________________
આવી રીતે આ ત્રણ પ્રકાશ દ્વારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણ સમ્યક્ રત્નત્રયરૂપ યોગનું સ્વરૂપ કહ્યું જે મુક્તિનું કારણ છે. આચાર્ય શુભચંદ્ર એમના ગ્રંથ ‘જ્ઞાનાર્ણવ’માં સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રને મુક્તિનું કારણ બતાવે છે.
सम्यग्ज्ञानादिकं पाहुर्जिना मुक्तेर्निबन्धम् । तेनैव साध्यते सिद्धिर्यस्मात्तदर्थिभिः स्फुटम् ।।३.११ । । આચાર્ય હેમચંદ્ર ‘યોગશાસ્ત્ર’ ગ્રંથ માં સમ્યગ્ જ્ઞાન અનેસમ્યગ્ દર્શનનું સ્વરૂપ સમજાવી ચારિત્રનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે ચારિત્ર સર્વવિરતિ અને દેશવિરતિ એમ બે પ્રકારે છે. સર્વવિરતિ ચારિત્ર પંચમહાવ્રતધારી સાધુને હોય છે. જ્યારે ગૃહસ્થોને દેશવિરતિ ચારિત્રનું પાલન કરવાનું કહે છે. અને આ રીતે દેશવિરતિ ચારિત્રનું પાલન અને માર્ગાનુસારીના ૩૫ ગુણોને ધારણ કરનારા ગૃહસ્થ પણ યોગના અધિકારી બની શકે છે એવું પ્રતિપાદન કર્યું છે. ચોથો પ્રકાશ
ચોથા પ્રકાશમાં યોગના મુખ્ય અંગ જ્ઞાન-દર્શનચારિત્રનું આધ્યાત્મિક દૃષ્ટિએ નિરૂપણ કરેલું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ રત્નત્રયીનું આત્મા સાથે એક્ય વર્ણવતાં કહે છે કે જ્ઞાનાદિક આત્માથી જુદા નથી. આત્મસ્વરૂપ છે, તેથી જ મુક્તિનાં કારણ બને છે. આત્મજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. आत्मनमात्माना वेत्ति मोहत्यागाद्य आत्मनि ।
તદ્દેવ તસ્ય ચારિત્ર તજ્ઞાનું તત્ત્વ ન ।।૪.૨।। યોગશાસ્ત્ર જે યોગી મોહનો ત્યાગ કરવાથી આત્માને વિશે આત્મા વડે કરી આત્માને જાણે છે, તે જ તેનું ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે.
આત્મજ્ઞાનની મહત્તા બતાવતાં કહે છે, આ સંસારમાં આત્માની સમજણ વગરનાને સર્વ પ્રકા૨નાં દુઃખો થાય છે. જેમ પ્રકાશથી અંધકારનો નાશ થાય છે તેમ આત્મઅજ્ઞાનતાના પ્રતિપક્ષભૂત આત્મજ્ઞાન વડે સર્વ દુઃખનો ક્ષય થાય છે. કારણ તે દુ:ખ આત્મજ્ઞાન વગર તપસ્યા વડે પણ છેદી શકાતું નથી. કારણ કહેલું છે કે અજ્ઞાની કરોડો વર્ષ સુધી તપ કરીને જે કર્મ ખપાવે તે કર્મને ત્રણ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત ‘યોગશાસ્ત્ર’
૧૬૩