________________
ઉદાર માર્દવ અર્થાત્ કોમલ પરિણામથી માનને નિયંત્રિત કર. માયાને આર્જવથી દૂર કર. અને લોભને નિર્લોભતાથી વશ કર. આવી રીતે કષાય દૂર કરી એમના પર વિજય મેળવવાનો ઉપદેશ આપ્યો છે. કારણ કષાય નષ્ટ થવાથી આત્મસ્વરૂપનો અનુભવ થાય છે.
ઇંદ્રિયજય :
આ કષાય ત્યારે જ જિતાય જ્યારે ઇંદ્રિયો પર વિજય મેળવાય. કષાયને જીતવા માટે પ્રથમ ઇંદ્રિયોને વશ કરવા જોઈએ એટલે ૨૦મા પ્રકરણમાં આચાર્ય શુભચંદ્ર કહે છે -
अजिताक्षः कषायाग्निं विनेतुं न प्रभुर्भवेत । અત: aોઘાહિબ્રુ નેત્મશ્રરો: પ્રશાસ્થતે પાર.
અર્થ : જેમણે ઇંદ્રિયોને જીતી નથી એ કષાયરૂપી અગ્નિનો નાશ કરવા માટે અસમર્થ છે. એટલે ક્રોધાદિ કષાયોને જીતવા માટે ઇંદ્રિયોના વિષયોનો રોધ કરવો એ જ પ્રશંસનીય છે.
ઇંદ્રિજનિત વિષયથી પ્રાપ્ત થયેલ સુખ એ દુર્ગતિનું કારણ છે. ઇન્દ્રિયોના વિષયસેવનથી જે સુખ મળ્યું છે એ સુખ નથી પરંતુ દુ:ખ છે. કારણ ઇંદ્રિયજનિત સુખ એ અનંત સંસારના ક્લેશ ઉત્પન્ન થવાનું કારણ છે. એટલે એનાથી બચવા માટે યોગી તીર્થકર ભગવાને ઉપદેશે પરમેષ્ઠી નમસ્કાર મંત્રનું સ્મરણ કરે છે. યોગીઓને અધ્યાત્મથી પ્રાપ્ત જે અતીન્દ્રિય સુખ છે, તે આત્માને અધીન છે, સ્વાનુભવગમ્ય છે અને અવિનાશી છે.
આવી રીતે અહીં ધ્યાનના ઘાતક એવા કષાય અને વિષયોનું વર્ણન પૂરું કરી કહે છે કે કષાય અને વિષયો પર જય મેળવીને જ ધ્યાનની સિદ્ધિ થાય છે.
મનની શુદ્ધિ, કષાય અને ઇંદ્રિય જય પછી આચાર્ય શુભચંદ્ર ધ્યાનની સિદ્ધિ માટે મનની શુદ્ધિ પર ભાર આપવાનું કહે છે. એ કહે છે કે મનની શુદ્ધિ જ મહત્ત્વની છે. એના વિના કેવળ કાયાને ક્ષીણ કરવું વૃથા છે. મનની શુદ્ધિથી જ ધ્યાનની નિર્મલતા થાય છે, કર્મોની નિર્જરા થાય છે અને યોગીનું મન સ્થિર થઈ આત્મસ્વરૂપમાં લીન
૧૯૮
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની )