ. આત્માના આ પોતાના જ ગુણો છે. આ ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ કરી, ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં પ્રગતિ કરી એ પોતાના પુરુષાર્થથી પરમાત્મા બની શકે છે. આ આત્મગુણોના આવરક કર્મોનો ક્ષય થતા એ ગુણો પ્રકટ થાય છે. આ ગુણોની પ્રકટીકરણની પ્રક્રિયાને જૈન દર્શનમાં ગુણસ્થાન ક્રમારોહર રૂપે દર્શાવી છે. એવાં ૧૪ગુણસ્થાનો છે જેમાં આત્માનો અનુક્રમે ઉત્તરોત્તર વિકાસ થતા એ આત્મસ્વરૂપમાં રમણતા, સ્થિરતા પ્રાપ્ત કરે છે અંતે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી વીતરાગતા, કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્ત કરે છે. જૈનદર્શનમાં આધ્યાત્મિક સાધનાના ક્ષેત્રે આત્માની ઉન્નતિની પ્રક્રિયા ૧૪ ગુણસ્થાન રૂપે દર્શાવી છે એવી જ રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ ૮ યોગદૃષ્ટિઓની પણ એક અનોખી પ્રક્રિયા બતાવી છે. સાધકની આંતરદૃષ્ટિ કેટલી ઊઘડી છે, એનો આત્મવિકાસ કયા તબક્કે પહોંચ્યો છે અને કેટલો પ્રકાશ પ્રગટ્યો છે તે સમજવાની પ્રક્રિયા યોગની આ આઠ દૃષ્ટિ છે.
આ મહાનિબંધ લખવાનો ઉદ્દેશ જે એનું શીર્ષક છે - મોક્ષપ્રાપ્તિનો માર્ગ : યોગ એ બતાવવાનો છે. આ સંબંધી જૈન સાહિત્યના જુદા જુદા આચાર્યોના દૃષ્ટિકોણ અને જૈનદર્શનના આત્માના આધ્યાત્મિક વિકાસ માટેના જુદા જુદા Concepts જેવા કે ગુણસ્થાનક, ભાવના ઇત્યાદિનો આધાર લઈ આ વિષયવસ્તુનું નિરૂપણ કરવાનો પ્રયત્ન કર્યો છે. એનું નિરૂપણ કરતાં એમાંથી આ વિષયસંબંધી મને જે વૈશિચ દેખાયું છે એ અહીં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે.
આચાર્ય હરિભદ્રસૂરિનું યોગદાન જૈન યોગસાહિત્યમાં આગમ સાહિત્યથી અત્યાર સુધી જૈન યોગ ઉપર ઘણું વિવરણ મળી આવે છે તેમજ ઘણું સાહિત્ય પણ લખાયેલું છે. પરંતુ આત્માના આધ્યાત્મિક વિકાસની ભૂમિકાઓ યોગની દૃષ્ટિએ જે હરિભદ્રસૂરિએ બતાવી છે એવી પદ્ધતિસર બીજા કોઈ જૈન કૃતિઓમાં કે પાતંજલ દર્શનાદિ અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી. યોગદષ્ટિસમુચ્ચય'માં આત્માનો વિકાસ ક્યારથી શરૂ થાય છે
૨૯૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #328
--------------------------------------------------------------------------
________________
અને કયા તબક્કે પહોંચ્યો છે એ યોગદૃષ્ટિના માધ્યમથી બતાવ્યું છે. કઈ ભૂમિકામાં આત્માને સમ્યક્દર્શન પ્રાપ્ત થાય છે ત્યારે કયા દોષોનો ત્યાગ થાય છે અને કયા ગુણોની પ્રાપ્તિ થાય છે એના પછી ઉત્તરોત્તર એનો આધ્યાત્મિક વિકાસ આગળ વધતો પૂર્ણત્વ સુધી પહોંચે છે. એ આત્માના આત્મવિકાસની ક્રમવાર સંપૂર્ણ યાત્રા યોગદષ્ટિસમુચ્ચય'માં બહુ જ સુંદર રીતે બતાવી છે. અહીં યોગસાધનાનો ક્રમસર માર્ગ દર્શાવાયો છે.
એવી જ રીતે એમના બીજા ગ્રંથ “યોગબિંદુમાં આત્માનો આધ્યાત્મિક વિકાસ (૧) અધ્યાત્મ (૨) ભાવના (૩) સમતા (૪) ધ્યાન (૫) વૃત્તિસંક્ષેપ આ પાંચ ભૂમિકામાં બતાવ્યો છે. યોગવિંશિકા' કૃતિમાં યોગ” કોને કહેવાય એ સમજાવતાં કહ્યું છે – “પરિશુદ્ધિ એવો બધો જ ધર્મવ્યાપાર જીવને મોક્ષ સાથે જોડનાર હોવાથી યોગ છે’ અને ‘યોગશતક'માં યોગના બે ભેદ નિશ્ચય અને વ્યવહાર બતાવી એમનું સ્વરૂપ બતાવ્યું છે. મોક્ષ સાથે જોડનાર રત્નત્રયી એટલે કે સમ્યક્ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર તે નિશ્ચયદષ્ટિએ યોગ છે. અને ગુરુવિનય, શાસ્ત્રશ્રવણ અને શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ તે સમ્યક જ્ઞાનાદિનાં પ્રધાન સાધન હોવાથી વ્યવહારષ્ટિએ યોગ છે.
આચાર્ય હેમચંદ્રનું યોગદાન મુમુક્ષુતા – જૈન યોગની વિશેષતા
યોગના અધિકારી થવા માટે સંસારનો બાહ્ય ત્યાગ એ કાંઈ અનિવાર્યપણે આવશ્યક નથી, પણ મુમુક્ષુપણું આવશ્યક છે. ગૃહસ્થાવસ્થામાં રહીને પણ સાચો મુમુક્ષુ યથાયોગ્યપણે યોગ સાધી શકે છે. આ જ જૈન યોગની વિશેષતા છે. આ જ વાત હેમચંદ્રાચાર્યે એમના ગ્રંથ “યોગશાસ્ત્રમાં દર્શાવી છે. એમણે ગૃહસ્થો માટે યોગસાધના બતાવી છે. “યોગશાસ્ત્ર ગ્રંથ એમણે કુમારપાળ રાજા માટે લખ્યો હતો. જો એક રાજવીના જીવનમાં યોગનું સ્થાન હોઈ શકે તો સામાન્ય ગૃહસ્થના જીવનમાં પણ યોગ અશક્ય ન હોય. અર્વાચીન સમયના શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહસ્થાવસ્થામાં રહીને પણ એક ઉચ્ચ કક્ષાના યોગી હતા. આત્મવિકાસની કેટલી ઊંચાઈ પહોંચ્યા હતા તે તેમના લખેલ સાહિત્ય અને પત્રો પરથી સમજી શકાય છે. એટલે મોક્ષમાર્ગના અધિકારી તો જે ખરેખરા
ઉપસંહાર
૨૯૯
Page #329
--------------------------------------------------------------------------
________________
મુમુક્ષુ - ભવબંધનમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છાવાળા હોય તે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર લખેલ “આત્મસિદ્ધિમાં એવા મુમુક્ષુઓને વર્ણવતાં લખ્યું છે -
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ....૩૮ દશા ન એવી જ્યાં લગી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહિ; મટે ન અંતર રોગ.... ૩૯
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, “સતિપહિંમરવુહિંસાર ત્યા સંગમુત્તરા” એટલે ઘણા કુસાધુઓ કરતાં સંયમી ગૃહસ્થો પણ ઉત્તમ હોય છે. વનમાં જઈને ધ્યાન કરનાર યોગી અથવા હિમાલયના શિખર પર સમાધિયુક્ત યોગીના આચરણ કરતાં સંસારમાં રહીને જ વનવાસનું ધ્યાન અને શિખર પરની સમાધિ જે આચરી જાણે છે તે જ સાચો યોગી. અહીં જનક રાજા અને ભરત ચક્રવર્તીનું ઉદારહણ આપી શકાય છે જે રાજા અને ચક્રવર્તી તરીકે સંપૂર્ણ રાજ્ય ચલાવતા હોવા છતાં (સંપૂર્ણ) અનાસક્ત ભાવે જીવન જીવતા હતા. ભ. શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞ અર્થાત્ સ્થિરબુદ્ધિ પુરુષનાં આ જ લક્ષણ કહ્યાં છે કે જે યોગી પોતાની સંપૂર્ણ કામનાઓનો ત્યાગ કરી રાગદ્વેષથી નિ:સ્પૃહ થયેલો છે; જેના કામ, ક્રોધ આદિ કષાયો નષ્ટ થયા છે અને જે પોતાના આત્મસ્વરૂપમાં જ રમણતા કરે છે તે યોગને પ્રાપ્ત કરે છે અર્થાત્ પરમાત્મા સાથે સંયોગ થાય છે.
આત્મજ્ઞાન કોને અને ક્યારે પ્રાપ્ત થાય છે એ સમજાવતાં કહે છે, જે યોગીઓએ જન્માન્તરમાં આત્મજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય એમને એ સંસ્કાર આ જન્મમાં પણ સાથે આવે છે અને ઉપદેશ વગર આપમેળે જ તત્ત્વ પ્રગટ થાય છે. બીજાને જેમ ગાઢ અંધકારમાં રહેલા પદાર્થને સૂર્ય પ્રકાશિત કરે છે તેમ અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલ આત્માને આ ભવમાં ગુરુના ચરણની નિર્મળ સેવા કરવાથી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
આચાર્ય શુભચંદ્ર જેન યોગમાં પ્રાણાયામનું મહત્ત્વ
જેનાગમોમાં પ્રાણાયમની સાધનાનું સ્વતંત્ર નિરૂપણ કરેલું નથી. પરંતુ ઉત્તરાવર્તી જૈનયોગના સાહિત્યમાં પ્રાણાયામની ચર્ચા કરેલી છે. પાતંજલ આદિ યોગાચાર્યોએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ મોક્ષનાં સાધન તરીકે સ્વીકાર્યા છે. આસન જય
૩૦૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #330
--------------------------------------------------------------------------
________________
કર્યા પછી ધ્યાનની સિદ્ધિ માટે પ્રાણાયામનો આશ્રય લીધો છે. જ્યારે જૈનયોગની સાધનામાં પ્રાણાયામને યોગનું અનિવાર્ય અંગ માન્યું નથી. આચાર્ય શુભચંદ્ર અને હેમચંદ્રાચાર્યે દેહના આરોગ્ય અને તેમજ ધ્યાનની સિદ્ધિ માટે મનને એકાગ્ર કરવા માટે પ્રાણાયામની ઉપયોગિતાને માની છે. પણ એ અનિવાર્ય નથી. પ્રાણાયામમાં શ્વાસોશ્વાસરૂપ પવનના આવનજાવનને રોકવાથી પીડા ઉત્પન્ન થાય છે જેથી સાધકની માનસિક સ્થિરતા વિચલિત થવાની શક્યતા હોય છે એટલે પ્રાણાયામની ઉપયોગિતાને ગોણ માની છે.
યોગમાં ધ્યાનનું સ્થાન મોક્ષપ્રાપ્તિ માટે યોગમાર્ગમાં ધ્યાન સૌથી મહત્ત્વનું છે. જૈન ધર્મના અંતિમ તીર્થંકરભ. મહાવીર સ્વયં એક મહાન યોગી હતા. એમણે દીક્ષા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અર્થાત્ અરિહંત પદપ્રાપ્તિ સુધીના ૧૨ll વરસના કાળમાં અધિકતમ સમય ધ્યાનમાં રહી આત્મચિંતન દ્વારા યોગસાધના કરેલી. જેનાગમોમાં યોગસાધનાના અર્થમાં ધ્યાન શબ્દ પ્રયુક્ત થયેલો જોવા મળે છે. આવશ્યક નિર્યુક્તિના કાયોત્સર્ગ અધ્યયનમાં ધ્યાનના લક્ષણ અને ભેદ-પ્રભેદનું વર્ણન છે. વિશેષાવશ્યકભાષ્ય અને આવશ્યક સૂત્રવૃત્તિમાં ધ્યાનનું સ્વરૂપ, એના ભેદ અને સાધનાનું વિસ્તૃત વિવેચન છે. આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ'માં તેમજ આચાર્ય હેમચંદ્ર “યોગશાસ્ત્રમાં અનુક્રમે આત્મજ્ઞાન, કર્મક્ષય અને અંતે મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાનને જ મહત્ત્વનું દર્શાવે છે. ઉપમિતિ મવપ્રથા 'માં શ્રી સિદ્ધર્ષિગણિ “જિનાગમોના સર્વ સાર, દ્વાદશાંગીનો નિચોડ શો?” આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે, “સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાનયોગ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળ ગુણો કે ઉત્તર ગુણો બતાવ્યા છે અને જે જે બાહ્ય ક્રિયાઓ બતાવી છે તે તે સર્વ ધ્યાનયોગને સિદ્ધ કરવા માટે છે.” આચાર્ય હરિભદ્રસૂરિએ યોગબિંદુમાં યોગનાં જે પાંચ અંગ બતાવ્યાં છે એમાંથી એક ધ્યાન છે.
ધ્યાનની સફળતા ત્યારે જ પ્રાપ્ત થાય જો ધ્યેય પણ તેટલું જ ઉચ્ચ હોય, સર્વગુણસંપન્ન હોય અર્થાત્ ધ્યાતાના ધ્યેયરૂપે પરમાત્મા હોવા જોઈએ. પરમાત્માનું ધ્યાન એ જ સ્વ-આત્માનું ધ્યાન છે કારણ કે આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પરમાત્મા વચ્ચે અભેદ છે. એટલે પરમાત્મપદ પ્રાપ્ત કરવા માટે અર્થાત્ આત્માના શુદ્ધ
ઉપસંહાર
૩૦૧
Page #331
--------------------------------------------------------------------------
________________
સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે સાધકે પરમાત્માનું આલંબન લેવું જરૂરી છે. ઈલિકા ભમરીના ધ્યાનથી જેમ ભમરીપણાને પામે છે તેમ સાધક પરમાત્માના ધ્યાનથી પોતાના પરમાત્મસ્વરૂપને પ્રગટ કરી શકે છે. સ્થિર-નિશ્ચલ અધ્યવસાય અર્થાત્ આત્માનો પરિણામ - આત્માનો ઉપયોગ એ ધ્યાન છે. ધ્યાનમાં ચેતના અંતર્મુખ થઈને અંતરાત્મરૂપી પરિણત થાય છે. ધ્યેય-પરમાત્મામાં ધ્યાતા-અંતરાત્માનું એકાગ્રચિત્ત થવું અને પરમાત્માનો સંયોગ એ ધ્યાનયોગ છે. આચાર્ય બુદ્ધિસાગરજી આલંબન અને નિરાલંબન ધ્યાનની ચર્ચા કરતાં આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે.
‘જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર આ જ વાત કહી છે. તેમ જ આનંદઘનજીએ ભગવાન નમિનાથના સ્તવનમાં ધ્યાનયોગનું મહત્ત્વ બતાવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર એમના વચનામૃતમાં ધ્યાનનું મહત્ત્વ સમજાવેલું છે. આચાર્ય શુભચંદ્ર વીતરાગનું ધ્યાન કરવાનું કહે છે કારણ કે ધ્યાન કરવાવાળા યોગી વીતરાગનું ધ્યાન કરતાં કરતાં કર્મોનો નાશ કરી પોતે વીતરાગ, પરમાત્મા બની શકે છે. અન્ય દર્શનમાં જેને સર્વજ્ઞ માને છે એ રાગદ્વેષસહિત અને જન્મમરણથી વ્યાપ્ત હોય છે એવા સર્વજ્ઞ ધ્યાન કરવાયોગ્ય નથી. એવા રાગીનું આલંબન લઈને ધ્યાન ન કરવું જોઈએ. એટલે આચાર્ય શુભચંદ્ર ધ્યાન કરવા ઇચ્છુક સાધકને અન્ય મતોને છોડી યુક્તિ અને આગમથી નિર્ણય કરી સર્વજ્ઞનો સમ્યક્ પ્રકારે નિશ્ચય કરવાનું અને એવા સર્વ દોષરહિત સર્વજ્ઞ અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું કહે છે. આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીનું ‘જેન યોગમાં યોગદાન
અર્વાચીન સમયમાં આચાર્ય તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીએ આગમિક આધાર અને પ્રયોગોનો અનુભવ આ બેઉના સમન્વયથી પ્રેક્ષાધ્યાનની પદ્ધતિનો અવિષ્કાર કર્યો છે. પ્રેક્ષાધ્યાન એ ધ્યાનની સાધના છે. ધ્યાનની જે જે પદ્ધતિ છે એ વીતરાગ બનવાની પ્રક્રિયા છે. એનાં આદિ બિંદુ છે રાગ અને દ્વેષને ઉપશાંત કરવો અર્થાત્ ક્ષીણ કરવો. ધ્યાનની શરૂઆતથી ધ્યાનની પૂર્ણતા સુધીની સંપૂર્ણ યાત્રા રાગ અને દ્વેષના ઉપશમ અને ક્ષયની યાત્રા છે. એના માટે આચાર્ય તુલસીએ પ્રેક્ષાધ્યાનની પદ્ધતિ વિકસાવેલી છે. પ્રેક્ષા એટલે ઊંડાણમાં ઊતરીને જોવું. દસવેકાલિક સૂત્રમાં કહ્યું છે “પિવરવ મામપ્પા ' અર્થાત્ આત્મા દ્વારા આત્માની સંપ્રેક્ષા કરો. સ્થળ મન દ્વારા સૂક્ષ્મ મનને જુઓ. ધૂળ ચેતના
૩૦૨
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #332
--------------------------------------------------------------------------
________________
દ્વારા સૂક્ષ્મ ચેતનાને જુઓ. ‘જુઓ ધ્યાનનું મૂળ તત્ત્વ છે. તેથી આ ધ્યાનપદ્ધતિનું નામ પ્રેક્ષાધ્યાન છે. આપણને પંચ ઇન્દ્રિયોના વિષયો દ્વારા જે સંકલ્પ-વિકલ્પ ઊઠે છે, જે રૂચિક, અરુચિકર મનોભાવ રાગ અને દ્વેષ પેદા કરે છે એ બેઉ ભાવ પ્રત્યે જે સમ રહીને જુએ છે એના રાગ અને દ્વેષ ઓછા થતા જઈ એ વીતરાગી બની શકે છે.
પાતંજલ યોગસાધનાની પદ્ધતિ :
અષ્ટાંગ યોગમાં અંતિમ લક્ષ્ય સમાધિ પ્રાપ્ત કરવામાં ધ્યાન એ મહત્ત્વનું અંગ છે. જોકે જૈન સાધનાપદ્ધતિનું ધ્યાન એ પાતંજલ સાધનાપદ્ધતિના ધ્યાન કરતાં અધિક વ્યાપક છે. કારણ કે જૈન પરંપરાસંમત ધ્યાનમાં પાતંજલ યોગસંમત પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ચારે સમાવિષ્ટ થાય છે.
મનની શુદ્ધિ અને સામ્યભાવ ધ્યાનની સિદ્ધિ માટે મનની શુદ્ધિ મહત્ત્વની છે. મનની શુદ્ધિથી જ ધ્યાનની નિર્મલતા થાય છે. કર્મોની નિર્જરા થાય છે અને યોગીનું મન સ્થિર થઈ આત્મસ્વરૂપમાં લીન થાય છે. આનંદઘનજી તીર્થકર કુંથુનાથજીના સ્તવનમાં મનને સ્થિર કરવાની વાત કરે છે. મોક્ષપ્રાપ્તિના અભિલાષી સાધક તપ, ઘોર સાધના કરતા હોય, આગમના ઊંડા અભ્યાસી હોય પણ ચંચળ મનને જો સ્થિર ન કરી શકે તો ક્ષણવારમાં મોહના પાશમાં પટકાઈ જાય છે. તપ-જપ-ધ્યાન વગેરે સર્વ અનુષ્ઠાનો મનોનિગ્રહ વિના વૃથા છે. આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સદ્ધિ માટે અન્ય દર્શન સાથે સરખામણી કરે છે. પાતંજલાદિ અન્ય દર્શનવાળા યમ-નિયમાદિ અષ્ટાંગયોગથી મન સ્થિર કરી ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે એમ એમનો મત છે. આચાર્ય શુભચંદ્ર આની સાથે સહમત થતા નથી. એમના મત પ્રમાણે મનને વશ કરીને એકાગ્ર કરે તોપણ રાગાદિ કષાયોના સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે તે એકાગ્ર કરેલા મનને ચલાયમાન કરી શકે છે.
આ રાગાદિની ઉપસ્થિતિમાં ધ્યાનની સિદ્ધિ થતી નથી. એટલે આ રાગ, દ્વેષ, મોહ આ કષાયોને દૂર કરવા માટે જૈન દર્શનમાં સમતાભાવ અર્થાત્ સામ્યભાવનું મહત્ત્વ બતાવેલું છે. કુંદકુંદાચાર્યની કૃતિ - ‘બારહ કાર્તિકેય અણુપેામાં અનુપ્રેક્ષાનું મહત્ત્વ જોવા મળે છે. સામ્યભાવ માટે અનુપ્રેક્ષાચિંતનથી રાગદ્વેષ દૂર થઈ શકે છે.
ઉપસંહાર
૩૦૩
Page #333
--------------------------------------------------------------------------
________________
સમતાભાવ માટે જૈન ધર્મમાં સામાયિકનું મહત્ત્વનું સ્થાન છે. સામાયિક સમતાને કહેવાય. શ્રીમદ્ રાજચંદ્રે ‘સામાયિક’ શબ્દને સમજાવતાં કહ્યું છે - ‘સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આય+ઇક એ શબ્દોથી થાય છે. ‘સમ’ એટલે રાગદ્વેષરહિત માધ્યસ્થ પરિણામ, ‘આય’ એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને ‘ઇક’ કહેતાં ભાવ એમ અર્થ થાય છે. એટલે જે વડે કરીને મોક્ષમાર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. સમતાની વિચારણા અર્થે બે ઘડીનું સામાયિક કરવાનું કહ્યું છે. સામાયિક મનના ઘોડા દોડતા અટકાવવા સારું પ્રરૂપેલ છે.’ પૃ.૭૦૩ શ્રીમદ્ રાજચંદ્ર,
આચાર્ય હરિભદ્રસૂરિએ ‘યોગબિંદુ’માં યોગમાર્ગનાં જે પાંચ અંગ બતાવ્યાં છે તેમાંથી એક અંગ ‘સમતા’ છે. બધા જૈન આચાર્યોએ યોગમાર્ગમાં આગળ વધતા સાધકને સમભાવ કેળવવાનો ઉપદેશ આપ્યો છે. યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્ર, જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર સમભાવથી રાગદ્વેષનો જય કરવાનું કહે છે. યોગીરાજ આનંદઘનજી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં શાંતિનું સ્વરૂપ સમજાવતાં સમતાયોગનું સ્વરૂપ સમજાવે છે. શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થપણે બાહ્યજીવન જીવતા હોવા છતાં અંતરંગમાં નિગ્રંથભાવે નિર્લેપ રહેતા. રાગરહિત સમભાવની દશા એમને સ્વાભાવિક હતી, જે એમના સાહિત્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સર્વોત્તમ યોગીનું લક્ષણ આપતાં એ લખે છે કે ‘જે સર્વ પ્રકા૨ની સ્પૃહાથી રહિત હોય.’ એમના લખેલ કાવ્ય ‘અપૂર્વ અવસ૨’માં સમભાવી આત્મા કેવો હોય એનું વર્ણન કર્યું છે. આચાર્ય બુદ્ધિસાગરજી પણ આત્મધ્યાન કરવા માટે સામ્યભાવ કેળવવો જરૂરી છે જણાવે છે. સામ્યભાવી આત્મા કર્મબંધન કરતો નથી પણ કર્મની નિર્જરા કરે છે. અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરે છે.
આવી રીતે બધા આચાર્યો એક જ નિષ્કર્ષ પર પહોંચે છે કે સામ્યભાવ દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાં પણ યોગી એને જ કહ્યો છે જે સમત્વમાં સ્થિર હોય. યોગીની વ્યાખ્યા એક જ છે, યોગમાર્ગ પણ એક છે પછી એ જૈન ધર્મ હોય કે વૈદિક હોય - એના માટે યોગીનાં લક્ષણ પણ બધા સમાન બતાવેલા છે.
-
66
ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે યોગની વ્યાખ્યા કરી છે, મમત્વ યોગ ઉચ્યતે ” અર્થાત્ સમત્વ એ જ યોગ છે. ગીતાના છઠ્ઠા
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૦૪
Page #334
--------------------------------------------------------------------------
________________
અધ્યાય “આત્મસંયમયોગ” અથવા ધ્યાનયોગમાં કયા પુરુષો યોગારૂઢ થવા માટે, ધ્યાનયોગ માટે અધિકારી છે તો એ સમજાવતાં કહ્યું છે કે અલગ અલગ પરિસ્થિતિમાં જે સમભાવમાં રહી શકે; જેની સ્થિતિ વિકારરહિત છે, જેના માટે માટી, પથ્થર અને સુવર્ણ એક સમાન છે, જે શત્રુ, મિત્ર, ધર્માત્મા, પાપી બધા સાથે સમાનભાવ રાખે એવો પુરુષ શ્રેષ્ઠ છે અને એ જ યોગારૂઢ થઈ શકે. જૈન આચાર્યોએ પણ યોગની આ જ વ્યાખ્યા આપી છે. જ્યારે પતંજલિ ઋષિએ યોગની વ્યાખ્યા “ચિત્તવૃત્તિનિરોઘ યો:” એમ કરી છે. તો અહીં પ્રશ્ન એ થાય છે આ બેમાંથી યોગ શું છે? ચિત્તવૃત્તિનો નિરોધ એ યોગ છે કે સમતા એ યોગ છે? તો વસ્તુતઃ સમતા એ જ યોગ છે. આત્માનું આત્મસ્વરૂપમાં ઠરવાપણું એ યોગ છે અને ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જ્યાં સુધી ચિત્તની વૃત્તિઓ વિષયોમાં રાગાદિ ભાવે ભટકતી હોય છે ત્યાં સુધી જીવને યોગ નથી હોતો. તેથી આત્મસ્વરૂપમાં ઠરવા માટે ચિત્તવૃત્તિનો નિરોધ એ કારણ છે. જૈનધર્મમાં ઋષભદેવથી વર્ધમાન મહાવીર સુધી ૨૪ તીર્થંકર પરમયોગી હતા. ભ. મહાવીરના સાધનાકાળમાં અધિકતમ સમય એમનો ધ્યાનમાં હતો. એ વખતે એમણે સમત્વની સાધના કરેલી છે. સાધનાકાળમાં જે જે ભયંકર ઉપસર્ગ આવ્યા એ સર્વ એમણે સમતાભાવથી, કોઈ પણ જીવ પર રાગ-દ્વેષ કર્યા વગર સહન કર્યા. યોગ એ સમતાને જીવનમાં ઉતારવાનો અભ્યાસ છે. ગૌતમ બુદ્ધ પણ શીલ, સમાધિ અને પ્રજ્ઞા દ્વારા સમતાને જીવનમાં લાવવાનું કહ્યું છે. આ સમત્વની સાધના માટે યોગ ઉત્કૃષ્ટ સાધન છે.
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ યોગ માટે આચાર્ય બુદ્ધિસાગરજીએ બહુ જ મહત્ત્વની વાત કરી છે. દરેક ધર્મમાં યોગની પ્રક્રિયા ભિન્ન ભિન્ન રૂપે પરિણમી છે. વેદને માનનાર હિંદુઓ, બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને મુસલમાન પણ યોગને માને છે એટલું જ નહીં, પણ નાસ્તિક લોકો પણ નીતિરૂપ યમને માનીને તેના અંશરૂપ યોગને માને છે. કોઈ પણ જીવની હિંસા ન કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય પાળવું, કોઈનો વિશ્વાસઘાત ન કરવો, સર્વ પ્રાણીઓનું ભલું ઇચ્છવું આ યોગનું પ્રથમ પગથિયું છે જેનો અમુક અંશ સર્વધર્મવાળા સ્વીકારે છે.
યોગમાર્ગમાં એક પછી એક પગથિયા પર ચઢવાનું કહે છે. મન, વચન
ઉપસંહાર
૩૦૫
Page #335
--------------------------------------------------------------------------
________________
અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરીને મન, વચન અને કાયાના શુભ યોગો કરવા એ યોગનું પ્રથમ પગથિયું છે. આ પ્રથમ ભૂમિકાને દઢ કરીને યોગમાર્ગ પર આગળ વધે એ જ યોગમાર્ગનો ઉત્તમ અધિકારી બની શકે છે. આચાર્ય શુભચંદ્ર અને આચાર્ય હેમચંદ્રની જેમ આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી પણ ‘ગૃહસ્થ અવસ્થામાં યોગની સાધના થઈ શકે છે” આ વાત સાથે સહમત થાય છે. છતાં ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં યોગની સાધના અનંતગણી સારી થઈ શકે છે.
આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે કે જૈનદર્શનમાં અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે (યોગદીપક ગાથા નં. ૬૩). એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગ મુખ્ય છે. આ યોગ એમણે અષ્ટાંગ યોગથી સમજાવ્યો છે. એ કહે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગ યોગનો સમાવેશ થાય છે તેમજ અષ્ટાંગ યોગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે. આવી રીતે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજીએ મોક્ષપ્રાપ્તિ માટે જે યોગ સમજાવ્યો છે એ પાતંજલ અષ્ટાંગ યોગ સાથે વધારે સામ્ય ધરાવે છે. જૈન યોગમાં ધ્યાનનું વધારે મહત્ત્વ છે. મોક્ષપ્રાપ્તિ માટે છેલ્લો તબક્કો ધ્યાન છે. શુક્લધ્યાનના ત્રીજા અને અંતિમ ચરણમાં યોગી સર્વ કર્મ ક્ષય કરીને મોક્ષપ્રાપ્તિ કરે છે. જ્યારે આ જ પ્રક્રિયા આચાર્ય બુદ્ધિસાગરજી એમના ‘યોગદીપક’ ગ્રંથમાં અષ્ટાંગ યોગના માધ્યમથી સમજાવે છે એટલે ધ્યાન પછી યોગનું છેલ્લું અંગ સમાધિ - સાલંબન સમાધિ અને નિરાલંબન સમાધિ દર્શાવે છે.
યોગનું પ્રથમ પગથિયું યમ છે. તેની બરાબર આરાધના કરવાથી આગળના પગથિયા અર્થાત્ ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકાય છે. પ્રથમ પગથિયાનો ત્યાગ કરીને જેઓ એકદમ ઉપ૨ના પગથિયા પર ચઢવાનો પ્રયાસ કરે છે તેઓને અંતે પાછા ફરી પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી જ પડે છે.
જ્ઞાનયોગ અને કર્મયોગ
જૈનદર્શનમાં મોક્ષમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા બંનેનું મહત્ત્વ છે. ‘જ્ઞાનક્રિયામ્યાં મોક્ષ:' જ્ઞાન-ક્રિયાથી મોક્ષ છે જેનું વિવેચન ઉપાધ્યાય યશોવિજયજીએ ‘અધ્યાત્મસા૨’માં યોગ અધિકારમાં કર્યું છે. જ્ઞાન અને મુખ્યપણે શુદ્ધ આત્મજ્ઞાન
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૦૬
Page #336
--------------------------------------------------------------------------
________________
અને ક્રિયા એટલે મુખ્યપણે આત્મપરિણતિમય ભાવક્રિયા. આ બંનેનો સમન્વય થાય ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય. જ્ઞાન અને ક્રિયા આ બેઉ એક રથનાં બે ચક્રની જેમ છે. એમાં એક ચક્ર ન હોય તો રથ ચાલે નહિ એમ મોક્ષપ્રાપ્તિ માટે આ બેઉ જરૂરી છે. આચાર્ય બુદ્ધિસાગરસૂરિએ એમના યોગદીપક ગ્રંથમાં સિદ્ધાંતોમાં પણ જ્ઞાન ક્રિયાથી મુક્તિ છે એમ પ્રતિપાદન કર્યું છે. તે જણાવે છે
अतो ज्ञानक्रियाभ्यां च, मुक्तिः सूत्रे प्रदर्शिता । एकान्ततो हि मिथ्यात्व - मेकान्तवाददर्शिनाम् ।।४५।।
અર્થ : તે માટે જ્ઞાન અને ક્રિયાથી સૂત્રમાં મુક્તિ દેખાડેલી છે. એકાંતથી એકાંતવાદીઓને મિથ્યાત્વ દર્શાવ્યું છે.
કર્મયોગ એટલે પોતાને ક્રિયા અથવા કર્મમાં જોડવું. મોક્ષમાર્ગની સાધના માટે જે ક્રિયાઓ રોજેરોજ કરાય છે. જેને આવશ્યક ક્રિયાઓ કહેવામાં આવે છે. આવશ્યક ક્રિયાઓમાં સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગનો સમાવેશ થાય છે. યોગમાર્ગમાં દ્રવ્યક્રિયાને પણ યથાયોગ્ય સ્થાન આપેલું છે. દ્રવ્યક્રિયા જ વિશિષ્ટ ભાવની ઉત્પત્તિનું કારણ થાય છે. હરિભદ્રસૂરિએ યોગદૃષ્ટિસમુચ્ચય' માં મિત્રાદૃષ્ટિ આદિ પહેલી ચાર દૃષ્ટિમાં દ્રવ્ય-વંદનાદિ હોવા છતાં એને યોગદૃષ્ટિ કહી એને યોગમાર્ગમાં સ્થાન આપ્યું છે. કારણ કે દ્રવ્યનું સાધ્ય લક્ષ્ય તો ભાવ જ છે. દ્રવ્યના આલંબને ભાવ પર પહોંચી શકાય છે. આ ભાવ એટલે આત્મભાવ, આત્મપરિણતિ.
જ્ઞાનયોગમાં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. દ્રવ્યક્રિયાની જેમ દ્રવ્યશ્રુતજ્ઞાન પણ આત્મજ્ઞાનપ્રાપ્તિ માટે નિમિત્ત સાધન બને છે અને આત્મામાં આત્મજ્ઞાન પ્રગટે છે. જ્ઞાનયોગ કર્મયોગ કરતાં ચડિયાતો છે કારણ કે તે જ મોક્ષપદ અપાવી શકે છે. પરંતુ જ્યાં સુધી જીવમાં કર્મયોગની યોગ્યતા આવતી નથી ત્યાં સુધી જ્ઞાનયોગની યોગ્યતા ન આવી શકે. જ્ઞાનયોગમાં ચિત્તની શુદ્ધિ મહત્ત્વની છે, જે કર્મયોગથી પ્રાપ્ત કરી શકાય છે. યોગમાર્ગના શરૂઆતના કાળમાં સાધક યોગીનું ચિત્ત ભિન્ન ભિન્ન વિષયમાં ન ભટકતા આત્મામાં સ્થિર થાય માટે જ્ઞાનની પરિપક્વ દશા થાય ત્યાં સુધી આવશ્યક ક્રિયાઓ કરવાની જરૂર છે. કર્મયોગ જીવને વિશુદ્ધ બનાવે છે. ક્રિયાઓની વિશુદ્ધિ તેને જ્ઞાનના પાત્ર બનાવે છે.
ઉપસંહાર
૩૦૭
Page #337
--------------------------------------------------------------------------
________________
કર્મયોગનો સતત અભ્યાસ જ સાધકને જ્ઞાનયોગના અધિકારી બનાવે છે. કર્મયોગના અભ્યાસથી જ્ઞાનયોગમાં આગળ વધાય છે અને ધ્યાનયોગ સધાય છે. આવી રીતે જ્ઞાન અને ક્રિયાશુદ્ધ આત્મજ્ઞાન રાગદ્વેષરહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણીતરૂપ ક્રિયા - આ બેઉના સમન્વયથી જ યોગી ધ્યાનયોગ પર ચઢી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે.
ભક્તિયોગ યોગમાર્ગમાં જ્ઞાનયોગ અને કર્મયોગની જેમ ભક્તિયોગ પણ મહત્વનો છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ મુખ્ય ત્રણ યોગનું વિવેચન સાંખ્યાદિ દર્શન અનુસાર કરવામાં આવ્યું છે. જૈન દર્શનમાં પણ કર્મયોગ અને જ્ઞાનયોગ સાથે ભક્તિયોગ સમજાવ્યો છે.
યોગ એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ છે જે અલગ અલગ પ્રકારે બતાવેલો છે. જૈન દર્શન પ્રમાણે મોક્ષ પ્રાપ્તિ અર્થાતુ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ જ પરમાત્મતત્વની પ્રાપ્તિ છે. આ પરમાત્માની અર્થાત્ જિનેશ્વર ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી, સ્તવના કરવાથી પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે. આ જ ભક્તિયોગ છે. વીતરાગ પરમાત્માના ભક્તિથી સાધક સાધના શરૂ કરી અંતે નિરાલંબન ધ્યાનની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચે છે. વીતરાગ પરમાત્મા જેમણે રાગ, દ્વેષ, કષાય આદિ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે એમનું આલંબન લઈને ધ્યાનની શરૂઆત કરાય છે. ભક્તિયોગથી જ્ઞાનયોગમાં પ્રવેશ થાય છે. પરમાત્મા સાથેની આવી અભેદ ઉપાસનાને શ્રેષ્ઠ ઉપાસના ગણી છે.
જૈન સાહિત્યમાં આચાર્યોએ એમના ગદ્ય અને પદ્ય સાહિત્યમાં ઘણા ઠેકાણે આ ભક્તિયોગ વર્ણવ્યો છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્રસૂરિએ મનવચન અને કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસનાને, ભક્તિને ઉત્કૃષ્ટ યોગબીજ કહ્યું છે.
जिनेषु कुशलं चित्तं, तन्नमस्कार एव च प्रणमादि च संशुद्धं, योगबीजमनुत्तमम् ।।२३।।
અર્થ : જિનેશ્વર પરમાત્મા પ્રત્યે કુશલ એટલે કે શુભ ભાવવાળું ચિત્ત, સ્તુતિ બોલવા દ્વારા તેમને કરાતો નમસ્કાર અને પાંચ અંગ નમાવવાપૂર્વક કરાતો ૩૦૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રણામ આ ત્રણ સર્વોત્કૃષ્ટ યોગબીજ છે.
સર્વ રાગદ્વેષનો ત્યાગ કરી જે સંપૂર્ણ વીતરાગી સર્વજ્ઞ બન્યા છે એવા જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળા ચિત્તનું કુશલપણું થવું એ પ્રથમ યોગબીજ છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે ચિત્ત ભક્તિભાવ, પૂજ્યભાવવાળું બને તે મનની શુદ્ધિરૂપ છે.
હૃદયમાં પૂજ્યભાવ આવવાથી એ ભક્તિભાવથી ભરપૂર મનમાંથી નિકળતી જિનેશ્વર ભગવંતની સ્તુતિ, પ્રાર્થનારૂપ નમસ્કાર એ બીજું યોગબીજ છે. શુભભાવનાયુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે.
આ ભક્તિભાવપૂર્વક પંચાંગ પ્રણિપાતરૂપ સમ્યગૂ પ્રકારે પ્રણામ કરવો એત્રીજું યોગબીજ છે જે કાયાની શુદ્ધિરૂપ છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ ભક્તિભાવથી, મન-વચન-કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસનાને મોક્ષપ્રાપ્તિ માટેના શ્રેષ્ઠ યોગબીજ કહ્યા છે.
અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કર્મયોગ અને જ્ઞાનયોગની મીમાંસા સાથે ભક્તિયોગ પણ સમજાવ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનયોગીને શ્રેષ્ઠ કહેતા એનું કારણ સમજાવે છે કે જ્ઞાનયોગમાં આત્મા અને પરમાત્માનું એકત્વ સધાય છે. જ્ઞાનયોગમાં પણ અંતર્ગત પરમાત્માની ભક્તિ રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવું થવાનું છે. ભ. ગીતાનો શ્લોક ટાંકી એ ભક્તિયોગનું મહત્વ સમજાવે છે.
योगिनामपि सर्वेषां मन्दतेनान्तरात्मना । श्रध्दावान् भजते यो मां स मे युक्त तमो मतः ।।६.४७।।
અર્થ : સર્વયોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન, મારામાં લીન થયેલા અંતરાત્મા વડે મને ભજે છે તેને મેં અત્યંત શ્રેષ્ઠ માન્યો છે. એટલે જે યોગી ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી, એમના જેવો પરમાત્મસ્વરૂપ થાય છે એ વધુ શ્રેષ્ઠ છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ મોક્ષમાર્ગમાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગમાં ભક્તિમાર્ગને અર્થાત્ ભક્તિયોગને એટલું જ મહત્વ આપ્યું છે. એમાના પત્રોમાં આપણે એ જોઈ શકીએ છીએ
ઉપસંહાર
૩૦૯
Page #339
--------------------------------------------------------------------------
________________
- “ભક્તિ” એ સર્વ દોષોનો ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે.
પૃ.૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર - ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો માટે આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.
પૃ.૬૮૭ શ્રીમદ્ રાજચંદ્ર - “ભક્તિ જ્ઞાનનો હેતુ છે, જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે એવું કાંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.”
પૃ.૪૩૦ શ્રીમદ્ રાજચંદ્ર - સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણ આત્મા ભજે તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમ કે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવ પ્રવૃત્તિ કરી છે, એ પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજી તેની નિવૃત્તિ સૂઝે એમ બનવું બહુ કઠણ છે માટે જ્ઞાની પુરૂષનો આશ્રય કરવા રૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણ જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
પૃ.૪૫૪ શ્રીમદ્ રાજચંદ્ર - શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રીકૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે પણ ગૃહસ્થાશ્રમમાં યોગદશા તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે.
પૃ.૭૧૦ શ્રીમદ્ રાજચંદ્ર એમના લખેલ પદ્યસાહિત્યમાં પણ પ્રભુ ભક્તિ, સદ્ગુરૂ ભક્તિના પદો છે. ૧૬ વર્ષની નાની વયે લખેલ મોક્ષમાળામાં ૧૫માં પાઠમાં જિન ભક્તિનો ઉપદેશ છે.
શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહી, જિનભક્તિ ગ્રહો તરૂકલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લહો... |૧
૩૧૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #340
--------------------------------------------------------------------------
________________
નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે , અતિ નિર્ભરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો... || સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભમંગળ આ પરિપૂર્ણ ચહો,
ભજી ને ભગવંત ભવંત લહો... |૩|| જિનેશ્વર, અરિહંત પરમાત્માની ભક્તિ અહો! આશ્ચર્યકારક માહામ્યવાળી છે. કલ્પવૃક્ષ સમાન વાંછિત ફળને આપનાર છે. કલ્પવૃક્ષ સમાન અનુપમ ફળદાયક પ્રભુભક્તિને ધારણ કરવાથી અને જિનેશ્વર ભગવંતને ભજવાથી અનંત દુઃખમય ભવભ્રમણાનો અંત થાય છે. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. પરમાત્મા ભક્તિથી શુદ્ધ ભાવ અને સ્વરૂપદર્શન પમાય છે તેથી સમતાભાવ અને સમપરિણતિ આવે છે જેથી નવીન કર્મબંધ અટકે છે અને પૂર્વસંચિત કર્મ ક્ષય થાય છે અને સર્વોત્તમ સદ્ગતિ અર્થાત્ પંચમ ગતિરૂપ મોક્ષપદ પ્રાપ્ત થાય છે.
જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ અને ભક્તિમાર્ગ એ ત્રણેમાં ભક્તિમાર્ગ અર્થાત્ ભક્તિયોગ સર્વેને માટે સુગમ રાજ માર્ગ કહ્યો છે. સગુરૂ દ્વારા ભક્તિમાર્ગનું મહાભ્ય શ્રવણ કરવા છતા તે માર્ગમાં પ્રવેશ થતો નથી એટલે હે પ્રભુ હે પ્રભુ આ પદમાં શ્રીમદ્ રાજચંદ્ર પોતાની વ્યથા પ્રગટ કરે છે -
અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ... ૬ ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન... ૮
આવી રીતે શ્રીમદ્ રાજચંદ્ર જે આ કાળના અભુત જ્ઞાનાવતાર, વિદેહી દશાયુક્ત, તત્વજ્ઞશિરોમણી હતા તેમણે પણ તેમના આધ્યાત્મિક સાહિત્યમાં પ્રભુભક્તિને સ્થાન આપ્યું છે. અને મોક્ષમાર્ગ માટે જ્ઞાનયોગ કર્મયોગ સાથે ભક્તિયોગ પણ મહત્વનો અને સરળ કહ્યો છે.
યોગમાર્ગ વિશે શ્વેતાંબર અને દિગંબર આચાર્યોની વિચારણા
ઉપસંહાર
૩૧૧
Page #341
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શનમાં યોગની વ્યાખ્યા મોક્ષેપ યોગનન્િયો:” એમ કરેલી છે. અર્થાત્ જે પ્રક્રિયા વડે આત્મા શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે અર્થાત્ પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પામે અર્થાત્ પરમાત્મપદ પ્રાપ્ત કરે તે યોગ. અહીં હરિભદ્રાદિ શ્વેતાંબર આચાર્યો આ મોક્ષસાધનામાં કારણભૂત જે પણ પરિશુદ્ધ ધર્મવ્યાપાર છે. (વ્રત, નિયમ, આવશ્યક ક્રિયા, ચૈત્યવંદન, પ્રતિક્રમણ... ઈ.) તે સર્વ ધર્મવ્યાપારને યોગ કહે છે. ધર્મ એટલે વસ્તુસ્વભાવ અર્થાત્ આત્મવસ્તુનો સ્વભાવ તે આત્મધર્મ. આત્મા પોતાના શુદ્ધ દર્શનજ્ઞાનમય સ્વભાવમાં વર્તે તે જે વાસ્તવિક ધર્મ છે, તે જ ચારિત્ર છે અને તે જ યોગ છે. નિજ આત્મસ્વભાવમાં રમણતા કરવી એ જ આત્મધર્મ છે. જેમ નિર્મલતા એ સ્ફટિક રત્નનો સ્વભાવ હોવાથી તેનો ધર્મ છે તેમ કષાય અભાવરૂપ નિર્મલતા અર્થાત્ આત્માશુદ્ધિ એ જ આત્માનો શુદ્ધ સ્વભાવ હોઈ એ આત્માનો ધર્મ છે. પણ રાગ દ્વેષ મોહ આદિ વિભાવ પરિણામોને લીધે આત્માના નિર્મળ શુદ્ધ સ્વભાવ પર આવરણ આવે છે. જેટલે અંશે આ રાગાદિ વિભાવ દૂર થાય તેનો આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર આ આત્મસ્વભાવ પ્રગટતો જાય છે. આ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટ કરવા માટે જે જે પરિશુદ્ધ ધર્મવ્યાપારા કરાય છે એ યોગ છે. કારણ આ બધો ધર્મવ્યાપાર સમ્યકત્વના શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના કારણરૂપ છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં આચાર્ય હરિભદ્રસૂરિએ યોગમાર્ગ પર આત્માનો વિકાસ આઠ યોગદૃષ્ટિઓના માધ્યમથી બતાવ્યો છે. અહીં પાંચમી સ્થિરા દૃષ્ટિથી સમ્યકત્વનો પ્રારંભ થાય છે. મિત્રો આદિ પ્રથમ ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ છે. છતા તેને સદુદ્દષ્ટિ, યોગદૃષ્ટિ ગણી છે. કારણ તે સમ્યત્વના કારણરૂપ થાય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. આવી રીતે વ્યવહારનયના આલંબને નિશ્ચયનય પામવાનો છે.
યોગશતક’ આ ગ્રંથમાં હરિભદ્રસૂરિએ યોગના મુખ્ય બે ભેદ બતાવ્યા છે - નિશ્ચય યોગ અને વ્યવહાર યોગ. નિશ્ચય દૃષ્ટિએ સમ્ય દર્શન, સમ્યગૂ જ્ઞાન અને સમ્યગુ ચારિત્રનું આત્મા સાથે સંબંધિત થવું એ યોગ છે કારણ તે મોક્ષ સાથે યોજન કરી આપે છે. જ્યારે ગુરૂવિનય, શાસ્ત્રશ્રવણ, શાસ્ત્રવિહિત કાર્યોનું યથાશક્તિ પાલન અને નિષિદ્ધ કાર્યોનો યથાશક્તિ ત્યાગ વગેરે અનુષ્ઠાન છે. સમ્યગૂજ્ઞાનાદિના પ્રધાન સાધન હોવાથી વ્યવહારદષ્ટિએ યોગ છે. જ્યારે દિગંબરાચાર્ય કુંદકુંદ ‘સમયસાર” તેમજ “નિયમસારમાં કહે છે કે
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૩૧૨
Page #342
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ રત્નત્રય અર્થાત્ નિશ્ચય સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચ્ચારિત્રને જ મોક્ષમાર્ગ, યોગમાર્ગ કહે છે. જ્યારે વ્યવહાર રત્નત્રયને મોક્ષમાર્ગ કહેવાની ના પાડે છે. જ્યાં સુધી જીવને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી. પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતો હોય, સર્વ આગમોનો અભ્યાસી હોય પણ જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન હોય ત્યાં સુધી આત્માનું જ્ઞાન - શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શક્યું નથી. વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન વગેરે શુભ વિકલ્પરૂપ ભાવોને મોક્ષમાર્ગ કહેવામાં આવે છે તે તો કેવળ ઉપચારથી કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ તો નિશ્ચય દર્શન, જ્ઞાન, ચારિત્ર જ છે. દેહની ક્રિયામાં કે પંચમહાવ્રતના વિકલ્પમાં ચારિત્ર નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનપૂર્વક નિજ પરમાત્મતત્વમાં રમણતા કરવી તે જે નિશ્ચય ચારિત્ર છે, સમ્યગ્વારિત્ર છે. આ દેહ છે તે આત્માથી પૃથક છે, પર છે અને દેહાદિ પરના આશ્રયે થયેલા શુભાશુભ રાગના પરિણામ તે વિભાવ છે. આત્મ પરિણામ નથી. આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ તે મોક્ષ છે અને તેનું કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મપરિણામ છે જે આત્માના અવલંબનથી પ્રગટ થાય છે, વ્યવહારના રાગથી નહીં.
આવી રીતે અહીં યોગ અર્થાત્ મોક્ષમાર્ગના નિરૂપણમાં શ્વેતાંબર અને દિગંબર આચાર્યોમાં મતભેદ જોવા મળે છે.
પરંતુ નિશ્ચય મોક્ષમાર્ગમાં પહોંચવા માટે વ્યવહાર મોક્ષમાર્ગનું આલંબન જરૂરી છે અને તેથી જ ક્રિયા આદિ અનુષ્ઠાનોનું મહત્વ છે. આવી રીતે અર્થઘટન કરતા આ મતભેદનું નિરાકરણ થઈ શકે છે.
