________________
યોગદ્દષ્ટિસમુચ્ચય
જૈન તથા જૈનેત૨ દર્શનના યોગગ્રંથોનું ઊંડું ચિંતન, મનન કરી બધાના સારરૂપ અને સમન્વયરૂપ આ ગ્રંથની રચના કરેલી છે. આ યોગગ્રંથમાં આત્મસાધનાનો, જીવના આધ્યાત્મિક વિકાસનો માર્ગ બતાવ્યો છે. યોગમાર્ગની સાધના દ્વારા મોક્ષપ્રાપ્તિનો માર્ગ દર્શાવ્યો છે.
મોક્ષનું મૂળભૂત કારણ છે - સમ્યગ્ બોધ. તે બોધને અહીંદૃષ્ટિ કહેવામાં આવ્યો છે. મોક્ષમાર્ગને અનુસરતી જે દૃષ્ટિ, જે બોધ તે યોગદૃષ્ટિ. બોધ બે પ્રકારના હોય છે - સત્ શ્રદ્ધાયુક્ત બોધ એને યોગદૃષ્ટિ કહેવાય છે. અને સશ્રદ્ધા વિનાનો બોધ એને ઓઘદૃષ્ટિ કહેવાય છે. આજ સુધી જીવની દૃષ્ટિ સાંસારિક સુખ તરફ હતી જે ઓઘદૃષ્ટિ છે. જ્યારે જીવને સંસાર અને વિષયસુખો અસાર લાગવા લાગે અને મન મુક્તિ ત૨ફ વળવા લાગે ત્યારે જીવને યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
જેમ જીવનો સત્પ્રદ્ઘાયુક્ત બોધ વધતો જાય છે, જીવનો આત્મિક વિકાસ થતો જાય છે અને આ યોગદ્દષ્ટિ તીવ્ર થતી જાય છે. જીવના આત્મવિકાસની માત્રાની દૃષ્ટિએ એને આઠ ભાગમાં વહેંચી આ ગ્રંથમાં આઠ યોગદૃષ્ટિ નિરૂપવામાં આવી છે. જીવના ક્રમિક વિકાસને અનુસરી આ આઠ યોગદૃષ્ટિઓનું ક્રમશઃ વર્ણન કરેલું છે. મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા - આઠ દૃષ્ટિઓ છે. પ્રથમ ચાર દૃષ્ટિ સમ્યગ્દષ્ટિ પહેલાંની છે અને પછીની ચા૨ સમ્યગ્દષ્ટિ પ્રાપ્તિ પછીની છે. આઠ દૃષ્ટિમાં ઉત્તરોત્તર જાગૃતિ અને બોધ વધતાં જાય છે. આઠમી પરાદૃષ્ટિમાં જીવ સંપૂર્ણ વિકાસ પામે છે.
આ રીતે ‘પાતંજલ યોગદર્શન’માં બતાવેલ યોગમાર્ગ અને તેની પરિભાષાઓ સાથે જૈન પરિભાષાઓને અહીં સરખાવી છે. ‘પાતંજલ યોગદર્શન’ના અષ્ટાંગ યોગ સાથે અનુક્રમે એક એક દૃષ્ટિનો સમન્વય કર્યો છે. જેમ કે જીવને પ્રથમ મિત્રાદષ્ટિ હોય ત્યારે અષ્ટાંગ યોગનું પ્રથમ અંગ યમ હોય છે. બીજી તારાદ્દષ્ટિમાં બીજું અંગ નિયમ હોય છે. આવી રીતે જીવ જ્યારે સંપૂર્ણ આત્મવિકાસ પામે છે અર્થાત્ પરાદૃષ્ટિમાં હોય છે ત્યારે અષ્ટાંગ યોગનું
આચાર્ય શ્રી હરિભદ્રસૂરિનું પ્રદાન
૯૭