________________
આ ગ્રંથમાં આચાર્ય શુભચંદ્ર ધ્યાનનું મહત્ત્વ, ધ્યાનનું સ્વરૂપ, ધ્યાનના ભેદ, ધ્યાનની સિદ્ધિ માટે કષાયજય, મનની શુદ્ધિ એના માટે રાગ દ્વેષ ઉપર જય અને સમતાભાવ તેમજ ધ્યાનની સિદ્ધિ માટે અન્યમતીના યમ, નિયમ આદિ યોગસાધનનું પણ વર્ણન કરેલું છે. આત્માની બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા – આ ત્રણ અવસ્થાઓના સ્વરૂપનું વર્ણન કર્યું છે. મોક્ષપ્રાપ્તિ માટે બહિરાત્માને ત્યજી અંતરાત્મા થઈ પરમાત્માનું ધ્યાન અર્થાત્ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું કહે છે.
બાર ભાવના જીવને ધ્યાન સન્મુખ કરવા માટે આ સંસાર અને સંસારના વિષયોથી વેરાગ્ય ઉત્પન્ન કરવાની જરૂર છે. એના માટે સૌપ્રથમ અનિત્યાદિ બાર ભાવનાઓ કહેલી છે. આ બાર ભાવનાના ચિંતનથી આ સંસાર, એમાં રહેલાં સ્ત્રી-કુટુંબ, ધન-ધાન્ય આદિ પરિગ્રહ, તેમજ અશુચિથી ભરેલો પોતાનો દેહ આ બધાંની અનિત્યતા સમજાશે. સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગે અને એ જ મોક્ષપ્રાપ્ત કરવાની સીડી છે એમ કહી બાર ભાવનાઓનું વર્ણન કર્યું છે. અને આ પ્રકરણના ઉપસંહારમાં આ બાર ભાવનાઓનું ફળ અને મહિમા નીચે પ્રમાણે કહ્યાં છે.
दीव्यन्नाभिरयं ज्ञानी भावना भिर्निरन्तरम् । इहैवाप्नोत्यनातङ, सुखमत्यक्षमक्षयम् ।।१।। विध्याति कषायाग्निर्विगलति रागो पिलीयते ध्वान्तम् । उन्मिषति बोधदीपो हदि पुंसां भावनाभ्यासात् ।।२।।
અર્થ : નિરંતર આ બાર ભાવનાઓનું ચિંતન કરનારા જ્ઞાની પુરુષો આ લોકમાં રાગાદિકની બાધારહિત અતીન્દ્રિય અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે અર્થાત્ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
આ દ્વાદશ ભાવનાઓનો નિરંતર અભ્યાસ કરનારાના હૃદયમાંથી કષાયરૂપી અગ્નિ નષ્ટ થાય છે, પર-દ્રવ્યો પ્રત્યેનો રાગ નાશ પામે છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈ જ્ઞાનરૂપ દીપક પ્રજ્વલિત થાય છે. આચાર્ય શુભચંદ્ર ‘જ્ઞાનાર્ણવ”માં ધ્યાનને મોક્ષનું કારણ બતાવી એનું મહત્ત્વ સમજાવે છે. પણ જ્યાં સુધી જીવની રુચિ સંસારાભિમુખ હશે ત્યાં સુધી ધ્યાનની પ્રાપ્તિ થવી દુષ્કર છે, કઠિણ છે. આ બાર ભાવનાઓના નિમિત્તથી સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થઈ શકે
૧૯૪
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )