SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्ख । णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि ।। ४१४ ।। સમયસાર અર્થ : બહુવિધનાં મુનિલિંગને અથવા ગૃહસ્થીલિંગને, ગ્રહીને કહે છે મૂઢજન ‘આ લિંગ મુક્તિમાર્ગ છે.’ ૪૦૮ પણ લિંગ મુક્તિમાર્ગ નહિ, અર્હત નિર્મમ દેહમાં, બસ લિંગ છોડી જ્ઞાન ને ચારિત્ર, દર્શન સેવતા. ૪૦૯ યુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦ તેથી તજી સાગા૨ કે અણગાર-ધારિત લિંગનો, ચારિત્ર - દર્શન - જ્ઞાનમાં તું જોડે રે! નિજ આત્માને. ૪૧૧ વ્યવહા૨નય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે. ૪૧૪ આચાર્ય કુંદકુંદદેવ ‘સમયસાર'માં વાસ્તવિક મોક્ષમાર્ગને બતાવતાં કહે છે કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી કારણ કે લિંગ દેહમય છે. દેહ પુદ્ગલદ્રવ્યમય છે. એટલે આત્માને માટે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. શરીરની ક્રિયા અને શુભાગનું મમત્વ છોડીદર્શન-જ્ઞાન-ચારિત્રની ઉપાસના કરવી તે જ મોક્ષમાર્ગ છે. બધાય અરિહંત ૫૨માત્માઓએ આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. આત્માની પૂર્ણ શુદ્ધ, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશા એટલે મોક્ષ. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે. તે આત્મપરિણામ છે. આ દેહ છે તે આત્માથી પૃથક્ છે, ૫૨ છે. તે આત્મા નથી. અને દેહાદિ પરના આશ્રયે થયેલાં શુભાશુભ રાગનાં પરિણામ તે વિભાવ છે, આત્મપરિણામ નથી. એટલે કુંદકુંદદેવ પ્રેરણા આપતાં કહે છે કે મુનિ કે ગૃહસ્થનું દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. અહીં ગૃહસ્થ માટે સાગારો શબ્દ વાપર્યો છે અને મુનિ માટે અણગારો એટલે સાગારો (ગૃહસ્થ) અને અણગારો અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની ૩૬
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy