________________
યોગદીપક' ગ્રંથમાં અધ્યાત્મયોગ અને ક્રિયાયોગ સમ્યમ્ રીતે દર્શાવ્યો છે. કોઈ પણ યોગનું ખંડન ન કરતાં પરસ્પર યોગની તરતમતા કેવી રીતે અધિકારભેદ હોય છે તે બતાવેલું છે. યોગનો પ્રકાશ પાડવામાં આ ગ્રંથ દીપક સમાન હોવાથી એનું નામ “યોગદીપક પાડવામાં આવ્યું છે.
આ ગ્રંથમાં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રથમ આત્મા અને આત્માનું સ્વરૂપ સમજાવતાં કહે છે, હું આત્મા છું, આત્મામાં સર્વ પદાર્થો જાણવાની જ્ઞાનશક્તિ રહેલી છે, સર્વ પદાર્થો દેખવાની દર્શનશક્તિ રહી છે, પોતાના શુદ્ધ સ્વભાવે વર્તવાની ચારિત્રશક્તિ આત્મામાં રહેલી છે. આમ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ રત્નત્રયી વડે યુક્ત આત્મા છે. આ રત્નત્રયી આત્માનો સ્વાભાવિક ધર્મ છે. રત્નત્રયી વિના જે અન્ય પદાર્થો છે તેમાં આત્મતત્ત્વ નથી, તે કેવળ મોહબ્રાન્તિ છે. આ પરવસ્તુનો ધર્મ જે આદરે છે તે વિભાવિક ધર્મ છે. અજ્ઞાન દશાથી અનાદિ કાળથી આ આત્મા પરધર્મ આદરી ચોરાસી લાખ જીવયોનિમાં ભટકે છે. જ્યારે આત્મા શુદ્ધ ધર્મ - સ્વાભાવિક ધર્મ પ્રાપ્ત કરી પરધર્મથી મુક્ત થાય છે ત્યારે તે આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં અવસ્થિત થાય છે અને એ પરમાત્મા કહેવાય છે.
વિજ્ઞાન આત્માનો મૂળ સ્વાભાવિક ધર્મ છે અને તે સ્વ અને પરનો પ્રકાશ કરે છે અર્થાત્ જ્ઞાન- ગુણ એ સ્વપરપ્રકાશક છે. આત્માનો સંપૂર્ણ જ્ઞાનગુણ
જ્યારે પ્રકટ થાય છે ત્યારે આત્માના એકેક પ્રદેશમાં લોકાલોક ભાસે છે, એક સમયમાં સર્વ દ્રવ્યોના અનંત ગુણપર્યાયો જણાય છે. આત્માના પોતાના શુદ્ધ સ્વભાવમાં રમણતા કરવી એ ચારિત્ર છે તે આત્માનો સ્વાભાવિક ગુણ છે. શાતાવેદનીયજન્ય સુખ અને અશાતાવેદનીયજન્ય દુ:ખમાં જે સમ છે અર્થાત્ સમભાવ ધારણ કરે છે તે ચારિત્રી છે. ઇર્યાસમિતિ આદિ પંચસમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતાના (સેવનથી) પાલનથી આત્માનો શુદ્ધ ધર્મ પ્રગટ થતો જાય છે. મનને બાહ્યભાવમાં ન જવા દેતાં આત્મામાં જ, સ્વરૂપમાં જ મનને રમણ કરાવવા માટે મનોગુપ્તિની આવશ્યકતા છે. અહીં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ મનની નિર્વિકલ્પદશા સાધવા ઋષિ પતંજલિનો અષ્ટાંગ યોગનો માર્ગ બતાવે છે અને કહે છે આત્મા પોતાના સ્વરૂપનું ધ્યાન કરે ત્યારે મન અન્યત્ર પરિભ્રમણ કરતું નથી. અનંત જ્ઞાન,
૨૪૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )