SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ : ઉત્કૃષ્ટ સંહનનવાળા સાધકના ચિત્તની વૃત્તિઓનો કોઈ એક વિષય પર નિરોધ કરવો, કોઈ એક વિષય પર એને એકાગ્ર કરવો, સ્થાપિત કરવો એ ધ્યાન છે. આ ધ્યાન અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. અહીં આચાર્ય શુભચંદ્ર ધ્યાન માટે મનની સ્વસ્થતા સાથે દેહિક સંગઠન પણ વજરૂષભનારા આદિના રૂપમાં ઉત્તમ કોટિનું હોવું જરૂરી માને છે. ધ્યાનના બે ભેદ છે – પ્રશસ્તિ ધ્યાન અને અપ્રશસ્ત ધ્યાન જે અનુક્રમે શુભધ્યાન અને અશુભધ્યાન છે. પ્રશસ્ત ધ્યાન – જે ધ્યાનમાં મુનિ રાગરહિત થાય અને વસ્તુસ્વરૂપનું યથાર્થ ચિંતવન કરે એ ધ્યાનને પ્રશસ્ત ધ્યાન કહ્યું છે. અપ્રશસ્ત ધ્યાન – જેણે વસ્તુસ્વરૂપનું યથાર્થ સ્વરૂપ જાણ્યું નથી, જેનો આત્મા રાગ, દ્વેષ અને મોહથી પીડિત છે એવા જીવની સ્વાધીને પ્રવૃત્તિને અપ્રશસ્ત ધ્યાન કહ્યું છે. અપ્રશસ્ત ધ્યાનના બે ભેદ છે – આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અશુભ બંધના હેતુ છે એટલે સર્વથા હેય છે. આ બેઉ અપ્રશસ્ત ધ્યાનને ત્યાગવાથી પ્રશસ્ત ધ્યાન થાય છે. જેના બે ભેદ છે – ધર્મધ્યાન અને શુક્લધ્યાન. તેમાં પ્રવૃત્તિ શક્ય થાય છે. અને આ બેઉ ધ્યાનના ભેદ આગળના પ્રકરણમાં સમજાવેલા છે. આ પ્રશસ્ત અને અપ્રશસ્ત ધ્યાન જીવના આશયથી સમજાવેલા છે. જીવના ત્રણ આશય છે : પ્રથમ પુણ્યરૂપ શુભ આશય છે. આ શુભ આશયથી અને વસ્તુના યથાર્થ સ્વરૂપના ચિંતવનથી ઉત્પન્ન થયેલું ધ્યાન પ્રશસ્ત ધ્યાન કહેવાય છે, જેનાથી શુભગતિની પ્રાપ્તિ થાય છે. બીજો પાપરૂપ અશુભ આશય છે. આ અશુભ આશય અને મોહ-મિથ્યાત્વ કષાયથી અપ્રશસ્ત ધ્યાન થાય છે જે દુર્ગતિનું કારણ બને છે. ત્રીજો શુદ્ધોપયોગ નામ આશય છે. આ આશયથી રાગાદિ કષાય ક્ષીણ થઈ પોતાના સ્વરૂપના આલંબનથી, શુદ્ધોપયોગથી શુદ્ધ ધ્યાન હોય છે. જેનાથી જીવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ધ્યાતાની યોગ્યતા : આગળના પ્રકરણમાં ધ્યાન કરનાર ધ્યાતાના ગુણદોષ વર્ણવ્યા છે. આચાર્ય શુભચંદ્ર શાસ્ત્રમાં ધ્યાતા કેવો હોય એ કહે છે - તે મુમુક્ષુ અર્થાત્ મોક્ષની ઇચ્છા રાખનારો, સંસારથી વિરક્ત, શાંતચિત્ત હોય, સ્થિર આસનમાં બેસી શકનારો હોય, જિતેન્દ્રિય હોય, સંવરયુક્ત અને ધીર હોય - આવા આઠ ગુણસહિતના ધ્યાતાને ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે. કોને કોને ધ્યાનની યોગ્યતાનો નિષેધ કર્યો છે એ સમજાવે છે. : ૧૯૬ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy