________________
ભેદ પ્રધાન ચિંતન થાય. સાથે દ્રવ્ય-પર્યાય આદિનું - અર્થ, વ્યંજન અને યોગોનું પરિવર્તન થાય, સંક્રમણ થાય તે પૃથ વિતર્ક સવિચા૨ ધ્યાન જે શુક્લધ્યાનનો પ્રથમ ભેદ છે.
૨. એકત્વ વિતર્ક અવિચાર ઃ એકત્વ એટલે અભેદ. શુક્લધ્યાનના આ બીજા ભેદમાં દ્રવ્ય-પર્યાયનું અભેદ રૂપે ચિંતન હોય છે. આ ભેદમાં પૂર્વગત શ્રુતના આધારે, આત્મા કે પરમાણુ આદિ કોઈ એક દ્રવ્યને આશ્રયીને, ઉત્પાદ આદિ કોઈ એક પર્યાયનું અભેદપ્રધાન ચિંતન થાય અને અર્થ - વ્યંજન – યોગના પરિવર્તનનો અભાવ હોય તે એકત્વ વિતર્ક અવિચાર ધ્યાન. વિચા૨નો અભાવ એટલે અવિચા૨. આ ધ્યાન વિચારરહિત હોવાથી પવનરહિત રહેલા સ્થિર દીપક સમાન નિષ્કપ ધ્યાન હોય છે. (પ્રથમ ભેદમાં સ્થૂલ પદાર્થનું ધ્યાન સંભવે (હોય) છે જ્યારે બીજામાં સૂક્ષ્મનું ધ્યાન હોય છે.) અને એ મન આદિ એમ યોગની પ્રવૃત્તિવાળામાં હોય છે. શુક્લધ્યાનના છેલ્લા બે ભેદો કેવળ કેવળી અવસ્થામાં હોય છે.
૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ઃ અહીં સૂક્ષ્મ ક્રિયા એટલે ક્રિયા અતિ અલ્પ હોય છે. મન અને વાણીના યોગનો પૂર્ણ નિરોધ થાય છે અને શ્વાસોચ્છ્વાસરૂપ કેવળ સૂક્ષ્મ કાયયોગ બાકી રહે છે ત્યારે આ ધ્યાન હોય છે. અપ્રતિપાતી એટલે પતનથી રહિત. અરિહંત અવસ્થા પ્રાપ્ત થયા પછી જ્યારે કેવલી ભગવંતનું આયુષ્ય કેવળ અંતર્મુહૂર્ત જેટલું બાકી રહે છે ત્યારે યોગનિરોધની ક્રિયા શરૂ કરે છે. જ્યારે વચનયોગ અને મનોયોગનો સર્વથા નિરોધ થઈ જતાં માત્ર શ્વાસોચ્છ્વાસરૂપ સૂક્ષ્મ કાય-યોગ બાકી રહે છે.
૪. વ્યુપરતક્રિયા નિવૃત્તિ : આ શુકલધ્યાનનો ચોથો અને અંતિમ ભેદ છે. અહીં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મક્રિયાનો પણ નિરોધ થાય છે. અહીં મન, વચન, કાયા આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈ પણ જાતની ક્રિયા નથી. ત્રણે યોગો નિરોધ કરી યોગથી રહિત થઈ અયોગી કેવલી ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવેશ કરી શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરે છે.
શુક્લધ્યાનમાં યોગી જ્યારે અનેક પ્રકારના સૂક્ષ્મ અભ્યાસવાળો થાય ત્યારે આત્મગુણ પ્રગટતાં શુક્લધ્યાનની એકતાને લાયક થાય છે. ત્રણ જગતના
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૮૩