________________
તેજ સમાન દીપશિખાના પ્રકાશથી મોહિત થયેલું પતંગિયું દીવામાં પડીને મરણ પામે છે. મનોહર ગીત શ્રવણ કરવામાં તન્મય થયેલું હરણિયું શિકારીના બાણનો શિકાર બને છે.
આવી રીતે એક એક ઇન્દ્રિયોના વિષયસેવનથી જો જીવને મૃત્યુને આધીન થવું પડતું હોય તો એકીસાથે પાંચ ઇન્દ્રિયોના વિષયને સેવનાર મનુષ્ય વિનાશને જ પામે. એટલા માટે બુદ્ધિમાન મનુષ્યએ મનની શુદ્ધિ દ્વારા ઇન્દ્રિયોનો જય કરવો જોઈએ. ઇન્દ્રિયો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારની છે. ચામડી, જીભ, નાસિકા, આંખ અને કાન એ આકાર રૂપે પરિણત થયેલી પુદગલ દ્રવ્યરૂપ દ્રવ્યઇન્દ્રિયો અને સ્પર્શ, રસ, ગંધ, દર્શન, શ્રવણરૂપ વિષયોની અભિલાષા કરવી તે રૂપ ભાવઇન્દ્રિયો. તેની આસક્તિનો ત્યાગ કરવો એટલે જ ઇન્દ્રિયોનો જય કરવો જે મનની શુદ્ધિ દ્વારા શક્ય થાય છે. વિદ્વાન પુરુષોએ એક મનશુદ્ધિને જ મોક્ષમાર્ગ બતાવનારી અણઓલવાયેલ દીવડી કહી છે. બીજા ગુણ હોય પણ મન:શુદ્ધિ ન હોય તો તે ગુણે નકામા છે. તપસ્વીને મન:શુદ્ધિ વગર કરેલું ધ્યાન સર્વથા નિષ્ફળ છે. મનની શુદ્ધિ વગરનું ધ્યાન મોક્ષફળની અપેક્ષાએ ફોગટ છે. માટે મોક્ષની ઇચ્છા રાખનારાઓએ અવશ્ય મનની શુદ્ધિ કરવી જોઈએ. મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવો જરૂરી છે જેથી આત્મા અશુદ્ધતાનો ત્યાગ કરી પોતાના સ્વરૂપમાં ટકી રહે. અહીં આચાર્ય હેમચંદ્ર કહે છે
अस्ततंद्रैरतः पुंभि - निर्वाणपदकांक्षाभिः । વિધાતવ્ય: સમન્વેન રાષિદ્વિપmય: ૪.૪૧
નિર્વાણ પદના ઇચ્છુક પુરૂષોએ સમભાવરૂપ શસ્ત્ર વડે રાગદ્વેષરૂપ શત્રુનો વિજય કરવો.
સમભાવનું અવલંબન લેવાથી જે કર્મ એક અંતર્મુહૂર્તમાં ખપાવી શકાય છે તે કર્મો સમભાવ વિના કરોડો વર્ષ તપસ્યા કરીને પણ નાશ કરી શકાતાં નથી.
દરેક આત્મા પરમાત્મસ્વરૂપ છે. પણ રાગાદિ દોષોના લીધે એ પરમાત્મસ્વરૂપ પર આવરણ છવાય છે. જે સમભાવ સૂર્યના પ્રકાશથી એ રાગાદિના અંધકારનું આવરણ દૂર થાય છે. અને યોગી પુરુષો પોતાનામાં જ પરમાત્મસ્વરૂપનાં દર્શન કરે છે. આવું સમત્વ નિર્મમત્વથી પ્રાપ્ત થાય છે. આ
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત “યોગશાસ્ત્ર
૧૬૭