ઉપસંહાર
૩૧૩
Page #343
--------------------------------------------------------------------------
________________
દ
સંદર્ભસૂચિ (૧) અનુભવરસ ભાગ - ૧, ૨, ૩, લેખિકા - ડૉ. જસુબાઈ મહાસતી, પ્રકાશક - અખિલ
ભારતીય ચે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સ, પ્રથમવૃત્તિ, ઑક્ટોબર - ૨૦૦૪ શ્રી આચારાંગ સૂત્ર, પ્રથમ શ્રુતસ્કંધ, અનુવાદક : હસુમતીબાઈ મહાસતીજી પ્રકાશક :
શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૯૯ (૩) અધ્યાત્મ યોગીરાજ શ્રી ચિદાનંદજી કૃત પદ્યાવલી, પ્રેરક : મુનિ કપુરવિજયજી મહારાજ,
અનુવાદક : કુંવરજી આણંદજી, પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ,
વિ.સં. ૨૦૫૧ (૪) આઠ દૃષ્ટિની સઝાય, લેખક : ઉપાધ્યાય યશોવિજયજી, પ્રકાશક : શ્રી જૈન ધર્મપ્રસારક
સભા, ભાવનગર, વિ.સં. ૧૯૯૭ શ્રી આનંદઘનજીનાં પદો, વિવેચક : સ્વ. મોતીચંદ ગિ. કાપડીઆ
પ્રકાશક : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૬૪ (૬) શ્રી આનંદઘન ચોવીસી, વિવેચક : શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ, પ્રકાશક : શ્રી જૈન
શ્રેયસ્કર મંડળ અને શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ત્રીજી આવૃત્તિ ઈ.સ. ૧૯૮૧ ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત અધ્યાત્મસાર, અનુવાદક : ડૉ. રમણલાલ શાહ,
પ્રકાશક : શ્રી રાજ સોભાગ સત્સંગ મંડળ, સાયેલા વિ.સં. ૨૦૧૭ (૮) ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત જ્ઞાનસાર, અનુવાદક : પં. ભગવાનદાસ હરખચંદ,
પ્રકાશક : શાહ હીરાલાલ દેવચંદ, અમદાવાદ. વિ. સં. ૧૯૯૭ શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર, વિવેચક : આચાર્યરાજશેખરસૂરિજી, પ્રકાશક : શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા અને
જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. વિ.સં. ૨૦૩૬ (૧૦) શ્રી પૂજ્યપાદસ્વામી વિરચિત “ઇબ્દોપદેશ', અનુવાદક : છોટાલાલ ગાંધી, પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ, પ્રથમ આવૃત્તિ, વિ.સં. ૨૦૨૪ (૧૧) કર્મગ્રંથ ભાગ-૧ (૧૨) શ્રી કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી નિયમસાર, ભાગ-૩, શ્રી કાનજી સ્વામીનાં પ્રવચનો
પ્રકાશક : અપૂર્વ પ્રકાશન, વિ.સં. ૨૦૧૬ (૧૩) શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર, અનુવાદક : પં. હિંમતલાલ શાહ, પ્રકાશક :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર, સાતમી આવૃત્તિ વિ.સં. ૨૦૫૪
૩૧૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #344
--------------------------------------------------------------------------
________________
(૧૪) જૈનયોગ, લેખક : યુવાચાર્ય મહાપ્રજ્ઞ, અનુવાદક : બિપીનભાઈ વચ્છરાજાની, પ્રકાશક : અનેકાન્ત ભારતી, સુરત-૧, પ્રથમ આવૃત્તિ ૧૯૮૧
(૧૫) જૈન દૃષ્ટિએ યોગ લેખક : મોતીચંદ ગિ. કાપડિયા, પ્રકાશક : શ્રી જૈન ધર્મપ્રસારક
:
સભા, ભાવનગર, વિ. સં. ૧૯૭૧
(૧૬) જૈન ધર્મ, લેખક : રમણલાલ શાહ, પ્રકાશક : પરિચય ટ્રસ્ટ, મુંબઈ છઠ્ઠી આવૃત્તિ, ઈ.સ.૨૦૦૨
(૧૭)જૈન ધર્મના મૌલિક સિદ્ધાંતો, લેખક : ધીરજલાલ મહેતા, પ્રકાશક : જૈન ધર્મ પ્રસારણ ટ્રસ્ટ, સુરત ચતુર્થ આવૃત્તિ વિ.સં. ૨૦૨૯
ભાવાનુવાદ :
(૧૮) દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ભાગ ૧, ૨, લેખક : ઉપાધ્યાય યશોવિજયજી, મુનિ અભયશેખરવિજયગણિ, પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ વિ.સં. ૨૦૫૧ (૧૯) દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા પ્રકરણ, નયલતા ટીકા ભાગ-૩,૪,૫,૬, ટીકાકાર : મુનિ યશોવિજયગણિ, પ્રકાશક : દિવ્ય દર્શન ટ્રસ્ટ, દ્વિતીય આવૃત્તિ : વિ.સં. ૨૦૬૨ (૨૦) શ્રી દશવૈકાલિક સૂત્ર, અનુવાદક : શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિ, પ્રકાશક : ભુવનભદ્રંકર સાહિત્ય પ્રચાર કેંદ્ર, મદ્રાસ, ત્રીજી આવૃત્તિ વિ.સં. ૨૦૪૫
(૨૧) શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત ધ્યાનશતક, વિવેચનકાર : પં. ભાનુવિજયજીગણી, પ્રકાશક : દિવ્યદર્શન કાર્યાલય, અમદાવાદ. પ્રથમ આવૃત્તિ વિ.સં. ૨૦૨૮
(૨૨) ધ્યાનવિચાર, વિવેચક : શ્રી કલાપૂર્ણસૂરિજી, પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, (ઈલા) વિ.સં. ૨૦૪૬
(૨૩) દ્વાદશ અનુપ્રેક્ષા (શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત), અનુવાદક : શ્રી કાનજીસ્વામી, પ્રકાશક : શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર. પ્રથમ આવૃત્તિ, વીર નિર્વાણ સં.
૨૫૧૬
(૨૪) શ્રી પાતંજલ યોગદર્શન, વિવરણકર્તા : નથુરામ શર્મા, પ્રકાશક : ગોવિંદજી લાખાણી, પોરબંદ૨, ચોથી આવૃત્તિ સં. ૧૯૮૨
(૨૫) શ્રી પાતંજલ યોગદર્શન, વિવરણકર્તા : રામશંક૨ મોનજી ભટ્ટ, પ્રકાશક : મોક્ષમંદિ૨, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ સં. ૧૯૮૨
(૨૬) પાતંનજીવનપ્રાશ, વિવરણકર્તા : સવાઈલાલ છો. વહોરા, પ્રકાશક : મણીલાલ ઈ. દેસાઈ, મુંબઈ, પ્રથમ આવૃત્તિ સં. ૧૯૭૧
(૨૭) પાતંનયોગ વં નૈનયોાળા તુજનાત્મ અધ્યયન, હેન્રિા : અહા આનંવ, प्रकाशक : भोगीलाल लहेरचंद इन्सटीट्युट ऑफ इण्डॉलाजी, प्रथम आवृत्ति વિ.સં. ૨૦૪૯
સંદર્ભસૂચિ
૩૧૫
Page #345
--------------------------------------------------------------------------
________________
(૩૧)
(૨૮) પ્રવચન રત્નાકર ભાગ-૧૦, શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો, પ્રકાશક : શ્રી કુંદકુંદ –
કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ, વિ. સં. ૨૦૪૨ (૨૯) પરમાગમ દર્શન
પરમપદદાયી આનંદઘન પદ રેહ ભાગ - ૧, ૨, ૩, વિવેચક : પ. પ્ર. મુક્તિદર્શનવિજય, પ્રકાશક : શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ. પ્રથમ આવૃત્તિ ઈ.સ.૧૯૭૦ પ્રેક્ષા ધ્યાન – આધાર અને સ્વરૂપ, લેખક : આચાર્ય મહાપ્રજ્ઞ, અનુવાદક : જયાબહેન સતિયા, પ્રકાશક : અનેકાંત ભારતી પ્રકાશન, અમદાવાદ-૧૫, છઠ્ઠી આવૃત્તિ
ઈ.સ.૨૦૦૦ (૩૨) પ્રેક્ષ - અનુપ્રેક્ષ, લેખક : આચાર્ય તુલસી, પ્રકાશક : ના સાહિત્ય સંધ, ગુરુ,
પ્રથમ આવૃત્તિ ૧૯૮૩ (૩૩) ભાવનાબોધ - મોક્ષમાળા, લેખક શ્રીમદ્ રાજચંદ્ર, પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ,
અગાસ, તૃતીય આવૃત્તિ વિ.સં. ૨૦૨૯ (૩૪) નિત્યનિયમાદિ પાઠ (ભાવાર્થ સહિત), અનુવાદક : મુનિશ્રી યશોવિજયજી, પ્રકાશક :
રાવજીભાઈ દેસાઈ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, પંચમ આવૃત્તિ વિ.સં. ૨૦૩૪ (૩૫) શ્રી વૃદલેંગ્રહણીસૂત્રમ્ (અનુવાદ સહિત), અનુવાદક : મુનિશ્રી યશોવિજયજી, પ્રકાશક :
શ્રી મુક્તિકમલ જેને મોહનમાલા કાર્યવાહક વડોદરા. વિ.સં. ૧૯૯૫ (૩૬) મનોનુશાસનમ્ લેખક : આચાર્ય તુલસી, પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ, ગુરૂ, પ્રથમ
આવૃત્તિ ઈ.સ. ૧૯૭૦ (૩૭) મિલે મન ભીતર ભગવાન, લેખક : આચાર્ય કલાપૂર્ણસૂરિજી, પ્રકાશક : શ્રી મહાવીર
તત્ત્વજ્ઞાન પ્રચારમંડળ, અંજાર - કચ્છ (૩૮) યોગદીપક - યોગસમાધિ, લેખક : આચાર્ય બુદ્ધિસાગરસૂરિ, પ્રકાશક : શ્રી અધ્યાત્મ
જ્ઞાન પ્રસારક મંડળ. ત્રીજી આવૃત્તિ વિ.સં. ૨૦૨૪ (૩૯) યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, લેખક : જયભિખ્ખું, પાદરાકર,
પ્રકાશક : શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ, પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૫૦ (૪૦) યોગીરાજ શ્રી આનંદઘનજીકૃત ચોવીસી સાથે, અર્થકાર : પં. શાંતિલાલ કેશવલાલ,
પ્રકાશક : પં. શાંતિલાલ કેશવલાલ, વિ.સં. ૨૦૩૯ (૪૧) યોગદૃષ્ટિનાં અજવાળાં ભાગ- ૧, ૨, ૩, પ્રવચનકાર : ૫. મુક્તિદર્શનવિજયજી,
પ્રકાશક : શ્રી વર્ધમાન સેવા નિધિ પ્રથમ આવૃત્તિ જાન્યુ. ૨૦૦૪ (૪૨) આચાર્ય હરિભદ્રસૂરિ વિરચિત ‘યોગદૃષ્ટિસમુચ્ચય” (સવિવેચન), વિવેચક : ડૉ.
ભગવાનદાસ મહેતા, પ્રકાશક : મનસુખલાલ મહેતા, વિ.સં. ૨૦૦૬ (૪૩) યોગદૃષ્ટિસમુચ્ચય, વિવેચક : ધીરજલાલ મહેતા, પ્રકાશક : શ્રી જિનશાસન
આરાધના ટ્રસ્ટ
૩૧૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
Page #346
--------------------------------------------------------------------------
________________
(૪૪) યોગદ્દષ્ટિસમુચ્ચય, વિવેચક : આચાર્ય રાજશેખરસૂરિ, પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ
(૪૫) યોગદ્ગષ્ટિસમુચ્ચય, વિવેચક : ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી, પ્રકાશક : શ્રી ગીતાર્થ ગંગા ટ્રસ્ટ
(૪૬) યોગસાર (સવિવેચન), વિવેચક : વિજયકલાપૂર્ણસૂરિજી, પ્રકાશક : શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક કેંદ્ર વિ.સં. ૨૦૫૬
(૪૭) શ્રી હરિભદ્રસૂરિ પ્રણીત યોગબિંદુ, અનુવાદક : શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી, પ્રકાશક : શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ વિ.સં. ૨૦૫૩
(૪૮) યોગબિંદુ (ભાવાનુવાદ), અનુવાદક : મુનિ શ્રી મનક વિજયજી, પ્રકાશક : શા. રમણલાલ જયચંદ, કપડવંજ વિ.સં. ૨૦૨૬
(૪૯) યોગબિંદુ (વિવેચન સહ), લેખક : આચાર્ય ઋદ્ધિસાગરસૂરીશ્વરજી, પ્રકાશક : બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, વિજાપુર વિ.સં. ૨૦૦૭
(૫૦) શ્રી હરિભદ્રસૂરિ વિરચિત યોગવિંશિકા, અનુવાદક : ધીરજલાલ મહેતા, પ્રકાશક : ધીરજલાલ મહેતા, સુરત, પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૪૯
(૫૧) યોગાનુભવ સુખસાગર તથા હરિભદ્રસૂરિષ્કૃત યોગવિંશિકા, વિવેચનકાર : આચાર્ય શ્રી ઋદ્ધિસાગરસૂરિ, પ્રકાશક : શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, વિજાપુર વિ.સં.
૧૯૯૭
(૫૨) શ્રી હરિભદ્રસૂરિષ્કૃત યોગશતક, સંપાદક : ડૉ. ઈન્દુકલા ઝવેરી, પ્રકાશક : પ્રો. રસિકલાલ પરીખ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ પ્રથમ આવૃત્તિ વિ.સં.૨૦૧૨
(૫૩) યોગશતક, વિવેચક : શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી, પ્રકાશક : મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, અંજાર (કચ્છ) વિ.સં. ૨૦૨૯
(૫૪) યોગવિંશિકા (શબ્દશ: વિવેચન), વિવેચનકા૨ - પં. પ્રવીણભાઈ મોતા, પ્રકાશક : ગીતાર્થ ગંગા, અમદાવાદ પ્રથમ આવૃત્તિ વિ.સં. ૨૦૫૪
(૫૫) યોગવિંશિકા, વિવેચન : પં. અભયશેખરગણિ,પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, પ્રથમ આવૃત્તિ વિ.સં. ૨૦૫૫
(૫૬) શ્રી હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર, સંપાદક : ગોપાલભાઈ પટેલ, પ્રકાશક : શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ વિ.સં. ૧૯૩૮
(૫૭) શ્રી યોગશાસ્ત્ર (ભાષાંતર ), ભાષાંતરકર્તા : શ્રી કેસરસૂરિજી મહારાજ, પ્રકાશક : બાલચંદ સકરચંદ શાહ, પંચમ આવૃત્તિ વિ.સં. ૨૦૧૫
(૫૮) યોગશાસ્ત્રનું વિહંગાવલોકન, લેખક : આચાર્ય શ્રી. વિજય કુંદકુંદસૂરીશ્વરજી, પ્રકાશક : જૈન સાહિત્ય વિકાસ મંડળ, ઈર્લા
સંદર્ભસૂચિ
૩૧૭
Page #347
--------------------------------------------------------------------------
________________ (59) યોગશાસ્ત્ર (ભાષાંતર સાથે), સંપાદક : આચાર્ય વિજય જિનેન્દ્રસૂરીશ્વર, પ્રકાશક : શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ - શાંતિપુરી, પ્રથમ આવૃત્તિ વિ.સં. 2049 (60) શ્રી વિનયવિજયજી વિરચિત શાંતસુધારસ, વિવેચક : મોતીચંદ ગિ.કાપડીયા, પ્રકાશક: મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ પંચમ આવૃત્તિ વિ.સં. 2042 સૂત્રકૃતાંગ, અનુવાદક : હસુમતીબાઈ મ. સ., પ્રકાશક : શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ ઈ.સ. 1999 શ્રીમદ્ ભાવતા, પ્રકાશક : વિમવન - માર્યાય, નોરરપૂર તિદત્તરવ સંરVI વિ.સં. 2059 (63) આચાર્ય શુભચંદ્ર વિરચિત શ્રી જ્ઞાનાર્ણવ, અનુવાદક : પન્નાલાલ બાકલીવાલ, પ્રકાશક : શ્રી પરમશ્રત પ્રભાવક મંડલ, વીર સંવત 2433 (64) શ્રીમદ્ રાજચંદ્ર, પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ વિ.સં. 2033 (65) શ્રીમદ્ રાજચંદ્ર કાવ્યઅમૃતઝરણાં, રાવજીભાઈ છગનભાઈ દેસાઈ, પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ તૃતીય આવૃત્તિ વિ.સં. 2043 (66) શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ (વચનામૃતજી)... અંશિક સંકલન, સંકલન : સરોજ જયસિંહ, પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર દ્વિતીય આવૃત્તિ એપ્રિલ 2000 (67) સંગ્રહણી રત્ન (બૃહત્ સંગ્રહણી), આચાર્ય પૂજ્યપાદ વિરચિત, અનુવાદક : ડૉ. જયકુમાર જલજ સમાધિતંત્ર, પ્રકાશક : હિંદી ગ્રંથ કાર્યાલય, મુંબઈ, પ્રથમ આવૃત્તિ 2006 (69) હરિભદ્રી યોગદર્શન, લેખક : આચાર્ય ભદ્રગુપ્તસૂરીશ્વરજી, પ્રકાશક : શ્રી વિશ્વકલ્યાણ મહેસાણા, ટ્રસ્ટ પ્રથમ આવૃત્તિ વિ.સં. 2049 (70) શ્રી હરિભદ્રસૂરિ, કર્તા પ્રો. હીરાલાલ કાપડિયા, પ્રકાશક : ડૉ. ભોગીલાલ સાંડેસરા, વડોદરા, પ્રથમ આવૃત્તિ વિ.સં. 2019 (71) શ્રી હરિભદ્રસૂરિ વિરચિત શ્રી ષોડશક પ્રકરણમ્, અનુવાદ : મુનિ રત્નજ્યોતવિજયજી, પ્રકાશક : શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય, માલવાડા, વિ. સં. ૨૦૫ર (72) હૃદય નયન નિહાળે જગધણી, ભાગ-૧, 2, 3 (આનંદઘન સ્તવન ચોવીસી વિવરણ), વિવેચક : પં. મુક્તિદર્શનવિજયજી, પ્રકાશક : શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ, પ્રથમ આવૃત્તિ વિ.સં. 2064 (73) जैनागमों में अष्टांग योग, लेखक : उपाध्याय आत्मारामजी महाराज, प्रकाशक : लाला मुनशीराज सोमनाथ जैन ओसवाल (74) योगवृत्तिका सार, लेखक : उपाध्याय श्री यशोविजयजी 318 અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS