________________
मैत्रीप्रमोदकारुण्य - माध्यस्तपरिचिन्तनम् । સમુITઘવિરૃરય - મીનાડપ્રજ્ઞાપ્યોવરમ્ II૪૦૨ાા યોગબિંદુ
જૈનદર્શનમાં મૈત્રી વધારે સુક્ષ્મ રીતે બતાવેલી છે. પ્રાણીમાત્ર સાથે એટલે છ કાયના બધા જીવો સાથે મૈત્રીભાવ કેળવવાનું કહેલું છે જ્યારે પાતંજલ યોગસૂત્રમાં સુખી પ્રાણી સાથે મૈત્રી બતાવવામાં આવી છે.
યોગલક્ષણ અને ચિત્તવૃત્તિ પર પાતંજલ યોગદર્શન અને જૈન દર્શનના (Views) વિચાર્યા પછી બેઉ દર્શનમાં યોગનું મહાભ્ય દર્શાવેલું છે. યોગ મોક્ષની કેડી છે. વિદ્ગોને શાંત કરનાર છે. યોગરૂપ કલ્પવૃક્ષથી આ લોકમાં લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, પરલોકમાં અભ્યદય થાય છે, પરમાત્મપદ પ્રાપ્ત થાય છે. આવા યોગનું ફળ યોગસૂત્રમાં કહે છે – પાતંજલ દર્શન મુજબ સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિને એક વિષયમાં કેન્દ્રિત કરવાં. આ સંયમનો અભ્યાસ કરવાથી ખરેખર હેય-શેય વિષયોમાં પ્રજ્ઞાનો ફેલાવો થતો જાય છે. અલગ અલગ રીતે સંયમ કરવાથી અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. યોગસૂત્રમાં કહ્યું કે, ત્રણ પ્રકારનાં પરિણામો (ધર્મસ્વરૂપ પરિણામ, લક્ષણસ્વરૂપ પરિણામ, અવસ્થારૂપ પરિણામ) પર સંયમ કરવાથી અતીતકાલીને અને અનાગતકાલીન વિષયનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ-બુદ્ધિ સંબંધી સંયમ કરવાથી હંસ, મૃગ, સાપ વગેરે તમામ જીવોના શબ્દનું જ્ઞાન થાય છે. કર્મના ભેદો વિશે સંયમ કરવાથી અરિષ્ટ દ્વારા મૃત્યુનું જ્ઞાન થાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવનાઓ વિશે સંયમ કરવાથી તે તે ભાવનાઓ બળવાન બને છે. હાથી વગેરેના બળને વિશે સંયમ કરવાથી હાથી વગેરેની તાકાત યોગીમાં પ્રગટે છે. આવી રીતે અનેક પ્રકારની લબ્ધિઓ, અણિમા-મહિમાદિ આઠ ઐશ્વર્યનો પ્રાદુર્ભાવ, અનેક સિદ્ધિઓ યોગસૂત્રમાં બતાવ્યા પ્રમાણે પ્રાપ્ત થાય છે.
આની સમીક્ષા કરતાં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે આ સિદ્ધિઓમાં જે વૈવિધ્ય છે તેનું કારણ કર્મનો ક્ષયોપશમ છે. આ સિદ્ધિઓને જ્ઞાનસિદ્ધિ અને શક્તિસિદ્ધિ એમ બે પ્રકારની સિદ્ધિ કહી શકાય. જે જ્ઞાનસિદ્ધિ થાય છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. અને હાથી વગેરે જેવું બળ મળવારૂપ જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી થાય છે. પાતંજલ
( જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૧