________________
ઉપસંહાર આવી રીતે પ્રેક્ષાધ્યાન એ જૈન આગમ પર આધારિત આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સત્યોના સમન્વયથી બનેલી ધ્યાનપદ્ધતિ છે. એના દ્વારા મનમાં આવેગ, આવેશ અને ભાવનાને નિયંત્રિત કરી શકાય છે. ‘સંfપવરવણ મM/THUSIC' અર્થાત્ “આત્મા દ્વારા આત્માને જુઓ આ પ્રેક્ષાધ્યાનનું ધ્યેયસૂત્ર છે. પ્રેક્ષાધ્યાન એટલે આપણાં શરીર, શ્વાસ, ચૈતન્ય કેંદ્ર, વિચાર, કર્મ, સંસ્કાર વગેરેને રાગ, દ્વેષ વગર મન, વચન, કાયાની એકાગ્રતાથી જોવાં. પ્રેક્ષાધ્યાન દ્વારા વ્યક્તિના ભાવનાત્મક અસ્તિત્વનું મૂળ છે ત્યાં સુધી જઈ, જે સ્વભાવનું મૂળ છે ત્યાં સુધી જઈ નકારાત્મક ભાવોને વિધેયાત્મક ભાવોમાં પરિવર્તિત કરી શકાય છે. ધ્યાનના પ્રયોગો દ્વારા વિવેક ચેતનાને જાગ્રત કરી ક્રોધ, માન, માયા, લોભ વગેરે કષાયોના ભાવોને બદલીને મૈત્રી, ક્ષમા, મૃદુતા, કરુણા જેવી પવિત્ર ભાવનાઓનું નિર્માણ કરી શકાય છે. વ્યક્તિત્વનો વિકાસ તથા સ્વભાવપરિવર્તન ચેત કેંદ્ર પ્રેક્ષાલેશ્યાધ્યાન અને ભાવના (અનુપ્રેક્ષા)ના પ્રયોગો દ્વારા કરી શકાય છે.
પ્રેક્ષા-ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક સ્વસ્થતા તો પ્રાપ્ત થાય છે, સાથે સાથે આધ્યાત્મિક વિકાસ પણ થઈ શકે છે. આધ્યાત્મિક વિકાસ એ પ્રેક્ષાધ્યાનનું ચરમ શિખર છે. પ્રેક્ષાધ્યાનમાં અધ્યાત્મ અને વિજ્ઞાનનો સુંદર સમન્વય કરવામાં આવેલ છે. આધ્યાત્મિક સ્તર ઉપર પ્રેક્ષાધ્યાન દ્વારા વિવેક- ચેતના જાગ્રત થાય છે. જડ અને ચેતન બંને જુદાં છે અર્થાત્ શરીર અને આત્મા બંને જુદાં છે પણ તે બંને એક જ છે એવી ભ્રમણામાં આપણે જીવીએ છીએ. આ ધ્યાનના પ્રયોગોમાં શરીર અને આત્મા બંને સ્વતંત્ર છે તેની અનુભૂતિ કાયોત્સર્ગમાં ભેદવિજ્ઞાનના પ્રયોગ દ્વારા થાય છે. તેનાથી શરીર પરનું મમત્વ ઘટે છે અને આત્મસ્વરૂપમાં મન સ્થિર થવા લાગે છે.
૨૭૨.
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )