________________
છે. એટલે સૌપ્રથમ એનું વર્ણન અહીં કરેલું છે.
ધ્યાનનું મહત્ત્વ અને ધ્યાનનું લક્ષણ વૈરાગ્ય માટે જરૂરી બાર ભાવનાઓનું વર્ણન કરી ધ્યાનનું મહત્ત્વ અને ધ્યાનનું લક્ષણ સમજાવેલું છે. આચાર્ય શુભચંદ્ર પ્રથમ આત્માના અચિંત્ય સામર્થ્યનું વર્ણન કરે છે. આત્મા અનંત શક્તિનો, અનંત વીર્યનો ધારક છે, સમસ્ત પદાર્થોનો જ્ઞાયક છે. આ આત્મા અનંત શક્તિમાન છે પરંતુ અનાદિકાળથી આ શક્તિ કર્મોનાં આવરણથી ઢંકાઈ ગઈ છે તો ધ્યાન દ્વારા આ કર્મોનું આવરણ નષ્ટ થઈ આત્માના અનંત ગુણો પ્રગટ થાય છે. પર-પદાર્થમાં જે રાગ, દ્વેષ, મોહ, અહંકાર આદિ અનિષ્ટ બુદ્ધિ કરે છે એવો અજ્ઞાનરૂપી અંધકાર ધ્યાનથી નષ્ટ થાય છે. વસ્તુસ્વરૂપ જે દ્રવ્યપર્યાય છે એ એને જણાય છે. મોક્ષપ્રાપ્તિ માટે ધ્યાન કેમ કારણ બને છે એ સમજાવતાં કહે છે -
मोक्षः कर्मक्षयादेव स सम्यग्ज्ञानतः स्मृतः । ध्यानसाध्यं मतं तध्दि तस्मातद्धितमात्मनः ।।३.१३ ।।
અર્થ : મોક્ષ કર્મોના ક્ષયથી થાય છે. કર્મોનો ક્ષય સમ્યગૂ જ્ઞાનથી થાય છે. સમ્યગ્રજ્ઞાન ધ્યાનથી સિદ્ધ થાય છે અર્થાત્ ધ્યાનથી જ્ઞાનની એકાગ્રતા થાય છે. એટલે ધ્યાન જ આત્માનું હિત છે.
આવી રીતે ધ્યાનનું મહત્ત્વ સમજાવી ધ્યાન માટે શું જરૂરી છે એ કહે છે – ધ્યાનમાં ચિત્ત સ્થિર થવા માટે પરિગ્રહના મમત્વનો ત્યાગ જરૂરી છે, પ્રમાદ અને વિષયોમાંથી ચિત્તની પ્રવૃત્તિ દૂર થવી જરૂરી છે. આગળ કહે છે કે જો રાગ, દ્વેષ, મોહ આદિ ક્ષીણ થયા હોય અને સંવેગ (મોક્ષ અથવા મોક્ષમાર્ગ માટે અનુરાગ), નિર્વેદ (સંસાર અને એના વિષયો પરત્વે વૈરાગ) તથા સ્વપરનું ભેદજ્ઞાન થયું હોય તો ધ્યાનમાં સ્થિર થવાય છે.
ધ્યાનનું લક્ષણ : આચાર્ય શુભચંદ્ર ધ્યાનની પરિભાષા આપતાં કહે છે – उत्कृष्टकायबन्धस्य साधोरन्तर्मुहूर्त्ततः । ધ્યાનમાહુરર્થવિસ્તારો જુવોત્તમાં: આર.૨ાા જ્ઞાનાર્ણવ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૯૫