________________
એ જ્ઞાનયોગ છે. જિનેશ્વર ભગવાનના કહેલાં જીવાદિક તત્ત્વોમાં રુચિ એ સમ્યગૂ શ્રદ્ધા જે સ્વયં અથવા ગુરુના ઉપદેશથી થાય છે એ દર્શનયોગ છે આ શ્રદ્ધા ઉત્પન્ન થવાના બે પ્રકાર છે. (૧) ગુરુના ઉપદેશ વગર સ્વાભાવિક રીતે થાય તે નિસર્ગ સમ્યકત્વ. (૨) ગુરુના ઉપદેશથી કે જિનેશ્વરભગવંતની પ્રતિમાનાં દર્શનથી થાય તે અધિગમ
સમ્યત્વ.
સર્વદોષવાળા મન, વચન, કાયાદિ યોગોનો ત્યાગ કરવો એ ચારિત્રયોગ છે. મોક્ષનું કારણ યોગ છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ છે. જ્ઞાનથી જાણવામાં આવે, દર્શનથી નિશ્ચય થાય અને ચારિત્રથી તે પ્રમાણે ક્રિયા કરવી. (આ રત્નત્રયી મોક્ષનું કારણ બને છે.) આ ચારિત્ર અહિંસાદિ પાંચ પ્રકારના ભેદભાળું કહ્યું છે. અહીં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો, દરેક પાંચ પાંચ ભાવનાઓ સાથે કહેલાં છે જેનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
પ્રથમ અહિંસા મહાવ્રત એટલે કે પ્રમાદના યોગથી ત્રસ સ્થાવર જીવોનો નાશ ન કરવો. આ વ્રત દૃઢપણે પાલન કરવા મનોગુપ્તિ, એષણાસમિતિ, આદાનસમિતિ, ઇર્યાસમિતિ અને આહાર-પાણી જોઈને ગ્રહણ કરવા આ પાંચ ભાવનાઓની જાગૃતિ રાખવાનું કહ્યું છે.
બીજું મહાવત : બીજાને પ્રિય લાગે તેવું હિતકારી અને સત્યવચન બોલવું. અપ્રિય અને અહિતકર વચન સત્ય હોય તોપણ તે સત્ય વચન ન કહેવાય. હાસ્ય મશ્કરી, લોભ, ભય અને ક્રોધનો ત્યાગ કરી હંમેશાં વિચારપૂર્વક બોલવું. આ ભાવનાઓથી સત્યવ્રતને મજબૂત બનાવવું.
ત્રીજું અચૌર્યવ્રત વસ્તુના માલિકની રજા સિવાય કે તેના આપ્યા સિવાય કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી એ ત્રીજું મહાવ્રત છે. એની ભાવનાઓ નીચે પ્રમાણે બતાવી છે. વિચાર કરી અવગ્રહ - સાધુને રહેવાયોગ્ય વસ્તીની માગણી કરવી. વારંવાર અવગ્રહની યાચના કરવી. જરૂર હોય તેટલો જ અવગ્રહ રાખવો. સ્વધર્મીઓ પાસે અવગ્રહની યાચના કરવી. ગુરુની આજ્ઞા મેળવી આહાર-પાણી વાપરવાં. આ પાંચ ભાવનાઓથી વાસિત થઈ વર્તન કરવાથી ત્રીજા મહાવ્રતનું ઉલ્લંઘન થતું નથી અને સારી રીતે પાલન થાય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર
૧૫૧