________________
એ ધ્યાનમાં જ સમાવિષ્ટ થાય છે. જેનદર્શનમાં સમાધિને પણ ધ્યાનરૂપ જ માનેલું છે. ધ્યાનની ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ સમાધિ છે.
આવી રીતે પાતંજલ યોગદર્શન અને જૈનદર્શન બંનેનું અંતિમ લક્ષ્ય મુક્તિ છે તે માટે પહોંચવાનો માર્ગ જે ધ્યાનયોગ છે તે એક જ છે. પરંતુ જુદી જુદી રીતે તેનું નિરૂપણ કરેલું છે.
જૈન દર્શનની વિશિષ્ટતા - સ્વસ્વરૂપનું ધ્યાન.
આવી રીતે આ યોગ-સાધનાનો માર્ગ વિચારીએ તો જે સાધનાથી આત્માની શક્તિનો વિકાસ થઈ, આત્મા પૂર્ણ સ્વ-સ્વરૂપમાં સ્થિર થાય એ યોગ છે. જે સાધનાથી આત્માનો પરમાત્મા સાથે સંયોગ થાય, આત્મા-પરમાત્મા બને, પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે એ યોગસાધના છે. એના માટેનું યોગશાસ્ત્ર જે કોઈ પણ દર્શનનું હોય પણ એનું લક્ષ્ય આત્મશુદ્ધિનું જ છે. આત્મશુદ્ધિ માટે યોગસાધના જરૂરી છે. છતાં પણ પાતંજલ યોગદર્શનના યોગનો ધ્યેય ચિત્ત અને વૃત્તિના નિરોધ પૂરતો છે. પણ જૈનદર્શનની યોગસાધના માત્ર ચિત્તવૃત્તિનો વિરોધ કરીને વિરમતી નથી. ચિત્તવૃત્તિનિરોધ પછી એતો ચિત્તવૃત્તિનાં મૂળભૂત કારણો અને તેનો નાશ કરી વીતરાગતાની પરાકાષ્ઠા અને આત્મસ્વરૂપની પૂર્ણતા પ્રાપ્ત કરાવે છે.
૨૯૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની