________________
દર્શન, ચારિત્ર, વીર્ય અને આનંદના ધારક એવો આત્મા ધ્યાન કરવા માટે સદાકાળ યોગ્ય છે. આ આત્મ ધ્યાન કરવા માટે બાહ્ય વસ્તુમાં મમત્વ અર્થાત્ રાગ અને દ્વેષનો ત્યાગ કરવો જરૂરી છે. અર્થાત્ સામ્યભાવ કેળવવો જરૂરી છે.
સામ્યભાવી આત્મા કર્મબંધન કરતો નથી. પણ કર્મની નિર્જરા કરે છે અને ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી અંતે કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરી આત્મા પરમાત્મરૂપ થાય છે.
આ સામ્યભાવ કેળવવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. ઉપાધ્યાય યશોવિજયજીએ પણ અધ્યાત્મસાર ગ્રંથમાં આત્મજ્ઞાનનો અપૂર્વ મહિમા વર્ણવ્યો છે. આત્મજ્ઞાન થવાથી બાહ્યવસ્તુઓમાંથી મમત્વભાવ દૂર થાય છે, રાગ અને દ્વેષ થતો નથી. આત્મજ્ઞાનથી નિર્મલ ધ્યાન પ્રાપ્ત થાય છે.
આગળ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ કહે છે કે અસંખ્ય યોગો વડે મુક્તિ પ્રાપ્ત થાય છે તે અસંખ્ય યોગોમાં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ વિશેષતઃ મુખ્ય યોગ છે. મુખ્યતાએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ યોગ કહેવાય છે. ત્રણ યોગની સંપૂર્ણ પ્રાપ્તિ થતાં મુક્તિ થાય છે. સમ્યક્ પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જેનાથી જણાય તેને જ્ઞાન કહે છે. સમ્યક્ પ્રકારે વસ્તુઓનું સ્વરૂપ જાણી તે પ્રમાણે શ્રદ્ધા (નિશ્ચય) કરવી તેને વ્યવહારથી દર્શન કહે છે. આત્માની સ્વાભાવિક સ્થિરતા માટે બાહ્ય અને અત્યંતર જે જે ક્રિયાઓ કરવી તેને ચારિત્ર કહે છે. અહીં ચારિત્રયોગી માટે યમ, નિયમ - આદિ અષ્ટાંગયોગ સમજાવ્યો છે. પ્રાણાયામથી થતા ફાયદા સમજાવ્યા છે. મનનો પ્રત્યાહાર કરવાનું કહે છે. મનમાં ઉત્પન્ન થતા ક્રોધ, માન, માયા, લોભ, મમતા, ઈર્ષ્યા આદિ દોષોને મનમાં ઉત્પન્ન ન થવા દેવા તે મનથી પ્રત્યાહાર કહેવાય છે. ધારણા અને ધ્યાન સમજાવ્યું છે. ધ્યાનના ચાર પ્રકાર- પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અને પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓ – પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારૂણી અને તત્ત્વભૂ બતાવી છે. ધ્યાનથી સમાધિમાં પ્રવેશ કરાય છે. સમાધિના બે પ્રકાર - સાલંબન અને નિરાલંબન. સાલંબન સમાધિયોગી એને નિરાલંબન રૂપાતીત સમાધિદશાને પ્રાપ્ત કરી શકે છે. સાલંબન સમાધિ કરતાં નિરાલંબન સમાધિને અનંતગણી ઉત્તમ બતાવી તેનાથી અનંતગણી કર્મની નિર્જરા થાય છે. આવી
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૪૫