________________
લેશ્યાધ્યાન દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઈ જાય છે. બે સ્થિતિઓ છે - એક સ્થિતિમાં વિશુદ્ધિ અધ્યવસાય અને વિશુદ્ધ વેશ્યા છે. બીજી સ્થિતિ છે અશુદ્ધ અધ્યવસાય અને અશુદ્ધ વેશ્યા. જેમ જેમ સાધના વધે છે તેમ તેમ કષાય મંદ થશે અને અધ્યવસાય, વેશ્યા ભાવ અને વિચાર શુદ્ધ થાય છે.
૭. વર્તમાન-ક્ષણની પ્રેક્ષા :
ભૂતકાળ વીતી જાય છે, ભવિષ્ય આવવાનો બાકી હોય છે. તલણ વર્તમાન છે. ભગવાન મહાવીરે કહ્યું છે – “રવUT નાદિ પંડિ” અર્થાત્ સાધક, તું ક્ષણને જાણ. ભૂતકાળના સંસ્કારોની સ્મૃતિથી ભવિષ્યની કલ્પનાઓ અને વાસનાનો જન્મે છે. વર્તમાનમાં જીવનાર સાધક સ્મૃતિ અને કલ્પનાથી બંનેથી મુક્ત રહે છે. સ્મૃતિ અને કલ્પના રાગદ્વેષયુક્ત ચિત્તનું નિર્માણ કરે છે. જે સાધક વર્તમાન-ક્ષણમાં રહે છે તે સહજ પ્રકારે રાગદ્વેષથી મુક્ત રહે છે. આ રાગદ્વેષશૂન્ય વર્તમાન-ક્ષણ જ સંવર છે. રાગદ્વેષશૂન્ય વર્તમાન-ક્ષણમાં જીવનાર ભૂતકાળના સંચિત કર્મસંસ્કારના બંધનો નિરોધ કરે છે. આ પ્રકારે વર્તમાન-ક્ષણમાં રહેનારો સાધક ભૂતકાળનો નિરોધ કરે છે, વર્તમાનનો નિગ્રહ (સંવરણ) કરે છે અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન કરે છે. પ્રત્યાખ્યાન - ભવિષ્યમાં દોષ ન થવા દેવો એવો સંકલ્પ કરવો.
ભગવાન મહાવીરે કહ્યું છે – “આ ક્ષણને જાણો'. વર્તમાનને જાણી વર્તમાનમાં જીવવું એ ભાવક્રિયા છે. ભાવિ કાલ્પનિક જીવન જીવવું એ દ્રવ્યક્રિયા છે. દ્રવ્યક્રિયા ચિત્તનો વિક્ષેપ કરે છે અને સાધનામાં વિઘ્ન રૂપે છે. ભાવક્રિયા એ સાધના છે અને તે ધ્યાન છે. આપણે ચાલીએ છીએ અને ચાલતી વખતે આપણી ચેતના જાગ્રત રહે છે. “આપણે ચાલી રહ્યા છીએ તેની જ સ્મૃતિ રહે છે – આ ગતિની ભાવક્રિયા છે. શરીર અને વાણીની પ્રત્યેક ક્રિયા જ્યારે મનની સાથે સંકળાય છે ત્યારે તેમાં ચેતના વ્યાપ્ત થાય છે ત્યારે તે ભાવક્રિયા બની જાય છે. ઇન્દ્રિયો પ્રત્યેક ક્રિયામાં સમર્પિત થઈ જાય, હૃદય તેની ભાવનાથી પ્રભાવિત બને અને મન તેના સિવાય બીજા કોઈ પણ વિષયમાં ન જાય, એવી સ્થિતિ હોય ત્યારે ક્રિયા ભાવક્રિયા બને છે.
૮. વિચારપ્રેક્ષા અને સમતા : પ્રેક્ષાધ્યાનની સમગ્ર ક્રિયા જાણવાની અને જોવાની છે. આપણા આત્મામાં
જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ
૨૬૭