SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ (મુનિઓ) દ્વારા ગ્રહાયેલા દ્રવ્યલિંગને છોડીને તું આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં લગાવી દે. આ જ મોક્ષમાર્ગ છે. શુભરાગના પરિણામને દેહમય લિંગ કહ્યું છે. અને તે અન્ય દ્રવ્યમય હોવાથી મોક્ષમાર્ગરૂપ નથી. આગળ કુંદકુંદ આચાર્ય વ્યવહારનય અને નિશ્ચયનયનો ભેદ બતાવતાં કહે છે. સમ્યગ્દર્શન સહિત સમ્યક્ ચારિત્ર આત્માના અવલંબનથી પ્રકટ થાય છે. વ્યવહારના રાગથી નહીં નિશ્ચયનય એ વ્યવહારથી ઉપર ઊઠીને સ્વરૂપમાં રમણતા ને અંતર્લીનતા કરવાની વાત કરે છે. વ્યવહારનય જ મુનિલિંગ અને શ્રાવકલિંગ એ બને લિંગોને મોક્ષમાર્ગ કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ કહેતો નથી. મુનિદશા અને જે વ્રત-તપ આદિ વિકલ્પ છે તે વ્યવહાર છે પરમાર્થ નથી. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં પં. ટોડરમલજી કહે છે, “મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય-મોક્ષમાર્ગ છે તથા જ્યાં મોક્ષમાર્ગ તો નથી પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર-મોક્ષમાર્ગ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચારનિરૂપણ તે વ્યવહાર માટે વ્રત-તપાદિ રાગનાં પરિણામ છે તે આત્મ-પરિણામ નથી, તે વિભાવ છે. આત્માનાં પૂર્ણ શુદ્ધ પરિણામ તે મોક્ષ છે અને તેનું કારણ સમ્યક દર્શન-જ્ઞાનચારિત્રરૂપ આત્મપરિણામ છે. જેઓ પરમાર્થબુદ્ધિથી અનુભવે છે તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. આ વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગ આચાર્ય કુંદકુંદદેવ એમના ‘પંચાસ્તિકાયસંગ્રહ' ગ્રંથમાં પણ કહે છે. धम्मादीसद्दहणं सम्मतं णाणमंगपुव्वागदं । चेठ्ठा तवम्हि चरिया ववहारो मोक्खमग्गो त्ति ।।१६० ।। પંચાસ્તિકાય णिच्छयणएण भणिदो तिहि तेहिं समाहिदो हु जो अप्पा । ण कुणदि किंचि वि अण्णं ण मुयदि सो मोक्खमग्गो त्ति ।।१६१।। પંચાસ્તિકાય (આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જૈન યોગ ૩૭
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy