SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ મળતું ફળ, એનું ચિંતન એ સંવર ભાવના છે. ૯. નિર્જરા ભાવના - નિર્જરા એટલે કર્મોનો ક્ષય. નિર્જરાનું સ્વરૂપ, એનાં કારણો અને એનાથી થતો કર્મક્ષય, એની વિચારણા એનિર્જરા ભાવના. ૧૦. લોકભાવના - લોક (જગત)ના સ્વરૂપની વિચારણા, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગલાસ્તિકાય, જીવાસ્તિકાય આ પાંચ અસ્તિકાયસ્વરૂપ આ લોક છે. ૧૧. બોધિદુર્લભ ભાવના - બોધિ એટલે મુક્તિમાર્ગ. આ મુક્તિમાર્ગ એટલે જ મોક્ષમાર્ગની દુર્લભતા વિચારવી એ બોધિદુર્લભ ભાવના છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર આ ત્રણેનો મળીને મોક્ષમાર્ગ છે જે ઘણો જ દુર્લભ છે. ૧૨. ધર્મસ્વાખ્યાત ભાવના - જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી ધર્મની વિચારણા એ ધર્મસ્વાખ્યાત ભાવના છે. જૈન દર્શનમાં જીવના પાંચ ભાવ બતાવેલ છે. ભાવ એટલે ગુણ કે ધર્મ औपशमिक - क्षायिकौ भावौ मिश्रश्चजीवस्य स्वतत्त्वमौदयिक પારિ IIfમવેર ારા તત્ત્વાર્થસૂત્ર અર્થ: ઓપશમિક, ક્ષાયિક, મિશ્ર, ઓદયિક, પારિણામિક એ પાંચ ભાવો જીવના સ્વતત્ત્વ છે, સ્વરૂપ છે, અર્થાત્ સ્વભાવ છે. પરિણામિક ભાવ – પરિણામથી થતા ભાવો પારિણામિક કહેવાય છે. પરિણામ એટલે દ્રવ્યનું પોતાનું જ સ્વરૂપ. અર્થાત્ કર્મના ઉદય, ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમની અપેક્ષાએ નહીં પણ જે જીવના સ્વભાવભૂત ભાવ છે એ પારિણામિક ભાવ કહેવાય. જેમકે અગ્નિની દાહકતા, પાણીની શીતળતા. પારિણામિક ભાવના ત્રણ ભેદ છે – જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. 3. ‘ભક્તામર સ્તોત્રમાં આચાર્ય મેરૂતુંગસૂરિ ભ. ઋષભદેવને યોગીશ્વર તરીકે સંબોધન કરે છે: ૧૦૦ અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષનીS
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy