________________
નિર્મમત્વ માટે યોગીને ૧૨ ભાવનાઓનો આશ્રય લેવાનો કહે છે. આ ભાવનાઓ નીચે પ્રમાણે છે :
૧. અનિત્ય ભાવના ૨. અશરણ ૩. સંસાર ૪, એકત્વ ૫. અન્યત્વ ૬. અશુચિ ૭. આસવ ૮. સંવર ૯. નિર્જરા ૧૦. ધર્મસ્વાખ્યાત ૧૧. લોક ૧. બોધિદુર્લભભાવના
અહીં નિર્મમત્વપણું પ્રાપ્ત થવા માટે આ બાર ભાવનાનું સ્વરૂપ સમજાવેલું છે.
અનિત્ય ભાવના દરેક વસ્તુસ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે. જે સ્થિતિ પ્રાત:કાળે હોય છે, તે મધ્યાહુને રહેતી નથી અને મધ્યાહુને દેખાય છે તે સાંજે હોતી નથી. આ સંસારમાં બધા પદાર્થો જેમકે આપણું શરીર, પાણીનાં મોજાં સરખી લક્ષ્મી, સ્વપ્ન સમાન સ્વજનાદિના સંયોગો અને યોવન બધાંની અનિત્યતા દેખાય છે. એટલે નિર્મમત્વ થવા માટે જગતનું આ અનિત્ય સ્વરૂપ સ્થિર ચિત્ત કરી ચિંતવવું.
અશરણ ભાવના : ઇન્દ્ર, ઉપેન્દ્ર, અને વાસુદેવ પણ જે મરણને શરણ થાય છે તો આ પામર પ્રાણીને તો કોનું શરણું હોય. એને એના કર્મ પ્રમાણે આ ચાર ગતિમાં ફરવું પડે છે. આ સંસારરૂપી વનમાં ધર્મ સિવાય કોઈનું શરણ નથી.
સંસાર ભાવના સમજાવે છે - જીવને નરક, તિર્યચ, મનુષ્ય અને દેવગતિ એમ આ ચારગતિરૂપ સંસારમાં અનેક યોનિઓમાં પરિભ્રમણ કરી અનંતા દુઃખ સહન કરવો પડે છે. સંસારમાં એક જીવ નાટકના નટની માફક ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરે છે. એક ભવમાં માલિક થઈને બીજા ભવમાં દાસ થાય છે. એક ભવમાં સ્ત્રી હોય તો બીજા ભવમાં પુરુષ થાય છે. આ સમગ્ર લોકાકાશમાં એવો એક પણ પ્રદેશ નથી જ્યાં જીવે પોતાના કર્મથી શરીર ધારણ કરી એ પ્રદેશને સ્પર્શ કર્યો ન હોય. આવા આ દુઃખથી ભરેલા સંસારના સ્વરૂપનું ચિંતવન કરી નિર્મમત્વ થવા પ્રયત્ન કરવો.
એકત્વ ભાવના : આ જીવ ભવાંતરમાં એકલો જ ઉત્પન્ન થઈ પોતાનાં શુભાશુભ કર્મોનું ફળ એકલો જ ભોગવે છે. સ્વજન આદિ માટે પાપો કર્યા હોય
૧૬૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની