________________
પાછળ હઠી શકાય છે.
વિપાક-વિચય : વિપાક એટલે ફળ, ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા કર્મફળના ઉદયનું ચિંતવન એ વિપાક-વિચય ધર્મધ્યાન. અરિહંત ભગવંત સુધીની સંપદા અને નારકી સુધીની વિપદા તે બંને અનુક્રમે પુણ્ય અને પાપનાં શુભાશુભ કર્મોના ફળ રૂપે જ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રયિને કર્મોના ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થાય છે. તે કર્મો આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણ કર્મ- ઉદયથી અજ્ઞાનીપણું પ્રાપ્ત થાય, સાતાવેદનીય કર્મથી સુખનો અને અસતાવેદનીયથી દુ:ખનો અનુભવ થાય. આયુષ્યકર્મના ઉદયથી ચાર ગતિમાં ફરવું પડે વગેરે. આવી રીતે કર્મની આઠ મૂળ પ્રકૃતિઓના વિપાકોના વિચાર કરવો એ વિપાક-વિચય ધર્મધ્યાન છે.
સંસ્થાન-વિચય: સંસ્થાન એટલે આકાર. અનાદિ, અનંત એવા ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશસ્વરૂપ આ લોકની આકૃતિનું અને લોકમાં રહેલા દ્રવ્યોના આકારનું કે સ્વરૂપનું ચિંતવન કરવું એ સંસ્થાન-વિચય ધર્મધ્યાન છે. આવી રીતે વિવિધ પ્રકારના દ્રવ્યમાં રહેલા અનંત પર્યાય પરિવર્તન પામતા હોવાથી તેવા દ્રવ્યનાં ઉત્પત્તિ, સ્થિતિ અને વ્યય સંબંધી વારંવાર વિચારણા કરવાથી મન રાગવેષાદિવાળું થતું નથી અને મન આકુળતા પામતું નથી.
આ ચાર ભેદવાળા ધર્મધ્યાનમાં લયોપથમિક આદિ ભાવ હોય છે. અને આ ધ્યાનમાં એ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ અનુક્રમે પીત, પદ્મ અને શુક્લલેશ્યા વિશુદ્ધ, વિશુદ્ધ હોય છે. આ ધર્મધ્યાન અપ્રમત્ત સંયતને તથા ઉપશાંત કષાયવાળાને તથા ક્ષીણ કષાયવાળાને હોય છે. યોગી જ્યારે આ ધર્મધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત કરે છે ત્યારે એ અતીંદ્રિય આત્મિક સુખ અનુભવે છે. અહીં હેમચંદ્રાચાર્ય ધર્મધ્યાનનું પારલૌકિક ફળ વર્ણવતાં કહે છે કે ધર્મધ્યાનમાં શરીરનો ત્યાગ કરનાર યોગીઓ ગ્રેવેયક આદિ વૈમાનિક દેવલોકમાં ઉત્તમ દેવપણે ઉત્પન્ન થાય છે. પુણ્યની પ્રબળતાથી ત્યાં ઉત્તમોત્તમ સુખ ભોગવી એ દિવ્ય ભોગો પૂર્ણ થયા પછી દેવલોકમાંથી ઔવે છે અને મનુષ્યલોકમાં ઉત્તમ, દિવ્ય વંશમાં અવતાર પામે છે. ત્યાં પણ પુણ્યાનુબંધી પુણ્યથી પ્રાપ્ત થયેલ ઉત્તમોત્તમ ભોગો અનાસક્તિથી ભોગવી પછી સંસારથી વિરકત થઈ ધ્યાન દ્વારા સર્વ કર્મોનો નાશ કરી શાશ્વત પદ પ્રાપ્ત કરે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૮૧