SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નિયમસાર ગ્રંથના આ અધિકારની છેલ્લી ગાથામાં કહે છે – અનંતા તીર્થંકરો થયા તે બધા આ રીતે યોગની અર્થાત્ શુદ્ધ રત્નત્રયની ભક્તિ કરીને મુક્તિ પામ્યા છે માટે તું પણ તેવી ભક્તિ કર. उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं । णिव्वुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ।।१४०।। અર્થ : વૃષભાદિ જિનેશ્વર ભગવંતો આ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃત્તિસુખને પામ્યા. તેથી યોગની ઉત્તમ ભક્તિને તું ધારણ કર. શ્રી કુંદકુંદાચાર્ય ‘સમયસાર ગ્રંથમાં પણ આ રત્નત્રયી – જે સમ્યમ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે એને જ મુક્તિમાર્ગ કહે છે. અહીં આચાર્યદેવ બહુ મહત્ત્વની વાત કરે છે કે દ્રવ્યલિંગ અર્થાત્ શરીરની ક્રિયા કે રાગની ક્રિયા એ શરીરાશ્રિત હોવાથી મોક્ષમાર્ગ નથી. પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. શ્વેતાંબર આચાર્ય હરિભદ્રસૂરિ કે ઉપાધ્યાય યશોવિજયજી યોગ અર્થાત્ મોક્ષમાર્ગને સમજાવતાં કહે છે કે – જે જે ધર્મવ્યાપાર આત્માને મોક્ષ સાથે જોડે છે એ સર્વ ક્રિયા - ધર્મક્રિયા યોગ છે. અર્થાત્ મોક્ષમાર્ગ છે. આચાર્ય હરિભદ્રસૂરિયોગવિંશિકાના પ્રથમ શ્લોકમાં જ કહે છે - મુQuT जोयणाओ, जोगो सव्वोवि धम्मवावारो ।।१।। જે વ્યવહારનય છે. જ્યારે આચાર્ય કુંદકુંદદેવ કેવળ સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રને મુક્તિમાર્ગ કહે છે - पासंडीलिंगाणि व गिहिलिंगाणि व बहुप्पयाराणि । घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो त्ति ।।४०८।। ण दु हो दि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा । लिंगं मुइत्तु दंसणणाणचरित्ताणि सेवंति ।।४०९।। ण वि एस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरित्ताणि मोक्खमग्गं जिणा बेति ।।४१०।। तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे । दंसणणाणचरित्ते अप्णाणं जुंज मोवखणहे ।।४११ ।। (આચાર્ય કુંદકુંદદેવની કૃતિઓમાં જેન યોગ ૩૫
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy