________________
(૨) અનિત્ય અનુપ્રેક્ષા સાધક વિચારે છે કે આ શરીર અનિત્ય છે. તેની વિવિધ અવસ્થાઓ હોય છે. એક દિવસ જરૂરથી મૃત થવાનું છે. તે સ્વભાવે નાશવંત છે. આવી રીતે શરીરની અનિત્યતાના અનુચિંતનથી શરીર પ્રત્યેની તીવ્ર આસક્તિ ઓછી થવા લાગે છે. ભગવાન મહાવીરે આચારાંગ સૂત્રમાં કહ્યું છે –
અર્થ રવત્તિ ૩UTોરી' અર્થાત્ શરીરની વર્તમાન ક્ષણનું ચિંતન કરે. શરીરમાં જે પ્રતિક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે, રોગાદિ ઉદયમાં આવે છે તેને જુએ. એક ક્ષણનું ઊંડાણપૂર્વકનું ચિંતન પણ શરીરની નશ્વરતાને સ્પષ્ટ કરે છે.
શરીરની જેમ અન્ય પદાર્થોમાં થનાર આસક્તિ પણ તૂટી શકે છે. (૩) અશરણ અનુપ્રેક્ષા : ધન, પદાર્થો કે પરિવાર આ બધું જ આપણા અસ્તિત્વથી ભિન્ન છે જે આપણને શરણ આપી શકતું નથી, આપણું રક્ષણ કરી શકતું નથી. પોતાનું શરણ પોતાના જ અસ્તિત્વમાં છે. એટલે સ્વયંના શરણમાં આવવું એ જ અશરણ અનુપ્રેક્ષાનો અર્થ છે.
(૪) સંસાર અનુપ્રેક્ષા : આ સંસારમાં સિદ્ધ છોડીને દરેક જીવ કોઈ ને કોઈ યોનિમાં જન્મ લઈ મૃત્યુ પામે છે. પાછો જન્મ લે છે પાછો મૃત્યુ પામે છે. તે કોઈ વાર મનુષ્ય તો કોઈ વાર પશુ બને છે. એક જીવનમાં પણ અનેક અવસ્થાઓ હોય છે. પરિવર્તનનું આ ચક્ર ચાલ્યા જ કરે છે. આ પરિવર્તન-ચક્રનું અનુચિંતન સાધકને મુક્તિ તરફ લઈ જાય છે.
૧૨. એકાગ્રતા :
પ્રેક્ષાથી અપ્રમાદ એટલે કે જાગૃતિ આવે છે. જેમ જેમ આ અપ્રમાદ વધે છે, તેમ તેમ પ્રેક્ષાની સાધના વિકસતી જાય છે. અપ્રમાદ કે જાગ્રતભાવ બહુ જ મહત્ત્વના છે. ફક્ત જાણવું અને જોવું અર્થાત્ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ ખૂબ જ મહત્ત્વનો છે. જાણવાની અને જોવાની ક્રિયામાં અવારનવાર અવરોધ ન આવવો જોઈએ. ચિત્ત તે ક્રિયામાં લાંબા સમય સુધી સ્થિર રહેવું જોઈએ. એક જ વિષય પર – આલંબન પર ચિત્ત પચાસ મિનિટ સુધી સ્થિર થવું જોઈએ. આ સ્થિતિ સિદ્ધ કર્યા પછી સાધક ધ્યાનની સ્થિતિનું લાંબા સમય સુધી નવા રૂપમાં રૂપાંતર કરી શકે છે.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૭૧