________________
સંપ્રજ્ઞાત યોગ અથવા સબીજ યોગ પણ કહે છે. જ્યારે નિરુદ્ધ ચિત્તમાં વૃત્તિમાત્રનો અભાવ થયો હોય છે, એમાં માત્ર સંસ્કાર જ શેષ રહેલા હોય છે. તે નિરુદ્ધ અવસ્થાને જ અસંપ્રજ્ઞાત યોગ અથવા નિર્બેજ સમાધિ કહેવાય છે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં સત્ત્વ ગુણનો ઉત્કર્ષ જ નથી તથા વિક્ષિપ્ત ચિત્તમાં સ્થિરતા નથી માટે તે ચિત્ત સમાધિમાં ઉપયોગી નથી.
ઉપાધ્યાય યશોવિજયજી પાતંજલ મત સાથે સહમત થતા નથી. કારણ કે ઘટ બનાવવાની ક્રિયા માટીનો પિંડ બનાવવાથી શરૂ થાય છે. જ્યાં સુધી ઘટ બને નહિ ત્યાં સુધીની ક્રિયામાં અંશાત્મક ઘટ ઉત્પન્ન થાય જ છે. વિક્ષિપ્ત ચિત્તમાં સત્ત્વગુણના ઉદ્રેકથી યોગનો આરંભ થાય જ છે. એટલે એ સમયે પણ કર્મ નિર્જરારૂપ ફળ તો પ્રાપ્ત થાય જ છે. તે રીતે વિક્ષિપ્ત ચિત્તમાં અંશાત્મક યોગ માનીએ તો જ તેના પરિણામે નિરુદ્ધ અવસ્થામાં સંપૂર્ણ યોગ પ્રગટ થાય. માટે વિક્ષિપ્ત ચિત્તને પણ યોગસ્વરૂપ માનવું જોઈએ. આ નિશ્ચયનયનું તાત્પર્ય છે. (જેનદર્શનમાં નિશ્ચયનયના અભિપ્રાય મુજબ કરાતું પણ કાર્ય કરાયેલ કહેવાય છે.)
ઋષિ પતંજલિએ ચિત્તની શુદ્ધિ માટે ચાર ભાવનાઓ કહી છે. मैत्री करुणा मुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां
भावनातश्चितप्रसादनम् ।।१.३३ ।। અર્થ : સાધકે સુખીમાં મૈત્રીની, દુઃખીમાં કરુણાની, પુણ્યવાનમાં મુદિતાની અને પાપીમાં ઉપેક્ષાની ભાવનાથી ચિત્તના દોષોની નિવૃત્તિ કરવી.
મૈત્રી - સુખી મનુષ્યોની ઈર્ષ્યા ન કરતાં તેમની સાથે મૈત્રી રાખવી. કરૂણા - દુઃખી મનુષ્યો પ્રત્યે દયાની ભાવના રાખવી. મુદિતા - પુણ્યાશાળીને જોઈને પ્રસન્નતા અનુભવવી.
ઉપેક્ષા - પાપી મનુષ્યનો તિરસ્કાર ન કરતાં તેમના પાપ પ્રત્યે ઉદાસીનતા દાખવવી.
જૈનદર્શનમાં આત્મભાવમાં સ્થિરતા લાવવા આ જ ચાર ભાવનાનો ઉલ્લેખ કરાયેલો છે.
૨૯૦
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની