________________
વૃત્તિ-નિરોધ રૂપે સમાધિ યોગને પ્રાપ્ત કરે છે. યોગીનું અશેષ ભાવમન અને જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતી કર્મ ને વૃત્તિનો નાશ થઈ યોગી આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ કરે છે તેવા યોગીની સ્વરૂપસ્થિતિ અસંપ્રજ્ઞાત સમાધિયોગ કહેવાય છે.
એવી જ રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ એમના યોગવિષયક બીજા ગ્રંથ ‘યોગદષ્ટિસમુચ્ચય'માં યોગી સંપૂર્ણ આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે ત્યાં સુધી આત્માનો ક્રમિક વિકાસક્રમ સમજાવવા માટે એને આઠ ભૂમિકામાં વહેંચ્યો છે જે યોગદષ્ટિ કહેવાય છે. આ આઠ યોગદૃષ્ટિનો એમણે પાતંજલના અષ્ટાંગ યોગના એક એક અંગ સાથે સમન્વય કર્યો છે. એને આવી રીતે એમણે જૈન યોગ અને પાતંજલ યોગદર્શનનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.
યોગદર્શન અને જૈન દર્શન બંનેનું લક્ષ એક જ છે - મોક્ષ અથવા મુક્તિ જે યોગ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. યોગદર્શનમાં અષ્ટાંગ યોગ દ્વારા છેલ્લું અંગ કે જે સમાધિ છે તેના દ્વારા કેવલ્યની પ્રાપ્તિ થાય છે. એ જ જૈનદર્શનમાં ધ્યાનયોગ દ્વારા શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પાતંજલ દર્શનમાં આ ધ્યાનયોગની પ્રાપ્તિ માટે અષ્ટાંગ યોગના ક્રમશ: એક એક પગથિયાં બતાવેલાં છે. ધ્યાનયોગ સુધી પહોંચવું હોય તો આચરણમાં યમ, નિયમ જરૂરી છે. કાયાની સ્થિરતા માટે આસન જરૂરી છે, જે મનની સ્થિરતા માટે પણ જરૂરી છે. જ્યારે પ્રાણાયામ વડે ચિત્તની સ્થિરતા થાય છે. ચિત્તને એક સ્થાને સ્થિર કરવા માટે પ્રથમ ચિત્તને પાંચ ઇન્દ્રિયોના વિષયોથી તેમજ મનના સંકલ્પ વિકલ્પથી પાછું ખેંચવાની જરૂર છે. તો જ તેને આત્મસ્વરૂપમાં સ્થિર કરી શકાય. અષ્ટાંગ યોગના પાંચમા અંગ - પ્રત્યાહાર - થી મનને ઇંદ્રિયોના વિષયોથી પાછું ખેંચી શકાય છે. એના પછી છઠું અંગ ધારણા આવે છે. શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાન માટે ચિત્તને પ્રથમ એક સ્થાને સ્થિર કરવાની આવશ્યકતા છે જે ધારણાથી સિદ્ધ થાય છે. અને ધ્યાન એટલે ધારણાના જે ધ્યેયમાં ચિત્તની સ્થિરતા કરેલી છે તે જ વિષયને આલંબન કરી ત્યાં એકાગ્રતા કરવી. આવી રીતે ધ્યાનનો દીર્ઘકાલપર્યત, અંતરાયરહિત અભ્યાસ કરવામાં આવે ત્યારે અષ્ટાંગ યોગનું અંતિમ ચરણ - સમાધિ પ્રાપ્ત થાય છે.
જૈનદર્શનમાં અષ્ટાંગ યોગનું છઠું અંગ ધારણા અને અંતિમ અંગ સમાધિ
જૈન યોગ અને પાતંજલ યોગ તુલનાત્મક અભ્યાસ
૨૯૩