SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે યોગનાં અષ્ટાંગ જાણી તેનો અભ્યાસ કરનાર યોગી પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. અસંખ્ય યોગોથી મુક્તિ થાય છે. યોગનાં આઠ અંગ તે પણ અસંખ્ય યોગમાંના ભેદો છે. સર્વ યોગોમાં જ્ઞાનદર્શન-ચારિત્રની મુખ્યતા છે. અષ્ટાંગ યોગમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગ યોગનો સમાવેશ થાય છે. અષ્ટાંગ યોગના સાધુવર્ગ અને ગૃહસ્થવર્ગ એ બેઉ અધિકારી છે. સાધુઓએ અવશ્ય અષ્ટાંગ યોગનું આરાધન ક૨વું જોઈએ. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવાનું લક્ષ રાખીને જ અષ્ટાંગ યોગની આરાધના કરવાની છે જેનાથી તેનું ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય. છેવટે આચાર્ય બુદ્ધિસાગરજી કહે છે કે “યોગના અસંખ્ય ભેદોમાંથી ગમે તે યોગને સંપ્રાપ્ત કરીને મુક્તિપદ મેળવી શકાય અને જન્મ, જરા, મરણના બંધનમાંથી છૂટી શકાય. આના માટે ગુરુગમપૂર્વક યોગના ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને સર્વ યોગોમાં મુખ્ય એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર યોગની આરાધના ક૨વી.” અહીં આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ સમ્યક્ દર્શન (વ્યવહા૨ સમ્યક્ દર્શન અને નિશ્ચય સમ્યક્ દર્શન), જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે. આત્મા સદ્ધર્મની પ્રાપ્તિ માટે સદ્ગુરૂના શ૨ણે જવાનું કહે છે અને અંતે કહે છે કે બાહ્ય પદાર્થોમાં સુખ નથી પણ આત્મામાં જ સુખ છે જે આત્મજ્ઞાન વડે પ્રાપ્ત થાય છે. આચાર્ય બુદ્ધિસાગરજી એમની રોજનીશીમાં આત્મજ્ઞાનપૂર્વક આત્મધ્યાન ધરીને આત્મસમાધિ પ્રાપ્ત કરવાનું કહે છે. સમાધિસુખ પ્રાપ્ત કરવું એ મનુષ્યજીવનનું મુખ્ય કર્તવ્ય છે. “સમાધિસુખને પ્રાપ્ત કરવું એ કદાપિ આત્મધ્યાન વિના બની શકે એમ નથી. આત્મધ્યાનમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખીને આત્મધ્યાનનો સ્થિરોપયોગે અભ્યાસ ક૨વાથી સાલંબન અને નિરાલંબન ધ્યાનનું સમ્યક્ સ્વરૂપ અવબોધાય છે અને આત્મોન્નતિના માર્ગમાં વિદ્યુતવેગે ગમન કરી શકાય છે, એમ સદ્ગુરુગમથી અવબોધવું.” આ આત્મધ્યાન અને આત્મસમાધિનું મહત્ત્વ એમણે આત્મઅનુભવથી જાણ્યું હતું. આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે બધા જ આચાર્ય એક જ નિષ્કર્ષ ૫૨ પહોંચે છે કે સામ્યભાવ અને આત્મજ્ઞાન દ્વારા જ મોક્ષ પ્રાપ્ત થાય છે - પછી ભલે અલગ અલગ આચાર્યોએ અલગ અલગ રીતે એ યોગમાર્ગ નિરૂપેલો હોય. આચાર્ય બુદ્ધિસાગરજીએ નિરૂપેલો યોગમાર્ગ એ પાતંજલના અષ્ટાંગ યોગના આધારે બતાવેલો છે. ૨૪૬ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy