SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ જગજંતુને સમ ગણે, સમગણે તૃણમણિભાવ રે, મુક્તિસંસાર બહુ સમગણે, ગુણે ભવજલનિધિ નાવ રે... શાંતિ.... T૧૦ના આનંદઘનજી કહે છે જે પોતાના ચિત્તમાં માન અને અપમાન બંનેને એકસરખાં ગણે છે, સુવર્ણ અને પથ્થર, તૃણ અને મણિને સમાન ગણે છે, સર્વ જગતના પ્રાણીઓને સમાન ગણે છે. આવી સમપરિણતિ જેના ચિત્તમાં વર્તે છે તે યોગી છે. તે સમાયોગીને ખબર છે કે સમતા અર્થાત્ સમત્વ એ તો ભવસાગર તરવા નીકા સમાન છે. આ જ વાત શ્રીમદ્ રાજચંદ્ર “અપૂર્વ અવસર’માં કહે છે – શ= મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ વર્તે શુદ્ધ સ્વભાવ જો ||૧૦|| અપૂર્વ અવસર જૈન ધર્મમાં આ સમતા યોગ સામાયિક દ્વારા પણ બતાવવામાં આવ્યો છે. સામાયિક એટલે સમત્વની સાધના. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ+આય+ઇક એ શબ્દોથી થાય છે. “સમ' એટલે રાગદ્વેષરહિત મધ્યસ્થ પરિણામ. “આય” એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાનદર્શનચારિત્રરૂપ મોક્ષમાર્ગનો લાભ અને ઇક' કહેતા ભાવ એમ અર્થ થાય છે. એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક. સમતાયોગને પામેલો આત્મા ચારિત્રના એવા શુદ્ધ અધ્યવસાયે પહોંચે છે કે એને મોક્ષ અને સંસાર બંને તુલ્ય લાગે છે. આ અવસ્થા કેવળજ્ઞાનરૂપી સૂર્યોદયને પ્રગટ થવા અરુણોદય સમાન છે. આવી પરાકાષ્ઠાની સમતા આવ્યા પછી વીતરાગતા અને સર્વજ્ઞતા દૂર રહેતી નથી. આ સમતાની પ્રાપ્તિ માટે આનંદઘનજી ૮૭મા પદમાં છેલ્લી કડીમાં કહે છે – તવ સમત્વ ઉદ્યમ કીયા હો, ભેચ્યા પૂરવ સાજ, પ્રીત પરમસે જો રીકૅ હો, દીનો આનંદધન રાજ... |૪|| અર્થ સમત્વની પ્રાપ્તિ માટે ઉદ્યમ માંડ્યો છે. એમની સહાયતાથી પૂરવ જૈનાચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ ૨૩૧
SR No.034344
Book TitleAmrut Yognu Prapti Mokshni
Original Sutra AuthorN/A
AuthorRashmi Bheda
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages347
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy