________________
યોગદર્શનમાં સંયમ શબ્દનો અર્થ છે - કોઈ પણ એક જ વિષયમાં ધારણા, ધ્યાન-સમાધિની એકાગ્રતા. જ્યારે જૈનદર્શનમાં સંયમ એટલે સદોષ પ્રવૃત્તિનો ત્યાગ અને શાસ્ત્રવિહિત પ્રવૃત્તિનો સમન્વય. સયમ- સારી રીતે યમ પાળવા, ઇન્દ્રિયોને તથા મનને અશુભ પ્રવૃત્તિમાં જતી રોકવી તે સંવર અથવા સંયમ છે. આત્માને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરે પાપના સ્થાનકરૂપ આસવને આવતા રોકવા તેને સંયમ કહેવાય છે. આવા સંયમથી જ ઉ૫૨ની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. પાતંજલ દર્શનમાન્ય સંયમથી મનની એકાગ્રતા આવી શકે પરંતુ મોહનીય કર્મનો ક્ષય કે ક્ષયોપશમ ન થઈ શકે. કારણ કે તેમાં આત્મવિશુદ્ધિનું પ્રણિધાન જ ભળતું નથી. જૈનદર્શન પ્રમાણે શાસ્ત્રવિહિત અનુષ્ઠાનનું પ્રણિધાન ક૨વાસ્વરૂપ સંયમથી જ મોહનીય કર્મનો ક્ષય થતાં શેષ રહેલા ઘાતી કર્મનો નાશ થતાં સર્વ વિષયક જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે.
ઉપાધ્યાય યશોવિજયજી જૈનદર્શન મુજબ યોગનું મહાત્મ્ય જણાવતાં કહે છે કે પ્રાયશ્ચિત્ત પાપનું નાશક છે. માટે પૂર્વજન્મમાં કરેલાં પાપાદિ કર્મોનું પ્રાયશ્ચિત્ પણ યોગ છે. તથા અંતઃકોટાકોટીની સ્થિતિવાળાં કર્મોનો નાશ કરવામાં સહાયક ધર્મસંન્યાસ પણ યોગ છે. તેવા યોગથી નિકાચિત કર્મોનો પણ ક્ષય થાય છે. જ્ઞાન, ક્રિયા, પ્રાયશ્ચિત્ત વગેરે પણ યોગ છે. વૃક્ષોને જેમ આગ સળગાવે છે તેમ યોગથી કુટિલ એવાં કર્મોનો નાશ થાય છે.
ભરતચક્રીએ આ યોગના બળે જ અરીસા મહેલમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. પૂર્વે કદાપિ ધર્મ ન મેળવવા છતાં આ યોગના પ્રભાવથી જ મરુદેવા માતાએ મોક્ષપદ પ્રાપ્ત કર્યું.
ન
આચાર્ય હરિભદ્ર અને પાતંજલના યોગ વિશેના વિચારો ઃ
આચાર્ય હરિભદ્રસૂરિએ એમના યોગવિષયક ગ્રંથ ‘યોગબિંદુ’માં યોગના અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ પાંચ ભેદ કર્યા છે. એમણે આ યોગભેદોની પાતંજલકૃત યોગભેદ સાથે તુલના કરી છે. તેમાં 8સમતાયોગને પતંજલિ મુનિ સંપ્રજ્ઞાત સમાધિ યોગ કહે છે અને છેલ્લા વૃત્તિસંક્ષય યોગને અસંપ્રજ્ઞાત સમાધિ કહે છે. વૃત્તિનો સંક્ષય એટલે આત્માને લાગેલાં મોહમાયારૂપ કર્મોનો નાશ કરવો તે. અહીં આત્મા સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ કરવારૂપ
9
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨૯૨