________________
શક્તિનું જાગરણ સંયમ દ્વારા કરી શકાય છે. આપણા મનની અનેક ઇચ્છાઓ હોય છે. તેને પરિપૂર્ણ કરવામાં આપણી શક્તિ વેડફાતી જાય છે. મનની ઇચ્છાઓનો, જરૂરિયાતોનો અસ્વીકાર એ શક્તિના જાગરણનું સૂત્ર છે. મનની જરૂરિયાતોનો અસ્વીકાર એટલે સંકલ્પશક્તિનો વિકાસ. અને તે જ સંયમ છે. સંયમ એક પ્રકારનો કુંભક છે. પ્રાણાયામ કરતી વખતે કુંભકમાં શ્વાસનો નિરોધ થાય છે તેવી રીતે સંયમમાં ઇચ્છાનો નિરોધ કરવામાં આવે છે. ઠંડી, ગરમી, ભૂખ-તરસ, બીમારી, મારપીટ આ બધી જ ઘટનાઓને સહન કરો. સંયમની સાધના કરવાવાળો સાધક આ માનસિક જરૂરિયાતોની ઉપેક્ષા કરે છે. મનની જરૂરિયાતો જાણી લે છે, તેને જુએ છે પરંતુ તેને પરિપૂર્ણ કરતો નથી. તેમ કરતાં કરતાં માનસિક જરૂરિયાતો ઓછી થતી જાય છે. અને જે થાય છે તે સહજ ભાવથી સ્વીકારી લે છે.
ગૌતમે ભગવાન મહાવીરને પૂછયું - “ભગવાન, સંયમથી જીવ શું પ્રાપ્ત કરે છે?” મહાવીરે કહ્યું- “સંયમથી જીવ આસવનો નિરોધ કરે છે. સંયમનું ફળ અનાસવ છે.”
પ્રેક્ષા સંયમ છે. પૂર્ણ એકાગ્રતાથી લક્ષ્યને જોવાથી સંયમ આપમેળે થશે. માનસિક ઇચ્છાઓ ઓછી થતી જશે. તેની ઉપેક્ષા કરવાથી મન, વચન અને શરીરનો સંયમ સ્વયં સિદ્ધ થશે.
૧૦. ભાવના :
પ્રેક્ષાનો અર્થ છે જોવું અને તે ધ્યાનનો પર્યાય છે. પ્રેક્ષાની સમાપ્તિ બાદ મનની મૂર્છાને દૂર કરવાવાળા વિષયોનું અનુચિંતન કરવું તે અનુપ્રેક્ષા છે. જે વિષયનું અનુચિંતન વારંવાર કરવામાં આવે છે અથવા જે પ્રવૃત્તિનો સતત અભ્યાસ કરવામાં આવે તેનાથી મન પ્રભાવિત થઈ જાય છે, આ ચિંતનના અભ્યાસને જૈન દર્શનમાં ભાવના કહેવામાં આવે છે.
જે વ્યક્તિ ભાવનાનો અભ્યાસ કરે છે તેનામાં ધ્યાનની યોગ્યતા આવે છે. ધ્યાનની યોગ્યતા માટે ચાર ભાવનાઓનો અભ્યાસ આવશ્યક છે : ૧. જ્ઞાનભાવના રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જાણવાનો
અભ્યાસ. દર્શનભાવનાઃ રાગ, દ્વેષ અને મોહથી શૂન્ય થઈ તટસ્થ ભાવથી જોવાનો અભ્યાસ.
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૯