________________
એવી રીતે ધન કમાવવાનો પ્રયત્ન કરવો. પછી મધ્યાહ્ન વખતની દેવપૂજા કરે. સંધ્યા વેળાએ ત્રીજી વખત અગ્રપૂજારૂપ દેવાર્ચન કરી સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન લક્ષણ - છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ કરી પછી ઉત્તમ પ્રકારનું સ્વાધ્યાય કરે.
આવી રીતે શ્રાવકની દિનચર્યા બતાવી શ્રાવકધર્મની પ્રશંસા કરતાં કહે છે કે રાગાદિ શત્રુઓને જીતનારા એવા જિનેશ્વર જેના દેવ છે, દયામય ધર્મ છે અને પંચમહાવ્રતધારી નિગ્રંથ જેના ગુરુ છે તેવા શ્રાવકધર્મની કોણ પ્રશંસા ન કરે? અને શ્રાવકને કરવાયોગ્ય મનોરથ ૭ શ્લોકોથી જણાવે છે. પ્રથમ શ્લોકમાં જિન ધર્મના અનુરાગનો મનોરથ, બીજામાં સાધુધર્મ ગ્રહણ કરવાનો મનોરથ, ત્રીજામાં સાધુધર્મમાં ઉત્કૃષ્ટ કોટીનું ચારિત્ર પ્રાપ્ત કરવાના મનોરથ, ચોથામાં કાયોત્સર્ગમાં નિષ્કપભાવ કેળવવાનો મનોરથ, પાંચમામાં પર્વત, ગુફા આદિ નિર્જન સ્થળે રહી મુનિચર્યા પાળવાના મનોરથ અને છઠ્ઠામાં પરમ સમતાભાવ, સામાયિક સુધી પહોંચવાના મનોરથ મોક્ષમાર્ગ ઉપર આગળ વધવા માટે શ્રાવકોએ કરવા જોઈએ. દિવસ અને રાત્રિએ શ્રાવકે અપ્રમાદીપણે રહેવું જોઈએ. જ્યારે શ્રાવક અવશ્ય કરવા સંયમાદિ યોગો કરવામાં અશક્ત હોય અથવા મૃત્યુસમય નજીક આવ્યો જણાયું હોય તો તીર્થંકર પ્રભુના કલ્યાણકની ભૂમિ પર અથવા જીવજંતુવર્જિત ભૂમિ પર જઈ સંલેખના કરે. સંલેખના બે પ્રકારની છે – શરીર સંલેખના - જેમાં ક્રમસર ભોજનનો ત્યાગ કરવો કષાય સંલેખના - ક્રોધાદિના કષાયોનો પરિહાર કરવો. આ જન્મપર્યંતનાં સર્વ પાપો ગુરુ સાક્ષીએ અથવા આત્મસાક્ષીએ આલોવી, સર્વ જીવોને ખમાવી, ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવો અને ચાર શરણ લઈ ધર્મ ધ્યાનમાં મગ્ન રહેવું. અહીં આનંદ શ્રાવકનો દૃષ્ટાંત આપેલો છે. જે ઉત્તમ શ્રાવક ધર્મ પાળી સુસમાધિથી મરણ પામી સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા છે. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ ત્યાંથી પરમપદ મોક્ષ પામશે. આવી રીતે જે શ્રાવક શાસ્ત્રમાં કહેલ શ્રાવકધર્મનું યથાર્થ પાલન કરશે તે સૌધર્માદિ દેવલોકમાં ઉત્પન્ન થઈ ત્યાંથી મનુષ્ય ભવ પામી સંસારથી વિરકત થઈ આઠ ભવની અંદર મોક્ષ પામે છે.
૧દર
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS