________________
પામે છે. માટે આ માનકષાય પર જય મેળવવા માટે માર્દવ - નમ્રતાને કેળવવાનો ઉપદેશ આપે છે. માર્દવ એટલે કે મૃદુતા - ઉદ્ધતાઈનો ત્યાગ – દરેક સ્થાને વિનયી બનવું, પૂજ્ય પુરુષો માટે તો વિશેષ પ્રકારે વિનય કરવો.
ત્રીજો કષાય માયા જે અસત્યને પેદા કરનારી, શીલનો નાશ કરનાર અવિદ્યા એટલે કે મિથ્યાત્વનું ઉત્પત્તિસ્થાન અને દુર્ગતિમાં જવાના કારણરૂપ છે. આ માયાથી જગતને છેતરનારા લોકો ખરેખર તો પોતાના આત્માને જ ઠગે છે. પૂર્વભવમાં મલ્લિનાથ ભગવંતે માયા કરવાથી તીર્થકર આત્માને પણ સ્ત્રીપણું પ્રાપ્ત થયું. આવી જગતનો દ્રોહ કરનાર સર્પિણી સરખી માયાને આર્જવતા એટલે કે સરળતાથી જીતવાનું કહ્યું છે.
ચોથો લોભકષાય એ સર્વ દોષોના ઉત્પત્તિની ખાણ સમાન છે. જેમ સર્વ પાપોનું મૂળ હિંસા છે, કર્મોનું મૂળ મિથ્યાત્વ છે. રોગોનું મૂળ ધાતુક્ષય છે તેમ સર્વ અપરાધોનું મૂળ લોભ છે જે સર્વ ઉત્તમ ગુણોનો નાશ કરે છે. દ્રવ્યના લોભથી પોતાના પૂર્વના નિધાનો પર પંચેન્દ્રિયાદિ જીવો પણ ઉત્પન્ન થાય છે. ધનના લોભમાં સગા ભાઈઓ એકબીજા સામે લડે છે. બીજા ત્રણે કષાયો પર વિજય પામી ઉપશાંત મોહગુણસ્થાનક પામવા છતાં એકમાર્ગ લોભનો અતિઅલ્પ દોષ બાકી રહેવાથી સાધુઓ પણ નીચેના ગુણસ્થાનકે પડે છે. તો આવા લોભકષાયને નાથવા માટે સંતોષ ગુણ કેળવવો જોઈએ.
આવી રીતે ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી લોભને અને નિસ્પૃહતાથી લોભને આ પ્રમાણે કષાયોને જીતવા જોઈએ. અને આ કષાયોને જીતવા માટે ઇન્દ્રિયોનો જય કરવાનો ઉપદેશ આપેલો છે. કારણ ઇન્દ્રિયોનો જયે કર્યા સિવાય કષાય ઉપર વિજય મેળવવો શક્ય નથી. ઇન્દ્રિયોના વિષયોમાં વિવશ બનેલા બધી બાજુથી વિડંબના પામે છે. અહીં ‘યોગશાસ્ત્રમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય એક એક ઇંદ્રિયોની પરાધીનતાથી જીવ કેટલો ક્લેશ પામે છે એ બતાવતાં કહે છે કે હાથણીના સ્પર્શથી સ્પર્શેન્દ્રિયના સુખને પ્રાપ્ત કરવા માટે સૂંઢને લાંબી કરવાથી હાથી હસ્તિશાળાના સ્તંભ સાથે બંધનના ક્લેશને પ્રાપ્ત કરે છે. પાણીમાં રહેલો મત્સ્ય જાળ સાથે બાંધેલ માંસને ભક્ષણ કરવા જતાં માછીમારના હાથમાં પકડાઈ મૃત્યુને શરણ થાય છે. હાથીના ગંડસ્થળની ગંધમાં આસક્ત થઈ આવેલો ભમરો હાથીના કાનના ઝપાટાથી મરણ પામે છે. સુવર્ણના
૧૬૬
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની