________________
અખંડ ચૈતન્ય છે. તેમાં જાણવાની અને જોવાની અસીમ શક્તિ છે. છતાં આપણે બહુ સીમિત જાણીએ છીએ અને જોઈએ છીએ તેનું કારણ આપણું જ્ઞાન આવૃત્ત છે, આપણું દર્શન આવૃત્ત છે. જો આપણે જાણવાની અને જોવાની શક્તિનો વિકાસ ઇચ્છીએ છીએ તો સૌપ્રથમ પ્રિયતા અને અપ્રિયતાના મનોભાવોને છોડવા પડશે. તેને છોડવા માટે સૌથી ઉત્તમ ઉપાય છે ‘જુઓ અને જાણો.
આપણે પદાર્થને કાં તો પ્રિયતાની દૃષ્ટિએ જોઈએ છીએ કાં તો અપ્રિયતાની દૃષ્ટિએ જોઈએ છીએ. પદાર્થને ફક્ત પદાર્થની દૃષ્ટિથી જોવો તે જ સમતા છે તે ફક્ત જાણવા અને જોવાથી સિદ્ધ થાય છે. અર્થાત્ ફક્ત જાણવું અને જોવું એ જ સમતા છે.
- પ્રિય લાગનાર ઇન્દ્રિયવિષય અને મનોભાવ ‘રાગ” ઉત્પન્ન કરે છે અને અપ્રિય લાગનાર ઇન્દ્રિય વિષય અને મનોભાવ ‘ષ ઉત્પન્ન કરે છે. જે પ્રિય અને અપ્રિય લાગનાર વિષયો અને મનોભાવોના પ્રત્યે સમ બને છે તેના અંત:કરણમાં તે પ્રિયતા અને અપ્રિયતાનો ભાવ ઉત્પન્ન કરતા નથી. પ્રિય અને અપ્રિય તથા રાગ અને દ્વેષથી પર તે જ બની શકે છે જે ફક્ત જ્ઞાતા-દ્રષ્ટા હોય છે. જે ફક્ત જ્ઞાતા અને દ્રષ્ટા હોય તે જ વીતરાગ બને છે. ચેતનાની એ ક્ષણ ધ્યાન હોય છે જેમાં આ પ્રિયતા ને અપ્રિયતાનો ભાવ સમાપ્ત થઈ જાય છે. એ જ ક્ષણ અપ્રમાદની ક્ષણ છે, પૂર્ણ જાગરૂકતાની ક્ષણ છે, સાધનાની ક્ષણ છે.
આપણી અંદર જાણવા અને જોવાની જે શક્તિ છે, આપણું ચૈતન્ય જેટલું અનાવૃત્ત છે, તેનો જ આપણે ઉપયોગ કરીએ છે. એ ફક્ત જાણવા અને જોવાનો અભ્યાસ કરવો જોઈએ. તેનાથી પ્રિયતા અને અપ્રિયતાના ભાવ અર્થાત્ રાગદ્વેષ ઓછા થતા જશે અને પરિણામે જ્ઞાન અને દર્શનનું આવરણ ક્ષીણ થઈ વીતરાગતાની સાધનામાં આગળ વધી શકાશે.
૯. સંયમ : સંકલ્પશક્તિનો વિકાસ
પ્રેક્ષાધ્યાનનું આગળનું પગથિયું છે : સંયમ – સંકલ્પશક્તિનો વિકાસ. આપણી અંદર અનંત શક્તિ સમાયેલી છે તેનો મોટો ભાગ આવૃત્ત છે. અમુક જ ભાગ અસ્તિત્વમાં છે જે આપણા શરીરની ક્રિયાઓમાં તેમજ ઇન્દ્રિયોના નિયમનમાં વ્યક્ત થાય છે. આપણા આપણા શક્તિ પ્રત્યે જાગ્રત બનીએ તો આવૃત્ત શક્તિને ઉપયોગની ભૂમિકા સુધી લઈ જઈ શકીએ.
૨૬૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની