________________
આગળ ચોરી કરવાથી કેટલું નુકસાન થાય છે એ સમજાવે છે.
બ્રહ્મચર્ય મહાવત :
આ પ્રકરણમાં બ્રહ્મચર્ય મહાવ્રતનું નિરૂપણ કર્યું છે. ત્રણે જગતમાં બ્રહ્મચર્યવ્રત પ્રશંસા કરવાયોગ્ય છે. જે આ વ્રતનું નિરતિચારપૂર્વક પાલન કરે છે એ પુરુષ પૂજ્ય પુરુષો દ્વારા પણ પૂજાય છે. આ વ્રતનું આલંબન લઈ યોગીલોકો પરમાત્માને અનુભવે છે. આ વ્રત ધીરવીર પુરુષ જ ધારણ કરી શકે છે.
બ્રહ્મચર્ય મહાવ્રતના વર્ણનમાં આચાર્ય શુભચંદ્ર ગુરુજનોની (અહીંગુરુજન માટે ‘વૃદ્ધ' શબ્દ વાપર્યો છે.) સેવા કરવાનું કહે છે. વૃદ્ધ કોને કહેવાય તો જેને સ્વ-પર પદાર્થોને જાણવાવાળું અર્થાત્ ભેદજ્ઞાન છે એવા જ્ઞાની વૃદ્ધ કહેવાય છે. જે મુનિ તપ, શાસ્ત્રાધ્યયન, વૈર્ય, ધ્યાન, વિવેક (ભેદજ્ઞાન), યમ અને સંયમમાં આગળ વધેલા છે એવા મહાપુરુષોને વૃદ્ધ કહેવાય છે. જે સાધક મૈથુન અને સ્ત્રીસંસર્ગનો ત્યાગ કરી આવા ગુરુજનોના સાન્નિધ્યમાં રહી એમની સેવા કરે ત્યારે એનું બ્રહ્મચર્ય દઢ થાય છે અને ત્યારે જ પરમાર્થરૂપ બ્રહ્મચર્ય (અર્થાત્ આત્મસ્વરૂપમાં લીન થવારૂપ ધ્યાન)ની સિદ્ધિ થાય છે.
અપરિગ્રહ મહાવત :
અંતે ૫ મહાવ્રતમાંથી છેલ્લે મહાવ્રત અપરિગ્રહ છે. સંયમી મુનિ ગુણવાન હોય પણ જો પરિગ્રહી હોય તો તે સંસારસમુદ્ર પાર કરવામાં નિષ્ફળ જાય છે. પરિગ્રહ બાહ્ય' અને અત્યંતર એમ બે પ્રકારના છે. જે યોગીને મુક્તિ પ્રાપ્ત કરવી છે એમણે સમસ્ત પરિગ્રહ અર્થાત્ બાહ્ય અને અત્યંતરનો ત્યાગ કરી ધ્યાનસ્થ અથવા જ્ઞાનીઓના સંગમાં રહેવું જોઈએ.
આવી રીતે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ સમ્યક ચારિત્ર તેર પ્રકારનું કહ્યું છે. જેનો સમાવેશ સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર આ રત્નત્રયીમાં થાય છે. આચાર્ય શુભચંદ્ર કહે છે કે આ રત્નત્રયીને આરાધીને જ સંયમી મુનિ ભૂતકાળમાં મોક્ષે ગયા છે, વર્તમાનકાળમાં જાય છે અને ભવિષ્યકાળમાં જશે. જે આ સમ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રને અંગીકાર કરે છે એને જ મોક્ષના કારણરૂપ ધ્યાનની સિદ્ધિ થાય છે.
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ’
૧૯૩