________________
પ્રણામ આ ત્રણ સર્વોત્કૃષ્ટ યોગબીજ છે.
સર્વ રાગદ્વેષનો ત્યાગ કરી જે સંપૂર્ણ વીતરાગી સર્વજ્ઞ બન્યા છે એવા જિનેશ્વર પરમાત્મા પ્રત્યે શુભભાવવાળા ચિત્તનું કુશલપણું થવું એ પ્રથમ યોગબીજ છે. જિનેશ્વર પરમાત્મા પ્રત્યે ચિત્ત ભક્તિભાવ, પૂજ્યભાવવાળું બને તે મનની શુદ્ધિરૂપ છે.
હૃદયમાં પૂજ્યભાવ આવવાથી એ ભક્તિભાવથી ભરપૂર મનમાંથી નિકળતી જિનેશ્વર ભગવંતની સ્તુતિ, પ્રાર્થનારૂપ નમસ્કાર એ બીજું યોગબીજ છે. શુભભાવનાયુક્ત મનોયોગથી પ્રેરાયેલો એવો આ શુભ વચનયોગ છે.
આ ભક્તિભાવપૂર્વક પંચાંગ પ્રણિપાતરૂપ સમ્યગૂ પ્રકારે પ્રણામ કરવો એત્રીજું યોગબીજ છે જે કાયાની શુદ્ધિરૂપ છે.
આવી રીતે આચાર્ય હરિભદ્રસૂરિએ ભક્તિભાવથી, મન-વચન-કાયાની શુદ્ધિરૂપ કરાયેલી જિનેશ્વરની ઉપાસનાને મોક્ષપ્રાપ્તિ માટેના શ્રેષ્ઠ યોગબીજ કહ્યા છે.
અધ્યાત્મસારમાં ઉપાધ્યાય યશોવિજયજીએ કર્મયોગ અને જ્ઞાનયોગની મીમાંસા સાથે ભક્તિયોગ પણ સમજાવ્યો છે. ઉપાધ્યાય યશોવિજયજી જ્ઞાનયોગીને શ્રેષ્ઠ કહેતા એનું કારણ સમજાવે છે કે જ્ઞાનયોગમાં આત્મા અને પરમાત્માનું એકત્વ સધાય છે. જ્ઞાનયોગમાં પણ અંતર્ગત પરમાત્માની ભક્તિ રહેલી છે. ભક્તિ દ્વારા પરમાત્મા સાથે એકરૂપ બની પરમાત્મા જેવું થવાનું છે. ભ. ગીતાનો શ્લોક ટાંકી એ ભક્તિયોગનું મહત્વ સમજાવે છે.
योगिनामपि सर्वेषां मन्दतेनान्तरात्मना । श्रध्दावान् भजते यो मां स मे युक्त तमो मतः ।।६.४७।।
અર્થ : સર્વયોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન, મારામાં લીન થયેલા અંતરાત્મા વડે મને ભજે છે તેને મેં અત્યંત શ્રેષ્ઠ માન્યો છે. એટલે જે યોગી ભગવાનની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી, એમના જેવો પરમાત્મસ્વરૂપ થાય છે એ વધુ શ્રેષ્ઠ છે.
શ્રીમદ્ રાજચંદ્ર પણ મોક્ષમાર્ગમાં જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગમાં ભક્તિમાર્ગને અર્થાત્ ભક્તિયોગને એટલું જ મહત્વ આપ્યું છે. એમાના પત્રોમાં આપણે એ જોઈ શકીએ છીએ
ઉપસંહાર
૩૦૯