________________
આ સંયોગી કેવળીભાવી અસંપ્રજ્ઞાત સમાધિ તેરમે ગુણસ્થાનકે હોય છે અને એ યોગનિરોધના પ્રારંભની પૂર્વ અવસ્થા છે.
અંતિમ અયોગી કેવળીભાવી અસંપ્રજ્ઞાત સમાધિ પરિસ્પન્દરૂપ વૃત્તિઓના અત્યન્ત ઉચ્છેદથી થાય છે. એ ચૌદમા ગુણસ્થાનકે હોય છે જ્યાં મન, વચન અને કાયાની ક્રિયાનો સર્વથા વિનાશ થાય છે એટલે જ મન, વચન અને કાયાથી આત્મપ્રદેશોનું પરિસ્પંદન હોતું નથી. આ કેવળજ્ઞાનનું ફળ છે કારણ કે કેવળજ્ઞાનના ફળ રૂપે જ યોગનિરોધ થાય છે.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી પરિસ્પન્દનરૂપ વૃત્તિઓ અને તેના બીજભૂત કર્મોદય આ બંનેનો ક્ષય થવાથી અયોગ નામની સમાધિ પ્રાપ્ત થાય છે.
અહીં મન-વચન-કાયાનો કોઈ જ (સુક્ષ્મ પણ) યોગ નથી માટે અયોગ છે. મોક્ષની સાથે યોજન કરનારો હોવાથી યોગ” છે. અહીં આત્મા પૂર્ણપણે પોતાના સ્વરૂપમાં પોતાના આત્મભાવમાં જ વર્તતો હોય છે. માટે એ સમાધિરૂપ છે. જીવનું સર્વ વીર્ય કેવળ આત્મસ્વભાવમાં જ વિશ્રાન્ત થયેલું હોય છે અને લેશ પણ પુગલભાવમાં પ્રવર્તતું નથી. અયોગી અવસ્થામાં સર્વ સંવરરૂપ આત્માની અવસ્થા છે. આ અવસ્થાને અયોગયોગ કે અયોગસમાધિ કહેવાય છે. અન્ય દર્શનકારો આ અવસ્થાને જુદા જુદા નામે ઓળખે છે. જેમ કે પતંજલિ આને ધર્મમેઘ નામે કહે છે. તો બીજા અયોગયોગને અમૃતાત્મા, ભવશત્રુ, શિવોદય વગેરે નામથી ઓળખે છે.
અમૃતાત્મા અમર અવસ્થાનું કારણ અમૃત છે. આત્માની અસર અવસ્થારૂપ મોક્ષનું કારણ હોવાથી ‘અમૃતાત્મા કહે છે.
ભવશત્રુ ભવસંસારના કારણભૂત સર્વ કર્મોનો ઉચ્છેદ થાય છે એટલે ભવશત્રુ.
શિવોદય ઃ શિવ - શ્રેષ્ઠ કોટિનું સુખ. એનો ઉદય કરનારી આ અવસ્થા.
આવી રીતે યોગી અનુક્રમે ઉપદેશેલા યોગની આરાધના કરીને અયોગીસ્થિતિ પ્રાપ્ત કરી પરમ નિર્વાણને મેળવે છે.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની