________________
થાય છે. અહીં આચાર્ય ધ્યાનની સિદ્ધિ માટે બીજા દર્શનવાળા સાથે સરખામણી કરતાં કહે છે કે અન્યમતી ધ્યાનની સિદ્ધિ યમનિયમાદિ યોગ-સાધનોથી કરે છે. તેઓ કહે છે યમનિયમાદિના અભ્યાસથી મન સ્થિર અને શુદ્ધ કરી ધ્યાનની સિદ્ધિ થઈ શકે છે.
अथ कैश्चिद्यमनियमास्प्राणायामप्रत्याहारधारणाध्यान समाधयइत्यष्टाङ्गानि योगस्य स्थानानि ।।२२.१।।
અર્થ આચાર્ય કહે છે કે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ આઠ અંગ યોગનાં સ્થાન છે.
આના અનુસંધાનમાં આચાર્ય શુભચંદ્ર કહે છે કે મનને વશ કરીને એકાગ્ર કરે તોપણ રાગાદિના (રાગ, દ્વેષ, મોહ) સંસ્કાર એટલા પ્રબળ હોય છે કે તે એકાગ્ર કરેલા મનને ચલાયમાન કરી દે છે; રાગદ્વેષ-મોહની ઉપસ્થિતિમાં મોક્ષમાર્ગની સ્થિરતા થતી નથી. એટલે પ્રથમ રાગાદિને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાગાદિ ક્ષીણ થવાથી અને એના અભાવમાં યોગી મોક્ષમાર્ગમાં સ્થિર થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. અહીં અન્યમતી અને જૈન દર્શનનો તફાવત બતાવે છે. અન્યમતી યમનિયમાદિ યોગનાં સાધનોથી મનને વશ કરે છે પરંતુ તેમનું રાગદ્વેષમોહનું યથાર્થ સ્વરૂપ અને એને જીતવાનું વર્ણન સત્યાર્થ નથી. આ રાગાદિને જીત્યા વગર મોક્ષના કારણભૂત ધ્યાનની સિદ્ધિ થતી નથી. આ રાગાદિનું યથાર્થ સ્વરૂપ અને એને જીતવાનું વિધાન કેવળ જૈન શાસ્ત્રોમાં જ છે. આ પ્રમાણે જ સાધના કરવાથી ધ્યાનસિદ્ધિ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ધ્યાનમાં સમતાનું મહત્ત્વ :
આચાર્યશ્રી રાગ, દ્વેષ અને મોહને દૂર કરવા માટે સમતાભાવનું આલંબન લેવાનું કહે છે. “જ્ઞાનાર્ણવમાં આચાર્ય શુભચંદ્ર જીવને પ્રથમ ઇંદ્રિયોને વશ કરી કષાયો પર વિજય મેળવવાનું કહે છે. પછી સાધના માટે મનને એકાગ્ર કરવાની જરૂર છે. તો મનશુદ્ધિ માટે રાગ, દ્વેષ અને મોહને દૂર કરવાનો ઉપદેશ આપે છે. આના માટે એ કહે છે કે “હે જીવ, તું પોતાના આત્માને સમભાવથી ભરી દે જેથી તારો આત્મા રાગદ્વેષાદિને ગ્રહણ ન કરી શકે” જે આત્મા સમતાભાવમાં રમતા હોય તે ઉપસર્ગ આવે ત્યારે ચલિત ન થાય અને અનુકૂલતામાં રાગ ન કરે. બેઉ
આચાર્ય શુભચંદ્રરચિત ‘જ્ઞાનાર્ણવ”
૧૯૯