________________
અગિયારમો પ્રકાશ દસમા પ્રકાશમાં સ્વર્ગ અને પરંપરાએ મોક્ષના કારણભૂત ધર્મધ્યાનનું સ્વરૂપ વર્ણવ્યા પછી અગિયારમા પ્રકાશમાં શુક્લધ્યાન, તેના અધિકારો, અને તેના ચાર ભેદોનું સ્વરૂપ વર્ણવેલું છે.
વજઋષભ નારીચ નામના પ્રથમ સંઘયણવાળા અને પૂર્વના જ્ઞાનને ધારણ કરનારા એવા પૂર્વધર આ શુક્લધ્યાનના યોગ્ય હોય છે. કારણ અલ્પ સત્ત્વવાળા ઇન્દ્રિયોના વિષયોથી વ્યાકુળ થયેલા હોવાથી કોઈ પણ પ્રકારે ચિત્તની સ્થિરતા કરવા માટે સમર્થ હોતા નથી. શુક્લધ્યાનમાં જ્યારે આત્મા લીન બનેલો હોય ત્યારે તેના શરીરને કોઈ છેદે, ભેદ, હણે કે બાળે, વર્ષા, વાયરો, ઠંડી કે ગરમી આદિ અતિમાત્રામાં હોય તોપણ તે દુઃખથી કંપે પણ નહીં. પોતે તટસ્થ દ્રષ્ટા હોય તેમ આત્મધ્યાનમાં જ સ્થિર રહે. અહીં ગજસકુમાર કે મેતારક મુનિનું દૃષ્ટાંત યાદ આવે. ગજસકુમારના માથા ઉપર એમના સસરા સૌમિલે સગડીની જેમ અગ્નિ પ્રગટાવ્યો કે મેતારજ મુનિ પર ચોરી કરવાની શંકા થવાથી સોનીએ એમને ચામડામાં વીંટી તડકે રાખ્યા એવા મરણાંત ઉપસર્ગથી પણ પોતાના ધ્યાનથી શ્રુત ન થતાં બેઉ જણા પરમાત્મપદ પામ્યા.
હવે શુક્લધ્યાનના ભેદો કહે છે. તેનો ચાર ભેદ છે.
૧. પૃથકત્વ વિતર્ક સવિચાર ૨. એકત્વ વિતર્ક અવિચાર ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ૪. સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ
પ્રથમ બે ભેદો પૂર્વધર છબસ્થ યોગીને શ્રુતજ્ઞાનના અવલંબનથી હોય છે. જ્યારે છેલ્લા બે ભેદો સર્વ દોષરહિત એવા કેવલદર્શન અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયેલા યોગીને હોય છે.
૧. પૃથકત્વ વિતર્ક સવિચાર એ ત્રણે યોગની પ્રવૃત્તિવાળા યોગીમાં હોય છે. પૃથકત્વ એટલે ભેદ, વિતર્ક એટલે પૂર્વગતશ્રુત અને વિચાર એટલે દ્રવ્ય-પર્યાય, અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ એટલે કે પરાવર્તન. જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારો (આત્મા કે પરમાણુ આદિ) કોઈ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસાર ઉત્પાદ (સ્થિતિ, મૂર્તત્વ, અમૂર્તવાદિ) પર્યાયોનું એકાગ્રપૂર્વક
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની)