________________
નવમો પ્રકાશ : રૂપસ્થ ધ્યાન હવે આવે છે રૂપસ્થ ધાન. રૂપ એટલે રૂપમાં બિરાજમાન થયેલા, સ્થિર થયેલ તીર્થકર ભગવાન. સમવસરણમાં બિરાજમાન થયેલા, કેવળજ્ઞાનથી દીપતા, ૩૪ અતિશયોથી યુક્ત, અષ્ટપ્રાતિહાર્ય સહિત એવા અરિહંત પરમાત્માના રૂપનું આલંબન લઈ જે ધ્યાન કરીએ તે રૂપસ્થ ધ્યાન કહેવાય છે. આપણા ચિત્તમાં ત્રણ ગઢવાળા સમવસરણમાં સિંહાસન પર સર્વ ઘાતી કર્મોનો જેણે નાશ કર્યો છે તેવા તીર્થકર ભગવાન બિરાજમાન છે, દેશના દેતી વખતે જે ચાર મુખ સહિત છે, જગતના સર્વે જીવોને અભયદાન આપી રહ્યા છે, ચંદ્રમંડળ સરખા ઉજ્વળ ત્રણ છત્રોથી શોભાયમાન છે. સૂર્યમંડળની પ્રજાને વિંડલન કરતું ભામંડલ એમની પાછળ ઝળહળાટ કરી રહ્યું છે, દિવ્ય દુંદુભિ વાજિંત્ર વાગી રહ્યાં છે, ગુંજારવ કરતા ભ્રમરાના ઝંકારથી મુખર અશોકવૃક્ષથી શોભાયમાન છે, ચામરો બે બાજુ વીંઝાઈ રહ્યા છે, નમસ્કાર કરતા દેવો અને દાનવોના મુકુટનાં રત્નોની કાંતિ વડે એમના પગના નખની કાન્તિ પ્રદીપ્ત થઈ રહી છે, દિવ્ય પુષ્પોના ઢગલાથી પર્ષદાની ભૂમિ પથરાઈ ગઈ છે, ઊંચી ડોક કરી મુગાદિ પશુઓ જેમના મધુર ઉપદેશનું પાલન કરી રહેલાં છે, સિંહ અને હાથી, સર્પ અને નોળિયો આદિ જન્મજાત વૈમનસ્ય ધરાવતાં પ્રાણીઓ પોતાનું વેર ભૂલીને શાંત બેઠાં છે એવા સર્વ અતિશયોથી શોભતા સમવસરણમાં બેઠેલા અરિહંત પ્રભુનું ધ્યાન એ રૂપસ્થ ધ્યાન છે.
એવી જ રીતે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાનાદિ વિકારોના કલંકરહિત, શાંત, મનોહાર, સર્વ ઉત્તમ લક્ષણોથી યુક્ત અને એવી જ યોગધ્યાન મુદ્રાથી મનોહર મનને અને આંખને આનંદ પમાડનારી જિનેશ્વર પરમાત્માની પ્રતિમાના રૂપનું નિર્મળ ચિત્તથી એકી નજરે ધ્યાન કરીએ એ પણ રૂપસ્થ ધ્યાન છે.
આવી રીતે વીતરાગપરમાત્માનું ધ્યાન કરનાર પોતે વીતરાગ થઈ કર્મોથી મુક્ત બને છે. જેમ સ્ફટિકરન પાસે જેવા વર્ણવાળી વસ્તુ રાખવામાં આવે તેવા વર્ણવાળું તે દેખાય છે, એવી જ રીતે સ્ફટિક સરખા આપણા નિર્મળ આત્માને જેવા ભાવનું આલંબન કરાવીએ તેવા ભાવની તન્મયતા તે આત્મા પામે છે. આવી રીતે રૂપસ્થ ધ્યાન સમજાવી અશુભ ધ્યાનનો નિષેધ કર્યો છે. નવમા
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૭૯